15-05-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.01.91    બાપદાદા મધુબન


વિશ્વ કલ્યાણકારી બનવા માટે સર્વ સ્મૃતિઓ થી સંપન્ન બની સર્વ ને સહયોગ આપો
 


આજે સમર્થ બાપ પોતાનાં સ્મૃતિ સ્વરુપ બાળકોને જોઈ હર્ષિત થઈ રહ્યાં છે. વિશ્વ નાં દેશ તથા વિદેશ નાં સર્વ બાળકો સ્મૃતિ દિવસ મનાવી રહ્યાં છે. આજ નો સ્મૃતિ દિવસ બાળકોને પોતાનાં બ્રાહ્મણ જીવન અર્થાત્ સમર્થ જીવન ની સ્મૃતિ અપાવે છે કારણ કે બ્રહ્મા બાપ ની જીવન કહાની ની સાથે બ્રાહ્મણ બાળકોની પણ જીવન કહાની છે. નિરાકાર બાપે સાકાર બ્રહ્મા ની સાથે બ્રાહ્મણ રચ્યાં. ત્યારે જ બ્રાહ્મણો દ્વારા અવિનાશી યજ્ઞ ની રચના થઈ. બ્રહ્મા બાપ આપ બાળકોની સાથે-સાથે સ્થાપના નાં નિમિત્ત બન્યાં, તો બ્રહ્મા બાપ ની સાથે આદિ બ્રાહ્મણો ની પણ જીવન કહાની છે. આદિ દેવ બ્રહ્મા અને આદિ બ્રાહ્મણ બંને નું મહત્વ યજ્ઞ સ્થાપના માં રહ્યું. અનાદિ બાપે આદિ દેવ બ્રહ્મા દ્વારા આદિ બ્રાહ્મણો ની રચના કરી. અને આદિ બ્રાહ્મણોએ અનેક બ્રાહ્મણો ની વૃદ્ધિ કરી. આ જ સ્થાપના કરી, બ્રહ્મા બાપ ની કહાની આજ નાં સ્મૃતિ દિવસ પર વર્ણન કરો છો. સ્મૃતિ દિવસ કહો છો તો ફક્ત બ્રહ્મા બાપ ને યાદ કર્યા કે બ્રહ્મા બાપ દ્વારા જે બાપે સ્મૃતિ અપાવી છે તે સર્વ સ્મૃતિઓ સ્મૃતિ માં આવી? આદિ થી હમણાં સુધી કઈ-કઈ અને કેટલી સ્મૃતિઓ અપાવી છે - યાદ છે? અમૃતવેલા થી લઈને રાત સુધી પણ સર્વ સ્મૃતિઓ ને સામે લાવો - એક દિવસ માં પૂરી થઈ જશે! લાંબુ લિસ્ટ (લાંબી યાદી) છે ને! સ્મૃતિ સપ્તાહ પણ મનાવો તો પણ વિસ્તાર વધારે છે, કારણ કે ફક્ત રિવાઈઝ (યાદ) નથી કરવાનું પરંતુ રિયલાઈઝ (અનુભવ) કરો છો એટલે જ કહો છો સ્મૃતિ સ્વરુપ. સ્વરુપ અર્થાત્ દરેક સ્મૃતિ ની અનુભૂતિ. આપ સ્મૃતિ સ્વરુપ બનો છો અને ભક્ત ફક્ત સિમરણ (યાદ) કરે છે. તો કઈ-કઈ સ્મૃતિઓ અનુભવ કરી છે - એનો વિસ્તાર તો ઘણો મોટો છે. જેમ બાપ નો પરિચય કેટલો મોટો છે પરંતુ તમે લોકો સાર રુપ માં પાંચ વાતો માં પરિચય આપો છો. એમ સ્મૃતિઓનાં વિસ્તાર ને પણ ૫ વાતો માં પણ સાર રુપ માં લાવો કે આદિ થી હમણાં સુધી બાપદાદાએ કેટલાં નામ સ્મૃતિ માં અપાવ્યાં! કેટલાં નામ હશે! વિસ્તાર છે ને. એક-એક નામ ને સ્મૃતિ માં લાવો અને સ્વરુપ બની અનુભવ કરો, ફક્ત રિપીટ (રટણ) નથી કરવાનું. સ્મૃતિ સ્વરુપ બનવાનો આનંદ અતિ ન્યારો અને પ્યારો છે. જેવી રીતે બાપ આપ બાળકો ને નૂરે રતન નામ ની સ્મૃતિ અપાવે છે. બાપ નાં નયનો નાં નૂર. નૂર ની શું વિશેષતા હોય છે, નૂર નું કર્તવ્ય શું હોય છે, નૂર ની શક્તિ શું હોય છે? એવી અનુભૂતિઓ કરો અર્થાત્ સ્મૃતિ સ્વરુપ બનો. આ જ પ્રકારે દરેક નામ ની સ્મૃતિ અનુભવ કરતાં રહો. આ એક દૃષ્ટાંત રુપે સંભળાવ્યું. એવી રીતે જ શ્રેષ્ઠ સ્વરુપ ની સ્મૃતિઓ કેટલી છે? આપ બ્રાહ્મણોનાં કેટલાં રુપ છે જે બાપ નાં રુપ તે બ્રાહ્મણોનાં રુપ છે. તે બધાં રુપો ની સ્મૃતિ ની અનુભૂતિ કરો. નામ, રુપ, ગુણ - અનાદિ, આદિ અને હમણાં, બ્રાહ્મણ જીવન નાં સર્વગુણ સ્મૃતિ સ્વરુપ બનો.

એવી રીતે જ કર્તવ્ય. કેટલાં શ્રેષ્ઠ કર્તવ્ય નાં નિમિત્ત બન્યાં છો! એ કર્તવ્યો ની સ્મૃતિ ઈમર્જ (જાગૃત) કરો. પાંચમી વાત બાપદાદા એ અનાદિ-આદિ દેશની સ્મૃતિ અપાવી. દેશ ની સ્મૃતિ થી પાછા ઘરે જવાની સમર્થી આવી ગઈ, પોતાનાં રાજ્ય માં રાજ્ય અધિકારી બનવાની હિંમત આવી ગઈ અને વર્તમાન સંગમયુગી બ્રાહ્મણ સંસાર માં ખુશીઓનું જીવન જીવવાની કળા સ્મૃતિ માં આવી ગઈ. જીવવાની કળા સારી રીતે આવડી ગઈ છે ને? દુનિયા મરવાની કળા માં તેજ (ઝડપી) જઈ રહી છે અને આપ બ્રાહ્મણ સુખમયી ખુશીઓનાં જીવન ની કળામાં ઉડી રહ્યાં છો. કેટલું અંતર છે!

તો સ્મૃતિ દિવસ અર્થાત્ સર્વ સ્મૃતિઓનાં રુહાની નશા નો અનુભવ કરવો. આ સ્મૃતિ દિવસ પર દુનિયા ની જેમ તમે બધાં એ શબ્દ નહીં કહો કે આવાં અમારા બ્રહ્મા બાબા હતાં. એમણે આ કહ્યું હતું, આ કર્યુ હતું, દુનિયા વાળા હતાં હતાં. કરે છે અને દુઃખ ની લહેર ફેલાવે છે પરંતુ આપ બ્રાહ્મણોની આ વિશેષતા છે - તમે કહેશો હમણાં પણ સાથે છે. સાથ નો અનુભવ કરો છો. તો આપ સર્વ માં આ વિશેષતા છે. તમે એવું નહીં કહો કે બ્રહ્મા બાપ ચાલ્યાં ગયાં. જે વાયદો કર્યો છે - સાથે રહેશું, સાથે ચાલીશું. જો આદિ આત્મા પણ વાયદો નહીં નિભાવે તો કોણ વાયદો નિભાવશે? ફક્ત રુપ અને સેવા ની વિધિ પરિવર્તન થઈ છે. તમારા બધાનું લક્ષ છે - ફરિશ્તા સો દેવતા. ફરિશ્તા રુપ નું સેમ્પલ (ઉદાહરણ) બ્રહ્મા બાપ બન્યાં છે. સર્વ બાળકોની પાલના હજી પણ બ્રહ્મા દ્વારા જ થઈ રહી છે એટલે બ્રહ્માકુમાર અને બ્રહ્માકુમારીઓ કહવાઓ છો. સમજ્યાં? સ્મૃતિ દિવસ નું મહત્વ શું છે? આ સ્મૃતિઓમાં સદા લવલીન (પ્રેમ મગ્ન) રહો. આને જ કહેવાય છે - બાપ સમાન બનવાની અનુભૂતિ. આપ આત્માઓ એ બાપ સમાન અનુભવ કર્યો. આ જ સમાન શબ્દ ને લોકોએ સમાના (સમાઈ જવું) શબ્દ કહી દીધો છે. આત્મા પરમાત્મા માં સમાઈ નથી જતી, પરંતુ બાપ સમાન બને છે. બધાં બાળકોએ પોત-પોતાનાં નામ થી સ્મૃતિ દિવસ ની યાદ મોકલી છે. ઘણાં સંદેશી બનીને યાદ-પ્યાર લઈ આવ્યાં અને દરેક કહે છે મારી ખાસ યાદ આપજો. તો એક-એક ને અલગ-અલગ યાદ પત્ર લખવાનાં બદલે દિલ થી પત્ર લખી રહ્યાં છે. દરેકનાં દિલ નો પ્રેમ બાપદાદા નાં નયનો માં, દિલ માં સમાયેલો છે અને હવે વિશેષ સમાયો છે. ખાસ યાદ કરવા વાળાઓને બાપદાદા ખાસ હમણાં પણ ઈમર્જ કરીને યાદ-પ્યાર આપી રહ્યાં છે. દરેક નાં દિલ નાં ઉમંગ અને દિલ ની રુહરુહાન, દિલ નાં હાલ-ચાલ, દિલારામ બાપ પાસે પહોંચી ગયાં. બાપદાદા બધાં બાળકોને આ જ સ્મૃતિ અપાવી રહ્યાં છે કે સદા દિલ નાં સાથે છો, સેવા માં સાથે છો અને સ્થિતિ માં સદા સાક્ષી છો. તો સદા માયાજીત નો ઝંડો લહેરાતો રહેશે. બધાં બાળકોને નથિંગ ન્યુ (કાંઈ પણ નવું નથી) નો પાઠ દરેક પરિસ્થિતિ માં સદા સ્મૃતિ માં રહે. બ્રાહ્મણ જીવન અર્થાત્ ક્વેશ્ચનમાર્ક (પ્રશ્નાર્થ ચિન્હ) અને આશ્ચર્ય ની રેખા હોઈ ન શકે. કેટલીવાર આ સમાચાર પણ સાંભળ્યાં હશે. નવાં સમાચાર છે શું? ના. બ્રાહ્મણ જીવન અર્થાત્ દરેક સમાચાર સાંભળતાં કલ્પ પહેલાં ની સ્મૃતિમાં સમર્થ રહેવું - જે થવાનું છે તે થઈ રહ્યું છે, એટલે શું થશે આ પ્રશ્ન ઉઠી નથી શકતો. ત્રિકાળદર્શી છો, ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને જાણવા વાળા છો તો શું વર્તમાન નથી જાણતાં? ગભરાતા તો નથી ને! બ્રાહ્મણ જીવન માં દરેક કદમ માં કલ્યાણ છે. ગભરાવાની વાત નથી. તમારા બધાનું કર્તવ્ય છે પોતાની શાંતિ ની શક્તિ થી અશાંત આત્માઓ ને શાંતિ ની કિરણો આપવી. પોતાનાં જ ભાઈ-બહેન છે, તો પોતાનાં ઈશ્વરીય પરિવાર નાં સંબંધ થી સહયોગી બનો. જેટલી જ યુદ્ધ માં તીવ્રગતિ છે, આપ યોગી આત્માઓ નો યોગ એમને શાંતિ નો સહયોગ આપશે, એટલે વધારે વિશેષ સમય કાઢી શાંતિ નો સહયોગ આપો - આ છે આ બ્રાહ્મણ આત્માઓનું કર્તવ્ય. અચ્છા.

સર્વ સ્મૃતિ સ્વરુપ શ્રેષ્ઠ આત્માઓ ને સદા બાપ સમાન બનવાના લક્ષ અને લક્ષણ ધારણ કરવા વાળા આત્માઓ ને, સદા સ્વયં ને બાપ સાથે અનુભવ કરવા વાળા સમીપ આત્માઓ ને, સદા નથિંગ ન્યુ નાં પાઠ ને સહજ સ્વરુપ માં લાવવા વાળા, સદા વિશ્વ કલ્યાણકારી બની વિશ્વ ની આત્માઓ ને સહયોગ આપવા વાળા - એવાં સદા વિજયી રતનો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

દાદીઓ સાથે અવ્યક્ત બાપદાદાની મુલાકાત - આદિ બ્રાહ્મણોની માળા બ્રહ્મા બાપ સાથે આદિ બ્રાહ્મણ નિમિત્ત બન્યાં ને. આદિ બ્રાહ્મણો નું ખૂબ વધારે મહત્વ છે. સ્થાપના પાલના અને પરિવર્તન. વિનાશ શબ્દ થોડો ઓફિશિયલ (કાયદાકીય) લાગે છે તો સ્થાપના, પાલના અને વિશ્વ પરિવર્તન કરવામાં આદિ બ્રાહ્મણો નો વિશેષ પાર્ટ છે. શક્તિઓની પૂજા ખૂબ ધામધૂમ થી થાય છે. નિરાકાર બાપ તથા બ્રહ્મા બાપ ની પૂજા એટલી ધામધૂમ થી નથી થતી. બ્રહ્માનાં મંદિર પણ બહુ ગુપ્ત જ છે. પરંતુ શક્તિ સેના ભક્તિ માં પણ નામીગ્રામી છે, એટલે અંત સુધી સ્ટેજ પર વિશેષ બાળકો નો પાર્ટ છે. બ્રહ્મા નો પણ ગુપ્ત પાર્ટ છે - અવ્યક્ત રુપ અર્થાત્ ગુપ્ત. બ્રાહ્મણો ને તૈયાર કર્યા અને બ્રહ્મા નો પાર્ટ ગુપ્ત થઈ ગયો. સરસ્વતી ને પણ ગુપ્ત દેખાડે છે કારણ કે એનો પણ ડ્રામા માં ગુપ્ત પાર્ટ ચાલી રહ્યો છે. આદિ બ્રાહ્મણ આત્માઓ સર્વ એકબીજા નાં સમીપ અને શક્તિશાળી છે. શરીર પણ કમજોર નથી, શક્તિશાળી છે. (દાદી જાનકી ને) આ તો થોડો એવો વચ્ચે આરામ આપવાનું સાધન બની ગયું. બાકી કાંઈ પણ નથી. આમ તો આરામ કરતાં નથી. કોઈ કારણ બને છે આરામ કરવાનું. બધી દાદીઓમાં ખૂબ પ્રેમ છે ને! બાપ નાં સાથે-સાથે નિમિત્ત આદિ બ્રાહ્મણો થી પણ પ્રેમ છે. તો આ બધાનાં પ્રેમ ની દુવાઓ, શુભ ભાવનાઓ આદિ બ્રાહ્મણ આત્માઓ ને તંદુરસ્ત રાખે છે. સારું છે, શાંતિ ની સેવા નો પાર્ટ સારો મળ્યો છે. કેટલાં આત્માઓ અશાંત છે, કેટલી પ્રાથના કરી રહ્યાં છે! એમને કાંઈ ને કાંઈ અંજલી તો આપશો ને? દેવીઓ પાસે જઈને શક્તિઓ માંગે છે ને! તો શક્તિ આપવી આપ વિશેષ આત્માઓ નું કર્તવ્ય છે ને? દિવસે-દિવસે આ અનુભવ કરશે કે ક્યાંથી શાંતિ ની કિરણો આવી રહી છે. પછી શોધશે, બધાંની નજર ભારતભૂમિ પર પડશે. અચ્છા.

અવ્યક્ત મહાવાક્ય - પાર્ટીઓ સાથે

૧- નિશ્ચિય બુદ્ધિ વિજયી આત્માઓ છો એવો અનુભવ કરો છો? સદા નિશ્ચય અટલ રહે છે? કે ક્યારેક ડગમગ પણ થાય છે? નિશ્ચય બુદ્ધિ ની નિશાની છે - તેઓ દરેક કાર્ય માં, ભલે વ્યવહારિક હોય, કે પરમાર્થી હોય, પરંતુ દરેક કાર્ય માં વિજય નો અનુભવ કરશે. કેવું પણ સાધારણ કર્મ હોય, પરંતુ વિજય નો અધિકાર એમને અવશ્ય પ્રાપ્ત થશે, કારણ કે બ્રાહ્મણ જીવન નો વિશેષ જન્મસિદ્ધ અધિકાર વિજય છે. કોઈપણ કાર્ય માં સ્વયં થી દિલશિકસ્ત (નિરાશ) નહીં થાય, કારણ કે એમને નિશ્ચય છે કે વિજય જન્મસિદ્ધ અધિકાર છે. તો આટલો અધિકાર નો નશો રહે છે. જેમનાં ભગવાન મદદગાર છે એમનો વિજય નહીં થાય તો કોનો થશે! કલ્પ પહેલાં નું યાદગાર પણ દેખાડે છે કે જ્યાં ભગવાન છે ત્યાં વિજય છે. ભલે પાંચ પાંડવ દેખાડે છે, પરંતુ વિજય કેમ થયો? ભગવાન સાથે છે, તો જ્યારે કલ્પ પહેલાં યાદગાર માં વિજયી બન્યાં છો તો હમણાં પણ વિજયી થશો ને? ક્યારેય પણ કોઈ કાર્ય માં સંકલ્પ ન ઉઠવો જોઈએ કે આ શું થયું, નહીં થાય, વિજય થશે કે નહીં, થાય. આ પ્રશ્ન ઉઠી નથી શકતો. ક્યારેય પણ બાપ નાં સાથ વાળાઓની હાર થઈ નથી શકતી. આ કલ્પ-કલ્પ ની નોંધ નિશ્ચિત છે. આ ભાવિ ને કોઈ ટાળી નથી શકતું. એટલો દૃઢ નિશ્ચય સદા આગળ ઉડાવતો રહેશે. તો સદા વિજય ની ખુશી માં નાચતા ગાતાં રહો.

૨- સદા પોતાને ભાગ્યવિધાતા નાં ભાગ્યવાન બાળકો છો, એવો અનુભવ કરો છો? પદમાપદમ ભાગ્યવાન છો કે સૌભાગ્યવાન છો? જેમનું આટલું શ્રેષ્ઠ ભાગ્ય છે તે સદા હર્ષિત રહેશે કારણ કે ભાગ્યવાન આત્મા ને કોઈ અપ્રાપ્તિ છે જ નહીં. તો જ્યાં સર્વ પ્રાપ્તિઓ હશે, ત્યાં સદા હર્ષિત હશે. કોઈ ને અલ્પકાળ ની લોટરી પણ મળે છે તો એમનો ચહેરો પણ દેખાડે છે કે એમને કાંઈક મળ્યું છે. તો જેમને પદમાપદમ ભાગ્ય પ્રાપ્ત થઈ જાય તે કેવાં રહેશે? સદા હર્ષિત. એવાં હર્ષિત રહો જે કોઈ પણ જોઈને પૂછે કે શું મળ્યું છે? જેટલાં-જેટલાં પુરુષાર્થ માં આગળ વધતાં જશો એટલું તમારે બોલવાની પણ આવશ્યકતા નહીં રહે. તમારો ચહેરો બોલશે કે આમને કાંઈક મળ્યું છે, કારણ કે ચહેરો દર્પણ હોય છે. જેમ દર્પણ માં જે વસ્તુ જેવી હોય છે, તેવી દેખાય છે. તો તમારો ચહેરો દર્પણ નું કામ કરે. આટલાં આત્માઓને જ સંદેશ મળ્યો છે તો એટલો સમય ક્યાં મળશે જે તમે લોકો બેસીને સંભળાવો. સમય પણ નાજુક થતો જશે, તો સાંભળાવવાનો પણ સમય નહીં મળે. તો પછી સેવા કેવી રીતે કરશો? પોતાનાં ચહેરા થી. જેવી રીતે મ્યુઝિયમ (સંગ્રહાલય) નાં ચિત્રો થી સેવા કરો છો. ચિત્ર જોઈને પ્રભાવિત થાય છે ને. તો તમારું ચૈતન્ય ચિત્ર સેવા નાં નિમિત્ત બની જાય, એવાં તૈયાર ચિત્ર છો? એટલાં ચૈતન્ય ચિત્ર તૈયાર થઈ જાય તો અવાજ બુલંદ કરી દેશે. સદૈવ ચાલતાં-ફરતાં, ઉઠતાં-બેસતાં આ સ્મૃતિ રાખો કે અમે ચૈતન્ય ચિત્ર છીએ. આખાં વિશ્વની આત્માઓની અમારી તરફ નજર છે. ચૈતન્ય ચિત્ર માં બધાનાં આકર્ષણ ની વાત કઈ હોય છે? સદા ખુશી હશે. તો સદા ખુશ રહો છો કે ક્યારેક મૂંઝવણ આવે છે? કે ત્યાં જઈને કહેશો - આ થઈ ગયું એટલે ખુશી ઓછી થઈ ગઈ. કાંઈ પણ થઈ જાય ખુશી ન જવી જોઈએ. એવાં પાક્કા છો? જો મોટું પેપર આવે તો પણ પાસ થઈ જશો? બાપદાદા બધાંનો ફોટો કાઢી રહ્યાં છે કે કોણ-કોણ હા કહી રહ્યું છે. એવું નહીં કહેતાં કે એ સમયે કહી દીધું. માસ્ટર સર્વશક્તિવાન ની આગળ આમ તો કોઈ પણ મોટી વાત નથી. બીજી વાત તમને નિશ્ચય છે કે અમારો વિજય થયેલો જ છે, એટલે કોઈ મોટી વાત નથી. જેમની પાસે સર્વ શક્તિઓનો ખજાનો છે તો જે પણ શક્તિ ને ઓર્ડર (હુકમ) કરશો તે શક્તિ મદદગાર બનશે. ફક્ત ઓર્ડર કરવા વાળા હિંમત વાળા જોઈએ. તો ઓર્ડર કરતા આવડે છે કે ઓર્ડર પર ચાલતા આવડે છે? ક્યારેક માયા નાં ઓર્ડર પર તો નથી ચાલતાં? એવું તો નથી કે કોઈ વાત આવે છે અને સમાપ્ત થઈ જાય છે, પછી વિચારો છો - એવું કરત તો ખૂબ સારું હોત. એવું તો નથી ને? સમય પર સર્વ શક્તિઓ કામમાં આવે છે કે થોડી પછી થી આવે છે? જો માસ્ટર સર્વશક્તિવાન ની સીટ (સ્થિતિ) પર સેટ (સ્થિત) છો તો કોઈપણ શક્તિ ઓર્ડર ન માને એ થઈ નથી શકતું. જો સીટ થી નીચે આવો છો અને પછી ઓર્ડર કરો છો તો તે નહીં માને. લૌકિક રીતે પણ કોઈ ખુરશી થી નીચે ઉતરે છે તો એમનો ઓર્ડર કોઈ નથી માનતું. જો કોઈ શક્તિ ઓર્ડર નથી માનતી તો અવશ્ય પોઝિશન (સ્વમાન) ની સીટ થી નીચે આવો છો. તો સદા માસ્ટર સર્વશક્તિવાન ની સીટ પર સેટ રહો, સદા અચળ-અડોલ રહો, હલચલ માં આવવા વાળા નહીં. બાપદાદા કહે છે શરીર પણ ચાલ્યું જાય પરંતુ ખુશી ન જાય. પૈસા તો એનાં આગળ કાંઈ પણ નથી. જેમની પાસે ખુશીનો ખજાનો છે એમની આગળ કોઈ મોટી વાત નથી અને બાપદાદા સદા સહયોગી સેવાધારી બાળકોની સાથે છે. બાળક બાપ નાં સાથે છે તો મોટી વાત શું છે? એટલે ગભરાવાની કોઈ વાત નથી. બાપ બેઠાં છે, બાળકો ને શું ચિંતા છે. બાપ તો છે જ માલામાલ. કોઈપણ યુક્તિ થી બાળકોની પાલના કરવાની જ છે, એટલે બેફિકર. દુઃખધામ માં સુખધામ સ્થાપન કરી રહ્યાં છો તો દુઃખધામ માં હલચલ તો થશે ને! ગરમી ની સિઝન (ઋતુ) માં ગરમી થશે ને! પરંતુ બાપ નાં બાળકો સદા સેફ (સુરક્ષિત) છે, કારણ કે બાપ નો સાથ છે.

સર્વ બાળકો પ્રતિ બાપદાદા નો સંદેશ - સર્વ તપસ્વી બાળકો પ્રતિ યાદ-પ્યાર. જુઓ બાળકો, સમય નાં સમાચાર સાંભળતાં ઊંચા માં ઊંચા સાક્ષીપણા નાં આસન અને બેફિકર બાદશાહ નાં સિંહાસન પર બેસી બધાં ખેલ જોઈ રહ્યાં છો ને? આ બ્રાહ્મણ જીવન માં ગભરાવાનો તો સ્વપન માં પણ સંકલ્પ ઉઠી નથી શકતો. એ તો તપસ્યા વર્ષ નાં નિરંતર લગન ની અગ્નિ માં બેહદ ની વૈરાગ્ય-વૃત્તિ પ્રજ્જવલિત કરવાનો પંખો લાગી રહ્યો છે. તમે બાપ સમાન સંપન્ન બનવાનો સંકલ્પ કર્યો અર્થાત્ વિજય નો ઝંડો લહેરાવવા નો પ્લાન બનાવ્યો, તો બીજી તરફ સમાપ્તિ ની હલચલ પણ તો સાથે-સાથે નોંધાયેલી છે ને? રિહર્સલ (અભ્યાસ) જ ડ્રામા ની રીલ ને સમાપ્ત કરવાનું સાધન છે, એટલે નથિંગ ન્યુ.

સમય નાં સંજોગો પ્રમાણે આવવા-જવા માં તથા કોઈ વસ્તુ મળવામાં થોડી ખેંચતાણ થાય, મન નાં સંકલ્પ ની ખેંચતાણ માં નહીં આવતાં. જ્યાં જે પરિસ્થિતિ માં રહો, દિલખુશ મીઠાઈ ખાતાં રહો. ખુશહાલ રહો, ફરિશ્તાઓ ની ચાલ માં ઉડો. સાથે-સાથે આ સમયે દરેક સેવાકેન્દ્ર પર વિશેષ તપસ્યા નો પ્રોગ્રામ (કાર્યક્રમ) ચાલતો રહે. જે જેટલો વધારે સમય કાઢી શકે છે, એટલો સાઈલેન્સ (શાંતિ) નો સહયોગ આપો. અચ્છા. ઓમ્ શાંતિ.

વરદાન :-
સર્વ ખજાનાં થી સંપન્ન બની દરેક સમયે સેવામાં બીઝી ( વ્યસ્ત ) રહેવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

વિશ્વ કલ્યાણ નાં નિમિત્ત બનેલી આત્મા પહેલાં સ્વયં સર્વ ખજાના થી સંપન્ન હશે. જો જ્ઞાન નો ખજાનો છે તો ફુલ (ભરપૂર) જ્ઞાન હોય, કોઈ પણ કમી ન હોય ત્યારે કહેશે ભરપૂર. કોઈ-કોઈ ની પાસે ખજાના ફુલ હોવા છતાં પણ સમય પર કાર્યમાં નથી લગાવી શકતાં, સમય વીતી ગયાં પછી વિચારે છે, તો એમને પણ ફુલ ન કહેવાય. વિશ્વ કલ્યાણકારી આત્માઓ મન્સા, વાચા, કર્મણા, સબંધ-સંપર્ક માં દરેક સમયે સેવામાં બીઝી રહે છે.

સ્લોગન :-
જ્ઞાન અને યોગ નો નેચર (સ્વભાવ) બનાવી લો તો દરેક કર્મ નેચરલ (કુદરતી) શ્રેષ્ઠ અને યુક્તિ-યુક્ત થશે.

સુચના :- આજે માસ નો ત્રીજો રવિવાર છે, બધાં રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસ નાં સમયે પોતાનાં પૂર્વજપણા નાં સ્વમાન માં સ્થિત થઈ, કલ્પવૃક્ષ ની જડો માં બેસી પૂરાં વૃક્ષ ને શક્તિશાળી યોગ નું દાન આપતાં, પોતાની વંશાવલી ની દિવ્ય પાલના કરે.