17-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
નાં ગળા નો હાર બનવા માટે જ્ઞાન - યોગ ની રેસ કરો , તમારી ફરજ છે આખી દુનિયાને બાપ
નો પરિચય આપવો”
પ્રશ્ન :-
કઈ મસ્તી માં સદા રહો તો બીમારી પણ ઠીક થતી જશે?
ઉત્તર :-
જ્ઞાન અને યોગ ની મસ્તી માં રહો, આ જૂનાં શરીરનું ચિંતન નહીં કરો. જેટલી શરીરમાં
બુદ્ધિ જશે, લોભ રાખશો એટલી વધારે જ બીમારીઓ આવતી જશે. આ શરીરને શૃંગારવું, પાવડર,
ક્રીમ વગેરે લગાડવાં - આ બધો ફાલતું શૃંગાર છે, તમારે પોતાને જ્ઞાન-યોગ થી સજાવવાના
છે. આ જ તમારો સાચ્ચો-સાચ્ચો શૃંગાર છે.
ગીત :-
જો પિયા કે
સાથ હૈ…
ઓમ શાંતિ!
જે બાપ ની સાથે
છે… હવે દુનિયામાં બાપ તો ઘણાં છે પરંતુ એ બધાનાં બાપ રચયિતા એક છે. એ જ જ્ઞાનનાં
સાગર છે. આ જરુર સમજવું પડે કે પરમપિતા પરમાત્મા જ્ઞાનનાં સાગર છે, જ્ઞાન થી જ
સદ્દગતિ થાય છે. સદ્દગતિ મનુષ્ય ની ત્યારે થાય જ્યારે સતયુગ ની સ્થાપના થાય છે. બાપ
ને જ સદ્દગતિ દાતા કહેવાય છે. જ્યારે સંગમ નો સમય હોય ત્યારે તો જ્ઞાનનાં સાગર આવીને
દુર્ગતિ થી સદ્દગતિ માં લઈ જાય. સૌથી પ્રાચીન ભારત છે. ભારતવાસીઓનાં નામ પર જ ૮૪
જન્મ ગવાયેલા છે. જરુર જે મનુષ્ય પહેલાં-પહેલાં આવેલા હશે એ ૮૪ જન્મ લેતા હશે.
દેવતાઓનાં ૮૪ જન્મ કહેવાશે તો બ્રાહ્મણોનાં પણ ૮૪ જન્મ થયાં? મુખ્ય ને જ ઉઠાવાય છે.
આ વાતો ની કોઈને પણ ખબર નથી. જરુર બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચે છે. પહેલાં-પહેલાં
સૂક્ષ્મલોક રચવાનું છે પછી આ સ્થૂળલોક. આ બાળકો જાણે છે - સૂક્ષ્મલોક ક્યાં છે? મૂળ
લોક ક્યાં છે? મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન - આને જ ત્રિલોક કહેવાય છે. જ્યારે
ત્રિલોકીનાથ કહે છે તો એનો અર્થ પણ જોઈએ ને? કોઈ ત્રિલોક હશે ને? હકીકત માં
ત્રિલોકીનાથ એક બાપ જ કહેવાઈ શકે છે અને એમનાં બાળકો કહેવાઈ શકે છે. અહીં તો ઘણાં
મનુષ્યોનાં નામ છે ત્રિલોકીનાથ, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે… આ બધાં નામ
ભારતવાસીઓએ પોતાનાં પર રાખી દીધાં છે. ડબલ નામ પણ રાખાવે છે - રાધાકૃષ્ણ,
લક્ષ્મી-નારાયણ. હવે આ તો કોઈને ખબર નથી, રાધા અને કૃષ્ણ અલગ-અલગ હતાં. એ એક રાજાઈ
નાં પ્રિન્સ હતાં, એ બીજી રાજાઈ ની પ્રિન્સેસ હતી. આ હમણાં તમે જાણો છો. જે
સારા-સારા બાળકો છે એમની બુદ્ધિમાં સારી-સારી પોઈન્ટ્સ ધારણ રહે છે. જેવી રીતે
ડોક્ટર જે સારા હોશિયાર હશે એમની પાસે તો ઘણી દવાઓનાં નામ રહે છે. અહીં પણ આ નવી-નવી
પોઈન્ટ્સ ખૂબ નીકળતી રહે છે. દિવસે-દિવસે ઇન્વેન્શન (શોધ) થતી રહે છે. જેમની સારી
પ્રેક્ટિસ હશે તે નવી-નવી પોઈન્ટ્સ ધારણ કરતા હશે. ધારણા નથી કરતા તો મહારથીઓની
લાઈનમાં નથી લઈ શકાતાં. પૂરો આધાર બુદ્ધિ પર છે અને તકદીર ની પણ વાત છે. આ પણ ડ્રામા
માં છે ને? ડ્રામા ને પણ કોઈ નથી જાણતાં. આ પણ સમજે છે કર્મક્ષેત્ર પર આપણે પાર્ટ
ભજવીએ છીએ. પરંતુ ડ્રામા નાં આદિ, મધ્ય, અંત ને નથી જાણતાં તો કંઈ પણ નથી જાણતાં.
તમારે તો બધુંજ જાણવાનું છે.
બાપ આવ્યા છે બાળકો
ને ખબર પડી તો બાળકોની ફરજ છે બીજાઓને પણ પરિચય આપવો. આખી દુનિયાને બતાવવાની ફરજ
છે. જે પછી એવું ન કહે કે અમને ખબર નહોતી. તમારી પાસે ખૂબ આવશે. લિટરેચર (સાહિત્ય)
વગેરે ખૂબ લેશે. બાળકોએ શરુમાં સાક્ષાત્કાર પણ બહુજ કર્યા છે. આ ક્રાઈસ્ટ, ઈબ્રાહીમ
ભારતમાં આવે છે. બરોબર ભારત બધાને ખેંચતું રહે છે. અસલ તો ભારત જ બાપ ની જન્મભૂમિ
છે ને? પરંતુ તે લોકો આટલું કંઈ જાણતા નથી કે આ ભારત ભગવાન ની જન્મભૂમિ છે. ભલે કહે
પણ છે શિવ પરમાત્મા પરંતુ પછી બધાને પરમાત્મા કહી દેવાથી બેહદનાં બાપ નું મહત્વ ગુમ
કરી દીધું છે. હમણાં આપ બાળકો સમજાવો છો - ભારત ખંડ સૌથી મોટામાં મોટું તીર્થ સ્થાન
છે. બાકી બીજા બધાં જે પણ પૈગંબર વગેરે આવે છે, તે આવે જ છે પોત-પોતાનો ધર્મસ્થાપન
કરવાં. એમની પાછળ પછી બધાં ધર્મ વાળા આવતા જાય છે. હવે છે અંત. કોશિશ કરે છે પાછા
જઈએ. પરંતુ તમને અહીં લાવ્યા કોણ? ક્રાઈસ્ટે આવીને ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો, એ
તમને ખેંચીને લાવ્યાં. હમણાં બધાં હેરાન થયેલા છે પાછા જવા માટે. આ તમારે સમજાવવાનું
છે, બધાં આવે છે પોત-પોતાનો પાર્ટ ભજવવાં. પાર્ટ ભજવતા-ભજવતા દુઃખમાં આવવાનું જ છે.
પછી એ દુઃખ થી છોડાવીને સુખ માં લઈ જવા - બાપનું જ કામ છે. બાપની આ જન્મભૂમિ ભારત
છે, આટલું મહત્વ આપ બાળકોમાં પણ બધાં નથી જાણતાં. થોડા છે જે સમજે છે અને નશો ચઢેલો
છે. કલ્પ-કલ્પ બાપ ભારતમાં જ આવે છે. આ બધાને બતાવવાનું (કહેવાનું) છે. નિમંત્રણ
આપવાનું છે. પહેલાં તો આ સર્વિસ કરવી પડે. લિટરેચર તૈયાર કરવા પડે. નિમંત્રણ તો
બધાને આપવાનું છે ને? રચયિતા અને રચનાની નોલેજ કોઈ પણ નથી જાણતું. સર્વિસેબલ (સેવાધારી)
બનીને પોતાનું નામ પ્રસિદ્ધ કરવું જોઈએ. જે હોશિયાર બાળકો છે, જેમની બુદ્ધિમાં ખૂબ
પોઈન્ટ્સ છે એમની મદદ બધાં માંગે છે. એમનાં નામ જ જપતા રહે છે. એક તો શિવબાબા ને
જપશે પછી બ્રહ્મા બાબા ને પછી નંબરવાર બાળકોને. ભક્તિમાર્ગ માં હાથે થી માળા ફેરવે
છે, હમણાં પછી મુખ થી નામ જપે છે - ફલાણા ખૂબ સારા સર્વિસેબલ છે, નિરહંકારી છે, ખૂબ
મીઠાં છે, એમને દેહ-અભિમાન નથી. કહે છે ને મિઠરા ઘુર ત ઘુરાય (મીઠાં બનો તો બધાં
મીઠો વ્યવહાર કરશે). બાપ કહે છે તમે દુઃખી બન્યા છો, હવે આપ બાળકો મને યાદ કરશો તો
હું પણ મદદ કરીશ. તમે નફરત કરશો તો હું શું કરીશ? એ તો અર્થાત્ પોતાનાં પર નફરત કરે
છે. પદ નહીં મળશે. ધન કેટલું અથાહ મળે છે. કોઈને લોટરી મળે છે તો કેટલાં ખુશ થાય
છે. એમાં પણ કેટલાં ઈનામ આવે છે. ફર્સ્ટ પ્રાઈઝ, પછી સેકન્ડ પ્રાઈઝ, થર્ડ પ્રાઈઝ
હોય છે. હૂબહૂ આ પણ ઈશ્વરીય રેસ છે. જ્ઞાન અને યોગબળ ની રેસ છે. જે આમાં આગળ જાય છે
તે જ ગળાનો હાર બનશે અને તખ્ત પર નજીક બેસશે. સમજાવાય તો ખૂબ સહજ છે. પોતાનાં ઘર ને
પણ સંભાળો કારણ કે તમે કર્મયોગી છો. ક્લાસ માં એક કલાક ભણવાનું છે પછી ઘરમાં જઈને
એનાં પર વિચાર કરવાનો છે. સ્કૂલમાં પણ આવું કરે છે ને? ભણીને પછી ઘર માં જઈને
હોમવર્ક કરે છે. બાપ કહે છે એક ઘડી, અડધી ઘડી… દિવસમાં ૮ ઘડીઓ હોય છે. એમાં પણ બાપ
કહે છે એક ઘડી, સારું અડધી ઘડી. ૧૫-૨૦ મિનિટ પણ ક્લાસ અટેન્ડ કરી, ધારણા કરી પછી
પોતાનાં ધંધાધોરી માં જઈને લાગો. આગળ બાબા તમને બેસાડતા પણ હતાં કે યાદ માં બેસો,
સ્વદર્શન ચક્ર ફેરવો. યાદ નું નામ તો હતું ને? બાપ અને વારસા ને યાદ કરતા-કરતા
સ્વદર્શન ચક્ર ફેરવતા-ફેરવતા જ્યારે જુઓ નીંદર આવે છે તો સુઈ જાઓ. પછી અંત મતિ સો
ગતિ થઈ જશે. પછી સવારે ઉઠશો તો એ જ પોઈન્ટ્સ યાદ આવતી રહેશે. આવો અભ્યાસ કરતા-કરતા
તમે નિદ્રા ને જીતવા વાળા બની જશો.
જે કરશે તે મેળવશે.
કરવા વાળાનું દેખાય છે. એમની ચલન જ પ્રત્યક્ષ થાય છે. ન કરવા વાળાની ચલન જ બીજી હોય
છે. જોવાય છે આ બાળકો વિચાર સાગર મંથન કરે છે, ધારણા કરે છે. કોઈ લોભ વગેરે તો નથી.
આ તો જૂનું શરીર છે. આ શરીર ઠીક પણ ત્યારે રહેશે જ્યારે જ્ઞાન અને યોગ ની ધારણા હશે.
ધારણા નહીં હશે તો શરીર વધારે જ સડતું જશે. નવું શરીર પછી ભવિષ્ય માં મળવાનું છે.
આત્માને પવિત્ર બનાવવાનો છે. આ તો જૂનું શરીર છે, આને કેટલો પણ પાવડર, લિપસ્ટિક
વગેરે લગાવો, શૃંગાર કરો તો પણ કોડીતુલ્ય છે. આ શૃંગાર બધાં ફાલતું છે.
હમણાં તમારા બધાની
સગાઈ શિવબાબા સાથે થઈ છે. જ્યારે લગ્ન થાય છે તો તે દિવસે જૂનાં કપડા પહેરે છે. હવે
આ શરીરને શૃંગારવાનું નથી. જ્ઞાન અને યોગ થી પોતાને સજાવશો તો પછી ભવિષ્ય માં
પ્રિન્સ-પ્રિન્સેસ બનશો. આ છે જ્ઞાન માન સરોવર. આમાં જ્ઞાન ની ડૂબકી મારતા રહો તો
સ્વર્ગની પરી બનશો. પ્રજાને તો પરી નહીં કહેવાશે. કહે પણ છે કૃષ્ણએ ભગાવ્યા, પછી
મહારાણી, પટરાણી બનાવ્યા. આવું તો નહીં કહેવાશે કે ભગાવીને પછી પ્રજા માં ચંડાળ
વગેરે બનાવ્યાં. ભગાવ્યા જ મહારાજા-મહારાણી બનાવવા માટે. તમારે પણ આ પુરુષાર્થ કરવો
જોઈએ. એવું નહીં જે પદ મળે તે ઠીક… અહીં મુખ્ય છે ભણતર. આ પાઠશાળા છે ને? ગીતા
પાઠશાળા ઘણાં ખોલે છે. તેઓ ફક્ત ગીતા સંભળાવે છે, કંઠ કરાવે છે. કોઈ એક શ્લોક
ઉઠાવીને પછી અડધો-પોણો કલાક એનાં પર બોલે છે. આનાથી ફાયદો તો કંઈ પણ નથી. અહીં તો
બાપ ભણાવે છે. મુખ્ય-ઉદેશ ક્લિયર છે. આ કોઈ પણ વેદ-શાસ્ત્ર, જપ-તપ વગેરે કરવામાં
કોઈ મુખ્ય-ઉદ્દેશ નથી. બસ, પુરુષાર્થ કરતા રહો. પરંતુ મળશે શું? જ્યારે ખૂબ ભક્તિ
કરે છે ત્યારે ભગવાન મળે છે. તે પણ રાત પછી દિવસ જરુર આવવાનો છે. સમય પર થશે ને?
કલ્પ ની આયુ કોઈ શું બતાવશે, કોઈ શું બતાવશે? સમજાવો તો કહે છે શાસ્ત્ર કેવી રીતે
ખોટા હશે? ભગવાન થોડી ખોટું બોલી શકે? સમજાવવાની ફક્ત તાકાત જોઈએ.
આપ બાળકોમાં યોગ નું
બળ જોઈએ. યોગબળ થી જ બધાં કામ સહજ થઈ જાય છે. કોઈ કામ નથી કરી શકતાં તો તાકાત નથી,
યોગ નથી. ક્યાંક-ક્યાંક બાબા પણ મદદ કરે છે. ડ્રામા માં જે નોંધ છે તે રિપીટ થાય
છે. આ પણ આપણે સમજીએ છીએ બીજા કોઈ ડ્રામા ને સમજતા જ નથી. સેકન્ડ બાય સેકન્ડ જે પાસ
થતું જશે, ટીક-ટીક થતું જાય છે, આપણે શ્રીમત પર એક્ટ માં (કર્મમાં) આવીએ છીએ.
શ્રીમત પર નહીં ચાલશે તો શ્રેષ્ઠ કેવી રીતે બનશે? બધાં એક જેવા બની નથી શકતાં. આ
લોકો સમજે છે આપણે એક થઈ જઈએ. એક નો અર્થ નથી સમજતાં. એક શું થઈ જાય? શું એક ફાધર
થઈ જવા જોઈએ કે એક બ્રધર્સ થઈ જવા જોઈએ? બ્રધર કહે તો પણ ઠીક છે. શ્રીમત પર બરોબર
આપણે એક થઈ શકીએ છીએ. તમે બધાં એક મત પર ચાલો છો. તમારા બાપ, શિક્ષક, ગુરુ એક જ છે.
જે પૂરાં શ્રીમત પર નથી ચાલતાં તો શ્રેષ્ઠ પણ નહીં બનશે. એકદમ નહીં ચાલશે તો ખતમ થઈ
જશે. રેસ માં એમને જ પસંદ કરે છે જે લાયક હોય છે. જ્યારે કોઈ મોટી રેસ થાય છે તો
ઘોડા પણ સારા ફર્સ્ટક્લાસ કાઢે (રાખે) છે કારણ કે લોટરી મોટી (વધારે) રાખે છે. આ પણ
અશ્વ રેસ છે. હુસેન નો ઘોડો કહો છો ને? એમણે હુસેન ને ઘોડા પર લડાઈ માં દેખાડ્યો
છે. હમણાં આપ બાળકો તો ડબલ અહિંસક છો. કામની હિંસા છે નંબરવન. આ હિંસા ને કોઈ જાણતાં
જ નથી. સંન્યાસી પણ એવું નથી સમજતાં. ફક્ત કહે છે આ વિકાર છે. બાપ કહે છે - કામ
મહાશત્રુ છે, આ જ આદિ, મધ્ય, અંત તમને દુઃખ આપે છે. તમારે આ સિદ્ધ કરી બતાવવાનું છે
કે અમારો પ્રવૃત્તિમાર્ગ નો રાજયોગ છે. તમારો હઠયોગ છે. તમે શંકરાચાર્ય પાસેથી
હઠયોગ શીખો છો, અમે શિવાચાર્ય પાસે થી રાજયોગ શીખીએ છીએ. આવી-આવી વાતો સમય પર
સંભળાવવી જોઈએ.
કોઈ તમને પૂછે કે
દેવતાઓનાં ૮૪ જન્મ છે તો ભલા આ ક્રિશ્ચન વગેરેનાં કેટલાં જન્મ છે? બોલો, આ તો તમે
હિસાબ કરો ને? ૫ હજાર વર્ષમાં ૮૪ જન્મ થયાં. ક્રાઈસ્ટ નાં ૨૦૦૦ હજાર વર્ષ થયાં.
હિસાબ કરો - એવરેજ (સરેરાશ) કેટલાં જન્મ થયાં? ૩૦-૩૨ જન્મ હશે. આ તો ક્લિયર છે. જે
ખૂબ સુખ જુએ છે, તે દુ:ખ પણ ખૂબ જુએ છે. એમને ઓછું સુખ, ઓછું દુઃખ મળે છે. એવરેજ
હિસાબ કાઢવાનો છે. પાછળ જે આવે છે તે થોડા-થોડા જન્મ લે છે. બુદ્ધ નો, ઈબ્રાહીમ નો
પણ હિસાબ કાઢી શકાય છે. કરીને એક-બે જન્મ નો ફરક પડશે. તો આ બધી વાતો વિચાર સાગર
મંથન કરવી જોઈએ. કોઈ પૂછે તો શું સમજાવે? છતાં પણ બોલો - પહેલાં તો બાપ પાસેથી વારસો
લેવાનો છે ને? તમે બાપ ને તો યાદ કરો. જન્મ જેટલાં લેવાના હશે તેટલાં લેશે. બાપ
પાસેથી વારસો તો લઈ લો. સારી રીતે સમજાવવાનું છે. મહેનત નું કામ છે. મહેનત થી જ
સક્સેસફુલ (સફળ) થશો. આમાં ખૂબ વિશાળ બુદ્ધિ જોઈએ. બાબા સાથે અને બાબા નાં ધન થી
ખૂબ લવ (પ્રેમ) જોઈએ. કોઈ તો ધન જ નથી લેતાં. અરે, જ્ઞાન રત્ન તો ધારણ કરો. તો કહે
છે અમે શું કરીએ? અમે સમજતા નથી. નથી સમજતા તો તમારી ભાવી. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈને પણ
નફરત નથી કરવાની. બધાં સાથે મીઠો વ્યવહાર કરવાનો છે. જ્ઞાન-યોગ માં રેસ કરીને બાપ
નાં ગળા નો હાર બની જવાનું છે.
2. નિદ્રા ને જીતવા
વાળા બની સવારે-સવારે ઉઠી બાપ ને યાદ કરવાનાં છે. સ્વદર્શન ચક્ર ફેરવવાનું છે. જે
સાંભળો છો એનાં પર વિચાર સાગર મંથન કરવાની આદત પાડવાની છે.
વરદાન :-
બુદ્ધિ ને
ડાયરેક્શન પ્રમાણે શ્રેષ્ઠ સ્થિતિ માં સ્થિત કરવાવાળા માસ્ટર સર્વશક્તિવાન્ ભવ
ઘણાં બાળકો જ્યારે
યોગ માં બેસે છે તો આત્મ-અભિમાની થવાની બદલે સેવા યાદ આવે છે, પરંતુ એવું ન થવું
જોઈએ કારણ કે અંત સમયે જો અશરીરી બનવાના બદલે સેવા નો પણ સંકલ્પ ચાલ્યો તો સેકન્ડ
નાં પેપર માં ફેલ થઈ જશો. એ સમયે સિવાય બાપ નાં, નિરાકારી, નિર્વિકારી, નિરહંકારી -
બીજું કંઈ યાદ ન હોય. સેવા માં તો પણ સાકાર માં આવી જશો. એટલે આ અભ્યાસ કરો કે જે
સમયે જે સ્થિતિ માં સ્થિત થવા ઈચ્છો, સ્થિત થઈ જાઓ - ત્યારે કહેવાશો માસ્ટર
સર્વશક્તિવાન્, કંટ્રોલિંગ અને રુલિંગ પાવર વાળા.
સ્લોગન :-
કોઈ પણ
પરિસ્થિતિ ને સહજ પાર કરવાનું સાધન છે - એક બળ, એક ભરોસો.