18-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


પિતાશ્રી જી નાં પુણ્ય સ્મૃતિ દિવસ પર સંભળાવવા માટે બાપદાદા નાં મધુર મહાવાક્ય

પ્રશ્ન :-
ભવિષ્ય માટે બાળકોએ બાપ સાથે કયો સોદો કર્યો છે? એ સોદા થી સંગમ પર કયો ફાયદો છે?

ઉત્તર :-
દેહસહિત, જે પણ કાંઈ કખપણું છે તે બધુંજ બાપ ને અર્પણ કરીને બાબાને કહો છો કે બાબા અમે તમારી પાસે થી પછી ત્યાં (ભવિષ્યમાં) બધુંજ લઈશું, આ છે સૌથી સારો સોદો. એનાંથી તમારું બાબાની તિજોરી માં સર્વસ્વ સેફ (સુરક્ષિત) થઈ જાય છે અને અપાર ખુશી રહે છે કે હવે અહીં અમે થોડો સમય છીએ પછી પોતાની રાજધાની માં હોઈશું. તમને કોઈ પૂછે તો બોલો વાહ! અમે તો બેહદનાં બાપ પાસે થી બેહદ સુખ નો વારસો લઈ રહ્યાં છીએ. હમણાં અમે એવર હેલ્દી (સદા તંદુરસ્ત), એવર વેલ્દી (સદા સંપત્તિવાન) બનીએ છીએ.

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકોને સમજાવે છે મીઠાં બાળકો, જ્યારે અહીં આવીને બેસો છો તો આત્મ-અભિમાની થઈ બાપની યાદ માં બેસો. આ અટેન્શન (જાગૃતતા) તમારા માટે ફોર એવર (સદા) માટે છે. જ્યાં સુધી જીવો છો, બાપ ને યાદ કરતા રહો. યાદ નહીં કરો તો જન્મ-જન્માંતર નાં પાપ પણ નહીં કપાશે. રચયિતા અને રચના નાં આદિ, મધ્ય, અંત નું આખું સ્વદર્શન ચક્ર તમારી બુદ્ધિમાં ફરવું જોઈએ. તમે લાઈટ હાઉસ છો ને. એક આંખ માં છે શાંતિધામ, બીજી આંખ માં છે સુખધામ. ઉઠતાં-બેસતાં, ચાલતાં-ફરતાં પોતાને લાઈટ હાઉસ સમજો. પોતાને લાઈટ હાઉસ સમજવાથી પોતાનું પણ કલ્યાણ કરો છો અને બીજાનું પણ કલ્યાણ કરો છો. બાબા ભિન્ન-ભિન્ન યુક્તિઓ બતાવે છે. જ્યારે કોઈ રસ્તા માં મળે તો એમને બતાવવાનું છે આ દુઃખધામ છે શાંતિધામ, સુખધામ ચાલવા (જવા) ઈચ્છો છો? ઈશારો આપવાનો છે. લાઈટ હાઉસ પણ ઈશારો આપે છે ને, રસ્તો બતાવે છે. તમારે પણ સુખધામ, શાંતિધામ નો રસ્તો બતાવવાનો છે. દિવસ-રાત આ જ ધૂન હોવી જોઈએ. યોગ ની તાકાત થી તમે કોઈને થોડું પણ સમજાવશો તો એમને ઝટ તીર લાગી જશે. જેમને તીર લાગે છે તો એકદમ ઘાયલ થઈ જાય છે. પહેલાં ઘાયલ થાય છે પછી બાબાનાં બને છે. બાપ ને પ્રેમ થી તમે બાળકો યાદ કરો કરો છો તો બાપ ને પણ કશિશ થાય છે. ઘણાં તો બિલકુલ યાદ જ નથી કરતા તો બાપને તરસ પડે (રહેમ આવે) છે. તો પણ કહે છે મીઠાં બાળકો, ઉન્નતિ કરતાં રહો. પુરુષાર્થ કરી આગળ નંબર માં જાઓ. પતિત-પાવન સદ્દગતિ દાતા એક જ બાપ છે, એ એક બાપ ને જ યાદ કરવાનાં છે. ફક્ત બાપ ને નહીં સાથે-સાથે સ્વીટ હોમ (શાંતિધામ) ને પણ યાદ કરવાનું છે. ફક્ત સ્વીટ હોમ પણ નહીં, મિલકત પણ જોઈએ તેથી સ્વર્ગધામ ને પણ યાદ કરવાનું છે.

બાપ આવ્યાં છે મીઠાં-મીઠાં બાળકોને પરફેક્ટ બનાવવાં. તો ઈમાનદાર બની, સચ્ચાઈ થી પોતાની તપાસ કરવાની છે કે અમે ક્યાં સુધી પરફેક્ટ બન્યાં છીએ? પરફેક્ટ બનવાની યુક્તિ પણ બાપ બતાવતા રહે છે. મુખ્ય ખામી છે જ દેહ-અભિમાન ની. દેહ અભિમાન જ અવસ્થા ને આગળ વધવા નથી દેતું એટલે દેહ ને પણ ભૂલવાનો છે. બાપ નો બાળકોમાં કેટલો લવ (પ્રેમ) હોય છે. બાપ બાળકોને જોઈ હર્ષિત થાય છે. તો બાળકોએ પણ એટલી ખુશીમાં રહેવું જોઈએ. બાપ ને યાદ કરી અંદર ગદ્દગદ્દ થવું જોઈએ. દિવસે-દિવસે ખુશી નો પારો ચઢેલો રહેવો જોઈએ. પારો ચઢશે યાદની યાત્રા થી. તે ધીરે-ધીરે ચઢશે. હારજીત થતા-થતા પછી નંબરવાર પુરુષાર્થ અનુસાર કલ્પ પહેલાં માફક પોત-પોતાનું પદ મેળવી લેશો. બાપદાદા બાળકોની અવસ્થા ને સાક્ષી થઈ જોતાં રહે છે અને સમજણ પણ આપતાં રહે છે. બાપદાદા બંનેનો બાળકો પર બહુજ પ્રેમ છે કારણ કે કલ્પ-કલ્પ લવલી સર્વિસ (પ્રેમાળ સેવા) કરે છે અને ખુબ પ્રેમ થી કરે છે પરંતુ બાળકો જો શ્રીમત પર નથી ચાલતાં તો બાપ કરી જ શું શકે! બાપને તરસ તો ખૂબજ આવે છે. માયા હરાવી દે છે, બાપ પછી ઉભા કરી દે છે. સૌથી મીઠાં માં મીઠાં એ એક બાપ છે. કેટલાં મીઠાં કેટલાં પ્રિય શિવ ભોળા ભગવાન છે! શિવ ભોળા તો એકનું જ નામ છે.

મીઠાં બાળકો હમણાં તમે બહુજ-બહુજ વેલ્યુએબલ (કિંમતી) હીરા બનો છો. વેલ્યુએબલ હીરા ઝવેરાત જે હોય છે તેમને સેફ્ટી (સુરક્ષા) માટે હંમેશા બેંકમાં રાખે છે. આપ બ્રાહ્મણ બાળકો પણ વેલ્યુએબલ છો, જે શિવબાબા ની બેંક માં સેફ્ટી થી બેઠા છો. હમણાં તમે બાબાનાં સેફ માં રહી અમર બનો છો. તમે કાળ પર પણ વિજય મેળવી રહ્યાં છો. શિવબાબા નાં બન્યાં તો સેફ થઈ ગયાં. બાકી ઊંચ પદ મેળવવા માટે પુરુષાર્થ કરવાનો છે. દુનિયામાં મનુષ્ય ની પાસે કેટલું પણ ધન-સંપત્તિ છે પરંતુ તે બધું ખતમ થઈ જવાનું છે. કાંઈ પણ નહીં રહે. આપ બાળકોની પાસે તો હમણાં કાંઈ પણ નથી. આ દેહ પણ નથી. એ પણ બાપ ને આપી દો. તો જેમની પાસે કાંઈ નથી એમની પાસે જેમકે બધુંજ છે. તમે બેહદનાં બાપ સાથે સોદો કર્યો જ છે ભવિષ્ય નવી દુનિયા માટે. કહો છો બાબા દેહ સહિત આ જે કાંઈ કખપણું છે, બધુંજ તમને આપીએ છીએ અને તમારી પાસે થી પછી ત્યાં બધુંજ લઈશું. તો તમે જેમકે સેફ થઈ ગયાં. સર્વસ્વ બાબાની તિજોરી માં સેફ થઈ ગયું. તમને બાળકોને અંદર કેટલી ખુશી થવી જોઈએ, બાકી થોડો સમય છે પછી અમે પોતાની રાજધાની માં હોઈશું. તમને કોઈ પૂછે તો બોલો વાહ! અમે તો બેહદનાં બાપ પાસે થી બેહદ સુખ નો વારસો લઈ રહ્યાં છીએ. એવર હેલ્દી, વેલ્દી બનીએ છીએ. અમારી બધી મનોકામનાઓ પૂરી થઈ રહી છે. આ બાપ કેટલાં લવલી પ્યોર (પવિત્ર) છે. એ આત્માઓને પણ આપ સમાન પ્યોર બનાવે છે. તમે જેટલાં બાપ ને યાદ કરશો એટલાં અથાહ લવલી બનશો, દેવતાઓ કેટલાં લવલી છે. જે હજું સુધી પણ એમનાં જડ-ચિત્રો ને પૂજતાં રહે છે. તો હમણાં આપ બાળકોએ એટલાં લવલી બનવાનું છે. કોઈ પણ દેહધારી, કોઈ પણ વસ્તુ અંત માં યાદ ન આવે. બાબા તમારી પાસેથી તો અમને બધુંજ મળી ગયું છે.

મીઠાં બાળકોએ પોતાની સાથે પ્રતિજ્ઞા કરવી જોઈએ કે અમારાથી કોઈ એવાં વિકર્મ ન થાય જેનાંથી દિલ અંદર ખાતું રહે તેથી જેટલું થઈ શકે પોતાને સુધારવાનું છે, ઊંચ પદ મેળવવાનો પુરુષાર્થ કરવાનો છે. નંબરવાર તો છે જ. ઝવેરાતો માં પણ નંબરવાર હોય છે ને. કોઈમાં બહુજ ડિફેક્ટ (ખામી) હોય છે, કોઈ બિલકુલ પવિત્ર હોય છે. બાપ પણ ઝવેરી છે ને. તો બાપ ને એક-એક રતન ને જોવાનાં હોય છે. આ કયું રતન છે, એમાં કઈ ખામી છે. સારા-સારા પવિત્ર રતનો ને બાપ પણ ખુબ પ્રેમ થી જોશે. સારા-સારા પવિત્ર રતનો ને સોનાની ડબ્બીમાં રાખવાનાં હોય છે. બાળકો પણ પોતે સમજે છે કે હું કયા પ્રકાર નો રતન છું. મારામાં કઈ ખામી છે.

હવે તમે કહેશો વાહ સતગુરુ વાહ! જેમણે અમને આ રસ્તો બતાવ્યો છે. વાહ તકદીર વાહ! વાહ ડ્રામા વાહ! તમારા દિલથી નીકળે છે-શુક્રિયા (આભાર) બાબા તમારો, જે અમારા બે મુઠ્ઠી ચોખા લઈને અમને સેફ્ટી થી ભવિષ્યમાં સો-ગણું રિટર્ન આપો છો. પરંતુ એમાં પણ બાળકોની બહુજ વિશાળ બુદ્ધિ જોઈએ. બાળકો ને અથાહ જ્ઞાન ધન નો ખજાનો મળતો રહે તો અપાર ખુશી થવી જોઈએ ને. જેટલું હૃદય શુદ્ધ થશે તો બીજાઓને પણ શુદ્ધ બનાવશો. યોગ ની સ્થિતિ થી જ હૃદય શુદ્ધ બને છે. આપ બાળકોને યોગી બનવા-બનાવવાનો શોખ હોવો જોઈએ. જો દેહ માં મોહ છે, દેહ-અભિમાન હોય છે તો સમજો અમારી અવસ્થા ખૂબજ કાચ્ચી છે. દેહી-અભિમાની બાળકો જ સાચ્ચા ડાયમંડ (હીરા) બને છે તેથી જેટલું થઈ શકે દેહી-અભિમાની બનવાનો અભ્યાસ કરો. બાપ ને યાદ કરો. બાબા શબ્દ સૌથી વધારે મીઠો છે. બાપ બહુજ પ્રેમ થી બાળકોને પલકો પર બેસાડીને સાથે લઈ જશે. એવા બાપની યાદ નાં નશામાં ચકનાચુર થવું જોઈએ. બાપ ને યાદ કરતા-કરતા ખુશીમાં ઠંડા ઠાર થઈ જવું જોઈએ. જેવી રીતે બાપ અપકારીઓ પર ઉપકાર કરે છે-તમે પણ ફોલો ફાધર કરો (પિતાને અનુસરો). સુખદાયી બનો.

આપ બાળકો હવે ડ્રામા નાં રહસ્ય ને પણ જાણો છો-બાપ તમને નિરાકારી, આકારી અને સાકારી દુનિયાનાં બધાં સમાચાર સંભળાવે છે. આત્મા કહે છે હમણાં અમે પુરુષાર્થ કરી રહ્યાં છીએ, નવી દુનિયામાં જવા માટે. અમે સ્વર્ગમાં ચાલવાને લાયક જરુર બનીશું. પોતાનું અને બીજાનું કલ્યાણ કરીશું. અચ્છા-બાપ મીઠાં બાળકોને સમજાવે છે, બાપ દુઃખહર્તા સુખકર્તા છે તો બાળકોએ પણ બધાંને સુખ આપવાનું છે. બાપ નાં રાઈટ હેન્ડ (જમણો હાથ) બનવાનું છે. એવાં બાળકો જ બાપ ને પ્રિય લાગે છે. શુભકાર્ય માં રાઈટ હાથ જ લગાવે છે. તો બાપ કહે છે દરેક વાતમાં રાઇટિયસ (સાચ્ચા) બનો, એક બાપ ને યાદ કરો તો પછી અંત મતિ સો ગતિ થઈ જશે. આ જૂની દુનિયાથી મમત્વ ખતમ કરી દો. આ તો કબ્રિસ્તાન છે. ધંધાધોરી બાળકો વગેરેનાં ચિંતન માં મર્યા તો મફતમાં પોતાની બરબાદી કરી દેશો. શિવબાબા ને યાદ કરવાથી તમે બહુજ આબાદ થશો. દેહ-અભિમાન માં આવવાથી બરબાદી થઈ જાય છે. દેહી-અભિમાની બનવાથી આબાદી થાય છે. ધન ની પણ બહુજ લાલચ ન રાખવી જોઈએ. એ જ ચિંતામાં શિવબાબા ને પણ ભૂલી જાય છે. બાબા જુએ છે કે સર્વસ્વ બાપને અર્પણ કરી પછી મારી શ્રીમત પર ક્યાં સુધી ચાલે છે. શરું-શરું માં બાપે પણ ટ્રસ્ટી થઈ દેખાડ્યું ને. સર્વસ્વ ઈશ્વર અર્પણ કરી પોતે ટ્રસ્ટી બની ગયાં. બસ ઈશ્વર નાં કામમાં જ લગાવવું છે. વિઘ્નો થી ક્યારેય ડરવું ન જોઈએ. જ્યાં સુધી થઈ શકે સર્વિસ માં પોતાનું સર્વસ્વ સફળ કરવાનું છે. ઈશ્વર અર્પણ કરી ટ્રસ્ટી બનીને રહેવાનું છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

અવ્યક્ત - મહાવાક્ય - ૧૯૭૭

બધાં આવાજ થી પરે પોતાને શાંત સ્વરુપ સ્થિતિ માં સ્થિત રહેવાનો અનુભવ લાંબો સમય કરી શકો છો? અવાજ માં આવવાનો અનુભવ વધારે કરી શકો છો કે અવાજ થી પરે રહેવાનો અનુભવ વધારે સમય કરી શકો છો? જેટલી લાસ્ટ સ્ટેજ (અંતિમ સ્થિતિ) અથવા કર્માતીત સ્થિતિ સમીપ આવતી જશે એટલી અવાજ થી પરે શાંત સ્વરુપ ની સ્થિતિ અધિક પ્રિય લાગશે, આ સ્થિતિ માં સદા અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. આ જ અતિન્દ્રિય સુખમય સ્થિતિ દ્વારા અનેક આત્માઓને સહજ જ આહવાન કરી શકશો. આ પાવરફુલ સ્થિતિ વિશ્વ કલ્યાણકારી સ્થિતિ કહેવાય છે. જેવી રીતે આજકાલ સાયન્સ નાં (વિજ્ઞાનના) સાધનો દ્વારા બધી વસ્તુ સમીપ અનુભવ થતી જાય છે, દૂરનો અવાજ ટેલીફોન નાં સાધન દ્વારા સમીપ સાંભળવામાં આવે છે, ટી.વી. (દૂર-દર્શન) દ્વારા દૂરનું દૃશ્ય સમીપ દેખાય છે. એવી રીતે જ સાઈલેન્સ ની સ્ટેજ (શાંતિ ની સ્થિતિ) દ્વારા કેટલાં પણ દૂર રહેતાં આત્માને સંદેશ પહોંચાડી શકો છો! તેઓ એવો અનુભવ કરશે જેમ સાકાર માં સન્મુખ કોઈએ સંદેશ આપ્યો છે. દૂર બેઠા હોવા છતાં પણ આપ શ્રેષ્ઠ આત્માઓ નાં દર્શન અને પ્રભુ નાં ચરિત્રો નાં દૃશ્ય એવાં અનુભવ કરશે જેમ સન્મુખ જોઈ રહ્યાં છે. સંકલ્પ દ્વારા દેખાશે અર્થાત્ અવાજ થી પરે સંકલ્પ ની સિધ્ધિ નો પાર્ટ ભજવશે. પરંતુ આ સિધ્ધિ ની વિધિ-વધારે માં વધારે પોતાનાં શાંત સ્વરુપ માં સ્થિત થવાની છે એટલે કહેવાય છે સાઈલેન્સ ઈઝ ગોલ્ડ (શાંતિ સોનું છે), આને જ ગોલ્ડન એજેડ સ્ટેજ (સતયુગી સ્થિતિ) કહેવાય છે. આ સ્ટેજ પર સ્થિત રહેવાથી કમ ખર્ચ બાલા નશીન બનશો. સમય રુપી ખજાનો, એનર્જી નો ખજાનો અને સ્થૂળ ખજાનો બધામાં કમ ખર્ચ બાલા નશીન થઈ જશો, આનાં માટે એક શબ્દ યાદ રાખો, તે કયો છે? બેલેન્સ (સંતુલન). દરેક કર્મ માં, દરેક સંકલ્પ અને બોલ, સંબંધ તથા સંપર્કમાં બેલેન્સ હોય. તો બોલ, કર્મ, સંકલ્પ સંબંધ તથા સંપર્ક સાધારણ ની બદલે અલૌકિક દેખાશે અર્થાત્ ચમત્કારી દેખાશે. દરેક નાં મુખ થી મન થી આ જ અવાજ નીકળશે કે આ તો ચમત્કાર છે. સમય પ્રમાણે સ્વયનાં પુરુષાર્થ ની સ્પીડ અને વિશ્વ સેવાની સ્પીડ તીવ્રગતિ ની જોઈએ ત્યારે વિશ્વ-કલ્યાણકારી બની શકશો.

વિશ્વનાં વધારે માં વધારે આત્માઓ બાપની અને આપ ઈષ્ટ દેવતાઓની પ્રત્યક્ષતા નું આહવાન વધારે કરી રહ્યાં છે અને ઈષ્ટદેવ એમનું આહવાન ઓછું કરી રહ્યાં છે. આનું કારણ શું છે? પોતાનાં હદ નાં સ્વભાવ, સંસ્કારો ની પ્રવૃત્તિ માં ખૂબજ સમય લગાવી દે છે. જેવી રીતે અજ્ઞાની આત્માઓને જ્ઞાન સાંભળવાની ફુરસદ નથી, તેવી રીતે ઘણાં બ્રાહ્મણોને પણ આ પાવરફુલ સ્ટેજ પર સ્થિત રહેવાની ફુરસદ નથી મળતી, તેથી હવે જ્વાળા રુપ બનવાની આવશ્યક્તા છે.

બાપદાદા દરેકની પ્રવૃત્તિને જોઈ મુસ્કુરાતા (હર્ષિત થતા) રહે છે કેવી રીતે ટુ મચ બીઝી (અતિશય વ્યસ્ત) થઈ ગયાં છે. બહુજ વ્યસ્ત રહો છો ને! હકીકત નાં સ્ટેજમાં સદા ફ્રી (મુક્ત) રહેશો. સિધ્ધિ પણ થશે અને ફ્રી પણ રહેશો.

જ્યારે સાયન્સ નાં સાધન ધરતી પર બેસીને સ્પેસ (અવકાશ) માં ગયેલા યંત્ર ને કંટ્રોલ (નિયંત્રણ) કરી શકે છે, જેવી રીતે ઈચ્છે, જ્યાં ઈચ્છે, ત્યાં ફેરવી (લઈ જઈ) શકે છે, તો શાંતી નાં શક્તિ સ્વરુપ, આ સાકાર સૃષ્ટિ માં શ્રેષ્ઠ સંકલ્પ નાં આધાર થી જે સેવા ઈચ્છો, જે આત્માની સેવા કરવા ઈચ્છો તે નથી કરી શકતાં? પરંતુ પહેલાં પોત-પોતાની પ્રવૃત્તિ થી પરે અર્થાત્ ઉપરામ રહો.

જે સર્વ ખજાના સંભળાવ્યાં તે સ્વય પ્રતિ નહીં, વિશ્વ કલ્યાણ નાં પ્રતિ ઉપયોગ કરો. સમજ્યાં, હવે શું કરવાનું છે? આવાજ દ્વારા સેવા, સ્થૂળ સાધનો દ્વારા સેવા અને અવાજ થી પરે સૂક્ષ્મ સાધન સંકલ્પ ની શ્રેષ્ઠતા, સંકલ્પ શક્તિ દ્વારા સેવાનું બેલેન્સ પ્રત્યક્ષ રુપ માં દેખાડો ત્યારે વિનાશ નાં નગાડા વાગશે. સમજ્યાં. પ્લાનસ બહુજ બનાવી રહ્યાં છો, બાપદાદા પણ પ્લાન બતાવી રહ્યાં છે. બેલેન્સ ઠીક ન હોવાનાં કારણે મહેનત વધારે કરવી પડે છે. વિશેષ કાર્ય પછી વિશેષ રેસ્ટ (આરામ) પણ લો છો ને. ફાઈનલ (અંતિમ) પ્લાન માં અથકપણા નો અનુભવ કરશો. અચ્છા. આમ સર્વ શક્તિઓને વિશ્વ કલ્યાણ પ્રત્યે કાર્યમાં લગાવવા વાળા, સંકલ્પ નાં સિધ્ધિ સ્વરુપ, સ્વયં ની પ્રવૃત્તિ થી સ્વતંત્ર, સદા શાંત અને શક્તિ સ્વરુપ સ્થિતિમાં સ્થિત રહેવા વાળા સર્વ શ્રેષ્ઠ આત્માઓને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

વરદાન :-
સાઈલેન્સ ( શાંતિ ) ની શક્તિ દ્વારા નવી સૃષ્ટિ ની સ્થાપના નાં નિમિત્ત બનવા વાળા માસ્ટર શાંતિ દેવા ભવ

સાઈલેન્સ ની શક્તિ જમા કરવા માટે આ શરીર થી પરે અશરીરી થઈ જાઓ. આ સાઈલેન્સ ની શક્તિ બહુજ મહાન શક્તિ છે, એનાંથી નવી સૃષ્ટિ ની સ્થાપના થાય છે. તો જે અવાજ થી પરે સાઈલેન્સ નાં રુપમાં સ્થિત થશે તે જ સ્થાપના નું કાર્ય કરી શકશે એટલે શાંતિ દેવા અર્થાત્ શાંત સ્વરુપ બની અશાંત આત્માઓ ને શાંતિ ની કિરણો આપો. વિશેષ શાંતિની શક્તિ ને વધારો. આ જ સૌથી મોટાં માં મોટું મહાદાન છે, આ જ સૌથી પ્રિય અને શક્તિશાળી વસ્તુ છે.

સ્લોગન :-
દરેક આત્મા તથા પ્રકૃત્તિ પ્રત્યે શુભ ભાવના રાખવી જ વિશ્વ કલ્યાણકારી બનવું છે.