18-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - સ્વયં ને ૨૧ જન્મો માટે સ્વરાજ્ય તિલક આપવું છે તો દેહ સહિત દેહ નું બધું ભાન ભૂલી એક બાપ ને યાદ કરો

પ્રશ્ન :-
ગરીબ બાળકોની કઈ સમજદારી થી બાપ ખુશ થાય છે, એમને કઈ સલાહ આપે છે?

ઉત્તર :-
ગરીબ બાળકો-જે પોતાનાં ઠિક્કર-ઠોબર (કોડિઓ) બાબા ની સેવામાં સફળ કરી, ભવિષ્ય ૨૧ જન્મો માટે પોતાનું ભાગ્ય જમા કરી લે છે, બાબા પણ એવાં બાળકોની આ સમજદારી થી ખૂબ ખુશ થાય છે. બાબા પછી એવાં બાળકોને ફર્સ્ટ ક્લાસ સલાહ આપે છે - બાળકો તમે ટ્રસ્ટી (નિમિત્ત) બનો. પોતાનું નહીં સમજો. બાળકો વગેરેને પણ ટ્રસ્ટી થઈને સંભાળો. જ્ઞાન થી તમે પોતાનાં જીવન નો સુધારો કરી રાજાઓનાં રાજા બનો.

ગીત :-
તકદીર જગાકર આઈ હું

ઓમ શાંતિ!
બાળકોએ બે અક્ષર સાંભળ્યાં. બાળકો સમજી ગયાં છે કે અમે અહીં નવી દુનિયા માટે તકદીર બનાવીને આવ્યાં છીએ. તકદીર બનાવવા માટે તદબીર (પુરુષાર્થ) જોઈએ. બાળકો જાણે છે અહીં શ્રીમત મળે છે, મહામંત્ર મળે છે, મનમનાભવ. અક્ષર તો છે ને. આ મંત્ર કોણ આપે છે? એ છે ઊંચા માં ઊંચા અને મત આપવાનાં પણ સાગર છે. એમની મત એક જ વાર મળે છે. ડ્રામા માં એક વાર જે થઈ ચૂક્યું છે તે પછી ૫૦૦૦ વર્ષ પછી થાય છે. આ એક જ મહામંત્ર થી બેડો પાર થઈ જાય છે. પતિત-પાવન બાપ એક જ વાર આવીને શ્રીમત આપે છે. પતિત-પાવન કોણ છે? પરમપિતા પરમાત્મા જ પતિત થી પાવન બનાવી પાવન દુનિયામાં લઈ જાય છે. એમને જ પતિત-પાવન, સદ્દગતિ દાતા કહેવાય છે. તમે એમની સામે બેઠાં છો. જાણો છો એ અમારા સર્વસ્વ છે. ઊંચા માં ઊંચી અમારી તકદીર બનાવવા વાળા છે. તમને નિશ્ચય છે, આ મહામંત્ર મળે છે, બેહદ નાં બાપ દ્વારા. એ બાપ છે ને. એક નિરાકાર અને એક સાકાર. બાળકો પણ યાદ કરે છે, બાપ પણ યાદ કરે છે. કલ્પ-કલ્પ પોતાનાં બાળકો ને જ સંભળાવે છે. બાપ કહે છે સર્વની સદ્દગતિ માટે મંત્ર એક જ છે અને એક જ આપવા વાળા છે. સતગુરુ જ સત મંત્ર આપવા વાળા છે. તમે જાણો છો આપણે અહીં આવ્યાં છીએ પોતાનાં સુખધામ માટે તકદીર બનાવવાં. સુખધામ સતયુગ ને કહેવાય છે, આ છે દુઃખધામ. જે બ્રાહ્મણ બને છે એમને જ શિવબાબા બ્રહ્મા મુખ થી મંત્ર આપે છે. જરુર સાકાર માં આવવું પડે, નહીં તો કેવી રીતે આપે. કહે છે કલ્પ-કલ્પ તમને આ મહામંત્ર આપું છું - મામેકમ્. દેહ નાં બધાં ધર્મ ત્યાગી, દેહ અને દેહ નાં બધાં ધર્મો ને ભૂલો. પોતાને દેહ સમજવાથી પછી દેહ નાં સંબંધી કાકા, મામા, ગુરુ ગોસાઈ વગેરે બધાં યાદ આવી જાય છે. આ પણ કહ્યું છે કે આપ મુયે મરી ગઈ દુનિયા. બાપ કહે છે હું તમને મંત્ર જ એવો આપું છું. પોતાને આત્મા સમજી, અશરીરી બની જાઓ. શરીર નું ભાન છોડી દો. અહીં છે દેહ-અભિમાની. સતયુગ માં છે આત્મ-અભિમાની. આ સંગમ પર તમે આત્મ-અભિમાની પણ બનો છો અને પરમાત્મા ને જાણવા વાળા આસ્તિક પણ બનો છો. આસ્તિક એમને કહેવાય છે જે પરમપિતા પરમાત્મા અને એમની રચના ને જાણે છે. આસ્તિક ન કળિયુગ માં, ન સતયુગ માં હોય છે, સંગમ પર જ હોય છે. બાપ થી વારસો મેળવીને તેઓ જ પછી સતયુગ માં રાજ્ય કરે છે. અહીં આસ્તિક અને નાસ્તિક ની વાત ચાલે છે, ત્યાં નથી ચાલતી. આસ્તિક બ્રાહ્મણ બને છે, જે પહેલાં નાસ્તિક હતાં. આ સમયે આખી દુનિયા નાસ્તિક છે. કોઈ પણ બાપ ને કે બાપ ની રચના ને નથી જાણતાં. સર્વવ્યાપી કહી દે છે. આપ બાળકો ને એક બેહદ બાપ થી જ કામ છે. એમની શ્રીમત મળે છે અથવા તદબીર કરાવે છે. કહે છે બાળકો દેહ સહિત દેહ નું ભાન ભૂલી કોઈને પણ યાદ નહીં કરો. પોતાને આત્મા સમજી મુજ બાપ ને યાદ કરો. આને જ મહામંત્ર કહેવાય છે, જેનાંથી તમારી તકદીર બને છે. તમને સ્વરાજ્ય તિલક મળે છે - ૨૧ જન્મો માટે. તે છે જ પ્રારબ્ધ. ગીતા છે જ નર થી નારાયણ બનવાની, મનુષ્ય થી દેવતા બનવાની.

આપ બાળકો જાણો છો આ દુનિયા બદલાઈ રહી છે. નવી દુનિયા માટે તકદીર બનાવી રહ્યાં છો. આ મૃત્યુલોક છે. અહીં જુઓ મનુષ્ય ની તકદીર કેવી છે. આનું નામ જ છે દુઃખધામ. આ કોણે કહ્યું? આત્માએ. હમણાં તમે આત્મ-અભિમાની બનો છો. આત્મા કહે છે આ દુઃખધામ છે. આપણું પરમધામ તે છે જ્યાં બાબા રહે છે. હવે બાપ જ્ઞાન સંભળાવે છે અને તકદીર બનાવે છે. બાપ એક મહામંત્ર આપે છે મને યાદ કરો. ભલે કોઈ દેહધારી થી સાંભળો, પરતું યાદ મુજ વિદેહી ને કરો. સાંભળવું તો જરુર દેહધારી થી જ પડશે. બ્રહ્માકુમાર-કુમારીઓ પણ મુખ થી જ સંભળાવશે કે પતિત-પાવન ને યાદ કરો. તમારા માથા પર જે વિકર્મો નો બોજો છે તે યાદ નાં બળ થી જ ભસ્મ કરવાનો છે. નિરોગી બનવાનું છે. આપ બાળકો બાપ નાં સન્મુખ બેઠાં છો. જાણો છો બાબા આવ્યાં છે તકદીર બનાવવા અને બહુજ સહજ રસ્તો બતાવે છે. કહે છે બાબા યાદ ભૂલાઈ જાય છે. અરે શરમ નથી આવતી. લૌકિક બાપ જે તમને પતિત બનાવે છે, એની યાદ રહે છે અને આ જે પારલૌકિક બાપ તમને પાવન બનાવે છે કહે છે મામેકમ્ યાદ કરો, તો વિકર્મ વિનાશ થશે. એનાં માટે કહો છો બાબા ભૂલી જાઉં છું. બાબા કહે છે હું તમને મંદિર લાયક બનાવું છું. તમે જાણો છો ભારત શિવાલય હતું - અમે રાજ્ય કરતા હતાં પછી અમારા જડ ચિત્ર મંદિરો માં પૂજતાં આવ્યાં છે. અમે જ દેવતા હતાં, આ ભૂલી ગયાં છો. તમારા મમ્મા-બાબા જે પૂજ્ય દેવી-દેવતા હતાં પછી પુજારી થઈ ગયાં છે. આ જ્ઞાન બુદ્ધિ માં છે. ઝાડ માં પણ મુખ્ય દેખાડ્યું છે. પહેલાં ફાઉન્ડેશન (પાયા) માં આદિ સનાતન દેવી-દેવતા હતાં, હમણાં નથી. ૫ હજાર વર્ષ પહેલાં સતયુગ હતો, હમણાં કળિયુગ છે. કળિયુગ પછી ફરી સતયુગ આવવાનો છે. જરુર શ્રીમત આપવા વાળાએ આવવાનું છે. દુનિયા બદલાવાની છે જરુર. ઢંઢેરો પિટાવતા રહો છો. ઝાડ તો જલ્દી નથી વધવાનું. વિઘ્ન પડે છે. ભિન્ન-ભિન્ન નામ રુપ માં ફસાઈ પડે છે. બાપ કહે છે ફસાઓ નહીં. ભલે ગૃહસ્થ વ્યવહાર માં રહો, બાપ ને યાદ કરો અને પવિત્ર રહો. ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે. પહેલાં પણ ગીતા નાં ભગવાને કહ્યું હતું-હમણાં પણ ફરીથી કહે છે. ગીતા નાં ભગવાને જરુર કામ પર જીત અપાવી હશે. એક છે રાવણ રાજ્ય, બીજું છે રામરાજ્ય. રામરાજ્ય દિવસ, રાવણરાજ્ય રાત. બાપ કહે છે હવે આ રાવણરાજ્ય ખતમ થવાનું છે, એનાં માટે બધી તૈયારીઓ છે. બાપ ભણાવીને લઈ જશે પછી તમને રાજ્ય જોઈએ. આ પતિત પૃથ્વી પર રાજ્ય થોડી કરશો. શિવબાબા ને તો પગ છે નહીં, જે અહીંયા પગ રાખે. દેવતાઓનાં પગ આ પતિત દુનિયામાં આવી ન શકે. તમે જાણો છો આપણે દેવતા બની રહ્યાં છીએ. પછી ભારતમાં જ આવીશું. પરંતુ સૃષ્ટિ બદલાઈને કળિયુગ થી સતયુગ બની જશે. હમણાં તમે શ્રેષ્ઠ બની રહ્યાં છો. ઘણાં બાળકો કહે છે બાબા તોફાન આવે છે. બાપ કહે છે તમે બાપ ને ભૂલી જાઓ છો. બાપ ની મત પર નથી ચાલતાં. શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ બાપ ની મત મળે છે - બાળકો, ભ્રષ્ટાચારી નહીં બનો. તમને ભણાવવા વાળા એક છે. એ કહે છે મામેકમ્ યાદ કરો. આમનાં રથ ને પણ યાદ ન કરો. રથિ અને રથવાન. ઘોડાગાડી ની તો વાત નથી. એમાં બેસી જ્ઞાન અપાય છે શું? આજકાલ તો એરોપ્લેન ની સવારી છે. સાઈન્સ (વિજ્ઞાન) બિલકુલ જોર પર છે. માયાનાં પામ્પ (ભપકો) ખૂબ જોર માં છે. આ સમયે એક-બીજાની કેટલી ખાતરી (સેવા) કરે છે. ફલાણાં જગ્યાનાં પ્રાઈમમિનિસ્ટર (પ્રધાનમંત્રી) આવ્યાં, ઈજ્જત મળી. ૧૫ દિવસ પછી ફરી ઉતારી દે છે. બાદશાહો પર પણ મુસીબત છે. ડરતાં રહે છે. તમને કેટલું સહજ જ્ઞાન મળે છે. તમે કેટલાં ગરીબ છો, કોડી પણ નથી. ટ્રસ્ટી બનાવો છો - બાબા આ બધું તમારું છે. બાબા કહે છે અચ્છા તમે પણ ટ્રસ્ટી બનીને રહો. જો પોતાનું સમજશો તો આ તમારી સમજદારી ન થઈ. શ્રીમત પર ચાલવું પડે. જે ટ્રસ્ટી હશે તે શ્રીમત પર ચાલશે. તમે ગરીબ છો, સમજો છો આ ઠિક્કર-ઠોબર બધું બાબા ને આપીએ. બાબા પછી ફર્સ્ટ ક્લાસ સલાહ આપે છે. બાળકો ની સંભાળ પણ કરવાની છે. આ સમયે તમને જ્ઞાન મળે છે, જેનાંથી તમારું ભવિષ્ય સુધરી જાય છે અને રાજાઓનાં રાજા બની જશો. પછી બાપ ની પણ ફરજ છે સલાહ આપવી. બાપ ને યાદ કરો, તરસ (દયા) આવવી જોઈએ. કોઈને ખાડામાં પડવાથી બચાવવાનાં છે. ખુબ યુક્તિ થી ચાલવું પડે છે. શુરપંખા, પૂતના, અજામિલ, દુર્યોધન આ બધાં હમણાનાં નામ છે. હમણાં ની સીન (હમણાં નું દૃશ્ય) ફરી કલ્પ પછી થશે. એ જ બાપ સન્મુખ આવીને જ્ઞાન આપે છે. મનુષ્ય થી દેવતા પદ પ્રાપ્ત કરાવે છે. તમે આવ્યાં છો ૫ હજાર વર્ષ પહેલાં માફક વારસો લેવાં. પહેલાં પણ મહાભારી લડાઈ થઈ હતી. તે આનાથી જ સંબંધ રાખે છે. બાપ સારી રીતે સમજાવી મનુષ્ય થી દેવતા પદ પ્રાપ્ત કરાવે છે. તમે આવ્યાં છો બાપ થી વારસો લેવાં, બ્રહ્મા અથવા જગત અંબા કે બી.કે. થી વારસો નથી મળવાનો. તેઓ પણ વારસો બાપ થી જ લે છે. બીજાઓને પણ સમજાવે છે. તમે પણ જગત પિતા નાં બાળકો બની એમનાંથી વારસો લો છો. બધાંને અલગ-અલગ કહે છે, બાળકો મને યાદ કરો. આ ડાયરેક્ટ (સીધું) તીર લાગે છે. બાપ કહે છે બાળકો વારસો તમારે મારા થી લેવાનો છે. કોઈ પણ મિત્ર-સંબંધી વગેરે મરી જાય, વારસો તમારે બાપ થી લેવાનો છે. એમાં ખુશી બહુજ જોઈએ. અરે તકદીર બનાવવા આવ્યાં છો, જાણો છો બાબા આપણને સ્વર્ગ નાં માલિક હમણાં ફરી બનાવે છે. તો તે મેનર્સ (શિષ્ટાચાર) ધારણ કરવાનાં છે. વિકારો થી બચવાનું છે. આપણે પાવન નિર્વિકારી બની રહ્યાં છીએ. ડ્રામા અને ઝાડ ને સમજવાનું છે બીજી કોઈ તકલીફ નથી, સિમ્પલ થી સિમ્પલ (સરળ માં સરળ) છે. છતાં પણ કહે છે બાબા ભૂલી ગયાં. ભૂત આવી ગયું. બાબા કહે છે આ ભૂતો ને કાઢો. દિલ દર્પણ માં જુઓ - અમે લાયક બન્યાં છીએ! નર થી નારાયણ બનવાનું છે. બાપ સમજાવે છે - મીઠાં-મીઠાં સૌભાગ્યશાળી બાળકો, તમે સૌભાગ્યશાળી બનવા માટે આવ્યાં છો. હમણાં તો બધાં દુર્ભાગ્યશાળી છે ને. ભારતવાસી જ સૌભાગ્યશાળી હતાં, કેટલાં સાહૂકાર હતાં. ભારત ની વાત છે. બાપ કહે છે તમે પોતાને આત્મા સમજો - કારણ કે તમારે મારી પાસે આવવાનું છે તો અંત મતિ સો ગતિ થઈ જશે. હવે નાટક પૂરું થાય છે, અમે ગયાં કે ગયાં. ઉપાય પણ બતાવે છે. બધાં પાપો થી મુક્ત થઈ, પુણ્ય આત્મા બની જશો. પુણ્ય આત્માઓ ની દુનિયા હતી ને જે ફરીથી સ્થાપન થઈ રહી છે. જૂની દુનિયા બદલાઈ નવી થવાની છે. સમજે છે - ભારત પ્રાચીન હતો, હેવન (સ્વર્ગ) હતું. હેવનલી ગોડફાધરે હેવન બનાવ્યું. તે ક્યારે આવ્યાં? આ સમયે જ આવે છે. આને કલ્યાણકારી બાપ નાં આવવાનો સમય કહેવાય છે. આ તો રાવણ નો સંપ્રદાય કેટલો મોટો છે. રામ નો સંપ્રદાય કેટલો થોડો છે. અહીં વૃદ્ધિ પામતાં રહે છે. બાળકો ફરી થી બાપ થી વારસો લેવા આવતાં રહેશે. પ્રદર્શની અથવા પ્રોજેક્ટર પર સમજાવતાં રહો છો. હમણાં તો બહુજ સર્વિસ (સેવા) કરવાની છે. બાપ કહેતાં રહે છે લાડલા બાળકો - આ ડ્રામા છે. પરંતુ આ સમય સુધી જે બને તે એક્યુરેટ (બરાબર) ડ્રામા જ કહેશું. ડ્રામા ની નોંધ માં બાપ કહે છે - હું પણ છું. બાળકો, પતિત દુનિયામાં મારે પણ આવવું પડે છે. પરમધામ છોડીને જુઓ, હું કેવી રીતે અહીં આવું છું, બાળકો માટે. પ્લેગ ની બીમારી થી ડોક્ટર લોકો દૂર નથી ભાગતાં. એમને તો આવવું જ પડે. ગાય પણ છે પતિત-પાવન આવો, આવીને ૫ વિકારો થી છોડાવી પાવન બનાવો અર્થાત્ લિબરેટ (મુક્ત) કરો. દુઃખધામ થી સુખધામ માં લઈ ચાલો (જાઓ). ગોડ ઈઝ લિબ્રેટર (ભગવાન જ મુક્તિદાતા છે.) એ સર્વ નાં લિબરેટર પણ છે ને અને ગાઈડ (માર્ગદર્શક) બની પાછા લઈ જાય છે પછી નંબરવાર આવે છે. સૂર્યવંશી પછી ચંદ્રવંશી, પછી દ્વાપર શરું થાય તો તમે પુજારી બની પડો છો. ગવાય પણ છે દેવતાઓ વામ માર્ગ માં ચાલ્યાં ગયાં. વામમાર્ગ નાં ચિત્ર પણ દેખાડે છે. હમણાં તમે પ્રેક્ટિકલ (હકીકત માં) સમજો છો-અમે જ દેવતા હતાં, કેટલી સહજ વાતો છે સમજવાની. આ તો સારી રીતે બુદ્ધિ માં ધારણ થવી જોઈએ.

હમણાં આપ બાળકો પોતાની તકદીર બનાવવાં આવ્યાં છો. અહીં બાપ સન્મુખ બેઠાં છે. બાકી શિક્ષક નંબરવાર છે. અહીં પ્રજાપિતા બ્રહ્માનાં મુખે થી ભગવાને બધાં વેદો, શાસ્ત્રો નો સાર બતાવ્યો છે. પહેલાં તો બ્રહ્મા સાંભળશે ને. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને સૂક્ષ્મ વતન માં દેખાડ્યાં છે. હવે વિષ્ણુ તો છે સતયુગ નાં માલિક અને બ્રહ્મા છે સંગમયુગ નાં. બ્રહ્મા તો અહીંયા જોઈએ ને, જ્યારે બ્રાહ્મણ પછી દેવતા બને છે. આ રુદ્ર જ્ઞાન યજ્ઞ છે. આગળ પણ યજ્ઞ રચ્યો હતો, એમાં જ આખી દુનિયા સ્વાહા થઈ જશે, બધું ખતમ થઈ જશે. આપ બાળકો પછી અહીં આવીને રાજ્ય કરશો નવી દુનિયામાં. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. અંદર થી ભૂતો ને કાઢી નર થી નારાયણ બનવાનાં લાયક બનવાનું છે, દિલ દર્પણ માં જોવાનું છે, અમે ક્યાં સુધી લાયક બન્યાં છીએ.

2. પોતાને આત્મા સમજી અશરીરી બની બાપ ને યાદ કરવાનાં છે. શરીર નું ભાન ન રહે - એનો અભ્યાસ કરવાનો છે.

વરદાન :-
પવિત્રતા ની રોયલ્ટી દ્વારા સદા હર્ષિત રહેવા વાળા હર્ષિતચિત્ત , હર્ષિતમુખ ભવ

પવિત્રતા ની રોયલ્ટી અર્થાત્ રોયલ્ટી વાળી આત્માઓ સદા ખુશી માં નાચે છે. એમની ખુશી ક્યારેક ઓછી ક્યારેક વધારે નથી થતી. દિવસે-દિવસે દરેક સમયે હજી ખુશી વધતી રહેશે, એમની અંદર એક, બહાર બીજું નહીં હોય. વૃત્તિ, દૃષ્ટિ, બોલ અને ચલન બધું સત્ય હશે. એવાં રીયલ રોયલ આત્માઓ ચિત્ત થી પણ અને નૈન-ચૈન થી પણ સદા હર્ષિત હશે હર્ષિતચિત્ત, હર્ષિતમુખ અવિનાશી હશે.

સ્લોગન :-
સંસાર માં સર્વ શ્રેષ્ઠ બળ પવિત્રતા નું બળ છે.