16-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમારે કોઈ પણ દેહધારી નાં નામ રુપ માં નથી ફસાવાનું , તમે અશરીરી બની બાપ ને યાદ કરો તો આયુષ્ય વધશે , નિરોગી બનતાં જશો

પ્રશ્ન :-
સેંસીબલ (સમજદાર) બાળકોની મુખ્ય નિશાનીઓ કઈ હશે?

ઉત્તર :-
જે સમજદાર હશે તે પહેલાં સ્વયંમા ધારણા કરી પછી બીજાઓને કરાવશે. વાદળ ભરાઈને જઈ વર્ષા કરશે. ભણવાનાં સમયે બગાસા નહીં ખાય. બ્રાહ્મણીઓ પર જવાબદારી છે - અહીં એમને જ લઈને આવવાનાં છે જે રિફ્રેશ થઈને જાય પછી વર્ષા કરે. ૨. અહીં એ જ આવવા જોઈએ જે યોગ માં સારી રીતે રહીને વાયુમંડળ ને પાવરફુલ (શક્તિશાળી) બનાવવામાં મદદ કરે. વિધ્ન ન નાખે. અહીં આસપાસ બહુજ શાંતિ રહેવી જોઈએ. કોઈ પણ પ્રકાર નો અવાજ ન થાય.

ગીત :-
ઓમ્ નમો શિવાય

ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો અર્થ સમજાવ્યો છે ને - બાપ કહે છે આત્મા અને પરમાત્મા શાંત સ્વરુપ છે. જેવાં બાપ તેવાં બાળકો. તો બાપ બાળકો ને સમજાવે છે તમે શાંત સ્વરુપ તો છો જ. બહાર થી કોઈ શાંતિ નથી મળતી. આ રાવણ રાજ્ય છે ને. હવે આ સમયે ફક્ત તમે પોતાનાં બાપ ને યાદ કરો, હું આમાં વિરાજમાન છું. તમને જે મત આપું છું એનાં પર ચાલો. બાબા કોઈ પણ નામ રુપ માં નથી ફસાવતાં. આ નામ રુપ છે બહાર નું. આ રુપ માં તમારે ફસાવાનું નથી. દુનિયા આખી નામ રુપ માં ફસાય છે. બાબા કહે છે આ બધાનાં નામ રુપ છે, એમને યાદ નહીં કરો. પોતાનાં બાપ ને યાદ કરો તમારું આયુષ્ય પણ યાદ થી વધશે, નિરોગી પણ બનશો. લક્ષ્મી-નારાયણ પણ તમારા જેવાં હતાં, ફક્ત સજ્યા-સજાવેલા (શૃંગાર કરેલાં) છે. એવું નથી કોઈ છત જેટલાં લાંબા-પહોળા છે. મનુષ્ય તો મનુષ્ય જ છે. તો બાપ કહે છે કોઈ પણ દેહધારી ને યાદ નથી કરવાનાં. દેહ ને ભૂલવાનો છે. પોતાને આત્મા સમજો - આ શરીર તો છોડવાનું છે. બીજી વાત ભૂલ નહીં કરો, વિકર્મો નો બોજો માથા પર ખૂબ છે. ખૂબજ ભારે બોજો છે. સિવાય એક બાપ ની યાદ નાં ઓછો નથી થઈ શકતો. બાપે સમજાવ્યું છે જે સૌથી ઊંચા પાવન બને છે, તે જ પછી સૌથી પતિત બને છે, એમાં વન્ડર (આશ્ચર્ય) નથી ખાવાનું. પોતાને જોવાનું છે. બાપ ને બહુજ યાદ કરવાનાં છે. જેટલું થઈ શકે બાપ ને યાદ કરો, ખૂબ સહજ છે. જે આટલાં પ્રિય બાપ છે એમને ઉઠતાં-બેસતાં યાદ કરવાનાં છે. જેમને પોકારે છે પતિત-પાવન આવો, પરંતુ હડ્ડી (જીગરી) પ્રેમ નથી રહેતો. પ્રેમ પછી પણ પોતાનાં પતિ, બાળકો વગેરે સાથે રહે છે. ફકત કહેતાં હતાં પતિત-પાવન આવો. બાપ કહે છે બાળકો, હું કલ્પ-કલ્પ, કલ્પ નાં સંગમ પર આવું છું. ગવાયેલું પણ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. કૃષ્ણ તો છે જ સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર). એ પછી એ નામ, રુપ, દેશ, કાળ નાં સિવાય આવી ન શકે. નેહરુ એ રુપમાં એ પોઝિશન (પદ) માં ફરી કલ્પ પછી આવશે. તેવી જ રીતે કૃષ્ણ પણ સતયુગ માં આવશે. એમના ફીચર્સ (એમનો ચહેરો) બદલાઈ ન શકે. આ યજ્ઞ નું નામ જ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. રાજસ્વ અશ્વમેધ યજ્ઞ. રાજાઈ માટે બલી ચઢવું અર્થાત્ એમનું બનવું. બાપ નાં બન્યાં છો તો એક ને જ યાદ કરવા જોઈએ. હદ થી તોડી બેહદ થી જોડવાનું છે, ખૂબ મોટાં બાપ છે. તમે જાણો છો બાપ શું આવીને આપે છે. બેહદ નાં બાપ તમને બેહદ નો વારસો આપી રહ્યાં છે, જે કોઈ આપી ન શકે. મનુષ્ય તો બધાં એક-બીજા ને મારતાં, કાપતાં રહે છે, આગળ આ થોડી થતું હતું.

તમે જાણો છો બાબા ફરીથી આવેલાં છે. કહે છે કલ્પ-કલ્પ નાં સંગમયુગે, જ્યારે નવી દુનિયાની સ્થાપના કરવાની છે ત્યારે હું આવું છું. માંગે પણ છે નવી દુનિયા, નવું રામરાજ્ય. ત્યાં સુખ-સંપત્તિ બધું છે, ઝઘડા કરવા વાળું કોઈ હોતું નથી. શાસ્ત્રોમાં તો સતયુગ-ત્રેતા ને પણ નર્ક બનાવી દીધાં છે. આ ભૂલ છે ને. તેઓ અસત્ય સંભળાવે, બાપ સત્ય સંભળાવે. બાપ કહે છે તમે મને સત્ય કહો છો ને. હું આવીને સત્ય કથા સંભળાવું છું. ૫ હજાર વર્ષ પહેલાં ભારત માં કોનું રાજ્ય હતું. બાળકો જાણે છે - બરાબર ૫ હજાર વર્ષ પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. કહે પણ છે - ક્રાઈસ્ટ નાં ૩ હજાર વર્ષ પહેલાં ભારત પેરેડાઇઝ (સ્વર્ગ) હતું. હિસાબ તો સીધો છે. કહે છે કલ્પ ની આયુ આટલી કેમ રાખી દીધી છે! અરે હિસાબ કરો ને. ક્રાઇસ્ટ ને આટલો સમય થયો. યુગ જ આ ૪ છે. અડધોકલ્પ દિવસ, અડધોકલ્પ રાત ને લાગે છે. સમજાવવા વાળા બહુ સારા જોઈએ. બાપ સમજાવે છે બાળકો, કામ મહાશત્રુ છે. ભારતવાસી જ દેવતાઓની મહિમા ગાય છે - સર્વગુણ સંપન્ન, ૧૬ કળા સંપન્ન, સંપૂર્ણ નિર્વિકારી.. પછી ૧૬૧૦૮ રાણીઓ ક્યાંથી આવી! તમે જાણો છો ધર્મશાસ્ત્ર કોઈ પણ નથી. ધર્મશાસ્ત્ર એને કહેવાય છે - જેને ધર્મસ્થાપકે ઉચ્ચાર્યા. ધર્મ સ્થાપક નાં નામ થી શાસ્ત્ર બન્યું. હવે આપ બાળકો નવી દુનિયામાં જાઓ છો. આ બધું જૂનું તમોપ્રધાન છે, તેથી બાપ કહે છે જૂની વસ્તુ થી બુદ્ધિયોગ હટાવી મામેકમ્ યાદ કરો - તો તમારા વિકર્મ વિનાશ થાય. ગફલત (ભૂલ) કરો છો તો બાબા સમજે છે, એમની તકદીર જ એવી છે. છે ખુબ સહજ વાત. શું આ તમે નથી સમજી શકતાં? મોહની રગ બધી તરફ થી કાઢી એક બાપ ને યાદ કરો. ૨૧ જન્મો માટે તમને પછી કોઈ દુઃખ નહીં થાય. ન તમે આટલી કુબ્જાઓ વગેરે બનશો. ત્યાં તો સમજે છે કે બસ આયુષ્ય પૂરું થયું, એક શરીર છોડી બીજું લેવાનું છે. જેવી રીતે સાપ નું દૃષ્ટાંત છે, જાનવરો નું દૃષ્ટાંત આપે છે. જરુર એમને ખબર પડતી હશે. આ સમય નાં મનુષ્યો થી વધારે અક્કલ જાનવરો ને પણ હોય છે. ભ્રમરી નું દૃષ્ટાંત પણ અહીંયા નું છે. કીડાને કેવી રીતે લઈ જાય છે. હવે તમારા સુખ નાં દિવસો આવી રહ્યાં છે. બાળકીઓ કહે છે અમે પવિત્ર રહીએ છીએ, એટલે માર ખૂબ ખાવો પડે છે. હા બાળકો કાંઈક તો સહન કરવાનું જ છે. અબળાઓ પર અત્યાચાર ગવાયેલ છે. અત્યાચાર કરે ત્યારે તો પાપ નો ઘડો ભરાય. રુદ્ર જ્ઞાન યજ્ઞ માં વિઘ્ન તો બહુજ પડશે. અબળાઓ પર અત્યાચાર થશે. આ શાસ્ત્રો માં પણ ગાયન છે. બાળકીઓ કહે છે બાબા આજ થી ૫ હજાર વર્ષ પહેલાં તમને મળ્યાં હતાં. સ્વર્ગ નો વારસો લીધો હતો, મહારાણી બન્યાં હતાં. બાબા કહે છે હા બાળકી, આટલો પુરુષાર્થ કરવો પડશે. યાદ શિવબાબા ને કરવાનાં છે, આમને (બ્રહ્મા ને) નહીં. આ ગુરુ નથી. એમનાં કાન પણ સાંભળે છે. એ તમારા બાપ, શિક્ષક, સદ્દગુરુ છે. આમના દ્વારા શિખીને બીજાઓને શિખવાડે છે. બધાનાં બાપ એ (શિવબાબા) એક છે. મને પણ શિખવાડવા વાળા તે છે તેથી બેહદનાં બાપ ને યાદ કરવાનાં છે. વિષ્ણુ ને કે બ્રહ્મા ને થોડી પતિઓનાં પતિ કહેશે. શિવબાબા ને જ પતિઓનાં પતિ કહેવાય છે. તો કેમ નહીં એમને પકડીએ. તમે બધાં પહેલાં મૂળવતન પિયરઘર જશો પછી સાસરે આવવાનું છે. પહેલાં શિવબાબા નાં પાસે તો સલામી ભરવાની જ છે, પછી આવશો સતયુગ માં. કેટલી સહજ પાઈ-પૈસાની વાત છે.

બાબા બધી તરફ બાળકોને જુએ છે. ક્યાંક કોઈ ઝુટકા (ઝોકા) તો નથી ખાતાં. ઝોકા ખાધા, બગાસું આવ્યું, બુદ્ધિયોગ ગયો, પછી તે વાયુમંડળ ને ખરાબ કરી દે છે, કારણ કે બુદ્ધિયોગ બહાર ભટકે છે ને. ત્યારે બાબા હંમેશા કહે છે વાદળ એવાં લઈ આવો, જે રિફ્રેશ થઈને જઈ વર્ષા કરે. બાકી શું આવીને કરશે. લઈ આવવા વાળા પર પણ જવાબદારી છે. ઘણી બ્રાહ્મણી સમજદાર છે જે ભરીને જઈ વર્ષા કરે. એવાને લાવવાનાં છે. બાકીને લાવવાથી ફાયદો જ શું. સાંભળીને, ધારણા કરી પછી ધારણા કરાવવાની છે. મહેનત પણ કરવાની છે. જે ભંડારા થી ખાવ છો, કાળ કંટક દૂર થઈ જાય છે. તો અહીંયા તે આવવા જોઈએ - જે યોગ માં પણ સારી રીતે રહી શકે. નહીં તો વાયુમંડળ ને ખરાબ કરી દે છે. આ સમયે વધારે જ ખબરદાર રહેવાનું છે. ફોટો વગેરે કાઢવાની પણ વાત નથી. જેટલું થઈ શકે બાપ ની યાદમાં રહી યોગદાન આપવાનું છે. આસ-પાસ બહુજ શાંતિ રહેવી જોઈએ. હોસ્પિટલ હંમેશા બહાર એકાંત માં હોય છે, જ્યાં અવાજ ન હોય. પેશન્ટ (દર્દી) ને શાંતિ જોઈએ. તમને માર્ગદર્શન મળે છે - કે એ શાંતિ માં રહેવાનું છે. બાપ ને યાદ કરવાં, આ છે રિયલ (સાચ્ચી) શાંતિ. બાકી છે આર્ટિફિશિયલ (ખોટી). તેઓ કહે છે ને - બે મિનીટ ડેડ સાઈલેન્સ. પરંતુ તે બે મિનિટ બુદ્ધિ ખબર નહીં ક્યાં-ક્યાં દોડે છે. એક ને પણ સાચ્ચી શાંતિ નથી રહેતી. તમે ડીટૈચ (અલગ) થઈ જશો. હું આત્મા છું, આ છે પોતાનાં સ્વધર્મ માં રહેવું. બાકી ઝોકાં ખાઈને શાંત રહેવું, કોઈ સાચ્ચી શાંતિ નથી. કહે છે ત્રણ મિનિટ સાઈલેન્સ, અશરીરી ભવ - એવી બીજા કોઈની તાકાત નથી જે કહી શકે. બાપ નાં જ મહાવાક્ય છે - લાડલાં બાળકો, મને યાદ કરો તો તમારા જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે. નહીં તો પદ ભ્રષ્ટ પણ થશે અને સજાઓ પણ ખાવી પડશે. શિવબાબા નાં માર્ગદર્શન માં ચાલવાથી જ કલ્યાણ છે. બાપ ને સદૈવ યાદ કરવાનાં છે. જેટલું થઈ શકે મોસ્ટ સ્વીટ (સૌથી મીઠાં) બાપ ને યાદ કરવાનાં છે. વિદ્યાર્થીએ પોતાનાં શિક્ષક ની ઈજ્જત રાખવા માટે ખૂબજ સંભાળ રાખવાની હોય છે. વધારે વિદ્યાર્થી પાસ ન થાય તો શિક્ષક ને ઈજાફો નથી મળતો (ઊંચું પદ નથી મળતું). અહીં કૃપા કે આશીર્વાદ ની વાત નથી રહેતી. દરેકે પોતાનાં ઉપર કૃપા કે આશીર્વાદ કરવાનાં છે. વિદ્યાર્થી પોતાનાં ઉપર કૃપા કરે છે, મહેનત કરે છે. આ પણ ભણતર છે. જેટલો યોગ લગાડશો એટલાં વિકર્માજીત બનશો, ઊંચ પદ મેળવશો. યાદ થી સદા નિરોગી બનશો. મનમનાભવ. એવું કૃષ્ણ થોડી કહી શકશે. આ નિરાકાર બાપ કહે છે - વિદેહી બનો. આ છે ઈશ્વરીય બેહદ નો પરિવાર. મા-બાપ, ભાઈ-બહેન છે બસ, બીજો કોઈ સંબંધ નથી. બીજાં બધાં સંબંધો માં ચાચા, મામા, કાકા હોય છે. અહીં છે જ ભાઈ-બહેન નો સંબંધ. એવું ક્યારેય થતું નથી સિવાય સંગમ નાં. જ્યારે કે આપણે માતા-પિતા થી વારસો લઈએ છીએ. સુખ ઘનેરા (અધિક) લઈએ છીએ ને. રાવણ રાજ્ય માં છે દુઃખ ઘનેરા. રામ રાજ્ય માં છે સુખ, ઘનેરા, જેનાં માટે તમે પુરુષાર્થ કરો છો. જેટલો જે પુરુષાર્થ કરે છે તે કલ્પ-કલ્પ નાં માટે સિદ્ધ થઈ જાય છે. પ્રાપ્તિ ખૂબ ભારે છે. જે કરોડપતિ, પદમપતી છે, એમનાં બધાં પૈસા માટી માં મળી જવાનાં છે. થોડી લડાઈ લાગવા દો તો જોજો પછી શું થાય છે. બાકી કહાની (કથા) છે - આપ બાળકોની. સાચ્ચી કહાની સાંભળીને આપ બાળકો સત્યખંડ નાં માલિક બનો છો. આ તો પાક્કો નિશ્ચય છે ને. નિશ્ચય વગર અહીં કોઈ આવી નથી શકતું. આપ બાળકોએ કોઈ ભૂલ ન કરવી જોઈએ. બાપ થી પૂરો વારસો લેવાનો છે, જેવી રીતે મમ્મા-બાબા લઈ રહ્યાં છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. શરીરથી અલગ થઈ સ્વધર્મ માં સ્થિત રહેવાનો અભ્યાસ કરવાનો છે. જેટલું થઈ શકે મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ ને યાદ કરવાનાં છે. મોહ ની રગ બધી તરફથી કાઢી દેવાની છે.

2. ભણતર પર પૂરું ધ્યાન આપી પોતાનાં ઉપર પોતેજ કૃપા અથવા આશીર્વાદ કરવાનાં છે. બુદ્ધિયોગ હદ થી તોડી બેહદ થી જોડવાનો છે. બાપનાં બનીને બાપ પર પૂરે-પૂરાં બલી ચઢવાનું છે.

વરદાન :-
સદા સત નાં સંગ દ્વારા કમજોરીઓ ને સમાપ્ત કરવા વાળા સહજ યોગી , સહજ જ્ઞાની ભવ

કોઈ પણ કમજોરી ત્યારે આવે છે જ્યારે સત નાં સંગ થી કિનારો થઈ જાય છે અને બીજો સંગ લાગી જાય છે. એટલે ભક્તિ માં કહે છે સદા સતસંગ માં રહો. સતસંગ અર્થાત્ સદા સત બાપ નાં સંગ માં રહેવું. તમારા બધાં માટે સત બાપ નો સંગ અતિ સહજ છે કારણ કે સમીપ નો સંબંધ છે. તો સદા સતસંગ માં રહી કમજોરીઓ ને સમાપ્ત કરવા વાળા સહજ યોગી, સહજ જ્ઞાની બનો.

સ્લોગન :-
સદા પ્રસન્ન રહેવું છે તો પ્રશંસા સાંભળવાની ઈચ્છા નો ત્યાગ કરી દો.

માતેશ્વરીજી નાં અણમોલ મહાવાક્ય મુક્તિ અને જીવન - મુક્તિ ની સ્ટેજ ( સ્થિતિ )

મુક્તિ અને જીવનમુક્તિ બંને સ્ટેજ પોત-પોતાની છે, હવે જ્યારે આપણે મુક્તિ અક્ષર કહીએ છીએ તો મુક્તિ નો અર્થ છે આત્મા શરીર નાં પાર્ટ થી મુક્ત છે, એટલે આત્મા નો શરીર સહિત આ સૃષ્ટિ પર પાર્ટ નથી. જ્યારે આત્મા નો મનુષ્ય હસ્તી માં પાર્ટ નથી એટલે આત્મા નિરાકારી દુનિયામાં છે, સુખ-દુઃખ થી ન્યારી દુનિયામાં છે આને જ મુક્ત સ્ટેજ કહે છે. એને કોઈ મુક્તિ પદ નથી કહેતાં અને જે આત્મા કર્મબંધન થી મુક્ત છે અર્થાત્ શરીર નાં પાર્ટધારી હોવા છતાં પણ તે કર્મબંધન થી ન્યારા છે, તો તેને જીવનમુક્ત પદ કહે છે જે સૌથી ઊંચી સ્ટેજ છે. તે છે આપણી દેવતાયી પ્રારબ્ધ, આ જ જન્મ માં પુરુષાર્થ કરવાથી આ સતયુગી દેવતાઈ પ્રારબ્ધ મળે છે, તે છે આપણું ઊંચ પદ પરંતુ જે આત્મા પાર્ટ માં નથી એને પદ કેવી રીતે કહે? જ્યારે આત્મા નો સ્ટેજ પર પાર્ટ નથી તો મુક્તિ કોઈ પદ નથી. હવે આટલો જે મનુષ્ય સંપ્રદાય છે તે કોઈ બધાં જ સતયુગ માં નથી આવતાં કારણ કે ત્યાં મનુષ્ય સંપ્રદાય ઓછો હોય છે. તો જે જેટલો પ્રભુની સાથે યોગ લગાવી કર્માતીત બને છે, તે સતયુગી જીવનમુક્ત દેવી-દેવતા પદ મેળવે છે. બાકી જે ધર્મરાજ ની સજાઓ ખાઈને કર્મબંધન થી મુક્ત થઈ શુદ્ધ બની મુક્તિધામ માં જાય છે, તેઓ મુક્તિ માં છે પરતું મુક્તિધામ માં કોઈ પદ નથી, તે સ્ટેજ તો વગર પુરુષાર્થ જાતેજ પોતાનાં સમય પર મળી જ જાય છે. જે મનુષ્યો ની ઈચ્છા દ્વાપર થી લઈને કળિયુગ નાં અંત સુધી ઉઠતી આવી છે કે અમે જન્મ-મરણ નાં ચક્ર માં ન આવીએ, તે આશા હવે પૂર્ણ થાય છે. મતલબ તો સર્વ આત્માઓ ને વાયા મુક્તિધામ થી પાસ (પસાર) અવશ્ય થવાનું છે. અચ્છા.