15-11-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  18.01.87    બાપદાદા મધુબન


કર્માતીત સ્થિતિ ની નિશાનીઓ
 


આજે અવ્યક્ત બાપદાદા પોતાનાં અવ્યક્ત સ્થિતિ ભવ નાં વરદાની બાળકો કે અવ્યક્ત ફરિશ્તાઓ ને મળવાં આવ્યાં છે. આ અવ્યક્ત મિલન આ આખાં કલ્પમાં હમણાં એક જ વાર સંગમ પર થાય છે. સતયુગ માં પણ દેવમિલન હશે પરંતુ ફરિશ્તાઓનું મિલન, અવ્યક્ત મિલન આ સમયે જ થાય છે. નિરાકાર બાપ પણ અવ્યક્ત બ્રહ્મા બાપનાં દ્વારા મિલન મનાવે છે. નિરાકાર ને પણ આ ફરિશ્તાઓની મહેફીલ અતિ પ્રિય લાગે છે, એટલે પોતાનું ધામ છોડી આકારી કે સાકારી દુનિયામાં મિલન મનાવવાં આવ્યાં છે. ફરિશ્તા બાળકોનાં સ્નેહનાં આકર્ષણ થી બાપને પણ રુપ બદલી, વેશ બદલી બાળકોનાં સંસાર માં આવવું જ પડે છે. આ સંગમયુગ બાપ અને બાળકોનો અતિ પ્યારો અને ન્યારો સંસાર છે. સ્નેહ સૌથી મોટી આકર્ષિત કરવાની શક્તિ છે જે પરમ-આત્મા, બંધનમુક્ત ને પણ, શરીર થી મુક્ત ને પણ સ્નેહનાં બંધન માં બાંધી લે છે, અશરીરી ને પણ લોન (ઋણ) નાં શરીરધારી બનાવી દે છે. આ જ છે બાળકોનાં સ્નેહનું પ્રત્યક્ષ પ્રમાણ.

આજ નો દિવસ અનેક ચારે બાજુનાં બાળકોનાં સ્નેહની ધારાઓ, સ્નેહનાં સાગર માં સમાવવાનો દિવસ છે. બાળકો કહે છે- અમે બાપદાદા ને મળવા આવ્યાં છીએ બાળકો મળવા આવ્યાં છે? કે બાળકો ને બાપ મળવા આવ્યાં છે? કે બંનેવ જ મધુબન માં મળવા આવ્યાં છે? બાળકો સ્નેહ નાં સાગરમાં ન્હાવા આવ્યાં છે પરંતુ બાપ હજારો ગંગાઓમાં ન્હાવા આવે છે એટલે ગંગા-સાગર નો મેળો વિચિત્ર મેળો છે. સ્નેહ નાં સાગર માં સમાઈ સાગર સમાન બની જાય છે. આજનાં દિવસને બાપ સમાન બનવાનો સ્મૃતિ અર્થાત્ સમર્થી-દિવસ કહે છે. કેમ? આજ નો દિવસ બ્રહ્મા બાપનાં સંપન્ન અને સંપૂર્ણ બાપ સમાન બનવાનો યાદગાર દિવસ છે. બ્રહ્મા બાળક સો બાપ, કારણ કે બ્રહ્મા બાળક પણ છે, બાપ પણ છે. આજ નાં દિવસે બ્રહ્માએ બાળક નાં રુપમાં સપૂત બાળક બનવાનું સબૂત આપ્યું સ્નેહ નાં સ્વરુપનું, સમાન બનવાનું સબૂત આપ્યું; અતિ પ્યારા અને અતિ ન્યારાપણા નું સબૂત આપ્યું; બાપ સમાન કર્માતીત અર્થાત્ કર્મનાં બંધન થી મુક્ત, ન્યારા બનવાનું સબૂત આપ્યું; આખાં કલ્પ નાં કર્મોનાં હિસાબ-કિતાબ થી મુક્ત થવાનું સબૂત આપ્યું. સિવાય સેવાનાં સ્નેહનાં બીજું કોઈ બંધન નથી. સેવામાં પણ સેવાનાં બંધન માં બંધાવવા વાળા સેવાધારી નહિં કારણ કે સેવામાં પણ કોઈ બંધનમુક્ત બની સેવા કરે અને કોઈ બંધનયુક્ત બની સેવા કરે. સેવાધારી બ્રહ્મા બાપ પણ છે. પરંતુ સેવા દ્વારા હદની રોયલ ઇચ્છાઓ સેવામાં પણ હિસાબ-કિતાબનાં બંધન માં બાંધે છે. પરંતુ સાચાં સેવાધારી આ હિસાબ-કિતાબ થી પણ મુક્ત છે. આને જ કર્માતીત સ્થિતિ કહેવાય છે. જેમ દેહનું બંધન, દેહનાં સંબંધનું બંધન, આવો સેવામાં સ્વાર્થ - આ પણ બંધન કર્માતીત બનવામાં વિઘ્ન નાખે છે. કર્માતીત બનવું અર્થાત્ આ રોયલ હિસાબ-કિતાબ થી પણ મુક્ત.

મેજોરીટી (અધિકાંશ) નિમિત્ત ગીતા-પાઠશાળાઓનાં સેવાધારી આવ્યાં છે ને. તો સેવા અર્થાત્ બીજાઓને પણ મુક્ત બનાવવાં. બીજાઓને મુક્ત બનાવતાં સ્વયં ને બંધનમાં બાંધી તો નથી દેતાં? નષ્ટોમોહા બનવાનાં બદલે, લૌકિક બાળકો વગેરે સૌથી મોહ નો ત્યાગ કરી સ્ટુડન્ટ (વિદ્યાર્થી) થી મોહ તો નથી કરતાં? આ ખુબ સારા છે, બહુજ સારા છે, સારા-સારા સમજી મારાપણા ની ઈચ્છા નાં બંધનમાં તો નથી બંધાઈ જતાં? સોનાની સાંકળો તો સારી નથી લાગતી ને? તો આજનો દિવસ હદ નાં મારાં-મારાં થી મુક્ત થવાનો અર્થાત્ કર્માતીત થવાનો અવ્યક્ત દિવસ મનાવો. આને જ સ્નેહનું સબૂત કહેવાય છે. કર્માતીત બનવું - આ લક્ષ્ય તો બધાનું સારું છે. હવે ચેક કરો - ક્યાં સુધી કર્મો નાં બંધન થી ન્યારા બન્યાં છો? પહેલી વાત - લૌકિક અને અલૌકિક, કર્મ અને સંબંધ બંનેમાં સ્વાર્થભાવ થી મુક્ત. બીજી વાત - પાછલાં જન્મોનાં કર્મો નો હિસાબ-કિતાબ અથવા વર્તમાન પુરુષાર્થની કમજોરી નાં કારણે કોઈ પણ વ્યર્થ સ્વભાવ-સંસ્કાર નાં વશ થવાથી મુક્ત બન્યાં છો ? ક્યારેય પણ કોઈ કમજોર સ્વભાવ-સંસ્કાર કે પાછલા સંસ્કાર-સ્વભાવ વશીભૂત બનાવે છે તો બંધનયુક્ત છે, બંધનમુક્ત નથી. એવું નહિં વિચારતાં કે ઇચ્છતાં નથી પરંતુ સ્વભાવ કે સંસ્કાર કરાવી દે છે. આ પણ નિશાની બંધનમુક્તની નથી પરંતુ બંધનયુક્ત ની છે. બીજી વાત - કોઈપણ સેવા ની, સંગઠન ની, પ્રકૃતિ ની પરિસ્થિતિ સ્વસ્થિતિ ને કે શ્રેષ્ઠ સ્થિતિ ને ડગમગ કરે છે - આ પણ બંધનમુક્ત સ્થિતિ નથી. આ બંધન થી પણ મુક્ત. અને ત્રીજી વાત - જૂની દુનિયામાં જૂનાં અંતિમ શરીરમાં કોઈ પણ પ્રકારની વ્યાધિ પોતાની શ્રેષ્ઠ સ્થિતિ ને હલચલ માં લાવે - આનાથી પણ મુક્ત. એક છે વ્યાધિ આવવી, એક છે વ્યાધિ હલાવવી. તો આવવી - આ ભાવી છે પરંતુ સ્થિતિ હલી જવી - આ બંધનયુક્ત ની નિશાની છે. સ્વચિંતન, જ્ઞાનચિંતન, શુભચિંતક બનવાનું ચિંતન બદલી શરીર ની વ્યાધિ નું ચિંતન ચાલવું - આનાથી મુક્ત કારણ કે વધારે પ્રકૃતિનું ચિંતન ચિંતા નાં રુપમાં બદલાઈ જાય છે. તો આનાથી મુકત થવું - આને જ કર્માતીત સ્થિતિ કહેવાય છે. આ બધાં બંધનો ને છોડવાં, એ જ કર્માતીત સ્થિતિની નિશાની છે. બ્રહ્મા બાપે આ બધાં બંધનો થી મુક્ત થઈ કર્માતીત સ્થિતિને પ્રાપ્ત કરી. તો આજનો દિવસ બ્રહ્મા બાપ સમાન કર્માતીત બનવાનો દિવસ છે. આજનાં દિવસ નું મહત્વ સમજ્યાં? અચ્છા.

આજની સભા વિશેષ સેવાધારી અર્થાત્ પુણ્ય આત્મા બનવા વાળાઓ ની સભા છે. ગીતા પાઠશાળા ખોલવી અર્થાત્ પુણ્ય આત્મા બનવું. સૌથી મોટા માં મોટું પુણ્ય દરેક આત્મા ને સદાનાં માટે અર્થાત્ અનેક જન્મોનાં માટે પાપો થી મુક્ત કરવાં - આ જ પુણ્ય છે. નામ ખૂબ જ સારું છે- ગીતા પાઠશાળા. તો ગીતા પાઠશાળા વાળા અર્થાત્ સદા સ્વયં ગીતાનો પાઠ ભણવા વાળા અને ભણાવવા વાળા. ગીતા-જ્ઞાન નો પહેલો પાઠ - અશરીરી આત્મા બનો અને અંતિમ પાઠ - નષ્ટો મોહા, સ્મૃતિ સ્વરુપ બનો. તો પહેલો પાઠ છે વિધિ અને અંતિમ પાઠ છે વિધિ થી સિદ્ધિ. તો ગીતા-પાઠશાળા વાળા દર સમયે આ પાઠ ભણે છે કે ફક્ત મુરલી સંભળાવે છે ? કારણ કે સાચ્ચી ગીતા-પાઠશાળા ની વિધિ આ છે - પહેલા સ્વયં ભણવું અર્થાત્ બનવું પછી બીજાઓને પણ નિમિત્ત બની ભણાવવું. તો બધાં ગીતા-પાઠશાળા વાળાઓ આ વિધિ થી સેવા કરો છો ? કારણ કે આપ સર્વ આ વિશ્વની સામે પરમાત્મ-ભણતર નું સેમ્પલ છો. તો સેમ્પલ નું મહત્વ હોય છે. સેમ્પલ અનેક આત્માઓ ને એવાં બનવાની પ્રેરણા આપે છે. તો ગીતા-પાઠશાળા વાળાઓની ઉપર મોટી જવાબદારી છે. જો જરા પણ સેમ્પલ બનવામાં કમી દેખાઈ તો અનેક આત્માઓનું ભાગ્ય બનાવવાનાં બદલે, ભાગ્ય બનાવવાથી વંચિત કરવાનાં નિમિત્ત પણ બની જશો કારણ કે જોવા વાળા, સાંભળવા વાળા સાકાર રુપમાં આપ નિમિત્ત આત્માઓને જુએ છે. બાપ તો ગુપ્ત છે ને એટલે એવું શ્રેષ્ઠ કર્મ કરીને બતાવો જે તમારા શ્રેષ્ઠ કર્મો ને જોઈ, અનેક આત્માઓ શ્રેષ્ઠ કર્મો કરીને પોતાનાં ભાગ્યની રેખા શ્રેષ્ઠ બનાવી શકે. તો એક પોતાને સદા સેમ્પલ સમજજો અને બીજું, સદા પોતાનો સિમ્બલ (ચિન્હ) યાદ રાખજો. ગીતા-પાઠશાળા વાળાઓનું સિમ્બલ કયું છે, જાણો છો? કમળપુષ્પ. બાપદાદાએ સંભળાવ્યું છે કે કમળ બનો અને અમલ કરો. કમળ બનવાનું સાધન જ છે અમલ કરવું. જો અમલ નથી કરતાં તો કમળ ન બની શકાય એટલે સેમ્પલ છો અને કમળ પુષ્પ નું સિમ્બલ સદા બુદ્ધિ માં રાખો. સેવા કેટલી પણ વૃદ્ધિને પ્રાપ્ત થાય પરંતુ સેવા કરતાં ન્યારા બની પ્યારા બનવું. ફક્ત પ્યારા નથી બનતાં, ન્યારા બની પ્યારા બનવું કારણ કે સેવા થી પ્રેમ સારી વાત છે પરંતુ પ્રેમ લગાવનાં રુપમાં બદલાઈ ન જાય. આને કહે છે ન્યારા બની પ્યારા બનવું. સેવા નાં નિમિત્ત બન્યાં, આ તો ખુબ સારું કર્યુ. પુણ્ય આત્માનું ટાઈટલ તો મળી જ ગયું એટલે જુઓ, ખાસ નિમંત્રણ આપ્યું છે, કારણ કે પુણ્ય નું કામ કર્યુ છે. હવે આગળ જે સિદ્ધિ નો પાઠ ભણાવ્યો, તો સિદ્ધિ ની સ્થિતિ થી બુદ્ધિ ને પ્રાપ્ત કરતાં રહેજો. સમજ્યાં, આગળ શું કરવાનું છે ? અચ્છા.

બધાં વિશેષ એક વાત ની રાહ જોઈ રહ્યાં છે, તે કઈ છે? (રીઝલ્ટ સંભળાવે) રીઝલ્ટ આપ સંભળાવશો કે બાપ સંભળાવશે? બાપદાદા એ શું કહ્યું હતું - રીઝલ્ટ લેશે કે આપશે? ડ્રામા પ્લાન અનુસાર જે ચાલ્યું, જેમ ચાલ્યું એને સારું જ કહેશું. લક્ષ્ય બધાએ સારું રાખ્યું, લક્ષણ યથાશક્તિ કર્મમાં દેખાડ્યાં. લાંબાકાળનું વરદાન નંબરવાર ધારણ કર્યુ પણ અને હમણાં પણ જે વરદાન પ્રાપ્ત કર્યુ, તે વરદાનીમૂર્ત બની બાપ સમાન વરદાન-દાતા બનતાં રહેજો. હમણાં બાપદાદા શું ઈચ્છે છે? વરદાન તો મળ્યું, હવે આ વર્ષે લાંબોકાળ બંધનમુક્ત અર્થાત્ બાપ સમાન કર્માતીત સ્થિતિ નો વિશેષ અભ્યાસ કરતાં દુનિયાને ન્યારા અને પ્યારાપણા નો અનુભવ કરાવો. ક્યારેક-ક્યારેક અનુભવ કરાવો - હવે આ વિધિને બદલી લાંબાકાળની અનુભૂતિઓનો પ્રત્યક્ષ લાંબોકાળ અચળ, અડોલ, નિર્વિઘ્ન, નિર્બન્ધન, નિર્વિકલ્પ, નિર્વિકર્મ અર્થાત્ નિરાકારી, નિર્વિકારી, નિરહંકારી - આ જ સ્થિતિને દુનિયાની આગળ પ્રત્યક્ષ રુપમાં લાવો. આને કહેવાય છે બાપ સમાન બનવું. સમજ્યાં?

રિઝલ્ટમાં પહેલા સ્વયં થી સ્વયં સંતુષ્ટ, તે કેટલાં રહ્યાં? કારણ કે એક છે સ્વયંની સંતુષ્ટતા, બીજી છે બ્રાહ્મણ પરિવાર ની સંતુષ્ટતા, ત્રીજી છે બાપની સંતુષ્ટતા. ત્રણેવ નાં રિઝલ્ટ માં હવે વધારે માર્ક્સ લેવાનાં છે. તો સંતુષ્ટ બનો, સંતુષ્ટ કરો. બાપની સંતુષ્ટમણિ બની સદા ચમકતાં રહો. બાપદાદા બાળકોનો રીગાર્ડ (આદર) રાખે છે, એટલે ગુપ્ત રેકોર્ડ બતાવે છે. હોવનહાર છે, એટલે બાપ સદા સંપન્નતા ની સ્ટેજ જુએ છે. અચ્છા.

બધાં સંતુષ્ટમણિઓ છો ને? વૃદ્ધિ ને જોઈ ને ખુશ રહો. તમે બધાં તો ઈંતજાર માં છો કે આબુરોડ સુધી લાઈન લાગે. તો હમણાં તો ફક્ત હોલ ભરાયો છે, પછી શું કરશો? પછી સુઈ જશો કે અખંડ યોગ કરશો? આ પણ થવાનું છે એટલે થોડામાં જ રાજી રહો. ત્રણ પગ નાં બદલે એક પગ પૃથ્વી પણ મળે, તો પણ રાજી રહો. પહેલાં એવું થતું હતું - એવું નહીં વિચારો. પરિવારની વૃદ્ધિની ખુશી મનાવો. આકાશ અને પૃથ્વી તો ખૂટવા વાળા નથી ને . પહાડ તો ઘણાં છે. આ પણ થવું જોઈએ, આ પણ મળવું જોઈએ - આ મોટી વાત બનાવી દો છો. આ દાદીઓ પણ વિચારમાં પડી જાય છે - શું કરીએ, કેવી રીતે કરીએ? એવાં પણ દિવસ આવશે જે દિવસ નાં તડકામાં સુઈ જશો, રાત માં જાગશો. તે લોકો આગ સળગાવીને આસપાસ બેસી જાય છે ગરમ થઈને, તમે યોગ ની અગ્નિ પ્રગટાવીને બેસી જશો. પસંદ છે ને કે ખાટલો જોઈએ? બેસવા માટે ખુરશી જોઈએ? આ પહાડની પીઠ ને ખુરશી બનાવી દેજો. જ્યાં સુધી સાધન છે તો સુખ લો, નહીં તો પહાડ ને ખુરશી બનાવજો. પીઠ ને આરામ જોઈએ ને, બીજું તો કાંઈ નહીં. ૫ હજાર આવશે તો ખુરશીઓ તો ઉપાડવી પડશે ને. અને જ્યારે લાઈન લાગશે તો ખાટલા પણ છોડવાં પડશે. એવરરેડી (સદા તૈયાર) રહેજો. જો ખાટલો મળે તો પણ હા-જી, ધરતી મળે તો પણ હા જી. એવો શરું માં બહુજ અભ્યાસ કરાવ્યો છે. ૧૫-૧૫ દિવસ સુધી દવાખાના બંધ રહેતાં. દમા નાં દર્દીઓ પણ ઢોઢાં (બાજરાની રોટલી) અને લસ્સી પીતા હતાં. પરંતુ બીમાર ન થયાં, બધાં જ તંદુરસ્ત થઈ ગયાં. તો આ શરું માં અભ્યાસ કરીને દેખાડ્યો છે, તો અંત માં પણ થશે ને. નહીં તો, વિચારો, દમા નાં દર્દી અને તેમને લસ્સી આપો તો પહેલાં જ ગભરાઈ જશે. પરંતુ દુવા ની દવા સાથે હોય છે, એટલે મનોરંજન થઈ જાય છે. પેપર (પરીક્ષા) નથી લાગતું. મુશ્કેલ નથી લાગતું. ત્યાગ નહીં, એક્સકર્શન (આકર્ષણ) થઈ જાય છે. તો બધાં તૈયાર છો ને કે પ્રબંધ કરવાવાળા ની પાસે ટીચર્સ લિસ્ટ લઈ જશે? એટલે નથી બોલાવતાં ને. સમય આવવા પર આ બધાં સાધન થી પણ પરે સાધનાનાં સિદ્ધ રુપમાં અનુભવ કરશે. રુહાની મિલેટ્રી (સેના) પણ છો ને. મિલેટ્રી નો પાર્ટ પણ તો ભજવવાનો છે. હમણાં તો સ્નેહી પરિવાર છે, ઘર છે - આ પણ અનુભવ કરી રહ્યાં છો. પરંતુ સમય પર રુહાની મિલેટ્રી બની જે સમય આવ્યો એને એવાં સ્નેહ થી પાર કરવો - આ પણ મિલેટ્રી ની વિશેષતા છે. અચ્છા.

ગુજરાતને આ વિશેષ વરદાન છે જે એવર-રેડી રહે છે. બહાનાં નથી આપતાં - શું કરીએ, કેવી રીતે આવીએ, રિઝર્વેશન નથી મળતું - પહોંચી જાય છે. નજીક નો ફાયદો છે. ગુજરાતને આજ્ઞાકારી બનવાનાં વિશેષ આશીર્વાદ છે કારણ કે સેવામાં પણ હા-જી કરે છે ને. મહેનત ની સેવા સદા ગુજરાતને આપે છે ને. રોટલી ની સેવા કોણ કરે છે? સ્થાન આપવાની, ભાગદોડ કરવાની સેવા ગુજરાત કરે છે. બાપદાદા બધું જુએ છે. એવું નથી બાપદાદાને ખબર નથી પડતી. મહેનત કરવા વાળા ને વિશેષ મહેબૂબ ની મહોબ્બત પ્રાપ્ત થાય છે. નજીક નું ભાગ્ય છે અને ભાગ્ય ને આગળ વધારવાની રીત સારી રાખે છે. ભાગ્યને વધારતાં બધાને નથી આવડતું. કોઈને ભાગ્ય પ્રાપ્ત થાય છે પરંતુ એટલે સુધી જ રહે છે, વધારતાં નથી આવડતું. પરંતુ ગુજરાત નું ભાગ્ય છે અને વધારતાં પણ આવડે છે એટલે પોતાનું ભાગ્ય વધારી રહ્યાં છો - આ જોઈ બાપદાદા પણ ખુશ છે. તો બાપ નાં વિશેષ આશીર્વાદ - આ પણ એક ભાગ્ય ની નિશાની છે. સમજ્યાં?

જે પણ ચારે બાજુનાં સ્નેહી બાળકો પહોંચ્યા છે, બાપદાદા પણ તે બધાં દેશ, વિદેશ બંનેનાં સ્નેહી બાળકોને સ્નેહનું રિટર્ન (વળતર) સદા અવિનાશી સ્નેહી ભવ નું વરદાન આપી રહ્યાં છે. સ્નેહ માં જેમ દુર-દુર થી દોડીને પહોંચ્યા છો, એમ જ જેમ સ્થૂળ માં દોડ લગાવી, સમીપ પહોંચ્યાં, સન્મુખ પહોંચ્યાં, એમ પુરુષાર્થમાં પણ વિશેષ ઉડતી કળા દ્વારા બાપ સમાન બનવું અર્થાત્ સદા બાપનાં સમીપ રહેવું. જેમ અહીં સામે પહોંચ્યાં છો, તેમ સદા ઉડતી કળા દ્વારા બાપનાં સમીપ જ રહેજો. સમજ્યાં, શું કરવાનું છે? આ સ્નેહ, દિલનો સ્નેહ દિલારામ બાપ ની પાસે તમારા પહોંચવાનાં પહેલાં જ પહોંચી જાય છે. ભલે સમ્મુખ છો, ભલે આજનાં દિવસે દેશ-વિદેશ માં શરીર થી દૂર છે પરંતુ દૂર હોવા છતાં પણ બધાં બાળકો સમીપ થી સમીપ દિલતખ્તનશીન છે. તો સૌથી સમીપ સ્થાન છે દિલ. તો વિદેશ કે દેશ માં નથી બેઠાં પરંતુ દિલતખ્ત પર બેઠાં છે. તો સમીપ થઈ ગયાં ને. બધાં બાળકોની યાદ-પ્યાર, ફરિયાદ, મીઠી-મીઠી રુહ-રુહાનો, સૌગાતો-બધું બાપની પાસે પહોંચી ગયું. બાપદાદા પણ સ્નેહી બાળકોને સદા મહેનત થી મુક્ત થઈ મહોબ્બત માં મગન રહો - આ વરદાન આપી રહ્યાં છે. તો બધાને રિટર્ન મળી ગયું ને. અચ્છા.

સર્વ સ્નેહી આત્માઓ ને, સદા સમીપ રહેવા વાળી આત્માઓ ને, સદા બંધનમુક્ત, કર્માતીત સ્થિતિ માં લાંબાકાળ નો અનુભવ કરવા વાળી વિશેષ આત્માઓ ને, સર્વ દિલતખ્તનશીન સંતુષ્ટમણિઓ ને બાપદાદા નું અવ્યક્તિ સ્થિતિ ભવ નાં વરદાન સાથે યાદપ્યાર અને ગુડનાઈટ અને ગુડમોર્નિંગ.

વરદાન :-
જૂનાં ખાતા સમાપ્ત કરી , નવા સંસ્કારો રુપી નવાં વસ્ત્રો ધારણ કરવા વાળા બાપ સમાન સંપન્ન ભવ

જેમ દિવાળી પર નવા વસ્ત્ર ધારણ કરે છે, એમ આપ બાળકો આ મરજીવા નવાં જન્મમાં, નવા સંસ્કારો રુપી વસ્ત્ર ધારણ કરી નવું વર્ષ મનાવો. પોતાની કમજોરીઓ, ખામીઓ, નિર્બળતા, કોમળતા વગેરે ને જે પણ જુના ખાતા રહેલા છે, એને સમાપ્ત કરી સાચી દિવાળી મનાવો. આ નવાં જન્મમાં નવા સંસ્કાર ધારણ કરી લો તો બાપ સમાન સંપન્ન બની જશો.

સ્લોગન :-
શુદ્ધ સંકલ્પ નો ખજાનો જમા હોય તો વ્યર્થ સંકલ્પો માં સમય નહિં જશે.


સુચના:- આજે મહિનાનો ત્રીજો રવિવાર છે, બધાં રાજ્યોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસનાં સમયે પોતાની શુભ ભાવનાઓની શ્રેષ્ઠ વૃત્તિ દ્વારા મન્સા મહાદાની બની બધાં ને નિર્ભયતાનું વરદાન આપવાની સેવા કરે.