15-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ સંગમયુગ ઉત્તમ માં ઉત્તમ બનવાનો યુગ છે , આમાં જ તમારે પતિત થી પાવન બની પાવન દુનિયા બનાવવાની છે”

પ્રશ્ન :-
અંતિમ દર્દનાક સીન જોવા માટે મજબૂતી કયા આધાર પર આવશે?

ઉત્તર :-
શરીર નું ભાન કાઢતા જાઓ. અંતિમ સીન ખૂબ કડી (ભયાનક) છે. બાપ બાળકોને મજબૂત બનાવવા માટે અશરીરી બનવાનો ઈશારો આપે છે. જેવી રીતે બાપ આ શરીર થી અલગ થઈ તમને શીખવાડે છે, એવી રીતે આપ બાળકો પણ પોતાને શરીર થી અલગ સમજો, અશરીરી બનવાનો અભ્યાસ કરો. બુદ્ધિ માં રહે કે હવે ઘરે જવાનું છે.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો છે તો શરીર ની સાથે. બાપ પણ હમણાં શરીર ની સાથે છે. આ ઘોડા અથવા ગાડી પર સવાર (બેઠેલાં) છે અને બાળકો ને શું શીખવાડે છે? જીતે જી મરવાનું કેવી રીતે હોય છે બીજા કોઈ આ શીખવાડી ન શકે બાપ સિવાય. બાપ નો પરિચય બધાં બાળકોને મળ્યો છે, એ જ્ઞાન સાગર પતિત-પાવન છે. જ્ઞાન થી જ તમે પતિત થી પાવન બનો છો અને પાવન દુનિયા પણ બનાવવાની છે. આ પતિત દુનિયાનો ડ્રામા પ્લાન અનુસાર વિનાશ થવાનો છે. ફક્ત જે બાપ ને ઓળખે છે અને બ્રાહ્મણ પણ બને છે, એ જ પછી પાવન દુનિયામાં આવીને રાજ્ય કરે છે. પવિત્ર બનવા માટે બ્રાહ્મણ પણ જરુર બનવાનું છે. આ સંગમયુગ છે જ પુરુષોત્તમ અર્થાત્ ઉત્તમ થી ઉત્તમ પુરુષ બનવાનો યુગ. કહેશે ઉત્તમ તો ઘણાં સાધુ, સંત, મહાત્મા, વઝીર, અમીર, પ્રેસિડેન્ટ વગેરે છે. પરંતુ ના, આ તો કળિયુગી ભ્રષ્ટાચારી દુનિયા જૂની દુનિયા છે, પતિત દુનિયામાં પાવન એક પણ નથી. હમણાં તમે સંગમયુગી બનો છો. તે લોકો પતિત-પાવની પાણી ને સમજે છે. ફક્ત ગંગા નહીં, જે પણ નદીઓ છે, જ્યાં પણ પાણી જુએ છે, સમજે છે પાણી પાવન કરવાવાળું છે. આ બુદ્ધિમાં બેસેલું છે. કોઈ ક્યાં, કોઈ ક્યાં જાય છે? મતલબ પાણી માં સ્નાન કરવા જાય છે. પરંતુ પાણી થી કોઈ પાવન થઈ ન શકે. જો પાણી માં સ્નાન કરવાથી પાવન થઈ જાય પછી તો આ સમયે આખી સૃષ્ટિ પાવન હોત. આટલાં બધાં પાવન દુનિયામાં હોવા જોઈએ. આ તો જૂની રસમ ચાલી આવે છે. સાગર માં પણ પૂરો કચરો વગેરે જઈને પડે છે, પછી તે પાવન કેવી રીતે બનાવશે? પાવન તો બનવાનું છે આત્મા ને. એનાં માટે તો પરમપિતા જોઈએ જે આત્માઓ ને પાવન બનાવે. તો તમારે સમજાવવાનું છે-પાવન હોય જ છે સતયુગ માં, પતિત હોય છે કળિયુગ માં. હમણાં તમે સંગમયુગ પર છો. પતિત થી પાવન થવા માટે પુરુષાર્થ કરી રહ્યા છો. તમે જાણો છો આપણે શુદ્ર વર્ણ નાં હતાં, હમણાં બ્રાહ્મણ વર્ણ નાં બન્યા છીએ. શિવબાબા પ્રજાપિતા બ્રહ્મા દ્વારા બનાવે છે. આપણે છીએ સાચાં-સાચાં મુખ વંશાવલી બ્રાહ્મણ. એ છે કુખ વંશાવલી. પ્રજાપિતા, તો પ્રજા બધી થઈ ગઈ. પ્રજા નાં પિતા છે બ્રહ્મા. એ તો ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર થઈ ગયાં. જરુર એ હતાં પછી ક્યાં ગયાં? પુનર્જન્મ તો લે છે ને? આ તો બાળકોને બતાવ્યું છે, બ્રહ્મા પણ પુનર્જન્મ લે છે. બ્રહ્મા અને સરસ્વતી, મા અને બાપ. એ જ પછી મહારાજા-મહારાણી, લક્ષ્મી-નારાયણ બને છે, જેમને વિષ્ણુ કહેવાય છે. એ જ પછી ૮૪ જન્મો પછી આવીને બ્રહ્મા-સરસ્વતી બને છે. આ રહસ્ય તો સમજાવ્યું છે. કહે પણ છે જગત અંબા તો આખા જગતની મા થઈ ગયાં. લૌકિક મા તો દરેકની પોત-પોતાનાં ઘર માં બેઠી છે. પરંતુ જગત અંબા ને કોઈ જાણતું જ નથી. આમ જ અંધશ્રદ્ધા થી કહી દે છે. જાણતા કોઈ પણ નથી. જેમની પૂજા કરે છે એમનાં ઓક્યુપેશન ને નથી જાણતાં. હમણાં આપ બાળકો જાણો છો રચયિતા છે ઊંચા માં ઊંચા. આ ઉલ્ટું ઝાડ છે, એનું બીજરુપ ઉપર છે. બાપ ને ઉપર થી નીચે આવવું પડે, તમને પાવન બનાવવાં. આપ બાળકો જાણો છો બાબા આવેલા છે આપણને આ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન આપીને પછી એ નવી સૃષ્ટિ નાં ચક્રવર્તી રાજા-રાણી બનાવે છે. આ ચક્રનાં રહસ્ય ને દુનિયામાં તમારા સિવાય બીજા કોઈ નથી જાણતાં. બાપ કહે છે ફરી ૫ હજાર વર્ષ પછી આવીને તમને સંભળાવીશ. આ ડ્રામા પૂર્વ-નિર્ધારિત છે. ડ્રામા નાં ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર્સ અને ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને ન જાણ્યું તો એમને બેઅક્કલ કહેવાશે ને? બાપ કહે છે ૫ હજાર વર્ષ પહેલાં પણ મેં તમને સમજાવ્યું હતું. તમને પોતાનો પરિચય આપ્યો હતો. જેવી રીતે હમણાં આપી રહ્યો છું. તમને પવિત્ર પણ બનાવ્યા હતાં, જેવી રીતે હમણાં બનાવી રહ્યો છું. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. એ જ સર્વશક્તિવાન્ પતિત-પાવન છે, ગાયન પણ છે અંતકાળે જે ફલાણા સિમરે… વલ વલ અર્થાત્ ઘડી-ઘડી એવી યોની માં જાય. હવે આ સમયે તમે જન્મ તો લો છો પરંતુ સૂકર, કૂકર, કુતરા, બિલાડી નથી બનતાં.

હમણાં બેહદનાં બાપ આવેલા છે. કહે છે હું આપ સર્વ આત્માઓ નો બાપ છું. આ બધાં કામ ચિતા પર બેસી કાળા થઈ ગયા છે, એમને ફરી જ્ઞાન ચિતા પર ચઢાવવાના છે. તમે હમણાં જ્ઞાન ચિતા પર ચઢ્યા છો. જ્ઞાન ચિતા પર ચઢ્યા પછી વિકારો માં જઈ ન શકે. પ્રતિજ્ઞા કરે છે અમે પવિત્ર રહીશું. બાબા કોઈ, તે રાખડી નથી બંધાવતાં. આ તો ભક્તિમાર્ગ નો રિવાજ ચાલ્યો આવે છે. હકીકત માં તે છે આ સમય ની વાત. તમે સમજો છો પવિત્ર બન્યા વગર પાવન દુનિયાનાં માલિક કેવી રીતે બનશે? છતાં પણ પાક્કું કરાવવા માટે બાળકો ને પ્રતિજ્ઞા કરાવાય છે. કોઈ બ્લડ થી લખીને આપે છે, કોઈ કેવી રીતે લખે છે? બાબા તમે આવ્યા છો, અમે તમારી પાસેથી વારસો જરુર લઈશું. નિરાકાર સાકાર માં આવે છે ને? જેવી રીતે બાપ પરમધામ થી ઉતરે છે, તેવી રીતે આપ આત્માઓ પણ ઉતરો છો. ઉપર થી નીચે આવો છો પાર્ટ ભજવવાં. આ તમે સમજો છો આ સુખ અને દુઃખનો ખેલ છે. અડધોકલ્પ સુખ, અડધોકલ્પ દુઃખ છે. બાપ સમજાવે છે ૩/૪ થી પણ તમે વધારે સુખ ભોગવો છો. અડધાકલ્પ પછી પણ તમે ધનવાન હતાં. કેટલાં મોટા મંદિર વગેરે બનાવડાવો છો? દુઃખ તો અંત માં હોય છે, જ્યારે બિલકુલ તમોપ્રધાન ભક્તિ બની જાય છે. બાપે સમજાવ્યું છે તમે પહેલાં-પહેલાં અવ્યભિચારી ભક્ત હતાં, ફક્ત એક ની ભક્તિ કરતા હતાં. જે બાપ તમને દેવતા બનાવે છે, સુખધામ માં લઈ જાય છે, એમની જ તમે પૂજા કરતા હતાં પછી અવ્યભિચારી ભક્તિ શરુ થાય છે. પહેલાં એક ની પૂજા પછી દેવતાઓની પૂજા કરતા હતાં. હમણાં તો પ ભૂતો નાં બનેલા શરીર ની પૂજા કરે છે. ચૈતન્ય ની પણ, તો જડ ની પણ પૂજા કરે છે. પ તત્વોનાં બનેલા શરીર ને દેવતાઓ કરતાં પણ ઊંચા સમજે છે. દેવતાઓને તો ફક્ત બ્રાહ્મણ હાથ લગાવે છે. તમારા તો અનેક ગુરુ લોકો છે. આ બાપ બતાવે છે. આ (દાદા) પણ કહે છે મેં પણ બધું કર્યુ. ભિન્ન-ભિન્ન હઠયોગ વગેરે, કાન, નાક મરોડવાનું વગેરે બધુંજ કર્યુ. અંતે બધુ છોડી દેવું પડ્યું. તે ધંધો કરું કે આ ધંધો કરું? પિનકી (સુસ્તી) આવતી રહેતી હતી, હેરાન થઈ જતો હતો. પ્રાણાયામ વગેરે શીખવામાં ખૂબ તકલીફ થાય છે. અડધોકલ્પ ભક્તિમાર્ગ માં હતાં, હમણાં ખબર પડી છે. બાપ બિલકુલ એક્યુરેટ બતાવે છે. એ કહે છે ભક્તિ પરંપરા થી ચાલી આવે છે. હવે સતયુગ માં ભક્તિ ક્યાંથી આવી? મનુષ્ય બિલકુલ સમજતા નથી. મૂઢ (જડ) બુદ્ધિ છે ને? સતયુગ માં તો એવું નહીં કહેવાશે. બાપ કહે છે હું દર ૫ હજાર વર્ષ પછી આવું છું. શરીર પણ એમનું લઉં છું જે પોતાનાં જન્મો ને નથી જાણતાં. આ જ નંબરવન જે સુંદર હતાં, એ જ હમણાં શ્યામ બની ગયા છે. આત્મા ભિન્ન-ભિન્ન શરીર ધારણ કરે છે. તો બાપ કહે છે જેમનામાં હું પ્રવેશ કરું છું, એમનામાં હમણાં બેઠો છું. શું શીખવાડવા? જીતે જી મરવાનું. આ દુનિયાથી તો મરવાનું છે ને? હવે તમારે પવિત્ર થઈને મરવાનું છે. મારો પાર્ટ જ પાવન બનાવવાનો છે. તમે ભારતવાસી બોલાવો જ છો-હે પતિત-પાવન. બીજા કોઈ એવું નથી કહેતા-હે લિબ્રેટર, દુઃખની દુનિયા થી છોડાવવા માટે આવો. બધાં મુક્તિધામ માં જવા માટે જ મહેનત કરે છે. આપ બાળકો પછી પુરુષાર્થ કરો છો-સુખધામ માટે. તે છે પ્રવૃત્તિમાર્ગ વાળાઓ માટે. તમે જાણો છો આપણે પ્રવૃત્તિ માર્ગ વાળા પવિત્ર હતાં. પછી અપવિત્ર બન્યાં. પ્રવૃત્તિ માર્ગ વાળાઓનું કામ નિવૃત્તિ માર્ગ વાળા કરી ન શકે. યજ્ઞ, તપ, દાન વગેરે બધું ભક્તિ માર્ગ વાળા કરે છે. તમે હમણાં ફિલ કરો છો કે હવે આપણે બધાને જાણીએ છીએ. શિવબાબા આપણને બધાને ઘરે બેસી ભણાવી રહ્યા છે. બેહદ નાં બાપ બેહદનું સુખ આપવા વાળા છે. એમને તમે ઘણાં સમય પછી મળો છો તો પ્રેમ નાં આંસુ આવે છે. બાબા કહેવાથી જ રોમાંચ ઊભા થઈ જાય છે - ઓહો! બાબા આવ્યા છે આપણી, બાળકોની સર્વિસમાં. બાબા આપણને આ ભણતર થી ગુલ-બુલ બનાવીને લઈ જાય છે. આ ગંદી છી-છી દુનિયાથી આપણને લઈ જશે પોતાની સાથે. ભક્તિમાર્ગ માં તમારો આત્મા કહેતો હતો બાબા તમે આવશો તો અમે વારી જઈશું. અમે તમારા જ બનીશું, બીજા કોઈ નથી. નંબરવાર તો છે જ. બધાનો પોત-પોતાનો પાર્ટ છે. કોઈ તો બાપ ને ખૂબ પ્રેમ કરે છે, જે સ્વર્ગ નો વારસો આપે છે. સતયુગ માં રડવાનું નામ નથી હોતું. અહીં તો કેટલાં રડે છે? જ્યારે સ્વર્ગ માં ગયા તો પછી રડવું કેમ જોઈએ? વધારે જ વાજા વગાડવા જોઈએ. ત્યાં તો વાજા વગાડે છે. ખુશી થી શરીર છોડી દે છે. આ રસમ પણ શરુ અહીંથી થાય છે. અહીં તમે કહેશો અમારે પોતાનાં ઘરે જવાનું છે. ત્યાં તો સમજો છો પુનર્જન્મ લેવાનો છે. તો બાપ બધી વાતો સમજાવી દે છે. ભ્રમરી નું દૃષ્ટાંત પણ તમારું છે. તમે બ્રાહ્મણીઓ છો, વિષ્ટા નાં કીડાને તમે ભૂઁ-ભૂઁ કરો છો. તમને તો બાપ કહે છે આ શરીરને પણ છોડી દેવાનું છે. જીતે જી મરવાનું છે. બાપ કહે છે પોતાને આત્મા સમજો, હવે આપણે પાછા જવાનું છે. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરવાનાં છે. દેહ ને ભૂલી જાઓ. બાપ તો ખૂબ મીઠાં છે. કહે છે હું આપ બાળકોને વિશ્વનાં માલિક બનાવવા આવ્યો છું. હવે શાંતિધામ અને સુખધામ ને યાદ કરો. અલ્ફ અને બે. આ છે દુઃખધામ. શાંતિધામ આપણા આત્માઓનું ઘર છે. આપણે પાર્ટ ભજવ્યો, હવે આપણે ઘરે જવાનું છે. ત્યાં આ છી-છી શરીર નથી રહેતું. હમણાં તો આ બિલકુલ જડજડીભૂત શરીર થઈ ગયું છે. હવે આપણને બાપ સન્મુખ બેસી શીખવાડે છે, ઈશારા માં. હું પણ આત્મા છું, તમે પણ આત્મા છો. હું શરીર થી અલગ થઈને તમને પણ એ જ શીખવાડું છું. તમે પણ પોતાને શરીર થી અલગ સમજો. હવે ઘરે જવાનું છે. અહીં તો હવે રહેવાનું નથી. આ પણ જાણો છો હવે વિનાશ થવાનો છે. ભારત માં ખૂન/લોહી/રક્ત ની નદીઓ વહેશે. પછી ભારત માં જ દૂધ ની નદીઓ વહે છે. અહીં બધાં ધર્મ વાળા સાથે છે. બધાં પરસ્પર લડી મરશે. આ અંત નું મોત છે. પાકિસ્તાન માં શું-શું થતું હતું? ખૂબ કડી સીન હતી. કોઈ જુએ તો બેહોશ થઈ જાય. હમણાં બાબા તમને મજબૂત બનાવે છે. શરીરનું ભાન પણ કાઢી નાખે છે.

બાબાએ જોયું, બાળકો યાદ માં નથી રહેતાં. ખૂબ કમજોર છે એટલે સર્વિસ પણ નથી વધતી. ઘડી-ઘડી લખે છે - બાબા, યાદ ભૂલાઈ જાય છે, બુદ્ધિ લાગતી નથી. બાબા કહે છે યોગ અક્ષર છોડી દો. વિશ્વની બાદશાહી આપવા વાળા બાપ ને તમે ભૂલી જાઓ છો! આગળ ભક્તિ માં બુદ્ધિ ક્યાંક બીજી તરફ ચાલી જતી હતી તો પોતાને ચુટકી (ચુટલી) ભરતા હતાં. બાબા કહે છે આપ આત્મા અવિનાશી છો. ફક્ત તમે પાવન અને પતિત બનો છો. બાકી આત્મા કોઈ નાનો-મોટો નથી થતો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતે-પોતાની સાથે વાતો કરો-ઓહો! બાબા આવ્યા છે આપણી સર્વિસ માં. એ આપણને ઘરે બેસી ભણાવી રહ્યા છે! બેહદનાં બાબા બેહદ નું સુખ આપવા વાળા છે, એમને આપણે હમણાં મળ્યા છીએ. આવી રીતે પ્રેમ થી બાબા કહો અને ખુશી માં પ્રેમ નાં આંસુ આવી જાય. રોમાંચ ઊભા થઈ જાય.

2. હવે પાછું ઘરે જવાનું છે એટલે બધાથી મમત્વ કાઢી જીતે જી મરવાનું છે. આ દેહ ને પણ ભૂલવાનો છે. આનાંથી અલગ થવાનો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
વીતેલી વાતો ને તથા વૃત્તિઓ ને સમાપ્ત કરી સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા વાળા સ્વચ્છ આત્મા ભવ

સેવા માં સ્વચ્છ બુદ્ધિ, સ્વચ્છ વૃત્તિ અને સ્વચ્છ કર્મ સફળતા નો સહજ આધાર છે. કોઈ પણ સેવાનું કાર્ય જ્યારે આરંભ કરો છો તો પહેલાં ચેક કરો કે બુદ્ધિમાં કોઈ આત્મા ની વીતેલી વાતો ની સ્મૃતિ તો નથી. એ જ વૃત્તિ, દૃષ્ટિ થી એમને જોવા, એમની સાથે બોલવું…આનાંથી સંપૂર્ણ સફળતા નથી થઈ શકતી એટલે વિતેલી વાતો ને તથા વૃત્તિઓ ને સમાપ્ત કરી સ્વચ્છ આત્મા બનો ત્યારે સંપૂર્ણ સફળતા પ્રાપ્ત થશે.

સ્લોગન :-
જે સ્વ પરિવર્તન કરે છે - વિજય માળા એમનાં ગળામાં પડે છે.