17-04-2024   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ વન્ડરફુલ ભણતર બેહદ નાં બાપ ભણાવે છે , બાપ અને એમના ભણતર માં કોઈ પણ સંશય ન આવવો જોઈએ , પહેલાં નિશ્ચય જોઈએ કે આપણને ભણાવવા વાળા કોણ ?”

પ્રશ્ન :-
આપ બાળકો ને નિરંતર યાદ ની યાત્રા માં રહેવાની શ્રીમત કેમ મળી છે?

ઉત્તર :-
કારણ કે માયા-દુશ્મન હજી પણ તમારી પાછળ છે, જેણે તમને નીચે પાડ્યા છે. હમણાં તે તમારો પીછો નહીં છોડશે એટલે ભૂલ નહીં કરતાં. ભલે તમે સંગમયુગ પર છો પરંતુ અડધોકલ્પ એના રહ્યા છો એટલે જલ્દી નહીં છોડશે. યાદ ભૂલી અને માયાએ વિકર્મ કરાવ્યા એટલે ખબરદાર રહેવાનું છે. આસુરી મત પર નથી ચાલવાનું.

ઓમ શાંતિ!
હમણાં બાળકો પણ છે, બાબા પણ છે. બાબા અનેક બાળકોને કહેશે ‘ઓ બેટા’, બધાં બાળકો પછી કહેશે ‘ઓ બાબા’. બાળકો છે ખૂબ. તમે સમજો છો આ જ્ઞાન આપણા આત્માઓ માટે જ છે. એક બાપ નાં કેટલાં અસંખ્ય બાળકો છે? બાળકો જાણે છે બાપ ભણાવવા આવ્યા છે. એ પહેલાં-પહેલાં બાબા છે, પછી ટીચર છે, પછી ગુરુ છે. હવે બાપ તો બાપ જ છે. પછી પાવન બનાવવા માટે યાદ ની યાત્રા શીખવાડે છે. અને આ પણ બાળકો સમજે છે કે આ ભણતર વન્ડરફુલ છે. બ્રહ્મા નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય બાપ સિવાય કોઈ બતાવી ન શકે, એટલે એમને બેહદનાં બાપ કહેવાય છે. આ નિશ્ચય તો બાળકો ને જરુર બેસે છે, આમાં સંશય ની વાત ઉઠી ન શકે. આટલું બેહદનું ભણતર, બેહદનાં બાપ સિવાય તો કોઈ પણ ભણાવી ન શકે. બોલાવે પણ છે કે બાબા આવો, અમને પાવન દુનિયામાં લઈ ચાલો કારણ કે આ છે પતિત દુનિયા. પાવન દુનિયામાં લઈ જાય છે બાપ. ત્યાં થોડી કહેવાશે બાબા આવો, પાવન દુનિયામાં લઈ ચાલો? બાળકો જાણે છે આપણા આત્માઓનાં એ બાપ છે. તો દેહ નું ભાન તૂટી જાય છે. આત્મા કહે છે આ અમારા બાપ છે. હવે આ તો નિશ્ચય રહેવો જોઈએ બરોબર બાપ વગર કોઈ આટલી નોલેજ આપી ન શકે. પહેલાં તો આ નિશ્ચય બુદ્ધિ જોઈએ. નિશ્ચય પણ આત્માને બુદ્ધિમાં થાય છે. આત્માને આ જ્ઞાન મળ્યું છે, આપણા આ બાબા છે. આ ખૂબ પાક્કો નિશ્ચય બાળકોને હોવો જોઈએ. મુખ થી કહેવાનું કંઈ પણ નથી. આપણે આત્મા એક શરીરી છોડી બીજું લઈએ છીએ. આત્મામાં જ બધાં સંસ્કાર છે.

હવે તમે જાણો છો બાબા આવેલા છે, આપણને એવી રીતે ભણાવે છે, કર્મ શીખવાડે છે જે આપણે આ દુનિયામાં હવે આવીશું નહીં. તે મનુષ્ય તો સમજે છે આ દુનિયામાં આવવાનું છે. તમે એવું નથી સમજતાં. તમે આ અમરકથા સાંભળીને અમરપુરી માં જાઓ છો. અમરપુરી અર્થાત્ જ્યાં સદા અમર રહે. સતયુગ-ત્રેતા છે અમરપુરી. બાળકો ને કેટલી ખુશી થવી જોઈએ? આ ભણતર બાપ સિવાય બીજા કોઈ ભણાવી ન શકે. બાપ આપણને ભણાવે છે બીજા જે ટીચર છે તે ઓર્ડિનરી મનુષ્ય છે. અહીં તમે જેમને પતિત-પાવન, દુઃખહર્તા સુખકર્તા કહો છો, એ બાપ હમણાં સન્મુખ ભણાવી રહ્યા છે. સન્મુખ આવ્યા વગર રાજયોગ નું ભણતર કેવી રીતે ભણાવે? બાપ કહે છે આપ સ્વીટ બાળકોને અહીં ભણાવવા આવું છું. ભણાવવા માટે આમનામાં પ્રવેશ કરું છું. બરોબર ભગવાનુવાચ પણ છે, તો જરુર એમને શરીર જોઈએ. ન ફક્ત મુખ પરંતુ પૂરું શરીર જોઈએ. સ્વયં કહે છે-મીઠાં-મીઠાં રુહાની બાળકો, હું કલ્પ-કલ્પ પુરુષોત્તમ સંગમયુગે સાધારણ તન માં આવું છું. ખૂબ ગરીબ પણ નથી, તો ખૂબ સાહૂકાર પણ નથી, સાધારણ છે. આ તો આપ બાળકોને નિશ્ચય હોવો જોઈએ - એ આપણા બાબા છે, આપણે આત્મા છીએ. આપણા આત્માઓનાં બાબા છે. આખી દુનિયાનાં જે પણ મનુષ્યમાત્ર નાં આત્માઓ છે, એ બધાનાં બાબા છે એટલે એમને બેહદ નાં બાબા કહેવાય છે. શિવજયંતિ મનાવે છે, એની પણ કોઈને ખબર નથી. કોઈને પણ પૂછો શિવજયંતિ ક્યાર થી મનાવાઈ રહી છે? તો કહેશે પરંપરા થી. તે પણ ક્યાર થી? કોઈ તારીખ તો જોઈએ ને? ડ્રામા તો અનાદિ છે. પરંતુ એક્ટિવિટી જે ડ્રામા માં હોય છે, એની તિથિ-તારીખ તો જોઈએ ને? આ તો કોઈ પણ જાણતું નથી. આપણા શિવબાબા આવે છે, તે પ્રેમ થી જયંતિ નથી મનાવતાં. નહેરુ ની જયંતિ તે પ્રેમ થી મનાવશે. આંસુ પણ આવી જશે. શિવજયંતિ ની કોઈને પણ ખબર નથી. હમણાં આપ બાળકો અનુભવી છો. અનેક મનુષ્ય છે, જેમને કંઈ પણ ખબર નથી. કેટલાં મેળા લાગે છે? ત્યાં જે જાય છે તે બતાવી શકે છે કે સાચ્ચુ-સાચ્ચુ શું છે? જેવી રીતે બાબાએ અમરનાથ નું પણ દૃષ્ટાંત બતાવ્યું હતું, ત્યાં જઈને જોયું-સાચ્ચુ-સાચ્ચુ શું થાય છે? બીજા તો જે બીજાઓ દ્વારા સાંભળે છે, તે બતાવે છે. કોઈએ કહ્યું બરફ નું લિંગ થાય છે, કહે છે સત્. હમણાં આપ બાળકોને અનુભવ મળ્યો છે - સાચ્ચુ શું છે, ખોટું શું છે? હમણાં સુધી જે કંઈ સાંભળતા-વાંચતા આવ્યા છો, તે બધું હતું અનરાઈટિયસ. ગાયન પણ છે ને જૂઠી કાયા… આ છે જૂઠ ખંડ, તે છે સચખંડ. સતયુગ, ત્રેતા, દ્વાપર પાસ્ટ થઈ ગયાં, હમણાં કળિયુગ ચાલી રહ્યો છે. આ પણ ખૂબ થોડા જાણે છે. તમારી બુદ્ધિમાં બધાં વિચાર રહે છે. બાપની પાસે પૂરી નોલેજ છે, એમને કહે છે જ્ઞાન નાં સાગર. એમની પાસે જે નોલેજ છે એ આ તન દ્વારા આપી આપણને આપ સમાન બનાવી રહ્યા છે. જેવી રીતે ટીચર પણ સમાન બનાવે છે. તો બેહદ નાં બાપ પણ કોશિશ કરી આપ સમાન બનાવે છે. લૌકિક આપ સમાન નથી બનાવતાં. તમે હમણાં આવ્યા છો બેહદનાં બાપ ની પાસે. એ જાણે છે મારે બાળકોને આપ સમાન બનાવવાનાં છે. જેવી રીતે ટીચર આપ સમાન બનાવશે, નંબરવાર હશે. આ બાપ પણ એવું કહે છે, નંબરવાર બનશો. હું જે ભણાવુ છું આ છે અવિનાશી ભણતર. જે જેટલું ભણશે તે વ્યર્થ નહીં જશે. આગળ ચાલી પોતે કહેશે અમે ૪ વર્ષ પહેલાં, ૮ વર્ષ પહેલાં કોઈની પાસે થી જ્ઞાન સાંભળ્યું હતું, હવે ફરી આવ્યો છું. પછી કોઈ ચિટકી પડે છે. શમા તો છે પછી એનાં પર કોઈ તો પરવાના એકદમ ફિદા થઈ જાય છે. કોઈ ગોળ ફરીને ચાલ્યા જાય છે. શરુ માં શમા પર ખૂબ પરવાના આશિક થઈ ગયાં. ડ્રામા પ્લાન અનુસાર ભઠ્ઠી બનવાની હતી. કલ્પ-કલ્પ આવું થતું આવ્યું છે. જે કંઈ પાસ્ટ થયું, કલ્પ પહેલાં પણ આવી રીતે થયું હતું. આગળ ફરી પણ એ જ થશે. બાકી આ પાક્કો નિશ્ચય રાખો કે આપણે આત્મા છીએ. બાપ આપણને ભણાવે છે. આ નિશ્ચય માં પાક્કા રહો, ભૂલી નહીં જાઓ. એવાં કોઈ મનુષ્ય નહીં હશે જે બાપ ને બાપ ન સમજે. ભલે ફારકતિ આપી દેશે તો પણ સમજશે અમે બાપ ને ફારકતિ આપી. આ તો બેહદ નાં બાપ છે, એમને તો આપણે ક્યારેય પણ નહીં છોડીશું. અંત સુધી સાથે રહીશું. આ બાપ તો બધાની સદ્દગતિ કરવાવાળા છે. ૫ હજાર વર્ષ પછી આવે છે. આ પણ સમજો છો, સતયુગ માં ખૂબ થોડા મનુષ્ય હોય છે. બાકી બધાં શાંતિધામ માં રહે છે. આ નોલેજ પણ બાપ જ સંભળાવે છે બીજા કોઈ સંભળાવી ન શકે. કોઈની બુદ્ધિમાં બેસી ન શકે. આપ આત્માઓનાં એ બાપ છે. એ ચૈતન્ય બીજ રુપ છે. શું નોલેજ આપશે? સૃષ્ટિ રુપી ઝાડ ની. રચયિતા જરુર રચના ની નોલેજ આપશે. તમને ખબર હતી શું કે સતયુગ ક્યારે હતો પછી ક્યાં ગયો?

હમણાં તમે સામે બેઠાં છો, બાબા વાત કરી રહ્યા છે. પાક્કો નિશ્ચિય કરો છો-આ આપણા સર્વ આત્માઓનાં બાપ છે, આપણને ભણાવી રહ્યા છે. આ કોઈ શરીરધારી ટીચર નથી. આ શરીર માં ભણાવવા વાળા એ નિરાકાર શિવબાબા વિરાજમાન છે. એ નિરાકાર હોવા છતાં પણ જ્ઞાન નાં સાગર છે. મનુષ્ય તો કહી દે છે એમનો કોઈ આકાર નથી. મહિમા પણ ગાય છે-જ્ઞાન નાં સાગર, સુખ નાં સાગર… પરંતુ સમજતા નથી. ડ્રામા અનુસાર ખૂબ દૂર ચાલ્યા ગયા છે. બાબા ખૂબ નજીક લઈ આવે છે. આ તો ૫ હજાર વર્ષની વાત છે. તમે સમજો છો દર ૫ હજાર વર્ષ પછી આપણને ભણાવવા આવે છે. આ નોલેજ બીજા કોઈ પાસે થી મળી ન શકે. આ નોલેજ છે જ નવી દુનિયા માટે. કોઈ મનુષ્ય આપી ન શકે કારણ કે તમોપ્રધાન છે. તે કોઈને સતોપ્રધાન બનાવી ન શકે. તે તો તમોપ્રધાન બનતા જ જાય છે.

તમે હમણાં જાણો છો-બાબા આપણને આમનામાં પ્રવેશ કરીને બતાવી રહ્યા છે અને પછી બાપ કહે છે - બાળકો, ભૂલ નહીં કરતાં. દુશ્મન હજી પણ તમારી પાછળ છે, જેણે જ તમને નીચે પાડ્યા છે. તે હમણાં તમારો પીછો નહીં છોડશે. ભલે તમે સંગમયુગ પર છો પરંતુ અડધોકલ્પ તમે એમનાં રહ્યા છો તો તે જલ્દી નહીં છોડશે. ખબરદાર નહીં રહેશો, યાદ નહીં કરશો, તો પછી વધારે વિકર્મ કરાવી દેશે. પછી કંઈ ન કંઈ ચમાટ લાગતી રહેશે. હમણાં તો જુઓ, મનુષ્યોએ પોતાને પોતેજ તમાચો મારી છે. શું-શું કહી દે છે? શિવ-શંકર સાથે કહી દે છે. એમનું ઓક્યુપેશન શું છે, આમનું શું? કેટલો ફરક છે? શિવ તો છે ઊંચા માં ઊંચા ભગવાન, શંકર દેવતા. પછી શિવ-શંકર ભેગા કેવી રીતે કહી દે છે? પાર્ટ જ બંને નો અલગ-અલગ છે. અહીં પણ ઘણાઓનાં એવા-એવા નામ છે - રાધાકૃષ્ણ, લક્ષ્મી-નારાયણ, શિવ શંકર… બંને નામ સ્વયં પર રાખી દીધાં છે. તો બાળકો સમજે છે આ સમય સુધી જે બાપે સમજાવ્યું છે તે ફરી રિપીટ થશે. બાકી થોડા દિવસ છે. બાપ બેસી થોડી જશે? બાળકો નંબરવાર ભણીને પૂરા કર્માતીત બની જશે. ડ્રામા અનુસાર માળા પણ બની જશે. કઈ માળા? સર્વ આત્માઓની માળા બની જશે, ત્યારે ફરી પાછા જશો. માળા નંબરવન તો તમારી છે. શિવબાબા ની માળા તો ખૂબ લાંબી છે. ત્યાંથી નંબરવાર આવશો પાર્ટ ભજવવાં. તમે બધાં બાબા-બાબા કહો છો. બધાં એક માળા નાં મણકા છો. બધાને વિષ્ણુ ની માળા નાં મણકા નહીં કહેવાશે. આ બાપ ભણાવે છે. સૂર્યવંશી બનવાનું જ છે. સૂર્યવંશી-ચંદ્રવંશી જે પાસ્ટ થઈ ગયા તે ફરી બનશે. તે પદ મળે જ છે ભણતર થી. બાપ નાં ભણતર વગર આ પદ મળી ન શકે. ચિત્ર પણ છે, પરંતુ કોઈ પણ એવી એક્ટિવિટી નથી કરતા કે અમે આ બની શકીએ છીએ. કથા પણ સત્ય-નારાયણ ની સાંભળે છે. ગરુડ પુરાણ માં બધી એવી વાતો છે જે મનુષ્યો ને સંભળાવે છે. બાપ કહે છે આ વિષય વેતરણી નદી રૌરવ નર્ક છે. ખાસ ભારત ને કહેવાશે. બૃહસ્પતિ (વૃક્ષપતિ) ની દશા પણ ભારત પર બેઠેલી છે. વૃક્ષપતિ પણ ભારતવાસીઓને જ ભણાવે છે. બેહદ નાં બાપ બેસી બેહદ ની વાતો સમજાવે છે. દશા બેસે છે. રાહુની પણ દશા છે એટલે કહે છે કે દે દાન તો છૂટે ગ્રહણ. બાપ પણ કહે છે આ કળિયુગ અંત માં રાહુ ની દશા બધાં પર બેઠેલી છે. હમણાં હું વૃક્ષપતિ આવ્યો છું ભારત પર બૃહસ્પતિ ની દશા બેસાડવાં. સતયુગમાં બૃહસ્પતિની દશા ભારત પર હતી. હમણાં છે રાહુની દશા. આ બેહદની વાત છે. આ કોઈ શાસ્ત્રો વગેરે માં નથી. આ મેગેઝીન વગેરે પણ એમને સમજ માં આવશે જે પહેલાં કંઈ ને કંઈ સમજેલા હશે. મેગેઝીન પણ વાંચવાથી તે પછી વધારે સમજવા માટે ભાગશે. બાકી તો કંઈ નહીં સમજશે. જે થોડું ભણીને પછી છોડી દે છે તો થોડું પણ એમનામાં જ્ઞાન ઘૃત નાખવાથી ફરી સુજાગ થઈ જાય છે. જ્ઞાન ને ઘૃત પણ કહેવાય છે. બુઝાયેલા (ઓલવાયેલા) દિપક માં બાપ આવીને જ્ઞાન ઘૃત નાખી રહ્યા છે. કહે છે - બાળકો, માયા નાં તોફાન આવશે, દીવા ને ઓલવી દેશે. શમા પર પરવાના કોઈ તો બળી મરે છે, કોઈ ગોળ ફરીને ચાલ્યા જાય છે. એ જ વાત હમણાં પ્રેક્ટિકલ માં ચાલી રહી છે. નંબરવાર બધાં પરવાના છે. પહેલાં-પહેલાં એકદમ ઘરબાર છોડીને આવ્યા, પરવાના બન્યાં. જાણે કે એકદમ લોટરી મળી ગઈ. જે કંઈ પાસ્ટ થયું તમે ફરી એમ જ કરશો. ભલે ચાલ્યાં ગયા, એવું નહીં સમજતા સ્વર્ગ માં નહીં આવશે, પરવાના બન્યા, આશિક થયા પછી માયાએ હરાવી દીધાં, તો પદ પણ ઓછું મેળવશે. નંબરવાર તો હોય જ છે. બીજા સત્સંગો માં કોઈની પણ બુદ્ધિમાં નહીં હશે. તમારી બુદ્ધિ માં છે. બાપ પાસેથી નવી દુનિયા માટે આપણે બધાં પોતાનાં પુરુષાર્થ અનુસાર ભણી રહ્યા છીએ. આપણે બેહદનાં બાપની સન્મુખ બેઠાં છીએ. આ પણ જાણો છો એ આત્મા દેખાતો નથી. એ તો અવ્યક્ત વસ્તુ છે. એમને દિવ્ય દૃષ્ટિ દ્વારા જ જોવાય છે. આપણે આત્મા પણ નાનું બિંદુ છીએ. પરંતુ દેહ-અભિમાન છોડી પોતાને આત્મા સમજવું-આ છે ઊંચું ભણતર. એ ભણતર માં પણ જે વિષય મુશ્કેલ હોય છે, એમાં નાપાસ થાય છે. આ વિષય તો ખૂબ સહજ છે, પરંતુ ઘણાઓને મુશ્કેલ અનુભવ થાય છે.

હમણાં તમે સમજો છો શિવબાબા સામે બેઠાં છે. તમે પણ નિરાકાર આત્માઓ છો પરંતુ શરીર ની સાથે છો. આ બધી વાતો બેહદનાં બાપ જ સંભળાવે છે, બીજા કોઈ સંભળાવી ન શકે. પછી શું કરશો? એમને થેન્ક્સ કરીશું. ના. બાબા કહે છે આ અનાદિ ડ્રામા બનેલો છે. હું કોઈ નવી વાત નથી કરતો. ડ્રામા અનુસાર તમને ભણાવું છું. થેન્ક્સ તો ભક્તિમાર્ગ માં કરે છે. ટીચર કહેશે સ્ટુડન્ટ સારી રીતે ભણે છે તો અમારું નામ પ્રસિદ્ધ થશે. સ્ટુડન્ટ ને થેન્ક્સ કરાય છે. જે સારી રીતે ભણે છે, ભણાવે છે, એમને થેન્ક્સ કરાય છે. સ્ટુડન્ટ પછી ટીચર ને થેન્ક્સ કરશે. બાપ કહે છે-મીઠાં બાળકો, જીવતા રહો. આવી-આવી સર્વિસ કરતા રહો. કલ્પ પહેલાં પણ કરી હતી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સદા નશો અને નિશ્ચય રહે કે આપણને ભણાવવા વાળા કોઈ શરીરધારી ટીચર નથી. સ્વયં જ્ઞાન સાગર નિરાકાર બાપ ટીચર બનીને આપણને ભણાવી રહ્યા છે. આ ભણતર થી જ આપણે સતોપ્રધાન બનવાનું છે.

2. આત્મા રુપી દીપક માં રોજ જ્ઞાન નું ઘૃત નાખવાનું છે. જ્ઞાન ઘૃત થી સદા એવા પ્રજ્જવલિત રહેવાનું છે જે માયા નાં કોઈ પણ તોફાન હલાવી ન શકે. પૂરાં પરવાના બની શમા પર ફિદા થવાનું છે.

વરદાન :-
સદા એક બાપ નાં સ્નેહ માં સમાયેલા સહયોગી સો સહજયોગી આત્મા ભવ

જે બાળકોને બાપ સાથે અતિ સ્નેહ છે, તે સ્નેહી આત્મા સદા બાપ નાં શ્રેષ્ઠ કાર્ય માં સહયોગી થશે અને જે જેટલા સહયોગી એટલા સહજયોગી બની જાય છે. બાપ નાં સ્નેહ માં સમાયેલા સહયોગી આત્મા ક્યારેય માયા નાં સહયોગી નથી થઈ શકતાં. એમનાં દરેક સંકલ્પ માં બાબા અને સેવા રહે છે એટલે નિદ્રા પણ કરશે તો તેમાં ખૂબ આરામ મળશે, શાંતિ અને શક્તિ મળશે. નિદ્રા, નિદ્રા નહીં હશે, જેવી રીતે કમાણી કરીને ખુશી માં સૂતાં છે, આટલું પરિવર્તન થઈ જાય છે.

સ્લોગન :-
પ્રેમ નાં આંસુ દિલ ની ડબ્બી માં મોતી બની જાય છે.