19-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - સાકાર શરીર ને યાદ કરવું પણ ભૂત અભિમાની બનવું છે , કારણ કે શરીર પ ભૂતોનું છે , તમારે તો દેહી - અભિમાની બની એક વિદેહી બાપ ને યાદ કરવાનાં છે

પ્રશ્ન :-
સૌથી સર્વોત્તમ કાર્ય કયું છે જે બાપ જ કરે છે?

ઉત્તર :-
આખી તમોપ્રધાન સૃષ્ટિ ને સતોપ્રધાન સદા સુખી બનાવી દેવી, આ છે સૌથી સર્વોત્તમ કાર્ય, જે બાપ જ કરે છે. આ ઊંચા કાર્ય ને કારણે એમનાં યાદગાર પણ ખૂબ ઊંચા-ઊંચા બનાવ્યાં છે.

પ્રશ્ન :-
કયા બે શબ્દો માં આખા ડ્રામા નું રહસ્ય આવી જાય છે?

ઉત્તર :-
પૂજ્ય અને પુજારી, જ્યારે તમે પૂજ્ય છો ત્યારે પુરુષોત્તમ છો, પછી મધ્યમ, કનિષ્ટ બનો છો. માયા પૂજ્ય થી પુજારી બનાવી દે છે.

ગીત :-
મહેફિલ મેં જલ ઉઠી શમા.

ઓમ શાંતિ!
ભગવાન બેસી બાળકોને સમજાવે છે કે મનુષ્ય ને ભગવાન ન કહી શકાય. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં પણ ચિત્ર છે એમને ભગવાન ન કહી શકાય. પરમપિતા પરમાત્મા નું નિવાસ એમનાંથી પણ ઊંચું છે. એમને જ પ્રભુ, ઈશ્વર, ભગવાન વગેરે કહેવાય છે. મનુષ્ય જ્યારે પોકારે છે તો એમને કોઈ પણ આકાર કે સાકાર મૂર્તિ દેખાતી નથી, એટલે કોઈ પણ મનુષ્ય આકાર ને ભગવાન કહી દે છે. સંન્યાસીઓને પણ જુએ છે તો કહે છે ભગવાન, પરંતુ ભગવાન સ્વયં સમજાવે છે કે મનુષ્ય ને ભગવાન ન કહી શકાય. નિરાકાર ભગવાન ને તો ખૂબ યાદ કરે છે. જેમણે ગુરુ નથી કર્યા, નાનાં બાળકો છે એમને પણ શીખવાડાય છે પરમાત્મા ને યાદ કરો, પરંતુ કયા પરમાત્મા ને યાદ કરો - આ નથી બતાવાતું. કોઈ પણ ચિત્ર બુદ્ધિમાં નથી રહેતું. દુઃખ નાં સમયે કોઈ કહી દે છે હે પ્રભુ. કોઈ ગુરુ અથવા દેવતા વગેરે નું ચિત્ર એમની સામે નથી આવતું. ભલે ઘણાં ગુરુ કર્યા હોય તો પણ જ્યારે હે ભગવાન કહે છે તો ક્યારેય એમને ગુરુ યાદ નહીં આવે. જો ગુરુને યાદ કરીને ભગવાન કહે તો તે મનુષ્ય તો જન્મ-મરણ માં આવવાવાળા થઈ ગયાં. તો આ એટલે પ તત્વોનાં બનેલાં શરીર ને યાદ કરે છે, જેને ૫ ભૂત કહેવાય છે. આત્માને ભૂત નથી કહેવાતું. તો તે જેમકે ભૂત પૂજા થઈ ગઈ. બુદ્ધિયોગ શરીર તરફ ચાલ્યો ગયો. જો કોઈ મનુષ્યને ભગવાન સમજે તો એવું નહીં કે એમાં જે આત્મા છે એમને યાદ કરે છે. નહીં આત્મા તો બંને માં છે. યાદ કરવાવાળા માં પણ છે તો જેમને યાદ કરે છે એમાં પણ છે. પરમાત્મા ને તો સર્વવ્યાપી કહી દે છે. પરંતુ પરમાત્મા ને પાપ આત્મા ન કહી શકાય. હકીકત માં પરમાત્મા નામ જ્યારે નીકળે છે તો બુદ્ધિ નિરાકાર તરફ ચાલી જાય છે. નિરાકાર બાપ ને નિરાકાર આત્મા યાદ કરે છે. એમને દેહી-અભિમાની કહેવાશે. સાકાર શરીર ને જે યાદ કરે છે તે જેમકે ભૂત અભિમાની છે. ભૂત, ભૂત ને યાદ કરે છે કારણ કે પોતાને આત્મા સમજવાનાં બદલે પ ભૂતોનું શરીર સમજે છે. નામ પણ શરીર પર પડે છે. પોતાને પણ પ તત્વોનું ભૂત સમજે છે અને એમને પણ શરીર થી યાદ કરે છે. દેહી અભિમાની તો નથી. પોતાને નિરાકાર આત્મા સમજે તો નિરાકાર પરમાત્મા ને યાદ કરે. સર્વ આત્માઓનો સંબંધ પહેલાં-પહેલાં પરમાત્મા સાથે છે. આત્મા દુઃખ માં પરમાત્મા ને જ યાદ કરે છે, એમની સાથે સંબંધ છે. એ આત્માઓને બધાં દુઃખો થી છોડાવે છે. એમને શમા પણ કહે છે. કોઈ બત્તી વગેરેની તો વાત નથી. એ તો પરમપિતા પરમ આત્મા છે. શમા કહેવાથી મનુષ્ય પછી જ્યોતિ સમજી લે છે. આ તો બાપે સ્વયં સમજાવ્યું છે હું પરમ આત્મા છું, જેમનું નામ શિવ છે. શિવ ને રુદ્ર પણ કહે છે. એ નિરાકાર નાં જ અનેક નામ છે બીજા કોઈને આટલાં નામ નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નું એક જ નામ છે. જે પણ દેહધારી છે એમનું એક જ નામ છે. એક ઈશ્વર ને જ અનેક નામ અપાય છે. એમની મહિમા અપરમઅપાર છે. મનુષ્ય નું એક નામ ફિક્સ છે. હવે તમે મરજીવા બન્યાં છો તો તમારા પર બીજું નામ રાખેલું છે, જેનાંથી જૂનું બધું ભુલાઈ જાય. તમે પરમપિતા પરમાત્મા ની આગળ જીતે જી (જીવતા જ) મરો છો. તો આ છે મરજીવો જન્મ. તો જરુર માતા-પિતા પાસે જન્મ લેવાય છે. આ ગુહ્ય વાતો બાપ બેસી તમને સમજાવે છે. દુનિયા તો શિવ ને જાણતી નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકરને જાણે છે. બ્રહ્માનો દિવસ, બ્રહ્મા ની રાત પણ કહે છે. આ પણ ફક્ત સાંભળ્યું છે. બ્રહ્મા દ્વારા સ્થાપના.. પરંતુ કેવી રીતે, એ નથી જાણતાં. હવે ક્રિયેટર (રચયિતા) તો જરુર નવો ધર્મ, નવી દુનિયા રચશે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ કુળ રચશે. આપ બ્રાહ્મણ બ્રહ્માને નહીં પરમપિતા પરમાત્મા ને યાદ કરો છો કારણ કે બ્રહ્મા દ્વારા તમે એમનાં બન્યાં છો. બહારવાળા દેહ-અભિમાની બ્રાહ્મણ એમજ પોતાને બ્રહ્મા નાં બાળક શિવનાં પોત્રા નહીં કહેશે. શિવબાબા જેમની જયંતી પણ મનાવે છે, પરંતુ એમને ન જાણવાને કારણે એમની કદર નથી. એમનાં મંદિરમાં જાય છે, સમજે છે આ બ્રહ્મા, વિષ્ણુ, શંકર તથા લક્ષ્મી-નારાયણ તો નથી. એ જરુર નિરાકાર પરમાત્મા છે. અને બધાં એક્ટર્સ (પાર્ટધારી) નો પોત-પોતાનો પાર્ટ છે, પુનર્જન્મ લે છે, તો પણ પોતાનું નામ રાખે છે. આ પરમપિતા પરમાત્મા એક જ છે, જેમનું વ્યક્ત નામ-રુપ નથી, પરંતુ મૂઢમતિ મનુષ્ય સમજતાં નથી. પરમાત્મા ની યાદગાર છે તો જરુર એ આવ્યાં હશે, સ્વર્ગ રચ્યું હશે. નહીં તો સ્વર્ગ કોણ રચશે. હવે પછી આવીને આ રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો છે. આને યજ્ઞ કહેવાય છે કારણ કે આમાં સ્વાહા થવાનું છે. યજ્ઞ તો ઘણાં મનુષ્ય રચે છે. તે તો બધાં છે ભક્તિમાર્ગ નાં સ્થૂળ યજ્ઞ. આ પરમપિતા પરમાત્મા સ્વયં આવીને યજ્ઞ રચે છે. બાળકોને ભણાવે છે. યજ્ઞ જ્યારે રચે છે તો એમાં પણ બ્રાહ્મણ લોકો શાસ્ત્ર કથાઓ વગેરે સંભળાવે છે. આ બાપ તો નોલેજફુલ (જ્ઞાન સાગર) છે. કહે છે આ ગીતા ભાગવત વગેરે શાસ્ત્ર બધાં ભક્તિમાર્ગ નાં છે. આ મટીરીયલ (સ્થૂળ) યજ્ઞ પણ ભક્તિમાર્ગ નાં છે. આ છે જ ભક્તિમાર્ગ નો સમય. જ્યારે કળિયુગ નો અંત આવે ત્યારે ભક્તિનો પણ અંત આવે, ત્યારે જ ભગવાન આવીને મળે કારણ કે એ જ ભક્તિનું ફળ આપવા વાળા છે. એમને જ્ઞાન સૂર્ય કહેવાય છે. જ્ઞાન ચંદ્રમા, જ્ઞાન સૂર્ય અને જ્ઞાન લક્કી સિતારા. સારું જ્ઞાન સૂર્ય તો છે બાપ. પછી માતા જોઈએ જ્ઞાન ચંદ્રમા. તો જે તન માં પ્રવેશ કર્યો છે તે થઈ ગઈ જ્ઞાન ચંદ્રમા માતા અને બાકી બધાં છે બાળકો લક્કી સિતારા. આ હિસાબ થી જગદંબા પણ લક્કી સ્ટાર થઈ ગયાં કારણ કે બાળક થયાં ને. સ્ટાર માં કોઈ બધામાં આગળ (સૌથી પ્રકાશિત) પણ હોય છે. તેમ અહીં પણ નંબરવાર છે. તે છે સ્થૂળ આકાશ નાં સૂર્ય ચંદ્ર અને તારાઓ અને આ છે જ્ઞાનની વાત. જેમ તે પાણીની નદીઓ અને આ છે જ્ઞાન ની નદીઓ, જે જ્ઞાન સાગર માંથી નીકળી છે.

હવે શિવજયંતી મનાવે છે, જરુર એ આખી સૃષ્ટિનાં બાપ આવે છે. આવીને જરુર સ્વર્ગ રચતા હશે. બાપ આવે જ છે આદિ સનાતન દેવી-દેવતા ધર્મની સ્થાપના કરવાં, જે પ્રાયઃલોપ થઈ ગયો છે. ગવર્મેન્ટ (સરકાર) પણ કોઈ ધર્મ ને નથી માનતી. કહે છે અમારો કોઈ ધર્મ નથી. આ ઠીક કહે છે. બાપ પણ કહે છે ભારતનો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ છે. ધર્મ માં તાકાત રહે છે. ભારતવાસી પોતાનાં દૈવી ધર્મમાં હતાં તો ખૂબ સુખી હતાં. વર્લ્ડ ઓલમાઈટી ઓથોરિટી રાજ્ય હતું. પુરુષોત્તમ રાજ્ય કરતા હતાં. શ્રી લક્ષ્મી-નારાયણ ને જ પુરુષોત્તમ કહેવાય છે. નંબરવાર ઊંચ-નીચ તો હોય છે. સર્વોત્તમ પુરુષ, ઉત્તમ પુરુષ, મધ્યમ, કનિષ્ટ પુરુષ તો હોય જ છે. પહેલાં-પહેલાં સૌથી સર્વોત્તમ પુરુષ જે બને છે એ જ પછી મધ્યમ, કનિષ્ટ બને છે. તો લક્ષ્મી-નારાયણ છે પુરુષોત્તમ. બધાં પુરુષો માં ઉત્તમ. પછી નીચે ઉતરે છે તો દેવતા થી ક્ષત્રિય, ક્ષત્રિય થી પછી વૈશ્ય, શુદ્ર કનિષ્ટ બને છે. સીતા રામ ને પણ પુરુષોત્તમ નહીં કહેવાશે. બધાં રાજાઓનાં રાજા, સર્વોત્તમ સતોપ્રધાન પુરુષોત્તમ છે લક્ષ્મી-નારાયણ. આ બધી વાતો તમારી બુદ્ધિમાં બેઠી છે. કેવી રીતે આ સૃષ્ટિનું ચક્ર ચાલે છે. પહેલાં-પહેલાં ઉત્તમ પછી મધ્યમ, કનિષ્ટ બને છે. આ સમયે તો આખી દુનિયા તમોપ્રધાન છે, આ બાપ સમજાવે છે. જેમની હવે જયંતી મનાવશે, તમે બતાવી શકો છો કે આજથી પ હજાર વર્ષ પહેલાં પરમપિતા પરમાત્મા શિવ પધાર્યા હતાં. નહીં તો શિવજયંતી કેમ મનાવે! પરમપિતા પરમાત્મા જરુર બાળકો માટે સૌગાત (ભેટ) લઈ આવશે અને જરુર સર્વોત્તમ કાર્ય કરશે. આખી તમોપ્રધાન સૃષ્ટિ ને સતોપ્રધાન સદા સુખી બનાવે છે. જેટલાં ઊંચ છે એટલું ઊંચું યાદગાર પણ હતું જે મંદિરને લૂંટીને લઈ ગયાં. મનુષ્ય ચઢાઈ કરે જ છે ધન માટે. વિદેશ થી પણ આવ્યાં ધન માટે, એ સમયે પણ ધન ખૂબ હતું. પરંતુ માયા રાવણે ભારત ને કોડી તુલ્ય બનાવી દીધું છે. બાપ આવી હીરાતુલ્ય બનાવે છે. એવાં શિવબાબા ને કોઈ પણ નથી જાણતું. કહી દે છે સર્વવ્યાપી છે, આમ કહેવું પણ ભૂલ છે. નાવ પાર કરાવવા વાળા સતગુરુ એક છે. ડુબાવવા વાળા અનેક છે. બધાં વિષય સાગર માં ડૂબેલા છે ત્યારે તો કહે છે આ અસાર સંસાર, વિષય સાગર થી પેલે પાર લઈ ચાલો (જાઓ), જ્યાં ક્ષીરસાગર છે. ગવાય પણ છે કે વિષ્ણુ ક્ષીરસાગર માં રહેતાં હતાં. સ્વર્ગ ને ક્ષીરસાગર કહેવાય છે. જ્યાં લક્ષ્મી-નારાયણ રાજ્ય કરે છે. બાકી એવું નથી વિષ્ણુ ત્યાં ક્ષીરસાગર માં વિશ્રામ કરે છે. તે લોકો તો મોટું તળાવ બનાવીને તેની વચ્ચે વિષ્ણુને રાખે છે. વિષ્ણુ ને પણ લાંબા-પહોળા બનાવે છે. આટલાં મોટાં તો લક્ષ્મી-નારાયણ હોતાં નથી. વધારે માં વધારે ૬ ફૂટ હશે. પાંડવો નાં પણ મોટાં-મોટાં પૂતળા બનાવે છે. રાવણનું કેટલું મોટું પૂતળું બનાવે છે. ખૂબ નામ (મહિમા) છે તો મોટું ચિત્ર બનાવે છે. બાબાનું નામ ભલે મોટું (મહિમા યુક્ત) છે પરંતુ એમનું ચિત્ર નાનું છે. આ તો સમજાવવા માટે આટલું મોટું રુપ આપી દીધું છે. બાપ કહે છે મારું આટલું મોટું રુપ નથી. જેમ આત્મા નાનો છે તેમ જ હું પરમાત્મા પણ સિતારા જેવો છું. એમને સુપ્રીમ સોલ (પરમ) કહેવાય છે, એ છે સૌથી ઊંચ. એમનામાં જ બધું જ્ઞાન ભરેલું છે, એમની મહિમા ગવાયેલી છે કે એ મનુષ્ય સૃષ્ટિનાં બીજ રુપ છે, જ્ઞાન નાં સાગર છે, ચૈતન્ય આત્મા છે. પરંતુ સંભળાવે ત્યારે જ્યારે ઓરગન્સ (કર્મેન્દ્રિયો) લે. જેમ બાળક પણ નાનાં ઓરગન્સ થી વાત નથી કરી શકતાં, મોટાં થાય છે તો શાસ્ત્ર વગેરે જોવાથી આગલા સંસ્કારો ની સ્મૃતિ આવી જાય છે. તો બાપ બેસી બાળકોને સમજાવે છે હું ફરીથી ૫ હજાર વર્ષ પછી તમને આ જ રાજયોગ શીખવાડવા આવ્યો છું. શ્રીકૃષ્ણએ કોઈ રાજયોગ નથી શીખવાડ્યો. એમણે તો પ્રાલબ્ધ ભોગવ્યું છે. ૮ જન્મ સૂર્યવંશી, ૧૨ જન્મ ચંદ્રવંશી પછી ૬૩ જન્મ વૈશ્ય, શુદ્રવંશી બન્યાં. હવે બધાંનો આ અંતિમ જન્મ છે. આ શ્રીકૃષ્ણ નો આત્મા પણ સાંભળે છે. તમે પણ સાંભળો છો. આ છે સંગમયુગી બ્રાહ્મણો નો વર્ણ. પછી તમે બ્રાહ્મણ થી જઈને દેવતા બનશો. બ્રાહ્મણ ધર્મ, સૂર્યવંશી દેવતા ધર્મ અને ચંદ્રવંશી ક્ષત્રિય ધર્મ ત્રણેય નાં સ્થાપક એક જ પરમપિતા પરમાત્મા છે. તો ત્રણેયનું શાસ્ત્ર પણ એક હોવું જોઈએ. અલગ-અલગ કોઈ શાસ્ત્ર છે નહીં. બ્રહ્મા આટલાં મોટાં બધાનાં બાપ છે, પ્રજાપિતા. એમનું પણ કોઈ શાસ્ત્ર નથી. એક ગીતામાં જ ભગવાનુવાચ છે. બ્રહ્મા ભગવાનુવાચ નથી. આ છે શિવ ભગવાનુવાચ, બ્રહ્મા દ્વારા જેનાંથી શુદ્રો ને કન્વર્ટ (પરિવર્તન) કરી બ્રાહ્મણ બનાવાય છે. બ્રાહ્મણ જ દેવતા અને જે નાપાસ થાય છે, તે ક્ષત્રિય બની જાય છે. બે કળા ઓછી થઈ જાય છે. કેટલું સારી રીતે સમજાવે છે. ઊંચા માં ઊંચા છે પરમપિતા પરમાત્મા પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર એમને પણ પુરુષોત્તમ નહીં કહેવાશે. જે પુરુષોત્તમ બને છે તે જ પછી કનિષ્ટ પણ બને છે. મનુષ્યો માં સર્વોત્તમ છે લક્ષ્મી-નારાયણ, જેમનાં મંદિર પણ છે. પરંતુ એમની મહિમાને કોઈ જાણતું નથી. ફક્ત પૂજા કરતા રહે છે. હવે તમે પુજારી થી પૂજ્ય બની રહ્યાં છો. માયા પછી પુજારી બનાવી દે છે. ડ્રામા એવો બનેલો છે. જ્યારે નાટક પૂરું થાય છે ત્યારે મારે આવવું પડે છે. પછી વૃધ્ધિ થવાની પણ ઓટોમેટીકલી (આપમેળે) બંધ થઈ જાય છે. પછી આપ બાળકોએ આવીને પોત-પોતાનો પાર્ટ રિપીટ કરવાનો છે. આ પરમપિતા પરમાત્મા સ્વયં બેસી સમજાવે છે, જેમની જયંતી ભક્તિમાર્ગ માં મનાવે છે. આ તો મનાવતા જ રહેશે. સ્વર્ગ માં તો કોઈની પણ જયંતી નથી મનાવતાં. શ્રીકૃષ્ણ, રામ વગેરે ની પણ જયંતી નહીં મનાવો. એ તો સ્વયં પ્રેક્ટિકલ માં (હકીકત માં) હશે. આ તો થઈને ગયાં છે, ત્યારે મનાવે છે. ત્યાં વર્ષે-વર્ષે શ્રીકૃષ્ણ નો બર્થ ડે (જન્મદિવસ) નહીં મનાવે. ત્યાં તો સદૈવ ખુશી છે જ, બર્થ ડે શું મનાવશે? બાળક નું નામ તો માતા-પિતા જ રાખતા હશે. ગુરુ તો ત્યાં હોતાં નથી. હકીકત માં આ વાતોનો જ્ઞાન અને યોગ સાથે કોઈ સંબંધ નથી. બાકી ત્યાનાં રિવાજ શું છે, તે પૂછવાનું હોય છે. આ તો બાબા કહી દેશે ત્યાનાં કાયદા જે હશે તે ચાલી પડશે, તમારે પૂછવાની શું જરુર છે. પહેલાં મહેનત કરી પોતાનું પદ તો પ્રાપ્ત કરી લો. લાયક તો બનો, પછી પૂછજો. ડ્રામા માં કોઈને કોઈ કાયદો હશે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાને નિરાકાર આત્મા સમજી નિરાકાર બાપ ને યાદ કરવાનાં છે. કોઈ પણ દેહધારી ને નહીં. મરજીવા બની જૂની વાતોને બુદ્ધિ થી ભૂલી જવાની છે.

2. બાપ નાં રચેલા આ રુદ્ર યજ્ઞ માં સંપૂર્ણ સ્વાહા થવાનું છે. શુદ્રો ને બ્રાહ્મણ ધર્મ માં કન્વર્ટ કરવાની સેવા કરવાની છે.

વરદાન :-
દિનચર્યા ની સેટિંગ ( ગોઠવણ ) અને બાપ નાં સાથ દ્વારા દરેક કાર્ય એક્યુરેટ ( બરાબર ) કરવા વાળા વિશ્વ કલ્યાણકારી ભવ

દુનિયામાં જે મોટાં વ્યક્તિ હોય છે એમની દિનચર્યા સેટ હોય છે. કોઈપણ કાર્ય એક્યુરેટ ત્યારે થાય છે જ્યારે દિનચર્યાની સેટિંગ હોય. સેટિંગ થી સમય, એનર્જી (શક્તિ) બધું બચી જાય છે, એક વ્યક્તિ ૧૦ કાર્ય કરી શકે છે. તો આપ વિશ્વ કલ્યાણકારી જવાબદાર આત્માઓ, દરેક કાર્ય માં સફળતા પ્રાપ્ત કરવા માટે દિનચર્યા ને સેટ કરો અને બાપની સાથે સદા કમ્બાઈન્ડ (સંયુક્ત) થઈને રહો. હજાર ભુજાઓ વાળા બાપ તમારી સાથે છે તો એક કાર્ય ની બદલે હજાર કાર્ય એક્યુરેટ કરી શકો છો.

સ્લોગન :-
સર્વ આત્માઓ પ્રત્યે શુદ્ધ સંકલ્પ કરવા જ વરદાની મૂર્ત બનવું છે.