16-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - ભારત જે હીરા જેવું હતું , પતિત બનવાથી કંગાળ બન્યું છે , એને ફરી પાવન હીરા જેવું બનાવવાનું છે , મીઠાં દૈવી ઝાડ નું સેપલિગ લગાવવાનું ( કલમ લગાવવાની ) છે

પ્રશ્ન :-
બાપ નું કર્તવ્ય કયું છે, જેમાં બાળકોએ મદદગાર બનવાનું છે?

ઉત્તર :-
આખાં વિશ્વ પર એક ડીટી ગવર્મેન્ટ સ્થાપન કરવી (દૈવી રાજ્ય સ્થાપન કરવું), અનેક ધર્મો નો વિનાશ અને એક સત્ય ધર્મ ની સ્થાપના કરવી-આ જ બાપ નું કર્તવ્ય છે. આપ બાળકોએ આ કાર્ય માં મદદગાર બનવાનું છે. ઊંચ પદ લેવાનો પુરુષાર્થ કરવાનો છે, એવું નથી વિચારવાનું કે અમે સ્વર્ગમાં તો જઈશું જ.

ગીત :-
તુમ્હીં હો માતા, પિતા

ઓમ શાંતિ!
દુનિયામાં મનુષ્ય ગાય છે તુમ માતા-પિતા પરંતુ કોના માટે ગાય છે, આ નથી જાણતાં. આ પણ વન્ડરફુલ વાત છે. ફક્ત કહેવા માત્ર કહી દે છે. આપ બાળકોની બુદ્ધિમાં છે કે બરોબર આ માતા-પિતા કોણ છે. આ પરમધામ નાં રહેવાસી છે. પરમધામ એક જ છે, સતયુગ ને પરમધામ નથી કહેવાતું. સતયુગ તો અહીં હોય છે ને? પરમધામ માં રહેવા વાળા તો આપણે બધાં છીએ. તમે જાણો છો આપણે આત્માઓ પરમધામ, નિર્વાણ દેશ થી આવીએ છીએ આ સાકાર સૃષ્ટિમાં. સ્વર્ગ કોઈ ઉપર નથી. આવો તો તમે પણ પરમધામ થી છો. આપ બાળકો હમણાં જાણો છો આપણે આત્માઓ શરીર દ્વારા પાર્ટ ભજવી રહ્યા છીએ. કેટલાં જન્મ લઈએ છીએ? કેવી રીતે પાર્ટ ભજવીએ છીએ? આ બધું જાણીએ છીએ. એ છે દૂર દેશનાં રહેવા વાળા, આવ્યા પારકા દેશ માં. હવે પારકો દેશ કેમ કહેવાય છે? તમે ભારત માં આવો છો ને? પરંતુ પહેલાં-પહેલાં તમે બાપ નાં સ્થાપન કરેલા સ્વર્ગમાં આવો છો પછી તે નર્ક રાવણ રાજ્ય થઈ જાય છે, અનેક ધર્મ, અનેક ગવર્મેન્ટ થઈ જાય છે. પછી બાપ આવીને એક રાજ્ય બનાવે છે. હમણાં તો ખૂબ ગવર્મેન્ટ છે. કહેતા રહે છે બધાં મળીને એક થાય. હવે બધાં મળીને એક થાય-આ કેવી રીતે થઈ શકે? ૫ હજાર વર્ષ પહેલાં ભારતમાં એક ગવર્મેન્ટ હતી, વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી લક્ષ્મી-નારાયણ હતાં. વિશ્વમાં રાજ્ય કરવા વાળી બીજી કોઈ ઓથોરિટી નહોતી. બધાં ધર્મ એક ધર્મ માં આવી નથી શકતાં. સ્વર્ગ માં એક જ ગવર્મેન્ટ હતી એટલે કહેવાય છે કે બધાં એક થઈ જાય. હવે બાપ કહે છે હું બીજા બધાનો વિનાશ કરાવી એક આદિ સનાતન ડીટી (દૈવી) ગવર્મેન્ટ સ્થાપન કરી રહ્યો છું. તમે પણ એવું કહો છો ને? સર્વશક્તિવાન્ વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટીનાં ડાયરેક્શન અનુસાર અમે ભારતમાં એક ડીટી ગવર્મેન્ટનું રાજ્ય સ્થાપન કરી રહ્યા છીએ. ડીટી ગવર્મેન્ટ સિવાય બીજી કોઈ એક પણ ગવર્મેન્ટ હોતી નથી. ૫ હજાર વર્ષ પહેલાં ભારતમાં અથવા આખાં વિશ્વમાં એક ડીટી ગવર્મેન્ટ હતી, હમણાં બાપ આવ્યા છે વિશ્વની ડીટી ગવર્મેન્ટ ફરીથી સ્થાપન કરવાં. આપણે બાળકો એમના મદદગાર છીએ. આ રહસ્ય ગીતામાં છે. આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર નિરાકાર ને કહેવાય છે, કૃષ્ણ ને નહીં કહેવાશે. રુદ્ર નામ જ છે નિરાકાર નું. ખૂબ નામ સાંભળીને મનુષ્ય સમજે છે રુદ્ર અલગ છે અને સોમનાથ અલગ છે. તો હવે એક ડીટી ગવર્મેન્ટ સ્થાપન થવાની છે. ફક્ત એમાં ખુશ નથી થવાનું કે સ્વર્ગમાં તો જઈશું જ. જુઓ નર્ક માં પદ માટે કેટલું માથું મારે છે? એક તો પદ મળે બીજું પછી કમાણી ખૂબ છે. ભક્તો માટે તો એક ભગવાન હોવા જોઈએ, નહીં તો ભટકશે. અહીં તો બધાને ભગવાન કહી દે છે, અનેકો ને અવતાર માને છે. બાપ કહે છે હું તો એક જ વાર આવું છું. ગાય પણ છે પતિત-પાવન આવો. આખી દુનિયા પતિત છે, એમાં પણ ભારત વધારે પતિત છે. ભારત જ કંગાળ છે, ભારત જ હીરા જેવું હતું. તમને નવી દુનિયામાં રાજાઈ મળવાની છે. તો બાપ સમજાવે છે કૃષ્ણને ભગવાન કહી ન શકાય. ભગવાન તો એક નિરાકાર પરમપિતા પરમાત્મા ને જ કહેવાય છે, જે જન્મ-મરણ રહિત છે. મનુષ્ય તો પછી કહી દે છે એ પણ ભગવાન, અમે પણ ભગવાન, બસ અહીં આવ્યા છીએ મોજ કરવાં. બહુજ મસ્ત રહે છે. બસ, જ્યાં જોઉં છું તૂ જ તૂ છે, તારી જ રંગત છે. હું પણ તમે, તમે પણ હું, બસ ડાન્સ કરતા રહે છે. હજારો એમનાં ફોલોઅર્સ છે. બાપ કહે છે ભક્ત, ભગવાન ની બંદગી કરતા રહે છે. ભક્તિમાં ભાવના થી પૂજા કરે છે. બાબા કહે છે હું એમને સાક્ષાત્કાર કરાવી દઉં છું. પરંતુ તે મને મળતા નથી, હું તો સ્વર્ગ નો રચયિતા છું. એવું નથી કે એમને સ્વર્ગનો વારસો આપું છું. ભગવાન તો છે જ એક. બાપ કહે છે બધાં પુનર્જન્મ લેતાં-લેતાં અબળા થઈ ગયા છે. હમણાં હું પરમધામ થી આવ્યો છું. હું જે સ્વર્ગ સ્થાપન કરું છું એમાં પછી હું નથી આવતો. ઘણાં મનુષ્ય કહે છે અમે નિષ્કામ સેવા કરીએ છીએ. પરંતુ ઈચ્છે ન ઈચ્છે, ફળ તો જરુર મળે છે. દાન કરે છે તો ફળ જરુર મળશે ને? તમે સાહુકાર બન્યા છો, કારણ કે પાસ્ટ માં (પહેલાં) દાન-પુણ્ય કર્યુ છે, હમણાં તમે પુરુષાર્થ કરો છો, જેટલો પુરુષાર્થ કરશો એટલું ભવિષ્યમાં ઊંચ પદ મેળવશો. હમણાં તમને સારા કર્મ શીખવાડાય છે - ભવિષ્ય જન્મ-જન્માંતર માટે. મનુષ્ય કરે છે બીજા જન્મ માટે. પછી કહેશે પાસ્ટ કર્મોનું ફળ છે. સતયુગ-ત્રેતા માં એવું નહીં કહેવાશે. કર્મોનું ફળ ૨૧ જન્મો નાં માટે હમણાં તૈયાર કરાવાય છે. સંગમયુગ નાં પુરુષાર્થ ની પ્રારબ્ધ ૨૧ પેઢી ચાલે છે. સંન્યાસી એવું કહી ન શકે કે અમે તમારી એવી પ્રારબ્ધ બનાવીએ છીએ જે તમે ૨૧ જન્મ સુખી રહેશો. સારું કે ખરાબ ફળ તો ભગવાને આપવાનું છે ને? તો એક જ ભૂલ થઈ છે જે કલ્પ ની આયુ લાંબી કરી દીધી છે. ઘણાં છે જે કહે છે ૫ હજાર વર્ષનું કલ્પ છે. તમારી પાસે મુસલમાન આવ્યા હતાં, બોલ્યા કલ્પ ની આયુ બરોબર ૫ હજાર વર્ષ છે. અહીંની વાતો સાંભળી હશે. ચિત્ર તો બધાની પાસે જાય છે, તો પણ બધાં થોડી માનશે? તમે જાણો છો આ રુદ્ર જ્ઞાન યજ્ઞ છે, જેનાથી આ વિનાશ જ્વાળા નીકળી છે. આમાં સહજ રાજયોગ શીખવાડાય છે. કૃષ્ણનો આત્મા હમણાં અંતિમ જન્મ માં શિવ (રુદ્ર) પાસેથી વારસો લઈ રહ્યો છે, અહીં બેઠો છે. બાબા અલગ અને આ અલગ છે. બ્રાહ્મણ ખવડાવે છે તો આત્માને બોલાવે છે ને? પછી તે આત્મા બ્રાહ્મણ માં આવીને બોલે છે. તીર્થો પર પણ ખાસ જઈને બોલાવે છે. હવે આત્માને કેટલો સમય થઈ ગયો પછી તે આત્મા કેવી રીતે આવે છે? શું થાય છે? બોલે છે હું ખૂબ સુખી છું, ફલાણા ઘરે જન્મ લીધો છે. આ શું થાય છે? શું આત્મા નીકળીને આવ્યો? બાપ સમજાવે છે હું ભાવના નું ભાડું આપું છું અને તેઓ ખુશ થઈ જાય છે. આ પણ ડ્રામા માં રહસ્ય છે. બોલે છે તો પાર્ટ ચાલે છે. કોઈએ નથી બોલ્યું તો નોંધ નથી. બાપની યાદ માં રહો તો વિકર્મ વિનાશ થશે, અન્ય કોઈ ઉપાય નથી. દરેકે સતો-રજો-તમો માં આવવાનું જ છે. બાપ કહે છે તમને નવી દુનિયાનાં માલિક બનાવું છું. ફરીથી હું પરમધામ થી જૂની દુનિયા, જૂનાં તનમાં આવું છું. આ પૂજ્ય હતાં, પુજારી બન્યા ફરી પૂજય બને છે. તત ત્વમ્. તમને પણ બનાવું છું. પહેલાં નંબરનાં પુરુષાર્થી આ છે. ત્યારે તો માતેશ્વરી, પિતાશ્રી કહો છો. બાપ પણ કહે છે તમે તખ્તનશીન થવાનો પુરુષાર્થ કરો. આ જગત અંબા બધાની કામના પૂર્ણ કરે છે. માતા છે તો પિતા પણ હશે અને બાળકો પણ હશે? તમે બધાને રસ્તો બતાવો છો, આ કામનાઓ તમારી પૂરી થાય છે સતયુગ માં. બાબા કહે છે ઘર માં રહેતાં પણ જો પૂરો યોગ લગાવો તો પણ અહીં વાળાઓથી પણ ઊંચ પદ મેળવી શકો છો.

બાંધેલીઓ તો ખૂબ છે. રાત્રે પણ હોમ મિનિસ્ટર ને સમજાવી રહ્યા હતા ને કે આના માટે કોઈ ઉપાય નીકાળવો (કાઢવો) જોઈએ જે આ અબળાઓ પર અત્યાચાર ન થાય. પરંતુ જ્યારે બે-ચાર વાર સાંભળે ત્યારે ખ્યાલ માં આવે. તકદીર માં હશે તો માનશે. પેચીલું (અટપટું) જ્ઞાન છે ને? સિક્ખ (શિખ) ધર્મ વાળા ને પણ ખબર પડે તો સમજે - મનુષ્ય થી દેવતા કર્યા કોણે? એક ઓમકાર્ સતનામ્, આ એમની મહિમા છે ને? અકાળ મૂર્ત. બ્રહ્મ તત્વ એમનું તખ્ત છે. કહે છે ને સિંહાસન છોડીને આવો. બાપ સમજાવે છે, આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણે છે, એવું નથી બધાનાં દિલને જાણે છે. ભગવાન ને યાદ કરે છે કે સદ્દગતિ માં લઈ જાઓ. બાબા કહે છે હું વર્લ્ડ ઓલમાઈટી ડીટી ગવર્મેન્ટ ની સ્થાપના કરી રહ્યો છું. આ જે પાર્ટીશન થયા છે, આ બધું નીકળી જશે. આપણા દેવી-દેવતા ધર્મ નાં જે છે એમની જ કલમ લગાવવાની છે. ઝાડ તો ખૂબ મોટું છે. એમાં મીઠાં માં મીઠાં છે દેવી-દેવતાઓ. એમનું પછી સેપ્લિગ લગાવવાનું છે. અન્ય ધર્મ વાળા જે આવે છે તે કોઈ સેપ્લિગ થોડી લગાવે છે?

અચ્છા, આજે સદ્દગુરુવાર છે. બાપ કહે છે - બાળકો, શ્રીમત પર ચાલીને પવિત્ર બનો તો સાથે લઈ જાઉં. પછી ભલે મખમલ ની રાણી બનો, કે રેશમની રાણી બનો. વારસો લેવો છે તો મારી મત પર ચાલો. યાદ થી જ તમે અપવિત્ર થી પવિત્ર બની જશો. અચ્છા, બાપદાદા અને મીઠી મમ્મા નાં સિકીલધા બાળકોને યાદ-પ્યાર અને સલામ-માલેકમ્.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સંગમયુગ નાં પુરુષાર્થ ની પ્રારબ્ધ ૨૧ જન્મ ચાલે છે-આ વાત સ્મૃતિ માં રાખી શ્રેષ્ઠ કર્મ કરવાનાં છે. જ્ઞાન દાન થી પોતાની પ્રારબ્ધ બનાવવાની છે.

2. મીઠાં દૈવી ઝાડનું સેપ્લિગ લાગી રહ્યું છે એટલે અતિ મીઠાં બનવાનું છે.

વરદાન :-
બ્રાહમણ જન્મ ની વિશેષતા અને વિચિત્રતા ને સ્મૃતિ માં રાખી સેવા કરવા વાળા સાક્ષી ભવ

આ બ્રાહ્મણ જન્મ દિવ્ય જન્મ છે. સાધારણ જન્મધારી આત્માઓ પોતાનો બર્થ ડે અલગ મનાવે છે, મેરેજ ડે, ફ્રેન્ડસ ડે અલગ મનાવે છે, પરંતુ તમારો બર્થ ડે પણ તે જ છે, તો મેરેજ ડે, મધર ડે, ફાધર ડે, એંગેજમેન્ટ ડે બધું એક જ છે કારણ કે તમારા બધાનો વાયદો છે - એક બાપ બીજું ન કોઈ. તો આ જન્મ ની વિશેષતા અને વિચિત્રતા ને સ્મૃતિ માં રાખી સેવા નો પાર્ટ ભજવો. સેવામાં એક-બીજા નાં સાથી બનો, પરંતુ સાક્ષી થઈને સાથી બનો. જરા પણ કોઈનામાં વિશેષ ઝુકાવ ન હોય.

સ્લોગન :-
બેપરવાહ બાદશાહ તે છે જેમના જીવન માં નિર્માણતા અને ઓથોરિટી નું બેલેન્સ હોય.


માતેશ્વરીજી નાં મધુર મહાવાક્ય :

આત્મા પરમાત્મા માં અંતર , ભેદ

આત્મા અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ સુંદર મેળો કરી દીધો જ્યારે સદ્દગુરુ મળ્યા દલાલ જ્યારે આપણે આ શબ્દ કહીએ છીએ તો એનો યથાર્થ અર્થ છે કે આત્મા, પરમાત્મા થી બહુજકાળ થી વિખૂટો પડ્યો છે. બહુજકાળ નો અર્થ છે લાંબા સમય થી આત્મા પરમાત્મા થી વિખૂટો પડ્યો છે, તો આ શબ્દ સાબિત (સિદ્ધ) કરે છે કે આત્મા અને પરમાત્મા અલગ-અલગ બે વસ્તુ છે, બંનેમાં આંતરિક ભેદ છે પરંતુ દુનિયાવી મનુષ્યો ને પરિચય ન હોવાનાં કારણે તેઓ આ શબ્દનો અર્થ એવો જ કાઢે છે કે હું આત્મા જ પરમાત્મા છું, પરંતુ આત્મા ઉપર માયાનું આવરણ ચઢેલું હોવાને કારણે પોતાનાં અસલી સ્વરુપ ને ભૂલી ગયા છે, જ્યારે તે માયાનું આવરણ ઉતરી જશે પછી આત્મા એ જ પરમાત્મા છે. તો તે આત્માને અલગ આ મતલબ થી કહે છે અને બીજા લોકો પછી આ મતલબ થી કહે છે કે હું આત્મા સો પરમાત્મા છું પરંતુ આત્મા સ્વયં પોતાને ભૂલવાના કારણે દુઃખી બની ગયો છે. જ્યારે આત્મા ફરી સ્વયં પોતાને ઓળખી ને શુદ્ધ બને છે તો પછી આત્મા પરમાત્મા માં મળી એક જ થઈ જશે. તો તે આત્મા ને અલગ આ અર્થ થી કહે છે પરંતુ આપણે તો જાણીએ છીએ કે આત્મા પરમાત્મા બંને અલગ વસ્તુ છે. નથી આત્મા, પરમાત્મા થઈ શકતો અને નથી આત્મા પરમાત્મા માં મળી એક થઈ શકતો અને પછી નથી પરમાત્મા ની ઉપર આવરણ ચઢી શકતું.