15-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમારું મુખ હમણાં સ્વર્ગનાં તરફ છે , તમે નર્ક થી કિનારો કરી સ્વર્ગનાં તરફ જઇ રહ્યાંં છો , એટલે બુદ્ધિ નો યોગ નર્ક થી નિકાળી દો

પ્રશ્ન :-
સૌથી ઊંચી અને સૂક્ષ્મ મંજિલ કઈ છે, તેને પાર કોણ કરી શકે છે?

ઉત્તર :-
આપ બાળકો સ્વર્ગનાં તરફ મુખ કરો છો, માયા તમારું મુખ નર્ક તરફ ફેરવી દે છે, અનેક તોફાન લાવે છે, એ જ તોફાનોને પાર કરવાં - આ છે સૂક્ષ્મ મંજિલ. આ મંજિલ ને પાર કરવા માટે નષ્ટોમોહા બનવું પડે. નિશ્ચય અને હિંમતનાં આધાર પર આને પાર કરી શકો છો. વિકારીઓ નાં વચમાં રહેતાં નિર્વિકારી હંસ બનવું - આજ છે મહેનત.

ગીત :-
નિર્બલ સે લડાઈ બલવાન કી ....

ઓમ શાંતિ!
બાળકો જે સેન્સિબુલ (સમજદાર) છે તે અર્થ તો સારી રીતે સમજે છે, જેમનો બુદ્ધિયોગ શાંતિધામ અને સ્વર્ગ તરફ છે એમને જ તોફાન લાગે છે. બાપ તો હમણાં તમારું મુખ ફેરવે છે. અજ્ઞાનકાળ માં પણ જૂનાં ઘર થી મુખ ફરી જાય છે પછી નવાં ઘરને યાદ કરતાં રહે છે - ક્યારે તૈયાર થાય! હમણાં બાળકોને પણ ધ્યાન માં છે, ક્યારે અમારાં સ્વર્ગની સ્થાપના થાય પછી સુખધામ માં આવશું. આ દુઃખધામ થી તો બધાએ જવાનું છે. આખી સૃષ્ટીનાં મનુષ્યમાત્ર ને બાપ સમજાવતાં રહે છે-બાળકો હમણાં સ્વર્ગનાં દ્વાર ખુલી રહ્યાંં છે. હવે તમારો બુદ્ધિયોગ સ્વર્ગ તરફ જવો જોઈએ. હેવન (સ્વર્ગ) માં જવાવાળા ને કહેવાય છે પવિત્ર. હેલ (નર્ક) માં જવાવાળા ને અપવિત્ર કહેવાય છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં પણ બુદ્ધિયોગ સ્વર્ગ તરફ લગાડવાનો છે. સમજો બાપ નો બુદ્ધિયોગ સ્વર્ગ તરફ અને બાળકોનો નરક તરફ છે તો બંને એક ઘરમાં રહી કેવી રીતે શકે. હંસ અને બગલા ભેગાં રહી ન શકે. ખુબ મુશ્કેલ છે. તેમનો બુદ્ધિયોગ છે જ ૫ વિકારો તરફ. તે નરક તરફ જવાવાળા, તે સ્વર્ગ તરફ જવાવાળા, બંને ભેગાં રહી ન શકે. ઊંચી મંજિલ છે. બાપ જુએ છે મારાં બાળકોનું મુખ નરક તરફ છે, નરક તરફ ગયાં વગર રહી નથી શકતાં, પછી શું કરવું જોઈએ! જરુર ઘર માં ઝઘડા ચાલશે. કહેશે આ પણ કોઈ જ્ઞાન છે. બાળક લગ્ન ન કરે. ગૃહસ્થ વ્યવહારમાં રહે તો ઘણાં છે ને. બાળકનું મુખ નરક તરફ છે, તે ઈચ્છે છે નર્કમાં જઈએ. બાપ કહે નર્ક તરફ બુદ્ધિયોગ નહીં રાખો. પરંતુ બાપનું પણ કહેવું માનતા નથી. પછી શું કરવું પડે? આમાં ખુબ જ નષ્ટોમોહા સ્થિતિ જોઈએ. આ બધું જ્ઞાન આત્મા માં છે. બાપ ની આત્મા કહે છે આમને મેં ક્રિયેટ (રચ્યા) કર્યા છે, મારું કહેવું નથી માનતા. કોઈ તો બ્રાહ્મણ પણ બન્યાં છે પાછી બુદ્ધિ ચાલી જાય છે નરક તરફ. તો તે જેમ કે એકદમ રસાતાળ માં ચાલ્યાં જશે.

બાળકોને સમજાવાયું છે - આ છે જ્ઞાનસાગર નો દરબાર. ભક્તિમાર્ગ માં ઈન્દ્રનો દરબાર પણ ગવાયેલ છે. પુખરાજ પરી, નીલમ પરી, માણેક પરી, ખુબજ નામ રાખેલાં છે. કારણ કે જ્ઞાન ડાન્સ કરે છે ને. અનેક પ્રકારની પરીઓ છે. તે પણ પવિત્ર જોઈએ. જો કોઈ અપવિત્ર ને લઈ આવે તો દંડ પડી જશે. આમાં ખુબ જ પાવન જોઈએ. આ મંજિલ ખુબ ઊંચી છે એટલે ઝાડ જલ્દી-જલ્દી વૃદ્ધિને નથી પામતું. બાપ જે જ્ઞાન આપે છે તેને કોઈ જાણતું નથી. શાસ્ત્રોમાં પણ આ જ્ઞાન નથી એટલે થોડો નિશ્ચય થયો પછી માયા એક જ થપ્પડ થી પાડી દે છે. તોફાન છે ને. નાનકડો દીવો તેને તો તોફાન એક જ થપ્પડ થી પાડી દે છે. બીજાઓને વિકારમાં પડતાં જોઈ પોતે પણ પડી જાય છે. આમાં તો વિશાળ બુદ્ધિ જોઈએ સમજવાની. ગવાયેલ પણ છે અબળાઓ પર અત્યાચાર થયાં. બાપ સમજાવે છે-બાળકો, કામ મહાશત્રુ છે, આનાથી તો તમને બહુજ નફરત થવી જોઈએ. બાબા બહુજ નફરત અપાવે છે હમણાં, પહેલાં આ વાત નહોતી. નરક તો હમણાં છે ને. દ્રૌપદી એ પોકાર્યું છે, આ હમણાં ની જ વાત છે. કેટલું સારી રીતે સમજાવાય છે. તો પણ બુદ્ધિમાં બેસતું નથી.

આ ગોળાનું ચિત્ર ખુબ સરસ છે-ગેટ વે ટૂ હેવન (સ્વર્ગનો દ્વાર). આ ગોળાનાં ચિત્ર થી ખુબ સારી રીતે સમજી શકશે. સીડી થી પણ એટલું નહીં જેટલું આનાથી સમજશે. દિવસ-પ્રતિદિવસ કરેકશન (સુધાર) પણ થતી જાય છે. બાપ કહે છે આજે તમને બિલકુલ જ નવું ડાયરેક્શન (માર્ગદર્શન) આપું છું. પહેલાં થી થોડી બધાં ડાયરેકશન મળે છે. આ કેવી દુનિયા છે, આમાં કેટલું દુઃખ છે. કેટલો બાળકોમાં મોહ રહે છે. બાળક મરી જાય છે તો એકદમ દિવાના થઈ જાય, અથાહ દુઃખ છે. એવું નથી કે સાહૂકાર છે, તો સુખી છે. અનેક પ્રકારની બીમારીઓ થતી રહે છે. પછી હોસ્પિટલમાં પડ્યાં રહે છે. ગરીબ જનરલ વોર્ડ માં પડ્યાં રહે છે, સાહૂકારને અલગ સ્પેશિયલ રુમ મળી જાય છે. પરંતુ દુઃખ તો જેવું સાહૂકારને તેવું ગરીબને થાય છે. ફક્ત તેમને જગ્યા સારી મળે છે. સંભાળ સારી થાય છે. હમણાં આપ બાળકો જાણો છો આપણને બાપ ભણાવી રહ્યાંં છે. બાપે અનેક વખત ભણાવ્યાં છે. પોતાનાં દિલથી પૂછવું જોઈએ અમે ભણીએ છીએ કે નહીં? કેટલાંને ભણાવીએ છીએ? જો ભણાવશો નહીં તો શું પદ મળશે! રોજ રાત્રે પોતાનો ચાર્ટ જુઓ - આજે કોઈને દુઃખ તો નથી આપ્યું? શ્રીમત કહે છે - કોઈને દુઃખ નહીં આપો અને બધાને રસ્તો બતાવો. જે આપણા જેવાં હશે તેમને ઝટ ટચ થશે. આમાં વાસણ જોઈએ સોનાનું, જેમાં અમૃત રહે. જેમ કહે છે ને - સિંહણનાં દૂધ માટે સોનાનું વાસણ જોઈએ કારણ કે તેનું દૂધ બહુજ ભારે તાકાતવાળું હોય છે. તેમનો બાળકોમાં મોહ રહે છે. કોઈને જોઈને એકદમ ઊછળી પડશે. સમજશે બાળકને મારી ન નાખે. અહીંયા પણ ઘણાં છે જેમનો પતિ, બાળકો વગેરેમાં મોહ રહે છે. હમણાં આપ બાળકો જાણો છો સ્વર્ગનો ગેટ ખુલે છે. કૃષ્ણનાં ચિત્રમાં બહુજ ક્લિયર (સ્પષ્ટ) લખેલું છે. આ લડાઈનાં પછી સ્વર્ગનાં ગેટ ખુલે છે. ત્યાં ખુબ થોડાં મનુષ્ય હોય છે. બાકી બધાં મુક્તિધામમાં ચાલ્યાં જાય છે. સજાઓ ખુબ ખાવી પડે છે. જે પણ પાપ કર્મ કર્યા છે, એક-એક જન્મ નો સાક્ષાત્કાર કરાવી, સજાઓ ખાતાં રહેશે. પછી પાઈ પૈસા નું પદ પામી લેશે. યાદમાં ન રહેવાનાં કારણે વિકર્મ વિનાશ નથી થતાં.

ઘણાં બાળકો છે જે મુરલી પણ મિસ કરી લે છે, બહુજ બાળકો આમાં બેદરકાર રહે છે. સમજે છે અમે નથી વાંચી તો શું થયું! અમે તો પાર થઈ ગયા છીએ. મુરલી ની પરવા નથી કરતાં. એવાં દેહ-અભિમાની બહુજ છે, તે પોતાનું જ નુકસાન કરે છે. બાબા જાણે છે એટલે અહીંયા જ્યારે આવે છે, તો પણ પૂછું છું, ઘણી મુરલીઓ વાંચી નહીં હશે! ખબર નહિં તેમાં કોઈ સારી પોઇન્ટસ (વાત) હોય. પોઇન્ટસ તો રોજ નીકળે છે ને. એવાં પણ બહુજ સેવાકેન્દ્ર પર આવે છે. પરંતુ ધારણા કાંઈ નથી, જ્ઞાન નથી. શ્રીમત પર નહીં ચાલે તો પદ થોડી મળશે. સત બાપ, સત શિક્ષક ની ગ્લાનિ કરાવવા થી ક્યારેય ઠોર પામી ન શકે. પરંતુ બધાં તો રાજાઓ નહીં બનશે. પ્રજા પણ બને છે. નંબરવાર પદ હોય છે ને. બધો આધાર યાદ પર છે, જે બાપથી વિશ્વનું રાજ્ય મળે છે, એમને યાદ નથી કરી શકતાં. તકદીરમાં જ નથી તો પછી તદબીર પણ શું કરશે. બાપ તો કહે છે યાદની યાત્રાથી જ પાપ ભસ્મ થશે, તો પુરુષાર્થ કરવો જોઈએ ને. બાબા કાંઈ એવું પણ નથી કહેતા કે ખાવા પીવાનું નહીં ખાઓ. આ કોઈ હઠયોગ નથી. હરતાં-ફરતાં બધું કામ કરતાં, જેમ આશિક માશૂક ને યાદ કરે છે, એવી યાદ માં રહો. તેમનો તો નામ-રુપનો પ્રેમ હોય છે. આ લક્ષ્મી-નારાયણ વિશ્વનાં માલિક કેવી રીતે બન્યાં? કોઈને પણ ખબર નથી. તમે તો કહો છો કાલની વાત છે. આ રાજ્ય કરતાં હતાં, મનુષ્ય તો લાખો વર્ષ કહી દે છે. માયાએ મનુષ્યને બિલકુલ જ પથ્થરબુદ્ધિ બનાવી દીધાં છે. હમણાં તમે પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનો છો. પારસનાથ નું મંદિર પણ છે. પરંતુ તે કોણ છે, આ કોઈ નથી જાણતું. મનુષ્ય બિલકુલ જ ઘોર અંધકારમાં છે. હવે બાપ કેટલી સારી-સારી વાતો સમજાવે છે. પછી દરેક ની બુદ્ધિ પર છે. ભણાવવા વાળા તો એક જ છે. ભણવાવાળા તો અનેકો હોય છે. ગલી-ગલી માં તમારી સ્કૂલ થઇ જશે. ગેટ વે ટૂ હેવન. મનુષ્ય એક પણ નથી જે સમજે કે અમે નરક માં છીએ. બાપ સમજાવે છે બધાં પુજારી છે. પૂજ્ય હોય જ છે સતયુગમાં. પૂજારી હોય છે કળયુગમાં. મનુષ્ય પછી સમજે ભગવાન જ પૂજ્ય, ભગવાન જ પૂજારી બને છે. તમે જ ભગવાન છો, તમે જ આ બધો ખેલ કરો છો. તમે પણ ભગવાન, અમે પણ ભગવાન. કાંઈ પણ સમજતાં નથી, આ છે જ રાવણ રાજ્ય. તમે શું હતાં, હવે શું બનો છો. બાળકોને ખુબ નશો રહેવો જોઈએ. બાપ ફક્ત કહે છે મને યાદ કરો તો તમે પુણ્ય આત્મા બની જશો.

બાપ બાળકોને પુણ્ય આત્મા બનવાની યુક્તિ બતાવે છે - બાળકો, આ જૂની દુનિયા નો હવે અંત છે. હું હમણાં ડાયરેક્ટ (પ્રત્યક્ષ) આવેલો છું, આ છે અંતનું દાન, એકદમ સરેન્ડર (સમર્પિત) થઇ જાઓ. બાબા, આ બધું તમારું છે. બાપ તો આપવા માટે જ કરાવે છે. આમનું કંઈક ભવિષ્ય બની જાય. મનુષ્ય ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે છે, તે છે અપ્રત્યક્ષ. તેનું ફળ બીજા જન્મ માં મળે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. હમણાં તો હું છું પ્રત્યક્ષ. હમણાં તમે જે કરશો તેનું રિટર્ન (વળતર) પદમ ગુણા મળશે. સતયુગમાં તો દાન-પુણ્ય વગેરેની વાત નથી હોતી. અહીંયા કોઈની પાસે પૈસા છે તો બાબા કહેશે સારું, તમે જઈને સેવાકેન્દ્ર ખોલો. પ્રદર્શનની બનાવો. ગરીબ છે તો કહેશે સારું, પોતાનાં ઘરમાં જ ફક્ત બોર્ડ લગાવી દો-ગેટ વે ટૂ હેવન. સ્વર્ગ અને નર્ક છે ને. હમણાં આપણે નર્કવાસી છીએ, આ પણ કોઈ સમજતાં નથી. જો સ્વર્ગ પધાર્યા તો પછી તેમને નર્કમાં કેમ બોલાવો છો. સ્વર્ગમાં થોડી કોઈ કહેશે સ્વર્ગ પધાર્યા. એ તો છે જ સ્વર્ગમાં. પુનર્જન્મ સ્વર્ગ માં જ મળે છે. અહીંયા પુનર્જન્મ નર્ક માં જ મળે છે. આ વાતો પણ તમે સમજાવી શકો છો. ભગવાનુવાચ - મામેકમ યાદ કરો કારણ કે એ જ પતિત-પાવન છે, મને યાદ કરો તો તમે પૂજારી થી પૂજ્ય બની જશો. ભલે સ્વર્ગમાં સુખી તો બધાં હશે પરંતુ નંબરવાર પદ હોય છે. ખુબ મોટી મંજિલ છે. કુમારીઓ ને તો ખુબ જ સર્વિસનો જોશ આવવો જોઈએ. અમે ભારતને સ્વર્ગ બનાવીને દેખાડશું. કુમારી એ જે ૨૧ કુળનો ઉદ્ધાર કરે અર્થાત્ ૨૧ જન્મ માટે ઉદ્ધાર કરી શકે છે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયાનો અંત છે, બાપ ડાયરેક્ટ આવ્યાં છે તો એકદમ સરેન્ડર (સમર્પિત) થઇ જવાનું છે, બાબા આ બધું તમારું છે... આ યુક્તિથી પુણ્યાત્મા બની જશો.

2. મુરલી ક્યારેય પણ મિસ નથી કરવાની, મુરલી માં બેદરકાર નથી રહેવાનું. એવું નહીં, અમે નથી વાંચી તો શું થયું. અમે તો પાર થઈ ગયાં છીએ. ના. આ દેહ-અભિમાન છે. મુરલી જરુર વાંચવાની છે.

વરદાન :-
નિશ્ચય નાં આધાર પર વિજયી રત્ન બની સર્વનાં પ્રતિ માસ્ટર સહારા દાતા ભવ

નિશ્ચય બુદ્ધિ બાળકો વિજયી હોવાનાં કારણે સદા ખુશીમાં નાચે છે. તે પોતાનાં વિજયનું વર્ણન નથી કરતા પરંતુ વિજયી હોવાનાં કારણે તે બીજાઓની પણ હિંમત વધારે છે. કોઈને નીચા દેખાડવાની કોશિશ નથી કરતાં. પરંતુ બાપ સમાન માસ્ટર સહારા દાતા બને છે અર્થાત્ નીચેથી ઊંચા ઉઠાવે છે. વ્યર્થ થી સદા દૂર રહે છે. વ્યર્થ થી કિનારે થવું જ વિજયી બનવું છે. એવાં વિજયી બાળકો સર્વનાં માટે માસ્ટર સહારા દાતા બની જાય છે.

સ્લોગન :-
નિ:સ્વાર્થ અને નિર્વિકલ્પ સ્થિતિ થી સેવા કરવાવાળા જ સફળતા મૂર્ત છે.