15-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - હવે તમે અમરલોક ની યાત્રા પર છો , તમારી આ બુદ્ધિ ની રુહાની યાત્રા છે , જે તમે સાચાં - સાચાં બ્રાહ્મણ જ કરી શકો છો

પ્રશ્ન :-
સ્વયં સ્વયં થી કે પરસ્પર કયો વાર્તાલાપ કરવો જ શુભ સંમેલન છે?

ઉત્તર :-
સ્વયં સ્વયં થી વાતો કરો કે હું આત્મા હવે આ જૂનાં છી-છી શરીર ને છોડી પાછી ઘરે જઈશ. આ તન કોઈ કામ નું નથી, હવે તો બાબાની સાથે જઈશ. પરસ્પર માં જ્યારે મળો છો તો આ જ વાર્તાલાપ કરો કે સર્વિસ (સેવા) વૃદ્ધિ ને કેવી રીતે પામે, બધાનું કલ્યાણ કેવી રીતે થાય, બધાંને રસ્તો કેવી રીતે બતાવીએ. આ જ શુભ સંમેલન છે.

ગીત :-
દિલ કા સહારા ટૂટ ન જાયે

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકો, બધાં સેવાકેન્દ્રો નાં બ્રહ્મા મુખ વંશાવલી સર્વોત્તમ બ્રાહ્મણ કુલભૂષણ પોતાનાં કુળ ને જાણે છે, જે, જે પણ કુળનાં હોય છે તે પોતાનાં કુળને જાણે છે. ભલે મધ્યમ કુળ વાળા હોય કે સારા કુળ વાળા હોય, દરેક પોતાનાં કુળને જાણે છે અને સમજે છે કે આનો કુળ સારો છે. કુળ કહો કે જાતિ કહો, દુનિયામાં આપ બાળકોનાં સિવાય બીજા કોઈ નથી જાણતાં કે બ્રાહ્મણો નો જ સર્વોત્તમ કુળ છે. પહેલો નંબર કુળ કહેવાશે આપ બ્રાહ્મણો નો. બ્રાહ્મણ કુળ અર્થાત્ ઈશ્વરીય કુળ. પહેલાં છે નિરાકારી કુળ પછી આવે છે સાકારી સૃષ્ટિ માં. સૂક્ષ્મવતન માં તો કુળ હોતો નથી. ઊંચા માં ઊંચો સાકાર માં છે - આપ બ્રાહ્મણો નો કુળ. આપ બ્રાહ્મણ પરસ્પર ભાઈ-બહેન છો. બહેન અને ભાઈ હોવાનાં કારણે વિકાર માં જઈ ન શકો. તમે અનુભવ થી કહી શકો છો કે આ પવિત્ર રહેવાની ખૂબ સારી યુક્તિ છે. દરેક કહે છે - અમે બ્રહ્માકુમાર-કુમારી છીએ. શિવવંશી તો બધાં છે પછી જ્યારે સાકાર માં આવે છે તો પ્રજાપિતા નું નામ હોવાનાં કારણે ભાઈ-બહેન થઈ જાય છે. પ્રજાપિતા બ્રહ્મા છે તો જરુર રચતા છે, એડોપ્ટ (અપનાવે) કરે છે. તમે કુખ વંશાવલી નથી, મુખ વંશાવલી છો. તો મનુષ્ય કુખ વંશાવલી અને મુખ વંશાવલી નો અર્થ પણ નથી જાણતાં. મુખ વંશાવલી અર્થાત્ એડોપ્ટેડ બાળકો. કુખ વંશાવલી અર્થાત્ જન્મ લેવા વાળા. તમારો આ જન્મ અલૌકિક છે ને. બાપ ને લૌકિક, અલૌકિક, પારલૌકિક કહેવાય છે. પ્રજાપિતા બ્રહ્મા ને અલૌકિક બાપ કહેવાય છે. લૌકિક બાપ તો બધાને છે. તે તો કોમન (સામાન્ય) છે. પારલૌકિક બાપ પણ બધાનાં છે. ભક્તિમાર્ગ માં તો હેં ભગવાન, હેં પરમપિતા બધાં કહેતાં રહે છે. પરંતુ આ બાબા (પ્રજાપિતા બ્રહ્મા) ને ક્યારેય કોઈ પોકારતું નથી. આ બાબા પણ હોય છે બ્રાહ્મણ બાળકો નાં. તે બંનેને તો બધાં જાણે છે. બાકી બ્રહ્મા માં મૂંઝાય જાય છે કારણ કે બ્રહ્મા તો છે જ સૂક્ષ્મવતન માં. અહીંયા તો દેખાડતાં નથી. ચિત્રો માં પણ બ્રહ્મા ને દાઢી મૂંછ વાળા બતાવે છે કારણ કે પ્રજાપિતા બ્રહ્મા અહીંયા સૃષ્ટિમાં છે.સૂક્ષ્મવતન માં તો પ્રજા રચી ન શકાય. આ પણ કોઈની બુદ્ધિમાં નથી આવતું. આ બધી વાતો બાપ સમજાવે છે. આ રુહાની યાત્રા પણ ગવાયેલી છે. રુહાની યાત્રા તે, જ્યાંથી ફરી પાછાં નથી આવવાનું. બીજી યાત્રાઓ તો બધાં જન્મ-જન્માંતર કરતાં રહે છે અને જઈને પાછા આવે છે. તે છે શારીરિક યાત્રા, આ તમારી છે રુહાની યાત્રા. આ રુહાની યાત્રા કરવાથી તમે મૃત્યુલોક માં પાછાં નથી આવતાં. બાપ તમને અમરલોક ની યાત્રા શીખવાડે છે. તેઓ કાશ્મીર તરફ અમરનાથ ની યાત્રા પર જાય છે. તે કોઈ અમરલોક નથી. અમરલોક એક છે આત્માઓ નો, બીજો છે મનુષ્યો નો, જેને સ્વર્ગ અથવા અમરલોક કહી શકાય. આત્માઓનું છે નિર્વાણધામ. બાકી અમરલોક સતયુગ અને મૃત્યુલોક છે કળયુગ અને નિર્વાણધામ છે શાંતિલોક, જ્યાં આત્માઓ રહે છે. બાપ કહે છે - તમે અમરપુરી ની યાત્રા પર છો. પગપાળા જવાની તે શારીરિક યાત્રાઓ છે. આ છે રુહાની યાત્રા, જે શીખવાડવા વાળા એક જ રુહાની બાપ છે અને એક જ વાર આવીને શીખવાડે છે. તે તો જન્મ-જન્માંતર ની વાત છે. આ છે મૃત્યુલોક નાં અંત ની યાત્રા. આ તમે બ્રાહ્મણકુળ ભૂષણ જ જાણો છો. રુહાની યાત્રા અર્થાત્ યાદ માં છો. ગવાય પણ છે અંત મતી સો ગતિ. તમને યાદ આવે જ છે બાબાનું ઘર. સમજો છો કે હવે નાટક પૂરું થાય છે. આ જૂનું વસ્ત્ર છે, જૂનું તન છે. આત્મામાં ખાદ પડવાથી શરીર માં પણ ખાદ પડે છે. જ્યારે આત્મા પવિત્ર બને છે તો આપણ ને શરીર પણ પવિત્ર મળે છે. આ પણ આપ બાળકો સમજો છો. બહારવાળા તો કાંઈ નથી સમજતાં. તમે જુઓ છો કે કોઈ-કોઈ સમજે પણ છે. કોઈની બુદ્ધિમાં આ જ્ઞાન નથી. સમજવા વાળા હશે તો જરુર કોઈ ને સમજાવશે. મનુષ્ય જ્યારે યાત્રા પર જાય છે તો પવિત્ર રહે છે. પછી ઘર માં આવીને અપવિત્ર બને છે. માસ બે માસ પવિત્ર રહે છે. યાત્રા ની પણ સીઝન (ઋતુ) હોય છે. સદૈવ તો યાત્રા પર જઈ ન શકે. ઠંડી કે વરસાદ નાં સમયે કોઈ જઈ ન શકે. તમારી યાત્રા માં તો ઠંડી કે ગરમી ની કોઈ વાત નથી. બુદ્ધિ થી સ્વયં સમજી શકો છો કે અમે જઈ રહ્યાં છીએ બાપ નાં ઘરે. જેટલાં આપણે યાદ કરીએ છીએ એટલાં વિકર્મ વિનાશ થાય છે. બાપ નાં ઘરમાં જઈને ફરી આપણે નવી દુનિયામાં આવીશું. આ બાબા જ સમજાવે છે. અહીંયા પણ નંબરવાર બાળકો છે. હકીકત માં યાત્રા ને ભુલવી ન જોઈએ પરંતુ માયા ભુલાવી દે છે એટલે લખે પણ છે બાબા તમારી યાદ ભુલાઈ જાય છે. અરે યાદ ની યાત્રા - જેનાથી તમે એવર હેલ્દી-વેલ્દી (સદા તંદુરસ્ત-સદા સંપન્ન) બનો, એવી દવા ને તમે ભૂલી જાઓ છો. તેઓ એ પણ કહે છે કે બાપ ને યાદ કરવા તો ખૂબ જ સહજ છે. પોતાની સાથે વાતો કરવાની હોય છે કે હું આત્મા પહેલાં સતોપ્રધાન હતી, હવે તમોપ્રધાન બની ગઈ છું. હવે શિવબાબા આપણને યુક્તિ તો ખૂબ સારી બતાવે છે. બાકી અભ્યાસ કરવાનો છે. આંખ બંધ કરી વિચાર ન કરાય. (બાબાએ એક્ટ કરીને બતાવી) એવી રીતે પોતાની સાથે વાતો કરો કે અમે સતોપ્રધાન હતાં, અમે જ રાજ્ય કરતાં હતાં. તે દુનિયા ગોલ્ડન એજ (સ્વર્ણિમ યુગ) હતી પછી સિલ્વર (ત્રેતા), કોપર (દ્વાપર), આઈરન એજ (કળયુગ) માં આવી ગયાં. હવે આઈરન એજ નો અંત છે, ત્યારે બાબા આવેલાં છે. બાબા આપણને આત્માઓને કહે છે કે મને યાદ કરો અને પોતાનાં ઘરને યાદ કરો. જ્યાંથી આવ્યાં છો, તો પછી અંત મતી સો ગતિ થઈ જશે. તમારે ત્યાં જ જવાનું છે. આ યુક્તિ બાપ બતાવે છે કે સવારે ઉઠીને પોતાની સાથે વાતો કરો. બાબા એક્ટ (કર્મ) કરીને બતાવે છે કે હું પણ સવારે ઉઠી વિચાર સાગર મંથન કરું છું. સાચ્ચી કમાણી કરવી જોઈએ ને. સુબહ કા સાંઈ..તો એ સાંઈ ને યાદ કરવાથી તમારો બેડો પાર થઈ જશે. બાબા જે કરે છે, જેવી રીતે કરે છે, તે બાળકો ને પણ સમજાવે છે. આમાં ખિટપિટ ની વાત નથી. આ કમાણી ની ખૂબ સારી યુક્તિ છે. અલ્ફ ને યાદ કરવાથી બે ની બાદશાહી તો મળી જ જશે. બાળકો જાણે છે કે અમે રાજયોગ શીખી રહ્યાં છીએ. બાબા બીજરુપ, નોલેજફુલ છે તો અમે પણ ઝાડ ને પૂરું સમજી ગયાં છીએ. આ પણ મોટાં રુપ માં નોલેજ છે. આદિ માં આ ઝાડ કેવી રીતે વૃદ્ધિને પામે છે પછી કેવી રીતે તેની આયુ પૂરી થાય છે બીજા ઝાડ તો તોફાનો વગેરે નાં લાગવાથી પડી જાય છે. પરંતુ આ મનુષ્ય સૃષ્ટિ ઝાડનું પહેલું ફાઉન્ડેશન (પાયો) દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ જાય છે. આ પણ થવાનું જ છે. આ જ્યારે ગુમ થઈ જાય ત્યારે કહેવાય કે એક ધર્મની ફરી થી સ્થાપના અને અનેક ધર્મો નો વિનાશ. કલ્પ-કલ્પ આ ધર્મ પ્રાયઃલોપ થાય છે. આત્મા માં ખાદ પડી જાય છે તો ઘરેણાં ખોટાં જ થઈ જાય છે. બાળકો સમજે છે અમારા માં ખાદ હતી, હવે જ્યારે અમે સ્વચ્છ બનીએ છીએ તો બીજાઓને રસ્તો બતાવીએ છીએ. દુનિયા તો તમોપ્રધાન છે. પહેલાં સતોપ્રધાન હેવન (સ્વર્ગ) હતું. તો બાળકોએ સવારે-સવારે ઉઠીને પોતાનાથી વાતો અર્થાત્ રુહરુહાન કરવી જોઈએ. વિચાર સાગર મંથન કરવું જોઈએ. પછી કોઈને સમજાવવાનું હોય છે કે આ ૮૪ જન્મો નું ચક્ર છે. ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ, કોણ લે છે. જરુર જે પહેલાં આવશે તે જ લેશે. બાપ પણ ભારતમાં આવે છે. આવીને ૮૪ નું ચક્ર સમજાવે છે. બાપ ક્યાં આવેલાં છે, આ પણ નથી જાણતાં. બાપ આવીને પોતાનો પરિચય સ્વયં આપે છે. કહે છે કે હું તમને રાજયોગ શીખવાડું છું, મનમનાભવ. મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. આવી સમજણ કોઈ આપી ન શકે. ભલે ગીતા વગેરે સંભળાવે છે. ત્યાં પણ લોકો જતાં રહે છે. પરંતુ ભગવાન ક્યારેક તો આવ્યાં હશે, જ્ઞાન સંભળાવ્યું હશે. ફરી જ્યારે આવે ત્યારે સંભળાવે ને. તે લોકો તો ગીતા પુસ્તક ઉઠાવીને બેસી સંભળાવે છે. અહીંયા તો ભગવાન છે જ્ઞાન નાં સાગર, આમણે (બ્રહ્મા) કાંઈ હાથ માં લઈ વાંચવાનું નથી. આ શીખતાં નથી. કલ્પ પહેલાં પણ આવીને આપ બાળકોને સંગમ પર શીખવાડ્યું હતું. બાપ જ આવીને રાજયોગ શીખવાડે છે. આ છે યાદ ની યાત્રા. તમારી બુદ્ધિ જ જાણે છે - સિવાય બ્રહ્મા મુખ વંશાવલી એવાં કોઈ મનુષ્ય નથી હોતાં જેમની પાસે આ જ્ઞાન હશે. બધામાં સર્વવ્યાપી નું જ્ઞાન ભરેલું છે. આ કોઈ નથી જાણતું કે પરમાત્મા બિંદુ છે. જ્ઞાન સાગર પતિત-પાવન છે. ફક્ત એમ જ ગાતાં રહે છે. ગુરુ લોકો જે શીખવાડે છે તે સત-સત કરતાં રહે. અર્થ કાંઈ પણ નથી સમજતાં. ન તેનાં પર ક્યારેય વિચાર ચલાવે કે આ સત્ય છે કે નહીં. બાપ સમજાવે છે કે આપ બાળકોએ ચાલતાં-ફરતાં યાદની યાત્રામાં જરુર રહેવાનું છે. નહીં તો વિકર્મ વિનાશ થઈ ન શકે. કોઈ પણ કર્મ કરતાં રહો પરંતુ બુદ્ધિ માં બાપ ની યાદ રહે. શ્રીનાથ દ્વારા માં ભોજન બનાવે છે તો બુદ્ધિમાં તે શ્રીનાથ રહે છે ને. બેઠાં જ મંદિર માં છે. જાણે છે કે અમે શ્રીનાથ નાં માટે બનાવીએ છીએ. ભોજન બનાવ્યું, ભોગ લગાવ્યો પછી ઘર વાળા બાળકો વગેરે યાદ આવતાં રહેશે. ત્યાં ભોજન બનાવે છે મુખ બંધ, વાત નહીં કરશે. મન્સા થી કોઈ વિકર્મ નથી બનતું. તે શ્રીનાથ નાં મંદિર માં બેઠાં છે. અહીંયા તો શિવબાબા ની પાસે બેઠાં છો. અહીંયા પણ બાબા યુક્તિ બતાવતાં રહે છે. બાળકો કોઈ ફાલતું વાત નહીં કરતાં. સદૈવ બાપ થી મીઠી-મીઠી વાતો કરવાની છે. જેવાં બાપ તેવાં બાળકો. બાપની સ્મૃતિમાં રહે છે કે ચક્ર કેવી રીતે ફરે છે, ત્યારે આપ બાળકોને આવીને સંભળાવે છે. આપ બાળકો જાણો છો કે અમારા બાબા મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ, ચૈતન્ય છે. કેટલી સહજ વાત છે. પરંતુ છતાં પણ સમજતાં નથી કારણ કે પથ્થર બુદ્ધિ છે ને. એ બીજ ને આપણે ચૈતન્ય નહીં કહેશું. આ નોલેજફુલ, ચૈતન્ય છે. આ એક જ છે. તે બીજ તો અનેક પ્રકારનાં હોય છે. ભગવાન ને કહેવાય છે - મનુષ્ય સૃષ્ટિનાં બીજ રુપ. તો બાપ થઈ ગયાં ને. આત્માઓનાં બાપ પરમાત્મા છે તો બધાં બ્રધર્સ (ભાઈ-ભાઈ) થયાં, બાપ પણ ત્યાં રહે છે જ્યાં આપ આત્માઓ નિવાસ કરો છો. નિર્વાણધામ માં બાપ અને બાળકો રહે છે. આ સમયે તમે પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન ભાઈ અને બહેન છો, એટલે કહેવાઓ છો - શિવવંશી બ્રહ્માકુમાર-કુમારીઓ. આ પણ તમારે લખવાનું છે કે અમે બ્રહ્માકુમાર-કુમારીઓ ભાઈ-બહેન છીએ. બાપ બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચે છે તો ભાઈ-બહેન થયાં ને. કલ્પ-કલ્પ આવી રીતે જ ક્રિયેટ (રચના રચે) કરે છે. એડોપ્ટ કરતાં જાય છે. મનુષ્ય ને પ્રજાપિતા બ્રહ્મા ન કહેવાય. ભલે બાબા કહે છે પરંતુ એ છે હદ નાં, આમને પ્રજાપિતા કહેવાશે કારણ કે ઘણી પ્રજા છે, અર્થાત્ અસંખ્ય બાળકો છે. તો બેહદ નાં બાપ બાળકો ને બધી વાતો બેસી સમજાવે છે. આ દુનિયા બિલકુલ બગડેલી છી-છી છે. હવે તમને વાહ-વાહ ની દુનિયામાં લઈ જાય છે. તમારામાં પણ ઘણાં છે જે ભૂલી જાય છે. જો આ યાદ હોય તો બાપ પણ યાદ રહે અને ગુરુ પણ યાદ રહે કે હવે પાછાં જવાનું છે. જૂનું શરીર છોડી દઈશું કારણ કે આ શરીર હવે કામનું નથી. આત્મા હવે પવિત્ર થતી જાય છે તો શરીર પણ પવિત્ર થાય છે. પરસ્પર આવી-આવી વાતો બેસી કરવી જોઈએ, આને કહેવાય છે - શુભ સંમેલન, જેમાં સારી-સારી વાતો હોય. સર્વિસ (સેવા) કેવી રીતે વૃદ્ધિ ને પામે. કલ્યાણ કેવી રીતે કરીએ! તેમનું તો છી-છી સંમેલન છે, ગપોડા મારતાં રહે છે. અહીંયા ગપોડા વગેરે ની વાત નથી. સાચ્ચું-સાચ્ચું સંમેલન આને કહેવાય છે. તમને આ કહાની (કથા) સંભળાવી છે કે આ કળયુગ છે, સતયુગ ને સ્વર્ગ કહેવાય છે. ભારત સ્વર્ગ હતું, ભારતવાસી જ ૮૪ જન્મ ભોગવે છે. હવે અંત માં છે. હવે તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બનો છો. આમાં કોઈ ગંગા સ્નાન વગેરે નથી કરવાનું. ભગવાનુવાચ કે હું બધાંનો બાપ છું. કૃષ્ણ બધાનાં બાપ હોઈ ન શકે. એક-બે બાળકોનાં બાપ શ્રી નારાયણ છે, ન કે શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણ તો કુમાર છે. આ પ્રજાપિતા બ્રહ્મા ને તો બહુજ બાળકો છે. ક્યાં કૃષ્ણ ભગવાનુવાચ, ક્યાં શિવ ભગવાનુવાચ. ભૂલ કેટલી મોટી કરી દીધી છે. ક્યાંય પણ પ્રદર્શની કરો તો મુખ્ય વાત આ છે કે ગીતાનાં ભગવાન આ છે કે તે? પહેલાં-પહેલાં એ સમજાવવું જોઈએ કે ભગવાન શિવ ને કહેવાય છે. આ બુદ્ધિમાં બેસાડવાનું છે. આનાં પર પ્રોબ (પ્રશ્નાવલી) હોવું જોઈએ. ગીતાનાં ભગવાન નું ચિત્ર પણ મોટું પરમનેન્ટ (હંમેશા માટે) હોવું જોઈએ. નીચે લખી દેવું જોઈએ કે જજ (નિર્ણય) કરો અને આવીને સમજો. પછી લખીને સહી લેવી જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પરસ્પર શુભ સંમેલન કરી સર્વિસ ની વૃદ્ધિ નાં પ્લાન બનાવવાનાં છે. પોતાનાં અને સર્વનાં કલ્યાણ ની યુક્તિ રચવાની છે. ક્યારેય પણ કોઈ વ્યર્થ (ફાલતું) વાતો નથી કરવાની.

2. સવારે-સવારે ઉઠીને પોતે પોતાનાથી વાતો કરવાની છે. વિચાર સાગર મંથન કરવાનું છે. ભોજન બનાવતાં એક બાપ ની યાદ માં રહેવાનું છે. મન્સા પણ બહાર ન ભટકે, આ ધ્યાન રાખવાનું છે.

વરદાન :-
વિનાશ નાં સમયે પેપર માં પાસ થવા વાળા આકારી લાઈટ રુપધારી ભવ

વિનાશ નાં સમયે પેપર માં પાસ થવા કે સર્વ પરિસ્થિતિઓનો સામનો કરવાનાં માટે આકારી લાઈટ રુપધારી બનો. જ્યારે ચાલતાં-ફરતાં લાઈટ હાઉસ થઈ જશો તો તમારું આ રુપ (શરીર) દેખાશે નહીં. જેમ પાર્ટ ભજવવા સમયે વસ્ત્ર ધારણ કરો છો, કાર્ય સમાપ્ત થયું વસ્ત્ર ઉતાર્યુ. એક સેકન્ડ માં ધારણ કરો અને એક સેકન્ડ માં ન્યારા થઈ જાઓ-જ્યારે આ અભ્યાસ થશે તો જોવા વાળા અનુભવ કરશે કે આ લાઈટ નાં વસ્ત્રધારી છે, લાઈટ જ આમનો શૃંગાર છે.

સ્લોગન :-
ઉમંગ-ઉત્સાહ ની પાંખ સદા સાથે હોય તો દરેક કાર્ય માં સફળતા સહજ મળે છે.