15-01-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ      બાપદાદા મધુબન


મીઠા બાળકો - પાસ વિથ ઓનર થવું છે તો શ્રીમત પર ચાલતા રહો , કુસંગ અને માયાનાં તોફાનો થી સ્વયં ની સંભાળ કરો

પ્રશ્ન :-
બાપએ બાળકોની કઈ સેવા કરી, જે બાળકોએ પણ કરવાની છે?

ઉત્તર :-
બાપએ લાડલાં બાળકો કહી હીરા જેવાં બનાવવાની સેવા કરી. એમ આપણે બાળકોએ પણ આપણાં મીઠા ભાઈઓને હીરા જેવાં બનાવવાનાં છે. આમાં કોઈ તકલીફની વાત નથી, ફક્ત કહેવાનું છે કે બાપ ને યાદ કરો તો હીરા જેવાં બની જશો.

પ્રશ્ન :-
બાપએ કયો હુકમ પોતાનાં બાળકોને આપ્યો છે?

ઉત્તર :-
બાળકો, તમે સાચી કમાણી કરો અને કરાવો. તમને કોઈ થી પણ ઉધાર લેવાનો હુકમ નથી.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે..

ઓમ શાંતિ!
નવી દુનિયામાં ચાલવાવાળા મીઠા-મીઠા રુહાની બાળકો પ્રતિ બાપ ગુડમોર્નિંગ કરી રહ્યાં છે. રુહાની બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણે છે કે બરાબર અમે આ દુનિયાથી દૂર જઈ રહ્યાં છીએ. ક્યાં? સ્વયંનાં સ્વીટ સાઇલેન્સ હોમ માં. શાંતિધામ જ દૂર છે, જ્યાંથી આપણે આત્માઓ આવીએ છે તે છે મૂળવતન, આ છે સ્થૂળવતન. તે છે આપણું આત્માઓનું ઘર. એ ઘરમાં બાપ વગર તો કોઈ લઈ જઈ નથી શકતું. તમે બધાં બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ રુહાની સર્વિસ કરી રહ્યાં છો. કોણે શીખવાડ્યું છે? દૂર લઈ ચાલવાવાળા બાપએ. કેટલાંઓને લઈ જશે દૂર? અગણિત છે. એક પંડાનાં બાળકો તમે બધાં પણ પંડા છો. તમારું નામ જ છે પાંડવસેના. આપ બાળકો દરેકને દૂર લઈ જવાની યુક્તિ બતાવો છો-મનમનાભવ, બાપને યાદ કરો. કહે પણ છે-બાબા, આ દુનિયાથી ક્યાંય દૂર લઈ ચલો. નવી દુનિયામાં તો એવું નહીં કહેશું. અહીંયા છે રાવણ રાજ્ય, તો કહે છે આનાંથી દૂર લઈ ચાલો, અહીંયા ચેન નથી. આનું નામ જ છે દુઃખધામ. હમણાં બાપ તમને કોઈ ધક્કા નથી ખવડાવતાં. ભક્તિમાર્ગમાં બાપને શોધવાં માટે તમે કેટલાં ધક્કા ખાઓ છો. બાપ સ્વયં કહે છે હું છું જ ગુપ્ત. આ આંખોથી કોઈ મને જોઈ નથી શકતું. કૃષ્ણનાં મંદિરમાં માથું ઝૂકાવવા માટે ચાખડી (પાદુકા) રાખે છે, મને તો પગ છે નહી જે તમારે માથું ઝુકાવવું પડે. તમને તો એટલું કહું છું-લાડલાં બાળકો, તમે પણ બીજાને કહો છો-મીઠા ભાઈઓ, પારલોકિક બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય. બસ બીજી કોઈ તકલીફ નથી. જેમ બાપ હીરા જેવા બનાવે છે, બાળકો પણ બીજાને હીરા જેવા બનાવે છે. આ શીખવાનું છે-મનુષ્યને હીરા જેવા કેવી રીતે બનાવીએ? ડ્રામા અનુસાર કલ્પ પહેલાં ની જેમ કલ્પ-કલ્પનાં સંગમ પર બાપ આવીને આપણને શીખવાડે છે. પછી આપણે બીજાને શીખવાડીએ છીએ. બાપ હીરા જેવાં બનાવી રહ્યાં છે. તમને ખબર છે ખોજોનાં ગુરુ આગાખાએ સોના, ચાંદી, હીરામાં વજન કર્યુ હતું. નહેરુને સોનામાં વજન કર્યુ હતું. હવે તે કોઈ હીરા જેવાં બનાવતા તો નહોતા. બાપ તો તમને હીરા જેવાં બનાવે છે. એમને તમે શેમાં વજન કરશો? તમે હીરા વગેરે શું કરશો. તમને તો દરકાર જ નથી. તે લોકો તો રેસમાં બહુજ પૈસા ઉડાવે છે. મકાન, પ્રોપર્ટી વગેરે બનાવતા રહે છે. આપ બાળકો તો સાચી કમાણી કરી રહ્યાં છો. તમે કોઈ થી ઉધાર લો તો પછી ૨૧ જન્મનાં માટે ભરીને આપવું પડે. તમને કોઈ થી ઉધાર લેવાનો હુકમ નથી. તમે જાણો છો આ સમયે છે જુઠ્ઠી કમાણી, જે ખતમ થઈ જવાની છે. બાબા એ જોયું આ તો કોડીઓ છે, અમને હીરા મળે છે, તો પછી આ કોડીઓ શું કરશું? કેમ નહીં બાપથી બેહદનો વારસો લઈએ. ખાવાનું તો મળવાનું જ છે. એક કહેવત પણ છે-હાથ જેમનો એવો..પહેલો પુર (પહેલો નંબર) તે પામી લે છે. બાબાને શરાફ (સાહુકાર) પણ કહે છે ને. તો બાપ કહે છે તમારી જૂની ચીજો એક્સચેન્જ (બદલી) કરે છે. કોઈ મરે છે તો જૂની ચીજો કરણીધોરને આપે છે ને. બાપ કહે છે હું તમારાથી શું લઉં છું, આ સેમ્પલ (ઉદાહરણ) જુઓ. દ્રૌપદી પણ એક તો નહોતી ને. તમે બધી દ્રૌપદીઓ છો. બહુજ પુકારો છો બાબા અમને નંગન થવાથી બચાવો. બાબા કેટલાં પ્રેમ થી સમજાવે છે-બાળકો આ અંતિમ જન્મ પવિત્ર બનો. બાપ કહે છે ને બાળકોને, કે મારી દાઢી ની લાજ રાખો, કુળ ને કલંક નહીં લગાવો. આપ મીઠા-મીઠા બાળકોને કેટલો ફખુર (નશો) હોવો જોઈએ. બાપ તમને હીરા જેવાં બનાવે છે, આમને પણ એ બાપ હીરા જેવાં બનાવે છે. યાદ એમને કરવાનાં છે. આ બાબા બ્રહ્મા કહે છે મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ નહીં થાય. હું તમારો ગુરુ નથી. તે મને શીખવાડે છે, હું પછી તમને શીખવાડું છું. હીરા જેવાં બનવું છે તો બાપને યાદ કરો.

બાબાએ સમજાવ્યું છે ભક્તિમાર્ગમાં ભલે કોઈ દેવતાની ભક્તિ કરતાં રહે છે, તો પણ બુદ્ધિ દુકાન, ધંધો વગેરે તરફ ભાગતી રહે છે, કારણ કે તેનાથી આવક થાય છે. બાબા પોતાનો અનુભવ પણ સંભળાવે છે કે જ્યારે બુદ્ધિ અહીંયા-ત્યાં ભાગતી હતી તો પોતાને ચમાટ મારતો હતો-આ યાદ કેમ આવે છે? તો હવે આપણે આત્માઓએ એક બાપને યાદ કરવાનાં છે, પરંતુ માયા ઘડી-ઘડી ભુલાવી દે છે, ઘુસ્સો લાગે છે. માયા બુદ્ધિયોગ તોડી દે છે. એવી-એવી પોતાની સાથે વાતો કરવી જોઈએ. બાપ કહે છે-હવે પોતાનું કલ્યાણ કરો તો બીજાઓનું પણ કલ્યાણ કરો, સેવાકેન્દ્રો ખોલો. એવું ઘણાં બાળકો બોલે છે-બાબા, ફલાણી જગ્યાએ સેવાકેન્દ્ર ખોલું? બાપ કહે છે હું તો દાતા છું. મને કોઇ દરકાર નથી. આ મકાન વગેરે પણ આપ બાળકોનાં માટે બનાવે છે ને. શિવબાબા તો તમને હીરા જેવાં બનાવવા આવ્યાં છે. તમે જે કાંઈ કરો છો તે તમારાં જ કામમાં આવે છે. આ કોઈ ગુરુ નથી જે શિષ્યો વગેરે બનાવે, મકાન બાળકો જ બનાવે છે પોતાનાં રહેવાનાં માટે. હાં, બનાવવાવાળા જ્યારે આવે છે તો ખાતરી કરાય છે કે તમે ઉપરનાં નવાં મકાનમાં જઈને રહો. કોઈ તો કહે છે અમે નવાં મકાનમાં કેમ રહીએ, અમને તો જૂનું જ સારું લાગે છે. જેમ તમે રહો છો, અમે પણ રહીશું. અમને કોઈ અહંકાર નથી કે હું દાતા છું. બાપદાદા જ નથી રહેતાં તો હું કેમ રહું? અમને પણ તમારી સાથે રાખો. જેટલાં તમારાં નજીક હશું એટલું સારું છે.

બાપ સમજાવે છે જેટલો પુરુષાર્થ કરશો તો સુખધામમાં ઊંચ પદ પામશો. સ્વર્ગમાં તો બધાં જશે ને. ભારતવાસી જાણે છે ભારત પુણ્ય આત્માઓની દુનિયા હતી, પાપનું નામ નહોતું. હમણાં તો પાપ આત્મા બની ગયાં છે. આ છે રાવણ રાજ્ય. સતયુગમાં રાવણ હોતો નથી. રાવણ રાજ્ય હોય જ છે અડધાકલ્પ પછી. બાપ આટલું સમજાવે છે તો પણ સમજતા નથી. કલ્પ-કલ્પ આવું થતું આવ્યું છે. નવી વાત નથી. તમે પ્રદર્શનીઓ કરો છો, કેટલાં બધાં આવે છે. પ્રજા તો ઘણી બનશે. હીરા જેવાં બનવામાં તો સમય લાગે છે. પ્રજા બની જાય તે પણ સારું. હમણાં છે જ કયામતનો સમય. બધાનો હિસાબ-કિતાબ ચૂકતું થાય છે. ૮ ની માળા જે બનેલી છે તે છે પાસ વિથ ઓનર ની. ૮ દાણા જ નંબરવનમાં જાય છે, જેમને જરા પણ સજા નથી મળતી. કર્માતીત અવસ્થાને પામી લે છે. પછી છે ૧૦૮, નંબરવાર તો કહેશું ને. આ બન્યો-બનાવેલ અનાદિ ડ્રામા છે, જેને સાક્ષી થઈને જુએ છે કે કોણ સારો પુરુષાર્થ કરે છે? કોઈ-કોઈ બાળકો છેલ્લે આવ્યાં છે, શ્રીમત પર ચાલતા રહે છે. આવી રીતે જ શ્રીમત પર ચાલતા રહ્યા તો પાસ વિથ ઓનર્સ બની ૮ ની માળામાં આવી શકે છે. હાં, ચાલતાં-ચાલતાં ક્યારેક ગ્રહચારી પણ આવી જાય છે. આ ચઢ-ઉતર બધાની આગળ આવે છે. આ કમાણી છે. ક્યારેક બહુજ ખુશીમાં રહેશે, ક્યારેક ઓછાં. માયાનું તોફાન અથવા કુસંગ પાછળ હટાવી દે છે. ખુશી ગુમ થઈ જાય છે. ગવાયેલ પણ છે સંગ તારે કુસંગ બોરે (ડુબાડે). હવે રાવણનો સંગ ડુબાડે, રામનો સંગ તારે. રાવણની મત થી આવાં બન્યાં છે. દેવતાઓ પણ વામમાર્ગમાં જાય છે. તેમનાં ચિત્ર કેવાં ગંદા દેખાડે છે. આ નિશાની છે વામમાર્ગ માં જવાની. ભારતમાં જ રામરાજ્ય હતું, ભારતમાં જ હવે રાવણ રાજ્ય છે. રાવણ રાજ્યમાં ૧૦૦ ટકા દુઃખી બની જાય છે. આ ખેલ છે. આ નોલેજ કોઈને પણ સમજાવવું કેટલું સહજ છે.

(એક નર્સ બાબાની સામે બેઠી છે) બાબા આ બાળકીને કહે છે તમે નર્સ છો, તે સર્વિસ પણ કરતી રહો, સાથે-સાથે તમે આ સર્વિસ પણ કરી શકો છો. પેશન્ટ (દર્દી) ને પણ આ જ્ઞાન સંભળાવતી રહો કે બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે, પછી ૨૧ જન્મોનાં માટે તમે રોગી નહીં બનો. યોગ થી જ હેલ્થ (સ્વાસ્થ્ય) અને આ ૮૪ નાં ચક્રને જાણવાથી વેલ્થ (સંપત્તિ) મળે છે. તમે તો બહુજ સર્વિસ કરી શકો છો, અનેકોનું કલ્યાણ કરશો. પૈસા પણ જે મળશે તે આ રુહાની સેવામાં લગાવશો. હકીકતમાં તમે પણ બધાં નર્સ છો ને. છી-છી ગંદા મનુષ્યોને દેવતા બનાવવાં - આ નર્સ સમાન સેવા થઈ ને. બાપ પણ કહે છે મને પતિત મનુષ્ય બોલાવે છે કે આવીને પાવન બનાવો. તમે પણ રોગીઓની આ સેવા કરો, તમારાં પર કુરબાન થઈ જશે. તમારાં દ્વારા સાક્ષાત્કાર પણ થઈ શકે છે. જો યોગયુક્ત છો તો મોટાં-મોટાં સર્જન વગેરે બધાં તમારા ચરણોમાં આવીને પડશે. તમે કરીને જુઓ. અહીં વાદળ આવે છે રિફ્રેશ થવાં. પછી જઈને વર્ષા કરી બીજાને રીફ્રેશ કરશે. ઘણાં બાળકોને એ પણ ખબર નથી રહેતી કે વરસાદ ક્યાંથી આવે છે? સમજે છે ઇન્દ્ર વર્ષા કરે છે. ઇન્દ્રધનુષ કહે છે ને. શાસ્ત્રોમાં તો કેટલી વાતો લખી દીધી છે. બાપ કહે છે આ તો પણ થશે, ડ્રામા માં જે નોંધ છે. હું કોઈની ગ્લાનિ નથી કરતો, આ તો બન્યો-બનાવેલ અનાદિ ડ્રામા છે. સમજાવાય છે કે આ ભક્તિમાર્ગ છે. કહે પણ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. આપ બાળકોને આ જુની દુનિયાથી વૈરાગ્ય છે. આપ મુયે મરી ગઈ દુનિયા. આત્મા શરીર થી અલગ થઈ ગઈ તો દુનિયા જ ખતમ.

બાપ બાળકોને સમજાવે છે-મીઠા બાળકો, ભણતરમાં ગફલત નહીં કરો. બધો આધાર ભણતર પર છે. બેરિસ્ટર (વકીલ) કોઈ તો એક લાખ રુપિયા કમાય છે અને કોઈ બેરિસ્ટરને પહેરવાનાં માટે કોટ પણ નહિ હશે. ભણતર પર બધો આધાર છે. આ ભણતર તો બહુજ સહજ છે. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે અર્થાત્ પોતાનાં ૮૪ જન્મો નાં આદિ-મધ્ય-અંતને જાણવાનું છે. હમણાં આ આખા ઝાડની જડજડીભૂત અવસ્થા છે, ફાઉન્ડેશન છે નહીં. બાકી આખું ઝાડ ઉભું છે. તેમ આ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જે હતો, થડ હતું, તે હવે છે નહીં. ધર્મભ્રષ્ટ કર્મભ્રષ્ટ બની ગયાં છે. મનુષ્ય કોઈને સદ્દગતિ આપી નથી શકતાં. બાપ બેસી આ બધી વાતો સમજાવે છે, તમે સદાનાં માટે સુખી થઈ જાઓ છો. ક્યારેય અકાળે મૃત્યુ નહીં થાય. ફલાણા મરી ગયાં, આ અક્ષર ત્યાં હોતાં નથી. તો બાપ સલાહ આપે છે અનેકોને રસ્તો બતાવશો તો એ તમારા પર કુરબાન જશે. કોઈને સાક્ષાત્કાર પણ થઈ શકે છે. સાક્ષાત્કાર ફક્ત લક્ષ્ય-હેતુ છે. તેનાં માટે ભણવું તો પડે ને. ભણ્યા વગર થોડી બૅરિસ્ટર બની જશે. એવું નથી કે સાક્ષાત્કાર થયો એટલે મુક્ત થયાં, મીરાને સાક્ષાત્કાર થયો, એવું નથી કે કૃષ્ણપુરીમાં ચાલી ગઈ. નૌધા ભક્તિ કરવાથી સાક્ષાત્કાર થાય છે. અહીંયા પછી છે નૌધા યાદ. સન્યાસી પછી બ્રહ્મજ્ઞાની, તત્વજ્ઞાની બની જાય છે. બસ, બ્રહ્મમાં લીન થવું છે. હવે બ્રહ્મ તો પરમાત્મા નથી.

હવે બાપ સમજાવે છે પોતાનો ધંધો વગેરે શરીર નિર્વાહ માટે ભલે કરો પરંતુ પોતાને ટ્રસ્ટી સમજીને, તો ઊંચ પદ મળશે. પછી મમત્વ નીકળી જશે. આ બાબા લઈને શું કરશે? આમને તો બધુંજ છોડયું ને. ઘરબાર કે મહેલ વગેરે તો બનાવાનાં નથી. આ મકાન બનાવે છે કેમકે ઘણાં બાળકો આવશે. આબુરોડથી અહીંયા સુધી લાઈન લાગી જશે. તમારો હમણાં પ્રભાવ નીકળે તો માથું જ ખરાબ કરી દે. મોટા માણસો આવે છે તો ભીડ થઈ જાય છે. તમારો પ્રભાવ અંતમાં નીકળવાનો છે, હમણાં નહીં. બાપને યાદ કરવાનો અભ્યાસ કરવાનો છે જેથી પાપ કપાઈ જાય. આમ યાદમાં શરીર છોડવાનું છે. સતયુગમાં શરીર છોડશે, સમજશે એક શરીર છોડી બીજું નવું લઇશું. અહીંયા તો દેહ-અભિમાન કેટલું રહે છે. ફરક છે ને. આ બધી વાતો નોંધ કરવાની અને કરાવવાની છે. બીજાને પણ આપ સમાન હીરા જેવાં બનાવવા જોઈએ. જેટલો પુરુષાર્થ કરશો, એટલું ઊંચ પદ પામશો. આ બાપ સમજાવે છે, આ કોઈ સાધુ-મહાત્મા નથી.

આ જ્ઞાન બહુજ મજાનું છે, આને સારી રીતે ધારણ કરવાનું છે. એવું નથી, બાપથી સાંભળ્યું પછી અહીંનું અહીં રહ્યું. ગીતમાં પણ સાંભળ્યુંને, કહે છે સાથે લઈ જાઓ. તમે આ વાતોને પહેલાં નહોતા સમજતાં, હવે બાપએ સમજાવ્યું છે ત્યારે સમજો છો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભણતરમાં ક્યારેય ગફલત નથી કરવાની. સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે. હીરા જેવાં બનાવાની સેવા કરવાની છે.

2. સાચી કમાણી કરવી અને કરાવવાની છે. પોતાની જૂની બધી ચીજો એક્સચેન્જ (બદલી) કરવાની છે. કુસંગ થી પોતાની સંભાળ કરવાની છે.

વરદાન :-
સાચાં આત્મિક સ્નેહની અનુભૂતિ કરાવવા વાળા માસ્ટર સ્નેહનાં સાગર ભવ

જેમ સાગરનાં કિનારે જાય છે તો શીતળતા નો અનુભવ થાય છે એમ આપ બાળકો માસ્ટર સ્નેહનાં સાગર બનો તો જે પણ આત્મા તમારી સામે આવે તે અનુભવ કરે કે સ્નેહનાં માસ્ટર સાગરની લહેરો સ્નેહની અનુભૂતિ કરાવી રહી છે કારણ કે આજની દુનિયા સાચાં આત્મિક સ્નેહની ભૂખી છે. સ્વાર્થી સ્નેહ જોઈ-જોઈ તે સ્નેહથી દિલ ઉપરામ થઈ ગયું છે એટલે આત્મિક સ્નેહની થોડી પણ ઘડીઓ ની અનુભૂતિને પણ જીવનનો સહારો સમજશે.

સ્લોગન :-
જ્ઞાન ધનથી ભરપૂર રહો તો સ્થૂળ ધનની પ્રાપ્તિ સ્વતઃ થતી રહેશે.


અવ્યક્ત સ્થિતિ અનુભવ કરવાને માટે વિશેષ અભ્યાસ
પોતાનાં દરેક સંકલ્પને દરેક કાર્યને અવ્યક્ત બળથી અવ્યક્ત રુપ દ્વારા વેરીફાઈ (ખરાઈ) કરાવવાનું છે. બાપદાદાને અવ્યક્ત રુપ થી સદા સમ્મુખ અને સાથે રાખીને દરેક સંકલ્પ, દરેક કાર્ય કરવાનું છે. સાથી અને સાથ નાં અનુભવ થી બાપ સમાન સાક્ષી અર્થાત્ ન્યારા અને પ્યારા બનવાનું છે.