16-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - જેટલું
- જેટલું બીજાઓને જ્ઞાન સંભળાવશો એટલું તમારી બુદ્ધિમાં જ્ઞાન રિફાઇન ( શુદ્ધ ) થતું
જશે , તેથી સર્વિસ ( સેવા ) જરુર કરવાની છે”
પ્રશ્ન :-
બાપની પાસે બે પ્રકાર નાં બાળકો કયા છે, એ બંનેમાં અંતર શું છે?
ઉત્તર :-
બાપની પાસે એક છે લગા (સોતેલા) બાળકો, બીજા છે સગા (માતેલા) બાળકો. સોતેલા બાળકો -
મુખે થી ફક્ત બાબા મમ્મા કહે પરંતુ શ્રીમત પર પૂરાં નથી ચાલી શકતાં. પૂરે-પૂરાં
બલિહાર નથી જતાં. સગા બાળકો તો તન-મન-ધન થી પૂર્ણ સમર્પણ અર્થાત્ ટ્રસ્ટી હોય છે.
કદમ-કદમ શ્રીમત પર ચાલે છે. સોતેલા બાળકો સેવા ન કરવાનાં કારણે ચાલતા-ચાલતા પડી જાય
છે. સંશય આવી જાય છે. સગા બાળકો પૂરાં નિશ્ચય બુદ્ધિ હોય છે.
ગીત :-
બચપન કે દિન
ભૂલા ન દેના….
ઓમ શાંતિ!
બાપ બાળકોને
સમજાવે છે. કયા બાપ? હકીકત માં બે બાપ છે. એક રુહાની, જેમને બાબા કહેવાય છે, બીજા
શરીરધારી જેમને દાદા કહેવાય છે. આ તો બધાં સેન્ટરસ (સેવાકેન્દ્ર) નાં બાળકો જાણે છે
કે અમે બાપદાદા નાં બાળકો છીએ. રુહાની બાપ શિવ છે. એ છે સર્વ આત્માઓનાં બાપ અને
બ્રહ્મા દાદા છે આખાં મનુષ્ય સિજરા (વિભાગ) નાં હેડ (મુખ્ય). એમનાં તમે આવીને બાળકો
બન્યાં છો. એમાં પણ કોઈ તો પાક્કા સગા છે, કોઈ પછી સોતેલા પણ છે. મમ્મા બાબા તો બંને
કહે છે પરંતુ સોતેલા બલિ નથી ચઢી શકતાં. બલિ ન ચઢવા વાળા ને એટલી તાકાત નથી મળી શકતી
અર્થાત્ પોતાનાં બાપ ને તન-મન-ધન નાં ટ્રસ્ટી નથી બનાવી શકતાં. શ્રેષ્ઠ બનવા માટે
એમની શ્રીમત પર નથી ચાલી શકતાં. સગા બાળકોને સૂક્ષ્મ મદદ મળે છે. પરંતુ તે પણ બહુજ
થોડા છે. ભલે સગા પણ છે પરંતુ એમને પણ હજું પાક્કા નહીં કહેશું, જ્યાં સુધી રીઝલ્ટ
(પરિણામ) નથી નીકળતું. ભલે અહીં રહે પણ છે, ખૂબ સારા છે, સર્વિસ પણ કરે છે તો પણ પડી
જાય છે. આ છે બધી બુદ્ધિયોગ ની વાત. બાબાને ભૂલવાના નથી. બાબા આ ભારત ને બાળકોની
મદદ થી સ્વર્ગ બનાવે છે. ગવાયેલું પણ છે શિવ શક્તિ સેના. દરેકે પોતાની સાથે વાત
કરવાની છે - બરાબર અમે શિવબાબા નાં એડોપ્ટેડ (અપનાવેલા) બાળકો છીએ. બાપ પાસે થી અમે
સ્વર્ગનો વારસો મેળવી રહ્યાં છીએ. દ્વાપર થી લઈને આપણે જે લૌકિક બાપનો વારસો મેળવ્યો
છે તે નર્કનો જ મેળવ્યો છે. દુઃખી થતા આવ્યાં છીએ. ભક્તિમાર્ગ માં તો છે જ
અંધશ્રદ્ધા. જ્યારથી ભક્તિ શરુ થઈ છે ત્યારથી જે-જે વર્ષ વીત્યા આપણે નીચે ઉતરતા
આવ્યાં. ભક્તિ પણ પહેલાં અવ્યભિચારી હતી. એક ની પૂજા કરતા હતાં. એની બદલે હમણાં
અનેકોની પૂજા કરતા આવ્યાં છીએ. હવે આ બધી વાતો ઋષિ, મુનિ, સાધુ, સંત વગેરે નથી જાણતાં
કે ભક્તિ ક્યારે શરુ થાય છે. શાસ્ત્રો માં પણ છે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત.
ભલે બ્રહ્મા સરસ્વતી જ લક્ષ્મી-નારાયણ બને છે પરંતુ નામ બ્રહ્મા નું આપ્યું છે.
બ્રહ્મા ની સાથે બાળકો પણ ખૂબ છે. લક્ષ્મી-નારાયણ નાં બાળકો તો ખૂબ નહીં હોય.
પ્રજાપિતા પણ એમને નહીં કહેવાશે. હમણાં નવી પ્રજા બની રહી છે. નવી પ્રજા હોય જ છે
બ્રાહ્મણોની. બ્રાહ્મણો જ પોતાને ઈશ્વરીય સંતાન સમજે છે. દેવતા તો નહીં સમજશે. એમને
ચક્રની જ ખબર નથી.
હમણાં તમે જાણો છો
આપણે શિવબાબા નાં બાળકો બન્યાં છીએ. એમણે જ આપણને ૮૪ નું ચક્ર સમજાવ્યું છે. એમની
મદદ થી આપણે ભારતને ફરીથી દૈવી પાવન રાજસ્થાન બનાવી રહ્યાં છીએ. આ બહુજ સમજણ ની વાત
છે. કોઈને સમજાવવાની પણ હિંમત જોઈએ. તમે છો શિવ શક્તિ પાંડવ સેના. પંડા પણ છો,
બધાંને રસ્તો બતાવો છો. તમારા વગર રુહાની સ્વીટ હોમ (શાંતિધામ) નો રસ્તો કોઈ બતાવી
ન શકે. તે પંડા લોકો તો વધારે કરીને અમરનાથ પર, કોઈ તીર્થ પર લઈ જાય છે. તમે બી.કે.
તો એકદમ બધાંથી દૂર પરમધામ માં લઈ જાઓ છો. તે શરીરધારી ગાઈડ છે-ધકકા ખવડાવવા વાળા.
તમે બધાંને બાપ ની પાસે શાંતિધામ લઈ જાઓ છો. તો સદૈવ આ યાદ કરવું પડે - અમે ભારતને
ફરીથી દૈવી રાજસ્થાન બનાવી રહ્યાં છીએ. આ તો કોઈ પણ માનશે. ભારતનો આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ હતો. ભારત સતયુગ માં બેહદનું દૈવી પાવન રાજસ્થાન હતું, પછી પાવન
ક્ષત્રિય રાજસ્થાન બન્યું, પછી માયાની પ્રવેશતા થવાથી આસુરી રાજસ્થાન બની જાય છે.
અહીં પણ પહેલાં રાજા-રાણી રાજ્ય કરતા હતાં, પરંતુ વગર લાઈટ (પવિત્રતા) નાં તાજ વાળી
રાજાઈ ચાલતી આવી છે. દૈવી રાજસ્થાન પછી થયું આસુરી પતિત રાજસ્થાન, હમણાં તો પતિત
પ્રજાનું સ્થાન છે, પંચાયતી રાજસ્થાન. હકીકત માં એને રાજસ્થાન કહી નથી શકાતું, પરંતુ
નામ લગાવી દીધું છે. રાજાઈ તો છે નહીં. આ પણ ડ્રામા બનેલો છે. આ લક્ષ્મી-નારાયણ નાં
ચિત્ર તમને બહુજ કામ આવશે. એનાં પર સમજાવવાનું છે, ભારત આવું ડબલ સિરતાજ હતું. આ
લક્ષ્મી-નારાયણનું રાજ્ય હતું, નાનપણ માં રાધા-કૃષ્ણ હતાં, પછી ત્રેતા માં રામરાજ્ય
થયું, પછી દ્વાપરમાં માયા આવી ગઈ. આ તો બિલકુલ સહજ છે ને. ભારત ની હિસ્ટ્રી-જોગ્રોફી
નટશેલ (સંક્ષેપ) માં સમજાવે છે. દ્વાપરમાં જ પછી પાવન રાજા-રાણી લક્ષ્મી-નારાયણ નાં
મંદિર બન્યાં. દેવતાઓ સ્વયં તો વામમાર્ગ માં ચાલ્યાં ગયાં. પતિત થવા લાગી ગયાં. પછી
જે પાવન દેવતાઓ થઈને ગયાં છે, એમનાં મંદિર બનાવીને પૂજા શરુ કરી. પતિત જ પાવન ને
માથું ટેકવે છે. જ્યાં સુધી બ્રિટિશ ગવર્મેન્ટ નું રાજ્ય હતું તો રાજા-રાણી હતાં.
જમીનદાર પણ રાજા-રાણી નાં લકબ (ટાઈટલ) લઈ લેતા હતાં, એનાંથી એમનું દરબાર માં માન થતું
હતું. હમણાં તો કોઈ રાજા નથી. પાછળથી જ્યારે પરસ્પર લડે છે ત્યારે મુસલમાન વગેરે આવે
છે. હવે આપ બાળકો જાણો છો ફરીથી કળિયુગ નો અંત આવી ગયો છે. વિનાશ સામે છે. બાપ ફરીથી
રાજયોગ શીખવાડી રહ્યાં છે. કેવી રીતે સ્થાપના થાય છે, તે તો તમે જાણો છો, પછી આ
હિસ્ટ્રી-જોગ્રોફી ખતમ થઈ જાય છે. પછી ભક્તિમાં તે લોકો પોતાની ગીતા બનાવી દે છે,
એમાં બહુજ ફરક પડી જાય છે. ભક્તિ માટે એમને દેવી-દેવતા ધર્મનું પુસ્તક જરુર જોઈએ.
તો ડ્રામા અનુસાર ગીતા બનાવી દીધી છે. એવું નથી, ભક્તિમાર્ગ ની એ ગીતા થી કોઈ રાજાઈ
સ્થાપન કરશે અથવા નર થી નારાયણ બનશે, બિલકુલ નહીં.
હવે બાપ સમજાવે છે તમે
છો ગુપ્ત સેના. બાબા પણ ગુપ્ત છે. તમને પણ ગુપ્ત યોગબળ થી રાજાઈ પ્રાપ્ત કરાવી રહ્યાં
છે. બાહુબળ થી હદની રાજાઈ મળે છે. યોગબળ થી બેહદની રાજાઈ મળે છે. આપ બાળકોનાં દિલ
ની અંદર આ નિશ્ચય છે કે અમે હમણાં ભારત ને એ જ દૈવી રાજ્સ્થાન બનાવી રહ્યાં છીએ. જે
મહેનત કરે છે, એમની મહેનત છુપી નથી રહી શકતી. વિનાશ તો થવાનો જ છે. ગીતામાં પણ આ
વાત છે. પૂછે છે, આ સમયની મહેનત અનુસાર અમને ભવિષ્ય માં શું પદ મળશે? અહીં પણ કોઈ
શરીર છોડે છે તો સંકલ્પ ચાલશે કે એ કયા પદ ને પ્રાપ્ત કરશે. તે તો બાપ જ જાણે કે એણે
કયા પ્રકાર થી તન-મન-ધન ની સેવા કરી છે! આ બાળકો નથી જાણી શકતાં, બાપદાદા જાણે.
બતાવી પણ શકાય છે, આ પ્રકારની સેવા તમે કરી છે. જ્ઞાન ઉઠાવ્યું કે નહીં, પરંતુ મદદ
તો બહુજ કરી છે. જેવી રીતે મનુષ્ય દાન કરે છે તો સમજે છે કે સંસ્થા બહુ સારી છે.
સારું કાર્ય કરી રહી છે. પરંતુ મારામાં પાવન રહેવાની તાકાત નથી. હું યજ્ઞને મદદ કરું
છું. તો એનું પણ રિટર્ન એમને મળી જાય છે. જેવી રીતે મનુષ્ય કોલેજ બનાવે છે,
હોસ્પિટલ બનાવે છે બીજાઓનાં માટે. એવું નહીં કહેશે કે હું બીમાર પડું તો હોસ્પિટલ
માં જાઉં. જે કાંઈ બનાવે છે બીજા માટે. તો એનું ફળ પણ મળે છે, આને દાન કહેવાય છે.
અહીં પછી શું થાય છે. આશીર્વાદ આપે છે તમારો લોક પરલોક સુહેલો (સુખદ) થાય. સુખી થાય.
લોક અને પરલોક, તે તો આ સંગમયુગ ની વાત છે. આ છે મૃત્યુલોક નો જન્મ અને અમરલોક નો
જન્મ, બંને સફળ થાય. બરોબર તમારો હમણાં આ જન્મ સફળ થઈ રહ્યો છે, પછી કોઈ તન થી કોઈ
મન થી કોઈ ધન થી સેવા કરે છે. ઘણાં છે જે જ્ઞાન નથી ઉઠાવી શકતાં, કહે છે બાબા,
અમારામાં હિંમત નથી. બાકી મદદ કરી શકે છે. તો બાપ બતાવશે કે તમે આટલાં ધનવાન બની શકો
છો. કોઈ પણ વાત હોય તો પૂછી શકો છો. ફોલો ફાધર કરવું છે તો પૂછવાનું પણ એમનાથી છે,
આ હાલતમાં અમે શું કરીએ? શ્રીમત આપવા વાળા બાપ બેઠાં છે. એમનાથી પૂછવાનું છે,
છુપાવવાનું નથી. નહીં તો બીમારી વધી જશે. કદમ-કદમ શ્રીમત પર ન ચાલો તો રોલો પડી જશે.
બાબા કોઈ દૂર થોડી છે. સન્મુખ આવીને પૂછવું જોઈએ. આવી રીતે બાપદાદાની પાસે ઘડી-ઘડી
આવવું જોઈએ. હકીકતમાં આવા મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપની સાથે તો જોડાયેલા જ રહેવું
જોઈએ. સાજન ને ચિટકી જવું જોઈએ, તે છે શરીરધારી, આ છે રુહાની. આમાં ચટકવાની વાત નથી,
અહીં બધાને બેસાડી નહીં દેશે. આ એવી વસ્તુ છે, બસ સામે બેઠાં જ રહો, સાંભળ્યાં જ કરો.
એમની મત પર ચાલતાં જ રહો. પરંતુ બાબા કહેશે અહીં બેસી નથી જવાનું. ગંગા નદી બનો,
જાઓ સેવા પર. બાળકોને પ્રેમ એવો હોવો જોઈએ - જેવી રીતે મસ્તાના હોય છે. પરંતુ પછી
સર્વિસ પણ તો કરવાની છે. નિશ્ચયબુદ્ધિ તો એકદમ લટકી પડે છે. બાળકો લખે છે ફલાણાની
બહુજ સારી નિશ્ચયબુદ્ધિ છે. હું લખું છું કંઈ પણ નથી સમજ્યો. જો નિશ્ચયબુદ્ધિ છે કે
સ્વર્ગ નાં માલિક બનાવવા વાળા બાપ આવી ગયા છે તો એક સેકન્ડ પણ મળ્યાં વગર રહી ન શકે.
ઘણી બાળકીઓ છે જે તડપે છે. પછી ઘરે બેસી એમને સાક્ષાત્કાર થાય છે બ્રહ્મા અને કૃષ્ણ
નો. નિશ્ચય થાય કે આ બાપ પરમધામ થી અમને રાજધાની આપવા આવ્યા છે તો પછી આવીને બાબા
ને મળે. એવી રીતે પણ આવે છે પછી સમજાવાય છે કે જ્ઞાન ગંગા બનો. પ્રજા તો ઘણી જોઈએ.
રાજધાની સ્થાપન થઈ રહી છે. આ ચિત્ર સમજાવવા માટે ખુબ સારાં છે. તમે કોઈને પણ કહી શકો
છો કે અમે ફરીથી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ. વિનાશ પણ સામે ઉભો છે. મરવાની પહેલા
બાપ પાસે થી વારસો લેવાનો છે. બધાં ઈચ્છે છે કે વન ઓલમાયટી ગવર્મેન્ટ છે. હમણાં બધાં
મળીને એક થોડી બની શકે છે? એક રાજ્ય હતું જરુર, જેનું ગાયન પણ છે. સતયુગ નું નામ
બહુજ પ્રખ્યાત છે. ફરીથી એની સ્થાપના થઈ રહી છે. કોઈ આ વાતો ને ઝટ માનશે, કોઈ નહીં
માનશે. ૫ હજાર વર્ષ પહેલા લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી આ રાજાઓનું રાજ્ય થઈ
ગયું. રાજાઓ પણ હમણાં પતિત થઈ ગયાં છે. હવે ફરી પાવન લક્ષ્મી-નારાયણનું રાજ્ય થશે.
તમારા માટે તો સમજાવવું બહુજ સહજ છે. અમે દૈવી રાજધાની સ્થાપન કરી રહ્યા છીએ,
શિવબાબા ની શ્રીમત થી અને એમની મદદ થી. શિવબાબા થી શક્તિ પણ મળે છે. આ નશો રહેવો
જોઈએ. તમે વોરિયર્સ (યોદ્ધા) છો. મંદિરોમાં પણ તમે જઈને સમજાવી શકો છો કે સ્વર્ગની
સ્થાપના જરુર રચયિતા દ્વારા જ થશે ને. તમે જાણો છો બેહદનાં બાપ એક છે. તમારા સન્મુખ
તમને જ્ઞાન શૃંગાર કરી રહ્યાં છે. રાજ્યોગ શીખવાડી રહ્યાં છે. તે ગીતા સંભળાવવા વાળા
ક્યારે રાજ્યોગ શીખવાડી ન શકે. આ હમણાં આપ બાળકોની બુદ્ધિમાં નશો ચઢાવાય છે. બાબા
આવ્યા છે સ્વર્ગની સ્થાપના કરવાં. સ્વર્ગ છે જ પાવન રાજસ્થાન. મનુષ્ય તો
લક્ષ્મી-નારાયણ નાં રાજ્ય ને જ ભૂલી ગયાં છે. હમણાં બાપ સન્મુખ બેસી સમજાવે છે, તમે
કોઈ પણ ગીતા પાઠશાળા વગેરેમાં ચાલ્યા જાઓ. બધી હિસ્ટ્રી-જોગ્રાફી અથવા ૮૪ જન્મ નાં
સમાચાર કોઈ સંભળાવી ન શકે. લક્ષ્મી-નારાયણ નાં ચિત્ર સાથે રાધા કૃષ્ણ નું પણ ચિત્ર
હોય તો સમજવામાં સહજ થશે. આ છે કરેક્ટ ચિત્ર. લખાણ પણ એનું સારું હોય. તમારી
બુદ્ધિમાં આખું ચક્ર યાદ છે. સાથે ચક્રને સમજાવવા વાળા પણ યાદ છે. બાકી નિરંતર યાદ
નાં અભ્યાસ માં મહેનત ખુબજ છે. નિંરતર યાદ એવી પાક્કી હોય જે અંતમાં કોઈ કિચડપટ્ટી
યાદ ન આવે. બાપ ને ક્યારેય ભૂલવું નહીં. નાના બાળકો બાપને બહુજ યાદ કરે છે પછી બાળકો
મોટા થાય છે તો ધન ને યાદ કરે છે. તમને પણ ધન મળે છે. જે સારી રીતે ધારણ કરી પછી
દાન કરવું જોઈએ. પૂરા ફ્લેન્થ્રોફિસ્ટ (દાનવીર) બનવાનું છે. હું સન્મુખ આવીને
રાજયોગ શીખવાડું છું. તે ગીતા તો જન્મ-જન્માંતર વાંચી, કોઈ પણ પ્રાપ્તિ ન થઈ. અહીં
તો તમને નર થી નારાયણ બનાવવા માટે આ શિક્ષા આપી રહ્યો છું. તે છે ભક્તિમાર્ગ. અહીં
પણ કોટોમાં કોઈ નીકળશે જે તમારા દૈવી ઘરાના (વંશજ) નાં હશે. પછી બ્રાહ્મણ બનવા જરુર
આવશે, પછી ભલે રાજા-રાણી બને, ભલે પ્રજા. એમાં પણ કોઈ તો સુનન્તી, કથન્તી, ભાગન્તી
થઈ જાય છે. જે બાળકો બની પછી ફારકતી આપે છે, એમનાં પર બહુજ મોટો દંડ છે. ભારે સજા
છે. આ સમયે એવું કોઈ કહી નથી શકતું કે અમે નિરંતર યાદ કરીએ છીએ. જો કોઈ કહે તો
ચાર્ટ લખીને મોકલે તો બાબા બધું સમજી જશે. ભારતની સેવામાં જ તન-મન-ધન લગાવી રહ્યાં
છે. લક્ષ્મી-નારાયણ નું ચિત્ર હંમેશા પાકીટ માં પડ્યું હોય. બાળકોને બહુજ નશો હોવો
જોઈએ.
સોશિયલ વર્કર્સ તમને
પૂછે છે કે તમે ભારતની શું સેવા કરી રહ્યાં છો? બોલો, અમે પોતાનાં તન-મન-ધન થી
ભારતને દૈવી રાજસ્થાન બનાવી રહ્યાં છીએ. આવી સેવા બીજા કોઈ કરી નથી શકતાં. તમે જેટલી
સેવા કરશો એટલી બુદ્ધિ રિફાઇન્ડ થતી જશે. એવાં પણ ઘણાં બાળકો છે જે ઠીક રીતે ન
સમજાવી શકે તો નામ બદનામ થાય છે. કોઈ-કોઈ માં ક્રોધનું ભૂત પણ છે તો આ પણ
ડિસ્ટ્રક્ટીવ (વિનાશકારી) કામ કર્યું ને. એમને કહીશું કે તમે પોતાનું મોઢું તો જુઓ.
લક્ષ્મી કે નારાયણ ને વરવાને લાયક બન્યાં છો? એવી રીતે જે આબરું (ઈજ્જત) ગુમાવવા
વાળા બાળકો છે, તે શું પદ પામશે? તે પ્યાદાઓની લાઈન માં આવી જાય છે. તમે પણ સેના છો
ને. અચ્છા.
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. અવિનાશી
જ્ઞાન રતનો નાં મહાદાની બનવાનું છે. તન-મન-ધન થી ભારતને સ્વર્ગ બનાવવાની સેવા કરવાની
છે.
2. કોઈ પણ
ડિસ્ટ્રક્ટીવ (વિનાશકારી) કાર્ય નથી કરવાનું. નિરંતર યાદ નાં અભ્યાસ માં રહેવાનું
છે.
વરદાન :-
એકરસ અને
નિરંતર ખુશી ની અનુભૂતિ દ્વારા નંબરવન લેવા વાળા અખૂટ ખજાનાથી સંપન્ન ભવ
નંબરવન માં આવવા માટે
એકરસ અને નિરંતર ખુશી ની અનુભૂતિ કરતાં રહો, કોઈ પણ ઝમેલામાં નહીં જાઓ. ઝમેલા માં
જવાથી ખુશી નો ઝુલો ઢીલો થઈ જાય છે પછી તે નથી ઝૂલી શકતા તેથી સદા અને એકરસ ખુશીનાં
ઝુલામાં ઝૂલતાં રહો. બાપદાદા દ્વારા બધાં બાળકોને અવિનાશી, અખૂટ અને બેહદનો ખજાનો
મળે છે. તો સદા એ ખજાનાઓની પ્રાપ્તિમાં એકરસ અને સંપન્ન રહો. સંગમયુગ ની વિશેષતા છે
અનુભવ, આ યુગની વિશેષતા નો લાભ ઉઠાવો.
સ્લોગન :-
મન્સા મહાદાની
બનવું છે તો રુહાની સ્થિતિ માં સદા સ્થિત રહો.