19-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  06.04.91    બાપદાદા મધુબન


કર્માતીત સ્થિતિ ની નિશાનીઓ
 


કર્માતીત સ્થિતિ નાં સમીપ આવી રહ્યાં છો. કર્મ પણ વૃદ્ધિ ને પ્રાપ્ત થતાં રહે છે. પરંતુ કર્માતીત અર્થાત્ કર્મ નાં કોઈપણ બંધન નાં સ્પર્શ થી ન્યારા. એવો જ અનુભવ વધતો રહે. જેમ મુજ આત્માએ આ શરીર દ્વારા કર્મ કર્યુ ને, એવું ન્યારાપણું રહે. ન કાર્ય ને સ્પર્શ કરવાનો અને કર્યા પછી જે રીઝલ્ટ (પરીણામ) આવ્યું - એ ફળ પ્રાપ્ત કરવામાં પણ ન્યારાપણું. કર્મનું ફળ અર્થાત્ જે રીઝલ્ટ નીકળે છે એનો પણ સ્પર્શ ન થાય, બિલકુલ જ ન્યારાપણું અનુભવ થતું રહે. જેમ કે બીજા કોઈએ કરાવ્યું અને મેં કર્યુ. કોઈએ કરાવ્યું અને હું નિમિત્ત બની. પરંતુ નિમિત્ત બનવામાં પણ ન્યારાપણું. એવી કર્માતીત સ્થિતિ વધતી જાય છે - એવું ફીલ (અનુભવ) થાય છે?

મહારથીઓની સ્થિતિ બીજાઓથી ન્યારી અને પ્યારી સ્પષ્ટ થઈ રહી છે ને. જેમ બ્રહ્મા બાપ સ્પષ્ટ હતાં, એમ નંબરવાર આપ નિમિત્ત આત્માઓ પણ સાકાર સ્વરુપ થી સ્પષ્ટ થતાં જાઓ છો. કર્માતીત અર્થાત્ ન્યારા અને પ્યારા. કર્મ બીજાં પણ કરે છે અને તમે પણ કરો છો પરંતુ તમારા કર્મ કરવામાં અંતર છે. સ્થિતિ માં અંતર છે. જે કાંઈ વીત્યું અને ન્યારા બની ગયાં. કર્મ કર્યુ અને તે કર્યા પછી એવો અનુભવ થાય જેમ કે કાંઈ કર્યુ નથી. કરાવવા વાળાએ કરાવી લીધું. એવી સ્થિતિ નો અનુભવ કરતાં રહેશો. હળવાપણું રહેશે. કર્મ કરતાં પણ તન નું પણ હળવાપણું, મન ની સ્થિતિ માં પણ હળવાપણું. કર્મ નું રીઝલ્ટ મન ને ખેંચી લે છે. એવી સ્થિતિ છે? જેટલું જ કાર્ય વધતું જશે એટલું જ હળવાપણું પણ વધતું જશે. કર્મ પોતાની તરફ આકર્ષિત નહીં કરે પરંતુ માલિક થઈને કર્મ કરાવવા વાળા કરાવી રહ્યાં છે અને નિમિત્ત કરવા વાળા નિમિત્ત બનીને કરી રહ્યાં છે.

આત્મા નાં હળવાપણા ની નિશાની છે - આત્માની જે વિશેષ શક્તિઓ છે મન, બુદ્ધિ, સંસ્કાર આ ત્રણેય એવી હળવી થતી જશે. સંકલ્પ પણ બિલકુલ જ હળવી સ્થિતિ નો અનુભવ કરાવશે. બુદ્ધિ ની નિર્ણયશક્તિ પણ એવો નિર્ણય કરશે જેમકે કાંઈ કર્યુ જ નથી, અને કોઈ પણ સંસ્કાર પોતાની તરફ આકર્ષિત નહીં કરે. જેમ બાપ નાં સંસ્કાર કાર્ય કરી રહ્યાં છે. આ મન-બુદ્ધિ-સંસ્કાર, આ સુક્ષ્મ શક્તિઓ જે છે, ત્રણેય માં લાઈટ (હળવાપણું) અનુભવ કરશો. સ્વતઃ બધાનાં દિલ થી, મુખ થી આ જ નીકળતું રહેશે કે જેવાં બાપ, તેવાં બાળકો ન્યારા અને પ્યારા છે. કારણ કે સમય પ્રમાણે બહાર નું વાતાવરણ દિવસે-દિવસે વધારે જ ભારે થતું જશે. જેટલું જ બહાર નું વાતાવરણ ભારે થશે એટલાં જ અનન્ય બાળકોનાં સંકલ્પ, કર્મ, સંબંધ લાઈટ (હળવા) થતાં જશે અને આ લાઈટ નાં કારણે પૂરું કાર્ય લાઈટ ચાલતું રહેશે. વાયુમંડળ તો તમોપ્રધાન હોવાનાં કારણે વધારે ભિન્ન-ભિન્ન પ્રકાર નાં ભારેપણા નો અનુભવ કરશે. પ્રકૃતિ નું પણ ભારેપણું હશે. મનુષ્ય આત્માઓની વૃત્તિઓનું પણ ભારેપણું હશે. એનાં માટે પણ હળવાપણું બીજાઓને પણ હળવા કરશે. સારું, બધું ઠીક ચાલી રહ્યું છે ને. કારોબાર નો પ્રભાવ તમારા લોકો નાં ઉપર નથી પડતો. પરંતુ તમારો પ્રભાવ કારોબાર પર પડે છે. જે કાંઈ પણ કરો છો, સાંભળો છો તો તમારા હળવાપણા ની સ્થિતિ નો પ્રભાવ કાર્ય પર પડે છે. કાર્ય ની હલચલ નો પ્રભાવ તમારા લોકોનાં ઉપર નથી આવતો. અચળ સ્થિતિ કાર્ય ને પણ અચળ બનાવી દે છે. બધી રીતે અસંભવ કાર્ય સંભવ અને સહજ થઈ રહ્યું છે અને થતું રહેશે. અચ્છા.

૧૯ - ૦૬ - ૨૨ પ્રાતઃમુરલી ઓમ્ શાંતિ અવ્યક્ત - બાપદાદા રિવાઈઝ ૧૦ - ૦૪ - ૯૧ મધુબન

દિલતખ્તનશીન અને વિશ્વ તખ્તનશીન બનવા માટે સુખ આપો અને સુખ લો

આજે વિશ્વનાં માલિક, પોતાનાં બાળક સો માલિક બાળકો ને જોઈ રહ્યાં છે. બધાં બાળકો આ સમયે પણ સ્વ નાં માલિક છે અને અનેક જન્મ પણ વિશ્વ નાં માલિક છે. પરમાત્મ-બાળક માલિક બની જાય છે. બ્રાહ્મણ આત્માઓ અર્થાત્ માલિક આત્માઓ. આ સમયે સર્વ કર્મેન્દ્રિયોનાં માલિક છો, અધીન આત્માઓ નથી. અધિકારી અર્થાત્ માલિક છો. કર્મેન્દ્રિયો નાં વશીભૂત નથી એટલે બાળક સો માલિક છો. બાળકપણા નો પણ ઈશ્વરીય નશો અનુભવ કરો છો અને સ્વરાજ્ય નાં માલિકપણા નો નશો પણ અનુભવ કરો છો. ડબલ નશો છે. નશા ની નિશાની છે. અવિનાશી રુહાની ખુશી. સદા પોતાને વિશ્વ માં ખુશનસીબ આત્માઓ સમજો છો? વાહ મારું શ્રેષ્ઠ ભાગ્ય અર્થાત્ શ્રેષ્ઠ નસીબ! ખુશનસીબ પણ છો અને સદા ખુશી નો ખોરાક ખાઓ અને ખવડાવો છો. સાથે-સાથે સદા ખુશી નાં ઝુલામાં ઝુલતાં રહો છો. બીજાઓને પણ ખુશી નું મહાદાન આપી ખુશનસીબ બનાવો છો. એવાં અમૂલ્ય હીરાતુલ્ય જીવન બનાવવા વાળા છો. બની ગયાં છો કે હવે બનવાનું છે? બ્રાહ્મણ જીવન નો અર્થ જ છે - ખુશી માં રહેવું, ખુશીનો ખોરાક ખાવો અને ખુશી નાં ઝૂલામાં રહેવું. એવાં બ્રાહ્મણ છો ને? સિવાય ખુશી નાં બીજું જીવન જ શું છે! જીવન જ ખુશી છે. ખુશી નથી તો બ્રાહ્મણ જીવન નથી. ખુશ રહેવું જ જીવવું છે.

આજે બાપદાદા સર્વ બાળકોનાં પુણ્ય નું ખાતુ જોઈ રહ્યાં હતાં કારણ કે તમે બધાં પુણ્ય આત્માઓ છો. પુણ્ય નું ખાતુ અનેક જન્મો માટે જમા કરી રહ્યાં છો. આખાં દિવસમાં પુણ્ય કેટલું જમા કર્યુ? આ સ્વયં પણ ચેક કરી શકો છો ને. એક છે દાન કરવું, બીજું છે પુણ્ય કરવું. દાન થી પણ પુણ્ય નું વધારે મહત્વ છે. પુણ્યકર્મ નિસ્વાર્થ સેવાભાવ નું કર્મ છે. પુણ્યકર્મ દેખાડો નથી હોતો, પરંતુ દિલ થી થાય છે. દાન દેખાડો પણ હોય છે, દિલ થી પણ થાય છે. પુણ્ય કર્મ અર્થાત્ આવશ્યકતા નાં સમયે કોઈ આત્માનાં સહયોગી બનવું અર્થાત્ કામ માં આવવું. પુણ્યકર્મ કરવાવાળી આત્મા ને અનેક આત્માઓનાં દિલ ની દુવાઓ પ્રાપ્ત થાય છે. ફક્ત મુખ થી આભાર અથવા થેન્ક્સ નથી કહેતાં પરંતુ દિલની દુવાઓ ગુપ્ત પ્રાપ્તિ જમા થાય છે. પુણ્ય આત્મા, પરમાત્મ દુવાઓ, આત્માઓની દુવાઓ - આ પ્રાપ્ત થયેલાં પ્રત્યક્ષફળ થી ભરપૂર હોય છે. પુણ્ય આત્માની વૃત્તિ, દૃષ્ટિ બીજાઓને પણ દુવાઓનો અનુભવ કરાવે છે. પુણ્ય આત્માનાં ચહેરા પર સદા પ્રસન્નતા, સંતુષ્ટતા ની ઝલક દેખાય છે. પુણ્ય આત્મા સદા પ્રાપ્ત થયેલાં ફળ નાં કારણે અભિમાન અને અપમાન થી પરે રહે છે કારણ કે તે ભરપૂર બાદશાહ છે. અભિમાન અને અપમાન થી બેફિકર બાદશાહ છે. પુણ્ય આત્મા પુણ્ય ની શક્તિ દ્વારા સ્વયનાં દરેક સંકલ્પ, દરેક સમય ની હલચલ ને, દરેક કર્મ ને સફળ કરવા વાળા હોય છે. પુણ્ય નું ખાતું જમા થાય છે. જમા ની નિશાની છે - વ્યર્થ ની સમાપ્તિ. એવાં પુણ્ય આત્મા વિશ્વ રાજ્ય નાં તખ્તનશીન બને છે. તો પોતાનાં ખાતા ને ચેક કરો કે એવાં પુણ્ય આત્મા ક્યાં સુધી બન્યાં છો? જો પૂછશે કે બધાં પુણ્ય આત્મા છો? તો બધાં હા જી કહેશે ને. છે પણ બધાં પુણ્ય આત્મા. પરંતુ નંબરવાર છે કે બધાં નંબરવન છે? નંબરવાર છે ને. સતયુગ-ત્રેતા વિશ્વ નાં તખ્ત પર કેટલાં બેસશે? બધાં સાથે બેસશે? તો નંબરવાર છે ને. નંબર કેમ બને છે - કારણ? એક વિશેષ વાત બાપદાદાએ બાળકો ની ચેક કરી. અને તે જ વાત નંબરવન બનવામાં અડચણ નાખે (રુપ) છે. હમણાં તપસ્યા વર્ષ માં બધાનું લક્ષ સંપૂર્ણ બનવાનું છે કે નંબરવાર બનવાનું છે? સંપૂર્ણ બનવાનું છે ને? તમે બધાં એક સ્લોગન બોલો પણ છો અને લખીને લગાવો પણ છો. તે છે - સુખ આપો અને સુખ લો. દુઃખ ન આપો, ન દુઃખ લો. આ સ્લોગન પાક્કું છે. તો રીઝલ્ટ માં શું જોયું? દુઃખ ન આપો - આમાં તો મેજોરીટી નું અટેન્શન (અધિકાંશ નું ધ્યાન) છે. પરંતુ અડધું સ્લોગન ઠીક છે. આપવાં માટે વિચારે છે, આપવાનું નથી. પરંતુ લેવાં માટે કહે છે કે એમણે આપ્યું એટલે થયું. આમણે આ કહ્યું, એમણે આ કહ્યું, એટલે આ થયું. એવું જજમેન્ટ (આવો નિર્ણય) આપો છો ને. પોતાનાં જ વકીલ બનીને કેસ માં આમ જ બતાવો છો. તો અડધા સ્લોગન ઉપર અટેન્શન ઠીક છે હજું પણ હોવું જોઈએ અન્ડરલાઇન (ખાસ ધ્યાન). તો પણ અડધા સ્લોગન પર અટેન્શન છે પરંતુ બીજું જે અડધું સ્લોગન છે તેનાં પર અટેન્શન નામ માત્ર છે. તેમણે દીધું પરંતુ તમે લીધું કેમ? કોણે કહ્યું તમે લો? બાપ ની શ્રીમત છે શું કે દુઃખ લો. ઝોલી ભરો દુઃખ થી. તો ન દુઃખ દો, ન દુઃખ લો, ત્યારે પુણ્ય આત્મા બનશો, તપસ્વી બનશો. તપસ્વી અર્થાત્ પરિવર્તન, તો એમનાં દુઃખ ને પણ આપ સુખ નાં રુપ માં સ્વીકાર કરો. પરિવર્તન કરો ત્યારે કહેવાશો તપસ્વી. ગ્લાનિ (નિંદા) ને પ્રશંસા સમજો, ત્યારે કહેવાશો પુણ્ય આત્મા. જગતઅંબા મા એ બધાં બાળકો ને આ જ પાઠ પાક્કો કરાવ્યો કે ગાળ આપવા વાળા કે દુઃખ આપવા વાળા આત્માને પણ પોતાનાં રહેમદિલ સ્વરુપ થી, રહેમ ની દૃષ્ટિ થી જુઓ. ગ્લાનિ ની દૃષ્ટિ થી નહીં. તે ગાળો આપે, તમે ફૂલ ચઢાવો. ત્યારે કહેવાશો પુણ્ય આત્મા. ગ્લાનિ વાળા ને દિલ થી ગળે લગાવો. બહાર થી ગળે નહીં લગાવતાં. પરંતુ મન થી. તો પુણ્ય નું ખાતું જમા થવામાં વિઘ્નરુપ આ જ વાત બને છે. મારે દુઃખ લેવાનું પણ નથી. આપવાનું તો છે જ નહીં, પરંતુ લેવાનું પણ નથી. જ્યારે સારી વસ્તુ નથી તો પછી કચરો લઈને જમા કેમ કરો છો? જ્યાં દુઃખ લીધું, કચરો જમા થયો, તો કચરા થી શું નીકળશે? પાપ નાં અંશરુપી જીવડાઓ. હવે મોટાં પાપ તો નથી કરતાં ને. હજી પાપ નો અંશ રહી ગયો છે. પરંતુ અંશ પણ ન હોવો જોઈએ. ઘણાં બાળકો ખૂબ મીઠી-મીઠી વાતો સંભળાવે છે. રુહરુહાન તો બધાં કરે છે ને? એક સ્લોગન તો બધાંને પાક્કું થઈ ગયું છે - ઈચ્છતાં તો નહોતાં, પરંતુ થઈ ગયું. જ્યારે તમે નથી ઈચ્છતાં તો બીજું કોણ ઈચ્છે છે? જે કહો છો, થઈ ગયું! બીજો કોઈ આત્મા છે! થવું ન જોઈએ, પરંતુ થાય છે - આ કોણ બોલે છે? બીજો કોઈ આત્મા બોલે છે, કે તમે બોલો છો? તો તપસ્યા આ વાતો નાં કારણે સિદ્ધ નહીં કરી શકો. જે થવું ન જોઈએ, જે કરવા નથી ઈચ્છતાં તે ન થવું જ, ન કરવું જ પુણ્ય આત્માની નિશાની છે. બાપદાદા ની પાસે રોજ બાળકોની અનેક એવી કહાનીઓ આવે છે. બોલવામાં એટલી રસપ્રદ કહાનીઓ કરીને બતાવે છે જે સાંભળતાં રહો. કોઈ લાંબી કહાની બતાવવામાં આદતી છે, કોઈ નાની બતાવવામાં. પરંતુ કહાનીઓ ખૂબ બતાવે છે. આજે આ વર્ષ ની મળવાની અંતિમ ટુબ્બી (ડુબકી) છે ને. બધાં ડુબકી લગાવવા આવ્યાં છો ને. જ્યારે ભક્તિમાર્ગ માં પણ ડુબકી લગાવે છે તો કોઈને કોઈ સંકલ્પ જરુર કરે છે, ભલે કાંઈક સ્વાહા કરે છે, કે કાંઈક સ્વાર્થ રાખે છે. બંને થી સંકલ્પ કરે છે. તો તપસ્યા વર્ષ માં સંકલ્પ કરો કે આખો દિવસ સંકલ્પ દ્વારા, બોલ દ્વારા, કર્મ દ્વારા પુણ્ય આત્મા બની પુણ્ય કરીશું, અને પુણ્ય ની નિશાની બતાવી કે પુણ્ય નું પ્રત્યક્ષફળ છે દરેક આત્માની દુવાઓ. દરેક સંકલ્પ માં પુણ્ય જમા થાય. બોલ માં દુવાઓ જમા થાય. સંબંધ-સંપર્ક થી દિલ થી સહયોગ નો આભાર નીકળે - આને કહેવાય છે તપસ્યા. એવી તપસ્યા વિશ્વ પરિવર્તન નો આધાર બનશે. એવાં રીઝલ્ટ પર પ્રાઈઝ મળશે. પછી કહાની નહીં સંભળાવતાં કે આવું થઈ ગયું આમ તો પ્રથમ નંબર નું ઈનામ બધાં ટીચર્સે લેવું જોઈએ અને સાથે મધુબન નિવાસીઓએ લેવું જોઈએ કારણ કે મધુબન ની લહેર, નિમિત્ત ટીચર્સ ની લહેર પ્રવૃત્તિવાળા સુધી, ગોડલી સ્ટુડન્ટ્સ (ઈશ્વરીય વિદ્યાર્થી) સુધી સહજ પહોંચે છે. તો તમે બધાં નંબર આગળ તો થઈ જ જશો. હવે જોશે કે કોનું-કોનું નામ ઈનામ માં આવે છે? ટીચર્સ નું આવે કે મધુબન વાળાઓનું કે ગોડલી સ્ટુડન્ટ નું આવે છે? ડબલ વિદેશી પણ તીવ્ર પુરુષાર્થ કરી રહ્યાં છે. બાપદાદા નાં પાસે ઈનામ ઘણાં છે, જેટલાં ઈચ્છો લઈ શકો છો. ઈનામ ની કમી નથી. ભંડારા ભરપૂર છે. અચ્છા.

બધાં મેળામાં પહોંચી ગયાં છો. મેળો સારો લાગ્યો કે તકલીફ થઈ? વરસાદે પણ સ્વાગત કર્યુ, પ્રકૃતિ નો પણ તમારા થી પ્રેમ છે. ગભરાયા તો નહીં ને. બ્રહ્મા ભોજન તો સારું મળ્યું ને. ૬૩ જન્મ તો ધક્કા ખાધાં છે. હવે તો બીજું જ ઠેકાણું મળ્યું ને. ત્રણ પગ પૃથ્વી નાં તો મળ્યાં ને. આટલો મોટો હોલ જો બનાવ્યો છે તો હોલ ની પણ શોભા વધારીને. હોલને સફળ કર્યો ને. કોઈને પણ તકલીફ તો નથી થઈને. પરંતુ એવું નહીં મેળો કરતાં રહેવું. રચનાની સાથે સાધન પણ સાથે જ આવે છે. અચ્છા!

સર્વ બાળક સો માલિક શ્રેષ્ઠ આત્માઓ ને, સદા દરેક કદમ માં પુણ્યનું ખાતું જમા કરવા વાળા પુણ્ય આત્માઓ ને, સદા દિલતખ્તનશીન અને વિશ્વ નાં તખ્ત અધિકારી વિશેષ આત્માઓ ને સદા સુખ આપવા અને સુખ લેવા વાળા માસ્ટર સુખ નાં સાગર આત્માઓ ને, સદા ખુશી માં રહેવા વાળા અને ખુશી આપવા વાળા માસ્ટર દાતા બાળકો ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

દાદીઓ સાથે :- બાપદાદાએ જોયું કે બધાં મહારથીઓ એ દિલથી બધાંને શક્તિશાળી બનાવવાની સેવા ખુબ સારી કરી. એનાં માટે આભાર શું માને પરંતુ ખાતુ ખૂબ જમા થયું. ખૂબજ મોટું (સારું) ખાતું જમા થયું. બાપદાદા મહાવીર બાળકોની હિંમત અને ઉમંગ-ઉત્સાહ જોઈ પદમગુણા થી પણ વધારે હર્ષિત થાય છે. હિંમત રાખી છે, સંગઠન સદા સ્નેહ નાં સૂત્ર માં રહ્યું છે એટલે એની સફળતા છે. સંગઠન મજબૂત છે ને! નાની માળા મજબૂત છે. કંગન તો બન્યું છે. માળા તો નથી બની, કંગન તો છે ને એટલે નાની માળા પણ પૂજાય છે. ખૂબ સારી તૈયારી થઈ રહી છે, તે પણ થઈ જશે, થવાની જ છે. સંભળાવ્યું હતું ને - મોટી માળા નાં દાણા તૈયાર છે પરંતુ દાણા થી દાણા મળવામાં થોડું એવું માર્જીન (થોડી એવી જગ્યા) છે. નાની માળા સારી તૈયાર છે, આ માળા નાં કારણે જ સફળતા સહજ છે અને સફળતા સદા માળા નાં મણકા નાં ગળા માં પરોવાયેલી છે. વિજય નું તિલક લાગેલું છે. બાપદાદા ખુશ છે, પદમગુણા મુબારક છે. નિમિત્ત તો તમે છો ને. બાપ તો કરાવનહાર છે. કરવા વાળા કોણ છે? કરવા માટે નિમિત્ત તમે છો, બાપ તો બેકબોન (આધાર સ્તંભ) છે, એટલે ખૂબ સારી પ્રીત ની રીત પણ નિભાવી અને પાલના ની રીત પણ સારી નિભાવી. અચ્છા.

વરદાન :-
સારા સંકલ્પ રુપી બીજ દ્વારા સારું ફળ પ્રાપ્ત કરવા વાળા સિદ્ધિ સ્વરુપ આત્મા ભવ

સિદ્ધિ સ્વરુપ આત્માઓનાં દરેક સંકલ્પ પોતાનાં પ્રતિ કે બીજાઓનાં પ્રતિ સિદ્ધ થવા વાળા હોય છે. તેમને દરેક કર્મ માં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેઓ જે બોલ બોલે છે તે સિદ્ધ થઈ જાય છે એટલે સત વચન કહેવાય છે. સિદ્ધિ સ્વરુપ આત્માઓનાં દરેક સંકલ્પ, બોલ અને કર્મ સિદ્ધિ પ્રાપ્ત થવા વાળા હોય છે, વ્યર્થ નહીં. જો સંકલ્પ રુપી બીજ ખુબ સારું છે પરંતુ ફળ સારું નથી નીકળતું તો દૃઢ ધારણા ની ધરની (ધરતી) ઠીક નથી કે અટેન્શન ની પરેજી માં કમી છે.

સ્લોગન :-
દુઃખ ની લહેર થી મુક્ત થવું છે તો કર્મયોગી બનીને દરેક કર્મ કરો.

સુચના :- આજે મહિનાનો ત્રીજો રવિવાર છે, બધાં રાજયોગી તપસ્વી ભાઈ-બહેનો સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી, વિશેષ યોગ અભ્યાસ નાં સમયે પોતાનાં આકારી ફરિશ્તા સ્વરુપ માં સ્થિત થઈ, વિશ્વ પરિક્રમા કરતાં પ્રકૃતિ સહિત આત્માઓને લાઈટ-માઈટ (શક્તિ ની કિરણો) આપવાની સેવા કરે.