15-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 18.11.93
બાપદાદા મધુબન
સંગમયુગ નાં રાજદુલારા સો
ભવિષ્ય નાં રાજ્ય અધિકારી
આજે સર્વ બાળકોનાં
દિલારામ બાપ પોતાનાં ચારેય તરફનાં સર્વ રાજદુલારા બાળકો ને જોઈ રહ્યાં છે. દરેક
બાળક દિલારામ નાં દુલાર નાં પાત્ર છે. આ દિવ્ય દુલાર, પરમાત્મ દુલાર કોટોમાં કોઈ
ભાગ્યવાન આત્માઓને જ પ્રાપ્ત થાય છે. અનેક જન્મ આત્માઓ તથા મહાન આત્માઓ દ્વારા
દુલાર અનુભવ કર્યો. હવે આ એક અલૌકિક જન્મ માં પરમાત્મ પ્રેમ અથવા દુલાર અનુભવ કરી
રહ્યાં છો. આ દિવ્ય દુલાર દ્વારા રાજદુલારા બની ગયાં છો, એટલે દિલારામ બાપ ને પણ
અલૌકિક ફખુર (નશો) છે કે મારું દરેક બાળક રાજા બાળક છે. રાજા છો ને? પ્રજા તો નથી?
બધાં પોતાનું ટાઈટલ (શિર્ષક) શું બતાવો છો? રાજયોગી. બધાં રાજ્યોગી છો કે કોઈ
પ્રજાયોગી પણ છે. બધાં રાજયોગી છો તો પ્રજા ક્યાંથી આવશે? રાજ્ય કોનાં પર કરશો?
પ્રજા તો જોઈએ ને. તો તે પ્રજાયોગી ક્યારે આવશે? રાજ દુલારા અર્થાત્ હમણાનાં પણ રાજા
અને ભવિષ્યનાં પણ રાજા. ડબલ રાજ્ય છે. ફક્ત ભવિષ્યનું રાજ્ય નથી. ભવિષ્યની પહેલાં
હમણાં સ્વરાજ્ય અધિકારી બન્યાં છો. પોતાનાં સ્વરાજ્ય નાં રાજ્ય કારોબાર ને ચેક કરો
છો? જેમ ભવિષ્ય રાજ્યની મહિમા કરો છો - એક રાજ્ય, એક ધર્મ, સુખ, શાંતિ, સંપત્તિ
સંપન્ન રાજ્ય છે, એવાં છે સ્વરાજ્ય અધિકારી રાજા, સ્વરાજ્ય નાં રાજ્ય કારોબાર માં આ
બધી વાતો સદા છે?
એક રાજ્ય છે અર્થાત્
સદા મુજ આત્માનું રાજ્ય આ સર્વ રાજ્ય કારોબારી કર્મેન્દ્રિયો પર છે કે વચ્ચે-વચ્ચે
સ્વરાજ્ય ની બદલે પર-રાજ્ય પોતાનો અધિકાર તો નથી કરતાં? પર-રાજ્ય છે - માયા નું
રાજ્ય. પર-રાજ્ય ની નિશાની છે પર-અધીન બની જશો. સ્વરાજ્ય ની નિશાની છે સદા શ્રેષ્ઠ
અધિકારી અનુભવ કરશો. પર-રાજ્ય, પર-અધીન કે પરવશ બનાવે છે. જ્યારે પણ કોઈ અન્ય રાજા
કોઈ રાજ્ય પર અધિકાર પ્રાપ્ત કરે છે તો પહેલાં રાજા ને જ કેદી બનાવે છે અર્થાત્
પર-અધીન બનાવે છે. તો ચેક કરો કે એક રાજ્ય છે? કે વચ્ચે-વચ્ચે માયાનું રાજ્ય અધિકારી,
આપ સ્વરાજ્ય અધિકારી આત્માઓને કે તમારી કોઈપણ કર્મેન્દ્રિય રુપી રાજ કારોબારી ને
પરવશ તો નથી બનાવી દેતા? તો એક રાજ્ય છે કે બે રાજ્ય છે? આપ સ્વરાજ્ય અધિકારી નો લો
અને ઓર્ડર ચાલે છે કે વચ્ચે-વચ્ચે માયાનો પણ ઓર્ડર ચાલે છે?
સાથે-સાથે એક ધર્મ,
ધર્મ અર્થાત્ ધારણા. તો સ્વરાજ્ય નો ધર્મ કે ધારણા એક કઈ છે? ‘પવિત્રતા’. મન, વચન,
કર્મ, સંબંધ, સંપર્ક બધાં પ્રકારની પવિત્રતા આને કહેવાય છે - એક ધર્મ અર્થાત્ એક
ધારણા. સ્વપ્ન માત્ર, સંકલ્પ માત્ર પણ અપવિત્રતા અર્થાત્ બીજો ધર્મ ન હોય કારણ કે
જ્યાં પવિત્રતા છે ત્યાં અપવિત્રતા અર્થાત્ વ્યર્થ કે વિકલ્પ નું નામ-નિશાન નહીં
હોય. એવાં સમર્થ સમ્રાટ બન્યાં છો? કે ઢીલા-ઢાલા રાજા છો? કે ક્યારેક ઢીલા, ક્યારેક
સમ્રાટ? કયા રાજા છો? જો હમણાં નાનું એક જન્મ નું રાજ્ય નહીં ચલાવી શકો તો ૨૧ જન્મનો
રાજ્ય અધિકાર કેવી રીતે પ્રાપ્ત કરશો? સંસ્કાર હમણાં ભરી રહ્યાં છો. હમણાનાં
શ્રેષ્ઠ સંસ્કાર થી ભવિષ્ય સંસાર બનશે. તો હમણાંથી એક રાજ્ય, એક ધર્મ નાં સંસ્કાર
ભવિષ્ય સંસાર નું ફાઉન્ડેશન (પાયો) છે.
તો ચેક કરો - સુખ,
શાંતિ, સંપત્તિ અર્થાત્ સદા હદની પ્રાપ્તિઓનાં આધાર પર સુખ છે કે આત્મિક સુખ
પરમાત્મ સુખમય રાજ્ય છે? સાધન કે સેલવેશન કે પ્રશંસા નાં આધાર પર સુખ ની અનુભૂતિ છે
કે પરમાત્મ આધાર પર સુખમય રાજ્ય છે? આ જ પ્રકાર થી અખંડ શાંતિ - કોઈપણ પ્રકારની
અશાંતિ ની પરિસ્થિતિ અખંડ શાંતિ ને ખંડિત તો નથી કરતી? અશાંતિનું તોફાન ભલે નાનું
હોય, ભલે મોટું હોય પરંતુ સ્વરાજ્ય અધિકારી માટે તોફાન અનુભવી બનાવવાની ઉડતી કળા નો
તોહફો બની જાય, લિફ્ટ ની ગિફ્ટ બની જાય. આને કહેવાય છે અખંડ શાંતિ. તો ચેક કરો અખંડ
શાંતિમય સ્વરાજ્ય છે?
એવી રીતે જ સંપત્તિ
અર્થાત્ સ્વરાજ્ય ની સંપત્તિ જ્ઞાન, ગુણ અને શક્તિઓ છે. આ સર્વ સંપત્તિઓથી સંપન્ન
સ્વરાજ્ય અધિકારી છો? સંપન્નતાની નિશાની છે - સંપન્નતા અર્થાત્ સદા સંતુષ્ટતા,
અપ્રાપ્તિનું નામ-નિશાન નહીં. હદની ઈચ્છાઓની અવિદ્યા આને કહેવાય છે સંપત્તિવાન. અને
રાજા નો અર્થ જ છે દાતા. જો હદની ઈચ્છા કે પ્રાપ્તિની ઉત્પત્તિ છે તો તે રાજા ની
બદલે માંગતા (માંગવા વાળા) બની જાય છે, એટલે પોતાનાં સ્વરાજ્ય અધિકાર ને સારી રીતે
ચેક કરો કે મારું સ્વરાજ્ય એક રાજ્ય, એક ધર્મ, સુખ-શાંતિ સંપન્ન બનેલું છે? કે હમણાં
સુધી બની રહ્યાં છો? જો રાજા બની રહ્યાં છો તો જ્યારે રાજ્ય અધિકારી સ્થિતિ નથી તો
એ સમયે શું છો? પ્રજા બની જાઓ છો કે ન રાજા, ન પ્રજા. વચ્ચે છો? હવે વચ્ચે નહીં રહો.
આ પણ નહીં વિચારો કે અંતમાં બની જઈશું. જો લાંબા સમય નું રાજ્યભાગ્ય પ્રાપ્ત કરવું
જ છે તો લાંબા કાળ નાં સ્વરાજ્ય નું ફળ છે લાંબા કાળનું રાજ્ય. ફુલ સમય નાં રાજ્ય
અધિકારી નો આધાર વર્તમાન સદાકાળ નું સ્વરાજ્ય છે. સમજ્યાં? ક્યારેય અલબેલા નહીં રહી
જતાં. થઈ જશે, થઈ જશે નહીં કરતા રહેતાં. બાપદાદા ને ખૂબ મીઠી વાતો થી બહેલાવો છો.
રાજા ની બદલે ખૂબ સારા વકીલ બની જાઓ છો. એવી-એવી લો પોઇન્ટસ સંભળાવો છો જે બાપ પણ
મુસ્કુરાતાં રહે છે. વકીલ સારો કે રાજા સારો? ખૂબ હોશિયારી થી વકાલત કરો છો એટલે હવે
વકાલત કરવાનું છોડી દો, રાજદુલારા બનો. બાપ ને બાળકોથી સ્નેહ છે એટલે સાંભળતા જોતા
પણ મુસ્કુરાતા રહે છે. હમણાં ધર્મરાજ થી કામ નથી લેતાં.
સ્નેહ બધાં ને ચલાવી
રહ્યો છે. સ્નેહનાં કારણે જ પહોંચી ગયાં છો ને. તો સ્નેહનાં રેસ્પોન્ડ માં બાપદાદા
પણ પદમગુણા સ્નેહનું રિટર્ન આપી રહ્યાં છે. દેશ-વિદેશ નાં બધાં બાળકો સ્નેહનાં
વિમાન દ્વારા મધુબન માં પહોંચ્યાં છો. બાપદાદા સાકાર રુપમાં આપ સર્વને અને સ્નેહ
સ્વરુપ માં સર્વ બાળકોને જોઈ રહ્યાં છે. અચ્છા!
સર્વ સ્નેહમાં સમાયેલા
સમીપ બાળકો ને, સર્વ સ્વરાજ્ય અધિકારી સો વિશ્વ રાજ્ય અધિકારી શ્રેષ્ઠ આત્માઓ ને,
સર્વ પ્રાપ્તિઓ સંપન્ન શ્રેષ્ઠ સંપત્તિવાન વિશેષ આત્માઓ ને, સદા એક ધર્મ, એક રાજ્ય
સંપન્ન સ્વરાજય અધિકારી બાપ સમાન ભાગ્યવાન આત્માઓને ભાગ્યવિધાતા બાપદાદા નાં
યાદ-પ્યાર અને નમસ્તે.
દાદીઓ સાથે મુલાકાત:-
બધાં કાર્ય સારા ચાલી રહ્યાં છે ને? સારા ઉમંગ-ઉત્સાહ સાથે કાર્ય થઈ રહ્યાં છે.
કરાવનાર કરાવી રહ્યાં છે અને નિમિત્ત બની કરાવવા વાળા કરી રહ્યાં છો. એવો અનુભવ થાય
છે ને? સર્વનાં સહયોગ ની આંગળી થી દરેક કાર્ય સહજ અને સફળ થાય છે. કેવી રીતે થઈ
રહ્યું છે આ જાદુ લાગે છે ને. દુનિયા વાળા તો જુવે અને વિચારતા રહી જાય છે. અને આપ
નિમિત્ત આત્માઓ સદા આગળ વધતા જશો કારણ કે બેફિકર બાદશાહ છો. દુનિયાવાળા ને તો દરેક
કદમ માં ચિંતા છે અને તમને બધાંને દરેક સંકલ્પ માં પરમાત્મ ચિંતન છે એટલે બેફિકર
છો. બેફિકર છો ને? સારું છે, અવિનાશી સંબંધ છે. સારું, તો બધું ઠીક ચાલી રહ્યું છે
અને ચાલવાનું જ છે. નિશ્ચય છે અને નિશ્ચિંત છો. શું થશે, કેવી રીતે થશે આ ચિંતા નથી.
ટીચર્સ ને કોઈ ચિંતા
છે? સેન્ટર્સ કેવી રીતે વધશે આ ચિંતા છે? સેવા કેવી રીતે વધશે આ ચિંતા છે? નથી?
બેફિકર છો? ચિંતન કરવું અલગ વસ્તુ છે, ચિંતા કરવી અલગ વસ્તુ છે. સેવા વધારવાનું
ચિંતન અથવા પ્લાન ભલે બનાવો. પરંતુ ચિંતા થી ક્યારેય સફળતા નહીં મળશે. ચલાવવા વાળા
ચલાવી રહ્યાં છે, કરાવવા વાળા કરાવી રહ્યાં છે એટલે બધું સહજ થવાનું જ છે, ફક્ત
નિમિત્ત બની સંકલ્પ, તન, મન, ધન સફળ કરતા જાઓ. જે સમયે જે કાર્ય થાય છે તે કાર્ય
અમારું કાર્ય છે. જ્યારે અમારું કાર્ય છે, મારું કાર્ય છે તો જ્યાં મારાપણું થાય છે
ત્યાં બધું સ્વતઃ લાગી જાય છે. તો બધાં બ્રાહ્મણ પરિવાર નું વિશેષ કાર્ય કયું છે?
ટીચર્સ બતાવો. બ્રાહ્મણ પરિવાર નું હમણાં વિશેષ કાર્ય કયું છે, શેમાં સફળ કરશો? (જ્ઞાન
સરોવર માં) સરોવર માં બધું સ્વાહા કરીશું. પરિવાર માં જે વિશેષ કાર્ય હોય છે તો
વિશેષ ધ્યાન ક્યાં જાય છે? એ જ કાર્ય ની તરફ ધ્યાન હોય છે. બ્રાહ્મણ પરિવાર માં
મોટામાં મોટું કાર્ય વર્તમાન સમય આ જ છે ને. દરેક સમય ને પોત-પોતાનું કાર્ય છે,
વર્તમાન સમય દેશ-વિદેશ માં સર્વ બ્રાહ્મણ પરિવાર નો સહયોગ આ વિશેષ કાર્ય માં છે ને
કે પોત-પોતાના સેન્ટર માં છે? જેટલું મોટું કાર્ય એટલું મોટું દિલ અને જેટલું મોટું
દિલ હોય છે ને એટલી સ્વતઃ સંપન્નતા હોય છે. જો નાનું દિલ હોય છે તો જે આવવાનું હોય
છે તે પણ રોકાઈ જાય છે, જે થવાનું હોય છે તે પણ અટકી જાય છે અને મોટા દિલ થી અસંભવ
પણ સંભવ થઈ જાય છે. મધુબન નું જ્ઞાન સરોવર છે કે તમારું છે? કોનું છે? મધુબન નું છે
ને? ગુજરાત નું તો નથી, મધુબન નું છે? મહારાષ્ટ્ર નું છે? વિદેશ નું છે? બધાનું છે.
બેહદ ની સેવાનું બેહદનું સ્થાન અનેક આત્માઓને બેહદનો વારસો અપાવવા વાળા છે. ઠીક છે
ને. અચ્છા.
અવ્યક્ત બાપદાદા ની
પર્સનલ મુલાકાત
૧) સ્વ પરિવર્તન નાં
વાઇબ્રેશન જ વિશ્વ પરિવર્તન કરાવશે
બધાં પોતાને ખુશનસીબ
આત્માઓ અનુભવ કરો છો? ખુશી નું ભાગ્ય જે સ્વપ્ન માં પણ નહોતું તે પ્રાપ્ત કરી લીધું.
તો બધાનું દિલ સદા આ જ ગીત ગાય છે કે બધાંથી ખુશનસીબ છું તો હું છું. આ છે મનનું
ગીત. મુખ નું ગીત ગાવા માટે મહેનત કરવી પડે છે. પરંતુ મન નું ગીત બધાં ગાઈ શકો છો.
સૌથી મોટામાં મોટો ખજાનો છે ખુશી નો ખજાનો કારણ કે ખુશી ત્યારે થાય છે જ્યારે
પ્રાપ્તિ થાય છે. જો અપ્રાપ્તિ હશે તો કેટલું પણ કોઈ ને ખુશ રહેવા માટે કહે, કેટલું
પણ આર્ટિફિશિયલ ખુશ રહેવાની કોશિશ કરે પરંતુ રહી નથી શકતાં. તો આપ સદા ખુશ રહો છો
કે ક્યારેક-ક્યારેક રહો છો? જ્યારે ચેલેન્જ કરો છો કે અમે ભગવાન નાં બાળકો છીએ, તો
જ્યાં ભગવાન છે ત્યાં કોઈ અપ્રાપ્તિ હોઈ શકે છે? તો ખુશી પણ સદા છે કારણ કે સદા
સર્વ પ્રાપ્તિ સ્વરુપ છો. બ્રહ્મા બાપનું શું ગીત હતું? પા લિયા - જે હતું મેળવવાનું.
તો આ ફક્ત બ્રહ્માનું ગીત છે કે તમારા બધાનું? ક્યારેક-ક્યારેક થોડી દુઃખની લહેર આવી
જાય છે? ક્યાં સુધી આવશે? હમણાં થોડો સમય પણ દુઃખની લહેર નહીં આવે. જ્યારે વિશ્વ
પરિવર્તન કરવાનાં નિમિત્ત છો તો પોતાનું આ પરિવર્તન નથી કરી શકતાં? હમણાં પણ સમય
જોઈએ, ફુલસ્ટોપ લગાવો. આવો શ્રેષ્ઠ સમય, શ્રેષ્ઠ પ્રાપ્તિઓ, શ્રેષ્ઠ સંબંધ આખાં
કલ્પ માં નહીં મળશે. તો પહેલાં સ્વ પરિવર્તન કરો. આ સ્વ પરિવર્તન નાં વાઇબ્રેશન જ
વિશ્વ પરિવર્તન કરાવશે.
ડબલ વિદેશી આત્માઓની
વિશેષતા છે ફાસ્ટ લાઇફ. તો પરિવર્તન માં ફાસ્ટ છો? ફોરેન માં કોઈ ઢીલા-ઢાલા ચાલે છે
તો સારું નથી લાગતું ને. તો આ જ વિશેષતા ને પરિવર્તન માં લાવો. સારું છે. આગળ વધી
રહ્યાં છો અને વધતા જ રહેશો. ઓળખવાની દૃષ્ટિ સારી તેજ છે જે બાપને ઓળખી લીધા. હમણાં
પુરુષાર્થમાં પણ તીવ્ર, સેવામાં પણ તીવ્ર અને મંઝિલ પર સંપૂર્ણ બની પહોંચવા માં પણ
તીવ્ર. ફસ્ટ નંબર આવવાનું છે ને? જે બ્રહ્મા બાપ ફર્સ્ટ થયા ને તો બ્રહ્મા બાપનાં
સાથી બની ફર્સ્ટ ની સાથે ફર્સ્ટ માં આવશો. બ્રહ્મા બાપ થી પ્રેમ છે ને. સારું,
માતાઓ કમાલ કરશે ને. જે દુનિયા અસંભવ સમજે છે તે તમે સહજ કરી દેખાડ્યું ને. એવી
કમાલ કરી રહ્યાં છો ને. દુનિયા વાળા સમજે છે કે માતાઓ નિર્બળ છે, કઈ કરી નથી શકતી
આપ અસંભવને સંભવ કરી વિશ્વ પરિવર્તનમાં બધાંથી આગળ વધી રહી છો. પાંડવ શું કરી રહ્યાં
છો? અસંભવને સંભવ તો કરી રહ્યાં છો ને. પવિત્રતાનો ઝંડો લહેરાવ્યો છો ને. હાથમાં
સારી રીતે ઝંડો પકડ્યો છે કે ક્યારેક નીચે થઈ જાય છે? સદા પવિત્રતા ને ચેલેન્જ નો
ઝંડો લહેરાવતા રહો.
૨) રોજ અમૃતવેલા
કમબાઈન્ડ સ્વરુપ ની સ્મૃતિનું તિલક લગાવો
સદા પોતાને સહજયોગી
અનુભવ કરો છો? કેટલી પણ પરિસ્થિતિઓ મુશ્કેલ અનુભવ કરાવવાવાળી છે પરંતુ મુશ્કેલ ને
પણ સહજ કરાવવા વાળા સહજયોગી છો, એવાં છો કે મુશ્કેલી નાં સમયે મુશ્કેલી નો અનુભવ
થાય છે? સદા સહજ છો? મુશ્કેલ થવાનું કારણ છે બાપ નો સાથ છોડી દો છો. જ્યારે એકલા બની
જાઓ છો તો કમજોર પડી જાઓ છો અને કમજોર ને તો સહજ વાત પણ મુશ્કેલ લાગે છે એટલે
બાપદાદાએ પહેલાં પણ સંભળાવ્યું કે સદા કમ્બાઈન્ડ રુપમાં રહો. કમ્બાઇન્ડ ને કોઈ અલગ
નથી કરી શકતું. જેમ આ સમય આત્મા અને શરીર કમ્બાઈન્ડ છે એવી રીતે બાપ અને આપ
કમ્બાઈન્ડ રહો. માતાઓ શું સમજો છો? કમ્બાઈન્ડ છો કે ક્યારેક અલગ ક્યારેક કમ્બાઈન્ડ?
આવો સાથ પછી ક્યારેય મળવાનો છે? પછી કેમ સાથ છોડી દો છો? કામ જ શું આપ્યું છે? ફક્ત
આ યાદ રાખો કે ‘મારા બાબા’. આનાથી સહજ કામ શું હશે? મુશ્કેલ છે? (૬૩ જન્મ નાં
સંસ્કાર છે) હવે તો નવો જન્મ થઈ ગયો ને. નવો જન્મ, નવાં સંસ્કાર. હમણાં જૂના જન્મ
માં છો કે નવાં જન્મ માં છો? કે અડધા-અડધા છો? તો નવાં જન્મ માં સ્મૃતિ નાં સંસ્કાર
છે કે વિસ્મૃતિ નાં? પછી નવાં ને છોડીને જૂનામાં કેમ જાઓ છો? નવી વસ્તુ સારી લાગે
છે કે જૂની વસ્તુ સારી લાગે છે? પછી જૂનામાં કેમ ચાલ્યાં જાઓ છો? રોજ અમૃતવેલા સ્વયં
ને બ્રાહ્મણ જીવન નાં સ્મૃતિનું તિલક લગાવો. જેવી રીતે ભક્ત લોકો તિલક જરુર લગાવે
છે તો આપ સ્મૃતિ નું તિલક લગાવો. આમ પણ જુઓ માતાઓ જે તિલક લગાવે છે તે સાથનું તિલક
લગાવે છે. તો સદા સ્મૃતિ રાખો કે અમે કમ્બાઈન્ડ છીએ તો આ સાથનું તિલક સદા લગાવો. જો
યુગલ હશે તો તિલક લગાવશે, જો યુગલ નહીં હશે તો તિલક નહીં લગાવશે. આ સાથ નું તિલક
છે. તો રોજ સ્મૃતિનું તિલક લગાવો છો કે ભૂલી જાઓ છો, ક્યારેક ભૂસાઈ જાય છે? જો
સુહાગ હોય છે, સાથ હોય છે તે ક્યારેય ભૂલતા નથી. તો સાથી ને સદા સાથે રાખો.
આ ગ્રુપ સુંદર
ગુલદસ્તો છે. વેરાયટી ફૂલો નો ગુલદસ્તો શોભનિક લાગે છે. તો બધાં જે પણ, જ્યાંથી પણ
આવ્યાં છો, બધાં એકબીજા થી પ્રિય છો. બધાં સંતુષ્ટ છો ને? સદા સાથે છો અને સદા
સંતુષ્ટ છો. બસ, આ જ એક શબ્દ યાદ રાખવાનો છે કે કમ્બાઈન્ડ છું અને સદા જ કમ્બાઈન્ડ
રહી સાથે જઈશું. પરંતુ સાથે રહેશો તો સાથે ચાલશો. સાથે રહેવાનું છે, સાથે જવાનું
છે. જેનાથી પ્રેમ હોય છે એનાથી અલગ થઈ નથી શકતાં. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ માં સાથ
છે જ. અચ્છા!
વરદાન :-
બેલેન્સ ની
વિશેષતા ને ધારણ કરી સર્વ ને બ્લેસિંગ આપવા વાળા શક્તિશાળી સેવાધારી ભવ
હમણાં આપ શક્તિશાળી
આત્માઓની સેવા છે સર્વ ને બ્લેસિંગ આપવાં. ભલે નયનો થી આપો, ભલે મસ્તકમણિ દ્વારા આપો.
જેમ સાકાર ને લાસ્ટ કર્માંતીત સ્ટેજ નાં સમયે જોયા - કેવી રીતે બેલેન્સ ની વિશેષતા
હતી અને બ્લેસિંગ ની કમાલ હતી. તો ફોલો ફાધર કરો - આ જ સહજ અને શક્તિશાળી સેવા છે.
આમાં સમય પણ ઓછો, મહેનત પણ ઓછી અને રિઝલ્ટ વધારે નીકળે છે. તો આત્મિક સ્વરુપ થી
બધાંને બ્લેસિંગ આપતા ચાલો.
સ્લોગન :-
વિસ્તાર ને
સેકન્ડ માં સમાવી જ્ઞાન નાં સાર નો અનુભવ કરવો જ લાઈટ-માઈટ હાઉસ બનવું છે
સૂચના :- આજે મહિનાનો
ત્રીજો રવિવાર છે, બધાં રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી
વિશેષ યોગ અભ્યાસ નાં સમયે લાઇટ માઈટ સ્વરુપ માં સ્થિત રહી લાઈટ હાઉસ બની પૂરા
ગ્લોબ (વિશ્વ) પર શાંતિ અને શક્તિ ની સકાશ ફેલાવો.