20-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - તમે પીસ ( શાંતિ ) સ્થાપન કરવા માટે નિમિત્ત છો , એટલે બહુજ - બહુજ શાંતિ માં રહેવાનું છે , બુદ્ધિ માં રહે કે અમે બાપ નાં એડોપ્ટેડ ( અપનાવેલા ) બાળકો પરસ્પર ભાઈ - બહેન છીએ

પ્રશ્ન :-
પૂરાં સરેન્ડર (સમર્પિત) કોને કહેવાશે, એની નિશાની શું હશે?

ઉત્તર :-
પૂરાં સરેન્ડર એ, જેમની બુદ્ધિમાં રહે કે અમે ઈશ્વરીય મા-બાપ થી ઉછરી રહ્યાં છીએ (અમારી પાલના ઈશ્વરીય મા-બાપ દ્વારા થાય છે). બાબા આ સર્વસ્વ તમારું છે, તમે અમારી પાલના કરો છો. ભલે કોઈ નોકરી વગેરે કરે છે પરંતુ બુદ્ધિ થી સમજે છે કે આ બધું બાબા માટે છે. બાબા ને મદદ કરતા રહે છે, એનાંથી એટલાં મોટાં યજ્ઞ નો કારોબાર ચાલે છે, બધાંની પાલના થાય છે. એવાં બાળકો પણ અર્પણ બુદ્ધિ થયાં. સાથે-સાથે પદ ઊંચુ મેળવવા માટે ભણવાનું અને ભણાવવાનું પણ છે. શરીર નિર્વાહ અર્થ કર્મ કરતા બેહદનાં માતા-પિતા ને શ્વાસો-શ્વાસ યાદ કરવાનાં છે.

ગીત :-
ઓમ્ નમ: શિવાય.

ઓમ શાંતિ!
આ ગીત તો છે ગાયન. હકીકત માં મહિમા બધી છે જ ઊંચા માં ઊંચા પરમાત્મા ની, જેમને બાળકો જાણે છે અને બાળકો દ્વારા આખી દુનિયા પણ જાણે છે કે માતા-પિતા અમારા એ જ છે. હમણાં તમે માતા-પિતા ની સાથે કુટુંબમાં બેઠાં છો. શ્રી કૃષ્ણને તો માતા-પિતા કહી નથી શકાતું. ભલે એમની સાથે રાધા પણ હોય તો પણ એમને માતા પિતા નહીં કહીશું કારણ કે એ તો પ્રિન્સ-પ્રિન્સેઝ (રાજકુમાર-રાજકુમારી) છે. શાસ્ત્રો માં આ ભૂલ છે. હવે આ બેહદનાં બાપ તમને બધાં શાસ્ત્રો નો સાર બતાવે છે. ભલે આ સમયે ફક્ત તમે બાળકો સન્મુખ બેઠા છો. કોઈ બાળકો ભલે દૂર છે પરંતુ તે પણ સાંભળી રહ્યાં છે. તેઓ જાણે છે કે માતા-પિતા અમને સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવી રહ્યાં છે અને સદા સુખી બનાવવાનો રસ્તો અથવા યુક્તિ બતાવી રહ્યાં છે. આ હૂબહૂ જેમકે ઘર છે. થોડા બાળકો અહીં છે, ઘણાં તો બહાર છે. આ છે બ્રહ્મા મુખ વંશાવલી, નવી રચના છે. તે થઈ ગઈ જૂની રચના. બાળકો જાણે છે કે બાબા અમને સદા સુખી બનાવવાં આવ્યાં છે. લૌકિક મા-બાપ પણ બાળકોને મોટાં કરી સ્કૂલ માં લઈ જાય છે. અહીં બેહદનાં બાપ અમને ભણાવી પણ રહ્યાં છે, અમારી પાલના પણ કરી રહ્યાં છે. આપ બાળકો ને હવે એક વગર બીજું કોઈ રહ્યું જ નથી. મા-બાપ પણ સમજે છે-આ અમારા બાળકો છે. લૌકિક કુટુંબ હશે તો ૧૦-૧૫ બાળકો હશે, ૨-૩ લગ્ન પણ કર્યા હશે. અહીં તો આ બધાં બાબા નાં બાળકો બેઠા છે. જેટલાં પણ બાળકો પેદા કરવાનાં છે તે હમણાં જ બ્રહ્મા મુખ કમળ દ્વારા કરવાનાં છે. પછી તો બાળકો પેદા કરવાનાં જ નથી. બધાંએ પાછા જવાનું છે. આ એક જ એડોપ્ટેડ માતા નિમિત્ત છે. આ ખૂબ વન્ડરફુલ (અદ્દભુત) વાત છે. આ તો જરુર છે ગરીબ નો બાળક સમજશે કે મારા બાપ ગરીબ છે. સાહૂકાર નું બાળક સમજશે કે મારા બાપ સાહૂકાર છે. તે તો અનેક મા-બાપ છે. આ તો આખા જગત નાં એક જ માતા-પિતા છે. તમે બધાં જાણો છો કે અમે એમનાં મુખ થી એડોપ્ટ થયાં છીએ. આ અમારા પારલૌકિક મા-બાપ છે. આ આવે જ જૂની સૃષ્ટિમાં છે, જ્યારે મનુષ્ય બહુજ-બહુજ દુઃખી થાય છે. બાળકો જાણે છે કે અમે આ પારલૌકિક માતા-પિતા ની ગોદ લીધી (ખોળો લીધો) છે. અમે બધાં પરસ્પર ભાઈ-બહેન છીએ. બીજો કોઈ અમારો સંબંધ નથી. તો ભાઈ બહેને પરસ્પર ખુબજ મીઠાં, રોયલ, પીસફુલ (શાંત), નોલેજફુલ (જ્ઞાની), બ્લિસફુલ (આનંદિત) બનવું જોઈએ. જ્યારે કે તમે પીસ (શાંતિ) સ્થાપન કરી રહ્યાં છો તો તમારે પણ ખુબ શાંતિ માં રહેવું જોઈએ. બાળકો ને આ તો બુદ્ધિ માં હોવું જોઈએ કે અમે પારલૌકિક બાપનાં એડોપ્ટેડ બાળકો છીએ. પરમધામ થી બાપ આવ્યાં છે. તે છે દાદા આ દાદા (મોટાં ભાઈ) છે, જે પૂરાં સમર્પિત છે તેઓ સમજશે અમે ઈશ્વરીય મા-બાપ થી ઉછરી રહ્યાં છીએ. બાબા આ સર્વસ્વ તમારું છે. તમે અમારી પાલના કરો છો. જે બાળકો અર્પણ થાય છે એમનાથી બધાંની પાલના થઈ જાય છે. ભલે કોઈ નોકરી કરે છે તો પણ સમજે છે કે આ સર્વસ્વ બાબા માટે છે. તો બાપ ને પણ મદદ કરતા રહે છે. નહીં તો યજ્ઞ નો કારોબાર કેવી રીતે ચાલે? રાજા રાણી ને પણ માતા-પિતા કહે છે. પરંતુ તેઓ તો પણ શરીરધારી માત-પિતા થયાં. રાજ-માતા પણ કહે છે તો રાજ-પિતા પણ કહે છે. આ પછી છે બેહદનાં. બાળકો જાણે છે કે અમે માત-પિતા ની સાથે બેઠા છીએ. આ પણ બાળકો જાણે છે કે અમે જેટલું ભણીશું અને ભણાવીશું એટલું ઊંચ પદ મેળવશું. સાથે-સાથે શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનું છે. આ દાદા પણ વૃધ્ધ છે. શિવબાબા ને ક્યારેય વૃધ્ધ અથવા જુવાન નહીં કહીશું. એ છે જ નિરાકાર. આ પણ તમે જાણો છો કે અમને આત્માઓ ને નિરાકાર બાપે એડોપ્ટ કર્યા છે. અને પછી સાકાર માં છે આ બ્રહ્મા. અહમ્ આત્મા કહે છે અમને બાપે પોતાનાં બનાવ્યાં છે. પછી નીચે આવો તો કહેશે અમે ભાઈ-બહેનોએ બ્રહ્માને પોતાનાં બનાવ્યાં છે. શિવબાબા કહે છે-તમે બ્રહ્મા દ્વારા મારા બ્રહ્મા મુખ વંશાવલી બન્યાં છો. બ્રહ્મા પણ કહે છે કે તમે અમારા બાળકો બન્યાં છો. આપ બ્રાહ્મણો ની બુદ્ધિમાં શ્વાસો શ્વાસ આ જ ચાલશે કે આ અમારા બાપ છે, એ અમારા દાદા છે. બાપ થી વધારે દાદા ને યાદ કરે છે. તે મનુષ્ય તો બાપ સાથે ઝઘડો વગેરે કરીને પણ દાદા પાસે થી પ્રોપર્ટી (મિલકત) લે છે. તમારે પણ કોશિશ કરીને બાપ થી પણ વધારે દાદા પાસે થી વારસો લેવાનો છે. બાબા જ્યારે પૂછે છે તો બધાં કહે છે કે અમે નારાયણ ને વરીશું. કોઈ-કોઈ નવાં આવતા હતાં, પવિત્ર નથી રહી શકતાં તો તેઓ હાથ નથી ઉઠાવી શકતાં. કહી દે છે માયા બહુજ પ્રબળ છે. તેઓ તો કહી પણ નથી શકતાં કે અમે શ્રી નારાયણને અથવા લક્ષ્મીને વરીશું. જુઓ, જ્યારે બાબા સન્મુખ સંભળાવે છે તો કેટલી ખુશીનો પારો ચઢે છે. બુદ્ધિ ને રિફ્રેશ કરાય છે તો નશો ચઢે છે. પછી કોઈ-કોઈને તે નશો સ્થાઈ રહે છે, કોઈ-કોઈ માં ઓછો થતો જાય છે. બેહદનાં બાપ ને યાદ કરવાનાં છે, ૮૪ જન્મો ને યાદ કરવાનાં છે અને ચક્રવર્તી રાજાઈ ને પણ યાદ કરવાની છે. જે માનવા વાળા નહીં હોય એમને યાદ નહીં રહેશે. બાપદાદા સમજી જાય છે કે બાબા-બાબા કહે તો છે પરંતુ સાચ્ચુ-સાચ્ચું યાદ કરતા નથી અને નથી લક્ષ્મી-નારાયણ ને વરવા લાયક. ચલન જ એવી છે. અંતર્યામી બાપ દરેકની બુદ્ધિને સમજે છે. અહીં શાસ્ત્રોની તો કોઈ વાત જ નથી. બાપે આવીને રાજયોગ શીખવાડ્યો છે, જેનું નામ ગીતા રાખ્યું છે. બાકી તો નાનાં-મોટાં ધર્મવાળા બધાં પોત-પોતાનાં શાસ્ત્ર બનાવી લે છે પછી તે વાંચતાં રહે છે. બાબાએ શાસ્ત્ર નથી વાંચ્યાં. કહે છે બાળકો-હું તમને સ્વર્ગ નો રસ્તો બતાવવા આવ્યો છું. તમે જેમ અશરીરી આવ્યાં હતાં, તેમ જ તમારે જવાનું છે. દેહ સહિત બધાં આ દુઃખોનાં કર્મબંધન ને છોડી દેવાના છે કારણ કે દેહ પણ દુઃખ આપે છે. બીમારી થશે તો ક્લાસ માં આવી નહીં શકશો. તો આ પણ દેહનું બંધન થઈ ગયું, એમાં બુદ્ધિ બહુજ સાલિમ (મહીન) જોઈએ. પહેલાં તો નિશ્ચય જોઈએ કે બરાબર બાબા સ્વર્ગ રચે છે. હમણાં તો છે નર્ક. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગ ગયાં, તો જરુર નર્ક માં હતાં ને. પરંતુ આ તમે હમણાં સમજો છો કારણ કે તમારી બુદ્ધિમાં સ્વર્ગ છે. બાબા રોજ નવી-નવી રીતે સમજાવે છે. તો તમારી બુદ્ધિમાં સારી રીતે બેસે. અમારા બેહદનાં માતા-પિતા છે. તો પહેલાં બુદ્ધિ એકદમ ઉપર ચાલી જશે. પછી કહેશે આ સમયે બાબા આબુ માં છે. જેવી રીતે યાત્રા પર જાય છે તો બદ્રીનાથ નું મંદિર ઉપર હોય છે. પંડા લઈ જાય છે, બદ્રીનાથ પોતે તો લઈ જવાં માટે નથી આવતાં. મનુષ્ય પન્ડા બને છે. અહીં શિવબાબા સ્વયં આવે છે પરમધામ થી. કહે છે હે આત્માઓ તમારે આ શરીર છોડી શિવપુરી જવાનું છે. જ્યાં જવાનું છે તે નિશાની જરુર યાદ રહેશે. એ બદ્રીનાથ ચૈતન્ય માં આવીને બાળકોને સાથે લઈ જાય, એવું તો થઈ નથી શકતું. એ તો અહીંયાનાં રહેવાસી છે. આ પરમપિતા પરમાત્મા કહે છે હું પરમધામ નો રહેવાસી છું. તમને લેવા માટે આવ્યો છું. શ્રીકૃષ્ણ તો એવું કહી ન શકે. રુદ્ર શિવબાબા કહે છે, આ રુદ્ર યજ્ઞ રચાયેલો છે. ગીતામાં પણ રુદ્ર ની વાત લખાયેલી છે. એ રુહાની બાપ કહે છે કે મને યાદ કરો. બાપ એવી યુક્તિ થી યાત્રા શીખવાડે છે, જે જ્યારે વિનાશ થાય તો તમે આત્મા શરીર છોડી સીધા બાપ ની પાસે ચાલ્યાં જશો. પછી તો શુદ્ધ આત્મા ને શુદ્ધ શરીર જોઈએ, તે ત્યારે થશે જ્યારે નવી સૃષ્ટિ હોય. હમણાં તો સર્વ આત્માઓ મચ્છરો સદ્રશ્ય પાછા જશે, બાબાની સાથે, એટલે એમને ખેવૈયા પણ કહેવાય છે. આ વિષય સાગર થી પેલે પાર લઈ જાય છે. શ્રીકૃષ્ણ ને ખેવૈયા ન કહી શકાય. બાપ જ આ દુઃખનાં સંસાર થી સુખનાં સંસાર માં લઈ જાય છે. આ જ ભારત વિષ્ણુપુરી, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. હમણાં રાવણ પુરી છે. રાવણનું ચિત્ર પણ દેખાડવું જોઈએ. ચિત્રો થી ખૂબજ કામ લેવાનું છે. જેમ આપણો આત્મા છે તેમ બાબા નો આત્મા છે. ફક્ત આપણે પહેલાં અજ્ઞાની હતાં, એ જ્ઞાન નાં સાગર છે. અજ્ઞાની એને કહેવાય છે જે રચયિતા અને રચના ને નથી જાણતાં. રચયિતા દ્વારા જે રચયિતા અને રચના ને જાણે છે એમને જ્ઞાની કહેવાય છે. આ જ્ઞાન તમને અહીં મળે છે. સતયુગ માં નથી મળતું. તે લોકો કહે છે પરમાત્મા વિશ્વનાં માલિક છે. મનુષ્ય એ માલિક ને યાદ કરે છે, પરંતુ હકીકત માં વિશ્વનાં અથવા સૃષ્ટિનાં માલિક તો લક્ષ્મી-નારાયણ બને છે. નિરાકાર શિવબાબા તો વિશ્વ નાં માલિક બનતાં નથી. તો એમને પૂછવું પડે કે એ માલિક નિરાકાર છે કે સાકાર? નિરાકાર તો સાકાર સૃષ્ટિ નાં માલિક હોઈ ન શકે. એ છે બ્રહ્માંડ નાં માલિક. એ જ આવીને પતિત દુનિયાને પાવન બનાવે છે. સ્વયં પાવન દુનિયાનાં માલિક નથી બનતાં. એનાં માલિક તો લક્ષ્મી-નારાયણ બને છે અને બનાવવા વાળા છે બાપ. આ બહુજ ગુહ્ય વાતો છે સમજવાની. આપણે આત્મા પણ જ્યારે બ્રહ્મ તત્વ માં રહીએ છીએ તો બ્રહ્માંડ નાં માલિક છીએ. જેમ રાજા-રાણી કહેશે અમે ભારતનાં માલિક છીએ તો પ્રજા પણ કહેશે અમે માલિક છીએ. ત્યાં રહે તો છે ને. તેમ બાપ બ્રહ્માંડ નાં માલિક છે, આપણે પણ માલિક જ થયાં. પછી બાબા આવીને નવી મનુષ્ય સૃષ્ટિ રચે છે. કહે છે કે મારે આનાં પર રાજ્ય નથી કરવું, હું મનુષ્ય નથી બનતો. હું તો આ શરીર પણ લોન લઉં છું. તમને સૃષ્ટિનાં માલિક બનાવવા રાજયોગ શીખવાડું છું. તમે જેટલો પુરુષાર્થ કરશો એટલું ઊંચ પદ મેળવશો, એમાં ઓછું નહીં કરો. શિક્ષક તો બધાંને ભણાવે છે. જો પરીક્ષામાં વધારે પાસ થાય છે તો શિક્ષક નો પણ શો થાય છે. પછી એમને ગવર્મેન્ટ થી લિફ્ટ મળે છે. આ પણ એવું છે. જેટલું સારું ભણશો એટલું સારું પદ મળશે. મા-બાપ પણ ખુશ થશે. પરીક્ષા માં પાસ થાય છે તો મીઠાઈ વહેંચે છે. અહીં તો તમે રોજ મીઠાઈ વહેંચો છો. પછી જ્યારે પરીક્ષામાં પાસ થઈ જાઓ છો તો સોના નાં ફૂલોની વર્ષા થાય છે. તમારા ઉપર કોઈ આકાશ માંથી ફૂલ નહીં પડે પરંતુ તમે એકદમ સોનાનાં મહેલો નાં માલિક બની જાઓ છો. આ તો કોઈની મહિમા કરવા માટે સોના નાં ફૂલ બનાવીને એનાં પર નાખે છે. જેવી રીતે દરભંગા નાં રાજા બહુજ સાહૂકાર હતાં, એનો દીકરો વિલાયત ગયો તો પાર્ટી આપી, ખૂબજ પૈસા ખર્ચ કર્યા. એણે સોના નાં ફૂલ બનાવીને વર્ષા કરી હતી. એનાં પર ખૂબજ ખર્ચો થઈ ગયો. બહુજ નામ થયું હતું. કહેતા હતાં જુઓ ભારતવાસી કેવી રીતે પૈસા ઉડાવે છે. તમે તો પોતે જ સોના નાં મહેલો માં જઈને બેસશો તો તમને કેટલો નશો રહેવો જોઈએ. બાપ કહે છે ફક્ત મને અને ચક્ર ને યાદ કરો તો તમારો બેડો પાર થઈ જશે. કેટલું સહજ છે.

આપ બાળકો છો ચૈતન્ય પરવાના, બાબા છે ચૈતન્ય શમા. તમે કહો છો હમણાં અમારું રાજ્ય સ્થાપન થવાનું છે. હવે સાચ્ચા બાબા આવ્યાં છે ભક્તિનું ફળ આપવાં. બાબાએ સ્વયં બતાવ્યું છે હું કેવી રીતે આવીને નવાં બ્રાહ્મણોની સૃષ્ટિ રચું છું. મારે જરુર આવવું પડે. આપ બાળકો જાણો છો કે અમે બ્રહ્માકુમાર અને કુમારીઓ છીએ. શિવબાબા નાં પોત્રા છીએ. આ ફેમિલી છે વન્ડરફુલ. કેવી રીતે દેવી-દેવતા ધર્મ ની કલમ લાગી રહી છે. ઝાડ માં સ્પષ્ટ છે. નીચે તમે બેઠા છો. તમે બાળકો કેટલાં સૌભાગ્યશાળી છો. મોસ્ટ બિલવેડ (સૌથી પ્રિય) બાપ બેસી સમજાવે છે કે હું આવ્યો છું આપ બાળકોને રાવણ ની જંજીરો (માયાજાળ) થી છોડાવવાં. રાવણે તમને રોગી બનાવી દીધાં છે. હવે બાપ કહે છે મને યાદ કરો અર્થાત્ શિવબાબા ને યાદ કરો એનાંથી તમારી જ્યોતિ જાગશે, પછી તમે ઉડવાનાં લાયક બની જશો. માયા એ બધાંની પાંખો તોડી નાખી છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિને સાલિમ બનાવવા માટે દેહ માં રહેતા, દેહનાં બંધન થી ન્યારા રહેવાનું છે. અશરીરી બનવાનો અભ્યાસ કરવાનો છે. બીમારી વગેરે નાં સમયે પણ બાપ ની યાદમાં રહેવાનું છે.

2. પારલૌકિક માતા-પિતા નાં બાળકો બન્યાં છો, તેથી બહુજ-બહુજ મીઠાં, રોયલ, પીસફુલ, નોલેજફુલ અને બ્લીસફુલ રહેવાનું છે. પીસ માં રહી પીસ સ્થાપન કરવાની છે.

વરદાન :-
રુહાનિયત ની સાથે રમણીકતા માં આવવા વાળા મર્યાદા પુરુષોત્તમ ભવ

ઘણાં બાળકો હસી-મજાક ખૂબજ કરે છે અને એને જ રમણીકતા સમજે છે. આમ તો રમણીકતા નો ગુણ સારો મનાય છે પરંતુ વ્યક્તિ, સમય, સંગઠન, સ્થાન વાયુમંડળ નાં પ્રમાણે રમણીકતા સારી લાગે છે. જો આ બધી વાતો માંથી એક વાત પણ ઠીક નથી તો રમણીકતા પણ વ્યર્થની લાઈન માં ગણાઈ જશે અને સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) મળશે કે આ હસાવે બહુજ સારું છે પરંતુ બોલે બહુ છે, એટલે હસી મજાક સારા તે છે જેમાં રુહાનનિયત હોય અને એ આત્માનો ફાયદો હોય, સીમા ની અંદર બોલ હોય, ત્યારે કહેવાશે મર્યાદા પુરુષોત્તમ.

સ્લોગન :-
સદા સ્વસ્થ રહેવું છે તો આત્મિક શક્તિ ને વધારો.