18-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
મનુષ્ય ને દેવતા બનાવવાની સર્વિસ ( સેવા ) નો તમને ખૂબ - ખૂબ શોખ હોવો જોઈએ પરંતુ આ
સર્વિસ માટે સ્વયં માં હડ્ડી ( જીગરી ) ધારણા જોઈએ”
પ્રશ્ન :-
આત્મા મેલો કેવી રીતે બને છે? આત્મા પર કયો મેલ ચઢે છે?
ઉત્તર :-
મિત્ર-સંબંધીઓની યાદ થી આત્મા મેલો બની જાય છે. પહેલાં નંબર નો કચરો છે દેહ-અભિમાન
નો, પછી લોભ-મોહ નો કચરો શરુ થાય છે, આ વિકારો નો મેલ આત્મા પર ચઢે છે. પછી બાપ ની
યાદ ભુલાઈ જાય છે, સર્વિસ નથી કરી શકતાં.
ગીત :-
તુમ્હારે
બુલાને કો જી ચાહતા હૈં…
ઓમ શાંતિ!
આ ગીત બહુ સારું
છે. બાળકો ગેરંટી પણ કરે છે કે તમારું સાંભળીને પછી આ જ્ઞાન સંભળાવવાનું દિલ (મન)
થાય છે. યાદ તો બાળકો કરે છે, આ પણ જરુર છે, કોઈ યાદ કરતા હશે અને મળ્યા પણ હશે.
કહેવાય છે કોટોમાં કોઈ આવીને આ વારસો લે છે. હમણાં તો બુદ્ધિ બહુજ વિશાળ થઈ ગઈ છે.
જરુર ૫ હજાર વર્ષ પહેલાં પણ બાપ રાજયોગ શીખવાડવા આવ્યા હશે. પહેલાં-પહેલાં તો આ
સમજાવવાનું છે કે નોલેજ કોણે સંભળાવ્યું હતું કારણ કે આ જ મોટી ભૂલ છે. બાપે
સમજાવ્યું છે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી ગીતા છે ભારતવાસીઓનું શાસ્ત્ર. ફક્ત મનુષ્ય આ
ભૂલી ગયાં છે સર્વ શાસ્ત્રમઈ ગીતા કોણે ગાઈ અને એનાથી કયો ધર્મ સ્થાપન થયો? બાકી
ગાય જરુર છે - હે ભગવાન તમે આવો. ભગવાન તો જરુર આવે જ છે - નવી પાવન દુનિયાની રચના
રચવાં. દુનિયાનાં તો ફાધર છે ને? ભક્ત ગાય પણ છે - આપ આવો તો સુખ મળે અથવા શાંતિ મળે.
સુખ અને શાંતિ બે વસ્તુ છે. સતયુગ માં જરુર સુખ પણ છે બાકી બધાં આત્માઓ શાંતિ દેશમાં
છે. આ પરિચય આપવો પડે. નવી દુનિયામાં નવું ભારત, રામ રાજ્ય હતું. એમાં સુખ છે,
ત્યારે તો રામ રાજ્ય ની મહિમા છે. એને રામ રાજ્ય કહે છે તો આને રાવણ રાજ્ય કહેવું
પડે કારણ કે અહીં દુઃખ છે. ત્યાં સુખ છે, બાપ આવીને સુખ આપે છે. બાકી બધાને
શાંતિધામ માં શાંતિ મળી જાય છે. શાંતિ અને સુખ નાં દાતા તો બાપ છે ને? અહીં છે
અશાંતિ, દુઃખ. તો બુદ્ધિમાં આ જ્ઞાન ટપકવું જોઈએ? આમાં અવસ્થા ખૂબ સારી જોઈએ. આવું
તો નાના બાળકોને પણ શીખવાડાય છે પરંતુ અર્થ તો સમજી ન શકે, આમાં હડ્ડી ધારણા જોઈએ.
જે કોઈ પછી પ્રશ્ન પૂછે તો સમજાવી પણ શકે. અવસ્થા સારી જોઈએ. નહીં તો ક્યારેક
દેહ-અભિમાન માં, ક્યારેક ક્રોધ, મોહ માં પડતા રહે છે. લખે પણ છે-બાબા, આજે અમે
ક્રોધ માં પડ્યા, આજે અમે લોભ માં પડ્યા. અવસ્થા મજબૂત થઈ જાય છે તો પડવાની વાત જ
નથી રહેતી. ખૂબ શોખ રહે છે - મનુષ્ય ને દેવતા બનાવવાની સર્વિસ કરીએ. ગીત પણ ખૂબ સારું
છે - બાબા, તમે આવશો તો અમે ખૂબ સુખી થઈ જઈશું. બાપે આવવાનું તો જરુર છે. નહીં તો
પતિત સૃષ્ટિને પાવન કોણ બનાવે? શ્રીકૃષ્ણ તો દેહધારી છે. એમનું અથવા બ્રહ્મા, વિષ્ણુ,
શંકર નું નામ નથી લઈ શકતાં. ગાય પણ છે પતિત-પાવન આવો તો એમને પૂછવું જોઈએ આ તમે કોનાં
માટે કહ્યું? પતિત-પાવન કોણ છે અને એ ક્યારે આવશે? પતિત-પાવન એ છે, એમને બોલાવો છો
તો જરુર આ પતિત દુનિયા છે. પાવન દુનિયા સતયુગ ને કહેવાય છે. પતિત દુનિયાને પાવન કોણ
બનાવશે? ગીતામાં પણ છે બરોબર ભગવાને જ રાજયોગ શીખવાડ્યો અને આ વિકારો પર જ જીત મેળવી.
કામ મહાશત્રુ છે. પૂછવું પડે છે કે આ કોણે કહ્યું કે હું રાજયોગ શીખવાડું છું, કામ
મહાશત્રુ છે? આ કોણે કહ્યું કે હું સર્વવ્યાપી છું? કયા શાસ્ત્ર માં લખેલું છે? કોના
માટે કહેવાય છે પતિત-પાવન? શું પતિત-પાવની ગંગા છે કે બીજું કોઈ છે? ગાંધીજી પણ
કહેતા હતાં પતિત-પાવન આવો, ગંગા તો હંમેશા છે જ. તે કોઈ નવી નથી. ગંગા ને તો અવિનાશી
કહેવાશે બાકી ફક્ત તમોગુણી તત્વ બની જાય છે તો એમાં ચંચળતા આવી જાય છે. બાઢ કરી દે
છે (પૂર આવી જાય છે), પોતાનો રસ્તો છોડી દે છે. સતયુગ માં તો ખુબ રેગ્યુલર (નિયમિત)
બધું ચાલે છે. ઓછો વધારે વરસાદ વગેરે નથી પડી શકતો. ત્યાં દુઃખની વાત નથી. તો
બુદ્ધિમાં આ રહેવું જોઈએ કે પતિત-પાવન આપણા બાબા જ છે. પતિત-પાવન ને જ્યારે યાદ કરે
છે તો કહે છે-હે ભગવાન, હે બાબા. આ કોણે કહ્યું? આત્માએ. તમે જાણો છો પતિત-પાવન
શિવબાબા આવેલા છે. નિરાકાર શબ્દ જરુર નાખવાનો (લખવાનો) છે. નહીં તો સાકાર ને માની
લે છે. આત્મા પતિત બનેલો છે, આ કહી નથી શકતા કે બધાં ઈશ્વર છે. અહમ્ બ્રહ્મસ્મિ અથવા
શિવોહમ્ કહેવું વાત એક જ છે. પરંતુ રચના નાં માલિક તો એક જ રચયિતા છે. ભલે મનુષ્ય
બીજો કોઈ લાંબો-લાંબો અર્થ કરશે, આપણી વાત તો છે જ સેકન્ડની. સેકન્ડમાં બાપ નો વારસો
મળે છે. બાપ નો વારસો છે સ્વર્ગની રાજાઈ. એને જીવનમુક્તિ કહેવાય છે. આ છે જીવનબંધ.
સમજાવવું જોઈએ - બરોબર જ્યારે તમે આવશો તો જરુર અમને સ્વર્ગ નો, મુક્તિ-જીવનમુકિત
નો વારસો આપશે. ત્યારે જ લખે છે મુક્તિ-જીવનમુક્તિ દાતા એક છે. આ પણ સમજાવવું પડે.
સતયુગ માં છે જ એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. ત્યાં દુઃખનું નામ નથી. તે છે જ
સુખધામ. સૂર્યવંશી રાજ્ય ચાલે છે. પછી ત્રેતા માં ચંદ્રવંશી રાજ્ય. પછી દ્વાપર માં
જ ઈસ્લામી, બૌદ્ધિ આવશે. બધો પાર્ટ નોંધાયેલો છે. એક બિંદી જેવા આત્મા માં અને
પરમાત્મા માં કેટલો પાર્ટ નોંધાયેલો છે? શિવ નાં ચિત્રમાં પણ આ લખવું પડે છે કે હું
જ્યોતિર્લિંગમ જેટલો મોટો નથી. હું તો સ્ટાર (સિતારા) જેવો છું. આત્મા પણ સ્ટાર છે,
ગાય પણ છે ભ્રકુટી ની વચ્ચે ચમકે છે અજબ સિતારો… તો તે આત્મા જ થયો. હું પણ પરમપિતા
પરમ આત્મા છું. પરંતુ હું સુપ્રીમ, પતિત-પાવન છું. મારા ગુણ અલગ છે. તો ગુણ પણ બધાં
લખવા પડે. એક તરફ શિવ ની મહિમા, બીજી તરફ શ્રીકૃષ્ણ ની મહિમા. વિરુદ્ધ વાતો છે,
શબ્દ સારી રીતે લખવા પડે. જે મનુષ્ય સારી રીતે ભણીને સમજી શકે. સ્વર્ગ અને નર્ક,
સુખ અને દુઃખ, ભલે શ્રીકૃષ્ણનાં દિવસ અને રાત કહો, કે બ્રહ્મા નાં કહો. સુખ અને
દુઃખ કેવી રીતે ચાલે - આ તો તમે જાણો છો. સૂર્યવંશી છે ૧૬ કળા, ચંદ્રવંશી છે ૧૪ કળા.
તે સંપૂર્ણ સતોપ્રધાન, તે સતો. સૂર્યવંશી જ પછી ચંદ્રવંશી બની જાય છે. સૂર્યવંશી પછી
ત્રેતા માં આવશે તો જરુર ચંદ્રવંશી કુળ માં જન્મ લેશે. ભલે રાજાઈ પદ લે છે. આ વાતો
બુદ્ધિમાં સારી રીતે બેસાડવી જોઈએ. જે જેટલાં યાદ માં રહેશે, દેહી-અભિમાની હશે તો
ધારણા થશે. તે સર્વિસ પણ સારી કરશે. સ્પષ્ટ કરી કોઈને સંભળાવશે અમે આવી રીતે બેસીએ
છીએ, આવી રીતે ધારણા કરીએ છીએ, આવી રીતે સમજાવીએ છીએ, આવું-આવું વિચાર સાગર મંથન
કરીએ છીએ-બીજાઓને સમજાવવા માટે. આખો સમય વિચાર સાગર મંથન ચાલતું રહેશે. જેમનામાં
જ્ઞાન નથી એમની વાતો તો અલગ છે, ધારણા નહીં થશે. ધારણા થાય છે તો સર્વિસ કરવી પડે.
હવે તો સર્વિસ ખૂબ વધતી જાય છે. દિવસે-દિવસે મહિમા વધતી જશે. પછી તમારા પ્રદર્શનમાં
પણ કેટલાં આવશે. કેટલાં ચિત્ર બનાવવા પડશે. ખૂબ મોટા મંડપ બનાવવા પડે. આમ તો આમાં
સમજાવવા માટે એકાંત જોઈએ. આપણા મુખ્ય ચિત્ર છે જ ઝાડ, ગોળો અને આ લક્ષ્મી-નારાયણનું
ચિત્ર. રાધા-કૃષ્ણ નાં ચિત્ર થી આટલું સમજી નથી શકતા કે આ કોણ છે? આ સમયે તમે જાણો
છો કે આપણને હમણાં બાપ એવા પાવન બનાવી રહ્યા છે. બધાં તો એક જેવા સંપૂર્ણ નહીં બનશે.
આત્મા પવિત્ર થશે બાકી જ્ઞાન થોડી બધાં ધારણ કરશે? ધારણા નથી થતી તો સમજાય છે આ ઓછું
પદ મેળવશે.
હમણાં તમારી બુદ્ધિ
કેટલી તીક્ષ્ણ થઈ ગઈ છે, નંબરવાર તો દરેક ક્લાસ માં હોય જ છે. કોઈ હોશિયાર, કોઈ ઢીલા
આ પણ નંબરવાર છે. જો કોઈ સારા વ્યક્તિ ને થર્ડ ગ્રેડ સમજાવવા વાળા મળી જાય તો તે
સમજશે અહીં તો કંઈ છે જ નહીં એટલે પુરુષાર્થ કરાય છે કે સારા વ્યક્તિ ને સમજાવવા
વાળા પણ સારા અપાય (મળે). બધાં તો એક જેવા પાસ નહીં થશે. બાબાની પાસે તો લિમિટ છે.
કલ્પ-કલ્પ આ ભણતર નું પણ રીઝલ્ટ નીકળે છે. મુખ્ય ૮ પાસ થાય છે, પછી ૧૦૦, પછી છે ૧૬
હજાર, પછી પ્રજા. એમાં પણ સાહૂકાર, ગરીબ, બધાં હોય છે. સમજાય છે-આ સમયે આ ક્યા
પુરુષાર્થ માં છે? કયું પદ મેળવવા લાયક છે? ટીચર ને ખબર તો પડે છે. ટીચર્સ માં પણ
નંબરવાર હોય છે. કોઈ ટીચર સારા છે તો બધાં ખુશ થઈ જાય છે કે આ ભણાવે પણ સારું છે,
પ્રેમ પણ બહુ કરે છે. નાના સેન્ટર ને મોટું તો કોઈ મોટા ટીચર જ બનાવશે ને? કેટલું
બુદ્ધિથી કામ લેવું પડે છે. જ્ઞાન માર્ગ માં અતિ મીઠાં બનવાનું છે. મીઠાં ત્યારે
બનશો, જ્યારે મીઠાં બાપ સાથે પૂરો યોગ હશે તો ધારણા પણ થશે. આવાં મીઠાં બાબા સાથે
ઘણાઓનો યોગ નથી. સમજતા જ નથી-ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં બાપ સાથે પૂરો યોગ લગાવવાનો
છે. માયા નાં તોફાન તો આવશે જ. કોઈને જૂનાં મિત્ર-સંબંધી યાદ આવશે, કોઈને શું યાદ
આવતું રહેશે. તો મિત્ર-સંબંધીઓ વગેરેની યાદ આત્મા ને મેલો કરી દે છે. કચરો પડવાથી
પછી ગભરાય જાય છે, એમાં ગભરાવવાનું નથી. આ તો માયા કરશે, કચરો પડશે જ આપણા ઉપર. હોળી
માં કચરો પડે છે ને? આપણે બાબાની યાદમાં રહીએ તો કચરો નહીં રહેશે. બાપ ને ભૂલ્યા તો
પહેલો નંબર દેહ-અભિમાન નો કચરો પડશે. પછી લોભ, મોહ વગેરે બધું આવશે. પોતાનાં માટે
મહેનત કરવાની છે, કમાણી કરવાની છે અને પછી આપ સમાન બનાવવાની મહેનત કરવાની છે.
સેન્ટર્સ પર સર્વિસ સારી થાય છે. અહીં આવે છે તો કહે છે અમે જઈને પ્રબંધ કરીશું,
સેન્ટર ખોલીશું, અહીંથી ગયા ખલાસ. બાબા સ્વયં પણ કહી દે છે તમે આ બધી વાતો ભૂલી જશો.
અહીં તો ભઠ્ઠી માં રહેવું પડે, જ્યાં સુધી સમજાવવાને લાયક થઈ જાય. શિવબાબા નું તો
બધાની સાથે મીઠું કનેક્શન છે ને? સમજી શકે છે, કયા પ્રકારની સર્વિસ કરે છે. સ્થૂળ
સર્વિસ નો ઈજાફો (ઈનામ) મળે અવશ્ય છે. ખૂબ હડ્ડી સર્વિસ કરે છે. પરંતુ સબ્જેક્ટ તો
છે ને? તે ભણતર માં પણ સબ્જેક્ટ હોય છે. તો આ રુહાની ભણતર માં પણ સબ્જેક્ટ છે. પહેલા
નંબર નો સબ્જેક્ટ છે યાદ, પછી ભણતર. બાકી બધાં છે ગુપ્ત. આ ડ્રામા ને પણ સમજવો પડે
છે. આ પણ કોઈને ખબર નથી કે ૧૨૫૦ વર્ષ દરેક યુગમાં છે. સતયુગ કેટલો સમય હતો, સારું
ત્યાં કયો ધર્મ હતો? સૌથી વધારે જન્મ અહીં કોનાં હોવા જોઈએ? બૌદ્ધી, ઇસ્લામી વગેરે
આટલાં જન્મ થોડી લેશે? કોઈની બુદ્ધિમાં આ વાતો નથી. શાસ્ત્ર વાદીઓને પૂછવું જોઈએ કે
તમે ભગવાનુવાચ કોને કહો છો? સર્વ શાસ્ત્રમઈ શિરોમણી તો ગીતા છે. ભારતમાં
પહેલાં-પહેલાં તો દેવી-દેવતા ધર્મ હતો. એનું શાસ્ત્ર કયું? ગીતા કોણે ગાઈ?
શ્રીકૃષ્ણ ભગવાનુવાચ તો હોઈ ન શકે. સ્થાપના અને વિનાશ કરાવવો તો ભગવાન નું જ કામ
છે. શ્રીકૃષ્ણ ભલા ક્યારે આવ્યાં? હમણાં કયા રુપમાં છે? શિવબાબા ની ઓપોઝિટ (સામે)
શ્રીકૃષ્ણની મહિમા જરુર લખવી પડશે. શિવ છે ગીતાનાં ભગવાન, એમની પાસેથી શ્રીકૃષ્ણને
પદ મળ્યું. શ્રીકૃષ્ણ નાં ૮૪ જન્મ પણ દેખાડે છે. અંત માં પછી બ્રહ્મા નું એડોપ્ટેડ
ચિત્ર પણ દેખાડવું પડે. આપણી બુદ્ધિમાં જાણે કે ૮૪ જન્મોની માળા પડેલી છે.
લક્ષ્મી-નારાયણ નાં પણ ૮૪ જન્મ જરુર દેખાડવા પડે. રાત્રે વિચાર સાગર મંથન કરી વધારે
ખ્યાલ ચલાવવા પડે છે. સેકન્ડમાં જીવનમુક્તિ મળે છે. એનાં માટે અમે શું લખીએ?
જીવનમુક્તિ એટલે સ્વર્ગમાં જવું. સો તો જ્યારે બાપ સ્વર્ગ નાં રચયિતા આવે, એમનાં
બાળકો બને ત્યારે સ્વર્ગ નાં માલિક બનો. સતયુગ છે પુણ્ય આત્માઓની દુનિયા. આ કળિયુગ
છે પાપ આત્માઓની દુનિયા. તે છે નિર્વિકારી દુનિયા. ત્યાં માયા રાવણનું રાજ્ય જ નથી.
ભલે ત્યાં આ બધું જ્ઞાન નથી રહેતું પરંતુ અમે આત્મા છીએ, આ શરીર વૃદ્ધ થયું, એને હવે
છોડવાનું છે-આ તો ખ્યાલ રહે છે ને? અહીં તો આત્મા નું પણ જ્ઞાન કોઈને નથી. બાપ
પાસેથી જીવનમુક્તિ નો વારસો મળે છે. તો યાદ પણ એમને કરવા જોઈએ ને? બાપ ફરમાન કરે છે
મનમનાભવ. ગીતામાં આ કોણે કહ્યું કે મનમનાભવ? મને યાદ કરો અને વિષ્ણુપુરી ને યાદ કરો-આ
કોણ કહી શકે છે? શ્રીકૃષ્ણને તો પતિત-પાવન કહી ન શકાય. ૮૪ જન્મોનાં રહસ્ય પણ કોઈ
થોડી જાણે છે? તો તમારે બધાને સમજાવવું જોઈએ. તમે આ વાતો ને સમજીને પોતાનું અને
બધાનું કલ્યાણ કરો તો તમારું માન ખૂબ થશે. નિડર થઈ જ્યાં-ત્યાં ફરતા રહો. તમે છો
ખૂબ ગુપ્ત. ભલે ડ્રેસ બદલીને સેવા કરો. ચિત્ર સદૈવ પાસે હોય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપનાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. મીઠાં બાપ
સાથે પૂરો યોગ લગાવીને અતિ મીઠાં અને દેહી-અભિમાની બનવાનું છે. વિચાર સાગર મંથન કરી
પહેલાં સ્વયં ધારણા કરવાની છે પછી બીજાઓને સમજાવવાનું છે.
2. પોતાની અવસ્થા
મજબૂત બનાવવાની છે. નિડર બનવાનું છે. મનુષ્ય ને દેવતા બનાવવાની સર્વિસ નો શોખ
રાખવાનો છે.
વરદાન :-
સદા ખુશી નો
ખોરાક ખાવા અને ખવડાવવા વાળા ખુશહાલ , ખુશનસીબ ભવ
આપ બાળકોની પાસે
સાચ્ચુ અવિનાશી ધન છે એટલે સૌથી સાહૂકાર તમે છો. ભલે સુકી રોટલી પણ ખાવ છો પરંતુ
ખુશી નો ખોરાક એ સુકી રોટલી માં ભરાયેલો છે, એની આગળ કોઈ ખોરાક નથી. સૌથી સારો
ખોરાક ખાવાવાળા સુખ ની રોટલી ખાવાવાળા તમે છો એટલે સદા ખુશહાલ છો. તો એવા ખુશહાલ રહો
જે બીજા પણ જોઈને ખુશહાલ થઈ જાય ત્યારે કહેવાશે ખુશનસીબ આત્માઓ.
સ્લોગન :-
નોલેજફુલ તે
છે જેનો એક પણ સંકલ્પ કે બોલ વ્યર્થ ન જાય