15-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - સર્વ
પર બ્લેસિંગ ( આશિર્વાદ ) કરવા વાળા બ્લિસફુલ ( કૃપાળુ ) એક બાપ છે , બાપ ને જ
દુઃખહર્તા - સુખકર્તા કહેવાય છે , એમનાં સિવાય કોઈ પણ દુઃખ નથી હરી શકતાં”
પ્રશ્ન :-
ભક્તિમાર્ગ અને જ્ઞાનમાર્ગ બંને માં એડોપ્ટ થવાનો રિવાજ છે પરંતુ અંતર શું છે?
ઉત્તર :-
ભક્તિમાર્ગ માં જ્યારે કોઈની પાસે એડોપ્ટ થાય છે તો ગુરુ અને ચેલા નો સંબંધ રહે છે,
સંન્યાસી પણ એડોપ્ટ થશે તો પોતાને ફોલોઅર્સ કહેવડાવશે, પરંતુ જ્ઞાનમાર્ગ માં તમે
ફોલોઅર્સ અથવા ચેલા નથી. તમે બાપનાં બાળકો બન્યા છો. બાળક બનવું અર્થાત્ વારસા નાં
અધિકારી બનવું.
ગીત :-
ઓમ નમો શિવાય…
ઓમ શાંતિ!
બાળકોએ ગીત
સાંભળ્યું. આ છે પરમપિતા પરમાત્મા શિવ ની મહિમા. કહે પણ છે શિવાય નમઃ. રુદ્રાય નમઃ
અથવા સોમનાથ નમઃ નથી કહેતાં. શિવાય નમઃ કહે છે અને ખૂબ સ્તુતિ પણ એમની થાય છે. હવે
શિવાય નમઃ થયા બાપ. ગોડફાધર નું નામ થયું શિવ. એ છે નિરાકાર. આ કોણે કહ્યું - ઓ
ગડફાધર? આત્માએ. ફક્ત ‘ઓ ફાધર’ કહે છે તો તે શરીરધારી ફાધર થઈ જાય છે. ‘ઓ ગોડફાધર’
કહેવાથી રુહાની ફાધર થઈ જાય છે. આ સમજવાની વાતો છે. દેવતાઓને પારસબુદ્ધિ કહેવાય છે.
દેવતાઓ તો વિશ્વનાં માલિક હતાં. હમણાં કોઈ માલિક નથી. ભારતનો ધણી-ધોણી કોઈ નથી. રાજા
ને પણ પિતા, અન્નદાતા કહેવાય છે. હમણાં તો રાજાઓ નથી. તો આ શિવાય નમઃ કોણે કહ્યું?
કેવી રીતે ખબર પડે કે આ બાપ છે? બ્રહ્માકુમાર-કુમારીઓ તો ખૂબ છે. એ થયાં શિવબાબા
નાં પૌત્રા-પૌત્રીઓ. બ્રહ્મા દ્વારા એમને એડોપ્ટ કરે છે. બધાં કહે છે અમે
બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ. સારું, બ્રહ્મા કોનું બાળક? શિવ નું. બ્રહ્મા, વિષ્ણુ,
શંકર ત્રણેય શિવનાં બાળકો છે. શિવબાબા છે ઊંચા માં ઊંચા ભગવાન, નિરાકારી વતન માં
રહેવાવાળા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે સૂક્ષ્મવતનવાસી. સારું, મનુષ્ય સૃષ્ટિ કેવી
રીતે રચી? તો કહે છે ડ્રામા અનુસાર હું બ્રહ્મા નાં સાધારણ શરીરમાં પ્રવેશ કરી આમને
પ્રજાપિતા બનાવું છું. મારે પ્રવેશ જ આમનામાં કરવાનો છે જેમને બ્રહ્મા નામ આપ્યું
છે. એડોપ્ટ કર્યા પછી નામ બદલાઈ જાય છે. સંન્યાસી પણ નામ બદલે છે. પહેલાં ગૃહસ્થીઓની
પાસે જન્મ લે છે પછી સંસ્કાર અનુસાર નાનપણ માં જ શાસ્ત્ર વગેરે વાંચે છે પછી વૈરાગ
આવે છે. સંન્યાસીઓ પાસે જઈને એડોપ્ટ થાય છે, કહેશે આ મારા ગુરુ છે. એમને બાપ નહીં
કહેવાશે. ચેલા અથવા ફોલોઅર્સ બને છે ગુરુ નાં. ગુરુ ચેલા ને એડોપ્ટ કરે છે કે તમે
મારા ચેલા અથવા ફોલોઅર્સ છો. આ બાપ કહે છે કે તમે મારા બાળકો છો. આપ આત્મા બાપ ને
ભક્તિમાર્ગ માં બોલાવતા આવ્યા છો, કારણ કે અહીં દુઃખ ખૂબ છે, ત્રાહિ-ત્રાહિ થઈ રહી
છો. પતિત-પાવન બાપ તો એક જ છે. નિરાકાર શિવ ને આત્મા નમઃ કરે છે. તો બાપ તો છે જ.
‘તુમ માત-પિતા’ આ પણ ગોડફાધર માટે જ ગાય છે. ફાધર છે તો મધર પણ જરુર જોઈએ. મધર-ફાધર
વગર રચના થતી નથી. બાપ ને બાળકોની પાસે આવવાનું જ છે. આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે
રિપીટ થાય છે, આનાં આદિ, મધ્ય, અંત ને જાણવું-આને કહેવાય છે ત્રિકાળદર્શી બનવું.
આટલાં બધાં કરોડ એક્ટર્સ છે, દરેક નો પાર્ટ પોતાનો છે. આ બેહદનો ડ્રામા છે. બાપ કહે
છે હું ક્રિયેટર, ડાયરેકટર, પ્રિન્સિપલ એક્ટર છું. એક્ટ કરી રહ્યો છું ને? મારા/મુજ
આત્માને સુપ્રીમ કહે છે. આત્મા અને પરમાત્મા નું રુપ એક જ છે. હકીકત માં આત્મા છે જ
બિંદી. ભ્રકુટી ની વચ્ચે આત્મા સ્ટાર રહે છે ને? બિલકુલ સૂક્ષ્મ છે. એમને જોઈ નથી
શકતાં. આત્મા પણ સૂક્ષ્મ છે તો આત્માનાં બાપ પણ સૂક્ષ્મ છે. બાપ સમજાવે છે તમે આત્મા
બિંદી સમાન છો. હું શિવ પણ બિંદી સમાન છું. પરંતુ હું સુપ્રીમ, ક્રિયેટર, ડાયરેક્ટર
છું. જ્ઞાનસાગર છું. મારા માં સૃષ્ટિનાં આદિ, મધ્ય, અંતનું જ્ઞાન છે. હું નોલેજફુલ,
બ્લીસફુલ છું, સર્વ પર બ્લેસિંગ કરું છું. બધાને સદ્દગતિ માં લઈ જાઉં છું. દુઃખહર્તા,
સુખકર્તા એક જ બાપ છે. સતયુગ માં દુઃખ કોઈ હોતું જ નથી. લક્ષ્મી-નારાયણ નું જ રાજ્ય
છે.
બાપ સમજાવે છે હું આ
સૃષ્ટિ રુપી ઝાડ નો બીજરુપ છું. સમજો, કેરીનું ઝાડ છે, તે તો છે જડ બીજ, તે બોલશે
નહીં. જો ચૈતન્ય હોત તો બોલત કે મુજ બીજ થી આવી ડાળ-ડાળીઓ, પાંદડા વગેરે નીકળે છે.
હવે આ છે ચૈતન્ય, આને કલ્પવૃક્ષ કહેવાય છે. મનુષ્ય સૃષ્ટિ ઝાડ નું બીજ પરમપિતા
પરમાત્મા છે. બાપ કહે છે હું જ આવીને આની નોલેજ સમજાવું છું, બાળકોને સદા સુખી બનાવું
છું. દુઃખી બનાવે છે માયા. ભક્તિમાર્ગ પૂરો થવાનો છે. ડ્રામા ને ફરવાનું જરુર છે. આ
છે બેહદ વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી. ચક્ર ફરતું રહે છે. કળિયુગ બદલાઈ પછી સતયુગ
થવાનો છે. સૃષ્ટિ તો એક જ છે. ગોડફાધર ઈઝ વન. આમનાં કોઈ ફાધર નથી. એ જ ટીચર પણ છે,
ભણાવી રહ્યા છે. ભગવાનુવાચ - હું તમને રાજયોગ શીખવાડું છું. મનુષ્ય તો માતા-પિતા ને
જાણતા નથી. આપ બાળકો જાણો છો નિરાકાર શિવબાબા નાં આપણે નિરાકારી બાળકો છીએ. પછી
સાકાર બ્રહ્માનાં પણ બાળકો છીએ. નિરાકાર બાળકો બધાં ભાઈ-ભાઈ છે અને બ્રહ્માનાં બાળકો
ભાઈ-બહેન છે. આ છે પવિત્ર રહેવાની યુક્તિ. બહેન-ભાઈ વિકાર માં કેવી રીતે જશે?
વિકારની જ આગ લાગે છે ને? કામ અગ્નિ કહેવાય છે, એનાથી બચવાની યુક્તિ બાપ બતાવે છે.
એક તો પ્રાપ્તિ ખૂબ ઊંચી છે. જો આપણે બાપ ની શ્રીમત પર ચાલીશું તો બેહદ નાં બાપનો
વારસો મેળવીશું. યાદ થી જ એવરહેલ્દી બનીએ છીએ. પ્રાચીન ભારતનો યોગ પ્રસિદ્ધ છે. બાપ
કહે છે મને યાદ કરતા-કરતા તમે પવિત્ર બની જશો, પાપ ભસ્મ થઈ જશે. બાપની યાદ માં શરીર
છોડશો તો મારી પાસે ચાલ્યા આવશો. આ જૂની દુનિયા ખતમ થવાની છે. આ એ જ મહાભારતની લડાઈ
છે. જે બાપ નાં બન્યા છે એમનો જ વિજય થવાનો છે. આ રાજધાની સ્થાપન થઈ રહી છે. ભગવાન
રાજયોગ શીખવાડે છે. સ્વર્ગ નાં માલિક બનવા માટે. પછી માયા રાવણ નર્ક નાં માલિક બનાવે
છે. તે જેમ કે શ્રાપ મળે છે.
બાપ કહે છે - લાડલા
બાળકો, મારી મત પર તમે સ્વર્ગવાસી ભવ. પછી જ્યારે રાવણરાજય શરુ થાય છે તો રાવણ કહે
છે હે ઈશ્વરનાં બાળકો, નર્કવાસી ભવ. નર્ક પછી ફરી સ્વર્ગ જરુર આવવાનું છે. આ નર્ક
છે ને? કેટલી મારા-મારી લાગેલી છે. સતયુગ માં લડાઈ-ઝઘડા હોતા નથી. ભારત જ સ્વર્ગ હતું,
બીજું કોઈ રાજ્ય હતું જ નહીં. હમણાં ભારત નર્ક છે, અનેક ધર્મ છે. ગવાય છે અનેક
ધર્મનો વિનાશ, એક ધર્મની સ્થાપના કરવા મારે આવવું પડે છે. હું એક જ વાર અવતાર લઉં
છું. બાપ ને આવવાનું છે પતિત દુનિયામાં. આવે જ ત્યારે છે જ્યારે જૂની દુનિયા ખતમ
થવાની છે. એનાં માટે લડાઈ પણ જોઈએ.
બાપ કહે છે - મીઠાં
બાળકો, તમે અશરીરી આવ્યા હતાં, ૮૪ જન્મોનો પાર્ટ પૂરો કર્યો, હવે પાછા ચાલવાનું છે.
હું તમને પતિત થી પાવન બનાવીને પાછા લઈ જાઉં છું. હિસાબ તો છે ને? ૫ હજાર વર્ષ માં
દેવતાઓ ૮૪ જન્મ લે છે. બધાં તો ૮૪ જન્મ નહીં લેશે. હવે બાપ કહે છે મને યાદ કરો અને
વારસો લો. સૃષ્ટિનું ચક્ર બુદ્ધિમાં ફેરવવું જોઈએ. આપણે એક્ટર્સ છીએ ને? એક્ટર થઈને
ડ્રામા નાં ક્રિયેટર, ડાયરેક્ટર, મુખ્ય એક્ટર ને ન જાણીએ તો તે બેસમજ થયાં. આનાથી
ભારત કેટલું કંગાળ બની ગયું છે. પછી બાપ આવીને સોલવેન્ટ (સાહૂકાર) બનાવી દે છે. બાપ
સમજાવે છે તમે ભારતવાસી સ્વર્ગમાં હતાં પછી તમને ૮૪ જન્મ તો જરુર લેવા પડે. હવે
તમારા ૮૪ જન્મ પૂરાં થયાં. આ અંત નો જન્મ બાકી છે. ભગવાનુવાચ, ભગવાન તો બધાનાં એક
છે. કૃષ્ણને બીજા બધાં ધર્મ વાળા ભગવાન નહીં માનશે. નિરાકાર ને જ માનશે. એ સર્વ
આત્માઓનાં બાપ છે. કહે છે હું અનેક જન્મોનાં અંત માં આવીને આમનામાં પ્રવેશ કરું
છું. રાજાઈ સ્થાપન થઈ જશે પછી વિનાશ શરુ થશે અને હું ચાલ્યો જઈશ. આ છે ખૂબ ભારી
યજ્ઞ બીજા જે પણ યજ્ઞ વગેરે છે બધાં આમાં સ્વાહા થઈ જવાનાં છે. આખી દુનિયાનો કચરો
આમાં પડી જાય છે પછી કોઈ યજ્ઞ રચાતો નથી. ભક્તિમાર્ગ ખલાસ થઈ જાય છે. સતયુગ-ત્રેતા
પછી ફરી ભક્તિ શરુ થાય છે. હવે ભક્તિ પૂરી થાય છે. તો આ મહિમા બધી શિવાબાબા ની છે.
એમનાં એટલાં નામ આપ્યા છે, જાણતાં તો કંઈ નથી! આ તો શિવ છે પછી રુદ્ર, સોમનાથ,
બાબુરીનાથ પણ કહે છે. એકનાં અનેક નામ રાખી દીધાં છે. જેવી-જેવી સર્વિસ કરી છે તેવું
નામ પડ્યું છે. તમને સોમરસ પીવડાવી રહ્યા છે. તમે માતાઓ સ્વર્ગનાં દ્વાર ખોલવાને
નિમિત્ત બન્યા છો. વંદના પવિત્રતા ની જ થાય છે. અપવિત્ર, પવિત્ર ની વંદના કરે છે.
કન્યા ને બધાં માથું નમાવે છે. આ બ્રહ્માકુમાર-કુમારીઓ આ ભારતનો ઉદ્ધાર કરી રહ્યા
છે. પવિત્ર બની બાપ પાસેથી પવિત્ર દુનિયાનો વારસો લેવાનો છે. ગૃહસ્થ વ્યવહાર માં
રહેતાં પવિત્ર બનવાનું છે, આમાં મહેનત છે. કામ મહાશત્રુ છે. કામ વગર રહી નથી શકતાં
તો મારવા લાગે છે. રુદ્ર યજ્ઞ માં અબળાઓ પર અત્યાચાર થાય છે. માર ખાઈ-ખાઈને અંતે
એમનાં પાપ નો ઘડો ભરાય છે ત્યારે પછી વિનાશ થઈ જાય છે. ઘણી બાળકીઓ છે, ક્યારેય જોયા
નથી, લખે છે બાબા અમે તમને જાણીએ છીએ. તમારી પાસેથી વારસો લેવા માટે પવિત્ર જરુર
બનીશું. બાપ સમજાવે છે શાસ્ત્ર વાંચવા, તીર્થ વગેરે કરવા - આ બધી ભક્તિમાર્ગ ની
શારીરિક યાત્રા તો કરતા આવ્યા છો, હવે તમારે પાછા જવાનું છે એટલે મારી સાથે યોગ
લગાવો. બીજા સંગ તોડી એક મારી સાથે જોડો તો તમને સાથે લઈ જઈશ પછી સ્વર્ગમાં મોકલી
દઈશ. તે છે શાંતિધામ. ત્યાં આત્માઓ કંઈ બોલતા નથી. સતયુગ છે સુખધામ, આ છે દુઃખધામ.
હમણાં આ દુઃખધામ માં રહેતાં શાંતિધામ-સુખધામ ને યાદ કરવાનાં છે તો પછી તમે સ્વર્ગમાં
આવી જશો. તમે ૮૪ જન્મ લીધાં છે. વર્ણ ફરતા જાય છે. પહેલાં છે બ્રાહ્મણોની ચોટલી પછી
દેવતા વર્ણ, ક્ષત્રિય વર્ણ બાજોલી રમે છે ને? પછી હવે આપણે બ્રાહ્મણ થી દેવતા બનીશું.
આ ચક્ર ફરતું રહે છે, આને જાણવાથી ચક્રવર્તી રાજા બની જશો. બેહદનાં બાપ પાસેથી
બેહદનો વારસો જોઈએ તો જરુર બાપની મત પર ચાલવું પડે. તમે સમજાવો છો નિરાકાર પરમ
આત્માએ આવીને આ સાકાર શરીર માં પ્રવેશ કર્યો છે. આપણે આત્માઓ જ્યારે નિરાકારી છીએ
તો ત્યાં રહીએ છીએ. આ સૂર્ય-ચંદ્ર બત્તીઓ છે. આને બેહદનો દિવસ અને રાત કહેવાય છે.
સતયુગ-ત્રેતા દિવસ, દ્વાપર-કળિયુગ રાત. બાપ આવીને સદ્દગતિ માર્ગ બતાવે છે. કેટલી
સારી સમજણ મળે છે. સતયુગ માં હોય છે સુખ, પછી થોડું-થોડું ઓછું થતું જાય છે. સતયુગ
માં ૧૬ કળા, ત્રેતા માં ૧૪ કળા… આ બધી સમજવાની વાતો છે. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ
નથી થતું. રડવા, લડવા-ઝઘડવાની વાતો નથી, છે પૂરો ભણતર પર આધાર. ભણતર થી જ મનુષ્ય થી
દેવતા બનવાનું છે. ભગવાન ભણાવે છે ભગવાન ભગવતી બનાવવા માટે. તે તો પાઈ પૈસાનું ભણતર
છે. આ ભણતર છે હીરા જેવું. ફક્ત આ અંતિમ જન્મ માં પવિત્ર બનવાની વાત છે. આ છે સહજ
થી સહજ રાજયોગ. બેરિસ્ટરી વગેરે ભણવું - તે કોઈ આટલું સહજ નથી. અહીં તો બાપ અને
ચક્ર ને યાદ કરવાથી ચક્રવર્તી રાજા બની જશો. બાપ ને ન જાણ્યા તો કંઈ નથી જાણ્યું.
બાપ સ્વયં વિશ્વનાં માલિક નથી બનતા, બાળકોને બનાવે છે. શિવબાબા કહે છે આ (બ્રહ્મા)
મહારાજા બનશે, હું નહીં બનીશ. હું નિર્વાણધામ માં બેસી જાઉં છું, બાળકોને વિશ્વનાં
માલિક બનાવું છું. સાચ્ચી-સાચ્ચી નિષ્કામ સેવા નિરાકાર પિતા પરમાત્મા જ કરી શકે છે,
મનુષ્ય નથી કરી શકતાં. ઈશ્વર ને મેળવવાથી આખાં વિશ્વનાં માલિક બની જાય છે.
ધરતી-આકાશ બધાનાં માલિક બની જાય છે. દેવતાઓ વિશ્વનાં માલિક હતાં ને? હમણાં તો કેટલાં
પાર્ટીશન (વિભાજન) થઈ ગયા છે. હવે પછી બાપ કહે છે હું તમને વિશ્વનાં માલિક બનાવું
છું. સ્વર્ગ માં તમે જ હતાં. ભારત વિશ્વનું માલિક હતું, હમણાં કંગાળ છે. ફરીથી આ
માતાઓ દ્વારા ભારત ને વિશ્વનું માલિક બનાવું છું. મેજોરીટી માતાઓની છે એટલે વંદે
માતરમ્ કહેવાય છે.
સમય થોડો છે, શરીર પર
ભરોસો નથી. મરવાનું તો બધાને છે. બધાની વાનપ્રસ્થ અવસ્થા છે, બધાને પાછા જવાનું છે.
આ ભગવાન ભણાવે છે. નોલેજફુલ, પીસફુલ, બ્લીસફુલ એમને કહેવાય છે. એ જ ફરી એવા સર્વગુણ
સંપન્ન, ૧૬ કળા સંપૂર્ણ પવિત્ર બનાવે છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં નંબરવાર પુરુષાર્થ અનુસાર યાદ-પ્યાર અને
ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ ભણતર હીરા
જેવું બનાવે છે એટલે આને સારી રીતે ભણવાનું છે બીજા બધાં સંગ તોડી એક બાપ સંગ
જોડવાનો છે.
2. શ્રીમત પર ચાલીને
સ્વર્ગનો પૂરો વારસો લેવાનો છે. ચાલતાં-ફરતાં સ્વદર્શન ચક્ર ફેરવતા રહેવાનું છે.
વરદાન :-
મારાપણા ને
છોડી ટ્રસ્ટી ( નિમિત્ત ) બની સેવા કરવાવાળા સદા સંતુષ્ટ આત્મા ભવ
લૌકિક પરિવાર માં
રહેતાં, સેવા કરતા સદા યાદ રહે કે હું ટ્રસ્ટી છું, સેવાધારી છું. સેવા કરતા જરા પણ
મારાપણું ન હોય ત્યારે સંતુષ્ટ રહેશો. જ્યારે મારાપણું આવે છે ત્યારે હેરાન થાઓ છો,
વિચારો છો મારું બાળક આવું કરે છે…. તો જ્યાં મારાપણું છે ત્યાં હેરાન થાઓ છો અને
જ્યાં તારું-તારું આવ્યું ત્યાં તરવા લાગશો. તારું-તારું કહેવું એટલે સ્વમાન માં
રહેવું, મારું-મારું કહેવું એટલે અભિમાન માં આવવું.
સ્લોગન :-
બુદ્ધિમાં
દરેક સમયે બાપ અને શ્રીમત ની સ્મૃતિ હોય ત્યારે કહેવાશે દિલ થી સમર્પિત આત્મા.