14-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - મનુષ્ય ને દેવતા બનાવવાની સર્વિસ ( સેવા ) માં વિઘ્ન જરુર પડશે . તમારે તકલીફ સહન કરીને પણ એ સર્વિસ પર તત્પર રહેવાનું છે , રહેમદિલ બનવાનું છે

પ્રશ્ન :-
જેમને અંતિમ જન્મની સ્મૃતિ રહે છે એમની નિશાની શું હશે?

ઉત્તર :-
એમની બુદ્ધિમાં રહેશે કે હવે આ દુનિયામાં બીજો જન્મ અમારે નથી લેવાનો અને નથી બીજાને જન્મ આપવાનો. આ પાપ આત્માઓની દુનિયા છે, એની વૃદ્ધિ હવે ન જોઈએ. આને વિનાશ થવાનું (આનો વિનાશ થવાનો) છે. અમે આ જૂનાં વસ્ત્રો ને ઉતારી પોતાનાં ઘરે જઈશું . હવે નાટક પૂરું થયું.

ગીત :-
નઈ ઉમર કી કલિયાં

ઓમ શાંતિ!
બાપ બાળકોને સમજાવે છે કે આપ બાળકોએ દરેકની જ્યોતી જગાવવાની છે. આ તમારી બુદ્ધિમાં છે. બાપ ને પણ બેહદ નો ખ્યાલ રહે છે કે જે પણ મનુષ્ય માત્ર છે, એમને મુક્તિનો રસ્તો બતાવીએ. બાપ આવે જ છે-બાળકોની સર્વિસ કરવા, દુઃખ થી લિબ્રેટ (મુક્ત) કરવા. મનુષ્ય સમજતા નથી કે આ દુઃખ છે તો સુખ નું પણ કોઈ સ્થાન છે. આ જાણતા નથી. શાસ્ત્રો માં સુખનાં સ્થાન ને પણ દુઃખ નું સ્થાન બનાવી દીધું છે. હવે બાપ છે રહેમદિલ. મનુષ્ય તો આ પણ નથી જાણતા કે અમે દુઃખી છીએ કારણ કે સુખની અને સુખ આપવા વાળા ની ખબર જ નથી. આ પણ ડ્રામા ની ભાવી. સુખ કોને કહે છે, દુઃખ કોને કહે છે-આ જાણતા નથી. ઈશ્વર માટે કહી દે છે કે એ જ સુખ-દુઃખ આપે છે. એટલે એમના પર કલંક લગાવે છે. ઈશ્વર, જેમને બાપ કહે છે, એમને જાણતા જ નથી. બાપ કહે છે કે હું બાળકોને સુખ જ આપું છું. તમે હમણાં જાણો છો બાબા આવ્યા છે પતિતો ને પાવન બનાવવાં. કહે છે કે હું બધાને લઈ જઈશ સ્વીટ હોમ. તે સ્વીટ હોમ પણ પાવન છે. ત્યાં કોઈ પતિત આત્મા રહેતો નથી. એ ઠેકાણા (જગ્યા) ને કોઈ જાણતું નથી. કહે છે કે ફલાણા પાર નિર્વાણ ગયાં. પરંતુ સમજતા નથી. બુદ્ધ પાર નિર્વાણ ગયા તો જરુર ત્યાંના રહેવા વાળા હતાં. ત્યાં જ ગયાં. સારું, તે તો ગયા બાકી બીજા કેવી રીતે જાય? સાથે તો કોઈને લઈ ન ગયાં. હકીકત માં તે જતા નથી એટલે બધાં પતિત-પાવન બાપ ને યાદ કરે છે. પાવન દુનિયા બે છે, એક મુક્તિધામ, બીજી જીવન મુક્તિધામ. શિવપુરી અને વિષ્ણુપુરી. આ છે રાવણ પુરી. પરમપિતા પરમાત્મા ને રામ પણ કહે છે. રામ રાજ્ય કહેવાય છે, તો બુદ્ધિ પરમાત્મા ની તરફ ચાલી જાય છે. મનુષ્યને તો બધાં પરમાત્મા માનશે નહીં. તો તમને તરસ પડે છે. તકલીફ તો સહન કરવી પડે.

બાબા કહે છે - મીઠાં બાળકો, મનુષ્ય ને દેવતા બનાવવામાં આ જ્ઞાન યજ્ઞ માં વિઘ્ન ખૂબ જ પડશે. ગીતાનાં ભગવાને ગાળો ખાધી હતી ને? ગાળો એમને પણ અને તમને પણ મળે છે. કહેવાય છે ને કે એમણે કદાચ ચોથ નો ચંદ્ર જોયો હશે. આ બધી છે દંતકથાઓ. દુનિયામાં તો કેટલી ગંદકી છે. મનુષ્ય શું-શું ખાય છે, જાનવરો ને મારે છે, શું-શું કરે છે! બાપ આવીને આ બધી વાતો થી છોડાવી દે છે. દુનિયામાં મારામારી કેટલી છે? તમારા માટે બાપ કેટલું સહજ કરી દે છે. બાપ કહે છે કે તમે ફક્ત મને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે. બધાને એક જ વાત સમજાવો. બાપ કહે છે પોતાનાં શાંતિધામ અને સુખધામ ને યાદ કરો. તમે અસલ ત્યાનાં રહેવાસી છો. સંન્યાસી લોકો પણ ત્યાનાં માટે જ રસ્તો બતાવે છે. જો એક નિર્વાણધામ ચાલ્યા ગયા તો પછી બીજાને કેવી રીતે લઈ જશે? એમને કોણ લઈ જશે? સમજો, બુદ્ધ નિર્વાણધામ માં ગયા, એમનાં બૌદ્ધી તો અહીં બેઠાં છે. એમને પાછા લઈ જાય ને? ગાય પણ છે જે પૈગંબર છે બધાની રુહ (બધાનો આત્મા) અહીં છે, એટલે કોઈ ને કોઈ શરીરમાં છે તો પણ મહિમા ગાતા રહે છે. સારું, ધર્મ સ્થાપન કરીને ગયા પછી શું થયું? મુક્તિ માં જવા માટે મનુષ્ય કેટલું માથું મારે છે. એમણે તો આ જપ, તપ, તીર્થ વગેરે નથી શીખવાડ્યું. બાપ કહે છે હું આવ્યો જ છું બધાની ગતિ-સદ્દગતિ કરવાં. બધાને લઈ જાઉં છું. સતયુગ માં જીવનમુક્તિ છે. એક જ ધર્મ છે, બાકી બધાં આત્માઓને પાછા લઈ જાઉં છું. તમે જાણો છો એ બાબા છે બાગવાન, આપણે બધાં માળી છીએ. મમ્મા-બાબા અને બધાં બાળકો માળી બની બીજ વાવતા રહે છે. કલમ નીકળે છે પછી માયા નાં તોફાન લાગી પડે છે. અનેક પ્રકારનાં તોફાન લાગે છે. આ છે માયા નાં વિઘ્ન. તોફાન લાગે છે તો પૂછવું જોઈએ-બાબા, આનાં માટે શું કરવું જોઈએ? શ્રીમત આપવા વાળા બાપ છે. તોફાન તો લાગશે જ. નંબરવન છે દેહ-અભિમાન. આ નથી સમજતા કે હું આત્મા અવિનાશી છું, આ શરીર વિનાશી છે. અમારા ૮૪ જન્મ પૂરાં થયાં. આત્મા જ પુનર્જન્મ લે છે. વારંવાર એક શરીર છોડી બીજું લેવું આત્માનું જ કામ છે. હમણાં બાપ કહે છે-તમારો આ અંતિમ જન્મ છે. આ દુનિયામાં બીજો જન્મ નથી લેવાનો, નથી કોઈને આપવાનો. પૂછે છે કે પછી સૃષ્ટિની વૃદ્ધિ કેવી રીતે થશે? અરે, આ સમયે સૃષ્ટિની વૃદ્ધિ ન જોઈએ. આ તો ભ્રષ્ટાચાર ની વૃદ્ધિ છે. આ રિવાજ-રાવણ થી શરુ થયો છે. દુનિયા ને ભ્રષ્ટાચારી બનાવવા વાળો રાવણ થયો. શ્રેષ્ઠાચારી રામ બનાવે છે. એમાં પણ તમારે કેટલી મહેનત કરવી પડે છે! વારંવાર દેહ-અભિમાન માં આવી જાય છે. જો દેહ-અભિમાન માં ન આવે તો પોતાને આત્મા સમજે. સતયુગ માં પણ પોતાને આત્મા તો સમજે છે ને? જાણે છે હવે આ અમારું શરીર વૃદ્ધ થયું છે, એને છોડીને નવું લઈશું. અહીં તો આત્માનું પણ જ્ઞાન નથી. પોતાને દેહ સમજી બેઠાં છે. આ દુનિયાથી જવાનું દિલ (મન) એમને થાય છે જે દુઃખી હોય છે. ત્યાં તો છે જ સુખ. બાકી આત્માનું જ્ઞાન ત્યાં રહે છે. એક શરીર છોડી બીજું લે છે એટલે દુઃખ નથી થતું. તે સુખ ની પ્રારબ્ધ છે. અહીં પણ આત્મા તો કહે છે, પછી ભલે કોઈ આત્મા સો પરમાત્મા કહી દે છે. આત્મા છે, આ તો જ્ઞાન છે ને? પરંતુ એ નથી જાણતા કે અમે આ પાર્ટ થી પાછા જઈ નથી શકતાં. એક શરીર છોડી પછી બીજું લેવાનું જરુર છે. પુનર્જન્મ તો બધાં માનશે. કર્મ તો બધાં કુટે છે ને? માયા નાં રાજ્ય માં કર્મ, વિકર્મ જ બને છે, તો કર્મ કુટતાં રહે છે. ત્યાં એવા કર્મ નથી, જે કૂટવા પડે.

હમણાં તમે સમજો છો કે પાછા જવાનું છે. વિનાશ થવાનો જ છે. બોમ્સ નું ટ્રાયલ પણ લઈ રહ્યા છે. ગુસ્સા માં આવીને પછી ઠોકી દેશે. આ પાવરફુલ બોમ્બ્સ છે. ગાયન પણ છે યુરોપવાસી યાદવ. ભલે આપણે બધાં ધર્મ વાળાઓ ને યુરોપવાસી જ કહીશું. ભારત છે એક તરફ. બાકી એ બધાને ભેગાં કરી દીધાં છે. પોતાનાં ખંડ માટે એમને પ્રેમ તો ખૂબ છે. પરંતુ ભાવી એવી છે તો શું કરશે? તાકાત બધી તમને બાબા આપી રહ્યા છે. યોગબળ થી તમે રાજ્ય લઈ લો છો. તમને કોઈપણ તકલીફ નથી આપતાં. ફક્ત બાપ કહે છે મને યાદ કરો, દેહ-અભિમાન છોડો. કહે છે કે હું રામ ને યાદ કરું છું, શ્રીકૃષ્ણ ને યાદ કરું છું, તો તે પોતાને આત્મા થોડી સમજે છે? આત્મા સમજે તો આત્માનાં બાપ ને કેમ યાદ નથી કરતાં? બાપ કહે છે મુજ પરમપિતા પરમાત્મા ને યાદ કરો. તમે જીવ આત્મા ને કેમ યાદ કરો છો? તમારે દેહી-અભિમાની બનવાનું છે. હું આત્મા છું, બાપ ને યાદ કરું છું બાબાએ ફરમાન કર્યુ છે - યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે અને વારસો પણ બુદ્ધિમાં આવી જશે. બાપ અને જાયદાદ (વારસો) અર્થાત્ મુક્તિ અને જીવનમુક્તિ. એનાં માટે જ ધક્કા ખાતા રહે છે. યજ્ઞ, જપ, તપ વગેરે કરતા રહે છે. પોપ પાસેથી પણ આશિર્વાદ લેવા જાય છે, અહીં બાપ ફક્ત કહે છે કે દેહ-અભિમાન છોડો, પોતાને આત્મા નિશ્ચય કરો. આ નાટક પૂરું થયું છે, આપણા ૮૪ પૂરાં થયા છે, હવે જવાનું છે. કેટલું સહજ કરીને સમજાવે છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં બુદ્ધિમાં આ રાખો. જેવી રીતે નાટક પૂરું થવાનું હોય છે તો સમજે છે કે બાકી ૧૫ મિનિટ છે. હમણાં આ દૃશ્ય પૂરું થશે. એક્ટર્સ સમજે છે કે અમે આ કપડાં ઉતારી ઘરે જઈશું. હવે બધાને પાછા જવાનું છે. એવી-એવી વાતો પોતાની સાથે કરવી જોઈએ. કેટલો સમય આપણે સુખ-દુઃખનો પાર્ટ ભજવ્યો છે, આ જાણે છે. હવે બાપ કહે છે કે મને યાદ કરો, દુનિયામાં શું-શું થઈ રહ્યું છે, આ બધાને ભૂલી જાઓ-આ બધું ખતમ થઈ જવાનું છે, હવે પાછા જવાનું છે. તે સમજે છે કે કળિયુગ હજી ૪૦ હજાર વર્ષ ચાલશે. આને ઘોર અંધકાર કહેવાય છે. બાપ નો પરિચય નથી. જ્ઞાન એટલે બાપનો પરિચય, અજ્ઞાન એટલે નો પરિચય (પરિચય નથી). તો ઘોર અંધારા માં છે. હમણાં તમે ઘોર સોજરામાં (પ્રકાશમાં) છો-નંબરવાર પુરુષાર્થ અનુસાર. હવે રાત પૂરી થવાની છે, આપણે પાછા જઈએ છીએ. આજે બ્રહ્માની રાત, કાલે બ્રહ્માનો દિવસ થશે, બદલાવામાં સમય તો લાગશે ને? તમે જાણો છો હમણાં આપણે મૃત્યુલોક માં છીએ, કાલે અમરલોક માં હોઈશું. પહેલાં તો પાછા જવાનું થશે. એવી રીતે આ ૮૪ જન્મો નું ચક્ર ફરે છે. આ ફરવાનું બંધ નથી થતું. બાબા કહે છે કે તમે કેટલી વાર મને મળ્યા હશો? બાળકો કહે છે કે અનેકવાર મળ્યા છીએ. તમારું ૮૪ જન્મોનું ચક્ર પૂરું થાય છે, તો બધાનું થઈ જશે. આને કહેવાય છે જ્ઞાન. જ્ઞાન આપવા વાળા છે જ જ્ઞાન સાગર, પરમપિતા પરમાત્મા, પતિત-પાવન. તમે પૂછી શકો છો પતિત-પાવન કોને કહેવાય છે? ભગવાન તો નિરાકાર ને કહેવાય છે પછી તમે રઘુપતિ રાઘવ રાજા રામ કેમ કહો છો? આત્માઓનાં બાપ તો એ નિરાકાર જ છે, સમજાવવાની ખૂબ યુક્તિ જોઈએ.

દિવસે-દિવસે તમારી ઉન્નતિ થતી રહેશે કારણ કે ગુહ્ય જ્ઞાન મળતું રહે છે. સમજાવવા માટે છે ફક્ત અલ્ફ ની વાત. અલ્ફ ને ભૂલ્યા તો ઓરફન (અનાથ) થઈ ગયા, દુઃખી થતા રહે છે. એક દ્વારા, એક ને જાણવાથી તમે ૨૧ જન્મ સુખી થઈ જાઓ છો. આ છે જ્ઞાન, તે છે અજ્ઞાન, જે કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે. અરે, એ તો બાપ છે. બાપ કહે છે તમારી અંદર ભૂત સર્વવ્યાપી છે. ૫ વિકારો રુપી રાવણ સર્વવ્યાપી છે. આ વાતો સમજાવવી પડે છે. આપણે ઈશ્વરની ગોદમાં છીએ-આ ખૂબ ભારી નશો હોવો જોઈએ. પછી ભવિષ્ય માં દેવતાઈ ગોદમાં જઈશું. ત્યાં તો સદૈવ સુખ છે. શિવબાબાએ આપણને એડોપ્ટ કર્યા છે. એમને યાદ કરવાનાં છે. પોતાનું પણ અને બીજાનું પણ કલ્યાણ કરવાનું છે તો રાજાઈ મળશે. આ સમજવાની બહુ સારી વાત છે. શિવબાબા છે નિરાકાર, આપણે આત્મા પણ નિરાકાર છીએ. ત્યાં આપણે અશરીરી રહેતાં હતાં. બાબા તો સદૈવ અશરીરી જ છે, બાબા ક્યારેય શરીર રુપી કપડાં પહેરી પુનર્જન્મ નથી લેતાં. બાબા એકવાર રીઈનકારનેટ (અવતરિત થાય) કરે છે. પહેલાં-પહેલાં બ્રાહ્મણ રચે છે તો એમને પોતાનાં બનાવીને બીજું નામ રાખવું પડે ને? બ્રહ્મા નથી તો બ્રાહ્મણ ક્યાંથી આવ્યાં? તો આ તે જ છે જેમણે પૂરાં ૮૪ જન્મ લીધાં છે, ગોરા જે પછી સાવરા (શ્યામ) બન્યા છે, સુંદર થી શ્યામ, શ્યામ થી સુંદર બને છે. ભારત નું પણ આપણે શ્યામ-સુંદર નામ રાખી શકીએ છીએ. ભારત ને જ શ્યામ, ભારત ને જ ગોલ્ડન એજ (સતયુગ), સુંદર કહે છે. ભારત જ કામ ચિતા પર બેસી કાળું બને છે, ભારત જ જ્ઞાન ચિતા પર બેસી ગોરું બને છે. ભારત સાથે જ માથું મારવું પડે છે. ભારતવાસી પછી બીજા-બીજા ધર્મો માં કન્વર્ટ (પરિવર્તન) થઈ ગયા છે. યુરોપિયન અને ઇન્ડિયન માં ફર્ક નથી દેખાતો, ત્યાં જઈને લગ્ન કરે છે તો પછી ક્રિશ્ચન કહેવાવા લાગે છે. એમનાં બાળકો વગેરે પણ એ જ ફીચર્સ (ચહેરા) નાં હોય છે. આફ્રિકા માં પણ લગ્ન કરી લે છે.

હમણાં બાબા વિશાળબુદ્ધિ આપે છે, ચક્ર ને સમજવાની. આ પણ લખાયેલું છે-વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. યાદવો અને કૌરવોએ પ્રીત નથી રાખી. જેમણે પ્રીત રાખી એમનો વિજય થયો. વિપરીત બુદ્ધિ કહેવાય છે દુશ્મન ને. બાપ કહે છે આ સમયે બધાં એક-બીજા નાં દુશ્મન છે. બાપ ને જ સર્વવ્યાપી કહી ગાળો આપે છે અથવા તો પછી કહી દે છે જન્મ-મરણ રહિત છે એમનું કોઈ પણ નામ-રુપ નથી. ઓ ગોડ ફાધર પણ કહે છે, સાક્ષાત્કાર પણ થાય છે આત્મા અને પરમાત્મા નો. એમનામાં અને પરમાત્મા માં ફરક નથી રહેતો. બાકી નંબરવાર ઓછી વધારે તાકાત તો હોય જ છે. મનુષ્ય ભલે મનુષ્ય છે, એમાં પણ તો પદ હોય છે. બુદ્ધિનો ફરક છે. જ્ઞાન સાગરે તમને જ્ઞાન આપ્યું છે તો એમને યાદ કરો છો, તે અવસ્થા તમારી અંત માં બનશે.

અમૃતવેલા સિમર-સિમર (સ્મરણ કરતા-કરતા) સુખ મેળવો, ભલે પથારી માં પડ્યા રહો પરંતુ ઊંઘ ન આવવી જોઈએ. પોતાની હઠ થી બેસવું જોઈએ. મહેનત છે. વૈદ્ય લોકો પણ દવા આપે છે અમૃતવેલા માટે. આ પણ દવા છે. રચયિતા બાપ બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ રચીને ભણાવે છે-આ વાત બધાને સમજાવવાની છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે ઈશ્વરની ગોદ લીધી છે પછી દેવતાઈ ગોદ માં જઈશું આ જ રુહાની નશામાં રહેવાનું છે. પોતાનું અને બીજાઓનું કલ્યાણ કરવાનું છે.

2. અમૃતવેલા ઉઠી જ્ઞાન સાગર નાં જ્ઞાન નું મનન કરવાનું છે. એક ની અવ્યભિચારી યાદ માં રહેવાનું છે. દેહ-અભિમાન છોડી સ્વયં ને આત્મા નિશ્ચય કરવાનો છે.

વરદાન :-
અમૃતવેલા થી રાત સુધી યાદ ની વિધિપૂર્વક દરેક કર્મ કરવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ

અમૃતવેલા થી લઈને રાત સુધી જે પણ કર્મ કરો, યાદ ની વિધિપૂર્વક કરો તો દરેક કર્મની સિદ્ધિ મળશે. સૌથી મોટામાં મોટી સિદ્ધિ છે - પ્રત્યક્ષફળ નાં રુપમાં અતિન્દ્રિય સુખની અનુભૂતિ થવી. સદા સુખ ની લહેરો માં, ખુશી ની લહેરો માં લહેરાતા રહેશો. તો આ પ્રત્યક્ષ ફળ પણ મળે છે અને પછી ભવિષ્ય ફળ પણ મળે છે. આ સમય નું પ્રત્યક્ષ ફળ અનેક ભવિષ્ય જન્મોનાં ફળ થી શ્રેષ્ઠ છે. હમણાં-હમણાં કર્યુ, હમણાં-હમણાં મળ્યું આને જ કહેવાય છે પ્રત્યક્ષફળ.

સ્લોગન :-
સ્વયં ને નિમિત્ત સમજી દરેક કર્મ કરો તો ન્યારા અને પ્યારા રહેશો, હું પણ આવી નથી શકતું.