17-01-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
આ પાઠશાળા માં આવ્યાં છો પોતાની ઊંચી તકદીર બનાવવાં , તમારે નિરાકાર બાપ થી ભણીને
રાજાઓનાં રાજા બનવાનું છે”
પ્રશ્ન :-
ઘણાં બાળકો છે ભાગ્યશાળી પરંતુ બની જાય છે દુર્ભાગ્યશાળી કેવી રીતે?
ઉત્તર :-
એ બાળકો ભાગ્યશાળી છે - જેમને કોઈપણ કર્મબંધન નથી અર્થાત્ કર્મબંધન મુક્ત છે. પરંતુ
છતાં પણ જો ભણતર માં ધ્યાન નથી આપતાં, બુદ્ધિ અહીં-ત્યાં ભટકતી રહે છે, એક બાપ
જેનાંથી આટલો ભારે વારસો મળે, એને યાદ નથી કરતા તો ભાગ્યશાળી હોવા છતાં પણ
દુર્ભાગ્યશાળી જ કહેવાશે.
પ્રશ્ન :-
શ્રીમત માં
કયા-કયા રસ ભરેલાં છે?
ઉત્તર :-
શ્રીમત જ છે - જેમાં માતા-પિતા, શિક્ષક, ગુરુ બધાંની મત સાથે છે. શ્રીમત જેમકે
સેક્રીન છે, જેમાં આ બધાં રસ ભરેલાં છે.
ગીત :-
તકદીર જગાકર
આઈ હુઁ…
ઓમ શાંતિ!
શિવ ભગવાનુવાચ,
મનુષ્ય જ્યારે ગીતા સંભળાવે છે તો શ્રીકૃષ્ણનું નામ લઈને સંભળાવે છે. અહીં તો જે
સંભળાવે છે કહે છે શિવ ભગવાનુવાચ. સ્વયં પણ કહી શકે છે શિવ ભગવાનુવાચ, કારણ કે
શિવબાબા સ્વયં જ બોલે છે. બંને સાથે પણ બોલી શકે છે. બાળકો તો બંને નાં છે. બાળકો
અને બાળકીઓ બંને બેઠા છે. તો કહે છે બાળકો સમજો છો કે કોણ ભણાવે છે? કહે છે બાપદાદા
ભણાવે છે. બાપ મોટાં ને, દાદા નાનાં ને અર્થાત્ ભાઈને કહેવાય છે. તો બાપદાદા સાથે
કહેવાય છે. હવે બાળકો પણ જાણે છે કે અમે વિદ્યાર્થી છીએ, સ્કૂલમાં વિદ્યાર્થી બેઠા
જ છે તકદીર બનાવવા માટે કે અમે ભણીને ફલાણી પરીક્ષા પાસ કરીશું. તે સ્થૂળ પરીક્ષા
તો ઘણી હોય છે. અહીં આપ બાળકો નાં દિલમાં છે કે અમને બેહદ નાં બાપ પરમપિતા પરમાત્મા
ભણાવે છે. બાપ આ (બ્રહ્મા) ને નથી કહેતાં. નિરાકાર બાપ સમજાવે છે, તમે જાણો છો આપણે
બાપ પાસે થી રાજયોગ શીખી રાજાઓનાં રાજા બનીએ છીએ. રાજાઓ પણ હોય છે અને પછી રાજાઓનાં
રાજાઓ પણ હોય છે. જે રાજાઓનાં રાજાઓ છે, એમને રાજાઓ પણ પૂજે છે. આ રિવાજ ભારતખંડ
માં જ છે. પતિત રાજાઓ પાવન રાજાઓને પૂજે છે. બાપે સમજાવ્યું છે મહારાજા ખૂબ
પ્રોપર્ટી (મિલકત) વાળાને કહેવાય છે. રાજા લોકો નાનાં હોય છે. આજકાલ તો કોઈ-કોઈ
રાજાઓની મહારાજાઓથી પણ વધારે પ્રોપર્ટી હોય છે. કોઈ-કોઈ સાહૂકારો ને રાજાઓથી પણ
વધારે પ્રોપર્ટી હોય છે. ત્યાં આવું અનલોફુલ (ગેરકાયદેસર) નહીં હોય. ત્યાં તો બધુંજ
કાયદા અનુસાર હશે. મોટાં મહારાજા ની પાસે મોટી પ્રોપર્ટી હશે. તો આપ બાળકો જાણો છો
આપણને બેહદનાં બાપ બેસી ભણાવે છે. પરમાત્મા વગર રાજાઓનાં રાજા, સ્વર્ગનાં માલિક કોઈ
બનાવી ન શકે. સ્વર્ગ નાં રચયિતા છે જ નિરાકાર બાપ. એમનું નામ પણ ગાય છે હેવનલી ગોડ
ફાધર. બાપ સ્પષ્ટ સમજાવે છે હું આપ બાળકોને ફરીથી સ્વરાજ્ય આપીને રાજાઓનાં રાજા
બનાવું છું. હવે તમે જાણો છો આપણે તકદીર બનાવીને આવ્યાં છીએ, બેહદનાં બાપ પાસે થી
રાજાઓનાં રાજા બનવાં. કેટલી ખુશીની વાત છે. ખૂબ ભારે પરીક્ષા છે. બાબા કહે છે
શ્રીમત પર ચાલો, આમાં માતા-પિતા, શિક્ષક, ગુરુ વગેરે બધાંની મત સાથે છે. બધાંની
સેક્રીન બનેલી છે. બધાંનો રસ એકમાં ભરેલો છે. બધાનાં સાજન એક છે. પતિત થી પાવન
બનાવવા વાળા એ બાપ થયાં. ગુરુનાનકે પણ એમની મહિમા કરી છે તો જરુર એમને યાદ કરવા પડે.
પહેલાં એ પોતાની પાસે લઈ જશે પછી પાવન દુનિયામાં મોકલી દેશે. કોઈ પણ આવે તો એમને
સમજાવવાનું છે - આ ગોડલી કોલેજ છે. ભગવાનુવાચ, બીજી સ્કૂલોમાં તો ક્યારેય ભગવાનુવાચ
નહીં કહે. ભગવાન છે જ નિરાકાર જ્ઞાન નાં સાગર, મનુષ્ય સૃષ્ટિનાં બીજરુપ….. આપ
બાળકોને બેસી ભણાવું છું. આ ગોડલી નોલેજ (ઈશ્વરીય જ્ઞાન) છે. સરસ્વતી ને ગોડેઝ ઓફ
નોલેજ (જ્ઞાન ની દેવી) કહે છે. તો જરુર ગોડલી નોલેજ થી ગોડ-ગોડેઝ બનતાં હશે.
બેરિસ્ટરી નોલેજ થી બેરિસ્ટર જ બનશે. આ છે ગોડલી નોલેજ. સરસ્વતી ને ગોડે નોલેજ (ભગવાને
જ્ઞાન) આપ્યું છે. તો જેમ સરસ્વતી ગોડેઝ ઓફ નોલેજ છે, એમ તમે બાળકો છો. સરસ્વતી ને
ઘણાં બાળકો છે ને. પરંતુ દરેક ગોડેઝ ઓફ નોલેજ કહેવાય, આ નથી થઈ શકતું. આ સમયે પોતાને
ગોડેઝ નથી કહી શકાતું. ત્યાં પણ તો દેવી-દેવતાઓ જ કહેવાશે. ગોડ નોલેજ બરાબર આપે છે.
લેસન આવી રીતે ધારણ કરાવે છે. એ પદ આપે છે મોટું. બાકી દેવતાઓ ગોડ-ગોડેઝ તો હોઈ ન
શકે. આ માતા-પિતા તો જેમકે ગોડ ગોડેઝ થઈ જાય છે. પરંતુ છે તો નહીં ને. નિરાકાર બાપ
ને ગોડફાધર કહેવાય છે. આમને (સાકાર ને) ગોડ થોડી કહીશું? આ ખૂબ ગુહ્ય વાતો છે. આત્મા
અને પરમાત્મા નું રુપ અને પછી સંબંધ, કેટલી ગુહ્ય વાતો છે. તે શરીર નાં સંબંધ કાકા,
ચાચા, મામા વગેરે તો કોમન (સામાન્ય) છે. આ તો છે રુહાની સંબંધ. સમજાવવાની ખૂબ યુક્તિ
જોઈએ. માતા-પિતા અક્ષર ગાય છે તો જરુર કોઈ અર્થ છે ને. એ શબ્દ અવિનાશી બની જાય છે.
ભક્તિમાર્ગ માં પણ ચાલ્યો આવે છે.
આપ બાળકો જાણો છો અમે
સ્કૂલમાં બેઠા છીએ. ભણાવવા વાળા જ્ઞાનસાગર છે. આમનો (બ્રહ્માનો) આત્મા પણ ભણે છે. આ
આત્માનાં બાપ એ પરમાત્મા છે, જે બધાનાં બાપ છે, એ ભણાવે છે. એમને ગર્ભ માં તો આવવાનું
નથી, તો જ્ઞાન કેવી રીતે ભણાવે. એ આવે છે બ્રહ્માનાં તનમાં. એમણે પછી બ્રહ્માની બદલે
શ્રીકૃષ્ણનું નામ નાખી દીધું છે. આ પણ ડ્રામા માં છે. કાંઈક ભૂલ થાય ત્યારે તો બાપ
આવીને આ ભૂલોને કરેક્ટ કરીને (સુધારીને) અભૂલ બનાવે. નિરાકાર ને ન જાણવાને કારણે જ
મૂંઝાઈ ગયાં છે. બાપ સમજાવે છે હું તમારો બેહદનો બાપ બેહદનો વારસો આપવા વાળો છું.
લક્ષ્મી-નારાયણ સ્વર્ગ નાં માલિક કેવી રીતે બન્યાં, આ કોઈપણ નથી જાણતું. જરુર કોઈએ
તો કર્મ શીખવાડ્યાં હશે ને અને તે પણ જરુર મોટાં હશે, જે આટલું ઊંચ પદ પ્રાપ્ત
કરાવ્યું. મનુષ્ય કાંઈ પણ નથી જાણતાં. બાપ કેટલાં પ્રેમ થી સમજાવે છે, કેટલી મોટી
ઓથોરિટી (સત્તા) છે. આખી દુનિયાને પતિત થી પાવન બનાવવા વાળા માલિક છે. સમજાવે છે આ
બન્યો-બનેલો (પૂર્વનિર્ધારિત) ડ્રામા છે. તમારે ચક્ર લગાવવાનું હોય છે. આ બનાવટ ને
કોઈપણ જાણતું નથી. ડ્રામામાં કેવી રીતે આપણે એક્ટર્સ (પાર્ટધારી) છીએ, આ ચક્ર કેવી
રીતે ફરે છે, દુઃખધામ થી સુખધામ કોણ બનાવે છે, આ તમે જાણો છો. તમને સુખધામ માટે
ભણાવું છું. તમે જ ૨૧ જન્મો માટે સદા સુખી બનો છો બીજા કોઈ ત્યાં જઈ ન શકે. સુખધામ
માં જરુર થોડા મનુષ્ય હશે. સમજાવવા માટે પોઈન્ટ (મુદ્દા) ખૂબ સારા જોઈએ. કહો તો છો
બાબા અમે તમારા છીએ, પરંતુ પૂરા બનવામાં સમય લાગે છે. કોઈનાં કર્મબંધન ઝટ છૂટી જાય
છે, કોઈને સમય લાગે છે. કોઈ તો એવાં ભાગ્યશાળી પણ છે જેમનાં કર્મબંધન તૂટેલાં છે,
પરંતુ ભણવામાં ધ્યાન નથી આપતાં તો એમને કહેવાય છે દુર્ભાગ્યશાળી. પુત્ર, પોત્રા,
ધોત્રા વગેરેમાં બુદ્ધિ ચાલી જાય છે. અહીં તો એકને જ યાદ કરવાનાં છે. ખૂબ ભારે વારસો
મળે છે. તમે જાણો છો અમે રાજાઓનાં રાજા બનીએ છીએ. પતિત રાજાઓ કેવી રીતે બને છે અને
પાવન રાજાઓનાં રાજા કેવી રીતે બને છે, તે પણ બાપ તમને સમજાવે છે. હું સ્વયં આવીને
રાજાઓનાં રાજા સ્વર્ગનાં માલિક બનાવું છું - આ રાજયોગ થી. એ પતિત રાજાઓ તો દાન
કરવાથી બને છે. એમને હું થોડી આવીને ભણાવું છું? તેઓ ખૂબ દાની હોય છે. દાન કરવાથી
રાજાઈ કુળ માં જન્મ લે છે. હું તો ૨૧ જન્મો માટે તમને સુખ આપું છું. તેઓ તો એક જન્મ
માટે બને છે તે પણ પતિત દુઃખી રહે છે. હું તો આવીને બાળકોને પાવન બનાવું છું.
મનુષ્ય સમજે છે ફક્ત ગંગા સ્નાન કરવાથી પાવન બને છે, કેટલાં ધક્કા ખાય છે. ગંગા-જમના
વગેરેની કેટલી મહિમા કરે છે. હવે આમાં મહિમાની તો વાત જ નથી. પાણી સાગર માંથી આવે
છે. એવી તો ઘણી નદીઓ છે. વિલાયત માં પણ મોટી-મોટી નદીઓ ખોદીને બનાવે છે, આમાં શું
મોટી વાત છે? જ્ઞાન સાગર અને જ્ઞાનગંગાઓ કોણ છે, આ તો જાણતાં જ નથી. શક્તિઓએ શું
કર્યુ? કાંઈ પણ જાણતાં નથી. હકીકત માં જ્ઞાનગંગા અથવા જ્ઞાન સરસ્વતી આ જગદંબા છે.
મનુષ્ય તો જાણતાં જ નથી, જેમકે ભીલ છે. બિલકુલ જ બુદ્ધુ, બેસમજ છે. બાપ આવીને બેસમજ
ને કેટલાં સમજદાર બનાવે છે. તમે બતાવી શકો છો આમને રાજાઓનાં રાજા કોણે બનાવ્યાં.
ગીતામાં પણ છે હું રાજાઓનાં રાજા બનાવું છું. મનુષ્ય તો આ જાણતાં નથી. હું સ્વયં પણ
નહોતો જાણતો. આ જે સ્વયં બન્યાં હતાં, હમણાં નથી, એ જ નથી જાણતાં તો બીજા પછી કેવી
રીતે જાણી શકે? સર્વવ્યાપી નાં જ્ઞાન માં કાંઈ પણ નથી, યોગ કોની સાથે લગાવે, પોકારે
કોને? પોતે જ ભગવાન છે પછી પ્રાર્થના કોની કરશે? ખુબ વંડર છે. ખૂબ ભક્તિ જે કરે છે
એમનું માન હોય છે. ભક્ત માળા પણ છે ને. જ્ઞાન માળા છે રુદ્ર માળા. આ પછી ભક્ત માળા.
એ છે નિરાકારી માળા. સર્વ આત્માઓ ત્યાં રહે છે. એમાં પણ પ્રથમ નંબર આત્મા કોનો છે?
જે નંબરવન માં જાય છે, સરસ્વતી નો આત્મા તથા બ્રહ્માનો આત્મા નંબરવન ભણે છે. આ
આત્માની વાત છે. ભક્તિમાર્ગ માં તો બધી શારીરિક વાતો છે - ફલાણા ભક્ત એવાં હતાં,
એમનાં શરીરનું નામ લેશે. તમે મનુષ્ય ને નહીં કહેશો. તમે જાણો છો બ્રહ્માનો આત્મા
શું બને છે. એ જઈને શરીર ધારણ કરી રાજાઓનાં રાજા બને છે. આત્મા શરીરમાં પ્રવેશ કરી
રાજ્ય કરે છે. હમણાં તો રાજા નથી. રાજ્ય કરે તો આત્મા છે ને. હું રાજા છું, હું
આત્મા છું, આ શરીરનો માલિક છું. અહમ (હું) આત્મા શરીરનું નામ શ્રી નારાયણ ધારણ કરી
પછી રાજ્ય કરીશ. આત્મા જ સાંભળે અને ધારણ કરે છે. આત્મામાં સંસ્કાર હોયછે. હવે તમે
જાણો છો અમે બાપ થી રાજાઈ લઈએ છીએ શ્રીમત પર ચાલવાથી. બાપદાદા બંને મળીને કહે છે
બાળકો, બંનેને બાળકો કહેવાનો હક છે. આત્માને કહે છે નિરાકાર બાળકો, મુજ બાપ ને યાદ
કરો. બીજું કોઈ કહી ન શકે હે નિરાકાર બાળકો, મુજ બાપ ને યાદ કરો. બાપ જ આત્માઓ સાથે
વાત કરે છે. એવું તો નથી કહેતાં પરમાત્મા મુજ પરમાત્મા ને યાદ કરો. કહે છે, હે
આત્માઓ મુજ બાપ ને યાદ કરો તો આ યોગ અગ્નિ થી તમારા વિકર્મ વિનાશ થશે. બાકી ગંગા
સ્નાન થી ક્યારેય કોઈ પાપ આત્મા થી પુણ્ય આત્મા નથી બની શકતાં. ગંગા સ્નાન કરી પછી
ઘર માં આવીને પાપ કરે છે. આ વિકારોનાં કારણે જ પાપ આત્મા બને છે. આ કોઈ સમજતાં નથી.
બાપ સમજાવે છે કે હવે તમને રાહુ નું કઠોર ગ્રહણ લાગેલું છે. પહેલાં હલકું ગ્રહણ હોય
છે. હવે દો દાન તો છૂટે ગ્રહણ. પ્રાપ્તિ ખૂબ ભારે છે. તો પુરુષાર્થ પણ એવો કરવો
જોઈએ ને. બાપ કહે છે હું તમને રાજાઓનાં રાજા બનાવીશ એટલે મને અને વારસા ને યાદ કરો.
પોતાનાં ૮૪ જન્મો ને યાદ કરો એટલે બાબાએ નામ જ રાખ્યું છે “સ્વદર્શન ચક્રધારી બાળકો.”
તો સ્વદર્શન નું જ્ઞાન પણ જોઈએ ને.
બાપ સમજાવે છે - આ
જૂની દુનિયા ખતમ થવાની છે. તમને હું નવી દુનિયામાં લઈ જાઉં છું. સંન્યાસી ફક્ત
ઘરબાર ને ભૂલે છે, તમે આખી દુનિયાને ભૂલો છો. આ બાપ જ કહે છે કે અશરીરી બનો. હું
તમને નવી દુનિયામાં લઈ જાઉં છું એટલે જૂની દુનિયાથી, જૂનાં શરીર થી મમત્વ તોડો. પછી
નવી દુનિયામાં તમને નવું શરીર મળશે. જુઓ, શ્રીકૃષ્ણ ને શ્યામ-સુંદર કહે છે. સતયુગ
માં આ ગોરા હતાં હમણાં અંતિમ જન્મ માં કાળા થઈ ગયાં છે. તો કહીશું ને શ્યામ જ સુંદર
બને છે, પછી સુંદર થી શ્યામ બને છે. તો નામ રાખી દીધું છે શ્યામ સુંદર. કાળા બનાવે
છે ૫ વિકાર રાવણ અને પછી ગોરા બનાવે છે પરમપિતા પરમાત્મા. ચિત્રમાં પણ દેખાડ્યું છે
કે હું જૂની દુનિયાને લાત મારી ગોરો બની રહ્યો છું. ગોરો આત્મા સ્વર્ગ નો માલિક બને
છે. કાળો આત્મા નર્ક નો માલિક બને છે. આત્મા જ ગોરો અને કાળો બને છે. હવે બાપ કહે
છે તમારે પવિત્ર બનવાનું છે. તે હઠયોગી પવિત્ર બનવા માટે ખૂબ હઠ કરે છે. પરંતુ યોગ
વગર તો પવિત્ર બની ન શકે, કાં તો સજાઓ ખાઈને પવિત્ર બનવું પડે એટલે બાપ ને કેમ ન
યાદ કરીએ અને ૫ વિકારો ને પણ જીતવાના છે. બાપ કહે છે આ કામ વિકાર જ આદિ-મધ્ય-અંત
દુઃખ આપવાવાળો છે. જો વિકારોને નહીં જીતી શકો તો વૈકુંઠ નાં રાજા થોડા બની શકો છો?
એટલે બાપ કહે છે જુઓ, હું તમને કેટલાં સારા કર્મ શીખવાડું છું - બાપ, શિક્ષક, સતગુરુ
રુપ માં. યોગબળ થી વિકર્મ વિનાશ કરાવી વિકર્માજીત રાજા બનાવું છું. હકીકતમાં સતયુગ
નાં દેવી-દેવતાઓને જ વિકર્માજીત કહેવાય છે. ત્યાં વિકર્મ તો હોતાં નથી. વિકર્માજીત
સંવત અને વિક્રમ સંવત અલગ-અલગ છે. એક રાજા વિક્રમ પણ થઈને ગયાં છે અને વિકર્માજીત
રાજા પણ થઈ ગયાં છે. આપણે હમણાં વિકર્મો ને જીતી રહ્યાં છીએ. પછી દ્વાપર થી નવેસર
વિકર્મ શરું થાય છે. તો નામ રાખી દીધું છે રાજા વિક્રમ. દેવતાઓ છે વિકર્માજીત. હમણાં
આપણે તે બનીએ છીએ પછી જ્યારે વામમાર્ગ માં આવીએ છીએ તો વિકર્મોનું ખાતું શરુ થઈ જાય
છે. અહીં વિકર્મોનું ખાતું ચૂક્તું કરી પછી આપણે વિકર્માજીત બનીએ છીએ. ત્યાં કોઈ
વિકર્મ થતાં નથી. તો બાળકોને આ નશો હોવો જોઈએ કે અમે અહીં ઊંચ તકદીર બનાવીએ છીએ. આ
છે મોટામાં મોટી તકદીર બનાવવાની પાઠશાળા. સતસંગ માં તકદીર બનાવવાની વાત નથી રહેતી.
પાઠશાળા માં હંમેશા તકદીર બને છે. તમે જાણો છો આપણે નર થી નારાયણ અથવા રાજાઓનાં રાજા
બનીશું. બરાબર પતિત રાજાઓ, પાવન રાજાઓને પૂજે છે. હું તમને પાવન બનાવું છું. પતિત
દુનિયામાં તો રાજ્ય નહીં કરશે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિમાં
સ્વદર્શન ચક્ર નું જ્ઞાન રાખી, રાહુ નાં ગ્રહણ થી મુક્ત થવાનું છે. શ્રેષ્ઠ કર્મ અને
યોગબળ થી વિકર્મોનું ખાતું ચૂક્તું કરી વિકર્માજીત બનવાનું છે.
2. પોતાની ઊંચી તકદીર
બનાવવા માટે ભણતર પર પૂરે-પૂરું ધ્યાન આપવાનું છે.
વરદાન :-
બાહ્યમુખતા
નાં રસો નાં આકર્ષણ નાં બંધન થી મુક્ત રહેવા વાળા જીવનમુક્ત ભવ
બાહ્યમુખતા અર્થાત્
વ્યક્તિ નાં ભાવ-સ્વભાવ અને વ્યક્ત ભાવ નાં વાઈબ્રેશન (પ્રકંપન), સંકલ્પ, બોલ અને
સંબંધ, સંપર્ક દ્વારા એકબીજા ને વ્યર્થ તરફ ઉશ્કેરવા વાળા, સદા કોઈને કોઈ પ્રકાર
નાં વ્યર્થ ચિંતન માં રહેવાવાળા, આંતરિક સુખ, શાંતિ અને શક્તિ થી દૂર…. આ બાહ્યમુખતા
નાં રસ પણ બહાર થી ખૂબ આકર્ષિત કરે છે, એટલે પહેલાં આને કાતર લગાવો. આ રસ જ સૂક્ષ્મ
બંધન બની સફળતાની મંઝિલ થી દૂર કરી દે છે, જ્યારે આ બંધનો થી મુક્ત બનો ત્યારે
કહેવાશો જીવનમુક્ત.
સ્લોગન :-
જે સારા ખરાબ
કર્મ કરવા વાળા નાં પ્રભાવ નાં બંધન થી મુક્ત સાક્ષી તથા રહેમદિલ છે તે તપસ્વી છે.