15-10-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - કર્મ કરતાં સ્વયં ને આશિક સમજી એક મુજ માશૂક ને યાદ કરો , યાદ થી જ તમે પાવન બની પાવન દુનિયામાં જશો

પ્રશ્ન :-
મહાભારત લડાઈ નાં સમય પર આપ બાળકો ને બાપ નો કયો હુકમ (આજ્ઞા) અથવા ફરમાન મળેલું છે?

ઉત્તર :-
બાળકો, બાપ નો હુકમ અથવા ફરમાન છે - દેહી-અભિમાની બનો. બધાંને સંદેશ આપો કે હવે બાપ અને રાજધાની ને યાદ કરો. પોતાની ચલન ને સુધારો. ખૂબ-ખૂબ મીઠા બનો. કોઈને દુઃખ ન આપો. યાદ માં રહેવાની આદત પાડો અને સ્વદર્શન ચક્રધારી બનો. કદમ આગળ વધારવાનો પુરુષાર્થ કરો.

ઓમ શાંતિ!
બાળકો બેઠાં છે બાપ ની યાદ માં. એવો તો કોઈ સતસંગ નથી, જ્યાં કોઈ બેસે અને કહે કે બધાં બાળકો બેઠાં છે બાપ ની યાદ માં. આ એક જ સ્થાન છે. બાળકો જાણે છે બાબાએ ડાયરેક્શન (માર્ગદર્શન) આપ્યું છે કે જ્યાં સુધી જીવતાં રહો ત્યાં સુધી બાપ ને યાદ કરતાં રહો. આ પારલૌકિક બાપ જ કહે છે - હેં બાળકો. બધાં બાળકો સાંભળી રહ્યાં છે. ન ફક્ત આપ બાળકો પરંતુ બધાંને કહે છે. બાળકો બાપ ની યાદ માં રહો તો તમારા જન્મ-જન્માંતર નાં જે પાપ છે, જેનાં કારણે કાટ ચઢેલો છે, તે બધો નીકળી જશે અને તમારી આત્મા સતોપ્રધાન બની જશે. તમારી આત્મા અસલ હતી જ સતોપ્રધાન પછી પાર્ટ ભજવતાં-ભજવતાં તમોપ્રધાન બની ગઈ છે. આ મહાવાક્ય સિવાય બાપનાં કોઈ કહી ન શકે. લૌકિક બાપ નાં કરીને બે-ચાર બાળકો હશે. તેમને કહેશે રામ-રામ કહો કે પતિત-પાવન સીતારામ કહો અથવા કહેશે શ્રીકૃષ્ણ ને યાદ કરો. એવું નહીં કહેશે હેં બાળકો, હવે મુજ બાપ ને યાદ કરો. બાપ તો ઘર માં છે. યાદ કરવાની વાત જ નથી. આ બેહદનાં બાપ કહે છે જીવ ની આત્માઓ ને. આત્માઓ જ બાપની સામે બેઠેલી છે. આત્માઓનાં બાપ એક જ વાર આવે છે, ૫ હજાર વર્ષ નાં પછી આત્મા અને પરમાત્મા મળે છે. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવીને આ પાઠ ભણાવું છું. હેં બાળકો, તમે મને યાદ કરતાં આવ્યાં છો - હેં પતિત-પાવન આવો. હું આવું છું જરુર. નહીં તો યાદ ક્યાં સુધી કરતાં રહેશો! લિમિટ તો જરુર હશે ને! મનુષ્યો ને આ ખબર નથી કે કળયુગ ની લિમિટ ક્યારે પૂરી થાય છે. આ પણ બાપે જ બતાવવું પડે. બાપ વગર તો કોઈ કહેશે નહીં કે હેં બાળકો, મને યાદ કરો. મુખ્ય છે જ યાદ ની વાત. રચના નાં ચક્રને પણ યાદ કરવું મોટી વાત નથી. ફક્ત બાપ ને યાદ કરવામાં મહેનત લાગે છે. બાપ કહે છે - અડધોકલ્પ છે ભક્તિમાર્ગ, અડધોકલ્પ છે જ્ઞાનમાર્ગ. જ્ઞાન ની પ્રાલબ્ધ, તમે અડધોકલ્પ પામી છે પછી અડધોકલ્પ ભક્તિ ની પ્રાલબ્ધ. તે છે સુખ ની પ્રાલબ્ધ, તે છે દુઃખ ની પ્રાલબ્ધ. દુઃખ અને સુખ નો ખેલ બનેલો છે. નવી દુનિયામાં સુખ, જૂની દુનિયામાં દુઃખ. મનુષ્યો ને આ વાતો ની કાંઈ પણ ખબર નથી. કહે પણ છે અમારા દુઃખ હરો, સુખ આપો. અડધોકલ્પ રાવણરાજ્ય ચાલે છે. આ પણ કોઈ ને ખબર નથી સિવાય બાપનાં બીજા કોઈ દુઃખ મિટાવી નથી શકતાં શરીર ની બીમારી વગેરે ડોક્ટર મિટાવે છે, તે થઈ ગયું અલ્પકાળ નાં માટે. આ તો છે સ્થાઈ, અડધાકલ્પ નાં માટે. નવી દુનિયાને સ્વર્ગ કહેવાય છે. જરુર ત્યાં બધાં સુખી હશે. પછી બાકી આટલી બધી આત્માઓ ક્યાં હશે? આ કોઈનાં પણ ખ્યાલ માં આવતું નથી. તમે જાણો છો આ નવું ભણતર છે, ભણાવવા વાળા પણ નવાં છે. ભગવાનુવાચ, હું તમને રાજાઓનાં પણ રાજા બનાવું છું. આ પણ બરાબર છે કે સતયુગ માં એક જ ધર્મ હોય છે તો જરુર બાકી બધાં વિનાશ થઈ જશે. નવી દુનિયા અને જૂની દુનિયા કોને કહેવાય છે, સતયુગ માં કોણ રહે છે - આ પણ હમણાં તમે જાણો છો. સતયુગ માં એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું રાજ્ય હતું. કાલની તો વાત છે. આ કહાની છે - ૫ હજાર વર્ષની. બાપ બતાવે છે ૫ હજાર વર્ષ પહેલાં ભારતમાં આ દેવી-દેવતાઓનું રાજ્ય હતું. તે ૮૪ જન્મ લેતાં-લેતાં હવે પતિત બન્યાં છે એટલે હમણાં પોકારે છે કે આવીને પાવન બનાવો. નિરાકારી દુનિયામાં તો બધી પાવન આત્માઓ જ રહે છે. પછી નીચે આવીને પાર્ટ ભજવે છે તો સતો રજો તમો માં આવે છે. સતોપ્રધાન ને નિર્વિકારી કહેવાય છે. તમોપ્રધાન પોતાને વિકારી કહે છે. સમજે છે આ દેવી-દેવતાઓ નિર્વિકારી હતાં, અમે વિકારી છીએ એટલે બાપ કહે છે - દેવતાઓનાં જે પુજારી છે તેમને આ જ્ઞાન ઝટ બુદ્ધિ માં બેસશે કારણ કે દેવતા ધર્મ વાળા છે. હવે તમે જાણો છો જે આપણે પૂજ્ય હતાં, તે પુજારી બન્યાં છીએ. જેવી રીતે ક્રિશ્ચન ક્રાઈસ્ટ ની પૂજા કરે છે કારણ કે તે ધર્મનાં છે. તમે પણ દેવતાઓનાં પુજારી છો તો તે ધર્મનાં થયાં. દેવતાઓ નિર્વિકારી હતાં, તે હવે વિકારી બન્યાં છે. વિકાર નાં માટે જ કેટલાં અત્યાચાર થાય છે.

બાપ કહે છે - મને યાદ કરવાથી તમારા વિકર્મ વિનાશ થશે અને તમે સદા સુખી બનશો. અહીંયા છે સદા દુઃખી. અલ્પકાળ નું સુખ છે. ત્યાં તો બધાં સુખી હશે. છતાં પણ પદ માં ફરક છે ને. સુખ ની પણ રાજધાની છે, દુઃખ ની પણ રાજધાની છે. બાપ જ્યારે આવે છે તો વિકારી રાજાઓની રાજાઈ પણ ખતમ થઈ જાય છે કારણ કે અહીંયાની પ્રાલબ્ધ પૂરી થઈ ગઈ છે. હવે આપ બાળકો જાણો છો બાપની શ્રીમત પર ચાલવાનું છે. બાપ કહે છે જેવી રીતે હું શાંતિ નો સાગર છું, પ્રેમ નો સાગર છું, તમને પણ એવાં બનાવું છું. આ મહિમા એક બાપની છે. કોઈ મનુષ્ય ની મહિમા નથી. આપ બાળકો જાણો છો બાપ પવિત્રતા નાં સાગર છે. આપણે આત્માઓ પણ જ્યારે પરમધામ માં રહીએ છીએ તો પવિત્ર છીએ. આ ઈશ્વરીય નોલેજ આપ બાળકોની પાસે જ છે બીજું કોઈ જાણી ન શકે. જેવી રીતે ઈશ્વર જ્ઞાન નાં સાગર છે, સ્વર્ગ નો વારસો આપવા વાળા છે. એમણે બાળકોને આપ-સમાન પણ જરુર બનાવવાનાં છે. પહેલાં તમારી પાસે બાપ નો પરિચય નહોતો. હવે તમે જાણો છો પરમાત્મા જેમની આટલી મહિમા છે એ આપણને એવાં ઊંચ બનાવે છે, તો પોતાને એવાં ઊંચ બનાવવા પડે. કહે છે ને - આમનામાં દૈવી ગુણ ખૂબ સરસ છે, જેવી રીતે દેવતા... કોઈનો શાંત સ્વભાવ હોય છે, કોઈને ગાળો વગેરે નથી દેતાં તો તેમને સારા વ્યક્તિ કહેવાય છે. પરંતુ તે બાપને, સૃષ્ટિ ચક્રને નથી જાણતાં. હવે બાપ આવીને આપ બાળકોને અમરલોક નાં માલિક બનાવે છે. નવી દુનિયાનાં માલિક બાપ વગર કોઈ બનાવી ન શકે. આ છે જૂની દુનિયા, તે છે નવી દુનિયા. ત્યાં દેવી-દેવતાઓની રાજધાની હોય છે. કળયુગ માં તે રાજધાની છે નહીં. બાકી અનેક રાજધાનીઓ છે. હવે પછી અનેક રાજધાનીઓ નો વિનાશ થઈ અને એક રાજધાની સ્થાપન થવાની છે. જરુર જ્યારે રાજધાની નથી ત્યારે બાપ આવીને સ્થાપન કરે છે. તે તો સિવાય બાપનાં બીજા કોઈ કરી ન શકે. આપ બાળકો નો બાપ માં કેટલો લવ (પ્રેમ) હોવો જોઈએ. જે બાપ કહેશે તે કરશે જરુર. એક તો બાપ કહે છે મને યાદ કરો અને સર્વિસ (સેવા) કરો, બીજાઓને રસ્તો બતાવો. દેવી-દેવતા ધર્મ વાળા જે હશે તેમને અસર પડશે જરુર. આપણે મહિમા કરીએ જ છીએ એક બાપની. બાપ માં ગુણ છે તો બાપ જ આવીને આપણને ગુણવાન બનાવે છે. બાપ કહે છે બાળકો, ખૂબ મીઠા બનો. પ્રેમ થી બેસી બધાંને સમજાવો. ભગવાનુવાચ મામેકમ્ યાદ કરો તો હું તમને સ્વર્ગ નાં માલિક બનાવીશ. તમારે હવે પાછાં ઘરે જવાનું છે. જૂની દુનિયાનો મહાવિનાશ સામે છે. પહેલાં પણ મહાભારે મહાભારત લડાઈ લાગી હતી. ભગવાને રાજયોગ શિખવાડ્યો હતો. હવે અનેક ધર્મ છે. સતયુગ માં એક ધર્મ હતો, જે હવે પ્રાયઃલોપ થઈ ગયો છે. હવે બાપ આવીને અનેક ધર્મો નો વિનાશ કરી, એક ધર્મની સ્થાપના કરે છે. બાપ સમજાવે છે હું આ યજ્ઞ રચું છું, અમરપુરી જવાનાં માટે તમને અમરકથા સંભળાવું છું. અમરલોક જવાનું છે તો મૃત્યુલોક નો જરુર વિનાશ થશે. બાપ છે જ નવી દુનિયાનાં રચયિતા. તો બાપ ને જરુર અહીંયા જ આવવું પડે. હવે તો વિનાશ જ્વાળા સામે છે. પછી તો સમજશે તમે સાચું કહો છો બરાબર આ તે જ મહાભારત લડાઈ છે. આ નામીગ્રામી છે તો જરુર આ સમયે ભગવાન પણ છે. ભગવાન કેવી રીતે આવે છે, આ તો તમે બતાવી શકો છો. તમે બધાંને બતાવો કે અમને તો ડાયરેક્ટ (સ્વયં) ભગવાન સમજાવે છે. એ કહે છે તમે મને યાદ કરો. સતયુગ માં તો બધાં સતોપ્રધાન છે, હવે તમોપ્રધાન છે, હવે ફરી સતોપ્રધાન બનો ત્યારે મુક્તિ-જીવનમુક્તિ માં જાઓ.

બાપ કહે છે - ફક્ત મારી યાદ થી જ તમે સતોપ્રધાન બની સતોપ્રધાન દુનિયાનાં માલિક બની જશો. આપણે રુહાની પંડા છીએ, યાત્રા કરીએ છીએ - મનમનાભવ ની. બાપ આવીને બ્રાહ્મણ ધર્મ, સૂર્યવંશી ચંદ્રવંશી ધર્મ સ્થાપન કરે છે. બાપ કહે છે મને યાદ નહીં કરશો તો જન્મ-જન્માંતર નાં પાપો નો બોજો ઉતરશે નહીં. આ મોટામાં મોટી ફુરના (આશા) છે. કર્મ કરતાં, ધંધો કરતાં મારા આશિક મુજ માશૂક ને યાદ કરો. દરેકે પોતાની પૂરી સંભાળ કરવાની છે. બાપ ને યાદ કરો. કોઈ પતિત કામ ન કરો. ઘર-ઘર માં બાપ નો સંદેશ આપતાં રહો કે ભારત સ્વર્ગ હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં નર્ક છે. નર્ક નાં વિનાશ નાં માટે આ તે જ મહાભારત લડાઈ છે. હવે દેહી-અભિમાની બનો. બાપ નું ફરમાન છે - માનો કે ન માનો. અમે તો આવ્યાં છીએ તમને સંદેશ સંભળાવવાં. બાપ નો હુકમ છે - બધાંને સંદેશ સંભળાવો. બાપ થી પૂછે છે કઈ સર્વિસ કરીએ, બાબા કહે છે - સંદેશ આપતાં રહો. બાપ ને યાદ કરો, રાજધાની ને યાદ કરો. અંત મતિ સો ગતિ થઈ જશે. મંદિરો માં જાઓ, ગીતા પાઠશાળાઓ માં જાઓ. આગળ ચાલીને તમને બહુજ મળતાં રહેશે. તમારે ઉઠાવવાનાં છે દેવી-દેવતા ધર્મ વાળાઓ ને.

બાપ સમજાવે છે ખૂબ-ખૂબ મીઠા બનો. ખરાબ ચલન હશે તો પદ ભ્રષ્ટ થઈ જશે. કોઈને દુઃખ નહીં આપો, સમય ખૂબ થોડો છે. બીલવેડ (પ્રિય) બાપને યાદ કરો, જેનાથી સ્વર્ગની રાજાઈ મળે છે. કોઈ ની મુરલી નથી ચાલતી તો સીડી નાં ચિત્ર ની સામે બેસી ફક્ત આ ખ્યાલ કરો - આવી-આવી રીતે અમે જન્મ લઈએ છીએ, આવી રીતે ચક્ર ફરતું રહે છે... તો જાતેજ વાણી ખુલી જશે. જે વાત અંદર આવે છે, તે બહાર જરુર નીકળે છે. યાદ કરવાથી આપણે પવિત્ર બનીશું અને નવી દુનિયામાં રાજ્ય કરીશું. આપણી હવે ચઢતી કળા છે. તો અંદર ખુશી થવી જોઈએ. આપણે મુક્તિધામ માં જઈને પછી જીવનમુક્તિ માં આવીશું. ખૂબ જબરજસ્ત કમાણી છે. ધંધાધોરી ભલે કરો - ફક્ત બુદ્ધિ થી યાદ કરો. યાદ ની આદત પડી જવી જોઈએ. સ્વદર્શન ચક્રધારી બનવાનું છે. ચલન ખરાબ હશે તો પછી ધારણા નહીં થશે. કોઈને સમજાવી નહીં શકશો. કદમ આગળ વધારવાનો પુરુષાર્થ કરવો જોઈએ. પાછળ ન આવવું જોઈએ. પ્રદર્શની માં સર્વિસ (સેવા) કરવાથી ખૂબ ખુશી થશે. ફક્ત બતાવવાનું છે કે બાપ કહે છે મને યાદ કરો. દેહધારીઓ ને યાદ કરવાથી વિકર્મ બનશે. વારસો આપવા વાળો હું છું. હું બધાંનો બાપ છું. હું જ આવીને તમને મુક્તિ-જીવનમુક્તિ માં લઈ જાઉં છું. પ્રદર્શની મેળામાં સર્વિસ કરવાનો ખૂબ શોખ હોવો જોઈએ. સર્વિસ માં અટેન્શન (ધ્યાન) આપવું જોઈએ. જાતે જ બાળકો ને ખ્યાલ આવવો જોઈએ. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. એક બાપ માં જ પૂરો લવ (પ્રેમ) રાખવાનો છે. બધાંને સાચ્ચો રસ્તો બતાવવાનો છે. ધંધો વગેરે કરતાં પોતાની પૂરી સંભાળ કરવાની છે. એક ની યાદ માં રહેવાનું છે.

2. સર્વિસ કરવાનો ખૂબ-ખૂબ શોખ રાખવાનો છે. પોતાની ચલન ને સુધારવાની છે, સ્વદર્શન ચક્રધારી બનવાનું છે.

વરદાન :-
કરન - કરાવનહાર ની સ્મૃતિ દ્વારા સહજયોગ નો અનુભવ કરવા વાળા સફળતા મૂર્ત ભવ

કોઈ પણ કાર્ય કરતાં એ જ સ્મૃતિ રહે કે આ કાર્ય નાં નિમિત્ત બનાવવા વાળા બેકબોન (આધારસ્તંભ) કોણ છે. વગર બેકબોન નાં કોઈ પણ કર્મ માં સફળતા નથી મળી શકતી, એટલે કોઈ પણ કાર્ય કરતાં ફક્ત આ વિચારો હું નિમિત્ત છું, કરાવવા વાળા સ્વયં સર્વ સમર્થ બાપ છે. આ સ્મૃતિ માં રાખી કર્મ કરો તો સહજયોગ ની અનુભૂતિ થતી રહેશે. પછી આ સહજયોગ ત્યાં સહજ રાજ્ય કરાવશે. અહીંયાનાં સંસ્કાર ત્યાં લઈ જશો.

સ્લોગન :-
ઈચ્છાઓ પડછાયા નાં સમાન છે તમે પીઠ કરી દો તો પાછળ-પાછળ આવશે.