19-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 03.04.96
બાપદાદા મધુબન
“ સેવાઓની સાથે - સાથે
બેહદની વૈરાગ્ય વૃત્તિ દ્વારા જૂનાં તથા વ્યર્થ સંસ્કારો થી મુક્ત બનો”
આજે બેહદનાં બાપ
પોતાનાં બેહદનાં સદા સહયોગી સાથીઓને જોઈ રહ્યા છે. ચારેય તરફનાં સદા સહયોગી બાળકો,
સદા બાપનાં દિલ પર દિલ-તખ્તનશીન, નિરાકાર બાપ ને પોતાનું અકાળ તખ્ત પણ નથી પરંતુ આપ
બાળકોને કેટલાં તખ્ત છે? તો બાપદાદા તખ્તનશીન બાળકોને જોઈ સદા હર્ષિત રહે છે - વાહ
મારા તખ્તનશીન બાળકો! બાળકો બાપ ને જોઈ ખુશ થાય છે, તમે બધાં બાપદાદા ને જોઈ ખુશ
થાઓ છો પરંતુ બાપદાદા કેટલાં બાળકોને જોઈને ખુશ થાય છે કારણ કે દરેક બાળક વિશેષ
આત્મા છે. ભલે લાસ્ટ નંબર પણ છે પરંતુ લાસ્ટ હોવા છતાં પણ વિશેષ કોટો માં કોઈ, કોઈમાં
કોઈની લિસ્ટ માં છે એટલે એક-એક બાળક ને જોઈ બાપ ને વધારે ખુશી છે કે તમને છે? (બંનેને)
બાપ ને કેટલાં બાળકો છે? જેટલાં બાળકો એટલી ખુશી અને તમને ફક્ત ડબલ ખુશી છે, બસ.
તમને પરિવાર ની પણ ખુશી છે પરંતુ બાપ ની ખુશી સદાકાળ ની છે અને તમારી ખુશી સદાકાળ
છે કે ક્યારેક નીચે ઉપર થાય છે?
બાપદાદા સમજે છે કે
બ્રાહ્મણ જીવનનો શ્વાસ ખુશી છે. ખુશી નથી તો બ્રાહ્મણ જીવન નથી અને અવિનાશી ખુશી,
ક્યારેક-ક્યારેક વાળી નહીં, પર્સન્ટેજ વાળી (ટકામાં) નહીં. ખુશી તો ખુશી છે. આજે ૫૦
ટકા ખુશી છે, કાલે ૧૦૦ ટકા ખુશી છે, તો જીવનનો શ્વાસ નીચે ઉપર છે ને? બાપદાદાએ પહેલાં
પણ કહ્યું છે કે શરીર ચાલ્યું જાય પરંતુ ખુશી ન જાય. તો આ પાઠ સદા પાક્કો છે કે
થોડો-થોડો કાચ્ચો છે? સદા અન્ડરલાઈન (ધ્યાન) છે? ક્યારેક-ક્યારેક વાળા શું હશે? સદા
ખુશીમાં રહેવાવાળા પાસ વિથ ઓનર અને ક્યારેક-ક્યારેક ખુશીમાં રહેવાવાળાને ધર્મરાજપુરી
પસાર કરવી પડશે. પાસ વિથ ઓનર વાળા એક સેકન્ડમાં બાપ ની સાથે જશે, રોકાશે નહીં. તો
તમે બધાં કોણ છો? સાથે ચાલવા વાળા કે રોકાવા વાળા? (સાથે ચાલવા વાળા) એવો ચાર્ટ છે?
કારણ કે વિશેષ ડાયમંડ જ્યુબિલી નાં વર્ષ માં બાપદાદાની દરેક બાળક પ્રત્યે શું શુભ
આશા છે, તે તો જાણો છો ને?
બાપદાદાએ બધાં બાળકોનો
ચાર્ટ જોયો. એમાં શું જોયું કે વર્તમાન સમય પ્રમાણે એક વાતનું વિશેષ વધારે અટેન્શન
જોઈએ. જેવી રીતે સેવામાં ખૂબ ઉમંગ-ઉત્સાહ થી આગળ વધી રહ્યા છો અને ડાયમંડ જ્યુબિલી
માં વિશેષ સેવાનો ઉમંગ-ઉત્સાહ છે, એમાં પાસ છો. દરેક યથાશક્તિ સેવા કરી રહ્યા છે અને
કરતા રહેશે. પરંતુ હવે વિશેષ શું જોઈએ? સમય સમીપ છે તો સમયની સમીપતા અનુસાર હવે કઈ
લહેર હોવી જોઈએ? (વૈરાગ ની) કયો વૈરાગ - હદનો કે બેહદનો? જેટલો સેવાનો ઉમંગ-ઉત્સાહ
છે, એટલો સમયની આવશ્યકતા પ્રમાણે સ્વ-સ્થિતિ માં બેહદનો વૈરાગ ક્યાં સુધી છે? કારણ
કે તમારી સેવાની સફળતા છે જલ્દી થી જલ્દી પ્રજા તૈયાર થઈ જાય એટલે સેવા કરો છો ને?
તો જ્યાં સુધી આપ નિમિત્ત આત્માઓમાં બેહદની વૈરાગ વૃત્તિ નથી, તો અન્ય આત્માઓમાં પણ
વૈરાગ વૃત્તિ નથી આવી શકતી અને જ્યાં સુધી વૈરાગ વૃત્તિ નહીં હશે તો જે ઈચ્છો છો કે
બાપ નો પરિચય બધાને મળે, તે નથી મળી શકતો. બેહદનો વૈરાગ સદાકાળ નો વૈરાગ છે. જો સમય
પ્રમાણે અથવા પરિસ્થિતિ પ્રમાણે વૈરાગ આવે છે તો સમય નંબરવન થઈ ગયો અને તમે બીજા
નંબર માં થઈ ગયાં. પરિસ્થિતિ અથવા સમયે વૈરાગ અપાવ્યો. પરિસ્થિતિ ખતમ, સમય પસાર થઈ
ગયો તો વૈરાગ પસાર થઈ ગયો. તો એને શું કહેવાશે? બેહદનો વૈરાગ કે હદ નો? તો હમણાં
બેહદનો વૈરાગ જોઈએ. જો વૈરાગ ખંડિત થઈ જાય છે તો તેનું મુખ્ય કારણ છે દેહ-ભાન. જ્યાં
સુધી દેહ-ભાન નો વૈરાગ નથી ત્યાં સુધી કોઈ પણ વાત નો વૈરાગ સદાકાળ નથી થતો, અલ્પકાળ
નો હોય છે. સંબંધ થી વૈરાગ - આ મોટી વસ્તુ નથી, તે તો દુનિયામાં પણ ઘણાઓને દિલ થી
વૈરાગ આવી જાય છે પરંતુ અહીં દેહ-ભાન નાં જે ભિન્ન-ભિન્ન રુપ છે, એ ભિન્ન-ભિન્ન રુપો
ને તો જાણો છો ને? કેટલાં દેહ-ભાન નાં રુપ છે, એનો વિસ્તાર તો જાણો છો, પરંતુ આ
અનેક દેહ-ભાન નાં રુપો ને જાણીને, બેહદનાં વૈરાગ માં રહેજો. દેહ-ભાન, દેહી-અભિમાન
માં બદલાઈ જાય. જેવી રીતે દેહ-ભાન એક નેચરલ થઈ ગયું, એવી રીતે દેહી-અભિમાની નેચરલ
થઈ જાય કારણ કે દરેક વાત માં પહેલો શબ્દ દેહ જ આવે છે. ભલે સંબંધ છે તો પણ દેહનાં જ
સંબંધ છે, પદાર્થ છે તો દેહનાં પદાર્થ છે. તો મૂળ આધાર દેહ-ભાન છે. જ્યાં સુધી કોઈ
પણ રુપ માં દેહ-ભાન છે તો વૈરાગ વૃત્તિ નથી હોઈ શકતી. અને બાપદાદા એ જોયું કે
વર્તમાન સમયે જે દેહ-ભાન નું વિઘ્ન છે એનું કારણ છે કે દેહનાં જે જૂનાં સંસ્કાર છે,
એમાં વૈરાગ નથી. પહેલાં દેહનાં જૂનાં સંસ્કારો થી વૈરાગ જોઈએ. સંસ્કાર સ્થિતિ થી
નીચે લઈ આવે છે. સંસ્કાર નાં કારણે સેવા માં તથા સંબંધ-સંપર્કમાં વિઘ્ન પડે છે. તો
રિઝલ્ટ માં જોયું કે દેહનાં જૂના સંસ્કાર થી જ્યાં સુધી વૈરાગ નથી આવ્યો ત્યાં સુધી
બેહદનો વૈરાગ સદા નથી રહેતો. સંસ્કાર ભિન્ન-ભિન્ન રુપ થી પોતાની તરફ આકર્ષિત કરી લે
છે. તો જ્યાં કોઈપણ તરફ આકર્ષણ છે, ત્યાં વૈરાગ નથી થઈ શકતો. તો ચેક કરો કે હું
પોતાનાં જૂનાં તથા વ્યર્થ સંસ્કારો થી મુક્ત છું? કેટલી પણ કોશિશ કરશે, કરે પણ છે
કે વૈરાગ વૃત્તિ માં રહીએ પરંતુ સંસ્કાર કોઈ-કોઈની પાસે અથવા મેજોરીટી ની પાસે
કોઈને-કોઈ રુપ માં એવા પ્રબળ છે જે પોતાની તરફ ખેંચે છે. તો પહેલાં જૂનાં સંસ્કારો
થી વૈરાગ. સંસ્કાર ઈચ્છતા પણ ઈમર્જ (જાગૃત) થઈ જાય છે કેમ? ઈચ્છતા નથી પરંતુ
સૂક્ષ્મ માં સંસ્કારો ને ભસ્મ નથી કર્યા. ક્યાંય ને ક્યાંય અંશ માત્ર રહેલા છે,
છુપાયેલા છે તે સમય પર ન ઈચ્છતા પણ ઈમર્જ થઈ જાય છે. પછી કહે છે- ઈચ્છતા તો નહોતાં
પરંતુ શું કરીએ, થઈ ગયું, થઈ જાય છે… આ કોણ બોલે છે. દેહ-ભાન કે દેહી-અભિમાન?
તો બાપદાદાએ જોયું કે
સંસ્કારો થી વૈરાગ વૃત્તિ માં કમજોરી છે. ખતમ કર્યા છે પરંતુ અંશ પણ ન હોય, એવા ખતમ
નથી કર્યા અને જ્યાં અંશ છે તો વંશ તો હશે જ. આજે અંશ છે, સમય પ્રમાણે વંશ નું રુપ
લઈ લે છે. પરવશ કરી દે છે. કહેવામાં તો બધાં શું કહે છે કે જેવી રીતે બાપ નોલેજફુલ
છે તેવી રીતે આપણે પણ નોલેજફુલ છીએ, પરંતુ જ્યારે સંસ્કાર નો વાર (હુમલો) થાય છે તો
નોલેજફુલ છો કે નોલેજપુલ છો? શું છો? નોલેજફુલ નાં બદલે નોલેજપુલ બની જાઓ છો. એ સમયે
કોઈને પણ પૂછો તો કહેશે - હા, સમજું તો હું પણ છું, થવું ન જોઈએ, કરવું ન જોઈએ પરંતુ
થઈ જાય છે. તો નોલેજફુલ થયા કે નોલેજપુલ થયાં? (નોલેજફુલ અર્થાત્ નોલેજ ને ખેંચવા
વાળા) જે નોલેજફુલ છે એમને કોઈ પણ સંસ્કાર, સંબંધ, પદાર્થ વાર નથી કરી શકતાં.
તો ડાયમંડ જ્યુબિલી
મનાવી રહ્યા છો, ડાયમંડ જ્યુબિલી નો અર્થ છે - ડાયમંડ બનવું અર્થાત્ બેહદનાં વૈરાગી
બનવું. જેટલો સેવાનો ઉમંગ છે એટલું વૈરાગ વૃત્તિ નું અટેન્શન નથી. આમાં અલબેલાપણું
છે. ચાલે છે… થાય છે… થઈ જશે… સમય આવશે તો ઠીક થઈ જશે… તો સમય તમારો શિક્ષક છે કે
બાબા શિક્ષક છે? કોણ છે? જો સમય પર પરિવર્તન કરશો તો તમારો શિક્ષક તો સમય થઈ ગયો!
તમારી રચના તમારો શિક્ષક થાય - આ ઠીક છે? તો જ્યારે એવી પરિસ્થિતિ આવે છે તો શું કહો
છો? સમય પર ઠીક કરી લઈશ, થઈ જશે. બાપ ને પણ દિલાસો આપો છો-ફિકર ન કરો, થઈ જશે. સમય
પર બિલકુલ આગળ વધી જઈશું. તો સમય ને શિક્ષક બનાવવો - આ આપ માસ્ટર રચયિતા માટે શોભે
છે? સારું લાગે છે? ના. સમય રચના છે, તમે માસ્ટર રચયિતા છો. તો રચના માસ્ટર રચયિતા
નાં શિક્ષક બને આ માસ્ટર રચયિતા ની શોભા નથી. તો હમણાં જે બાપદાદાએ સમય આપ્યો છે,
એમાં વૈરાગ વૃત્તિ ને ઈમર્જ કરો કારણ કે સેવાની ખેંચાતાણ માં વૈરાગ વૃત્તિ ખતમ થઈ
જાય છે. આમ તો સેવામાં ખુશી પણ મળે છે, શક્તિ પણ મળે છે અને પ્રત્યક્ષ ફળ પણ મળે છે
પરંતુ બેહદ નો વૈરાગ ખતમ પણ સેવામાં જ થાય છે એટલે હવે પોતાની અંદર આ વૈરાગ વૃત્તિ
ને જગાડો. કલ્પ પહેલાં પણ બન્યા તો તમે જ હતાં કે બીજા હતાં? તમે જ છો ને? ફક્ત
મર્જ છે, એને ઈમર્જ કરો. જેવી રીતે સેવા નાં પ્લાન ને પ્રેક્ટિકલ માં ઈમર્જ કરો છો,
ત્યારે સફળતા મળે છે ને? એવી રીતે હવે બેહદની વૈરાગ વૃત્તિ ઈમર્જ કરો. ભલે કેટલાં
પણ સાધન પ્રાપ્ત છે અને સાધન તો તમને દિવસે-દિવસે વધારે જ મળવાના છે, પરંતુ બેહદ ની
વૈરાગ વૃત્તિ ની સાધના મર્જ ન હોય, ઈમર્જ હોય. સાધન અને સાધના નું બેલેન્સ, કારણ કે
આગળ ચાલીને પ્રકૃતિ તમારી દાસી થશે. સત્કાર મળશે, સ્વમાન મળશે. પરંતુ બધુંજ હોવા છતાં
વૈરાગ વૃત્તિ ઓછી ન થાય. તો બેહદ ની વૈરાગ વૃત્તિ નું વાયુમંડળ સ્વયં માં અનુભવ કરો
છો કે સેવામાં બિઝી (વ્યસ્ત) થઈ ગયા છો? જેવી રીતે દુનિયા વાળાને સેવાનો પ્રભાવ
દેખાય છે ને? એવી રીતે બેહદ ની વૈરાગ વૃત્તિ નો પ્રભાવ દેખાય. આદિ માં પણ તમારા
બધાની સ્થિતિ શું હતી? કરાચી માં જ્યારે હતાં, બહાર ની કોઈ સેવાઓ નહોતી, સાધન હતાં,
પરંતુ બેહદની વૈરાગ વૃત્તિ નાં વાયુમંડળે સેવાને વધારી. તો જે પણ ડાયમંડ જ્યુબિલી
વાળા છે એમનામાં આદિ સંસ્કાર છે, હમણાં મર્જ થઈ ગયા છે. હવે ફરીથી આ વૃત્તિ ને
ઈમર્જ કરો. આદિ રત્નો ની બેહદ ની વૈરાગ વૃત્તિએ સ્થાપના કરી, હવે નવી દુનિયાની
સ્થાપના માટે ફરીથી એ જ વૃત્તિ, એ જ વાયુમંડળ ઈમર્જ કરો. તો સાંભળ્યું શું જરુર છે?
સાધન જ નથી અને કહો
અમને તો વૈરાગ છે, તો કોણ માનશે? સાધન હોય અને વૈરાગ હોય. પહેલાનાં સાધન અને હમણાનાં
સાધનો માં કેટલું અંતર છે? સાધના છુપાઈ ગઈ છે અને સાધન પ્રત્યક્ષ થઈ ગયા છે. સારું
છે સાધન ખૂબ દિલ થી યુઝ કરો કારણ કે સાધન તમારા માટે જ છે, પરંતુ સાધના ને મર્જ ન
કરો. બેલેન્સ પૂરું હોવું જોઈએ. જેવી રીતે દુનિયાવાળા ને કહો છો કે કમળફૂલ સમાન બનો
તો સાધન હોવા છતાં પણ કમળફૂલ સમાન બનો. સાધન ખરાબ નથી, સાધન તો તમારા કર્મનું, યોગ
નું ફળ છે. પરંતુ વૃત્તિ ની વાત છે. એવું તો નથી કે સાધન ની પ્રવૃત્તિ માં, સાધનો
નાં વશ ફસાઈ તો નથી જતાં? કમળફૂલ સમાન ન્યારા અને બાપ નાં પ્યારા. યુઝ કરવા છતાં એનાં
પ્રભાવ માં ન આવો, ન્યારા. સાધન, બેહદની વૈરાગ વૃત્તિ ને મર્જ ન કરે. હમણાં વિશ્વ
અતિમાં જઈ રહ્યું છે હવે આવશ્યક છે - સાચ્ચી વૈરાગ વૃતિ ની અને તે વાયુમંડળ બનાવવા
વાળા તમે છો, પહેલાં સ્વયં માં, પછી વિશ્વ માં.
તો ડાયમંડ જ્યુબિલી
વાળા શું કરશો? લહેર ફેલાવશો ને? તમે લોકો તો અનુભવી છો. શરુ નો અનુભવ છે ને? બધુંજ
હતું, દેશી ઘી ખાવ જેટલું ખાઈ શકો, છતાં પણ બેહદની વૈરાગ વૃત્તિ. દુનિયા વાળા તો
દેશી ઘી ખાય છે પરંતુ તમે તો પીતા હતાં. ઘી ની નદીઓ જોઈ. તો ડાયમંડ જ્યુબિલી વાળાઓએ
વિશેષ કામ કરવાનું છે - પરસ્પર ભેગા થયા છો તો રુહરિહાન કરજો. જેવી રીતે સેવાની
મીટીંગ કરો છો તેવી રીતે આની મીટીંગ કરો. જે બાપદાદા કહે છે, ઈચ્છે છે સેકન્ડ માં
અશરીરી થઈ જાઓ - એનું ફાઉન્ડેશન આ બેહદની વૈરાગ વૃત્તિ છે, નહીં તો કેટલી પણ કોશિશ
કરશો પરંતુ સેકન્ડમાં નહીં થઈ શકશો. યુદ્ધમાં જ ચાલ્યા જશો અને જ્યાં વૈરાગ છે તો એ
વૈરાગ છે યોગ્ય ધરણી (ધરતી), એમાં જે પણ નાખો એનું ફળ તરત નીકળે છે. તો શું કરવાનું
છે? બધાને ફીલ (અનુભવ) થાય કે બસ અમારે પણ હવે વૈરાગ વૃત્તિ માં જવાનું છે. સારું.
સમજ્યાં શું કરવાનું છે? સહજ છે કે મુશ્કેલ છે? થોડું-થોડું આકર્ષણ તો થશે કે નહીં?
સાધન પોતાની તરફ નહીં ખેચશે?
હવે અભ્યાસ જોઈએ -
જ્યારે ઈચ્છો, જ્યાં ઈચ્છો, જેવું જોઈએ - તે સ્થિતિ ને સેકન્ડમાં સેટ કરી શકો?
સેવામાં આવવાનું છે તો સેવામાં આવ્યાં. સેવાથી ન્યારા થઈ જવાનું છે તો ન્યારા થઈ
જાઓ. એવું નહીં સેવા અમને ખેંચે. સેવા વગર રહી ન શકો. જ્યારે ઈચ્છો, જેવી રીતે ઈચ્છો,
વિલ પાવર જોઈએ. વિલ પાવર છે? સ્ટોપ તો સ્ટોપ થઈ જાય? એવી રીતે નહીં લગાવો સ્ટોપ અને
થઈ જાય ક્વેશન માર્ક. ફુલસ્ટોપ. સ્ટોપ પણ નહીં ફુલસ્ટોપ. જે ઈચ્છો તે પ્રેક્ટિકલ
માં કરી શકો. ઈચ્છીએ છીએ પરંતુ થવું મુશ્કેલ છે તો આને શું કહેવાશે? વિલ પાવર છે કે
પાવર છે? સંકલ્પ કર્યો - વ્યર્થ સમાપ્ત, તો સેકન્ડ માં સમાપ્ત થઈ જાય.
બાપદાદાએ સંભાળાવ્યુ
ને કે ઘણાં બાળકો કહે છે - અમે યોગ માં બેસીએ છીએ પરંતુ યોગ ની બદલે યુદ્ધમાં હોય
છે. યોગી નથી હોતાં, યોદ્ધા હોય છે અને યુદ્ધ કરવાનાં જો સંસ્કાર લાંબોકાળ રહ્યા તો
શું બનશે? સૂર્યવંશી કે ચંદ્રવંશી? વિચાર્યુ અને થયું. વિચારવું અને થવું સેકન્ડનું
કામ છે. આને કહેવાય છે - વિલ પાવર. વિલ પાવર છે કે પ્લાન ખૂબ સારા બનાવો પરંતુ
પ્લાન બનાવો છો ૧૦ અને પ્રેક્ટિકલ માં થાય છે પ, એવું તો નથી થતું? વિચારો ખૂબ સારું
છો - આ કરીશું, આ થશે, તે થશે પરંતુ પ્રેક્ટિકલ માં અંતર પડી જાય છે. તો હવે એવો
વિલ પાવર હોય, સંકલ્પ કર્યો અને કર્મ માં પ્રેક્ટિકલ માં થયેલું જ છે, એવો અનુભવ
થાય. નહીં તો જોવાય છે અમૃતવેલા જ્યારે બાપ સાથે રુહરિહાન કરે છે, ખૂબ સારી-સારી
વાતો બોલે છે, આ કરીશું, એ કરીશું…. અને જ્યારે રાત થાય તો શું રિઝલ્ટ હોય છે? બાપને
ખુશ બહુજ કરો છો, વાતો એટલી મીઠી-મીઠી કરો છો, એટલી સારી-સારી કરો છો, બાપ પણ ખુશ
થઈ જાય, વાહ મારા બાળકો! કહે છે - બાબા, બસ તમે જે કહ્યું ને, થવાનું જ છે. થયેલું
જ છે. ખૂબ સારી-સારી વાતો કરો છો. ઘણાં તો બાપ ને એટલો દિલાસો આપે છે કે બાબા અમે
નહીં હોઈશું તો કોણ હશે? બાબા કલ્પ-કલ્પ અમે જ હતાં, ખુશ થઈ જાય. (હોલમાં પાછળ બેસવા
વાળા સાથે) પાછળ બેસવા વાળા સારી રીતે સાંભળી રહ્યા છો ને?
આગળ વાળા ની પહેલાં
પાછળ વાળા કરશો? બેઠાં પાછળ છો પરંતુ સૌથી સમીપ દિલ પર છો. કેમ? બીજાને ચાન્સ આપ્યો
આ સેવા કરી ને? તો સેવાધારી સદા બાપ નાં દિલ પર છે. ક્યારેય પણ એવું નહીં વિચારતા
કે અમે પણ જો દાદીઓ હોત ને તો જરાક… પરંતુ સામે તો શું દિલ પર છો. અને દિલ પણ
સાધારણ દિલ નથી, તખ્ત છે. તો દિલતખ્તનશીન છો ને? ક્યાંય પણ બેઠાં છો, ભલે આ ખૂણા
માં બેઠાં છો, ભલે નીચે બેઠાં છો, કે કેબીન માં બેઠાં છો… પરંતુ બાપ નાં દિલ પર છો.
અચ્છા!
ચારેય તરફનાં
તખ્તનશીન શ્રેષ્ઠ ભાગ્યવાન આત્માઓ, સદા બેહદની વૈરાગ વૃત્તિ થી વાયુમંડળ બનાવવા વાળા
વિશેષ આત્માઓ, સદા પોતાની શ્રેષ્ઠ વિશેષતાઓ ને કાર્યમાં લગાવવા વાળા વિશેષ આત્માઓ,
સદા એક બાપ નાં સાથ અને શ્રીમત નાં હાથનો અનુભવ કરવાવાળા સમીપ આત્માઓ ને બાપદાદા
નાં યાદ-પ્યાર અને નમસ્તે.
વરદાન :-
એકવ્રતા નાં
રહસ્ય ને જાણી વરદાતા ને રાજી કરવાવાળા સર્વ સિદ્ધિ સ્વરુપ ભવ
વરદાતા બાપ ની પાસે
અખૂટ વરદાન છે જે જેટલાં લેવા ઈચ્છે ખુલ્લો ભંડાર છે. એવાં ખુલ્લા ભંડારા થી ઘણાં
બાળકો સંપન્ન બને છે અને કોઈ યથા-શક્તિ સંપન્ન બને છે. સૌથી વધારે ઝોલી ભરીને આપવામાં
ભોળાનાથ વરદાતા રુપ જ છે, ફક્ત એમને રાજી કરવાની વિધિ જાણી લો તો સર્વ સિદ્ધિઓ
પ્રાપ્ત થઈ જશે. વરદાતા ને એક શબ્દ સૌથી પ્રિય લાગે છે - એકવ્રતા. સંકલ્પ, સ્વપ્ન
માં પણ બીજા વ્રતા ન હોય. વૃત્તિ માં રહે મારા તો એક બીજું ન કોઈ, જેમણે આ રહસ્ય ને
જાણ્યું, એમની ઝોલી વરદાનો થી ભરપૂર રહે છે.
સ્લોગન :-
મન્સા અને વાચા
બંને સેવાઓ સાથે-સાથે કરો તો ડબલ ફળ પ્રાપ્ત થતું રહેશે.