16-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
પોતાની જીવન ડોર એક બાપ થી બાંધી છે , તમારું કનેક્શન ( સંબંધ ) એક થી છે , એક થી જ
તોડ નિભાવવાનો છે ”
પ્રશ્ન :-
સંગમયુગ પર
આત્મા પોતાની ડોર પરમાત્મા સાથે જોડે છે, તેની રીત અજ્ઞાન માં કઈ રીતે ચાલતી આવી રહી
છે?
ઉત્તર :-
લગ્ન નાં સમયે સ્ત્રી નો પાલવ પતિ નાં સાથે બાંધે છે. સ્ત્રી સમજે છે જીવનભર એમનાં
જ સાથી થઇને રહેવાનું છે. તમે તો હવે પોતાનો પાલવ બાપનાં સાથે જોડયો છે. તમે જાણો
છો આપણી પરવરિશ અડધા કલ્પ માટે બાપ દ્વારા થશે.
ગીત :-
જીવન ડોર
તુમ્હી સંગ બાંધી …
ઓમ શાંતિ!
જુઓ, ગીત માં
કહે છે જીવન ડોર તમારા થી બાંધી. જેમ કોઇ કન્યા છે, તે પોતાનાં જીવનની ડોર પતિ નાં
સાથે બાંધે છે. સમજે છે કે જીવનભર એમનાં જ સાથી થઇને રહેવાનું છે. એમને જ પરવરિશ
કરવાની છે. એવું નહીં કે કન્યાએ એમની પરવરિશ કરવાની છે. ના, જીવન સુધી એમને પરવરિશ
કરવાની છે. આપ બાળકોએ પણ જીવન ડોર બાંધી છે. બેહદ નાં બાપ કહો, શિક્ષક કહો, ગુરુ કહો
જે કહો….. આ આત્માઓની જીવન ની ડોર પરમાત્મા સાથે બાંધવાની છે. તે છે હદની સ્થૂળ વાત,
આ છે સૂક્ષ્મ વાત. કન્યા નાં જીવનની ડોર પતિનાં સાથે બંધાય છે. તે એમનાં ઘરે જાય
છે. જુઓ, દરેક વાત સમજવાની બુદ્ધિ જોઈએ. કળયુગમાં છે બધી આસુરી મત ની વાતો. તમે જાણો
છો આપણે જીવનની ડોર એક થી બાંધી છે. તમારું કનેક્શન એક થી છે. એક થી જ તોડ નિભાવવાનો
છે કારણ કે એમનાથી આપણને બહુ જ સારું સુખ મળે છે. એ તો આપણને સ્વર્ગ નાં માલિક બનાવે
છે. તો એવાં બાપની શ્રીમત પર ચાલવું જોઈએ. આ છે રુહાની ડોર. રુહ જ શ્રીમત લે છે.
આસુરી મત લેવાથી તો નીચે પડ્યા છે. હવે રુહાની બાપ ની શ્રીમત પર ચાલવું જોઈએ.
તમે જાણો છો આપણે
પોતાની આત્માની ડોર પરમાત્મા સાથે બાંધીએ છીએ, તો આપણને એમનાથી ૨૧ જન્મ સદા સુખ નો
વારસો મળે છે. તે અલ્પકાળ ની જીવન ડોર થી તો નીચે પડતા આવ્યાં છીએ. આ ૨૧ જન્મોનાં
માટે ગેરંટી (ખાતરી) છે. તમારી કમાણી કેટલી જબરજસ્ત છે, આમાં ગફલત ન કરવી જોઈએ. માયા
ગફલત ખૂબ કરાવે છે. આ લક્ષ્મી-નારાયણે જરુર કોઈ થી જીવન ડોર બાંધી જેનાથી ૨૧ જન્મ
નો વારસો મળ્યો. આપ આત્માઓની પરમાત્મા થી જીવન ડોર બંધાય છે, કલ્પ-કલ્પ. એની તો
ગણતરી નથી. બુદ્ધિ માં બેસે છે - અમે શિવબાબા નાં બન્યા છીએ, એમનાથી જીવન ડોર બાંધી
છે. દરેક વાત બાપ બેસી સમજાવે છે. તમે જાણો છો કલ્પ પહેલાં પણ બાંધી હતી. હવે
શિવજયંતી મનાવે છે પરંતુ કોની મનાવે છે, ખબર નથી. શિવબાબા જે પતિત-પાવન છે તે જરુર
સંગમ પર જ આવશે. આ તમે જાણો છો, દુનિયા નથી જાણતી એટલે ગવાયું છે કોટો માં કોઈ. આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાયઃ લોપ થઈ ગયો છે બીજા બધાં શાસ્ત્રો કથાઓ વગેરે છે. આ
ધર્મ છે જ નહીં તો જાણે કેવી રીતે. હમણાં તમે જીવનની ડોર બાંધી રહ્યાં છો. આત્માઓ
ની પરમાત્મા સાથે ડોર જોડાયેલી છે, આમાં શરીરની કોઈ વાત નથી. ભલે ઘરમાં બેઠા રહો,
બુદ્ધિ થી યાદ કરવાનાં છે. આપ આત્માઓની જીવન ડોર બંધાયેલી છે. પાલવ બાંધે છે ને. તે
સ્થૂળ પાલવ, આ છે આત્માઓ નો પરમાત્મા ની સાથે યોગ. ભારત માં શિવજયંતી પણ મનાવે છે
પરંતુ તે ક્યારે આવ્યા હતાં, આ કોઈને પણ ખબર નથી. કૃષ્ણ ની જયંતી ક્યારે, રામ ની
જયંતી ક્યારે છે, આ નથી જાણતાં. બાળકો તમે ત્રિમૂર્તિ શિવજયંતી અક્ષર લખો છો પરંતુ
આ સમયે ત્રણ મૂર્તિઓ તો છે નહીં. તમે કહેશો શિવબાબા બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચે છે
તો બ્રહ્મા સાકાર માં જરુર જોઈએ ને. બાકી વિષ્ણુ અને શંકર આ સમયે ક્યાં છે, જે તમે
ત્રિમૂર્તિ કહો છો. આ બહુજ જ સમજવાની વાતો છે. ત્રિમૂર્તિ નો અર્થ જ
બ્રહ્મા-વિષ્ણુ-શંકર છે. બ્રહ્મા દ્વારા સ્થાપના તે તો આ સમય થાય છે. વિષ્ણુ દ્વારા
સતયુગ માં પાલના થશે. વિનાશ નું કાર્ય અંતમાં થવાનું છે. આ આદિ સનાતન દેવી-દેવતા
ધર્મ ભારત નો એક જ છે. તે તો બધાં આવે છે ધર્મ સ્થાપન કરવાં. દરેક જાણે છે આ ધર્મ
સ્થાપન કર્યો અને એનું સવંત આ છે. ફલાણા સમયે, ફલાણો ધર્મ સ્થાપન કર્યો. ભારત ની
કોઈને ખબર નથી. ગીતા જયંતી, શિવ જયંતી ક્યારે થઈ, કોઈને ખબર નથી. કૃષ્ણ અને રાધા ની
આયુમાં ૨-૩ વર્ષનો ફર્ક હશે. સતયુગ માં જરુર પહેલાં કૃષ્ણએ જન્મ લીધો હશે પછી રાધેએ.
પરંતુ સતયુગ ક્યારે હતું, આ કોઈને ખબર નથી. તમને પણ સમજવામાં ઘણાં વર્ષ લાગ્યાં છે,
તો બે દિવસ માં કોઈ ક્યાં સુધી સમજશે. બાપ તો ખૂબ સહજ બતાવે છે, એ છે બેહદનાં બાપ,
જરુર એમનાથી બધાને વારસો મળવો જોઈએ ને. ઓ ગોડ ફાધર કહી યાદ કરે છે. લક્ષ્મી-નારાયણ
નાં મંદિર છે. આ સ્વર્ગ માં રાજ્ય કરતાં હતાં પરંતુ એમને આ વારસો કોણે આપ્યો? જરુર
સ્વર્ગનાં રચયિતાએ આપ્યો હશે. પરંતુ ક્યારે કેવી રીતે આપ્યો, તે કોઈ નથી જાણતું. આપ
બાળકો જાણો છો જ્યારે સતયુગ હતું બીજો કોઈ ધર્મ નહોતો. સતયુગ માં આપણે પવિત્ર હતાં,
કળયુગ માં આપણે પતિત છીએ. તો સંગમ પર જ્ઞાન આપ્યું હશે, સતયુગ માં નહીં. ત્યાં તો
પ્રાલબ્ધ છે. જરુર આગલા જન્મમાં જ્ઞાન લીધું હશે. તમે પણ હમણાં લઈ રહ્યાં છો. તમે
જાણો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના બાપ જ કરશે. કૃષ્ણ તો સતયુગ માં હતાં,
એમને આ પ્રાલબ્ધ ક્યાંથી મળી? લક્ષ્મી-નારાયણ જ રાધે-કૃષ્ણ હતાં, આ કોઈ નથી જાણતું.
બાપ કહે છે જેમણે કલ્પ પહેલાં સમજ્યું હતું એ જ સમજશે. આ સેપલિંગ (કલમ) લાગે
છે.મોસ્ટ સ્વીટેસ્ટ (સૌથી મીઠા) ઝાડની કલમ લાગે છે. તમે જાણો છો આજ થી ૫ હજાર વર્ષ
પહેલાં પણ બાપે આવીને મનુષ્ય થી દેવતા બનાવ્યાં હતાં. હમણાં તમે ટ્રાન્સફર (બદલી)
થઇ રહ્યાં છો. પહેલાં બ્રાહ્મણ બનવાનું છે. બાજોલી રમે છે તો ચોટી જરુર આવશે. બરોબર
આપણે હમણાં બ્રાહ્મણ બન્યાં છીએ. યજ્ઞમાં તો જરુર બ્રાહ્મણ જોઈએ. આ શિવ અથવા રુદ્ર
નો યજ્ઞ છે. રુદ્ર જ્ઞાન યજ્ઞ જ કહેવાય છે. કૃષ્ણએ યજ્ઞ નથી રચ્યો. આ રુદ્ર જ્ઞાન
યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રજવલિત થાય છે. આ શિવબાબા નો યજ્ઞ પતિતો ને પાવન બનાવવા માટે
છે. રુદ્ર શિવબાબા નિરાકાર છે, તે યજ્ઞ કેવી રીતે રચે. જ્યાં સુધી મનુષ્ય તન માં ન
આવે. મનુષ્ય જ યજ્ઞ રચે છે. સૂક્ષ્મ કે મૂળ વતન માં આ વાતો નથી હોતી. બાપ સમજાવે છે
આ સંગમયુગ છે. જ્યારે લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો સતયુગ હતો. હવે પછી તમે આ
બની રહ્યાં છો. આ જીવનની ડોર આત્માઓની પરમાત્માની સાથે છે. આ ડોર કેમ બાંધી છે? સદા
સુખ નો વારસો પામવા માટે. તમે જાણો છો બેહદનાં બાપ દ્વારા આપણે આ લક્ષ્મી-નારાયણ
બનીએ છીએ. બાપે સમજાવ્યું છે આપ સો દેવી-દેવતા ધર્મ નાં હતાં. તમારું રાજ્ય હતું.
પાછળ તમે પુનર્જન્મ લેતાં-લેતાં ક્ષત્રિય ધર્મ માં આવ્યાં. સૂર્યવંશી રાજાઈ ચાલી ગઈ
પછી ચંદ્રવંશી આવ્યાં. તમને ખબર છે આપણે આ ચક્ર કેવી રીતે લગાવીએ છીએ. આટલાં-આટલાં
જન્મ લીધાં. ભગવાનુવાચ - હેં બાળકો, તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં, હું જાણું
છું. હવે આ સમયે આ તન માં બે મૂર્તિ છે. બ્રહ્માની આત્મા અને શિવ પરમ આત્મા. આ સમયે
બે મૂર્તિ ભેગી છે - બ્રહ્મા અને શિવ. શંકર તો ક્યારેય પાર્ટ માં આવતા નથી. બાકી
વિષ્ણુ સતયુગ માં છે. હમણાં તમે બ્રાહ્મણ સો દેવતા બનશો. હમ સો નો અર્થ હકીકતમાં આ
છે. એમણે કહી દીધું છે - આત્મા સો પરમાત્મા. પરમાત્મા સો આત્મા. કેટલો ફરક છે. રાવણ
નાં આવવાથી જ રાવણ ની મત શરું થઈ ગઈ. સતયુગ માં તો આ જ્ઞાન જ પ્રાય:લોપ થઈ જશે. આ
બધું થવું ડ્રામા માં નોંધ છે ને ત્યારે તો બાપ આવીને સ્થાપના કરે છે. હમણાં છે
સંગમ. બાપ કહે છે હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમયુગ પર આવીને તમને મનુષ્ય થી દેવતા
બનાવું છું. જ્ઞાન યજ્ઞ રચુ છું. બાકી જે છે તે આ યજ્ઞ માં સ્વાહા થઈ જવાનાં છે. આ
વિનાશ જ્વાળા આ યજ્ઞ થી પ્રજ્વલિત થવાની છે. પતિત દુનિયાનો તો વિનાશ થવાનો છે. નહીં
તો પાવન દુનિયા કેવી રીતે થાય. તમે કહો પણ છો હેં પતિત-પાવન આવો તો પતિત દુનિયા
પાવન દુનિયા ભેગી રહેશે શું? પતિત દુનિયાનો વિનાશ થશે, આમાં તો ખુશ થવું જોઈએ.
મહાભારત ની લડાઈ લાગી હતી, જેનાથી સ્વર્ગનાં દ્વાર ખુલ્યાં. કહે છે આ એ જ મહાભારત
લડાઈ છે. આ તો સારું છે, પતિત દુનિયા ખતમ થઇ જશે. શાંતિ માટે માથા મારવાની દરકાર
શું છે. તમને જે હવે ત્રીજું નેત્ર મળ્યું છે તે કોઈને નથી. આપ બાળકોએ ખુશ થવું
જોઈએ - અમે બેહદનાં બાપ થી ફરીથી વારસો લઇ રહ્યાં છીએ. બાબા અમે અનેકવાર આપ થી વારસો
લીધો છે. રાવણે પછી શ્રાપ આપ્યો. આ વાતો યાદ કરવી સહજ છે. બાકી બધી દંત કથાઓ છે.
તમને એટલાં સાહૂકાર બનાવ્યાં પછી ગરીબ કેમ બન્યાં? આ બધું ડ્રામા માં નોંધ છે. ગવાય
પણ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય. ભક્તિ થી વૈરાગ્ય ત્યારે થાય જ્યારે જ્ઞાન મળે. તમને
જ્ઞાન મળ્યું ત્યારે ભક્તિ થી વૈરાગ્ય થયો. આખી જૂની દુનિયા થી વૈરાગ્ય. આ તો
કબ્રિસ્તાન છે. ૮૪ જન્મ નું ચક્ર લગાવ્યું છે. હવે ઘરે જવાનું છે. મને યાદ કરો તો
મારા પાસે ચાલ્યાં આવશો. વિકર્મ વિનાશ થઇ જશે બીજો કોઈ ઉપાય નથી. યોગ અગ્નિ થી પાપ
ભસ્મ થશે. ગંગા સ્નાન થી નહીં થશે.
બાબા કહે છે માયાએ
તમને ફૂલ (મૂર્ખ) બનાવી દીધાં છે, એપ્રિલફૂલ કહે છે ને. હવે હું તમને
લક્ષ્મી-નારાયણ જેવાં બનાવવા આવ્યો છું. ચિત્ર તો ખૂબ સારા છે - આજે આપણે શું છીએ,
કાલે આપણે શું હોઈશું? પરંતુ માયા ઓછી નથી. માયા ડોર બાંધવા દેતી નથી. ખેંચતાણ થાય
છે. આપણે બાબા ને યાદ કરીએ છીએ પછી ખબર નહીં શું થાય છે? ભૂલી જઈએ છીએ. આમાં મહેનત
છે એટલે ભારત નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. એમને વારસો કોણે આપ્યો, આ કોઈ સમજતું નથી.
બાપ કહે છે બાળકો, હું તમને ફરીથી વારસો આપવા આવ્યો છું. આ તો બાપ નું કામ છે. આ
સમયે બધા નર્કવાસી છે. તમે ખુશ થઇ રહ્યાં છો. અહીંયા કોઈ આવે છે સમજે છે તો ખુશી
થાય છે, બરાબર ઠીક છે. ૮૪ જન્મનો હિસાબ છે. બાપ થી વારસો લેવાનો છે. બાપ જાણે છે
અડધોકલ્પ ભક્તિ કરીને તમે થાકી ગયાં છો. મીઠા બાળકો - બાપ તમારો બધો થાક દૂર કરશે.
હવે ભક્તિ, અંધકાર માર્ગ પૂરો થાય છે. ક્યાં આ દુઃખધામ, ક્યાં તે સુખધામ. હું
દુઃખધામ ને સુખધામ બનાવવા કલ્પ નાં સંગમ પર આવું છું. બાપનો પરિચય આપવાનો છે. બાપ
બેહદ નો વારસો આપવા વાળા છે. એક ની જ મહિમા છે. શિવબાબા ન હોત તો તમને પાવન કોણ
બનાવત. ડ્રામા માં બધી નોંધ છે. કલ્પ-કલ્પ તમે મને પોકારો છો હેં પતિત-પાવન આવો.
શિવ ની જયંતી છે. કહે છે બ્રહ્માએ સ્વર્ગની સ્થાપના કરી, પછી શિવે શું કર્યું જે
શિવ જયંતી મનાવે છે. કાંઈ પણ સમજતાં નથી. તમારી બુદ્ધિ માં જ્ઞાન એકદમ બેસી જવું
જોઈએ. ડોર એક નાં સાથે બાંધી છે તો પછી બીજા કોઈની સાથે નહીં બાંધો. નહીં તો નીચે
પડશો. પારલૌકિક બાપ મોસ્ટ સિમ્પલ (સૌથી સાધારણ) છે. કોઈ ઠાઠ-બાઠ નથી. તે બાપ તો
મોટરો માં, એરોપ્લેન માં ફરે છે. આ બેહદનાં બાપ કહે છે હું પતિત દુનિયા, પતિત શરીર
માં બાળકોની સેવા માટે આવ્યો છું. તમે બોલાવ્યો છે હેં અવિનાશી સર્જન આવો, આવીને
અમને ઇન્જેક્શન લગાવો. ઇન્જેક્શન લાગી રહ્યું છે. બાપ કહે છે યોગ લગાવો તો તમારા
પાપ ભસ્મ થશે. બાપ છે જ ૬૩ જન્મોનાં દુઃખહર્તા. ૨૧ જન્મોનાં સુખકર્તા. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાના
બુદ્ધિ ની રુહાની ડોર એક બાપ નાં સાથે બાંધવાની છે. એક ની જ શ્રીમત પર ચાલવાનું છે.
2. આપણે મોસ્ટ
સ્વીટેસ્ટ (સૌથી મીઠા) ઝાડની કલમ લગાવી રહ્યાં છીએ એટલે પહેલાં સ્વયં ને ખૂબ-ખૂબ
સ્વીટ બનાવવાનું છે. યાદની યાત્રામાં તત્પર રહી વિકર્મ વિનાશ કરવાનાં છે.
વરદાન :-
સર્વ ખજાનાઓ
ને વિશ્વ કલ્યાણ પ્રતિ યુઝ કરવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ
જેમ પોતાનાં હદ ની
પ્રવૃત્તિ માં, પોતાના હદનાં સ્વભાવ-સંસ્કારો ની પ્રવૃત્તિ માં ખૂબ સમય લગાવી દો
છો, પરંતુ પોત-પોતાની પ્રવૃત્તિ થી પરે અર્થાત્ ઉપરામ રહો અને દરેક સંકલ્પ, બોલ,
કર્મ અને સંબંધ-સંપર્ક માં બેલેન્સ રાખો તો સર્વ ખજાનાઓ ની ઈકોનોમી (બચત) દ્વારા કમ
ખર્ચ બાલા નશીન બની જશો. હમણાં સમય રુપી ખજાનો, એનર્જી (શક્તિઓ) નો ખજાનો અને સ્થૂળ
ખજાના માં કમ ખર્ચ બાલા નશીન બનો, આને સ્વયં નાં બદલે વિશ્વ કલ્યાણ પ્રતિ યુઝ કરો
તો સિદ્ધિ સ્વરુપ બની જશો.
સ્લોગન :-
એક ની લગન માં
સદા મગન રહો તો નિર્વિઘ્ન બની જશો.