15-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - આ તમારા બધાંની વાનપ્રસ્થ અવસ્થા છે , ઘરે પાછું જવાનું છે એટલે બાપ અને ઘર ને યાદ કરો , પાવન બનો , બધાં ખાતા ખલાસ કરો

પ્રશ્ન :-
બાપ જ બાળકોને કઈ ધીરજ આપે છે?

ઉત્તર :-
બાળકો, હમણાં આ રુદ્ર જ્ઞાન યજ્ઞ માં અનેક પ્રકાર નાં વિઘ્ન પડે છે, પરંતુ ધીરજ ધરો, જ્યારે તમારો પ્રભાવ નીકળશે, અનેકાનેક આવવા લાગશે પછી બધાં તમારી આગળ માથું નમાવશે. બાંધેલીઓ નાં બંધન ખલાસ થઈ જશે. જેટલું તમે બાપ ને યાદ કરશો, બંધન તૂટતાં જશે. તમે વિકર્માજીત બનતાં જશો.

ગીત :-
ભોલેનાથ સે નિરાલા..

ઓમ શાંતિ!
ભોળાનાથ સદૈવ શિવ ને જ કહે છે, શિવ-શંકર નો ભેદ તો સારી રીતે સમજ્યો જ છે. શિવ તો ઊંચા માં ઊંચા મૂળવતન માં રહે છે. શંકર તો છે સૂક્ષ્મવતનવાસી, એમને ભગવાન કેવી રીતે કહી શકાય. ઊંચા માં ઊંચા રહેવાવાળા છે એક બાપ. પછી બીજા તબક્કા માં છે ૩ દેવતાઓ. એ છે બાપ, ઊંચા માં ઊંચા નિરાકાર. શંકર તો આકારી છે. શિવ છે ભોળાનાથ, જ્ઞાન નાં સાગર. શંકર ને જ્ઞાન નાં સાગર કહી ન શકાય. આપ બાળકો જાણો છો શિવબાબા ભોળાનાથ આવીને આપણી ઝોલી ભરે છે. આદિ-મધ્ય-અંત નું રહસ્ય બતાવી રહ્યાં છે. રચયિતા અને રચના નું રહસ્ય ખુબ સિમ્પલ (સરળ) છે. મોટાં-મોટાં ઋષિ-મુનિ વગેરે પણ આ સહજ વાતો ને જાણી નથી શકતાં. જ્યારે તે રાજોગુણી જ નહોતાં જાણતાં તો તમોગુણી પછી કેવી રીતે જાણશે. તો હમણાં આપ બાળકો બાપ નાં સન્મુખ બેઠાં છો. બાપ અમરકથા સંભળાવી રહ્યાં છે. આ તો બાળકો ને નિશ્ચય છે બરાબર અમારા બાબા (શિવબાબા) સાચ્ચી-સાચ્ચી અમરકથા સંભળાવી રહ્યાં છે, આમાં કોઈ સંશય ન હોવો જોઈએ. કોઈ પણ મનુષ્ય આપણને આ નથી સંભળાવી રહ્યાં. ભોળાનાથ છે શિવબાબા, કહે છે મને પોતાનું શરીર નથી. હું છું નિરાકાર, પૂજા પણ મુજ નિરાકાર ની જ કરે છે. શિવ જયંતી પણ મનાવે છે, હવે બાપ તો જન્મ મરણ રહિત છે. એ છે ભોળાનાથ. જરુર આવીને બધાંની ઝોલી ભરશે. કેવી રીતે ભરશે, આ આપ બાળકો જ સમજો છો. અવિનાશી જ્ઞાન રતનો ની ઝોલી ભરે છે. આ જ નોલેજ છે, જ્ઞાન સાગર આવીને જ્ઞાન આપે છે. ગીતા તો તે એક જ છે પરંતુ સંસ્કૃત શ્લોક તો છે નહીં. ભોળી માતાઓ સંસ્કૃત વગેરે થી શું જાણે! એમનાં માટે જ ભોળાનાથ બાબા આવે છે. આ માતાઓ તો બિચારી ઘર નાં કામ માં જ રહે છે. આ તો હમણાં ફેશન પડી છે જે નોકરી કરે છે. તો બાબા હવે બાળકોને ઊંચા માં ઊંચું ભણતર ભણાવી રહ્યાં છે, જે બિલકુલ કાંઈ પણ નહોતાં ભણ્યાં એમનાં પર પહેલાં-પહેલાં કળશ રાખે છે ભણવાનો. આમ તો ભક્તિઓ, સીતાઓ બધાં છે. રામ આવ્યાં છે રાવણ ની લંકા થી મુક્ત કરવા અર્થાત્ દુઃખ થી મુક્ત કરવા. પછી તો બાપનાં સાથે ઘરે જ જઈશું બીજે ક્યાં જઈશું. યાદ પણ ઘર ને કરે છે, આપણે દુઃખ થી મુક્તિ મેળવીએ. બાળકો જાણે છે વચ માં કોઈને મુક્તિ મળી નથી શકતી. બધાંને તમોપ્રધાન બનવાનું જ છે. મુખ્ય જે ફાઉન્ડેશન (પાયો) છે એ બળી જાય છે, એ ધર્મ જ પ્રાયઃલોપ થઈ જાય છે. બાકી થોડા પ્રાયઃ ચિત્ર વગેરે જઈને રહે છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર પણ ગુમ થઈ જાય તો યાદગાર કેવી રીતે મળે? બરાબર જાણે છે દેવી-દેવતાઓ રાજ્ય કરતા હતાં. એમનાં ચિત્ર પણ હજી સુધી છે. બાળકોએ આનાં પર સમજાવવાનું છે. તમે જાણો છો લક્ષ્મી-નારાયણ બાળપણ માં પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી), રાધા-કૃષ્ણ હતાં. પછી મહારાજા-મહારાણી બને છે. તેઓ છે જ સતયુગ નાં માલિક. દેવતાઓ ક્યારેય પતિત દુનિયામાં પગ નથી ધરતાં (રાખતાં). શ્રીકૃષ્ણ તો છે જ વૈકુંઠ નાં પ્રિન્સ. એ તો ગીતા સંભળાવી ન શકે. ભૂલ પણ કેટલી ભારે કરી દીધી છે. કૃષ્ણ ને ભગવાન કહી નથી શકાતું. એ તો મનુષ્ય છે, દેવી-દેવતા ધર્મનાં છે. હકીકત માં દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ, શંકર તો સૂક્ષ્મવતન માં જ રહે છે, અહીંયા મનુષ્ય રહે છે. મનુષ્ય ને સૂક્ષ્મવતન વાસી ન કહી શકાય, બ્રહ્મા દેવતાય નમઃ, વિષ્ણુ દેવતાય નમઃ કહી દે છે ને. એ છે દેવી-દેવતા ધર્મ. શ્રી લક્ષ્મીદેવી, શ્રી નારાયણ દેવતા. મનુષ્ય ને જ ૮૪ જન્મ લેવાં પડે છે. હવે આપ બાળકો જાણો છો અસલ માં આપણે દેવતા ધર્મ નાં હતાં, તે ધર્મ ખૂબ સુખ આપવા વાળો છે. આ કોઈ કહી ન શકે - ત્યાં અમે કેમ નથી! આ તો જાણો છો ને કે ત્યાં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો પછી બાકી બીજાં ધર્મ નંબરવાર આવે છે. આ આપ બાળકો સમજાવી શકો છો. આ અનાદિ બન્યો-બનેલ ખેલ છે. તેમાં પછી સતયુગ હશે. ભારતમાં જ થવાનો છે કારણ કે ભારત જ અવિનાશી ખંડ છે. આનો વિનાશ નથી થતો.

આ પણ સમજાવવું પડે છે. બાપ નો જન્મ પણ અહીં થાય છે, એમનો છે દિવ્ય જન્મ જે મનુષ્ય માફક નથી. બાપ આવ્યાં છે કાઢવાં (દુઃખ માંથી કાઢવાં). હવે તમે ફક્ત બાપ અને ઘર ને યાદ કરો. પછી તમે રાજધાની માં આવી જશો. આ તો આ આસુરી રાજસ્થાન છે, બાપ લઈ જાય છે દૈવી રાજસ્થાન માં. બીજી કોઈ તકલીફ નથી આપતાં ફક્ત બાપ અને વારસા ને યાદ કરવાનો છે. આ છે અજપાજાપ.. મુખ થી કાંઈ પણ કહેવાનું નથી. સૂક્ષ્મ માં પણ કાંઈ કહેવાનું નથી. સાઈલેન્સ (શાંતિ) માં બાપ ને યાદ કરવાનાં છે, ઘરે બેસીને. બાંધેલીઓ પણ ઘરે બેસીને સાંભળે છે. રજા નથી મળતી. હાં ઘરે રહીને ફક્ત પવિત્ર રહેવાની કોશિશ કરો. બોલો, અમને સપના માં ડાયરેક્શન (માર્ગદર્શન) મળે છે પવિત્ર બનો. હવે મોત સામે છે. તમે હમણાં વાનપ્રસ્થ અવસ્થા માં છો. વાનપ્રસ્થ માં ક્યારેય વિકાર નો ખ્યાલ થોડી આવે છે. હવે બાપ આખી દુનિયા માટે કહે છે, બધાંની વાનપ્રસ્થ અવસ્થા છે. બધાંએ પાછા જવાનું છે તો ઘર ને યાદ કરવાનું છે. પછી આવવાનું પણ ભારત માં છે. મુખ તો ઘર ની તરફ જ હશે ને. બાળકો ને બીજી કોઈ તકલીફ નથી અપાતી, ખૂબ સહજ છે. ઘર માં બેસી ભલે ભોજન બનાવો, શિવબાબા ની યાદ માં. ઘર માં ભોજન બનાવો છો તો પતિ યાદ રહે છે ને. બાપ કહે છે આ તો પતિઓ નાં પતિ છે. એમને યાદ કરો જેનાંથી ૨૧ જન્મો નાં માટે વારસો મળે છે. સારું, કોઈને રજા નથી મળતી. ત્યાં પણ રહી બાપ અને વારસા ને યાદ કરો. પોતાનો તો તમે છુટકારો કરી લો. બાપ થી પૂરો વારસો લઈ શકો છો. ધીરે-ધીરે તો છુટકારો મળવાનો જ છે. હા રુદ્ર જ્ઞાન યજ્ઞ માં વિઘ્ન પણ જરુર પડવાનાં છે. અંતે જ્યારે તમારો પ્રભાવ નીકળશે તો તમારા ચરણો માં માથું ટેકવશે. વિઘ્ન તો પડતાં જ રહેશે. આમાં ધેર્ય ધરવાનું છે, ઉતાવળા નથી થવાનું. ઘરે બેસી પતિ વગેરે મિત્ર સંબંધીઓને એક જ વાત સમજાવો કે બાપ નું ફરમાન (આજ્ઞા) છે મને યાદ કરો, વારસો લો. કૃષ્ણ તો હોઈ ન શકે. બાપ ને જ યાદ કરવાનાં છે. બાપ નો જ પરિચય આપવાનો છે, જે બધાં જાણી જાય કે આપણા બાબા શિવબાબા છે. એ પણ હમણાં યાદ સારી રહી શકે છે. થોડાં સમય માટે આ બંધન, મારપીટ વગેરે છે. આગળ ચાલી આ બધું બંધ થઈ જશે. કોઈ-કોઈ બીમારી હોય છે જે ઝટ છુટી જાય છે. કોઈ બે વર્ષ સુધી પણ ચાલે છે. આમાં પણ ઉપાય આ જ છે, બાબા ને યાદ કરતાં-કરતાં બંધન છૂટી જશે એટલે દરેક વાત માં ધીરજ જોઈએ. બાપ કહે છે જેટલું તમે યાદ કરશો એટલાં વિકર્મ વિનાશ થશે. બુદ્ધિ તૂટતી જશે. આ વિકર્મો નું પણ બંધન છે. વિકાર ને જ નંબરવન વિકર્મ કહેવાય છે.

હવે તમે વિકર્માજીત બનો છો. વિકર્માજીત યાદ થી જ બનાય છે. બધાં ખાતા ખલાસ થઈ જશે, પછી સુખ નું ખાતું શરું થશે. વેપારીઓ માટે તો ખૂબ સહજ છે. સમજે છે કે જૂનાં ખાતા ખલાસ કરી પછી નવું શરું કરવાનું છે. યાદ કરતા રહેશો તો જમા થતું જશે. યાદ નહીં કરો તો જમા કેવી રીતે થશે? આ પણ વેપાર છે ને. બાપ તો કોઈ તકલીફ નથી આપતાં. ધક્કા વગેરે કાંઈ પણ ખાવાનું નથી. તે તો જન્મ-જન્માંતર ખાતા જ આવ્યાં છો. હમણાં સત્ય બાપ કેટલું સારી રીતે સમજાવે છે. ગોડ જ સત્ય બતાવે છે. બાકી તો બધું છે ખોટું. કોન્ટ્રાસ્ટ (વિરોધાભાસ) જુઓ - બાબા શું સમજાવે છે અને મનુષ્ય શું સમજાવે છે. આ છે ડ્રામા. છતાં પણ આવું જ થશે. હવે તમે જાણો છો આપણે સદ્દગતિ મેળવીએ છીએ - શ્રીમત પર ચાલવાથી. નહીં તો આટલું ઊંચ પદ નહીં મળે. તમે નિમિત્ત બનો છો સ્વર્ગ માં જવાં, ત્યાં કોઈ વિકર્મ થતાં નથી. અહીં વિકર્મ થાય છે તો સજા પણ ભોગવવી પડે છે. જે શ્રીમત પર નથી ચાલતાં એમને પણ શું કહેવાય? નાસ્તિક. ભલે જાણે છે બાબા આસ્તિક બનાવે છે. પરંતુ છતાં પણ જો એમની શ્રીમત પર ન ચાલ્યાં તો નાસ્તિક થયાં ને. જાણે પણ છે શિવબાબા ની શ્રીમત પર જ ચાલવાનું છે, પરંતુ જાણવાં છતાં પણ ન ચાલ્યાં તો એમને શું કહેશે! શ્રીમત છે શ્રેષ્ઠ બનવાની. સૌથી ઊંચા માં ઊંચા એ સતગુરુ છે. બાપ બાળકોને સન્મુખ સમજાવે છે. કલ્પ-કલ્પ સમજાવ્યું હતું. બાકી શાસ્ત્ર તો બધાં ભક્તિમાર્ગ નાં છે. અનેક અસંખ્ય નાં અસંખ્ય શાસ્ત્ર છે. શાસ્ત્રોની પણ ખૂબ ઈજ્જત રાખે છે. જેમ શાસ્ત્રો ને પરિક્રમા આપે છે, તેમ ચિત્રોને પણ પરિક્રમા અપાવે છે. હવે બાબા કહે છે આ બધાંને ભૂલી જાઓ. એકદમ બિંદુ (ઝીરો) બની જાઓ. બિંદુ લગાવી દો, બીજી કોઈ વાતો સાંભળો નહીં. હિયર નો ઈવિલ (ખરાબ સાંભળો નહીં), સી નો ઈવિલ (ખરાબ જુઓ નહીં), ટોક નો ઈવિલ (ખરાબ બોલો નહીં). એક બાપ સિવાય બીજાં કોઈની વાત ન સાંભળો. અશરીરી બની જાઓ, બીજું બધું ભૂલી જાઓ. તમે આત્માઓ શરીર સાથે સાંભળો છો. બાપ આવીને બ્રહ્મા દ્વારા સમજાવે છે. બાળકો ને સદ્દગતિ નો માર્ગ બતાવે છે. ભલે પહેલાં પણ કેટલાય પ્રયત્ન કર્યા, પરંતુ મુક્તિ જીવનમુક્તિ કોઈ મેળવી ન શક્યાં. કલ્પ ની આયુ જ લાંબી કરી દીધી છે. જેની તકદીર માં હશે તે સાંભળશે. તકદીર માં નથી તો આવી ન શકે. અહીં પણ તકદીર ની વાત છે. બાપ સમજાવે કેટલું સહજ છે, કોઈ કહે છે અમારું મુખ નથી ખુલતું. અરે આટલી સહજ વાત છે બાપ અને વારસાને યાદ કરો. એને જ સંસ્કૃતમાં કહે છે મનમનાભવ. શિવબાબા છે બધાં આત્માઓનાં બાપ. કૃષ્ણ ને બાપ કહી ન શકાય. બ્રહ્મા પણ બાપ છે પૂરી પ્રજા નાં. આત્માઓનાં બાપ મોટાં કે પ્રજાનાં બાપ મોટાં? મોટાં બાબા ને યાદ કરવાથી પ્રારબ્ધ સ્વર્ગ નો વારસો મળશે. આગળ તમારી પાસે ઘણાં આવશે. જશે ક્યાં? આવતાં રહેશે. જ્યાં ઘણાં લોકો જાય છે તો એક-બીજાને જોઈ ખૂબ ઘૂસી પડે છે. તમારામાં પણ વૃદ્ધિને પામતાં રહેશે. વિઘ્ન કેટલાં પણ આવે, તે ખિટપિટ થી પાસ થઈને પોતાની રાજધાની તો સ્થાપન કરવાની જ છે. રામરાજ્ય સ્થાપન કરી રહ્યાં છો. રામરાજ્ય છે નવી દુનિયા.

તમે જાણો છો આપણે પોતાનાં જ તન-મન-ધન થી ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છીએ શ્રીમત પર. કોઈને પહેલાં તમે એ પૂછો પરમપિતા પરમાત્મા સાથે તમારો શું સંબંધ છે? પ્રજાપિતા બ્રહ્મા સાથે શું સંબંધ છે? આ છે બેહદ નાં બાપ. પછી છે બિરાદરીઓ (સમાજ). એકથી જ નીકળેલી છે ને. પરમપિતા પરમાત્માએ પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચી છે અર્થાત્ પતિત થી પાવન બનાવ્યાં છે. દુનિયા કાંઈ પણ નથી જાણતી હમ સો પૂજ્ય, હમ સો પુજારી ગાય છે પરંતુ એ પછી ભગવાન માટે કહી દે છે. જો ભગવાન જ પુજારી બને તો પછી કોણ પૂજ્ય બનાવે.આ પૂછવું જોઈએ. બાળકોને હમ સો નો અર્થ સમજાવ્યો છે. હમ સો શૂદ્ર હતાં, હવે હમ સો દેવતા બની રહ્યાં છીએ. ચક્ર ને તો યાદ કરી શકો છો ને! ગવાય પણ છે ફાધર શોઝ સન (પિતા દ્વારા પુત્ર ની પ્રત્યક્ષતા), પછી સન શોઝ ફાધર (પુત્ર દ્વારા પિતા ની પ્રત્યક્ષતા). અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હોંશિયાર વેપારી બની જૂનાં બધાં ખાતા ખલાસ કરી સુખ નું ખાતુ શરું કરવાનું છે. યાદ માં રહી વિકર્મો નાં બંધન કાપવાનાં છે. ધીરજ ધરવાની છે, ઉતાવળા નથી થવાનું.

2. ઘર માં બેસી ભોજન બનાવતાં, દરેક કર્મ કરતાં બાપ ની યાદ માં રહેવાનું છે. બાપ જે અવિનાશી જ્ઞાન રતન આપે છે. એનાંથી પોતાની ઝોલી ભરી બીજાઓને દાન કરવાનું છે.

વરદાન :-
સાક્ષી બની માયા નાં ખેલ ને મનોરંજન સમજી જોવાવાળા માસ્ટર રચયિતા ભવ

માયા કેટલાં પણ રંગ દેખાડે, હું માયાપતિ છું, માયા રચના છે, હું માસ્ટર રચયિતા છું-આ સ્મૃતિથી માયા નો ખેલ જુઓ, ખેલ માં હાર નહીં ખાઓ. સાક્ષી બનીને મનોરંજન સમજી જોતાં ચાલો (રહો) તો ફર્સ્ટ (પ્રથમ) નંબર માં આવી જશો. એમનાં માટે માયાની કોઈ સમસ્યા, સમસ્યા નહીં લાગે. કોઈ પ્રશ્ન નહીં થાય. સદા સાક્ષી અને સદા બાપનાં સાથ ની સ્મૃતિ થી વિજયી બની જશે.

સ્લોગન :-
મન ને શીતળ, બુદ્ધિ ને રહેમદિલ અને મુખ ને મૃદુ (મીઠું) બનાવો.