18-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - સુખ
આપવા વાળા એક બાપ ને યાદ કરો , આ થોડા સમય માં યોગબળ જમા કરો તો અંત માં ખૂબ કામ
આવશે ”
પ્રશ્ન :-
બેહદનાં વૈરાગી
બાળકો, તમને કંઈ સ્મૃતિ સદા રહેવી જોઈએ?
ઉત્તર :-
આ આપણું છી-છી વસ્ત્ર (શરીર) છે, આને છોડી પાછાં ઘરે જવાનું છે - આ સ્મૃતિ સદા રહે.
બાપ અને વારસો યાદ રહે, બીજું કાંઈ પણ યાદ ન આવે. આ છે બેહદ નો વૈરાગ્ય. કર્મ કરતાં
યાદ માં રહેવાનો એવો પુરુષાર્થ કરવાનો છે જે પાપો નો બોજો માથા થી ઉતરી જાય. આત્મા
તમોપ્રધાન થી સતોપ્રધાન બની જાય.
ઓમ શાંતિ!
બાપ બાળકો ને
રોજ ખૂબ સહજ વાતો સમજાવે છે. આ છે ઇશ્વરીય પાઠશાળા. બરાબર ગીતામાં પણ કહે છે
ભગવાનુવાચ. ભગવાન બાપ બધાનાં એક છે. બધાં ભગવાન નથી હોઈ શકતાં. હાં, બધાં બાળકો હોઈ
શકે છે એક બાપ નાં. આ જરુર બુદ્ધિ માં આવવું જોઈએ કે બાપ સ્વર્ગ નવી દુનિયાની
સ્થાપના કરવાવાળા છે. એ બાપ થી આપણને સ્વર્ગ નો વારસો જરુર મળ્યો હશે. ભારતમાં જ
શિવજયંતી ગવાય છે. પરંતુ શિવજયંતી કેવી રીતે હોય છે, આ તો બાપ જ આવી ને સમજાવે છે.
બાપ આવે છે કલ્પ નાં સંગમયુગ પર. બાળકોને ફરીથી પતિત થી પાવન બનાવવા અર્થાત્ વારસો
આપવાં. આ સમય બધાને રાવણ નો શ્રાપ છે એટલે બધાં દુઃખી છે. હમણાં કળયુગી જૂની દુનિયા
છે. આ હંમેશા યાદ રાખો કે આપણે બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ છીએ. જે પણ પોતાને
બ્રહ્માકુમાર કુમારી સમજે છે, તેમણે જરુર આ સમજવું જોઈએ કે કલ્પ-કલ્પ દાદા થી
બ્રહ્મા દ્વારા વારસો લઈએ છીએ. આટલાં અસંખ્ય બાળકો બીજા કોઈને હોઈ નથી શકતાં. એ છે
સર્વનાં બાપ. બ્રહ્મા પણ બાળક છે. બધાં બાળકો ને વારસો દાદા થી મળે છે. એમનો વારસો
છે સતયુગ ની રાજધાની. આ બેહદનાં બાપ જ્યારે સ્વર્ગ નાં રચયિતા છે તો જરુર આપણને
સ્વર્ગની રાજાઈ હોવી જોઈએ. પરંતુ આ ભૂલી ગયાં છીએ. આપણને સ્વર્ગ ની બાદશાહી હતી.
પરંતુ નિરાકાર બાપ કેવી રીતે આપશે, જરુર બ્રહ્મા દ્વારા આપશે. ભારતમાં આમનું રાજ્ય
હતું. હમણાં કલ્પ નો સંગમ છે. સંગમ પર બ્રહ્મા છે ત્યારે તો બી.કે. કહેવડાવે છે.
અંધશ્રદ્ધા ની કોઈ વાત હોઈ નથી શકતી. એડોપ્શન છે. આપણે બ્રહ્માકુમાર કુમારીઓ છીએ.
બ્રહ્મા શિવબાબા નાં બાળક છે, આપણને શિવબાબા થી ફરીથી સ્વર્ગની બાદશાહી મળી રહી છે.
પહેલાં પણ મળી હતી, જેને ૫ હજાર વર્ષ થયાં. આપણે દેવી-દેવતા ધર્મ નાં હતાં. છેલ્લે
સુધી વૃદ્ધિ થતી રહે છે. જેમ ક્રાઈસ્ટ આવ્યાં, ક્રિશ્ચિયન ધર્મ હમણાં સુધી છે.
વૃદ્ધિ થતી રહે છે. તેઓ જાણે છે કે ક્રાઈસ્ટ દ્વારા અમે ક્રિશ્ચિયન બન્યાં. આજ થી ૨
હજાર વર્ષ પહેલાં ક્રાઈસ્ટ આવ્યા હતાં. હવે વૃદ્ધિ થઈ રહી છે. પહેલાં-પહેલાં સતો
પ્રધાન પછી રજો, તમો માં આવવાનું છે. તમે સતયુગ માં સતોપ્રધાન હતાં પછી રજો, તમો
માં આવ્યાં છો. તમોપ્રધાન સૃષ્ટિ થી પછી સતોપ્રધાન જરુર થાય છે. નવી દુનિયામાં આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ હતો. મુખ્ય ધર્મ છે ચાર. તમારો ધર્મ અડધોકલ્પ ચાલે છે. અહીંયા
પણ તમે તે જ ધર્મ નાં છો. પરંતુ વિકારી હોવાનાં કારણે તમે પોતાને દેવી દેવતા
કહેવડાવતાં નથી. તમે હતાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં પરંતુ વામ માર્ગ માં જવાનાં
કારણે તમે પતિત બન્યાં છો, એટલે પોતાને હિન્દુ કહી દો છો. હવે તમે બ્રાહ્મણ બન્યાં
છો. ઉંચે થી ઉંચા છે શિવબાબા. પછી છો તમે બ્રાહ્મણ. આપ બ્રાહ્મણો નો ઉંચે થી ઉંચો
વર્ણ છે. બ્રહ્માનાં બાળકો બન્યાં છો. પરંતુ વારસો બ્રહ્માથી નથી મળતો. શિવબાબા
બ્રહ્મા દ્વારા સ્વર્ગની સ્થાપના કરી રહ્યાં છે. તમારી આત્મા હવે બાપને જાણી ગઈ છે.
બાપ કહે છે કે મારા દ્વારા મને જાણવાથી આખાં સૃષ્ટિ ચક્ર નાં આદિ મધ્ય અંત ની નોલેજ
સમજી લેશે. તે જ્ઞાન મને જ છે. હું જ્ઞાન નો સાગર, આનંદ નો સાગર, પવિત્રતા નો સાગર
છું. ૨૧ જન્મ તમે પવિત્ર બનો છો પછી વિષય સાગર માં પડી જાઓ છો. હમણાં જ્ઞાન નાં
સાગર બાપ તમને પતિત થી પાવન બનાવે છે. કોઈ ગંગાનું પાણી પાવન નથી બનાવી શકતું.
સ્નાન કરવા જાય છે પરંતુ તે પાણી કોઈ પતિત-પાવન નથી. આ નદીઓ તો સતયુગ માં પણ છે, તો
કળયુગ માં પણ છે. પાણી નો ફર્ક નથી હોતો. કહે પણ છે “સર્વ નાં સદ્દગતિ દાતા એક રામ.”
એ જ જ્ઞાન નાં સાગર પતિત-પાવન છે.
બાબા આવીને જ્ઞાન સમજાવે છે જેનાથી તમે સ્વર્ગનાં માલિક બનો છો. સતયુગ ત્રેતા માં
ભક્તિ શાસ્ત્ર વગેરે કાંઈ હોતું નથી. તમે બાપ થી વારસો લો છો સદા સુખ નો. એવું નથી
ત્યાં તમારે ગંગા સ્નાન કરવાનું છે કે કોઈ યાત્રા કરવાની છે. તમારી આ છે રુહાની
યાત્રા જે કોઈ મનુષ્ય શીખવાડી નથી શકતાં. બાપ છે બધી આત્માઓ નાં બાપ, શરીરધારી બાપ
તો અનેક છે. રુહાની બાપ એક છે. આ પાક્કું-પાક્કું યાદ કરી લો. બાબા પણ પૂછે છે તમને
કેટલાં બાપ છે તો મુંઝાઈ જાય છે કે આ શું પૂછે છે? બાપ તો બધાનાં એક હોય છે. બે-ત્રણ
બાપ કેવી રીતે હશે. બાપ સમજાવે છે એ પરમાત્મા બાપ ને યાદ કરો છો દુઃખ માં. દુઃખમાં
હમેશાં કહો છો, હેં પરમપિતા પરમાત્મા અમને દુઃખ થી છોડાવો. તો બે બાપ થયાં ને. એક
શરીરધારી બાપ, બીજા રુહાની બાપ. જેમની મહિમા ગાઓ છો તમે માતા-પિતા અમેં બાળક તમારા…..
તમારી કૃપાથી સુખ ઘનેરા. લૌકિક મા-બાપ થી સુખ ઘનેરા નથી મળતાં. જ્યારે દુઃખ હોય છે
તો એ બાપ નું સ્મરણ કરે છે. આ બાપ જ આવાં પ્રશ્ન પૂછે છે, બીજા તો કોઈ પૂછી ન શકે.
ભક્તિમાર્ગ માં તમે ગાઓ છો બાબા તમે આવશો તો અમે તમારા સિવાય બીજા કોઈનું નહીં
સાંભળીશું. બીજા તો બધાં દુઃખ આપે છે, આપ જ સુખ આપવા વાળા છો. તો બાપ આવીને યાદ
અપાવે છે કે તમે શું કહેતાં હતાં. તમે જાણો છો, તમે જ બ્રહ્માકુમાર કુમારી કહેવાઓ
છો. મનુષ્યની એવી પથ્થરબુદ્ધિ છે જે આ પણ નથી સમજતાં કે બી.કે. શું છે! મમ્મા બાબા
કોણ છે! આ કોઈ સાધુ-સંત નથી. સાધુ સંન્યાસીને ગુરુ કહેશે, માત-પિતા નહીં કહેશે. આ
બાપ તો આવીને દૈવી ધર્મનું રાજ્ય સ્થાપન કરે છે. જ્યાં આ લક્ષ્મી-નારાયણ રાજા-રાણી
રાજ્ય કરતાં હતાં. પહેલા પવિત્ર હતાં પછી અપવિત્ર બને છે. જે પૂજ્ય હતાં, તે પછી ૮૪
જન્મ લે છે. પહેલાં બેહદનાં બાપનો ૨૧ જન્મ સુખ નો વારસો મળે છે. કુમારી તે જે ૨૧
કુળ નો ઉદ્ધાર કરે. આ તમારું ગાયન છે. તમે કુમારીઓ છો, ગૃહસ્થી નથી. ભલે મોટા છે
પરંતુ મરજીવા બની, બધાં બાપ નાં બાળક-બાળકીઓ બનો છો. પ્રજાપિતા બ્રહ્માનાં અનેક
બાળકો છે અને વૃદ્ધિને પામતાં રહેશે. પછી આ બધાં દેવતા બનશે. આ શિવબાબાનો યજ્ઞ છે.
આને કહેવાય છે રાજસ્વ યજ્ઞ, સ્વરાજ્ય પામવાનો યજ્ઞ. આત્માઓને બાપ થી સ્વર્ગ નાં
રાજ્ય નો વારસો મળે છે. આ રાજસ્વ અશ્વમેધ જ્ઞાન યજ્ઞ માં શું કરવાનું છે? શરીર સહિત
જે કાંઈ છે, તે બલિહાર કરવાનું છે અથવા સ્વાહા કરવાનું છે. આ યજ્ઞ થી તો તમે ફરી
રાજ્ય પામશો. બાપ યાદ અપાવે છે કે ભક્તિમાર્ગ માં તમે ગાતાં હતાં કે હે બાબા, તમે
જ્યારે આવશો તો અમે બલિહાર જઈશું, વારી જઈશું. હવે તમે પોતાને બધાં બ્ર.કુ. કુમારીઓ
તો સમજો છો. ભલે રહો પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં પરંતુ પાવન રહેવાનું હશે, કમળ
પુષ્પ સમાન. પોતાને આત્મા સમજો. આપણે બાબાનાં બાળકો છીએ. તમે આત્માઓ છો આશિક. બાપ
કહે છે હું છું એક માશૂક. તમે મુજ માશૂક ને પોકારતાં રહો છો. તમે અડધાકલ્પનાં આશિક
છો જેમને પરમપિતા પરમાત્મા કહેવાય છે, એ નિરાકાર છે. આત્મા પણ નિરાકાર છે જે આ શરીર
દ્વારા પાર્ટ ભજવે છે. ભક્તિમાર્ગ માં પણ તમારે પાર્ટ ભજવવાનો છે. ભક્તિ છે જ રાત,
અંધકાર માં મનુષ્ય ઠોકરો ખાય છે. દ્વાપર થી લઈને તમે ઠોકરો ખાધી છે. આ સમયે મહાદુઃખી
થઈ ગયાં છો. હવે જૂની દુનિયાનો અંત છે. આ પૈસા વગેરે બધું માટીમાં મળી જવાનું છે.
ભલે કોઈ કરોડપતિ છે, રાજા છે, બાળકો જન્મશે તો સમજશે આ ધન અમારા બાળકોનાં માટે છે.
અમારા પુત્ર, પૌત્ર ખાશે. બાપ કહે છે કાંઈ પણ ખાશે નહીં. આ દુનિયા જ ખતમ થવા વાળી
છે. બાકી થોડો સમય છે. વિઘ્ન ખૂબ પડશે. આપસ માં લડશે. પાછળ માં એવાં લડશે જે લોહીની
નદીઓ વહેશે. તમારી તો કોઈ થી લડાઈ નથી. તમે યોગબળ માં રહો છો. તમે યાદમાં રહેશો તો
કોઈ પણ તમારા સામે ખરાબ વિચાર થી આવશે તો એમને ભયંકર સાક્ષાત્કાર થઈ જશે અને ઝટ ભાગી
જશે. તમે શિવબાબા ને યાદ કરશો અને તે ભાગી જશે. જે પાક્કા બાળકો છે, પુરુષાર્થ માં
રહે છે કે મારા તો એક શિવબાબા, બીજા ન કોઈ. બાપ સમજાવે છે કે હથ કાર ડે... બાળકોએ
ઘર ને પણ સંભાળવાનું છે. પરંતુ આપ આત્માઓ બાપ ને યાદ કરો તો પાપો નો બોજો ઉતરી જશે.
ફક્ત મને યાદ કરો તો તમે તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો, પરંતુ નંબરવાર પુરુષાર્થ
અનુસાર. પછી તમે બધાં આ શરીર છોડશો, બાબા બધી આત્માઓ ને મચ્છરો સદૃશ્ય લઈ જશે. બાકી
આખી દુનિયાને સજાઓ ખાવાની છે. ભારતમાં બાકી થોડાં જઈને રહેશે. તેમનાં માટે આ
મહાભારત લડાઈ છે. અહીંયા તો ખૂબ વૃદ્ધિ થશે. પ્રદર્શની, પ્રોજેક્ટર વગેરે દ્વારા
કેટલાં સાંભળે છે. તે પ્રજા બનતી જાય છે. રાજા તો એક હોય છે બાકી હોય છે પ્રજા.
વજીર પણ પ્રજાની લાઈન માં આવી જાય છે. અનેક પ્રજા થાય છે. એક રાજાની લાખો નાં અંદાજ
માં પ્રજા હોય છે. તો રાજા-રાણીને મહેનત કરવી પડે ને.
બાપ કહે - બધુંજ કરતાં નિરંતર મને યાદ કરો. જેમ આશિક-માશૂક હોય છે, તેમનો શારીરિક
પ્રેમ હોય છે. આપ બાળકો આ સમયે આશિક છો. તમારા માશૂક આવેલાં છે. તમને ભણાવી રહ્યાં
છે. ભણતાં-ભણતાં તમે દેવતા બની જશો. યાદ થી વિકર્મ વિનાશ થશે અને તમે સદૈવ નિરોગી
પણ બનશો. પછી ૮૪ નાં ચક્રને પણ યાદ રાખવાનું છે. સતયુગ માં આટલાં જન્મ, ત્રેતા માં
આટલાં જન્મ. આપણે દેવી-દેવતા ધર્મ વાળાઓ એ પુરા ૮૪ નું ચક્ર લગાવ્યું છે. આગળ ચાલીને
તમે ખૂબ વૃદ્ધિ ને પામશો. તમારા સેવાકેન્દ્રો હજારોનાં અંદાજ માં થઈ જશે. ગલી-ગલીમાં
સમજાવતાં રહેશો કે ફક્ત બાપને અને વારસાને યાદ કરો. હવે ચાલો ઘરે પાછાં. આ તો છી-છી
વસ્ત્ર (શરીર) છે. આ છે બેહદ નો વૈરાગ્ય. સન્યાસી તો ફક્ત હદનું ઘરબાર છોડી દે છે.
તે છે હઠયોગી. તે રાજયોગ શીખવાડી નથી શકતાં. કહે છે આ ભક્તિ પણ અનાદિ છે. બાપ કહે
છે આ ભક્તિ તો દ્વાપર થી શરું થાય છે. ૮૪ સીડીઓ ઉતરી હવે તમે તમોપ્રધાન બન્યાં છો.
તમે જ દેવી દેવતા હતાં. ક્રિશ્ચિયન કહેશે અમે જ ક્રિશ્ચન હતાં. તમે જાણો છો આપણે
સતયુગ માં હતાં. બાપે દેવી-દેવતા ધર્મ સ્થાપન કર્યો. આ જે લક્ષ્મી-નારાયણ હતાં તે
હવે બ્રાહ્મણ બન્યાં છે. સતયુગ માં એક રાજા રાણી હતાં, એક ભાષા હતી. આ પણ બાળકોએ
સાક્ષાત્કાર કર્યો છે. તમે છો બધાં આદિ સનાતન ધર્મ નાં. તમે જ ૮૪ જન્મ લો છો. તેઓ
જે કહેતા આત્મા નિર્લેપ છે કે ઈશ્વર સર્વવ્યાપી છે, આ ખોટું છે. બધામાં આત્મા છે,
પછી કેવી રીતે કહો છો અમારા માં પરમાત્મા છે. પછી તો બધાં ફાધર્સ (પિતા) થઈ ગયાં.
કેટલાં તમોપ્રધાન બની ગયાં છે. આગળ જે સાંભળતાં હતાં તે માની લેતા હતાં. હવે બાપ
આવીને સત્ય સંભળાવે છે. તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે જેનાથી તમે સૃષ્ટિ નાં
આદિ મધ્ય અંત ને જાણો છો. અમરકથા પણ આ છે. બાકી સૂક્ષ્મવતન માં કથા વગેરે છે નહીં.
આ બધું ભક્તિમાર્ગ ની સેપલિંગ (કલમ) છે. તમે અમરકથા સાંભળી રહ્યાં છો, અમર બનવા માટે.
ત્યાં તમે ખુશી થી એક શરીર છોડી બીજું જઈને લેશો. અહીંયા તો કોઈ મરે છે તો રડે પીટે
છે. ત્યાં બીમારી વગેરે હોતી નથી. સદૈવ એવર હેલ્દી (સ્વસ્થ) રહે છે. આયુ પણ મોટી
હોય છે. ત્યાં પતિતપણું હોતું નથી. હવે આ પાકું કરી લેવાનું છે કે અમે ૮૪ નું ચક્ર
પૂરું કર્યુ છે. હવે બાબા આપણને લેવાં આવ્યાં છે. પાવન બનવાની યુક્તિઓ પણ તમને બતાવે
છે. ફક્ત મુજ બાપ ને અને વારસા ને યાદ કરો. સતયુગ માં ૧૬ કળા સંપૂર્ણ પછી કળા ઓછી
થતી જાય છે. હવે તમારામાં કોઈ કળા નથી રહી. બાપ જ દુઃખ થી છોડાવીને સુખમાં લઈ જાય
છે એટલે લિબરેટર (મુક્તિદાતા) કહેવાય છે. બધાને પોતાની સાથે લઈ જાય છે. તમારાં ગુરુ
તમને સાથે થોડી લઈ જાય છે. તે ગુરુ ચાલ્યાં જાય છે તો ચેલા ગાદી પર બેસે છે પછી ચેલા
માં ખૂબ ગડબડ થઈ જાય છે. આપસ માં ગાદી માટે લડી પડે છે. બાપ કહે છે હું આપ આત્માઓને
સાથે લઈ જઈશ. તમે સંપૂર્ણ નહીં બનશો તો સજાઓ ખાશો અને પદ ભ્રષ્ટ થશે. અહીંયા રાજધાની
સ્થાપન થઈ રહી છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદનો એવો
અભ્યાસ કરવાનો છે જે ખરાબ વિચાર વાળા સામે આવતાં જ પરિવર્તન થઈ જાય. મારા તો એક
શિવબાબા, બીજું ન કોઈ... આ પુરુષાર્થ માં રહેવાનું છે.
2. સ્વરાજ્ય પામવા માટે શરીર સહિત જે કંઈ પણ છે, તે બલિહાર જવાનું છે. જ્યારે આ
રુદ્ર યજ્ઞ માં સર્વ સ્વાહા કરશો ત્યારે રાજ્ય પદ મળશે.
વરદાન :-
જ્ઞાની તૂ
આત્મા બની જ્ઞાન સાગર અને જ્ઞાન માં સમાવવા વાળા સર્વ પ્રાપ્તિ સ્વરુપ ભવ
જે જ્ઞાની તૂ આત્માઓ
છે તે સદા જ્ઞાન સાગર અને જ્ઞાન માં સમાયેલી રહે છે, સર્વ પ્રાપ્તિ સ્વરુપ હોવાનાં
કારણે ઇચ્છા માત્રમ્ અવિદ્યા ની સ્ટેજ (અવસ્થા) સ્વતઃ રહે છે. જે અંશમાત્ર પણ કોઈ
સ્વભાવ-સંસ્કાર નાં અધીન છે, નામ-માન-શાન ને માગે છે. શું, કેમ નાં ક્વેશ્ચન (પ્રશ્ન)
માં બુમો પાડવાવાળા, પોકારવા વાળા, અંદર એક બહાર બીજું રુપ છે - તેમને જ્ઞાની તૂ
આત્મા નથી કહેવાતું.
સ્લોગન :-
આ જીવનમાં
અતીન્દ્રિય સુખ કે આનંદ ની અનુભૂતિ કરવા વાળા જ સહજયોગી છે.