18-10-2020   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  07.04.86    બાપદાદા મધુબન


તપસ્વી - મૂર્ત , ત્યાગ મૂર્ત , વિધાતા જ વિશ્વ - રાજ્ય અધિકારી
 


આજે રુહાની શમા પોતાનાં રુહાની પરવાનાઓ ને જોઈ રહ્યાં છે. બધાં રુહાની પરવાનાઓ શમા થી મિલન મનાવવા માટે ચારે તરફ થી પહોંચી ગયાં છે. રુહાની પરવાનાઓનો પ્રેમ રુહાની શમા જાણે અને રુહાની પરવાનાઓ જાણે. બાપદાદા જાણે છે કે બધાં બાળકોનાં દિલ નો સ્નેહ આકર્ષણ કરી આ અલૌકિક મેળામાં બધાને લાવ્યો છે. આ અલૌકિક મેળો અલૌકિક બાળકો જાણે અને બાપ જાણે! દુનિયાનાં માટે આ મેળો ગુપ્ત છે. જો કોઇને કહો રુહાની મેળામાં જઈ રહ્યાં છીએ તો તે શું સમજશે? આ મેળો સદા માટે માલામાલ બનાવવા નો મેળો છે. આ પરમાત્મ-મેળો સર્વ પ્રાપ્તિ સ્વરુપ બનાવવા વાળો છે. બાપદાદા બધાં બાળકોનાં દિલ નાં ઉમંગ ઉત્સાહ ને જોઈ રહ્યા છે. દરેક નાં મનમાં સ્નેહ નાં સાગરની લહેરો લહેરાઈ રહી છે. આ બાપદાદા જોઈ પણ રહ્યાં છે અને જાણે પણ છે કે લગન એ વિઘ્ન વિનાશક બનાવી મધુબન નિવાસી બનાવી લીધાં છે. બધાની બધી વાતો સ્નેહ માં સમાપ્ત થઈ ગઈ. એવરરેડી (સદાતૈયાર) નું રિહર્સલ કરી દેખાડયું. એવરરેડી થઈ ગયાં છો ને. આ પણ સ્વીટ ડ્રામાનો સ્વીટ પાર્ટ જોઈ બાપદાદા અને બ્રાહ્મણ બાળકો હર્ષિત થઇ રહ્યાં છે. સ્નેહની સામે બધી વાતો સહજ પણ લાગે છે અને પ્રિય પણ લાગે. જે ડ્રામા બન્યો તે ડ્રામા વાહ! કેટલી વાર આમ દોડી-દોડી આવ્યાં છો. ટ્રેનમાં આવ્યાં છો કે પાંખો થી ઉડીને આવ્યાં છો? આને કહેવાય છે જ્યાં દિલ છે ત્યાં અસંભવ પણ સંભવ થઇ જાય છે. સ્નેહ નું સ્વરુપ તો દેખાડ્યું, હવે આગળ શું કરવાનું છે? જો હમણાં સુધી થયું તે શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ રહેશે.

હવે સમય પ્રમાણે સર્વ સ્નેહી, સર્વ શ્રેષ્ઠ બાળકો થી બાપદાદા બીજું વિશેષ શું ઈચ્છે છે? આમ તો પૂરી સિઝન માં સમય પ્રતિ સમય ઈશારો આપે છે. હવે એ ઈશારાઓ ને પ્રત્યક્ષ રુપમાં જોવાનો સમય આવી રહ્યો છે. સ્નેહી આત્માઓ છો, સહયોગી આત્માઓ છો, સેવાધારી આત્માઓ પણ છો. હવે મહાતપસ્વી આત્માઓ બનો. પોતાનાં સંગઠિત સ્વરુપની તપસ્યાની રુહાની જ્વાળા થી સર્વ આત્માઓને દુઃખ અશાંતિ થી મુક્ત કરવાનું મહાન કાર્ય કરવાનો સમય છે. જેમ એક તરફ ખૂને નાહક ખેલ ની લહેર વધતી જઈ રહી છે, બધી આત્માઓ પોતાને નિરાધાર અનુભવ કરી રહી છે, એવાં સમય પર બધાં આધાર ની અનુભૂતિ કરાવવાનાં નિમિત્ત આપ મહાતપસ્વી આત્માઓ છો. ચારે તરફ આ તપસ્વી સ્વરુપ દ્વારા આત્માઓને રુહાની ચૈન અનુભવ કરાવવાનો છે. આખાં વિશ્વની આત્માઓ પ્રકૃતિ થી, વાયુમંડળ થી, મનુષ્ય આત્માઓ થી, પોતાનાં મનની કમજોરીઓ થી, શરીર થી બેચેન છે. આવી આત્માઓને સુખ-ચેન ની સ્થિતિનો એક સેકન્ડ પણ અનુભવ કરાવશો તો તમારો દિલ થી વારંવાર ધન્યવાદ માનશે. વર્તમાન સમય સંગઠિત રુપમાં જ્વાળા સ્વરુપ ની આવશ્યકતા છે. હવે વિધાતા નાં બાળકો વિધાતા સ્વરુપ માં સ્થિત રહી દરેક સમયે આપતા જાઓ. અખંડ મહાન લંગર લગાવો કારણ કે રોયલ ભિખારી બહુજ છે. ફક્ત ધન નાં ભિખારી, ભિખારી નથી હોતાં પરંતુ મન નાં ભિખારી અનેક પ્રકારનાં છે. અપ્રાપ્ત આત્માઓ પ્રાપ્તિનાં બુંદ (ટીપા) ની બહુજ તરસી છે એટલે હવે સંગઠન માં વિધાતાપણા ની લહેર ફેલાવો. જે ખજાનાઓ જમા કર્યા છે તે જેટલાં માસ્ટર વિધાતા બની આપતા જશો એટલાં ભરાતાં જશો. કેટલું સાંભળ્યું છે. હવે કરવાનો સમય છે. તપસ્વી મૂર્ત નો અર્થ છે - તપસ્યા દ્વારા શાંતિની શક્તિની કિરણો ચારેય તરફ ફેલાતી અનુભવ માં આવે. ફક્ત સ્વયં પ્રતિ યાદ સ્વરુપ બની શક્તિ લેવી કે મિલન મનાવવું તે અલગ વાત છે. પરંતુ તપસ્વી સ્વરુપ બીજાઓને આપવાનું સ્વરુપ છે. જેમ સૂર્ય વિશ્વ ને પ્રકાશની અને અનેક વિનાશી પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવે છે. એમ મહાન તપસ્વી રુપ દ્વારા પ્રાપ્તિનાં કિરણોની અનુભૂતિ કરાવો. આનાં માટે પહેલાં જમા નું ખાતું વધારો. એવું નહિં યાદ થી અથવા જ્ઞાનનાં મનન થી સ્વયં ને શ્રેષ્ઠ બનાવ્યાં, માયાજીત વિજય બનાવ્યાં, એમાં ફક્ત ખુશ નહીં રહેતાં. પરંતુ સર્વ ખજાનાઓ માં આખાં દિવસ માં કેટલાનાં પ્રતિ વિધાતા બન્યાં. બધાં ખજાના દરરોજ કાર્યમાં લગાવ્યાં કે ફક્ત જમા ને જોઈ ખુશ થઈ રહ્યાં છો. હવે આ ચાર્ટ રાખો કે ખુશી નો ખજાનો, શાંતિનો ખજાનો, શક્તિઓનો ખજાનો, જ્ઞાનનો ખજાનો, ગુણોનો ખજાનો, સહયોગ આપવાનો ખજાનો કેટલો વહેંચ્યો અર્થાત્ કેટલો વધાર્યો, આમાં તે સાધારણ ચાર્ટ જે રાખો છો તે સ્વતઃ જ શ્રેષ્ઠ થઈ જશે. પર-ઉપકારી બનવાથી સ્વ-ઉપકારી સ્વત:જ બની જવાય. સમજ્યાં - હવે કયો ચાર્ટ રાખવાનો છે? આ તપસ્વી સ્વરુપ નો ચાર્ટ છે - વિશ્વ કલ્યાણકારી બનવું. તો કેટલાઓનું કલ્યાણ કર્યું? કે સ્વ-કલ્યાણ માં જ સમય જઈ રહ્યો છે? સ્વ-કલ્યાણ કરવાનો સમય ખુબજ વીતી ચૂક્યો. હવે વિધાતા બનવાનો સમય આવી ગયો છે એટલે બાપદાદા ફરીથી સમયનો ઈશારો આપી રહ્યાં છે. જો હજું સુધી પણ વિધાતાપણા ની સ્થિતિનો અનુભવ નથી કર્યો તો અનેક જન્મ વિશ્વ રાજ્ય અધિકારી બનવાનાં પદ્માપદમ ભાગ્ય ને પ્રાપ્ત નહીં કરી શકો કારણકે વિશ્વરાજન વિશ્વનાં માતા-પિતા અર્થાત્ વિધાતા છે. હમણાં નાં વિધાતાપણા નાં સંસ્કાર અનેક જન્મ પ્રાપ્તિ કરાવતાં રહેશે, જો હમણાં સુધી લેવાના સંસ્કાર, કોઈ પણ રુપ માં છે. નામ લેવતા, શાન લેવતા અથવા કોઈ પણ પ્રકારનાં લેવતા નાં સંસ્કાર વિધાતા નહીં બનાવશે.

તપસ્યા સ્વરુપ અર્થાત્ લેવતા નાં ત્યાગમૂર્ત. આ હદ નાં લેવતા, ત્યાગમૂર્ત, તપસ્વી મૂર્ત બનવા નહીં દેશે એટલે તપસ્વી મૂર્ત અર્થાત્ હદની ઇચ્છા માત્રમ્ અવિધા રુપ. જે લેવાના સંકલ્પ કરે તે અલ્પકાળ નાં માટે લે છે પરંતુ સદાકાળ નાં માટે ગુમાવે છે એટલે બાપદાદા વારંવાર આ વાતનો ઈશારો આપી રહ્યાં છે. તપસ્વી રુપમાં વિશેષ વિઘ્નરુપ આ જ અલ્પકાળ ની ઈચ્છા છે એટલે હમણાં વિશેષ તપસ્યા નો અભ્યાસ કરવાનો છે. સમાન બનવાનું આ સબૂત (પ્રમાણ) આપવાનું છે. સ્નેહનું સબૂત આપ્યુ એ તો ખુશીની વાત છે. હવે તપસ્વી મૂર્ત બનવાનું સબૂત આપો. સમજ્યાં. વેરાઈટી (વિવિધ) સંસ્કાર હોવાં છતાં પણ વિધાતાપણાનાં સંસ્કાર અન્ય સંસ્કારો ને દબાવી દેશે. તો હવે આ સંસ્કાર ને ઈમર્જ (જાગૃત) કરો. સમજ્યાં. જેમ મધુબન માં ભાગી ને પહોંચી ગયાં છો તેમ તપસ્વી સ્થિતિ ની મંઝિલ તરફ ભાગો. અચ્છા - ભલે પધાર્યા. બધાં એવા ભાગ્યા છે જેમકે હમણાં વિનાશ થવાનો છે. જે પણ કર્યું, જે પણ થયું બાપદાદા ને પ્રિય છે, કારણ કે બાળકો પ્રિય છે. દરેકે આ જ વિચાર્યું છે કે અમે જઈ રહ્યાં છે. પરંતુ બીજા પણ આવી રહ્યાં છે, આ ન વિચાર્યું. સાચો કુંભમેળો તો અહીંયા લાગી ગયો છે. બધાં અંતિમ મિલન, અંતિમ ટુબ્બી આપવાં આવ્યાં છે. આ વિચાર્યું કે આટલાં બધાં જઈ રહ્યાં છે તો મળવાની વિધિ કેવી હશે! આ સુધ-બુધ થી પણ ન્યારાં થઈ ગયા! ન સ્થાન જોયું, ન રિઝર્વેશન ને જોયું. હવે ક્યારેય પણ આ બહાનું નહીં આપી શકો કે રિઝર્વેશન નથી મળતું. ડ્રામા માં આ પણ એક રિહર્સલ થઈ ગયી. સંગમયુગ પર આપણું રાજ્ય નથી. સ્વરાજ્ય છે પરંતુ ધરણી નું રાજ્ય તો નથી, ન બાપદાદા ને સ્વ નો રથ છે, પારકું રાજ્ય, પારકું શરીર છે એટલે સમય પ્રમાણે નવી વિધિ નો આરંભ કરવાનાં માટે આ સિઝન થઈ ગઈ. અહીંયા તો પાણીનું પણ વિચારતાં રહે, ત્યાં તો ઝરણા માં નાહશો. જે પણ જેટલાં પણ આવ્યાં છે, બાપદાદા સ્નેહ નાં રિસ્પોન્ડ (પ્રતિઉત્તર) માં સ્નેહ થી સ્વાગત કરે છે.

હમણાં સમય આપ્યો છે વિશેષ ફાઈનલ (અંતિમ) પરીક્ષા પહેલાં તૈયારી કરવાનાં માટે. ફાઇનલ પેપર નાં પહેલાં સમય આપે છે. રજાઓ આપે છે ને. તો બાપદાદા અનેક રહસ્યો થી આ વિશેષ સમય આપી રહ્યાં છે. કોઈક રહસ્ય ગુપ્ત છે કોઈક રહસ્ય પ્રત્યક્ષ છે. પરંતુ વિશેષ દરેકે એટલું અટેન્શન (ધ્યાન) રાખવાનું કે સદા બિંદુ લગાડવાનું છે અર્થાત્ વિતેલાં ને વિતી ગયું કરીને બિંદુ લગાડવાનું છે.અને બિંદુ સ્થિતિમાં સ્થિત થઈ રાજ્ય અધિકારી બની કાર્ય કરવાનું છે. સર્વ ખજાનાઓનાં બિંદુ સર્વ પ્રતિ વિધાતા બની સિંધુ બની બધાને ભરપૂર બનાવવાનાં છે. તો બિંદુ અને સિંધુ આ બે વાતો વિશેષ સ્મૃતિ માં રાખી શ્રેષ્ઠ સર્ટિફિકેટ લેવાનું છે. સદા જ શ્રેષ્ઠ સંકલ્પની સફળતા થી આગળ વધતા રહેજો. તો બિંદુ બનવું, સિંધુ બનવું આ જ સર્વ બાળકો પ્રતિ વરદાતા નું વરદાન છે. વરદાન લેવા માટે ભાગ્યા છો ને. આ જ વરદાતા નું વરદાન સદા સ્મૃતિ માં રાખજો. અચ્છા!

ચારેય તરફ નાં સર્વ સ્નેહી, સહયોગી બાળકો ને સદા બાપની આજ્ઞાનું પાલન કરવા વાળા આજ્ઞાકારી બાળકો ને, સદા ફ્રાખ દિલ, મોટા દિલ થી સર્વ ને સર્વ ખજાનાઓ વહેંચવા વાળા, મહાન પુણ્ય આત્માઓ, બાળકો ને, સદા બાપ સમાન બનવાનાં ઉમંગ-ઉત્સાહ થી ઉડતી કળામાં ઊડવા વાળા બાળકો ને વિધાતા, વરદાતા સર્વ ખજાનાઓનાં સિંધુ બાપદાદા નાં યાદપ્યાર અને નમસ્તે.

અવ્યક્ત બાપદાદાની સાથે પાર્ટીઓની મુલાકાત

૧. સ્વયં ને પદ્માપદમ ભાગ્યવાન અનુભવ કરો છો! કારણ કે આપવાવાળા બાપ એટલું આપે છે જે એક જન્મ તો ભાગ્યવાન બનો જ છો પરંતુ અનેક જન્મ સુધી આ અવિનાશી ભાગ્ય ચાલતું રહેશે. આવું અવિનાશી ભાગ્ય ક્યારેય સ્વપ્ન માં પણ વિચાર્યું હતું! અસંભવ લાગતું હતું ને? પરંતુ આજે સંભવ થઇ ગયું. તો એવી શ્રેષ્ઠ આત્માઓ છો - આ ખુશી રહે છે? ક્યારેય કોઈ પણ પરિસ્થિતિ માં ખુશી લોપ તો નથી થતી! કારણ કે બાપ દ્વારા ખુશીનો ખજાનો રોજ મળતો રહે છે, તો જે ચીજ રોજ મળે છે તે વધશે ને. ક્યારેય પણ ખુશી ઓછી ન થઈ સકે કારણ કે ખુશીઓનાં સાગર દ્વારા મળતું જ રહે છે, અખુટ છે. ક્યારેય પણ કોઈ વાતની ફિકર માં રહેવાવાળા નહીં. મિલકત નું શું થશે, પરિવારનું શું થશે? આ પણ ફિકર નહીં, બેફિકર! જૂની દુનિયાનું શું થશે! પરિવર્તન જ થશે ને. જૂની દુનિયા માં કેટલું પણ શ્રેષ્ઠ હોય પરંતુ બધું જૂનું જ છે એટલે બેફિકર બની ગયા. ખબર નહિ આજે છે કાલે રહેશે, નહીં રહેશે- આ પણ ફિકર નથી. જે થશે સારું થશે. બ્રાહ્મણોનાં માટે બધું સારું છે. ખરાબ કાંઈ નથી. તમે તો પહેલાં પણ બાદશાહ છો, હમણાં પણ બાદશાહ, ભવિષ્ય માં પણ બાદશાહ. જ્યારે સદા નાં બાદશાહ બની ગયાં તો બેફિકર થઈ ગયાં. એવી બાદશાહી જે કોઈ છીનવી નથી શકતું. કોઈ બંદૂક થી બાદશાહી ઉડાવી નથી શકતું. આ ખુશી સદા રહે અને બીજાઓને પણ આપતાં જાઓ. બીજાઓને પણ બેફિકર બાદશાહ બનાવો. અચ્છા!

૨. સદા પોતાને બાપની યાદની છત્રછાયામાં રહેવાવાળી શ્રેષ્ઠ આત્માઓ અનુભવ કરો છો? આ યાદ ની છત્રછાયા સર્વ વિઘ્નો થી સેફ (સુરક્ષિત) કરી દે છે. કોઈ પણ પ્રકારનું વિઘ્ન છત્રછાયામાં રહેવાવાળા નાં પાસે આવી નથી શકતું. છત્રછાયામાં રહેવાવાળા નિશ્ચિત વિજયી છે જ. તો એવાં બન્યાં છો? છત્રછાયા થી જો સંકલ્પ રુપી પગ પણ કાઢ્યો તો માયા વાર કરી લેશે. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે છત્રછાયા માં રહેવાવાળા નાં માટે મુશ્કેલ થી મુશ્કેલ વાત પણ સહજ થઈ જશે. પહાડ સમાન વાતો રુ નાં સમાન અનુભવ થશે. એવી છત્રછાયા ની કમાલ છે. જયારે આવી છત્રછાયા મળે તો શું કરવું જોઈએ. ભલે અલ્પકાળ નું કોઈ પણ આકર્ષણ હોય પરંતુ બહાર નીકળ્યાં તો ગયાં એટલે અલ્પકાળ નાં આકર્ષણ ને પણ જાણી ગયાં છો. આ આકર્ષણ થી સદા દૂર રહેજો. હદ ની પ્રાપ્તિ તો આ એક જન્મમાં સમાપ્ત થઈ જશે. બેહદની પ્રાપ્તિ સદા સાથે રહેશે. તો બેહદની પ્રાપ્તિ કરવા વાળા અર્થાત્ છત્રછાયામાં રહેવાવાળા વિશેષ આત્માઓ છો, સાધારણ નહીં. આ સ્મૃતિ સદા માટે શક્તિશાળી બનાવી દેશે.

જે સિકિલધા લાડલા હોય છે તે સદા છત્રછાયા ની અંદર રહે છે. યાદ જ છત્રછાયા છે. આ છત્રછાયા થી સંકલ્પ રુપી પગ પણ બહાર નીકળ્યો તો માયા આવી જશે. આ છત્રછાયા માયાને સામે નથી આવવા દેતી. માયા ની તાકાત નથી-છત્રછાયા માં આવવાની. તે સદા માયા પર વિજયી બની જાય છે. બાળક બનવું અર્થાત્ છત્રછાયા માં રહેવું. આ પણ બાપ નો પ્રેમ છે જે સદા બાળકોને છત્રછાયામાં રાખે છે. તો આ જ વિશેષ વરદાન યાદ રાખજો કે લાડલા બની ગયાં, છત્રછાયા મળી ગઈ. આ વરદાન સદા આગળ વધારતું રહેશે.

વિદાયનાં સમયે :- બધાએ જાગરણ કર્યું! તમારા ભક્ત જાગરણ કરે છે તો ભક્તો ને શીખડાવવા વાળા તો ઇષ્ટ દેવ જ હોય છે, જ્યારે અહીં ઇષ્ટ દેવ જાગરણ કરે ત્યારે ભક્ત કોપી (નકલ) કરે. તો બધાએ જાગરણ કર્યું અર્થાત્ પોતાનાં ખાતામાં કમાણી જમા કરી. તો આજ ની રાત કમાવવાની સિઝન ની રાત થઈ ગઈ. જેમ કમાવવાની સિઝન હોય છે તો સિઝન માં જાગવાનું જ હોય છે. તો આ કમાણી ની સિઝન છે એટલે જાગવું અર્થાત્ કમાવવું. તો દરેકે પોત-પોતાની યથાશક્તિ જમા કર્યું અને આ જ જમા કરેલું મહાદાની બની બીજાઓને પણ આપતાં રહેશો અને સ્વયં પણ અનેક જન્મ ખાતાં રહેશો. હમણાં બધાં બાળકો ને પરમાત્મ મેળાનાં ગોલ્ડન ચાન્સ (સ્વર્ણિમ તક) ની ગોલ્ડન મોર્નિંગ કરી રહ્યાં છે. આમ તો ગોલ્ડન થી પણ ડાયમંડ મોર્નિંગ છે. સ્વયં પણ ડાયમંડ (હીરો) છો અને મોર્નિંગ પણ ડાયમંડ (હીરાતુલ્ય) છે એટલે જમા પણ ડાયમંડ (જ્ઞાનરત્ન) જ કરો છો તો બધું ડાયમંડ જ ડાયમંડ છે એટલે ડાયમંડ મોર્નિંગ કરી રહ્યાં છે. અચ્છા.

વરદાન :-
સંકલ્પ ને પણ ચેક ( તપાસ ) કરી વ્યર્થ નાં ખાતાને સમાપ્ત કરવા વાળા શ્રેષ્ઠ સેવાધારી ભવ

શ્રેષ્ઠ સેવાધારી તે છે જેમનો દરેક સંકલ્પ પાવરફુલ હોય. એક પણ સંકલ્પ ક્યાંય પણ વ્યર્થ ન જાય કારણકે સેવાધારી અર્થાત્ વિશ્વની સ્ટેજ પર એક્ટ (કર્મ) કરવા વાળા. આખું વિશ્વ તમને કોપી (નકલ) કરે છે, જો તમે એક સંકલ્પ વ્યર્થ કર્યો તો ફક્ત પોતાનાં પ્રતિ નથી કર્યો પરંતુ અનેકોનાં નિમિત્ત બની ગયાં, એટલે હવે વ્યર્થનાં ખાતાને સમાપ્ત કરી શ્રેષ્ઠ સેવાધારી બનો.

સ્લોગન :-
સેવા નાં વાયુમંડળ ની સાથે બેહદની વૈરાગ્ય વૃતિ નું વાયુમંડળ બનાવો.


સૂચના :- આજે માસનો ત્રીજો રવિવાર છે, બધાં રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬:૩૦ થી ૦૭:૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસ નાં સમયે માસ્ટર સર્વ શક્તિમાન નાં શક્તિશાળી સ્વરુપ માં સ્થિત થઈ પ્રકૃતિ સહિત સર્વ આત્માઓ ને પવિત્રતાની કિરણો આપી, સતોપ્રધાન બનાવવાની સેવા કરો.