19-05-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે હમણાં શાંતિધામ , સુખધામ માં જવાં માટે ઈશ્વરીય ધામ માં બેઠાં છો , આ સત નો સંગ છે , જ્યાં તમે પુરુષોત્તમ બની રહ્યાં છો

પ્રશ્ન :-
આપ બાળકો બાપ થી પણ ઊંચા છો, નીચાં નથી - કેવી રીતે?

ઉત્તર :-
બાબા કહે - બાળકો, હું વિશ્વ નો માલિક નથી બનતો, તમને વિશ્વનાં માલિક બનાવું છું તો બ્રહ્માંડનાં પણ માલિક બનાવું છું. હું ઊંચેથી ઊંચો બાપ આપ બાળકોને નમસ્તે કરું છું, એટલે તમે મારાં થી પણ ઊંચા છો, હું આપ માલિકોને સલામ કરું છું. તમે પછી એવાં બનાવવા વાળા બાપ ને સલામ કરો છો.

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોને નમસ્તે. રેસપોન્ડ (પ્રત્યુતર) પણ નથી કરતાં - બાબા નમસ્તે, કારણ કે બાળકો જાણે છે બાબા અમને બ્રહ્માંડ નાં માલિક પણ બનાવે છે અને વિશ્વનાં માલિક પણ બનાવે છે. બાપ તો ફક્ત બ્રહ્માંડ નાં માલિક બને છે, વિશ્વનાં માલિક નથી બનતાં. બાળકોને બ્રહ્માંડ અને વિશ્વ બંનેનાં માલિક બનાવે છે તો બતાવો મોટું કોણ થયું? બાળકો મોટા થયાં ને એટલે બાળકો પછી નમસ્તે કરે છે. બાબા આપ જ અમને બ્રહ્માંડ અને વિશ્વનાં માલિક બનાવો છો એટલે આપને નમસ્તે. મુસલમાન લોકો પણ માલેકમ સલામ, સલામ માલેકમ કહે છે ને. આપ બાળકોને આ ખુશી છે. જેમને નિશ્ચય છે, નિશ્ચય વગર તો કોઈ અહીંયા આવી પણ ન શકે. અહીંયા જે આવે છે તે જાણે છે અમે કોઈ મનુષ્ય ગુરુની પાસે નથી જતાં. મનુષ્ય બાપની પાસે, શિક્ષકની પાસે કે મનુષ્ય ગુરુની પાસે નથી જતાં. તમે આવો છો રુહાની બાપ, રુહાની શિક્ષક, રુહાની સદ્દગુરુ ની પાસે. તે મનુષ્ય તો અનેક છે. આ એક જ છે. આ પરિચય કોઈને પણ હતો નથી. ભક્તિમાર્ગનાં શાસ્ત્રોમાં પણ છે કે રચતા અને રચનાને કોઈ પણ નથી જાણતું. ન જાણવાનાં કારણે, તેમને ઓરફન (અનાથ) કહેવાય છે. જે સારું ભણેલા-ગણેલાં હોય છે, સમજી શકે છે, આપણે સૌ આત્માઓનાં બાપ એક જ નિરાકાર છે. એ આવીને બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ બને છે. ગીતામાં કૃષ્ણ નું નામ પ્રખ્યાત છે. ગીતા છે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી, સૌથી ઉત્તમ થી ઉત્તમ. ગીતા ને જ મા-બાપ કહેવાય છે બીજા જે પણ શાસ્ત્ર છે, તેને માત-પિતા નહીં કહેશે. શ્રીમદ ભગવતગીતા માતા ગવાય છે. ભગવાનનાં મુખ કમળ થી નીકળેલી ગીતાનું જ્ઞાન. ઊંચેથી ઊંચા બાપ છે તો જરુર ઊંચેથી ઊંચા ની ગાયેલી ગીતા થઈ ગઈ ક્રિયેટર (રચયિતા). બાકી બધાં શાસ્ત્ર છે તેનાં પત્તા, ક્રિયેશન. રચનાથી ક્યારેય વારસો મળી ન શકે. જો મળશે પણ તો અલ્પકાળ માટે. બીજા એટલા બધાં શાસ્ત્ર છે, જેને વાંચવાથી અલ્પકાળનું સુખ મળે છે એક જન્મનાં માટે. જે મનુષ્ય જ મનુષ્યને ભણાવે છે. દરેક પ્રકારનાં જે પણ ભણતર છે તે અલ્પકાળનાં માટે મનુષ્ય, મનુષ્યને ભણાવે છે. અલ્પકાળનું સુખ મળ્યું પછી બીજા જન્મમાં બીજું ભણતર ભણવું પડે. અહીંયા તો એક નિરાકાર બાપ જ છે જે ૨૧ જન્મો નાં માટે વારસો આપે છે. કોઈ મનુષ્ય તો આપી ન શકે. તે તો વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) બનાવી દે છે. બાપ બનાવે છે પાઉન્ડ (હીરાતુલ્ય). હમણાં બાપ બેસીને બાળકો ને સમજાવે છે. તમે બધાં ઈશ્વરનાં બાળકો છો ને. સર્વવ્યાપી કહેવાથી અર્થ કાંઈ નથી સમજતાં. બધામાં પરમાત્મા છે તો પછી ફાધરહુડ (પિતૃત્ત્વ) થઈ જાય છે. ફાધર જ ફાધર તો પછી વારસો ક્યાંથી મળે! કોનું દુઃખ કોણ હરે! બાપને જ દુઃખહર્તા, સુખકર્તા કહેવાય છે. ફાધર જ ફાધરનો તો કોઇ અર્થ જ નથી નીકળતો. બાપ બેસી ને સમજાવે છે - આ છે જ રાવણ રાજ્ય. આ પણ ડ્રામા માં નોંધ છે એટલે ચિત્રોમાં પણ ક્લિયર (સ્પષ્ટ) કરી દેખાડ્યું છે.

આપ બાળકોની બુદ્ધિ માં છે - અમે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. બાપ પુરુષોત્તમ બનાવવાં આવેલાં છે. જેમ બેરિસ્ટરી, ડોક્ટરી વગેરે ભણે છે, જેનાથી પદ પામે છે. સમજે છે આ ભણતર થી અમે ફલાણા બનશું. અહીંયા તમે સત નાં સંગ માં બેઠાં છો, જેનાથી તમે સુખધામ માં જાઓ છો. સતધામ પણ બે છે-એક સુખધામ, બીજું છે શાંતિધામ. આ છે ઈશ્વર નું ધામ. બાપ રચતા છે ને. જે બાપ દ્વારા સમજી ને હોશિયાર થતાં જાય છે - તેમનું કર્તવ્ય છે સર્વિસ (સેવા) કરવી. બાપ કહે છે તમે હમણાં સમજીને હોશિયાર થયા છો તો શિવનાં મંદિરમાં જઈને સમજાવો, તેમને કહો આનાં પર ફળ, ફૂલ, માખણ, ઘી, આકડાનાં ફૂલ, ગુલાબના ફૂલ વેરાઈટી કેમ ચઢાવો છો. કૃષ્ણના મંદિરમાં આકડાનાં ફૂલ નથી ચઢાવતાં. ત્યાં ખૂબ સરસ સુગંધિત ફૂલ લઈ જાય છે. શિવની આગળ અકનાં ફૂલ તો ગુલાબનાં ફૂલ પણ ચઢાવે છે. અર્થ તો કોઈ જાણતાં નથી. આ સમયે આપ બાળકોને બાપ ભણાવે છે, કોઈ મનુષ્ય નથી ભણાવતાં. બીજા બધી દુનિયામાં મનુષ્યને મનુષ્ય ભણાવે છે. તમને ભગવાન ભણાવે છે. કોઈ મનુષ્યને ભગવાન કદાચિત કહેવાતું નથી. લક્ષ્મી-નારાયણ ને પણ ભગવાન નહીં, તેમને દેવી-દેવતા કહેવાય છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકરને પણ દેવતા કહેશે. ભગવાન એક બાપ જ છે, એ છે જ બધી આત્માઓનાં બાપ. બધાં કહે પણ છે-હેં પરમપિતા પરમાત્મા. એમનું સાચું-સાચું નામ છે શિવ અને આપ બાળકો છો સાલિગ્રામ. પંડિત લોકો જ્યારે રુદ્ર યજ્ઞ રચે છે તો શિવનું ખુબ મોટું લિંગ બનાવે છે અને સાલિગ્રામ નાનાં-નાનાં બનાવે છે. સાલિગ્રામ કહેવાય છે આત્માઓને. શિવ કહેવાય છે પરમાત્મા ને. તે બધાનાં બાપ છે, આપણે બધાં છીએ ભાઈ-ભાઈ, કહે પણ છે બ્રધરહુડ (બંધુત્વ). બાપ નાં બાળકો આપણે ભાઈ-ભાઈ છીએ. પછી ભાઈ-બહેન કેવી રીતે થયાં? પ્રજાપિતા બ્રહ્માનાં મુખ થી પ્રજા રચાય છે. તે છે બ્રાહ્મણ અને બ્રાહ્મણીઓ. આપણે પ્રજાપિતા બ્રહ્માની સંતાન છીએ, એટલે બી.કે કહેવાઈએ છે. અચ્છા, બ્રહ્માને કોણે પેદા કર્યા? ભગવાને. બ્રહ્મા, વિષ્ણુ, શંકર.આ બધી રચના છે. સૂક્ષ્મવતન ની રચના થઇ ગઈ. બ્રહ્મા મુખ કમળ થી આપ બાળકો નીકળ્યાં છો. બ્રાહ્મણ-બ્રાહ્મણી કહેવાઓ છે. તમે બ્રહ્મા મુખ વંશાવલી એડોપ્ટેડ છો. પ્રજાપિતા બ્રહ્મા બાળકો કેવી રીતે પેદા કરશે, જરુર એડોપ્ટ કરશે. જેમ ગુરુઓનાં ફોલોઅર્સ (અનુયાયી) એડોપ્ટ થાય છે, તેમને કહેશું શિષ્ય. તો પ્રજાપિતા બ્રહ્મા આખી દુનિયાનાં પિતા થઈ ગયાં. તેમને કહેવાય છે - ગ્રેટ-ગ્રેટ-ગ્રાન્ડ ફાધર. પ્રજાપિતા બ્રહ્મા તો અહીંયા જોઈએ ને. સૂક્ષ્મવતન માં પણ બ્રહ્મા છે. નામ ગવાયેલું છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર પરંતુ સૂક્ષ્મવતન માં પ્રજા તો હોતી નથી. પ્રજાપિતા બ્રહ્મા કોણ છે, આ બધું બાપ બેસી સમજાવે છે. તે બ્રાહ્મણ લોકો પણ પોતાને બ્રહ્માની સંતાન કહે છે? હમણાં બ્રહ્મા ક્યાં છે? તમે કહેશો આ બેઠાં છે, તે કહેશે થઈને ગયાં છે. તે પછી પોતાને પૂજારી બ્રાહ્મણ કહેવડાવે છે. હમણાં તમે તો પ્રેક્ટિકલમાં છો. પ્રજાપિતા બ્રહ્માનાં બાળકો આપસમાં ભાઈ-બહેન થઈ ગયાં. બ્રહ્મા ને એડોપ્ટ કર્યા છે શિવબાબા એ. કહે છે હું આ વૃદ્ધ તનમાં પ્રવેશ કરી તમને રાજયોગ શીખવાડું છું. મનુષ્યને દેવતા બનાવવાં - આ કોઈ મનુષ્ય નું કામ નથી. બાપને જ રચતા કહેવાય છે. ભારતવાસી જાણે છે શિવજયંતી પણ મનાવાય છે. શિવ છે બાપ. મનુષ્યોને આ પણ ખબર નથી કે દેવી-દેવતાઓ ને આ રાજ્ય કોણે આપ્યું? સ્વર્ગ નાં રચયિતા છે જ પરમ આત્મા, જેમને પતિત-પાવન કહેવાય છે. આત્મા અસલ પવિત્ર હોય છે, પછી સતો-રજો-તમો માં આવે છે. આ સમયે કળયુગમાં બધાં છે તમોપ્રધાન, સતયુગમાં સતોપ્રધાન હતાં. આજ થી ૫ હજાર વર્ષ પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ૨૫૦૦ વર્ષ દેવતાઓની ડિનાયસ્ટી (રાજાઈ) ચાલી. તેમનાં બાળકોએ પણ રાજ્ય કર્યું ને. લક્ષ્મી-નારાયણ ધ ફર્સ્ટ, ધ સેકન્ડ એવું ચાલ્યું આવે છે. મનુષ્યને આ વાતોની કાંઈ પણ ખબર નથી. આ સમય છે બધાં તમોપ્રધાન, પતિત. અહીંયા એક પણ મનુષ્ય પાવન હોઈ જ નથી શકતાં. બધાં પોકારે છે હેં પતિત-પાવન આવો. તો પતિત દુનિયા થઈને. આને જ કળયુગ નર્ક કહેવાય છે. નવી દુનિયા ને સ્વર્ગ પાવન દુનિયા કહેવાય છે. પછી પતિત કેવી રીતે બન્યાં, આ કોઈ નથી જાણતું. ભારતમાં એક પણ મનુષ્ય નથી જે પોતાનાં ૮૪ જન્મો ને જાણતા હોય. મનુષ્ય મેક્સિમમ (વધુમાં વધુ) ૮૪ જન્મ લે છે, મિનીમમ (ઓછામાં ઓછો) એક જન્મ.

ભારતને અવિનાશી ખંડ મનાયેલો છે કારણ કે અહીંયા જ શિવબાબા નું અવતરણ થાય છે. ભારત ખંડ ક્યારેય વિનાશ થઈ નથી શકતો. બાકી છે અનેક ખંડ છે તે બધાં વિનાશ થઇ જશે. આ સમયે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાયઃલોપ થઈ ગયો છે. કોઈ પણ પોતાને દેવતા નથી કહેવડાવતા કારણ કે દેવતાઓ સતોપ્રધાન પાવન હતાં. હમણાં તો બધાં પતિત પુજારી બની ગયાં છે. આ પણ બાપ બેસી સમજાવે છે, ભગવાનુવાચ છે ને. ભગવાન બધાનાં બાપ છે, એ એક જ વખત ભારતમાં આવે છે. ક્યારે આવે છે? પુરુષોત્તમ સંગમયુગ પર. આજ સંગમયુગ ને જ પુરુષોત્તમ કહેવાય છે. આ સંગમયુગ છે કળયુગ થી સતયુગ, પતિત થી પાવન બનવાનો. કળયુગમાં રહે છે પતિત મનુષ્ય, સતયુગમાં છે પાવન દેવતાઓ એટલે આને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે, જ્યારે કે બાપ આવીને પતિત થી પાવન બનાવે છે. તમે આવ્યાં જ છો મનુષ્ય થી દેવતા પુરુષોત્તમ બનવાં. મનુષ્ય તો આ પણ નથી જાણતાં કે આપણે આત્માઓ નિર્વાણધામ માં રહીએ છીએ. ત્યાં થી આવીએ છે પાર્ટ ભજવવાં. આ નાટકની આયુ ૫ હજાર વર્ષ છે. આપણે આ બેહદનાં નાટકમાં પાર્ટ ભજવીએ છીએ. આટલાં બધાં મનુષ્ય પાર્ટધારી છે. આ ડ્રામા નું ચક્ર ફરતું રહે છે. ક્યારે બંધ થવાનું નથી. પહેલાં-પહેલાં આ નાટકમાં સતયુગમાં પાર્ટ ભજવવા આવે છે દેવી-દેવતા. પછી ત્રેતામાં ક્ષત્રિય. આ નાટકને પણ જાણવું જોઈએ ને. આ છે જ કાંટાનું જંગલ. બધાં મનુષ્ય દુઃખી છે. કળયુગનાં પછી ફરી સતયુગ આવે છે. કળયુગમાં અનેક મનુષ્ય છે, સતયુગમાં કેટલાં હશે? બહુજ થોડાં. આદિ સનાતન સૂર્યવંશી દેવી-દેવતાઓ જ હશે. આ જૂની દુનિયા હવે બદલવાની છે. મનુષ્ય સૃષ્ટિ થી પછી દેવતાઓની સૃષ્ટિ હશે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. પરંતુ હવે પોતાને દેવતા કહેવડાવતા નથી. પોતાનાં ધર્મને જ ભૂલી ગયાં છે. આ ફક્ત ભારતવાસી જ છે જે પોતાનાં ધર્મને ભૂલી ગયાં છે, હિન્દુસ્તાનમાં રહેવાનાં કારણે હિંદુ ધર્મ કહી દે છે. દેવતાઓ તો પાવન હતાં, આ છે પતિત એટલે પોતાને દેવતા કહી નથી શકતાં. દેવતાઓની પૂજા કરતાં રહે છે. પોતાને પાપી નીચ કહે. હવે બાપ સમજાવે છે તમે જ પૂજ્ય હતાં પછી તમે જ પુજારી પતિત બનો છો. હમ સો નો અર્થ પણ સમજાવ્યો છે. તેઓ કહી દે છે આત્મા સો પરમાત્મા. આ છે જુઠ્ઠો અર્થ, જુઠ્ઠી કાયા, જુઠ્ઠી માયા.સતયુગમાં એવું નહીં કહેશે. સચખંડ ની સ્થાપના બાપ કરે છે, જુઠ્ઠખંડ પછી રાવણ બનાવે છે. આ પણ બાપ આવી ને સમજાવે છે - આત્મા શું છે, પરમાત્મા શું છે. આ પણ કોઈ નથી જાણતું. બાપ કહે છે તમે આત્મા બિંદુ છો, તમારામાં ૮૪ જન્મોનો પાર્ટ નોંધાયેલો છે. આપણે આત્મા કેવી છે - આ કોઈ નથી જાણતું. અમે બેરિસ્ટર છીએ, ફલાણા છીએ-આ જાણે છે, બાકી આત્મા ને એક પણ નથી જાણતાં. બાપ જ આવીને ઓળખાણ આપે છે. તમારી આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ અવિનાશી નોંધાયેલો છે, જે ક્યારેય વિનાશ નથી થઈ શકતો. આ ભારત ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો બગીચો) હતો. સુખ જ સુખ હતું, હમણાં દુઃખ જ દુઃખ છે. આ બાપ નોલેજ આપે છે.

આપ બાળકો બાપ દ્વારા હમણાં નવી-નવી વાતો સાંભળો છો. સૌથી નવી વાત છે - તમારે મનુષ્ય થી દેવતા બનવાનું છે. તમે જાણો છો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર કોઈ પણ મનુષ્ય નથી ભણાવતાં, ભગવાન ભણાવે છે. એ ભગવાનને સર્વવ્યાપી કહેવું આ તો ગાળ આપવી થયું. હવે બાપ સમજાવે છે - હું હર ૫ હજાર વર્ષ પછી આવીને ભારતને સ્વર્ગ બનાવું છું. રાવણ નર્ક બનાવે છે. આ વાતો દુનિયામાં બીજું કોઈ નથી જાણતું. બાપ જ આવીને તમને મનુષ્ય થી દેવતા બનાવે છે. ગાયન પણ છે - મૂત પલીત કપડ ધોયે. ત્યાં વિકાર હોતાં નથી. તે છે જ સંપૂર્ણ નિર્વિકારી દુનિયા. હમણાં છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). બોલાવે પણ છે - પતિત-પાવન આવો. અમને રાવણે પતિત બનાવ્યાં છે પરંતુ જાણતા નથી કે રાવણ ક્યારે આવ્યો, શું થયું! રાવણે કેટલાં કંગાળ બનાવી દીધાં છે. ભારત ૫ હજાર વર્ષ પહેલાં કેટલો સાહૂકાર હતો. સોના, હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. કેટલું ધન હતું. હમણાં શું હાલત છે! તે સિવાય બાપનાં સિરતાજ કોઈ બનાવી ન શકે. હમણાં તમે કહો છો શિવબાબા ભારત ને સ્વર્ગ બનાવે છે. હવે બાપ કહે છે મોત સામે ઊભું છે. તમે વાનપ્રસ્થી છો. હવે જવાનું છે પાછું એટલે પોતાને આત્મા સમજો, મામેકમ યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે. અચ્છા.

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે બ્રહ્મા મુખ્ય વંશાવલી બ્રાહ્મણ છીએ, સ્વયં ભગવાન આપણને મનુષ્ય થી દેવતા બનાવવાનું ભણતર ભણાવી રહ્યાં છે, આ નશા અને ખુશી માં રહેવાનું છે. પુરુષોત્તમ સંગમયુગ પર પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરવાનો છે.

2. હમણાં આપણી વાનપ્રસ્થ અવસ્થા છે, મોત સામે ઊભું છે, પાછું ઘરે જવાનું છે..એટલે બાપ ની યાદ થી બધાં પાપો ને ભસ્મ કરવાનાં છે.

વરદાન :-
રુહાની યાત્રી છું - આ સ્મૃતિ થી સદા ઉપરામ , ન્યારા અને નિર્મોહી ભવ

રુહાની યાત્રી સદા યાદની યાત્રા માં આગળ વધતાં રહે છે, આ યાત્રા સદા સુખદાયી છે. જે રુહાની યાત્રામાં તત્પર રહે છે, તેમને બીજી કોઈ યાત્રા કરવાની આવશ્યકતા નથી. આ યાત્રામાં બધી યાત્રાઓ સમાયેલી છે. મન કે તન થી ભટકવાનું બંધ થઈ જાય છે. તો સદા આ જ સ્મૃતિ રહે કે આપણે રુહાની યાત્રી છીએ, યાત્રીનો કોઈ માં પણ મોહ નથી હોતો. તેમને સહજ જ ઉપરામ, ન્યારા કે નિર્મોહી બનવાનું વરદાન મળી જાય છે.

સ્લોગન :-
સદા વાહ બાબા, વાહ તકદીર અને વાહ મીઠો પરિવાર-આ જ ગીત ગાતા રહો.