17-11-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - બાપ આવ્યાં છે નિર્વિકારી દુનિયા બનાવવાં , તમારા ચરિત્ર સુધારવા , તમે ભાઈ - ભાઈ છો તો તમારી દૃષ્ટિ બહુજ શુદ્ધ હોવી જોઈએ

પ્રશ્ન :-
આપ બાળકો બેફિકર બાદશાહ છો છતાં પણ તમને એક મૂળ ફિકર અવશ્ય હોવી જોઈએ - કઈ?

ઉત્તર :-
અમે પતિત થી પાવન કેવી રીતે બનીએ - આ છે મૂળ ફિકર. એવું ન થાય કે બાપનાં બની ને પછી બાપની આગળ સજાઓ ખાવી પડે. સજાઓ થી છૂટવાની ફિકર રહે, નહીં તો તે સમયે બહુ જ લજ્જા આવશે. બાકી તમે બેપરવા બાદશાહ છો, બધાને બાપ નો પરિચય આપવાનો છે. કોઈ સમજે છે તો બેહદનાં માલિક બને છે, નથી સમજતા તો તેમની તકદીર. તમને પરવા (ફિકર) નથી.

ઓમ શાંતિ!
રુહાની બાપ જેમનું નામ શિવ છે, તે બેસી પોતાનાં બાળકો ને સમજાવે છે. રુહાની બાપ બધાનાં એક જ છે. પહેલાં-પહેલાં આ વાત સમજાવવાની છે તો પછી આગળ સમજવું સહજ થશે. જો બાપનો પરિચય જ નહીં મળ્યો હશે તો પ્રશ્ન કરતાં રહેશે. પહેલાં-પહેલાં તો આ નિશ્ચય કરાવવાનો છે. આખી દુનિયાને આ ખબર નથી કે ગીતાનાં ભગવાન કોણ છે. તે કૃષ્ણનાં માટે કહી દે છે, આપણે કહીએ પરમપિતા પરમાત્મા શિવ ગીતાનાં ભગવાન છે. તે જ જ્ઞાનનાં સાગર છે. મુખ્ય છે સર્વશાસ્ત્રમઈ શિરોમણી ગીતા. ભગવાન માટે જ કહે છે - હેં પ્રભુ તારી ગત મત ન્યારી. કૃષ્ણ માટે એવું નહીં કહેશે. બાપ જે સત્ય છે તે જરુર સત્ય જ સંભળાવશે. દુનિયા પહેલાં નવી સતોપ્રધાન હતી. હમણાં દુનિયા જૂની તમોપ્રધાન છે. દુનિયાને બદલવા વાળા એક બાપ જ છે. બાપ કેવી રીતે બદલે છે તે પણ સમજાવવું જોઈએ. આત્મા જ્યારે સતોપ્રધાન બને ત્યારે દુનિયા પણ સતોપ્રધાન સ્થાપન થાય. પહેલાં-પહેલાં આપ બાળકોએ અંતર્મુખ થવાનું છે. વધારે ટીક-ટીક નથી કરવાની. અંદર ઘુસે છે તો ઘણાં ચિત્ર જોઈ પૂછતાં જ રહે છે. પહેલાં-પહેલાં સમજાવવી જ એક વાત જોઈએ. વધારે પૂછવાની જરુર ન રહે. બોલો, પહેલાં તો એક વાત પર નિશ્ચય કરો પછી આગળ સમજાવો પછી તમે ૮૪ જન્મોનાં ચક્ર પર લઈ આવી શકો છો. બાપ કહે છે હું અનેક જન્મોનાં અંતમાં પ્રવેશ કરું છું. આમને જ બાપ કહે છે - તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. બાપ આપણને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સમજાવે છે. પહેલાં-પહેલાં અલ્ફ પર જ સમજાવે છે. અલ્ફ સમજવાથી પછી કોઈ સંશય નહીં થશે. બોલો બાપ સત્ય છે, તે પણ અસત્ય નથી સંભળાવતાં. બેહદનાં બાપ જ રાજયોગ શીખવાડે છે. શિવરાત્રી ગવાય છે તો જરુર શિવ અહીંયા આવ્યાં હશે ને. જેમ કૃષ્ણ જયંતી પણ અહીંયા મનાવે છે. કહે છે હું બ્રહ્મા દ્વારા સ્થાપના કરું છું. એ એક જ નિરાકાર બાપનાં બધાં બાળકો છે. તમે પણ એમની સંતાન છો અને પછી પ્રજાપિતા બ્રહ્માની પણ સંતાન છો. પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપના કરી તો જરુર બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ હશે. બહેન-ભાઈ થઈ ગયાં, એમાં પવિત્રતા રહે છે. ગૃહસ્થ વ્યવહારમાં રહેતાં પવિત્ર રહેવાની આ છે ભીતી (રીત). બહેન-ભાઈ થાય છે તો પછી ક્રિમિનલ (વિકારી) દૃષ્ટિ ન હોવી જોઈએ. ૨૧ જન્મ દૃષ્ટિ સુધરી જાય છે. બાપ જ બાળકોને શિક્ષા આપશે ને. ચરિત્ર સુધારે છે. હમણાં આખી દુનિયાનાં ચરિત્ર સુધરવાનાં છે. આ જૂની પતિત દુનિયામાં કોઈ ચરિત્ર નથી. બધામાં વિકાર છે. આ છે જ પતિત વિકારી દુનિયા. પછી નિર્વિકારી દુનિયા કેવી રીતે બનશે? આ સિવાય બાપનાં કોઈ બનાવી ન શકે. હમણાં આ પવિત્ર બનાવી રહ્યાં છે. આ છે બધી ગુપ્ત વાતો. આપણે આત્મા છીએ, આત્માએ પરમાત્મા બાપથી મળવાનું છે. બધાં પુરુષાર્થ કરે જ છે ભગવાન થી મળવા માટે. ભગવાન એક નિરાકાર છે. લિબરેટર, (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) પણ પરમાત્માને જ કહેવાય છે. બીજા ધર્મવાળા કોઈને લિબરેટર, ગાઈડ નહીં કહેશું. પરમપિતા પરમાત્મા જ આવીને છોડાવે છે અર્થાત્ તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. ગાઈડ પણ કરે છે તો પહેલાં-પહેલાં એક જ વાત બુદ્ધિ માં બેસાડો. જો ન સમજે તો છોડી દેવું જોઈએ. અલ્ફ ને નથી સમજ્યાં તો બે (રાજાઈ) થી શું ફાયદો, ભલે ચાલ્યાં જાય. તમે મૂંઝાઓ નહીં. તમે બેપરવાહ બાદશાહ છો. અસુરો નાં વિઘ્ન પડવાનાં જ છે. આ છે જ રુદ્ર જ્ઞાનયજ્ઞ. તો પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. બાપ કહે છે મનમનાભવ. જેટલો પુરુષાર્થ કરશો એ અનુસાર પદ પામશો. આદિ સનાતન દેવી-દેવતા ધર્મનું રાજ્ય સ્થાપન થઈ રહ્યું છે. આ લક્ષ્મી-નારાયણ ની રાજધાની છે. બીજા ધર્મવાળા કોઈ રાજધાની સ્થાપન નથી કરતાં. બાપ તો આવીને બધાને મુક્ત કરે છે. પછી પોત-પોતાનાં સમય પર બીજા-બીજા ધર્મ સ્થાપકોએ આવીને પોતાનો ધર્મ સ્થાપન કરવાનો છે. વૃદ્ધિ થવાની છે. પતિત બનવાનું જ છે. પતિત થી પાવન બનાવવાં આ તો બાપ નું જ કામ છે. તે તો ફક્ત આવીને ધર્મ સ્થાપન કરશે. એમાં મોટાઈ ની વાત જ નથી. મહિમા છે જ એક ની. તે તો ક્રાઇસ્ટ પાછળ કેટલું કરે છે. એમને પણ સમજાવાય, લિબરેટર ગાઈડ તો ગોડ ફાધર જ છે. બાકી ક્રાઈસ્ટે શું કર્યુ? તેમની પાછળ ક્રિશ્ચન ધર્મની આત્માઓ આવતી રહે છે, નીચે ઉતરતી રહે છે. દુઃખ થી છોડાવવા વાળા તો એક જ બાપ છે. આ બધાં પોઇન્ટ્સ (વાતો) બુદ્ધિમાં સારી રીતે ધારણ કરવાનાં છે. એક ગોડ ને જ મર્સીફુલ (દયાનાં સાગર) કહેવાય છે. ક્રાઇસ્ટ કોઈ દયા નથી કરતાં. એક પણ મનુષ્ય કોઈનાં પર દયા નથી કરતાં. દયા થાય છે બેહદની. એક બાપ જ બધાં પર રહેમ કરે છે. સતયુગમાં બધાં સુખ-શાંતિ માં રહે છે. દુઃખની વાત જ નથી. બાળકો એક વાત અલ્ફ પર કોઈને નિશ્ચય કરાવતાં નથી, બીજી-બીજી વાતોમાં ચાલ્યાં જાય છે પછી કહે ગળું જ ખરાબ થઈ ગયું. પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. તમે બીજી વાતોમાં જાઓ જ નહીં. બોલો, બાપ તો સત્ય બોલશે ને. આપણને બી.કે. ને બાપ જ સંભળાવે છે. આ ચિત્ર બધાં એમણે બનાવડાવ્યાં છે, આમાં સંશય ન લાવવો જોઈએ. સંશયબુદ્ધિ વિનશન્તી. પહેલાં તમે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બીજો કોઈ ઉપાય નથી. પતિત પાવન તો એક જ છે ને. બાપ કહે છે દેહનાં બધાં સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. બાપ જેમાં પ્રવેશ કરે છે, તેમણે પણ પછી પુરુષાર્થ કરીને સતોપ્રધાન બનવાનું છે. બનશો પુરુષાર્થ થી પછી બ્રહ્મા અને વિષ્ણુ નો સંબંધ પણ બતાવે છે. બાપ આપ બ્રાહ્મણો ને રાજયોગ શીખવાડે છે તો તમે વિષ્ણુપુરી નાં માલિક બનો છો. પછી તમે જ ૮૪ જન્મ લઈ અંતમાં શુદ્ર બનો છો. બાપ ફરી આવીને શૂદ્ર થી બ્રાહ્મણ બનાવે છે. એવું બીજું કોઈ બતાવી ન શકે. પહેલી-પહેલી વાત છે બાપ નો પરિચય આપવો. બાપ કહે છે મારે જ પતિતો ને પાવન બનાવવા અહીં આવવું પડે છે. એવું નથી કે ઉપર થી પ્રેરણા આપે છે. આમનું જ નામ છે ભાગીરથ. તો જરુર આમનામાં જ પ્રવેશ કરશે. આ છે પણ અનેક જન્મોનાં અંત નો જન્મ. પછી સતોપ્રધાન બને છે. એનાં માટે બાપ યુક્તિ બતાવે છે કે પોતાને આત્મા સમજી મામેકમ્ યાદ કરો. હું જ સર્વશક્તિમાન્ છું. મને યાદ કરવાથી તમારામાં શક્તિ આવશે. તમે વિશ્વનાં માલિક બનશો. આ લક્ષ્મી-નારાયણ નો વારસો આમને બાપ થી મળ્યો છે. કેવી રીતે મળ્યો તે સમજાવે છે. પ્રદર્શની, મ્યુઝિયમ વગેરેમાં પણ તમે કહી દો કે પહેલાં એક વાતને સમજો, પછી બીજી વાતોમાં જાઓ. આ ખુબજ જરુરી છે સમજવું. નહીં તો તમે દુ:ખ થી છૂટી નહીં શકશો. પહેલાં જ્યાં સુધી નિશ્ચય નથી કર્યો તો તમે કઈ સમજી નહિં શકશો. આ સમયે છે જ ભ્રષ્ટાચારી દુનિયા. દેવી-દેવતાઓની દુનિયા શ્રેષ્ઠાચારી હતી. એવું-એવું સમજાવવાનું છે. મનુષ્યની નાડી પણ જોવી જોઈએ - કાંઈ સમજે છે કે તવાઈ છે? જો તવાઈ છે તો પછી છોડી દેવું જોઈએ. સમય ખોટી ન કરવો જોઈએ. ચાત્રક, પાત્ર ને પારખવાની પણ બુદ્ધિ જોઈએ. જે સમજવા વાળા હશે એમનો ચહેરો જ બદલાઈ જશે. પહેલાં-પહેલાં તો ખુશીની વાત આપવાની છે. બેહદનાં બાપ થી બેહદનો વારસો મળે છે ને. બાબા જાણે છે યાદની યાત્રા માં બાળકો બહુ જ ઢીલાં છે. બાપ ને યાદ કરવાની મહેનત છે. એમાં જ માયા ખુબ વિઘ્ન નાખે છે. આ પણ ખેલ બનેલો છે. બાપ બેસી સમજાવે છે - કેવો આ ખેલ બન્યો-બનાવેલ છે. દુનિયાનાં મનુષ્ય તો રીંચક (થોડું પણ) પણ નથી જાણતાં.

બાપની યાદમાં રહેવાથી તમે કોઈને સમજાવવામાં પણ એકરસ હશો. નહિં તો કંઈ ને કંઈ ખામીઓ કાઢતાં રહેશો. બાબા કહે છે તમે વધારે કંઈ પણ તકલીફ ન લો. સ્થાપના તો જરુર થવાની જ છે. ભાવી ને કોઈ પણ ટાળી નથી શકતું. ઉલ્લાસ માં રહેવું જોઈએ. બાપથી આપણે બેહદ નો વારસો લઈ રહ્યાં છીએ. બાપ કહે છે મામેકમ્ યાદ કરો. બહુજ પ્રેમ થી બેસી સમજાવવાનું છે. બાપ ને યાદ કરતાં પ્રેમ માં આંસુ આવી જવાં જોઈએ. બીજા તો બધાં સંબંધ છે કળયુગી. આ છે રુહાની બાપ નો સંબંધ. આ તમારાં આંસુ પણ વિજય માળાનાં દાણા બને છે. ખુબ થોડા છે - જે એવાં પ્રેમ થી બાપ ને યાદ કરે છે. કોશિશ કરી જેટલું થઈ શકે પોતાનો સમય કાઢીને પોતાનાં ભવિષ્યને ઊંચું બનાવવું જોઈએ. પ્રદર્શનીમાં આટલાં અનેક બાળકો ન હોવાં જોઈએ. ન એટલાં ચિત્રોની દરકાર છે. નંબરવન ચિત્ર છે ગીતાના ભગવાન કોણ? એની બાજુમાં લક્ષ્મી-નારાયણ નું, સીડી નું. બસ. બાકી આટલાં ચિત્ર કોઈ કામના નથી. આપ બાળકોએ જેટલું થઈ શકે યાદની યાત્રા ને વધારવાની છે. મૂળ ફિકર રાખવાની છે કે પતિત થી પાવન કેવી રીતે બનીએ! બાબાનાં બનીને અને પછી બાબાની આગળ જઈને સજાઓ ખાય આ તો મોટી દુર્ગતિ ની વાત છે. હમણાં યાદ ની યાત્રા પર નહીં રહેશો તો પછી બાપની આગળ સજા ખાતાં સમયે બહુજ-બહુજ લજ્જા આવશે. સજા ન ખાવી પડે, આ સૌથી વધારે ફિકર રાખવાની છે. તમે રુપ પણ છો, વસંત પણ છો. બાબા પણ કહે છે હું રુપ પણ છું, વસંત પણ છું. નાનું બિંદુ પણ છું અને પછી જ્ઞાન નો સાગર પણ છું. તમારી આત્મામાં બધું જ્ઞાન ભરું છું. ૮૪ જન્મો નું બધું રહસ્ય તમારી બુદ્ધિ માં છે. તમે જ્ઞાનનું સ્વરુપ બની જ્ઞાન ની વર્ષા કરો છો. જ્ઞાનનો એક એક રત્ન કેટલો અમુલ્ય છે, એનું મુલ્ય કોઈ કરી ન શકે એટલે બાબા કહે છે પદ્માપદમ ભાગ્યશાળી. તમારા ચરણોમાં પદમ ની નિશાની પણ દેખાડે છે, આને કોઈ સમજી ન શકે. મનુષ્ય પદમપતિ નામ રાખે છે. સમજે છે આમની પાસે બહુ જ ધન છે. પદમપતિ ની એક અટક પણ રાખે છે. બાપ બધી વાતો સમજાવે છે. પછી કહે છે-મૂળ વાત છે કે બાપ ને અને ૮૪ નાં ચક્ર ને યાદ કરો. આ નોલેજ ભારતવાસીઓનાં માટે જ છે. તમે જ ૮૪ જન્મ લો છો. આ પણ સમજ ની વાત છે ને. બીજા કોઈ સન્યાસી વગેરે ને સ્વદર્શન ચક્રધારી પણ નહીં કહેશે. દેવતાઓને પણ નહીં કહેશે. દેવતાઓમાં જ્ઞાન હોતું જ નથી. તમે કહેશો અમારામાં બધું જ્ઞાન છે, આ લક્ષ્મી-નારાયણ માં નથી. બાપ તો યથાર્થ વાત સમજાવે છે ને.

આ જ્ઞાન બહુજ વન્ડરફુલ (અદ્દભુત) છે. તમે કેટલા ગુપ્ત વિદ્યાર્થી છો. તમે કહેશો અમે પાઠશાળામાં જઈએ છીએ, ભગવાન અમને ભણાવે છે. લક્ષ્ય-હેતુ શું છે? અમે આ (લક્ષ્મી-નારાયણ) બનશું. મનુષ્ય સાંભળીને વન્ડર (આશ્ચર્ય) ખાશે. અમે પોતાની હેડ ઓફિસ માં જઈએ છીએ. શું ભણો છો? મનુષ્ય થી દેવતા, ગરીબ થી રાજકુમાર બનવાનું ભણતર ભણી રહ્યાં છો. તમારા ચિત્ર પણ ફર્સ્ટ ક્લાસ છે. ધનદાન પણ હંમેશા પાત્રને કરાય છે. પાત્ર તમને ક્યાં મળશે? શિવ નાં, લક્ષ્મી-નારાયણ નાં, રામ-સીતા નાં મંદિરો માં. ત્યાં જઈને તમે એમની સેવા કરો. પોતાનો સમય ખોટી નહીં કરો. ગંગા નદી પર પણ જઈને તમે સમજાવો - પતિત-પાવની ગંગા છે કે પરમપિતા પરમાત્મા છે? સર્વની સદ્દગતિ આ પાણી કરશે કે બેહદનાં બાપ કરશે? તમે આનાં પર સારી રીતે સમજાવી શકો છો. વિશ્વનાં માલિક બનવાનો રસ્તો બતાવો છો. દાન કરો છો, કોડી જેવાં મનુષ્યને હીરા જેવાં વિશ્વનાં માલિક બનાવો છો. ભારત વિશ્વનું માલિક હતું ને. આપ બ્રાહ્મણોનો દેવતાઓથી પણ ઉત્તમ કુળ છે. આ બાબા તો સમજે છે - હું બાપનો એક જ સિકીલધો બાળક છું. બાબા એ મારું આ શરીર લોન પર લીધું છે. તમારા સિવાય બીજું કોઈ પણ આ વાત સમજી ન શકે. બાબાએ મારા ઉપર સવારી કરી છે. મેં બાબા ને ખોળા પર બેસાડ્યાં છે અર્થાત્ શરીર આપ્યું છે કે સર્વિસ (સેવા) કરો. એનું રિટર્ન (વળતર) પછી તે કેટલું આપે છે. જે મને સૌથી ઊંચે ખભા પર ચઢાવે છે. નંબરવન લઈ જાય છે. બાપને બાળકો પ્રિય લાગે છે, તો તેમને ખભા પર ચઢાવે છે ને. મા, બાળક ને ફક્ત ખોળા સુધી લે છે બાપ તો ખભા પર ચઢાવે છે. પાઠશાળા ને ક્યારેય કલ્પના નહીં કહેવાય. સ્કૂલમાં હિસ્ટ્રી-જોગ્રોફી ભણે છે તો શું તે કલ્પના થઈ? આ પણ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રોફી છે ને. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ખુબજ પ્રેમ થી બેસીને રુહાની બાપ ને યાદ કરવાનાં છે. યાદમાં પ્રેમ નાં આંસુ આવી જાય તો તે આંસુ વિજય માળા નાં દાણા બની જશે. પોતાનો સમય ભવિષ્ય પ્રાલબ્ધ બનાવવામાં સફળ કરવાનો છે.

2. અંતર્મુખી થઈ બધાને અલ્ફ નો પરિચય આપવાનો છે, વધારે ટીક-ટીક નથી કરવાની. એક જ ફૂર્ણા (ફિકર) રહે કે એવું કોઈ કર્તવ્ય ન થાય જેની સજા ખાવી પડે.

વરદાન :-
શુભ ભાવના થી સેવા કરવા વાળા બાપ સમાન અપકારીઓ પર પણ ઉપકારી ભવ

જેમ બાપ અપકારીઓ પર ઉપકાર કરે છે, તેમ તમારી સામે કેવી પણ આત્મા હોય પરંતુ પોતાનાં રહેમ ની વૃત્તિ થી, શુભભાવના થી તેને પરિવર્તન કરી દો - આ જ છે સાચ્ચી સેવા. જેમ સાયન્સ (વિજ્ઞાન) વાળા રેત માં પણ ખેતી પેદા કરી દે છે એમ સાઈલેન્સની શક્તિ થી રહેમદિલ બની અપકારીઓ પર પણ ઉપકાર કરી ધરણી ને પરિવર્તન કરો. સ્વ પરિવર્તન થી, શુભભાવના થી કેવી પણ આત્મા પરિવર્તન થઈ જશે કારણ કે શુભભાવના સફળતા અવશ્ય પ્રાપ્ત કરાવે છે.

સ્લોગન :-
જ્ઞાનનું સિમરણ કરવું જ સદા હર્ષિત રહેવાનો આધાર છે.