17-05-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  13.01.86    બાપદાદા મધુબન


બ્રાહ્મણ જીવન - સદા બેહદની ખુશીઓનું જીવન
 


આજે બાપદાદા પોતાના હોલી (પવિત્ર) અને હેપ્પી (ખુશ) હંસોની સભા જોઈ રહ્યાં છે. બધાં હોલીની સાથે હેપ્પી પણ સદા રહો છો? હોલી અર્થાત્ પવિત્રતા ની પ્રત્યક્ષ નિશાની - હેપ્પી અર્થાત્ ખુશી સદા પ્રત્યક્ષ રુપમાં જ દેખાશે. જો ખુશી નથી તો અવશ્ય કોઈ અપવિત્રતા અર્થાત્ સંકલ્પ કે કર્મ યથાર્થ નથી ત્યારે ખુશી નથી. અપવિત્રતા ફક્ત ૫ વિકારોને નથી કહેવાતું. પરંતુ સંપૂર્ણ આત્માઓનાં માટે, દેવાત્મા બનવા વાળાનાં માટે અયથાર્થ, વ્યર્થ, સાધારણ સંકલ્પ, બોલ કે કર્મ પણ સંપૂર્ણ પવિત્રતા નહીં કહેવાશે. સંપૂર્ણ સ્ટેજ (અવસ્થા) નાં સમીપ પહોંચી રહ્યાં છો એટલે વર્તમાન સમયનાં પ્રમાણે વ્યર્થ અને સાધારણ કર્મ ન થાય આમાં પણ ચેકિંગ (તપાસ) અને ચેન્જ (પરિવર્તન) જોઈએ. જેટલાં સમર્થ અને શ્રેષ્ઠ સંકલ્પ, બોલ અને કર્મ હશે, એટલી સદા ખુશીની ઝલક, ખુશનસીબી ની ફલક અનુભવ થશે અને અનુભવ કરાવશે. બાપદાદા બધાં બાળકોની આ બંને વાતો ચેક કરી રહ્યાં હતાં કે પવિત્રતા ક્યાં સુધી ધારણ કરી છે! વ્યર્થ અને સાધારણતા હમણાં પણ ક્યાં સુધી છે? અને રુહાની ખુશી, અવિનાશી ખુશી આંતરિક ખુશી ક્યાં સુધી રહે છે! બધાં બ્રાહ્મણ બાળકોનું બ્રાહ્મણ જીવણ ધારણ કરવાનું લક્ષ જ છે સદા ખુશ રહેવું. ખુશીની જીવન વ્યતિત કરવા માટે જ બ્રાહ્મણ બન્યાંં છો ન કે પુરુષાર્થ ની મહેનત કે કોઈને કોઈ મૂંઝવણ માં રહેવા માટે બ્રાહ્મણ બન્યાં છો.

રુહાની આંતરિક ખુશી કે અતીન્દ્રિય સુખ જે આખાં કલ્પમાં નથી પ્રાપ્ત થઈ શકતું તે પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ બન્યાં છો. પરંતુ ચેક કરો કે ખુશી કોઈ સાધન નાં આધાર પર, કોઈ હદ ની પ્રાપ્તિ નાં આધાર પર, કે થોડાં સમયની સફળતા નાં આધાર પર, માન્યતા કે નામાચાર નાં આધાર પર, મનની હદની ઈચ્છાઓનાં આધાર પર અથવા આ જ સારું લાગે છે - ભલે વ્યક્તિ, ભલે સ્થાન કે વૈભવ, એવાં મનપસંદ નાં પ્રમાણે ખુશીની પ્રાપ્તિનો આધાર તો નથી? આ આધારો થી ખુશીની પ્રાપ્તિ - આ કોઈ વાસ્તવિક ખુશી નથી. અવિનાશી ખુશી નથી. આધાર હલે તો ખુશી પણ હલી જાય. એવી ખુશી પ્રાપ્ત કરવા માટે બ્રાહ્મણ નથી બન્યાં. અલ્પકાળ ની પ્રાપ્તિ દ્વારા ખુશી આ તો દુનિયાવાળા ની પાસે પણ છે. તેમનું પણ સ્લોગન છે ખાઓ પીવો મોજ કરો. પરંતુ તે અલ્પકાળ નો આધાર સમાપ્ત થયો તો ખુશી પણ સમાપ્ત થઈ જાય. એવી રીતે જ બ્રાહ્મણ જીવનમાં પણ આ આધારો થી ખુશીની પ્રાપ્તિ થઈ તો બાકી અંતર શું થયું? ખુશીઓનાં સાગરનાં બાળકો બન્યાં છો તો દરેક સંકલ્પમાં, દરેક સેકન્ડ ખુશી ની લહેરો માં લહેરાવવા વાળા છો. સદા ખુશીઓનાં ભંડાર છો! આને કહેવાય છે હોલી અને હેપ્પી હંસ. બાપદાદા જોઈ રહ્યાં હતાં કે જે લક્ષ છે વગર કોઈ હદનાં આધારે સદા આંતરિક ખુશીમાં રહેવાનું, તે લક્ષ થી બદલાઈ અને હદની પ્રાપ્તિઓ ની નાની-નાની ગલીઓમાં ફસાઈ જવાનાં કારણે ઘણાં બાળકો લક્ષ અર્થાત્ મંઝિલ થી દૂર થઈ જાય છે. હાઈવે ને છોડીને ગલીઓમાં ફસાઈ જાય છે. પોતાનું લક્ષ, ખુશી ને છોડી હદની પ્રાપ્તિઓની પાછળ લાગી જાય છે. આજે નામ થયું કે કામ થયું ઈચ્છા પૂર્ણ થઈ તો ખુશી છે. મનપસંદ, સંકલ્પ પસંદ પ્રાપ્તિ થઈ તો ખુબ ખુશી છે. થોડું પણ ઓછું થયું તો લક્ષ ત્યાં જ રહી જાય છે. લક્ષ હદનું બની જાય એટલે બેહદની અવિનાશી ખુશી થી કિનારો થઈ જાય છે. તો બાપદાદા બાળકોથી પૂછે છે કે શું બ્રાહ્મણ એટલાં માટે બન્યાં છો? એટલે આ રુહાની જીવન અપનાવ્યું છે? આ તો સાધારણ જીવન છે. આને શ્રેષ્ઠ જીવન નથી કહેવાતું.

કોઈ પણ કર્મ કરો, ભલે કેટલી પણ મોટી સેવાનું કામ હોય પરંતુ જે સેવા આંતરિક ખુશી, રુહાની મોજ, બેહદની પ્રાપ્તિ થી નીચે લઇ આવે છે અર્થાત્ હદ માં લઈ આવે છે, આજે મોજ કાલે મુંઝ, આજે ખુશી કાલે વ્યર્થ મૂંઝવણ માં નાખે છે, ખુશી થી વંચિત કરી દે છે, એવી સેવા ને છોડી દો પરંતુ ખુશી ને નહીં છોડો. સાચ્ચી સેવા સદા બેહદની સ્થિતિનો, બેહદની ખુશીનો અનુભવ કરાવે છે. જો એવી અનુભૂતિ નથી તો તે મિક્સ (ભેળસેળ) સેવા છે. સાચ્ચી સેવા નથી. આ લક્ષ સદૈવ રાખો કે સેવા દ્વારા સ્વ ઉન્નતી, સ્વ પ્રાપ્તિ, સંતુષ્ટતા અને મહાનતા ની અનુભૂતિ થઈ? જ્યાં સંતુષ્ટતાની મહાનતા હશે ત્યાં અવિનાશી પ્રાપ્તિની અનુભૂતિ હશે. સેવા અર્થાત્ ફૂલોનાં બગીચા ને હર્યો-ભર્યો કરવો. સેવા અર્થાત્ ફૂલોનાં બગીચા નો અનુભવ કરવો ન કે કાંટાનાં જંગલ માં ફરવું. મૂંઝવણ, અપ્રાપ્તિ, મનની મૂંઝવણ, હમણાં-હમણાં મોજ, હમણાં-હમણાં મૂંઝ, આ છે કાંટા. આ કાંટાઓ થી કિનારો કરવો અર્થાત્ બેહદની ખુશીનો અનુભવ કરવો છે. કાંઈ પણ થઈ જાય-હદની પ્રાપ્તિ નો ત્યાગ પણ કરવો પડે, કંઈક વાતોને છોડવી પણ પડે, વાતોને છોડો પરંતુ ખુશીને નહીં છોડો. જેનાં માટે આવ્યાં છો તે લક્ષ થી કિનારે ન થઈ જાઓ. આ સૂક્ષ્મ ચેકિંગ કરો. ખુશ તો છો પરંતુ અલ્પકાળ ની પ્રાપ્તિનાં આધાર થી ખુશ રહેવું તેને જ ખુશી તો નથી સમજતાં? ક્યાંક સાઈડ સીન ને જ મંઝિલ તો નથી સમજી રહ્યાં? કારણ કે સાઈડ સીન પણ આકર્ષણ કરવાવાળા હોય છે. પરંતુ મંઝિલ ને પામવું અર્થાત્ બેહદનાં રાજ્ય અધિકારી બનવું. મંઝિલ થી કિનારો કરવાવાળા વિશ્વનાં રાજ્ય અધિકારી નથી બની શકતાં. રોયલ ફેમિલી માં પણ નથી આવી શકતાં એટલે લક્ષ ને, મંઝિલ ને સદા સ્મૃતિમાં રાખો. સ્વયં થી પૂછો - ચાલતાં-ચાલતાં ક્યાંક કોઈ હદની ગલીમાં તો નથી પહોંચી રહ્યાં! અલ્પકાળની પ્રાપ્તિ ની ખુશી, સદાકાળની ખુશનસીબી થી કિનારો તો નથી કરાવી રહી? થોડાં માં ખુશ થવાવાળા તો નથી? પોતે પોતાને ખુશ તો નથી કરી રહ્યાં? જેવી છું, તેવી છું, ઠીક છું, ખુશ છું. અવિનાશી ખુશી ની નિશાની છે - તેમને બીજાઓથી પણ સદા ખુશી ની દુવાઓ અવશ્ય પ્રાપ્ત થશે. બાપદાદા અને નિમિત્ત મોટાઓનાં સ્નેહની દુવાઓ અંદર અલૌકિક આત્મિક ખુશી નાં સાગરમાં લહેરાવાનો અનુભવ કરાવશે. અલબેલાપણ માં એ નહીં વિચારતાં હું તો ઠીક છું પરંતુ બીજા મને નથી જાણતાં. શું સૂર્યનો પ્રકાશ છુપાઈ શકે છે? સત્યતાની સુગંધ ક્યારેય સમાપ્ત નથી શકતી. છુપાઈ નથી શકતી એટલે ધોખો ક્યારેય પણ નહીં ખાતાં. આજ પાઠ પાકો કરજો. પહેલાંં પોતાની બેહદની અવિનાશી ખુશી પછી બીજી વાત. બેહદની ખુશી સેવાની કે સર્વનાં સ્નેહની, સર્વ દ્વારા અવિનાશી સમ્માન પ્રાપ્ત થવાની ખુશનસીબી અર્થાત્ શ્રેષ્ઠ ભાગ્ય સ્વતઃ જ અનુભૂતિ કરાવશે. જે સદા ખુશ છે તે ખુશનસીબ છે. વગર મહેનતે, વગર ઇચ્છાએ અથવા વગર કહે સર્વ પ્રાપ્તિ સહજ થશે. આ પાઠ પાકો કર્યો?

બાપદાદા જુએ છે આવ્યાં શેના માટે છે, જવું ક્યાં છે અને જઈ ક્યાં રહ્યાં છે? હદને છોડી ફરી પણ હદમાં જ જવું તો બેહદનો અનુભવ ક્યારે કરશો! બાપદાદા ને પણ બાળકો પર સ્નેહ હોય છે. રહેમ તો નહિં કહેશે કારણ કે ભિખારી થોડી છો. દાતા, વિધાતા નાં બાળકો છો, દુઃખીઓ પર રહેમ કરાય છે. તમે તો સુખ સ્વરુપ સુખદાતા નાં બાળકો છો. હવે સમજ્યાં શું કરવાનું છે? બાપદાદા આ વર્ષ માટે વારં-વાર ભિન્ન-ભિન્ન વાતોમાં અટેન્શન (ધ્યાન) અપાવી રહ્યાં છે. આ વર્ષ વિશેષ સ્વ પર અટેન્શન રાખવાનો સમય આપી રહ્યાં છે. દુનિયા વાળા તો ફક્ત કહે છે કે ખાઓ પીવો મોજ કરો. પરંતુ બાપદાદા કહે છે - ખાઓ અને ખવડાવો. મોજ માં રહો અને મોજ માં લાવો. અચ્છા-

સદા અવિનાશી બેહદની ખુશીમાં રહેવાવાળા, દરેક કર્મમાં ખુશનસીબ અનુભવ કરવાવાળા, સદા સર્વ ને ખુશીનો ખજાનો વેચવાવાળા, સદા ખુશીની સુગંધ ફેલાવવા વાળા, સદા ખુશીનાં ઉમંગ, ઉત્સાહની લહેરોમાં લહેરાવા વાળા, એવાં સદા ખુશી ની ઝલક અને ફલક માં રહેવાવાળા, શ્રેષ્ઠ લક્ષ ને પ્રાપ્ત કરવાવાળા શ્રેષ્ઠ આત્માઓ ને બાપદાદાનાં સદા હોલી અને હેપ્પી રહેવાનાં યાદપ્યાર અને નમસ્તે.

પાર્ટીઓ થી :-

૧ - પ્રવૃત્તિમાં રહેતાં સદા ન્યારા અને બાપનાં પ્યારા છો ને! ક્યારે પણ પ્રવૃત્તિ થી લગાવ તો નથી લાગી જતો? જો ક્યાંય પણ કોઈ થી અટેચમેન્ટ (લગાવ) છે તો તે સદા માટે પોતાનાં જીવનનું વિઘ્ન બની જાય છે એટલે સદા નિર્વિઘ્ન બની આગળ વધતા ચાલો. કલ્પ પહેલાં ની જેમ અંગદ બની અચળ અડોલ રહો? અંગદ ની વિશેષતા શું દેખાડી છે? એવો નિશ્ચયબુદ્ધિ જે પગ પણ કોઈ હલાવી ન શકે. માયા નિશ્ચય રુપી પગ ને હલાવવા માટે ભિન્ન-ભિન્ન પ્રકાર થી આવે છે. પરંતુ માયા હલી જાય તમારો નિશ્ચય રુપી પગ ન હલે. માયા સ્વયં સરેન્ડર થાય છે. તમે તો સરેન્ડર નહીં થાઓ ને! બાપનાં આગળ સરેન્ડર થાજો, માયાની આગળ નહીં, એવાં નિશ્ચયબુદ્ધિ સદા નિશ્ચિંત રહે છે. જો જરા પણ કોઈ ચિંતા છે તો નિશ્ચયની ખોટ છે. ક્યારેય કોઇ વાતની થોડી એવી પણ ચિંતા થઈ જાય છે - તેનું કારણ શું હોય, જરુર કોઈને કોઈ વાતમાં નિશ્ચય ની કમી છે. ભલે ડ્રામામાં નિશ્ચયની કમી હોય, ભલે પોતાને પોતાના માં નિશ્ચયની કમી હોય, ભલે બાપમાં નિશ્ચય ની કમી હોય. ત્રણેય પ્રકારનાં નિશ્ચય માં જરા પણ કમી છે તો નિશ્ચિંત નથી રહી શકતાં. સૌથી મોટી બીમારી છે ચિંતા. ચિંતાની બીમારી ની દવા ડૉક્ટર ની પાસે પણ નથી. ટેમ્પરરી ઊંઘવાની દવા આપી દેશે પરંતુ સદા માટે ચિંતા નહીં મટાડી શકે. ચિંતા વાળા જેટલાં પ્રાપ્તિ ની પાછળ દોડે છે, એટલી પ્રાપ્તિ આગળ દૌડ લગાડે છે એટલે સદા નિશ્ચય નાં પગ અચળ રહે. સદા એક બળ એક ભરોસો આ જ પગ છે. નિશ્ચય કહો, ભરોસો કહો, એક જ વાત છે. આવાં નિશ્ચયબુદ્ધિ બાળકો ની વિજય નિશ્ચિત છે.

૨ - સદા બાપ પર બલિહાર જવાવાળા છો? જે ભક્તિમાં વાયદો કર્યો હતો - તે નિભાવવા વાળા છો ને? શું વાયદો કર્યો? સદા આપ પર બલિહાર જઈશું. બલિહાર અર્થાત્ સદા સમર્પિત થઈ બળવાન બનવા વાળા. તો બલિહાર થઈ ગયા કે થવાવાળા છો? બલિહાર થવું એટલે મારું કાંઈ નથી. મારા-પણું સમાપ્ત. મારું શરીર પણ નહીં. તો ક્યારેય દેહ-અભિમાન માં આવો છો? મારું છે ત્યારે દેહ-ભાન આવે છે. એનાથી પણ પરે રહેવાવાળા આને કહેવાય છે - બલિહાર જવું. તો મારુ-પણું સદાનાં માટે સમાપ્ત કરતાં ચાલો. બધુંજ તમારું આ અનુભવ કરતાં ચાલો. જેટલાં વધારે અનુભવી એટલાં ઓથોરિટી સ્વરુપ. તે ક્યારેય ધોખો નથી ખાઈ શકતાં. દુઃખની લહેરમાં નથી આવી શકતાં. તો સદા અનુભવ ની વાર્તાઓ બધાંને સંભળાવતાં રહો. અનુભવી આત્મા થોડાં સમયમાં સફળતા વધારે પ્રાપ્ત કરે છે. અચ્છા.

વિદાયનાં સમયે - ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિ નાં યાદપ્યાર

આજ નાં દિવસનાં મહત્વ ને સદા ખાવા અને ખવડાવવાનું મહત્વ બનાવી દીધું છે. કંઈક ખાય છે, કંઈક ખવડાવે છે. તેઓ તલનું દાન કરે છે કે ખાય છે. તલ અર્થાત્ ખૂબ નાનકડી બિંદી (દાણો), કોઈ પણ વાત હોય છે - નાની હોય છે તો કહે છે આ તલ નાં સમાન છે અને મોટી હોય તો પહાડ સમાન કહેવાય છે. તો પહાડ અને તલ ખૂબ ફરક થઈ જાય છે ને. તો તલનું મહત્વ એટલે છે, કારણ કે અતિ સૂક્ષ્મ બિંદી બનો છો. જ્યારે બિંદી રુપ બનો છો ત્યારે જ ઉડતી કળા નાં પતંગ બનો છો. તો તલ નું પણ મહત્વ છે. અને તલ સદા મીઠાશ થી સંગઠન રુપ માં લાવે છે, એમ જ તલ નથી ખાતાં. મધુરતા અર્થાત્ સ્નેહ થી સંગઠિત રુપમાં લાવવાની નિશાની છે. જેમ તલ માં મીઠાશ પડે છે તો સરસ લાગે છે, એમ જ તલ ખાઓ તો કડવા લાગશે પરંતુ મીઠાશ ભળી જાય છે તો ખૂબ સરસ લાગશે. તો આપ આત્માઓ પણ જ્યારે મધુરતાની સાથે સંબંધમાં આવી જાઓ છો, સ્નેહમાં આવી જાઓ છો તો શ્રેષ્ઠ બની જાઓ છો. તો આ સંગઠિત મધુરતા ની યાદગાર છે. આની પણ નિશાની છે. તો સદા સ્વયંને મધુરતાનાં આધાર થી સંગઠન ની શક્તિમાં લાવજો, બિંદુ રુપ બનજો અને પતંગ બની ઉડતી કળામાં ઉડજો, આ છે આજનાં દિવસનું મહત્વ. તો મનાવવું અર્થાત્ બનવું. તો તમે બન્યાં છો અને તે ફક્ત થોડાં સમય માટે મનાવે છે. આમાં દાન આપવું અર્થાત્ જે પણ કાંઈ કમજોરી છે તેને દાનમાં આપી દો. નાનકડી વાત સમજી ને આપી દો. તલ સમાન સમજી ને આપી દો. મોટી વાત નહીં સમજો - છોડવું પડશે, આપવું પડશે, નહીં. તલ નાં સમાન નાનકડી વાત દાન આપવી, ખુશી-ખુશી નાનકડી વાત સમજી ને ખુશી થી આપી દો. આ છે દાનનું મહત્વ. સમજ્યાં.

સદા સ્નેહી બનજો, સદા સંગઠિત રુપમાં ચાલજો અને સદા મોટી વાત ને નાની સમજી સમાપ્ત કરજો. આગમાં બાળી દેવી, આ છે મહત્વ. તો મનાવી લીધી ને. દૃઢ સંકલ્પ ની આગ પેટાવી. આગ પેટાવે છે ને આ દિવસે. તો સંસ્કાર પરિવર્તન દિવસ, તેઓ સંક્રાંતિ કહે છે, તમે સંસ્કાર પરિવર્તન કહેશો. અચ્છા - બધાને સ્નેહ અને સંગઠનની શક્તિ માં સદા સફળ રહેવાનાં યાદપ્યાર અને ગુડમોર્નિંગ.

વરદાન :-
સદા ભગવાન અને ભાગ્યની સ્મૃતિમાં રહેવાવાળા સર્વશ્રેષ્ઠ ભાગ્યવાન ભવ

સંગમયુગ પર ચૈતન્ય સ્વરુપમાં ભગવાન બાળકોની સેવા કરી રહ્યાં છે. ભક્તિમાર્ગમાં બધાં ભગવાન ની સેવા કરે પરંતુ અહીંયા ચૈતન્ય ઠાકુરો ની સેવા સ્વયં ભગવાન કરે છે. અમૃતવેલા ઉઠાડે છે, ભોગ લગાવે છે, સુવડાવે છે. રેકોર્ડ પર સૂવા અને રેકોર્ડ પર ઉઠવાવાળા, એવાં લાડલા અથવા સર્વશ્રેષ્ઠ ભાગ્યવાન આપણે બ્રાહ્મણ છીએ - આજ ભાગ્ય ની ખુશીમાં સદા ઝૂલતાં રહો. ફક્ત બાપ નાં લાડલા બનો, માયા નાં નહીં. જે માયાનાં લાડલા બને છે તે ખૂબ લાડકોડ કરે છે.

સ્લોગન :-
પોતાનાં હર્ષિતમુખ ચહેરા થી સર્વ પ્રાપ્તિઓ ની અનુભૂતિ કરાવવી-સાચી સેવા છે.


સુચના :-
આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ત્રીજો રવિવાર છે, સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી બધાં ભાઈ-બહેનો સંગઠિત રુપમાં એકત્રિત થઇ પ્રભુ પ્રેમમાં સમાવાનો અનુભવ કરે. સદા એ જ સ્વમાન માં બેસે કે હું આત્મા સર્વ પ્રાપ્તિઓથી સમ્પન્ન સર્વશ્રેષ્ઠ ભાગ્યવાન આત્મા છું. પ્રેમનાં સાગર બાપનાં પ્રેમની કિરણો નીકળીને મુજ આત્મા માં સમાતી જઈ રહી છે. એ જ પ્રેમનાં પ્રકંપન ચારેય બાજુ વાતાવરણમાં ફેલાઈ રહ્યાં છે.