17-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે
બ્રાહ્મણ સો દેવતા બનો છો , તમે જ ભારતને સ્વર્ગ બનાવો છો , તો તમને તમારી બ્રાહ્મણ
જાતિ નો નશો હોવો જોઈએ ”
પ્રશ્ન :-
સાચ્ચા
બ્રાહ્મણો ની મુખ્ય નિશાનીઓ કઈ હશે?
ઉત્તર :-
૧. સાચ્ચા બ્રાહ્મણોનું આ જૂની દુનિયાથી લંગર ઉઠેલું હશે. તે જેમ કે આ દુનિયાનો
કિનારો છોડી ચૂક્યાં. ૨. સાચ્ચા બ્રાહ્મણ તે જે હાથે થી કામ કરે અને બુદ્ધિ સદા
બાપની યાદ માં રહે અર્થાંત્ કર્મયોગી હોય. ૩. બ્રાહ્મણ અર્થાત્ કમળ ફૂલ સમાન. ૪.
બ્રાહ્મણ અર્થાત્ સદા આત્મ-અભિમાની રહેવાનો પુરુષાર્થ કરવા વાળા. ૫. બ્રાહ્મણ
અર્થાત્ કામ મહાશત્રુ પર વિજય પ્રાપ્ત કરવા વાળા.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને સમજાવે છે. બાળકો કોણ? આ બ્રાહ્મણ. આ ક્યારેય ભૂલો નહીં કે આપણે
બ્રાહ્મણ છીએ, દેવતા બનવા વાળા છીએ. વર્ણો ને પણ યાદ કરવાં પડે છે. અહીંયા તમે આપસમાં
ફક્ત બ્રાહ્મણ જ બ્રાહ્મણ છો. બ્રાહ્મણો ને બેહદનાં બાપ ભણાવે છે. આ બ્રહ્મા નથી
ભણાવતા. શિવબાબા ભણાવે છે બ્રહ્મા દ્વારા. બ્રાહ્મણોને જ ભણાવે છે. શૂદ્ર થી
બ્રાહ્મણ બન્યાં વગર દેવી-દેવતા બની નહીં શકાય. વારસો શિવબાબા થી મળે છે. એ શિવબાબા
તો બધાનાં બાપ છે. આ બ્રહ્મા ને ગ્રેટ ગ્રેટ ગ્રૈન્ડ ફાધર કહેવાય છે. લૌકિક બાપ તો
બધાનાં હોય છે. પારલૌકિક બાપ ને ભક્તિમાર્ગ માં યાદ કરે છે. હવે આપ બાળકો સમજો છો આ
છે અલૌકિક બાપ જેમને કોઈ નથી જાણતાં. ભલે બ્રહ્માનું મંદિર છે, અહીંયા પણ પ્રજાપિતા
આદિદેવ નું મંદિર છે. એમને કોઈ મહાવીર કહે છે, દિલવાલા પણ કહે છે. પરંતુ હકીકત માં
દિલ લેવાવાળા છે શિવબાબા, ન કે પ્રજાપિતા આદિદેવ બ્રહ્મા. બધી આત્માઓને સદા સુખી
બનાવવા વાળા, ખુશ કરવા વાળા એક જ બાપ છે. આ પણ ફક્ત તમે જ જાણો છો. દુનિયામાં તો
મનુષ્ય કંઈ નથી જાણતાં. તુચ્છ બુદ્ધિ છે. આપણે બ્રાહ્મણ જ શિવબાબા થી વારસો લઈ રહ્યાં
છીએ. તમે પણ આ ઘડી-ઘડી ભૂલી જાઓ છો. યાદ છે ખુબ સહજ. યોગ અક્ષર સન્યાસીઓ એ રાખ્યો
છે. તમે તો બાપ ને યાદ કરો છો. યોગ સાધારણ અક્ષર છે. આને યોગ આશ્રમ પણ નહીં કહેશું,
બાળકો અને બાપ બેઠા છે. બાળકો ની ફરજ છે - બેહદનાં બાપ ને યાદ કરવાં. આપણે બ્રાહ્મણ
છીએ, ડાડા થી વારસો લઈ રહ્યાં છીએ બ્રહ્મા દ્વારા એટલે શિવબાબા કહે છે જેટલું થઈ શકે
યાદ કરતાં રહો. ચિત્ર પણ ભલે રાખો તો યાદ રહેશે. આપણે બ્રાહ્મણ છીએ, બાપ થી વારસો
લઈએ છીએ. બ્રાહ્મણો ક્યારેય પોતાની જાતિ ને ભૂલે છે શું? તમે શૂદ્રો નાં સંગ માં
આવવાથી બ્રાહ્મણપણું ભૂલી જાઓ છો. બ્રાહ્મણ તો દેવતાઓ થી પણ ઉંચ છે કારણ કે તમે
બ્રાહ્મણ નોલેજફુલ છો. ભગવાન ને જાનીજાનનહાર કહે છે ને. તેનો પણ અર્થ નથી જાણતાં.
એવું નહીં કે બધાનાં દિલો માં શું છે તે બેસી જુએ છે. ના, એમને સૃષ્ટિ નાં
આદિ-મધ્ય-અંત નું નોલેજ છે. એ બીજરુપ છે. ઝાડ નાં આદિ-મધ્ય-અંત ને જાણે છે. તો આવાં
બાપને ખુબ યાદ કરવાનાં છે. આમની આત્મા પણ એ બાપ ને યાદ કરે છે. એ બાપ કહે છે આ
બ્રહ્મા પણ મને યાદ કરશે ત્યારે આ પદ પામશે. તમે પણ યાદ કરશો ત્યારે પદ પામશો.
પહેલાં-પહેલાં તમે અશરીરી આવ્યાં હતાં પછી અશરીરી બનીને પાછાં જવાનું છે. બીજા બધાં
તમને દુઃખ આપવા વાળા છે, તેમને કેમ યાદ કરશો. જ્યારે કે હું તમને મળ્યો છું, હું
તમને નવી દુનિયામાં લઈ જવાં આવ્યો છું. ત્યાં કોઈ દુઃખ નથી. તે છે દૈવી સંબંધ.
અહીંયા પહેલાં-પહેલાં દુઃખ હોય છે સ્ત્રી-પુરુષનાં સંબંધ માં કારણ કે વિકારી બને
છે. તમને હવે હું તે દુનિયાનાં લાયક બનાવું છું, જ્યાં વિકારની વાત નથી રહેતી. આ
કામ મહાશત્રુ ગવાયેલું છે જે આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે. ક્રોધ નાં માટે એવું નહીં
કહેશે કે આ આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે, ના. કામ ને જીતવાનું છે. એ જ આદિ-મધ્ય-અંત
દુઃખ આપે છે. પતિત બનાવે છે. પતિત અક્ષર વિકાર પર લાગે છે. આ દુશ્મન પર જીત પામવાની
છે. તમે જાણો છો આપણે સ્વર્ગનાં દેવી-દેવતા બની રહ્યાં છીએ. જ્યાં સુધી આ નિશ્ચય નથી
તો કાંઈ પામી નહીં શકશું.
બાપ સમજાવે છે બાળકોએ મન્સા-વાચા-કર્મણા એક્યુરેટ બનવાનું છે. મહેનત છે. દુનિયામાં
આ કોઈને ખબર નથી કે તમે ભારત ને સ્વર્ગ બનાવો છો. આગળ ચાલીને સમજશે. ઈચ્છે પણ છે એક
વિશ્વ, એક રાજ્ય, એક ધર્મ, એક ભાષા હોય. તમે સમજાવી શકો છો - સતયુગ માં આજ થી ૫
હજાર વર્ષ પહેલાંં એક રાજ્ય, એક ધર્મ હતો જેને સ્વર્ગ કહેવાય છે. રામરાજ્ય અને રાવણ
રાજ્ય ને પણ કોઈ નથી જાણતું. ૧૦૦ ટકા તુચ્છબુદ્ધિ થી હવે તમે સ્વચ્છ બુદ્ધિ બનો છો
નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ બેસી તમને ભણાવે છે. ફક્ત બાપની મત પર ચાલો. બાપ કહે
છે કે જૂની દુનિયામાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર રહો. મને યાદ કરતાં રહો. બાપ
આત્માઓને સમજાવે છે. હું આત્માઓને જ ભણાવવા આવ્યો છું આ ઓર્ગન્સ (અવયવો) દ્વારા. તમે
આત્માઓ પણ ઓર્ગન્સ દ્વારા સાંભળો છો. બાળકોએ આત્મ-અભિમાની બનવાનું છે. આ તો જૂનું
છી-છી શરીર છે. તમે બ્રાહ્મણ પૂજા નાં લાયક નથી. તમે ગાયન લાયક છો, પૂજવા લાયક
દેવતાઓ છે. તમે શ્રીમત પર વિશ્વ ને પવિત્ર સ્વર્ગ બનાવો છો એટલે તમારું ગાયન છે.
તમારી પૂજા નથી થઈ સકતી. ગાયન ફક્ત આપ બ્રાહ્મણોનું છે, ન કે દેવતાઓનું. બાપ તમને જ
શૂદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. જગત અંબા કે બ્રહ્મા વગેરેનાં મંદિર બનાવે છે પરંતુ
તેમને એ ખબર નથી કે આ કોણ છે? જગતપિતા તો બ્રહ્મા થયાં ને. તેમને દેવતા નહીં કહેશું.
દેવતાઓની આત્મા અને શરીર બંને પવિત્ર છે. હવે તમારી આત્મા પવિત્ર થતી જાય છે.
પવિત્ર શરીર નથી. હવે તમે ઈશ્વરની મત પર ભારત ને સ્વર્ગ બનાવી રહ્યાં છો. તમે પણ
સ્વર્ગનાં લાયક બની રહ્યાં છો. સતોપ્રધાન જરુર બનવાનું છે. ફક્ત તમે બ્રાહ્મણ જ છો
જેમને બાપ બેસી ભણાવે છે. બ્રાહ્મણોનું ઝાડ વૃદ્ધિને પામતું રહેશે. બ્રાહ્મણ જે
પાક્કા બની જશે તે પછી જઈને દેવતા બનશે. આ નવું ઝાડ છે. માયાનાં તોફાન પણ લાગે છે.
સતયુગ માં કોઈ તોફાન નથી લાગતાં. અહીંયા માયા બાબાની યાદ માં રહેવાં નથી દેતી. આપણે
ઇચ્છીએ છીએ બાબા ની યાદ માં રહીએ. તમો થી સતોપ્રધાન બનીએ. બધો આધાર છે યાદ પર. ભારત
નો પ્રાચીન યોગ પ્રસિદ્ધ છે. વિલાયત વાળા પણ ઈચ્છે છે પ્રાચીન યોગ કોઈ આવીને શીખવાડે.
હવે યોગ પણ બે પ્રકારનાં છે - એક છે હઠયોગી, બીજા છે રાજયોગી. તમે છો રાજયોગી. આ
ભારત નો પ્રાચીન રાજયોગ છે જે બાપ જ શીખવાડે છે. ફક્ત ગીતામાં મારાં બદલે કૃષ્ણ નું
નામ નાખી દીધું છે. કેટલો ફરક થઈ ગયો છે. શિવજયંતી થાય છે તો તમારી વૈકુંઠની પણ
જયંતી થાય છે, જેમાં શ્રીકૃષ્ણનું રાજ્ય છે. તમે જાણો છો શિવબાબા ની જયંતી છે તો
ગીતાની પણ જયંતી છે. વૈકુંઠની પણ જયંતી હોય છે જેમાં તમે પવિત્ર બની જશો. કલ્પ પહેલાં
માફક સ્થાપના કરે છે. હવે બાપ કહે છે મને યાદ કરો. યાદ ન કરવાથી માયા કાંઈ ને કાંઈ
વિકર્મ કરાવી દે છે. યાદ નથી કર્યા અને લાગી ચમાટ. યાદમાં રહેવાથી ચમાટ નહીં ખાશો.
આ બોક્સિંગ (યુદ્ધ) થાય છે. તમે જાણો છો - આપણો દુશ્મન કોઈ મનુષ્ય નથી. રાવણ છે
દુશ્મન.
બાપ કહે છે આ સમયમાં લગ્ન બરબાદી છે. એક-બીજા ની બરબાદી કરે છે. (પતિત બનાવી દે છે)
હવે પારલૌકિક બાપે ઓર્ડીનેન્સ (કાયદો) નીકાળ્યો છે, બાળકો આ કામ મહાશત્રુ છે. આનાં
પર જીત પહેરો અને પવિત્રતા ની પ્રતિજ્ઞા કરો. કોઈ પણ પતિત ન બને. જન્મ-જન્માંતર તમે
પતિત બન્યાં છો આ વિકાર થી એટલે કામ મહાશત્રુ કહેવાય છે. સાધુ-સંત બધાં કહે છે
પતિત-પાવન આવો. સતયુગ માં પતિત કોઈ હોતું નથી. બાપ આવીને જ્ઞાન થી સર્વની સદ્દગતિ
કરે છે. હમણાં બધાં દુર્ગતિ માં છે. જ્ઞાન આપવા વાળું કોઈ છે નહીં. જ્ઞાન આપવા વાળા
એક જ જ્ઞાન સાગર છે. જ્ઞાન થી દિવસ છે. દિવસ છે રામ નો, રાત છે રાવણ ની, આ અક્ષરો
નો યથાર્થ અર્થ પણ આપ બાળકો સમજો છો. ફક્ત પુરુષાર્થ માં કમજોરી છે. બાપ તો ખુબ જ
સારી રીતે સમજાવે છે. તમે ૮૪ જન્મ પૂરા કર્યા છે, હવે પવિત્ર બનીને પાછાં જવાનું
છે. તમને તો શુદ્ધ અહંકાર હોવો જોઈએ. આપણે આત્માઓ બાબાની મત પરા ભારત ને સ્વર્ગ
બનાવી રહ્યાં છીએ, જે સ્વર્ગમાં પછી રાજ્ય કરીશું. જેટલી મહેનત કરશો એટલું પદ પામશો.
ભલે રાજા-રાણી બનો, ભલે પ્રજા બનો. રાજા-રાણી કેવી રીતે બને છે, તે પણ જોઈ રહ્યાં
છો. ફોલો ફાધર ગવાયેલું છે, હમણાં ની વાત છે. લૌકિક સંબંધનાં માટે નથી કહેવાતું. આ
બાપ મત આપે છે - મામેકમ્ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. તમે સમજો છો આપણે હમણાં જ
શ્રીમત પર ચાલીએ છીએ. અનેકો ની સેવા કરીએ છીએ. બાળકો, બાપની પાસે આવે છે તો શિવબાબા
પણ જ્ઞાન થી બહેલાવે છે. આ પણ તો શીખે છે ને. શિવબાબા કહે છે હું આવું છું સવાર
નાં. અચ્છા પછી કોઈ મળવા માટે આવે છે તો શું આ નહીં સમજાવશે. એવું કહેશે શું કે બાબા
આપ આવી ને સમજાવો, હું સમજાવીશ નહીં. આ ખુબ ગુપ્ત ગુહ્ય વાતો છે ને. હું તો સૌથી
સારું સમજાવી શકું છું. તમે એવું કેમ સમજો છો કે શિવાબાબા જ સમજાવે છે, આ નહીં
સમજાવતાં હશે. આ પણ જાણો છો કલ્પ પહેલાં આમણે સમજાવ્યું છે, ત્યારે તો આ પદ પામ્યું
છે. મમ્મા પણ સમજાવતી હતી ને. તે પણ ઉંચ પદ પામે છે. મમ્મા-બાબા ને સૂક્ષ્મવતન માં
જુએ છે તો બાળકોએ ફોલો ફાધર (બાપનું અનુસરણ) કરવાનું છે. સરેન્ડર (સમર્પિત) થાય પણ
ગરીબ છે, સાહૂકાર થઈ ન શકે. ગરીબ જ કહે છે - બાબા આ બધું તમારું છે. શિવબાબા તો દાતા
છે. એ ક્યારેય લેતા નથી. બાળકો ને કહે છે - આ બધું તમારું છે. હું પોતાનાં માટે
મહેલ ન અહીંયા, ન ત્યાં બનાવું છું. તમને સ્વર્ગનાં માલિક બનાવું છું. હવે આ જ્ઞાન
રત્નો થી ઝોલી ભરવાની છે. મંદિરમાં જઈને કહે છે મારી ઝોલી ભરો. પરંતુ કયા પ્રકાર
ની, કઈ વસ્તુની ઝોલી ભરી દો…. ઝોલી ભરવા વાળી તો લક્ષ્મી છે, જે પૈસા આપે છે. શિવની
પાસે તો જતાં નથી, શંકર ની પાસે જઈને કહે છે. સમજે છે શિવ અને શંકર એક છે પરંતુ એવું
થોડી છે.
બાપ આવીને સત્ય વાત બતાવે છે. બાપ છે જ દુઃખહર્તા સુખકર્તા. આપ બાળકોએ ગૃહસ્થ
વ્યવહાર માં પણ રહેવાનું છે. ધંધો પણ કરવાનો છે. દરેક પોતાને માટે સલાહ પૂછે છે -
બાબા અમારે આ વાતમાં જુઠ્ઠું બોલવું પડે છે. બાપ દરેકની નાડી જોઈ સલાહ આપે છે કારણ
કે બાપ સમજાવે છે હું કહું અને કરી ન શકે એવી સલાહ જ કેમ આપું. નાડી જોઈ સલાહ જ એવી
અપાય છે જે કરી પણ શકે. કહું અને કરે નહીં તો નાફરમાનબરદાર ની લાઈન માં આવી જાય.
દરેક ને પોત-પોતાનો હિસાબ-કિતાબ છે. સર્જન તો એક જ છે, એમની પાસે આવવું પડે. એ પૂરી
સલાહ આપશે. બધાએ પૂછવું જોઈએ - બાબા આ હાલત માં અમારે કેવી રીતે ચાલવું જોઈએ? હવે
શું કરીએ? બાપ સ્વર્ગમાં તો લઈ જાય છે. તમે જાણો છો આપણે સ્વર્ગવાસી તો બનવાનાં છીએ
છે. હમણાં આપણે સંગમવાસી છીએ. તમે હમણાં ન નર્ક માં છો, ન સ્વર્ગ માં છો. જે-જે
બ્રાહ્મણ બને છે તેમનું લંગર આ છી-છી દુનિયાથી ઉઠી ચૂક્યું છે. તમે કળયુગી દુનિયાનો
કિનારો છોડી દીધો છે. કોઈ બ્રાહ્મણ આગળ જઈ રહ્યાં છે યાદ ની યાત્રા માં, કોઈ ઓછાં.
કોઈ સાથ છોડી દે છે અર્થાત્ ફરી કળયુગ માં ચાલ્યાં જાય છે. તમે જાણો છો ખિવૈયા આપણને
હવે લઈ જઈ રહ્યાં છે. તે યાત્રા તો અનેક પ્રકાર ની છે. તમારી એક જ યાત્રા છે. આ
બિલકુલ ન્યારી યાત્રા છે. હાં તોફાન આવે છે જે યાદ ને તોડી દે છે. આ યાદની યાત્રા
ને સારી રીતે પાક્કી કરો. મહેનત કરો. તમે કર્મયોગી છો. જેટલું થઈ શકે હથ કાર ડે દિલ
યાર ડે….. અડધોકલ્પ તમે આશિક માશૂક ને યાદ કરતાં આવ્યાં છો. બાબા અહીંયા ખુબ દુઃખ
છે, હવે અમને સુખધામ નાં માલિક બનાવો. યાદની યાત્રામાં રહેશો તો તમારા પાપ ખલાસ થઈ
જશે. તમે જ સ્વર્ગ નો વારસો પામ્યાં હતાં, હવે ગુમાવ્યો છે. ભારત સ્વર્ગ હતું ત્યારે
કહે છે પ્રાચીન ભારત. ભારત ને જ ખુબ માન આપે છે. સૌથી મોટું પણ છે, સૌથી જૂનું પણ
છે. હવે તો ભારત કેટલું ગરીબ છે એટલે બધાં એમને મદદ કરે છે. તે લોકો સમજે છે, અમારી
પાસે ખુબ અનાજ થઈ જશે. ક્યાંય થી માંગવું નહીં પડશે પરંતુ આ તો તમે જાણો છો - વિનાશ
સામે ઉભો છે સારી રીતે સમજે છે તેમને અંદર ખુબ ખુશી રહે છે. પ્રદર્શની માં કેટલાં
આવે છે. કહે છે તમે સત્ય કહો છો પરંતુ આ સમજે કે અમારે બાપ થી વારસો લેવાનો છે, આ
થોડી બુદ્ધિમાં બેસે છે. અહીંયા થી બહાર નીકળ્યાં ખલાસ. તમે જાણો છો બાબા આપણને
સ્વર્ગમાં લઈ જાય છે. ત્યાં ન ગર્ભ જેલ માં, ન તે જેલ માં જશે. હમણાં જેલ ની યાત્રા
પણ કેટલી સહજ થઈ ગઈ છે. પછી સતયુગમાં ક્યારેય જેલ નું મોઢું જોવા નહીં મળશે. બંને
જેલ હશે નહીં. અહીંયા બધો આ માયા નો પામ્પ છે. મોટા-મોટાઓ ને જેમ ખલાસ કરી દે છે.
આજે ખુબ માન આપી રહ્યાં છે, કાલે માન જ ખલાસ. આજે દરેક વાત જલ્દી થાય છે. મોત પણ
જલ્દી થતાં રહેશે. સતયુગ માં એવાં કોઈ ઉપદ્રવ હોતા નથી. આગળ ચાલી જોજો શું થાય છે.
ખુબ ભયંકર દૃશ્ય છે. આપ બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે. બાળકોનાં માટે મુખ્ય છે
યાદ ની યાત્રા. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1.
મન્સા-વાચા-કર્મણા ખુબ-ખુબ એક્યુરેટ બનવાનું છે. બ્રાહ્મણ બનીને કોઈ પણ શૂદ્રો નાં
કર્મ નથી કરવાનાં.
2. બાબા થી જે સલાહ મળે છે તેનાં પર પૂરે-પૂરું ચાલીને ફરમાનબરદાર (વફાદાર) બનવાનું
છે. કર્મયોગી બની દરેક કાર્ય કરવાનાં છે. સર્વની ઝોલી જ્ઞાન રત્નો થી ભરવાની છે.
વરદાન :-
અમૃતવેલા નાં
મહત્વ ને સમજી ને યથાર્થ રીતે યુઝ કરવા વાળા સદા શક્તિ સંપન્ન ભવ
સ્વયં ને શક્તિ
સંપન્ન બનાવવા માટે રોજ અમૃતવેલાએ તનની અને મનની સૈર (યાત્રા) કરો. જેમ અમૃતવેલાએ
સમયનો પણ સહયોગ છે, બુદ્ધિ સતોપ્રધાન સ્ટેજ નો પણ સહયોગ છે, તો એવાં વરદાની સમય પર
મન ની સ્થિતિ પણ સૌથી પાવરફુલ સ્ટેજ ની જોઈએ. પાવરફુલ સ્ટેજ અર્થાત્ બાપ સમાન
બીજરુપ સ્થિતિ. સાધારણ સ્થિતિ માં તો કર્મ કરતાં પણ રહી શકો છો પરંતુ વરદાન નાં સમય
ને યથાર્થ રીતે યુઝ કરો તો કમજોરી સમાપ્ત થઈ જશે.
સ્લોગન :-
પોતાનાં
શક્તિઓનાં ખજાના થી શક્તિહીન, પરવશ આત્મા ને શક્તિશાળી બનાવો.