17-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - યાદ માં રહી પોતાનાં વિકર્મો નું પ્રાયશ્ચિત કરો તો વિકર્માજીત બની જશો , જૂનાં બધાં હિસાબ - કિતાબ ચુક્તું થઈ જશે

પ્રશ્ન :-
કયાં બાળકો થી દરેક વાત નો ત્યાગ સહજ થઈ જાય છે?

ઉત્તર :-
જે બાળકો ને અંદર થી વૈરાગ્ય આવે છે - તેઓ દરેક વાત નો ત્યાગ સહજ કરી લે છે, આપ બાળકોની અંદર હવે એ ઈચ્છાઓ ન હોવી જોઈએ કે આ પહેરું, આ ખાઉં, આ કરું. દેહ સહિત આખી જૂની દુનિયાનો જ ત્યાગ કરવાનો છે. બાપ આવ્યાં છે તમને હથેળી પર બહિશ્ત (સ્વર્ગ) આપવાં તો આ જૂની દુનિયાથી બુદ્ધિયોગ હટી જવો જોઈએ.

ગીત :-
માતા ઓ માતા

ઓમ શાંતિ!
બાળકોએ પોતાની મા ની મહિમા સાંભળી. બાળકો તો ખૂબ છે સમજાય છે બરાબર બાપ છે તો જરુર મા પણ છે. રચના માટે માતા જરુર હોય છે. ભારત માં માતા ને માટે બહુ સારી મહિમા ગવાય છે. મોટો મેળો લાગે છે જગત અંબા નો, કોઈ ને કોઈ પ્રકાર થી મા ની પૂજા થાય છે. બાપ ની પણ થતી હશે. એ જગત અંબા છે તો તે જગતપિતા છે. જગતઅંબા સાકાર માં છે તો જગત પિતા પણ સાકાર માં છે. આ બંને ને રચયિતા જ કહે છે. અહીંયા તો સાકાર છે ને. નિરાકાર ને જ કહેવાય છે ગોડફાધર. મધર (માતા) ફાધર (પિતા) નું રહસ્ય તો સમજાવાયું છે. નાની મા પણ છે, મોટી મા પણ છે. મહિમા નાની મા ની છે, ભલે એડોપ્ટ કરે (દત્તક લે) છે, મા ને પણ એડોપ્ટ કર્યા છે, તો આ મોટી મા થઈ ગઈ. પરંતુ મહિમા બધી નાની મા ની છે.

આ પણ બાળકો જાણે છે દરેકે પોતાનાં કર્મભોગ નો હિસાબ-કિતાબ ચુક્તું કરવાનો છે કારણ કે વિકર્માજીત હતાં પછી રાવણે વિકર્મી બનાવી દીધાં છે. વિક્રમ સંવત પણ છે તો વિકર્માજીત સંવત પણ છે. પહેલાં અડધો કલ્પ વિકર્માજીત કહેશે પછી અડધોકલ્પ વિક્રમ સંવત શરું થાય છે. હવે આપ બાળકો વિકર્મો પર જીત મેળવીને વિકર્માજીત બનો છો. પાપ જે છે તેને યોગબળ થી પ્રાયશ્ચિત કરો છો. પ્રાયશ્ચિત થાય જ છે યાદ થી. જે બાપ સમજાવે છે કે બાળકો યાદ કરો તો પાપો નું પ્રાયશ્ચિત થઈ જશે અર્થાત્ કાટ ઉતરી જશે. માથા પર પાપો નો બોજો ખૂબ છે, જન્મ-જન્માંતર નો. સમજાવાય છે કે જે નંબરવન પુણ્ય આત્મા બને છે એ જ ફરી નંબરવન પાપ આત્મા પણ બને છે. એમને ખૂબ મહેનત કરવી પડશે કારણ કે શિક્ષક બને છે શિખવાડવા માટે તો જરુર મહેનત કરવી પડશે. બીમારી વગેરે હોય છે તો પોતાનાં જ કર્મ કહેવાય છે. અનેક જન્મો થી વિકર્મ કર્યા છે, આ કારણે ભોગના થાય છે એટલે ક્યારેય પણ એનાંથી ડરવાનું નથી. ખુશી થી પાસ (પસાર) કરવાનું છે કારણ કે પોતાનો જ કરેલો હિસાબ-કિતાબ છે. પ્રાયશ્ચિત થવાનું જ છે, એક બાપ ની યાદ થી. જ્યાં સુધી જીવવાનું છે ત્યાં સુધી આપ બાળકોએ જ્ઞાન અમૃત પીવાનું છે. યોગ માં રહેવાનું છે, વિકર્મ છે ત્યારે તો ઉધરસ વગેરે થાય છે. ખુશી થાય છે, અહીં જ બધાં હિસાબ ખતમ થઈ જાય, રહી જશે તો પાસ વિથ ઓનર (સન્માન સાથે પાસ) નહીં થઈશું. મોચરા (માર) ખાઈને માની (રોટી) મળે તો પણ બેઈજ્જતી છે ને. અનેક પ્રકાર નાં દુઃખની ભોગના થાય છે. અહીં અનેક પ્રકારનાં દુઃખ નો પારાવાર નથી. ત્યાં સુખ નો પારાવાર નથી રહેતો. નામ છે જ સ્વર્ગ. ક્રિશ્ચન લોકો કહે છે હેવન. હેવનલી ગોડફાધર, આ વાતો ને તમે જાણો છો. નિવૃત્તિ માર્ગ વાળા સંન્યાસી તો કહી દે છે કે આ બધું કાગ વિષ્ટા સમાન સુખ છે. આ દુનિયામાં બરાબર એવું છે. ભલે કેટલું પણ કોઈને સુખ હોય પરંતુ તે છે અલ્પકાળ નું સુખ. સ્થાઈ સુખ તો બિલકુલ નથી. બેઠાં-બેઠાં આપદાઓ આવી જાય છે, હાર્ટફેલ થઈ જાય છે. આત્મા એક શરીર છોડી બીજા માં જઈને પ્રવેશ કરે છે તો શરીર પોતેજ માટી થઈ જાય. જાનવરો નાં શરીર તો પણ કામ માં આવે છે, મનુષ્ય નું કામ નથી આવતું. તમોપ્રધાન પતિત શરીર કોઈ કામનું નથી, કોડીઓ માફક છે. દેવતાઓનાં શરીર હીરા માફક છે. તો જુઓ એમની કેટલી પૂજા થાય છે. આ સમજ હમણાં આપ બાળકોને મળી છે.

આ છે બેહદ નાં બાપ, જે મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) છે, જેમને પછી અડધોકલ્પ યાદ કર્યા છે. જે બ્રાહ્મણ બને છે - એ જ બાપ થી વારસો લેવાનાં હકદાર હોય છે. સાચાં બ્રાહ્મણ ખૂબ પ્યોર (પવિત્ર) હોવાં જોઈએ. સાચાં ગીતાપાઠીએ પવિત્ર તો રહેવાનું જ છે. તે ખોટા ગીતાપાઠી તો પવિત્ર નથી રહેતાં. હવે ગીતા માં તો લખેલું છે કામ મહાશત્રુ છે. પછી સ્વયં ગીતા સંભળાવવા વાળા પવિત્ર ક્યાં રહે છે. ગીતા છે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી, જેનાંથી બાપે કોડી થી હીરાતુલ્ય બનાવ્યાં છે. આ પણ તમે સમજો છો, ગીતાપાઠી નથી સમજી શકતાં. તેઓ તો પોપટ માફક વાંચતા રહે છે. મહિમા બધી છે જ એકની બીજી કોઈ વસ્તુની મહિમા છે નહીં. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ની પણ નથી. તમે એમનાં આગળ કેટલું પણ માથું ટેકવો, એમનાં આગળ બલી ચઢો તો પણ વારસો નહીં મળે. કાશી માં કાશી કલવટ ખાય છે ને. હવે ગવર્મેન્ટે (સરકારે) બંધ કરી દીધું છે. નહીં તો ઘણાં કાશી કલવટ ખાતા હતાં. કુવા માં જઈને કુદતા હતાં. કોઈ દેવી પર બલિ ચઢતાં હતાં, કોઈ શિવ પર. દેવતાઓ પર બલિ ચઢવાનો કોઈ ફાયદો નથી. કાલી પર બલિ ચઢે, કાલી ને કેટલાં કાળા-કાળા બનાવી દીધાં છે. હમણાં તો છે બધાં આયરન એજેડ (કળિયુગી), જે પહેલાં ગોલ્ડન એજેડ (સતિયુગી) હતાં. અંબા એકને જ કહેવાય છે. પિતા ને ક્યારેય અંબા નહીં કહેશે. હવે આ કોઈ પણ નથી જાણતું. જગત અંબા સરસ્વતી બ્રહ્મા ની બાળકી છે. બ્રહ્મા જરુર પ્રજાપિતા જ હશે. સૂક્ષ્મવતન માં તો નહીં હોય. સમજે પણ છે સરસ્વતી બ્રહ્મા ની બાળકી છે. બ્રહ્માની સ્ત્રી તો બતાવતાં નથી. બાપ સમજાવે છે, મેં આ બ્રહ્મા દ્વારા બાળકી સરસ્વતી ને એડોપ્ટ કરી છે. બાળકી પણ સમજે છે, બાપ અડોપ્ટ કરે છે. બ્રહ્માને પણ એડોપ્ટ કર્યા છે. આ ખૂબ ગુહ્ય વાત છે, જે કોઈની પણ બુદ્ધિમાં નથી. બાપ તમને પોતાનો પણ અંત બેસીને આપે છે, તે તો જરુર સન્મુખ જ આપશે ને. પ્રેરણા થી થોડી આપશે. ભગવાનુવાચ હે બાળકો. તો જરુર સાકાર માં આવે ત્યારે તો કહેશે ને, નિરાકાર બાપ આમનાં દ્વારા બેસી ભણાવે છે, બ્રહ્મા નથી ભણાવતાં. બ્રહ્મા ને જ્ઞાનસાગર ન કહેવાય, એક જ બાપ ને કહેવાય છે. આત્મા સમજે છે આ લૌકિક બાપ નથી ભણાવતાં, પારલૌકિક બાપ ભણાવે છે, જેનાંથી વારસો લઈ રહ્યાં છીએ. વૈકુંઠ ને પરલોક ન કહેવાય. તે છે અમરલોક, આ છે મૃત્યુલોક. પરલોક અર્થાત્ જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ, આ પરલોક નથી. આપણે આત્માઓ આવીએ છીએ આ લોક માં. પરલોક છે આપણો આત્માઓનો લોક. તમે રાજ્ય આ ભારત માં કર્યુ છે, પરલોક પર નહીં. પરલોક નાં રાજા નહીં કહેશે. કહે છે લોક-પરલોક સુખદાયી હોય. આ છે સ્થૂળલોક અને પછી પરલોક સુખદાયી બની જાય છે. તે જ ભારત વૈકુંઠ હતું ફરી બનશે. આ છે મૃત્યુલોક, લોક માં મનુષ્ય હોય છે. કહે છે વૈકુંઠ લોક માં જઈએ. દેલવાડા મંદિર માં પણ નીચે તપસ્યા માં બેઠાં છે. ઉપર વૈકુંઠ નાં ચિત્ર બનાવ્યાં છે. સમજે છે ફલાણા વૈકુંઠ પધાર્યા. પરંતુ વૈકુંઠ તો અહીં જ હોય છે, ઉપર નહીં. આજે જે આ પતિત લોક છે, તે ફરી પાવન લોક થઈ જશે. પાવન લોક હતો હવે પાસ્ટ થઈ ગયો છે, એટલે કહેવાય છે પરલોક. પરે થઈ ગયો ને. ભારત સ્વર્ગ હતું, હમણાં નર્ક છે તો સ્વર્ગ હવે પરે થઈ ગયું ને. પછી ડ્રામા અનુસાર વામમાર્ગ માં જાય છે તો સ્વર્ગ પરે થઈ જાય છે એટલે પરલોક કહે છે.

હવે તમે કહો છો અમે અહીં આવીને નવી દુનિયામાં ફરીથી પોતાનું રાજ્ય ભાગ્ય કરીશું. દરેક પોતાનાં માટે પુરુષાર્થ કરે છે. જે કરશે તે મેળવશે. બધાં તો નહીં કરે. જે ભણશે, ગણશે તે થશે વૈકુંઠ નાં નવાબ અર્થાત્ માલિક બનશે. તમે આ સૃષ્ટિ ને સોનાની બનાવો છો. કહે છે ને - દ્વારિકા સોના ની હતી પછી સમુદ્ર ની નીચે ચાલી ગઈ. કોઈ બેઠી તો નથી જે કાઢશે. ભારત સ્વર્ગ હતું, દેવતાઓ રાજ્ય કરતા હતાં. હમણાં તો કાંઈ નથી. પછી બધુંજ સોનાનું બનાવવું પડશે. એવું નથી ત્યાં સોના નાં મહેલ કાઢવાથી નીકળી આવશે, બધુંજ બનાવવું પડશે. નશો હોવો જોઈએ આપણે પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) બની રહ્યાં છીએ. આ પ્રિન્સ-પ્રિન્સેઝ બનવાનું જ્ઞાન છે. તે છે પ્રિન્સ-પ્રિન્સેઝ ની ભણવાની કોલેજ. તમે રાજાઈ લેવા માટે ભણી રહ્યાં છો. તેઓ પાસ્ટ (પહેલાનાં) જન્મ માં દાન-પુણ્ય કરવાથી રાજાનાં ઘર માં જન્મ લઈ પ્રિન્સ બન્યાં છે! તે કોલેજ કેટલી સારી હશે. કેટલાં સારા કોચ (શિક્ષક) વગેરે હશે. શિક્ષક માટે પણ સારા કોચ હશે. સતયુગ-ત્રેતા માં જે પ્રિન્સ-પ્રિન્સેઝ હશે એમની કોલેજ કેટલી સારી હશે. કોલેજ માં તો જતાં હશે ને. ભાષા તો શિખશે ને. એ સતયુગી પ્રિન્સ-પ્રિન્સેઝ ની કોલેજ અને દ્વાપર નાં વિકારી પ્રિન્સ-પ્રિન્સેઝ ની કોલેજ જુઓ અને આપ પ્રિન્સ-પ્રિન્સેઝ બનવા વાળા ની કોલેજ જુઓ, કેવી સાધારણ છે. ત્રણ પગ પૃથ્વી પણ નથી મળતી. તમે જાણો છો ત્યાં પ્રિન્સ કેવી રીતે જાય છે, કોલેજો માં. ત્યાં ચાલવું પણ નથી પડતું. મહેલ થી નીકળ્યાં અને આ એરોપ્લેન ઉડ્યું. ત્યાંની કેવી સારી કોલેજો હશે. કેવાં સુંદર બગીચા મહેલ વગેરે હશે. ત્યાંની દરેક વસ્તુઓ નવી સૌથી ઊંચી નંબરવન હોય છે. ૫ તત્વ જ સતોપ્રધાન થઈ જાય છે. તમારી સેવા કોણ કરશે? આ ૫ તત્વ સારા માં સારી વસ્તુ તમારા માટે ઉત્પન્ન કરશે. જ્યારે કોઈ ફળ ખૂબ સારું ક્યાંક થી નીકળે છે તો તે રાજા રાણી ને ભેટ મોકલે છે. અહીંયા તો તમારા બાપ શિવબાબા છે સૌથી ઊંચા, એમને તમે શું ખવડાવશો! એ કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી રાખતાં, આ પહેરું, આ ખાઉં, આ કરું.આપ બાળકોને પણ આ ઈચ્છાઓ ન હોવી જોઈએ. અહીં આ બધું કર્યુ તો ત્યાં તે ઓછું થઈ જશે. હવે તો આખી દુનિયા નો ત્યાગ કરવાનો છે. દેહ સહિત બધુંજ ત્યાગ. વૈરાગ્ય આવે છે તો ત્યાગ થઈ જાય છે.

બાબા કહે છે આપ બાળકો ને હથેળી પર બહિશ્ત આપવા આવ્યો છું. તમે જાણો છો બાબા આપણા છે, તો જરુર એમને યાદ કરવાં પડે. જેમ કન્યા ની સગાઈ થાય કે લગન જોડાય છે તો ક્યારેય નહીં કહે કે હું પતિ ને યાદ નથી કરતી, કારણ કે તે જીવન નો મેળ થઈ જાય છે. તેમ જ બાપ અને બાળકો નો મેળ થાય છે. પરંતુ માયા ભુલાવી દે છે. બાપ કહે છે મને યાદ કરો અને વારસા ને યાદ કરો. આમાં મુક્તિ જીવન-મુક્તિ આવી જાય છે. પછી તમારાથી આ ભુલાઈ કેમ જાય છે! આમાં છે બુદ્ધિનું કામ, જીભ થી પણ કાંઈ બોલવાનું નથી હોતું અને નિશ્ચય કરવાનો છે. આપણે જાણીએ છીએ, પવિત્ર રહી પવિત્ર દુનિયાનો વારસો લઈશું. આમાં સમજવાની વાત છે, બોલવાની વાત નથી. આપણે બાબા નાં બન્યાં છીએ. શિવબાબા પતિતો ને પાવન બનાવવા વાળા છે. કહે છે મને યાદ કરતાં રહો. આનો અર્થ જ છે મનમનાભવ. એમણે પછી કૃષ્ણ ભગવાનુવાચ લખી દીધું છે. પતિત-પાવન તો એક જ છે. સર્વ નાં સદ્દગતિ દાતા એક, એક ને જ યાદ કરવાનાં છે. કહે છે મુજ એક બાપ ને ભૂલવાનાં કારણે કેટલાઓને યાદ કરતા રહો છો. હવે તમે મને યાદ કરો તો વિકર્માજીત રાજા બની જશો. વિકર્માજીત રાજા અને વિક્રમી રાજા નો ફરક પણ બતાવ્યો ને. પૂજ્ય થી પુજારી બની જાય. નીચે આવવાનું જ છે. વૈશ્ય વંશ, પછી શૂદ્ર વંશ. વૈશ્ય વંશી બનવું એટલે વામમાર્ગ માં આવવું. હિસ્ટ્રી-જોગ્રોફી તો બધી બુદ્ધિમાં છે, આનાં પર કહાનીઓ પણ ઘણી છે. ત્યાં મોહ ની પણ વાત નથી રહેતી. બાળકો વગેરે ખૂબ મોજ માં રહે છે, ઓટોમેટીક (આપમેળે) સારી રીતે ઉછરે છે. દાસ દાસીઓ તો આગળ રહે જ છે. તો પોતાની તકદીર ને જુઓ કે અમે એવી કોલેજ માં બેઠાં છીએ જ્યાંથી અમે ભવિષ્ય માં પ્રિન્સ-પ્રિન્સેઝ બનીએ છીએ. ફરક તો જાણો છો ને. તે કળિયુગી પ્રિન્સ-પ્રિન્સેઝ, એ સતયુગી પ્રિન્સ-પ્રિન્સેઝ. એ મહારાજા મહારાણી, તે રાજા-રાણી. ઘણાઓનાં નામ પણ છે લક્ષ્મી-નારાયણ, રાધે-કૃષ્ણ. પછી એ લક્ષ્મી-નારાયણ અને રાધા-કૃષ્ણ ની પૂજા કેમ કરે છે! નામ તો એક જ છે ને. હા એ સ્વર્ગ નાં માલિક હતાં. હવે તમે જાણો છો કે આ જ્ઞાન, શાસ્ત્રો માં નથી. હવે તમે સમજી ગયાં છો યજ્ઞ, તપ, દાન, પુણ્ય વગેરે માં કોઈ સાર નથી. ડ્રામા અનુસાર દુનિયા તો જૂની થવાની જ છે. મનુષ્ય માત્ર ને તમોપ્રધાન બનવાનું જ છે. દરેક વાત માં તમોપ્રધાન, ક્રોધ, લોભ બધામાં તમોપ્રધાન. અમારા ટુકડા પર આમની દખલ કેમ, મારો ગોળી. કેટલી મારામારી કરે છે, પરસ્પર માં કેટલાં લડે છે. એક-બીજાનું ખૂન કરવામાં પણ વાર નથી કરતાં. બાળક સમજે ક્યાં બાપ મરે, વારસો મળે. એવી તમોપ્રધાન દુનિયાનો હવે વિનાશ થવાનો જ છે. પછી સતોપ્રધાન દુનિયા આવશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પુણ્ય આત્મા બનવા માટે યાદ ની મહેનત કરવાની છે. બધાં હિસાબ-કિતાબ સમાપ્ત કરી પાસ વિથ ઓનર થઈ ઈજ્જત થી જવાનું છે એટલે કર્મ ભોગ થી ડરવાનું નથી, ખુશી-ખુશી ચુક્તું કરવાનું છે.

2. સદા આ જ નશા માં રહેવાનું છે કે અમે ભવિષ્ય પ્રિન્સ-પ્રિન્સેઝ બની રહ્યાં છીએ. આ છે પ્રિન્સ-પ્રિન્સેઝ બનવાની કોલેજ.

વરદાન :-
અચળ સ્થિતિ દ્વારા માસ્ટર દાતા બનવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

જે અચળ સ્થિતિવાળા છે એમની અંદર આ જ શુભભાવના, શુભકામના ઉત્પન્ન થાય છે કે આ પણ અચળ થઈ જાય. અચળ સ્થિતિવાળા નો વિશેષ ગુણ હશે - રહેમદિલ. દરેક આત્મા પ્રતિ સદા દાતાપણા ની ભાવના હશે. એમનું વિશેષ ટાઈટલ (શિર્ષક) જ છે વિશ્વ કલ્યાણકારી. એમની અંદર કોઈ પણ આત્મા નાં પ્રતિ ઘૃણા ભાવ, દ્વેષ ભાવ, ઈર્ષ્યા ભાવ કે ગ્લાનિ નો ભાવ ઉત્પન્ન નથી થઈ શકતો. સદા કલ્યાણ નો ભાવ હશે.

સ્લોગન :-
શાંતિ ની શક્તિ જ અન્યની ક્રોધ અગ્નિ ને બુઝાવવાનું સાધન છે.