19-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો - તમે આ
કબ્રિસ્તાન ને પરિસ્તાન બનાવી રહ્યાં છો , એટલે તમારો આ જૂની દુનિયા , કબ્રિસ્તાન
થી પૂરે - પૂરો વૈરાગ્ય જોઈએ ”
પ્રશ્ન :-
બેહદનાં બાપ
પોતાનાં રુહાની બાળકોનાં વન્ડરફુલ સર્વન્ટ (સેવક) છે, કેવી રીતે?
ઉત્તર :-
બાબા કહે છે બાળકો હું તમારો ધોબી છું, આપ બાળકોનાં તો શું આખી દુનિયાનાં છી-છી ગંદા
વસ્ત્ર સેકન્ડ માં સાફ કરી દઉં છું. આત્મારુપી વસ્ત્ર સ્વચ્છ બનવાથી શરીર પણ શુદ્ધ
મળે છે. એવાં વન્ડરફુલ સર્વન્ટ છે જે મનમનાભવ નાં છૂ મંત્ર થી બધાને સેકન્ડ માં સાફ
કરી દે છે.
ઓમ શાંતિ!
ઓમ્ શાંતિ નો
અર્થ બાળકોને બાપે સમજાવ્યો છે. અહમ્ આત્મા નો સ્વધર્મ છે શાંત. શાંતિધામ જવાના માટે
કોઈ પુરુષાર્થ નથી કરવો પડતો. આત્મા સ્વયં શાંત સ્વરુપ, શાંતિધામમાં રહેવા વાળી છે.
હાં થોડો સમય શાંત રહી શકે છે. આત્મા કહે છે - હું કર્મેન્દ્રિયો નાં બોજ થી થાકી
ગઈ છું, હું પોતાનાં સ્વધર્મમાં ટકી જાઉં છું, શરીર થી અલગ થઈ જાઉં છું. પરંતુ કર્મ
તો કરવાનાં જ છે. શાંતિમાં ક્યાં સુધી બેઠાં રહેશો. આત્મા કહે છે અમે શાંતિ દેશના
રહેવાસી છીએ. ફક્ત અહીંયા શરીરમાં આવવાથી હું ટોકી બની છું. અહમ આત્મા અવિનાશી, મમ
શરીર છે વિનાશી. આત્મા પાવન અને પતિત બને છે. સતયુગ મા ૫ તત્વ પણ સતોપ્રધાન હોય છે.
અહીંયા ૫ તત્વ પણ તમોપ્રધાન છે. સોનામાં ખાદ પડવાથી સોનું પતિત બની જાય છે પછી તેને
સાફ કરવા માટે આગમાં નખાય છે, આનું નામ જ છે યોગ અગ્નિ. દુનિયામાં તો અનેક પ્રકારનાં
હઠ યોગ વગેરે શીખવાડે છે. તેને યોગ અગ્નિ નથી કહેવાતું. યોગ અગ્નિ આ છે જેનાથી પાપ
બળે છે. આત્મા ને પતિત થી પાવન બનાવવા વાળા પરમાત્મા છે, બોલાવે છે હેં પતિત-પાવન
આવો. ડ્રામા પ્લાન અનુસાર બધાંને પતિત તમોપ્રધાન બનવાનું જ છે. આ ઝાડ છે તેનાં બીજ
રુપ ઉપર માં છે. બાપ ને જ્યારે બોલાવે છે, બુદ્ધિ ઉપર ચાલી જાય છે, જેમનાથી તમે
વારસો લઈ રહ્યાં છો, જે હવે નીચે આવેલાં છે. કહે છે મારે આવવું પડે છે. મનુષ્ય
સૃષ્ટિનું જે ઝાડ છે, અનેક વેરાયટી ધર્મો નું, તે હમણાં તમોપ્રધાન પતિત છે.
જડજડીભૂત અવસ્થા ને પામેલું છે. બાપ બેસી બાળકો ને સમજાવે છે. સતયુગ માં દેવતાઓ,
કળયુગ માં છે અસુર. બાકી અસુર અને દેવતાઓની લડાઈ લાગી નથી. તમે આ આસુરી ૫ વિકારો પર
યોગબળ થી જીત પામો છો. બાકી કોઈ હિંસક લડાઈ ની વાત નથી. તમે કોઈ પણ પ્રકાર થી હિંસા
નથી કરતાં. ક્યારેય કોઈને હાથ પણ નહીં લગાવશો. તમે ડબલ અહિંસક છો. કામ કટારી ચલાવવી,
આ તો સૌથી મોટું પાપ છે. બાપ કહે છે આ કામ કટારી વગેરે આદિ-મધ્ય-અંત દુઃખ આપે છે.
વિકાર માં ન જવું જોઈએ. દેવતાઓનાં આગળ મહિમા ગાએ છે ને - આપ સર્વ ગુણ સંપન્ન…… આત્મા
કહે છે અમે પતિત બન્યા છીએ, ત્યારે તો બોલાવે છે હેં પતિત-પાવન આવો. જ્યારે પાવન છે
ત્યારે તો કોઈ ને બોલાવતા જ નથી. તેને સ્વર્ગ કહેવાય છે. અહીંયા તો સાધુ-સંત વગેરે
કેટલી ધૂન લગાવે છે-હેં પતિત-પાવન સીતારામ…. બાપ કહે છે આ સમયે આખી દુનિયા પતિત છે,
આમાં પણ કોઈનો દોષ નથી. આ ડ્રામા બન્યો-બનાવેલ છે. જ્યાં સુધી હું આવું, એમને પોતાનો
પાર્ટ ભજવવાનો છે. જ્ઞાન અને ભક્તિ પછી છે વૈરાગ્ય. જૂની દુનિયા થી વૈરાગ્ય. આ છે
બેહદ નો વૈરાગ્ય. તેમનો છે હદનો વૈરાગ્ય.
તમે જાણો છો આ જૂની દુનિયા હવે ખતમ થવાની છે. નવું ઘર બનાવે છે તો જૂના ઘર થી
વૈરાગ્ય થઈ જાય છે ને. બેહદનાં બાપ કહે છે હવે તમને સ્વર્ગ રુપી ઘર બનાવી ને આપું
છું. હમણાં તો છે નર્ક. સ્વર્ગ છે નવી દુનિયા. નર્ક જૂની દુનિયા. હમણાં જૂની
દુનિયામાં રહી આપણે નવી દુનિયા બનાવી રહ્યાં છીએ. જૂના કબ્રિસ્તાન પર આપણે પરિસ્તાન
બનાવશું. આ જમુના નો કાંઠો હશે. આનાં પર મહેલ બનશે. આ જ દિલ્લી જમુના નદી વગેરે હશે
બાકી આ જે દેખાડે છે પાંડવોનાં કિલ્લા હતાં, આ બધી છે દંતકથાઓ. ડ્રામા પ્લાન અનુસાર
જરુર ફરી આ બનશે. જેમ તમે યજ્ઞ તપ દાન વગેરે કરતાં આવ્યાં છો ફરી પણ કરવાનું હશે.
પહેલાં તમે શિવની ભક્તિ કરો છો, ફર્સ્ટ ક્લાસ મંદિર બનાવો છો. તેને વ્યભિચારી ભક્તિ
કહેવાય છે. હમણાં તમે જ્ઞાનમાર્ગ માં છો. આ છે અવ્યભિચારી જ્ઞાન. એક જ શિવબાબા થી
તમે સાંભળો છો. જેમની પહેલાં-પહેલાં તમે ભક્તિ શરું કરી, તે સમયે બીજા કોઈ ધર્મ હોતાં
નથી. તમે જ હોવ છો. તમે ખુબ સુખી રહો છો. દેવતા ધર્મ ખુબ સુખ આપવા વાળો છે. નામ
લેવાથી મુખ મીઠું થઈ જાય છે. તો તમે એક બાપ થી જ જ્ઞાન સાંભળો છો. બાપ કહે છે બીજા
કોઈ થી નહીં સાંભળો. આ છે તમારું અવ્યભિચારી જ્ઞાન. બેહદનાં બાપ નાં તમે બનો છો.
બાપ થી જ વારસો મળશે નંબરવાર પુરુષાર્થ અનુસાર. બાપ પણ થોડા સમય માટે સાકાર માં
આવેલાં છે. કહે છે મારે જ આપ બાળકોને જ્ઞાન આપવાનું છે. મારું સ્થાઈ કોઈ શરીર છે નહીં,
હું આમાં પ્રવેશ કરું છું. શિવજયંતી થી પછી ઝટ ગીતા જયંતી થઈ જાય છે. એનાથી જ જ્ઞાન
શરું કરી દે છે. આ રુહાની વિદ્યા તમને સુપ્રીમ રુહ જ આપી રહ્યાં છે. પાણી ની વાત નથી.
પાણી ને થોડી જ્ઞાન કહેશે. પતિત થી પાવન જ્ઞાન થી બનશે. પાણી થી થોડી પાવન બનશે.
નદીઓ તો બધી દુનિયામાં છે જ. આ તો જ્ઞાન સાગર બાપ આવે છે, આમાં પ્રવેશ કરી નોલેજ
સંભળાવે છે. અહીંયા જ્યારે કોઈ મરે છે તો મુખ માં ગંગાજળ નાખે છે. સમજે છે આ જળ છે
પતિત થી પાવન બનાવવા વાળું તો સ્વર્ગમાં ચાલ્યા જશે. અહીંયા પણ ગૌમુખ પર જાય છે.
હકીકત માં ગૌમુખ તમે ચૈતન્ય છો. તમારા મુખ થી જ્ઞાન અમૃત નીકળે છે. ગૌ થી દૂધ મળે
છે, પાણી ની તો વાત નથી. આ હમણાં તમને ખબર પડી છે. તમે જાણો છો ડ્રામા જે એક વખત થઈ
ગયો છે તે પછી ૫ હજાર વર્ષ બાદ થશે, હૂબહૂ રીપીટ. આ બાપ બેસી સમજાવે છે, જે બધાંના
સદ્દગતિ દાતા છે. હમણાં તો બધાં દુર્ગતિ માં પડ્યાં છે, આગળ તમે જાણતા નહોતાં કે
રાવણ ને કેમ બાળે છે. હમણાં તમે સમજો છો બેહદ નો દશેરા થવાનો છે. આખી સૃષ્ટિ પર
રાવણ રાજ્ય છે ને. આ આખી જે પૃથ્વી છે તે લંકા છે. રાવણ કોઈ હદ માં નથી હોતો. રાવણ
રાજ્ય આખી સૃષ્ટિ માં છે. ભક્તિ પણ અડધોકલ્પ ચાલે છે. પહેલાં હોય છે અવ્યભિચારી
ભક્તિ પછી વ્યભિચારી ભક્તિ શરું થાય છે. દશેરા, રક્ષાબંધન વગેરે બધાં હમણા નાં
તહેવાર છે. શિવજયંતી નાં પછી હોય છે કૃષ્ણ જયંતી. હમણાં કૃષ્ણપુરી સ્થાપન થાય છે.
આજે કંસપુરી માં છે, કાલે કૃષ્ણપુરી માં હશે. કૃષ્ણ થોડી અહીંયા હોઈ શકે. કૃષ્ણ
જન્મ લે છે જ સતયુગ માં. તે છે ફર્સ્ટ પ્રિન્સ (પહેલાં રાજકુમાર). સ્કૂલમાં ભણવા
જાય છે, જ્યારે મોટા થાય છે ત્યારે ગાદી નાં માલિક બને છે. બાકી આ રાસલીલા વગેરે તે
તો આપસમાં ખુશી મનાવતાં હશે. બાકી કૃષ્ણ કોઇને બેસી જ્ઞાન સંભળાવે આ થઈ કેવી રીતે
શકે. બધી મહિમા એક શિવબાબા ની છે જે પતિતો ને પાવન બનાવે છે. તમે કોઈ મોટા ઓફિસર્સ
ને સમજાવો તો કહેશે તમે સાચું કહો છો. પરંતુ તે બીજા કોઈ ને સંભળાવી ન શકે. તેમની
વાત કોઈ સાંભળશે નહિં. બી.કે. બન્યાં અને બધાં કહેશે આમને તો જાદુ લાગી ગયો છે.
બી.કે. નું નામ સાંભળ્યું, બસ. સમજે છે આ જાદુ કરતાં હશે. થોડું કોઈ ને જ્ઞાન આપો
તો કહી દે છે આ બી.કે. જાદુ લગાવે છે. બસ આ તો સિવાય પોતાનાં દાદા નાં બીજા કોઈ ને
માનતી નથી. ભક્તિ વગેરે કંઈ નથી કરતી. બાબા તો કહે છે કોઈને ના નથી કરવાની કે ભક્તિ
નહીં કરો. જાતે જ છૂટી જશે. તમે ભક્તિ છોડો છો, વિકાર છોડો છો, આનાં પર જ હંગામા
થાય છે. બાબાએ કહ્યું છે હું રુદ્ર જ્ઞાન યજ્ઞ રચુ છું, આમાં આસુરી સંપ્રદાયનાં
વિઘ્ન પડે છે. આ છે શિવબાબા નો બેહદનો યજ્ઞ. જેમાં મનુષ્ય થી દેવતા બને છે. ગવાયેલું
હોય છે - જ્ઞાન યજ્ઞ થી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઇ. જ્યારે જૂની દુનિયા વિનાશ થાય
ત્યારે તો તમે નવી દુનિયા માં રાજ્ય કરશો. મનુષ્ય કહેશે અમે કહીએ છીએ શાંતિ થાય અને
આ બી.કે. કહે છે વિનાશ થાય. બાપ સમજાવે છે આ આખી જૂની દુનિયા આ જ્ઞાન યજ્ઞમાં સ્વાહા
થઈ જશે. આ જુની દુનિયા ને આગ લાગવાની છે. નેચરલ કૈલેમિટીઝ (કુદરતી આપદાઓ) પણ આવશે.
વિનાશ તો થવાનો જ છે. રાઈ ની જેમ બધાં મનુષ્ય પીસાઈને ખતમ થઇ જશે. બાકી આત્માઓ બચી
જશે. આ તો કોઈ પણ સમજી શકે છે - આત્મા અવિનાશી છે. હમણાં બેહદની હોળીકા થવાની છે,
જેમાં શરીર બધાં ખતમ થઇ જશે. બાકી આત્માઓ પવિત્ર બની ચાલી જશે. આગ માં વસ્તુ શુદ્ધ
થાય છે ને. હવન કરે છે શુદ્ધતાનાં માટે. તે બધી છે શારીરિક વાતો. હમણાં તો આખી
દુનિયા સ્વાહા થવાની છે. વિનાશ નાં પહેલાં જરુર સ્થાપના થઈ જવી જોઈએ. કોઈ ને પણ
સમજાવો તો પહેલાં બોલો સ્થાપના પછી વિનાશ. બ્રહ્મા દ્વારા સ્થાપના. પ્રજાપિતા તો
પ્રખ્યાત છે ને. આદિ દેવ અને આદિ દેવી. જગતઅંબા નાં પણ લાખો મંદિર છે. કેટલાં મેળા
લાગે છે. તમે છો જગતઅંબા નાં બાળકો, જ્ઞાન-જ્ઞાનેશ્વરી પછી બનશે રાજ-રાજેશ્વરી. તમે
ખુબ ધનવાન બનો છો પછી ભક્તિ માર્ગ માં લક્ષ્મી થી દીપમાળા પર વિનાશી ધન માગે છે.
અહીંયા તો બધુંજ મળી જાય છે. આયુશ્વાન ભવ, પુત્રવાન ભવ. તમે જાણો છો આપણી આયુ ૧૫૦
વર્ષની હોય છે. બાપ કહે છે જેટલો યોગ લગાવશો એટલી આયુ વધતી રહેશે. તમે ઈશ્વર થી યોગ
લગાવીને યોગેશ્વર બનો છો. મનુષ્ય તો છે ભોગેશ્વર. કહેવાય પણ છે વિકારી, મૂત પલીત
કપડ ધોય…… બાપ કહે છે મને ધોબી પણ કહે છે. હું બધી આત્માઓને આવીને સાફ કરું છું પછી
શરીર પણ નવાં શુદ્ધ મળશે. બાપ કહે છે હું સેકન્ડમાં આખી દુનિયાનાં કપડા સાફ કરી લઉં
છું. ફક્ત મનમનાભવ થવાથી આત્મા અને શરીર પવિત્ર બની જશે. છૂ મંત્ર છે ને. સેકન્ડમાં
જીવનમુક્તિ. કેટલો સહજ ઉપાય છે. બાપ ને યાદ કરો તો પાવન બની જશો. ચાલતાં-ફરતાં ફક્ત
બાપ ને યાદ કરો, બીજી કોઈ જરા પણ તકલીફ તમને આપતો નથી. ફક્ત યાદ કરવાનું છે. હમણાં
તમારી એક-એક સેકન્ડમાં ચઢતી કળા થાય છે.
બાપ કહે છે હું આપ બાળકોનો સર્વન્ટ (સેવક) બની આવ્યો છું. તમે બોલાવ્યો જ છે હેં
પતિત-પાવન આવો, આવીને અમને પાવન બનાવો. સારું બાળકો આવ્યો છું, તો સર્વન્ટ થયો ને.
જ્યારે તમે ખુબ પતિત બનો છો ત્યારે જ જોર થી બુમો પાડો છો. હવે હું આવ્યો છું. હું
કલ્પ-કલ્પ આવીને આપ બાળકો ને આ મંત્ર આપું છું. મને યાદ કરો તો તમે પાવન બની જશો.
મનમનાભવ નો અર્થ પણ છે - મનમનાભવ, મધ્યાજી ભવ અર્થાત્ બાપ ને યાદ કરો તો વિષ્ણુપુરી
નાં માલિક બનશો. તમે આવ્યાં જ છો વિષ્ણુપુરી નું રાજ્ય લેવાં. રાવણપુરી નાં બાદ છે
વિષ્ણુપુરી. કંસપુરી નાં બાદ કૃષ્ણપુરી, કેટલું સહજ સમજાવાય છે. બાપ કહે છે આ જૂની
દુનિયા થી મમત્વ મિટાવી દો. હવે આપણે ૮૪ જન્મ પૂરા કર્યા છે. આ જૂનું વસ્ત્ર છોડીને
આપણે જઈશું નવી દુનિયામાં. યાદ થી જ તમારા પાપ કપાતાં જશે. આટલી હિમ્મત કરવી જોઈએ.
તે તો બ્રહ્મ ને યાદ કરે છે. સમજે છે બ્રહ્મ માં લીન થઈ જઈશું. પરંતુ બ્રહ્મ તો છે
રહેવાનું સ્થાન. તે લોકો તપસ્યામાં બેસી જાય છે. બસ અમે બ્રહ્મમાં જઈને લીન થઈ જઈશું.
પરંતુ પાછું તો કોઈ જઈ નથી શકતું. બ્રહ્મ થી યોગ લગાવવાથી પાવન તો બનશે નહીં. એક પણ
જઈ ન શકે. પુનર્જન્મ તો લેવાનો જ છે. બાપ આવીને સાચું બતાવે છે. સચખંડ સાચાં બાબા
સ્થાપન કરે છે. રાવણ આવીને જૂઠખંડ બનાવે છે. હમણા આ છે સંગમયુગ. આમાં તમે ઉત્તમ થી
ઉત્તમ બનો છો એટલે આને પુરુષોત્તમ કહેવાય છે. તમે કોડી થી હીરા જેવાં બનો છો. આ છે
બેહદની વાત. ઉત્તમ થી ઉત્તમ મનુષ્ય છે દેવતાઓ. તો હમણાં પુરુષોત્તમ સંગમયુગ પર તમે
બેઠાં છો. તમને પુરુષોત્તમ બનાવવા વાળા છે ઊંચે થી ઊંચા બાપ. ઊંચે થી ઊંચા સ્વર્ગ
નો તમને વારસો આપે છે પછી આ કેમ ભૂલો છો? બાપ કહે છે મને યાદ કરો. બાળકો કહે છે -
બાબા કૃપા કરો તો અમે ભૂલીએ નહીં. આ કેવી રીતે થઈ શકે! બાબા નાં ડાયરેક્શન પર
ચાલવાનું છે. બાપ કહે છે મને યાદ કરો તો તમે પતિત થી પાવન બની જશો. સલાહ પર ચાલો
ને. બાકી આશીર્વાદ શું કરું. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપનાં
દરેક ડાયરેક્શન પર ચાલીને સ્વયંને કોડી થી હીરા જેવાં બનાવવાનું છે. એક બાપ ની યાદ
માં રહી સ્વયંનાં વસ્ત્રો ને સ્વચ્છ બનાવવાનાં છે.
2. હવે નવાં ઘરમાં ચાલવાનું છે એટલે આ જૂના ઘર થી બેહદ નો વૈરાગ્ય રાખવાનો છે. નશો
રહે કે આ જૂના કબ્રિસ્તાન પર અમે પરિસ્તાન બનાવીશું.
વરદાન :-
સંગમયુગ નાં
શ્રેષ્ઠ ચિત્ર ને સામે રાખી ભવિષ્ય નાં દર્શન કરવા વાળા ત્રિકાળદર્શી ભવ
ભવિષ્યનાં પહેલાંં
સર્વ પ્રાપ્તિઓનો અનુભવ આપ સંગમયુગી બ્રાહ્મણ કરો છો. હમણાં ડબલ તાજ, તખ્ત, તિલકધારી,
સર્વ અધિકારી મૂર્ત બનો છો. ભવિષ્યમાં તો ગોલ્ડન સ્પુન હશે પરંતુ હમણાં હીરા તુલ્ય
બની જાઓ છો. જીવન જ હીરા સમાન બની જાય. ત્યાં સોના, હીરા નાં ઝુલામાં ઝુલશો અહીંયા
બાપદાદા નાં ખોળામાં, અતીન્દ્રિય સુખના ઝૂલામાં ઝુલો છો. તો ત્રિકાળદર્શી બની
વર્તમાન અને ભવિષ્યનાં શ્રેષ્ઠ ચિત્રને જોતાં સર્વ પ્રાપ્તિઓ નો અનુભવ કરો.
સ્લોગન :-
કર્મ અને યોગ
નું બેલેન્સ (સંતુલન) જ પરમાત્મ બ્લેસિંગ (આશીર્વાદ) નાં અધિકારી બનાવી દે છે.