16-09-2021   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બેહદ નાં બાપ આ બેહદ ની મેહફિલ ( સભા ) માં ગરીબ બાળકો ને ગોદ ( ખોળે ) લેવા માટે આવ્યાં છે , એમને દેવતાઓની મહેફિલ માં આવવાની જરુર નથી

પ્રશ્ન :-
બાળકોએ કયો દિવસ બહુજ ધામધૂમ થી મનાવવો જોઈએ?

ઉત્તર :-
જે દિવસે મરજીવા જન્મ થયો, બાપ માં નિશ્ચય થયો.. તે દિવસ બહુજ ધામધૂમ થી મનાવવો જોઈએ. તે જ તમારા માટે જન્માષ્ટમી છે. જો પોતાનો મરજીવા જન્મ દિવસ મનાવશો તો બુદ્ધિમાં યાદ રહેશે કે અમે જૂની દુનિયા થી કિનારો કરી લીધો. અમે બાબાનાં બની ગયાં અર્થાત્ વારસા નાં અધિકારી બની ગયાં.

ગીત :-
મહેફિલ મેં જલ ઉઠી શમા

ઓમ શાંતિ!
ગીત-કવિતાઓ, ભજન વેદ-શાસ્ત્ર, ઉપનિષદ, દેવતાઓની મહિમા વગેરે તમે ભારતવાસી બાળકો બહુજ સાંભળતાં આવ્યાં છો. હમણાં તમને સમજ મળી છે કે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. પાસ્ટ (ભૂતકાળ) ને પણ બાળકોએ જાણ્યું છે. વર્તમાન દુનિયાનું શું છે, તે પણ જોઈ રહ્યાં છો. તે પણ પ્રેક્ટિકલ (વ્યવહાર) માં અનુભવ કર્યો છે. બાકી જે કાંઈ થવાનું છે - તે હમણાં પ્રેક્ટિકલ માં અનુભવ નથી કર્યો. પાસ્ટ માં જે થયું છે એનો અનુભવ કર્યો છે. બાપે જ સમજાવ્યું છે, બાપ વગર કોઈ સમજાવી ન શકે. અથાહ (અસંખ્ય) મનુષ્ય છે પરંતુ તે કાંઈ પણ નથી જાણતાં. રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને કાંઈ નથી જાણતાં. હમણાં કળયુગ નો અંત છે, આ પણ મનુષ્ય નથી જાણતાં. હાં આગળ ચાલી અંત ને જાણશે. મૂળ ને જાણશે. બાકી બધાં નોલેજ ને નહીં જાણે. ભણવા વાળા વિદ્યાર્થી જ જાણી શકે છે. આ છે મનુષ્ય થી રાજાઓનાં રાજા બનવું. તે પણ આસુરી રાજાઓ નહિં, પરંતુ દૈવી રાજાઓ, જેમને આસુરી રાજાઓ પૂજે છે. આ બધી વાતો આપ બાળકો જ જાણો છો. વિદ્વાન, આચાર્ય વગેરે જરા પણ નથી જાણતાં. ભગવાન, જેમને શમા કહી પોકારે છે એમને જાણતાં નથી. ગીત ગાવા વાળા પણ કાંઈ નથી જાણતાં. મહિમા ફક્ત ગાએ છે. ભગવાન પણ કોઈ સમયે આ દુનિયા ની મહેફિલ (સભા) માં આવ્યાં હતાં. મહેફિલ અર્થાત્ જ્યાં બધાં સાથે હોય. મહેફિલ માં ખાવું-પીવું, દારુ વગેરે મળે છે. હમણાં આ મહેફિલ માં તમને બાપ થી અવિનાશી જ્ઞાન રત્નો નો ખજાનો મળી રહ્યો છે અથવા એવું કહો અમને વૈકુંઠ ની બાદશાહી બાપ થી મળી રહી છે. આ આખી મહેફિલ માં બાળકો જ બાપને જાણે છે કે બાપ અમને સૌગાત (ભેંટ) આપવા આવ્યાં છે. બાપ મહેફિલ માં શું આપે છે, મનુષ્ય મહેફિલ માં એક-બીજાને શું આપે છે, રાત-દિવસ નો ફરક છે. બાપ જેમ હલવો ખવડાવે છે અને તે સસ્તા માં સસ્તી વસ્તુ ચણા ખવડાવે છે. હલવો અને ચણા - બંનેમાં કેટલો ફરક છે. એક-બીજા ને ચણા ખવડાવતાં રહે છે. કોઈ કમાતા નથી તો કહેવાય છે - આ તો ચણા ચાવી રહ્યાં છે.

હમણાં આપ બાળકો જાણો છો બેહદ નાં બાપ આપણને સ્વર્ગ ની રાજાઈનું વરદાન આપી રહ્યાં છે. શિવબાબા આ મહેફિલ માં આવે છે ને. શિવ જયંતી પણ તો મનાવે છે ને. પરંતુ તે શું આવીને કરે છે - આ કોઈને પણ ખબર નથી. એ બાપ છે. બાપ જરુર કાંઈક ખવડાવે છે, આપે છે. માતા-પિતા જીવન ની પાલના (પરવરિશ) તો કરે છે ને. તમે પણ જાણો છો તે માતા-પિતા આવીને જીવન ની સંભાળ કરે છે. એડોપ્ટ કરે (અપનાવે) છે. બાળકો પોતે કહે છે બાબા અમે તમારા ૧૦ દિવસ નાં બાળકો છીએ અર્થાત્ ૧૦ દિવસ થી તમારા બન્યાં છીએ. તો સમજવું જોઈએ કે અમે તમારાથી સ્વર્ગ ની બાદશાહી લેવાનાં હકદાર બની ચૂક્યાં છીએ. ગોદ લીધી (ખોળો લીધો) છે. જીવતે જીવ કોઈનો ખોળો લે તો અંધશ્રદ્ધા થી તો નથી લેતાં. માતા-પિતા પણ બાળકો ને ખોળા માં આપે છે. સમજે છે અમારા બાળકો એમની પાસે વધારે સુખી રહેશે અને વધારે જ પ્રેમ થી સંભાળશે. તમે પણ લૌકિક બાપ નાં બાળકો અહીંયા બેહદ નાં બાપ નો ખોળો લો છો. બેહદ નાં બાપ કેટલાં રુચિ થી ખોળે લે છે. બાળકો પણ લખે છે બાબા અમે તમારા થઈ ગયાં. ફક્ત દૂર થી તો નહીં કહેશે. પ્રેક્ટિકલ માં ખોળે લેવાય છે તો સેરેમની (ઉજવણી) પણ કરવામાં આવે છે. જેવી રીતે જન્મ દિવસ મનાવે છે ને. તો આ પણ બાળકો બને છે, કહે છે અમે તમારા છીએ તો ૬-૭ દિવસ પછી નામકરણ પણ મનાવવું જોઈએ ને. પરંતુ કોઈ પણ મનાવતું નથી. પોતાની જન્માષ્ટમી તો ખૂબ ધામધૂમ થી મનાવવી જોઈએ. પરંતુ મનાવતાં જ નથી. જ્ઞાન પણ નથી કે અમારે જયંતી મનાવવાની છે. ૧૨ માસ થાય છે તો મનાવે છે. અરે પહેલાં મનાવી નહીં, ૧૨ માસ પછી કેમ મનાવો છો. જ્ઞાન જ નથી, નિશ્ચય નહીં હશે. એક વાર જન્મ દિવસ મનાવ્યો તે તો પાક્કા થઈ ગયાં પછી જો જન્મ દિવસ મનાવવાં છતાં ભાગન્તી થઈ ગયાં તો સમજાશે આ મરી ગયાં. જન્મ પણ કોઈ તો ખૂબ ધામધૂમ થી મનાવે છે. કોઈ ગરીબ હશે તો ગોળ-ચણા પણ વહેંચી શકે છે. વધારે નહીં. બાળકોને પૂરી રીતે સમજાતું નથી. એટલે ખુશી નથી થતી. જન્મ દિવસ મનાવે તો યાદ પણ પાક્કું રહે. પરંતુ તે બુદ્ધિ નથી. આજે તો પણ બાપ સમજાવે છે જે-જે નવાં બાળકો બન્યાં, એમને નિશ્ચય થાય છે તો જન્મ દિવસ મનાવે. ફલાણા દિવસે અમને નિશ્ચય થયો, ત્યાર થી જન્માષ્ટમી શરું થાય છે. તો બાળકોએ બાપ અને વારસા ને પૂરું યાદ કરવું જોઈએ. બાળક ક્યારેય પણ ભૂલે થોડી જ છે કે હું ફલાણા નો બાળક છું. અહીંયા કહે છે કે બાબા તમે અમને યાદ નથી આવતાં. એવું અજ્ઞાનકાળ માં તો ક્યારેય નહીં કહેશે. યાદ ન આવવાનો સવાલ પણ નથી ઉઠતો. તમે બાપ ને યાદ કરો છો, બાપ તો બધાંને યાદ કરે જ છે. બધાં મારા બાળકો કામ-ચિતા પર બળીને ભસ્મ થઈ ગયાં છે. આમ બીજા કોઈ ગુરુ કે મહાત્મા વગેરે નહીં કહેશે. આ ભગવાનુવાચ જ છે કે મારા બધાં બાળકો છે. ભગવાન નાં તો બધાં બાળકો છે ને. બધી આત્માઓ પરમાત્મા બાપ નાં બાળકો છે. બાપ પણ જ્યારે શરીર માં આવે છે ત્યારે કહે છે - આ બધી આત્માઓ મારા બાળકો છે. કામ-ચિતા પર ચઢી ભસ્મીભૂત તમોપ્રધાન થઈ ગયાં છે. ભારતવાસી કેટલાં આયરન એજેડ (તમોપ્રધાન) થઈ ગયાં છે. કામ-ચિતા પર બેસી બધાં સાંવરા (કાળા) બની પડ્યાં છે. જે પૂજ્ય નંબરવન ગોરા હતાં, તો હમણાં પૂજારી કાળા બની ગયાં છે. સુંદર સો (એજ) શ્યામ છે. આ કામ-ચિતા પર ચઢવું એટલે સાપ પર ચઢવું છે. વૈકુંઠ માં સાપ વગેરે નથી હોતાં જે કોઈને ડંખે. એવી વાતો હોઈ ન શકે. બાપ કહે છે - ૫ વિકારો ની પ્રવેશતા થવાથી તમે તો જેમ જંગલી કાંટા બની ગયાં છો. કહે છે બાબા અમે માનીએ છીએ આ છે જ કાંટાઓનું જંગલ. એક-બીજાને ડંખી ને બધાં ભસ્મીભૂત થઈ ગયાં છે. ભગવાનુવાચ મુજ જ્ઞાનસાગર નાં બાળકો જેમને મેં કલ્પ પહેલાં પણ આવીને સ્વચ્છ બનાવ્યાં હતાં તે હમણાં પતિત કાળા થઈ ગયાં છે. બાળકો જાણે છે અમે ગોરા થી કાળા કેવી રીતે બનીએ છીએ. પૂરાં ૮૪ જન્મો ની હિસ્ટ્રી-જોગ્રોફી નટશેલ (સાર) માં બુદ્ધિ માં છે. આ સમયે તમે જાણો છો કોઈ ૫-૬ વર્ષ થી લઈને પોતાની બાયોગ્રાફી (જીવન કહાની) જાણે છે - નંબરવાર બુદ્ધિ અનુસાર. દરેક પોતાની પહેલાંની બાયોગ્રાફી ને પણ જાણે છે - અમે શું-શું ખરાબ કામ કર્યું. મોટી-મોટી વાતો તો બતાવાય છે - અમે શું-શું કર્યું. પહેલાનાં જન્મ નું તો બતાવી જ ન શકે. જન્મો-જનમ ની બાયોગ્રાફી કોઈ બતાવી ન શકે. બાકી ૮૪ જન્મ કેવી રીતે લીધાં છે તો બાપ બેસી તેમને સમજાવે છે, જેમણે પૂરા ૮૪ જન્મ લીધાં છે, એમની જ સ્મૃતિ માં આવશે. ઘરે જવાનાં માટે હું તમને મત આપું છું એટલે બાપ કહે છે આ નોલેજ બધાં ધર્મ વાળા નાં માટે છે. જો મુક્તિધામ ઘરે જવાં ઈચ્છો છો તો બાપ જ લઈ જઈ શકે છે. સિવાય બાપનાં બીજું કોઈ પણ પોતાનાં ઘરે જઈ ન શકે. કોઈનાં પાસે આ યુક્તિ છે જ નહીં જે બાપ ને યાદ કરી અને ત્યાં પહોંચે. પુનર્જન્મ તો બધાંએ લેવાનો છે. બાપ વગર તો કોઈ લઈ જઈ ન શકે. મોક્ષ નો ખ્યાલ તો ક્યારેય પણ નથી કરવાનો. આ તો થઈ ન શકે. આ તો અનાદિ બન્યો-બનેલ ડ્રામા છે, એનાથી કોઈ પણ નીકળી ન શકે. બધાનાં એક બાપ જ લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) છે. એ જ આવીને યુક્તિ બતાવે છે કે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે. નહીં તો સજાઓ ખાવી પડશે. પુરુષાર્થ નથી કરતાં તો સમજે છે અહીંયાનાં નથી. મુક્તિ-જીવનમુક્તિ નો રસ્તો આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર જાણો છો. દરેક ની સમજાવવાની ગતિ પોત-પોતાની છે. તમે પણ તો કહી શકો છો - આ સમયે પતિત દુનિયા છે. કેટલી મારામારી વગેરે થાય છે. સતયુગ માં આ નહીં થશે. હમણાં કળયુગ છે. આ તો બધાં મનુષ્ય માનશે. સતયુગ ત્રેતા.ગોલ્ડન એજ, સિલ્વર એજ. બીજી-બીજી ભાષાઓમાં પણ કોઈ નામ કહેતાં તો જરુર હશે. ઇંગ્લિશ તો બધાં જાણે છે. ડીક્શનરી (શબ્દકોશ) પણ હોય છે - ઇંગ્લિશ, હિન્દી ની. અંગ્રેજ લોકો બહુજ સમય રાજ્ય કરીને ગયાં તો એમનું ઇંગ્લિશ કામ માં આવે છે.

મનુષ્ય આ સમયે આ તો માને છે કે અમારા માં કોઈ ગુણ નથી, બાબા તમે આવીને રહેમ કરો ફરીથી અમને પવિત્ર બનાવો, અમે પતિત છીએ. હમણાં આપ બાળકો સમજો છો કે પતિત આત્માઓ એક પણ પાછી જઈ ન શકે. બધાંને સતો-રજો-તમો માં આવવાનું જ છે. હમણાં બાપ આ પતિત મહેફિલ માં આવે છે, કેટલી મોટી મહેફિલ છે. હું દેવતાઓની મહેફિલ માં ક્યારેય આવતો જ નથી. જ્યાં માલ-ઠાલ, ૩૬ પ્રકાર નાં ભોજન મળી શકે, ત્યાં હું આવતો જ નથી. જ્યાં બાળકોને રોટલી પણ નથી મળતી, એમની પાસે આવીને ખોળામાં લઈને બાળકો બનાવી વારસો આપું છું. સાહૂકારો ને ખોળામાં નથી લેતો હું, તે તો પોતાનાં જ નશા માં ચૂર રહે છે. પોતે કહે છે કે અમારા માટે તો સ્વર્ગ અહીંયા જ છે પછી કોઈ મરે છે તો કહે છે કે સ્વર્ગવાસી થયાં. તો જરુર આ નર્ક થયું ને. તમે કેમ નથી સમજાવતાં. હજું સમાચાર-પત્ર માં પણ યુક્તિયુક્ત કોઈએ નાખ્યું નથી. બાળકો પણ જાણે છે અમને ડ્રામા પુરુષાર્થ કરાવે છે, અમે જે પુરુષાર્થ કરીએ છીએ - તે ડ્રામા માં નોંધ છે. પુરુષાર્થ કરવાનો પણ જરુર છે. ડ્રામા પર બેસી નથી જવાનું. દરેક વાતમાં પુરુષાર્થ જરુર કરવાનો જ છે. કર્મયોગી, રાજયોગી છો ને. તે છે કર્મ સંન્યાસી, હઠયોગી. તમે તો બધું જ કરો છો. ઘર માં રહેતાં, બાળ-બચ્ચાઓ ને (બાળકોને) સંભાળો છો. તે તો ભાગી જાય છે. સારું નથી લાગતું. પરંતુ તે પવિત્રતા પણ ભારત માં જોઈએ ને. તો પણ સારું છે. હમણાં તો પવિત્ર પણ નથી રહેતાં. એવું નથી કે તે કોઈ પવિત્ર દુનિયા માં જઈ શકે છે. સિવાય બાપ નાં કોઈ લઈ જઈ ન શકે. હમણાં તમે જાણો છો - શાંતિધામ તો અમારું ઘર છે. પરંતુ જઈએ કેવી રીતે? બહુજ પાપ કર્યાં છે. ઈશ્વર ને સર્વવ્યાપી કહી દીધાં છે. તેઓ ઈજ્જત કોની ગુમાવે છે? શિવબાબા ની. કુતરા, બિલાડી, કણ-કણ માં પરમાત્મા કહી દે છે. હવે રિપોર્ટ કોને કરે! બાપ કહે છે હું જ સમર્થ છું. મારી સાથે ધર્મરાજ પણ છે. આ બધાનાં માટે કયામત (મોત) નો સમય છે. બધાં સજાઓ વગેરે ભોગવીને પાછાં ચાલ્યાં જશે. ડ્રામા ની બનાવટ જ એવી છે. સજાઓ ખાવાની જ છે જરુર. આ તો સાક્ષાત્કાર પણ થાય છે. ગર્ભજેલ માં પણ સાક્ષાત્કાર થાય છે. તમે આ-આ કામ કર્યાં છે પછી એની સજા મળે છે, ત્યારે તો કહે છે કે હવે આ જેલ થી નીકાળો. અમે ફરી એવાં પાપ નહીં કરીશું. બાપ અહીંયા સન્મુખ આવીને આ બધી વાતો તમને સમજાવે છે. ગર્ભમાં સજાઓ ખાય છે. તે પણ જેલ છે, દુઃખ અનુભવ થાય છે. ત્યાં સતયુગ માં બંને જેલ નથી હોતી, જ્યાં સજા ખાઓ.

હવે બાપ સમજાવે છે બાળકો મને યાદ કરો તો ખાદ (કાટ) નીકળી જશે. આ તમારા અક્ષર બહુજ માનશે. ભગવાન નું નામ તો છે. ફકત ભૂલ કરી છે જે કૃષ્ણ નું નામ નાંખી દીધું છે. હવે બાપ પણ બાળકો ને સમજાવે છે - આ જે સાંભળો છો, સાંભળીને સમાચાર-પત્ર માં નાંખો. શિવબાબા આ સમયે બધાને કહે છે - ૮૪ જન્મ ભોગવી તમોપ્રધાન બન્યાં છો. હવે ફરી હું સલાહ આપું છું - મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે પછી તમે મુક્તિ-જીવનમુક્તિ ધામ માં ચાલ્યાં જશો. બાપ નું આ ફરમાન (આજ્ઞા) છે - મને યાદ કરો તો ખાદ નીકળી જશે. અચ્છા - બાળકો કેટલું સમજાવે, કેટલું સમજાવે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ ની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. દરેક વાત નાં માટે પુરુષાર્થ જરુર કરવાનો છે. ડ્રામા કહીને બેસી નથી જવાનું. કર્મયોગી, રાજયોગી બનવાનું છે. કર્મ સંન્યાસી, હઠયોગી નહીં.

2. સજા ખાધા વગર બાપની સાથે ઘરે ચાલવાનાં માટે યાદ માં રહી ને આત્મા ને સતોપ્રધાન બનવાની છે. કાળા થી ગોરા બનવાનું છે.

વરદાન :-
પોતાની શ્રેષ્ઠતા દ્વારા નવીનતા નો ઝંડો લહેરાવવા વાળા શક્તિ સ્વરુપ ભવ

હવે સમય પ્રમાણે, સમીપતા નાં પ્રમાણે શક્તિ રુપ નો પ્રભાવ જ્યારે બીજા પર નાખશો ત્યારે અંતિમ પ્રત્યક્ષતા સમીપ લાવી શકશો. જેમ સ્નેહ અને સહયોગ ને પ્રત્યક્ષ કર્યાં છે એમ સેવા નાં દર્પણ માં શક્તિરુપ નો અનુભવ કરાવો. જ્યારે પોતાની શ્રેષ્ઠતા દ્વારા શક્તિરુપ ની નવીનતા નો ઝંડો લહેરાવશો ત્યારે પ્રત્યક્ષતા થશે. પોતાનાં શક્તિ સ્વરુપ થી સર્વશક્તિમાન્ બાપનો સાક્ષાત્કાર કરાવો.

સ્લોગન :-
મન્સા દ્વારા શક્તિઓનું અને કર્મ દ્વારા ગુણોનું દાન આપવું જ મહાદાન છે.