16-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે સતોપ્રધાન બનવું છે તો બાપ ને પ્રેમ થી યાદ કરો , પારસનાથ શિવબાબા તમને પારસપુરી નાં માલિક બનાવવા આવ્યા છે”

પ્રશ્ન :-
આપ બાળકો કઈ એક વાત ની ધારણા થી જ મહિમા યોગ્ય બની જશો?

ઉત્તર :-
ખૂબ-ખૂબ નિર્માણ-ચિત્ત બનો. કોઈ પણ વાત નો અહંકાર ન હોવો જોઈએ. ખૂબ મીઠાં બનવાનું છે. અહંકાર આવ્યો તો દુશ્મન બની જાઓ છો. ઊંચ અથવા નીચ, પવિત્રતા ની વાત પર બનો છો. જ્યારે પવિત્ર છો તો માન છે, અપવિત્ર છો તો બધાને માથું ઝુકાવો છો.

ઓમ શાંતિ!
રુહાની બાપ બાળકો ને સમજાવે છે. બાપ પણ સમજે છે કે હું આપ બાળકો ને સમજાવું છું. આ પણ બાળકો ને સમજાવાયું છે કે ભક્તિમાર્ગ માં ભિન્ન-ભિન્ન નામ થી અનેકાનેક ચિત્ર બનાવી દે છે. જેવી રીતે નેપાળ માં પારસનાથ ને માને છે. એમનું ખૂબ મોટું મંદિર છે. પરંતુ કંઈ પણ નથી. ૪ દરવાજા છે, ૪ મૂર્તિઓ છે. ચોથા માં શ્રીકૃષ્ણ ને રાખ્યા છે. હવે કદાચ કંઈ બદલાવી દીધું હોય. હવે પારસનાથ તો જરુર શિવબાબા ને જ કહેવાશે. મનુષ્યો ને પારસ બુદ્ધિ પણ એ જ બનાવે છે. તો પહેલાં-પહેલાં એમને આ સમજાવવાનું છે-ઊંચા માં ઊંચા છે ભગવાન, પછી છે આખી દુનિયા. સૂક્ષ્મવતન ની સૃષ્ટિ તો નથી. પછી હોય છે લક્ષ્મી-નારાયણ અથવા વિષ્ણુ. હકીકત માં વિષ્ણુ નું મંદિર પણ ખોટું છે. વિષ્ણુ ચતુર્ભુજ, ચાર ભુજાઓ વાળા કોઈ મનુષ્ય તો હોતા નથી. બાપ સમજાવે છે આ લક્ષ્મી-નારાયણ છે, જેમને સાથે વિષ્ણુ નાં રુપ માં દેખાડ્યા છે. લક્ષ્મી-નારાયણ તો બંને અલગ-અલગ છે. સૂક્ષ્મ વતન માં વિષ્ણુ ને ચાર ભુજાઓ આપી દીધી છે અર્થાત્ બંને ને મિલાવીને ચતુર્ભુજ કરી દીધાં છે, બાકી એવું કોઈ હોતું નથી. મંદિર માં તો ચતુર્ભુજ દેખાડે છે-તે છે સૂક્ષ્મ વતન નાં. ચતુર્ભુજ ને શંખ, ચક્ર, ગદા, પદમ વગેરે આપે છે. એવું કંઈ નથી. ચક્ર પણ આપ બાળકો ને છે. નેપાળ માં વિષ્ણુનું મોટું ચિત્ર ક્ષીર સાગર માં દેખાડે છે. પૂજા નાં દિવસો માં થોડું દૂધ નાખી દે છે. બાપ એક-એક વાત સારી રીતે સમજાવે છે. આવો કોઈ પણ વિષ્ણુ નો અર્થ સમજાવી ન શકે. જાણતા જ નથી. આ તો ભગવાન સ્વયં સમજાવે છે. ભગવાન કહેવાય છે શિવબાબા ને. છે તો એક જ પરંતુ ભક્તિ માર્ગ વાળાઓએ નામ અનેક રાખી દીધાં છે. તમે હવે અનેક નામ નહીં લેશો. ભક્તિમાર્ગ માં ખૂબ ધક્કા ખાય છે. તમે પણ ખાધાં. હવે જો તમે મંદિર વગેરે જોશો તો એનાં પર સમજાવશો કે ઊંચા માં ઊંચા છે ભગવાન, સુપ્રીમ સોલ, નિરાકાર પરમપિતા પરમાત્મા. આત્મા શરીર દ્વારા કહે છે-ઓ પરમપિતા. એમની પછી મહિમા પણ છે જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર. ભક્તિ માર્ગ માં એક નાં અનેક ચિત્રો છે. જ્ઞાન માર્ગ માં તો જ્ઞાન સાગર એક જ છે. એ જ પતિત-પાવન, સર્વ નાં સદ્દગતિ દાતા છે. તમારી બુદ્ધિ માં આખું ચક્ર છે. ઊંચા માં ઊંચા પરમાત્મા છે, એમનાં માટે જ ગાયન છે સિમર-સિમર સુખ પાઓ અર્થાત્ એક બાપ ને જ યાદ કરો અથવા સિમરણ કરતા રહો, તો કલેષ ખતમ થાય બધાં તન નાં, પછી જીવન-મુક્તિ પદ મેળવો. આ જીવન-મુક્તિ છે ને? બાપ પાસેથી આ સુખ નો વારસો મળે છે. એકલા આ તો નહીં મેળવશે. જરુર રાજધાની હશે ને? એટલે બાપ રાજધાની સ્થાપન કરી રહ્યા છે. સતયુગ માં રાજા, રાણી, પ્રજા બધાં હોય છે. તમે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છો, તો જઈને મોટા કુળ માં જન્મ લેશો. ખૂબ સુખ મળે છે. જ્યારે તે સ્થાપના થઈ જાય છે તો છી-છી આત્માઓ સજાઓ ખાઈને પાછા ઘરે ચાલ્યા જાય છે. પોત-પોતાનાં સેક્શન (વિભાગ) માં જઈને રહેશે. આટલાં બધાં આત્માઓ આવશે પછી વૃદ્ધિ થતી રહેશે. આ બુદ્ધિમાં રહેવું જોઈએ કે ઉપર થી કેવી રીતે આવે છે. એવું તો નથી બે પાન/પાંદડા ની બદલે દસ પાન સાથે આવવા જોઈએ. ના, કાયદેસર પાન નીકળે છે. આ ખૂબ મોટું ઝાડ છે. દેખાડે છે એક દિવસ માં લાખોની વૃદ્ધિ થઈ જાય છે. પહેલાં સમજાવવાનું છે-ઊંચા માં ઊંચા છે ભગવાન, પતિત-પાવન, દુઃખહર્તા-સુખકર્તા પણ એ જ છે. જે પણ પાર્ટધારી દુઃખી હોય છે, એ બધાને આવીને સુખ આપે છે, દુઃખ આપવા વાળો છે રાવણ. મનુષ્યો ને આ ખબર જ નથી કે બાપ આવ્યા છે જે આવીને સમજે. ઘણાં તો સમજતા-સમજતા પછી થાકી જાય છે. (બહાર નીકળી જાય છે) જેવી રીતે સ્નાન કરતા-કરતા પગ લપસી જાય છે તો પાણી ની અંદર ઘૂસી જાય છે. બાબા તો અનુભવી છે ને? આ તો વિષય સાગર છે. બાબા તમને ક્ષીર સાગર તરફ લઈ જાય છે. પરંતુ માયા રુપી ગ્રાહ સારા-સારા મહારથીઓ ને પણ હપ કરી લે છે. જીતે જી બાપ ની ગોદ થી મરીને રાવણ ની ગોદમાં ચાલ્યા જાય છે અર્થાત્ મરી જાય છે. આપ બાળકોની બુદ્ધિમાં છે ઊંચા માં ઊંચા બાપ પછી રચના રચે છે. હિસ્ટ્રી-જોગ્રોફી સુક્ષ્મ વતન ની તો નથી. ભલે તમે સૂક્ષ્મવતન માં જાઓ છો, સાક્ષાત્કાર કરો છો. ત્યાં ચતુર્ભુજ જુઓ છો. ચિત્રો માં છે ને? તો તે બુદ્ધિમાં બેસેલું છે તો જરુર સાક્ષાત્કાર થશે. પરંતુ એવી કોઈ વસ્તુ નથી. ભક્તિમાર્ગ નાં ચિત્ર છે. હજી સુધી ભક્તિ માર્ગ ચાલી રહ્યો છે. ભક્તિ માર્ગ પૂરો થશે તો પછી આ ચિત્ર રહેશે નહીં. સ્વર્ગ માં આ બધી વાતો ભૂલાઈ જશે. હમણાં બુદ્ધિમાં છે કે આ લક્ષ્મી-નારાયણ બે રુપ છે ચતુર્ભુજ નાં. લક્ષ્મી-નારાયણની પૂજા સો ચતુર્ભુજ ની પૂજા. લક્ષ્મી-નારાયણનું મંદિર અથવા ચતુર્ભુજ નું મંદિર, વાત એક જ છે. આ બંને નું જ્ઞાન બીજા કોઈને પણ નથી. તમે જાણો છો કે આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય છે. વિષ્ણુ નું રાજ્ય તો નહીં કહેવાશે. આ પાલના પણ કરે છે. આખાં વિશ્વ નાં માલિક છે તો વિશ્વ ની પાલના કરે છે.

શિવ ભગવાનુવાચ - હું તમને રાજયોગ શીખવાડું છું. પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો આ યોગ અગ્નિ થી વિકર્મ વિનાશ થશે. વિસ્તાર માં સમજાવવું પડે. બોલો, આ પણ છે ગીતા. ફક્ત ગીતા માં શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે. આ તો ખોટું છે, બધાની ગ્લાનિ કરી દીધી છે એટલે ભારત તમોપ્રધાન બની ગયું છે. હમણાં છે કળિયુગી દુનિયાનો અંત, આને કહેવાય છે તમોપ્રધાન આયરન એજ. જે સતોપ્રધાન હતાં, એમણે જ ૮૪ જન્મ લીધાં છે. જન્મ-મરણ માં તો જરુર આવવાનું છે. જ્યારે પૂરાં ૮૪ જન્મ લે છે ત્યારે પછી બાપ ને આવવું પડે છે - પહેલાં નંબર માં. એક ની વાત નથી. એમની તો આખી રાજધાની હતી ને? ફરી જરુર હોવી જોઈએ. બાપ બધાં માટે કહે છે કે પોતાને આત્મા સમજો, બાપ ને યાદ કરો તો યોગ અગ્નિ થી પાપ કપાઈ જશે. કામ ચિતા પર બેસી બધાં સાંવરા (શ્યામ) થઈ ગયા છે. હવે સાંવરા થી ગોરા કેવી રીતે બને? તે તો બાપ જ શીખવાડે છે. શ્રીકૃષ્ણ નો આત્મા જરુર ભિન્ન-ભિન્ન નામ રુપ લઈને આવતો હશે. જે લક્ષ્મી-નારાયણ હતાં, એમનાં જ ૮૪ જન્મો પછી ફરી તે બનવાનાં છે. તો એમનાં અનેક જન્મો નાં અંત માં બાપ આવીને પ્રવેશ કરે છે. પછી તે સતોપ્રધાન વિશ્વ નાં માલિક બને છે. તમારા માં પારસનાથ ને પૂજે છે, શિવ ને પણ પૂજે છે. જરુર એમને શિવે જ એવાં પારસનાથ બનાવ્યા હશે. ટીચર તો જોઈએ ને? એ છે જ્ઞાન સાગર. હવે સતોપ્રધાન પારસનાથ બનવું છે તો બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરો. એ જ બધાનાં દુઃખ હરવા વાળા છે. બાપ તો સુખ આપવા વાળા છે. આ છે કાંટાઓનું જંગલ. બાપ આવ્યા છે ફૂલો નો બગીચો બનાવવાં. બાપ પોતાનો પરિચય આપે છે. હું આ સાધારણ વૃદ્ધ તન માં પ્રવેશ કરું છું, જે પોતાનાં જન્મો ને નથી જાણતાં. ભગવાનુવાચ-હું તમને રાજયોગ શીખવાડું છું. તો આ ઈશ્વરીય યુનિવર્સિટી થઈ. મુખ્ય લક્ષ છે જ રાજા-રાણી બનવાનું તો જરુર પ્રજા પણ બનશે. મનુષ્ય યોગ-યોગ ખૂબ કરે છે. નિવૃત્તિ માર્ગ વાળા તો અનેક હઠયોગ કરે છે. તે રાજયોગ શીખવાડી ન શકે. બાપ નો છે જ એક પ્રકાર નો યોગ. ફક્ત કહે છે પોતાને આત્મા સમજીને મુજ બાપ ને યાદ કરો. ૮૪ જન્મ પૂરાં થયાં, હવે પાછા ઘરે જવાનું છે. હવે પાવન બનવાનું છે. એક બાપ ને યાદ કરો, બાકી બધાને છોડો. ભક્તિ માર્ગ માં તમે ગાતા હતાં કે તમે આવશો તો અમે એક સંગ જોડીશું. તો જરુર એમની પાસેથી વારસો મળ્યો હતો ને? અડધોકલ્પ છે સ્વર્ગ, પછી છે નર્ક. રાવણ રાજ્ય શરુ થાય છે. આવી-આવી રીતે સમજાવવાનું છે. પોતાને દેહ નહીં સમજો. આત્મા અવિનાશી છે. આત્મામાં જ બધો પાર્ટ નોંધાયેલો છે, જે તમે ભજવો છો. હવે શિવબાબા ને યાદ કરો તો બેડો પાર થઈ જશે. સંન્યાસી પવિત્ર બને છે તો એમનું કેટલું માન હોય છે! બધાં માથું નમાવે છે. પવિત્રતા ની વાત પર જ ઊંચ-નીચ બને છે. દેવતાઓ છે બિલકુલ ઊંચ. સંન્યાસી પછી એક જન્મ પવિત્ર બને છે, પછી બીજો જન્મ તો વિકાર થી જ લે છે. દેવતાઓ હોય જ છે સતયુગ માં. હમણાં તમે ભણો છો પછી ભણાવો પણ છો. કોઈ ભણે છે પરંતુ બીજાને સમજાવી નથી શકતા કારણ કે ધારણા નથી હોતી. બાબા કહેશે તમારી તકદીર માં નથી તો બાપ શું કરે? બાપ જો બધાને આશિર્વાદ કરે, તો બધાં સ્કોલરશીપ લઈ લે. એ તો ભક્તિ માર્ગ માં આશિર્વાદ કરે છે. સંન્યાસી પણ એવું કરે છે. એમને જઈને કહેશે મને બાળક થાય, આશીર્વાદ કરો. સારું, તમને બાળક થશે. બાળકી થશે તો કહેશે ભાવી. બાળક થયું તો વાહ-વાહ કરીને ચરણો માં પડતા રહેશે. સારું, જો પછી મર્યું તો રડવા-પીટવા, ગુરુ ને ગાળો આપવા લાગી જશે. ગુરુ કહેશે આ ભાવી હતી. કહેશે, પહેલા કેમ ન બતાવ્યું? કોઈ મરેલા થી જીવિત થઈ જાય છે તો આ પણ ભાવી જ કહેવાશે. તે પણ ડ્રામા માં નોંધ છે. આત્મા ક્યાંક છુપાઈ જાય છે. ડોક્ટર લોકો પણ સમજે છે કે આ મરેલા પડ્યા છે, પછી જીવિત થઈ જાય છે. ચિતા પર ચઢેલાઓ પણ ઉભા થઈ જાય છે. કોઈ એક કોઈનું માન્યા તો એની પાછળ અનેક પડી જાય છે.

આપ બાળકોએ તો ખૂબ નિર્માણચિત્ત થઈને ચાલવાનું છે. અહંકાર જરા પણ ન રહે. આજકાલ કોઈને જરા પણ અહંકાર દેખાડ્યો તો દુશ્મની વધી. ખૂબ મીઠાં થઈને ચાલવાનું છે. નેપાળ માં પણ અવાજ નીકળશે. હમણાં તમારા બાળકોની મહિમા નો સમય નથી. નહીં તો એમનાં અખાડા ઉડી જાય. મોટા-મોટા જાગી જાય અને સભા માં બેસીને સંભળાવે, તો એમની પાછળ અનેક આવી જાય. કોઈ પણ એમ. પી. બેસીને તમારી મહિમા કરે કે ભારતનો રાજયોગ આ બ્રહ્માકુમાર-કુમારીઓ સિવાય કોઈ શીખવાડી ન શકે, એવું હજી સુધી કોઈ નીકળ્યું નથી. બાળકોએ ખૂબ હોશિયાર, ચમત્કારી બનવાનું છે. ફલાણા-ફલાણા ભાષણ કેવી રીતે કરે છે? શીખવું જોઈએ. સર્વિસ કરવાની યુક્તિ બાપ શીખવાડે છે. બાબાએ મોરલી તો ચલાવી, એક્યુરેટ કલ્પ-કલ્પ આવી રીતે ચલાવી હશે. ડ્રામા માં નોંધ છે. પ્રશ્ન નથી ઉઠી શકતો - આવું કેમ? ડ્રામા અનુસાર જે સમજાવવાનું હતું તે સમજાવ્યું. સમજાવતો રહું છે. બાકી લોકો તો અથાહ પ્રશ્ન કરશે. બોલો , પહેલાં મનમનાભવ થઈ જાઓ. બાપ ને જાણવાથી જ તમે બધુંજ જાણી જશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વિસ ની યુક્તિ શીખીને ખૂબ-ખૂબ હોશિયાર અને ચમત્કારી બનવાનું છે. ધારણા કરી પછી બીજાઓને કરાવવાની છે. ભણતર થી પોતાની તકદીર પોતે જ બનાવવાની છે.

2. કોઈ પણ વાત માં જરા પણ અહંકાર નથી દેખાડવાનો, ખૂબ-ખૂબ મીઠાં અને નિર્માણચિત્ત બનવાનું છે. માયા રુપી ગ્રાહ થી પોતાની સંભાળ કરવાની છે.

વરદાન :-
વિતેલા ને શ્રેષ્ઠ વિધિ થી વિતેલું કરી યાદગાર સ્વરુપ બનાવવા વાળા પાસ વિથ્ ઓનર ભવ

“પાસ્ટ ઈઝ પાસ્ટ” તો થવાનું જ છે. સમય અને દૃશ્ય બધું પાસ (પસાર) થઈ જશે પરંતુ પાસ વિથ્ ઓનર બનીને દરેક સંકલ્પ અથવા સમય ને પાસ કરો અર્થાત્ વિતેલા ને એવી શ્રેષ્ઠ વિધિ થી વિતેલું કરો, જે વિતેલા ને સ્મૃતિ માં લાવતા જ વાહ, વાહ નાં બોલ દિલ થી નીકળે. અન્ય આત્માઓ તમારી વિતેલી સ્ટોરી થી પાઠ ભણે. તમારું વિતેલું, યાદગાર-સ્વરુપ બની જાય તો કીર્તન અર્થાત્ કીર્તિ ગાતા રહેશે.

સ્લોગન :-
સ્વ-કલ્યાણ નો શ્રેષ્ઠ પ્લાન બનાવો ત્યારે વિશ્વ સેવા માં સકાશ મળશે.