20-02-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - તમે ઈશ્વરીય સંપ્રદાય છો , તમને જ્ઞાન સૂર્ય બાપ મળ્યાં છે , હમણાં તમે જાગ્યાં છો તો બીજાઓ ને પણ જગાડો

પ્રશ્ન :-
અનેક પ્રકારનાં ટકરાવ નું કારણ તથા તેનું નિવારણ શું છે?

ઉત્તર :-
જ્યારે દેહ-અભિમાનમાં આવો છો તો અનેક પ્રકારનાં ટકરાવ થાય છે. માયાની ગ્રહચારી બેસે છે. બાબા કહે છે દેહી-અભિમાની બનો, સર્વિસ માં લાગી જાઓ. યાદની યાત્રા માં રહો તો ગ્રહચારી ઉતરી જશે.

ઓમ શાંતિ!
રુહાની બાળકોનાં પાસે બાપ આવ્યાં છે શ્રીમત આપવાં કે સમજાવવાં. આ તો બાળકો સમજી ગયાં છે કે ડ્રામા પ્લાન અનુસાર બધું કાર્ય થવાનું છે. બાકી સમય થોડો રહ્યો છે. આ ભારત ને રાવણપુરી થી ફરી વિષ્ણુપુરી બનાવવાનું છે. હવે બાપ પણ છે ગુપ્ત. ભણતર પણ ગુપ્ત છે, સેવાકેન્દ્રો તો ઘણાં છે, નાનાં-મોટા ગામડા માં નાનાં-મોટા સેવાકેન્દ્રો છે અને બાળકો પણ ઘણાં છે. હવે બાળકોએ ચેલેન્જ (પડકાર) તો આપી છે અને લખવાનું પણ છે, જ્યારે કોઈ લિટરેચર (સાહિત્ય) બનાવો છે તો એમાં લખવાનું છે - અમે આ પોતાની ભારત ભૂમિ ને સ્વર્ગ બનાવીને છોડીશું. તમને પણ પોતાની ભારત ભૂમિ ખૂબ પ્રિય છે કારણ કે તમે જાણો છો આ ભારત જ સ્વર્ગ હતું, આને ૫ હજાર વર્ષ થયાં છે. ભારત ખૂબ શાનદાર હતું, આને સ્વર્ગ કહેવાય છે. આપ બ્રહ્મા મુખ વંશાવલી ને જ નોલેજ છે. આ ભારત ને શ્રીમત પર આપણે સ્વર્ગ જરુર બનાવવાનું છે. બધાને રસ્તો બતાવવાનો છે, બીજી કોઈ ખિટપીટ ની વાત જ નથી. આપસ માં બેસી સલાહ કરવી જોઈએ કે આ પ્રદર્શનીનાં ચિત્રો દ્વારા આપણે એવી શું એડવર્ટાઈઝમેન્ટ (જાહેરાત) કરીએ, જે સમાચારમાં પણ ચિત્ર આપીએ, આપસ માં આનાં પર સેમિનાર કરવી જોઈએ. જેમ ગવર્મેન્ટ નાં લોકો આપસ માં મળે છે, સલાહ કરે છે કે ભારતને આપણે કેવી રીતે સુધારીએ? આ જે આટલાં મતભેદ થઈ ગયાં છે, એને આપસમાં મળીને ઠીક કરીએ અને ભારતમાં શાંતિ સુખ કેવી રીતે સ્થાપન કરીએ! એ ગવર્મેન્ટ નો પણ પુરુષાર્થ ચાલે છે. તમે પણ પાંડવ ગવર્મેન્ટ ગવાયેલાં છો. આ મોટી ઈશ્વરીય ગવર્મેન્ટ છે, આને હકીકતમાં કહેવાય જ છે પાવન ઈશ્વરીય ગવર્મેન્ટ, પતિત-પાવન બાપ જ પતિત બાળકો ને બેસી પાવન દુનિયાનાં માલિક બનાવે છે. આ બાળકો જ જાણે છે. મુખ્ય છે જ ભારતનો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. આ પણ બાળકો જાણે છે આ છે રુદ્ર જ્ઞાન યજ્ઞ. રુદ્ર કહેવાય જ છે ઈશ્વર બાપ ને, શિવ ને. ગવાયેલું છે બરાબર બાપે આવીને રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો હતો. તેઓએ તો સમય લાંબો-પહોળો આપી દીધો છે. અજ્ઞાન નિંદ્રામાં સૂતેલા છે. હમણાં તમને બાપે જગાડ્યાં છે, તમારે પછી બીજાઓને જગાડવાનાં છે. ડ્રામા પ્લાન અનુસાર તમે જગાડતાં રહો છો. આ સમય સુધી જેણે જેવો-જેવો, જેટલો-જેટલો પુરુષાર્થ કર્યો છે, એટલો જ કલ્પ પહેલાં પણ કર્યો હતો. હાં, યુદ્ધનાં મેદાનમાં ઉતરાવ ચઢાવ તો થાય જ છે. ક્યારેક માયાનું જોર થઈ જાય છે, ક્યારેક ઈશ્વરીય સંતાનનું જોર થઈ જાય છે. ક્યારેક-ક્યારેક સર્વિસ (સેવા) ખૂબ સારી તેજીથી ચાલે છે. ક્યારેક ક્યાંક-ક્યાંક બાળકોમાં માયાનાં વિઘ્ન પડી જાય છે. માયા એકદમ બેહોશ કરી દે છે. લડાઈ નાં મેદાન તો છે ને. રાવણ માયા રામ ની સંતાન ને બેહોશ કરી દે છે.લક્ષ્મણ માટે પણ વાર્તા છે ને.

તમે કહો છો બધાં મનુષ્ય કુંભકરણ ની નિંદ્રામાં સૂતેલા છે. તમે ઈશ્વરીય સંપ્રદાય જ એવું કહો છો, જેમને જ્ઞાન સૂર્ય મળ્યાં છે અને જાગી ઉઠ્યાં છે, એ જ સમજશે. આમાં એક-બીજા ને કહેવાની પણ કોઈ વાત નથી. તમે જાણો છો બરાબર આપણે ઈશ્વરીય સંપ્રદાય જાગ્યાં છીએ. બાકી બીજા બધાં સૂતેલાં છે. તેઓ આ નથી જાણતાં કે પરમપિતા પરમાત્મા આવી ગયાં છે, બાળકો ને વારસો આપવાં. આ બિલકુલ ભૂલી ગયાં છે. બાપ ભારતમાં જ આવે છે. આવીને ભારતને સ્વર્ગનો માલિક બનાવે છે. ભારત સ્વર્ગ નો માલિક હતો, આમાં કોઈ સંશય નથી. પરમપિતા પરમાત્મા નો જન્મ પણ અહિયાં જ થાય છે. શિવજયંતી મનાવે છે ને. જરુર એમને આવીને કંઇક તો કર્યું હશે ને. બુદ્ધિ કહે છે જરુર આવીને સ્વર્ગની સ્થાપના કરી હશે. પ્રેરણા થી થોડી સ્થાપના થશે. અહીંયા તો આપ બાળકો ને રાજયોગ શીખવાડાય છે. યાદ ની યાત્રા સમજાવાય છે. પ્રેરણા થી કોઈ અવાજ થતો જ નથી. સમજે છે શંકર ની પણ પ્રેરણા થાય છે ત્યારે તે યાદવ મૂસળ વગેરે બનાવે છે. પરંતુ આમાં પ્રેરણાની તો કોઈ વાત જ નથી. તમે સમજી ગયાં છો એમનો પાર્ટ છે ડ્રામામાં આ મૂસળ વગેરે બનાવવાનો. પ્રેરણાની વાત જ નથી. ડ્રામા અનુસાર વિનાશ તો જરુર થવાનો જ છે. ગવાયેલું છે - મહાભારત લડાઈ માં મૂસળ કામ આવ્યાં. તો જે પાસ્ટ થઈ ગયું છે તે ફરી રિપીટ થશે. તમે ગેરંટી (ખાતરી) કરો છો અમે ભારતમાં સ્વર્ગ સ્થાપન કરીશું, જ્યાં એક ધર્મ હશે. તમે એવું નથી લખતાં કે અનેક ધર્મ વિનાશ થશે. એ તો ચિત્ર માં લખેલું છે - સ્વર્ગ ની સ્થાપના થાય છે તો બીજો કોઈ ધર્મ નથી હોતો. હમણાં તમને સમજ માં આવે છે. સૌથી મોટો પાર્ટ છે શિવ નો, બ્રહ્મા નો અને વિષ્ણુ નો. બ્રહ્મા થી વિષ્ણુ, વિષ્ણુ થી બ્રહ્મા - આ તો ખૂબ ગુહ્ય વાત છે. વિષ્ણુ થી બ્રહ્મા કેવી રીતે બને છે, બ્રહ્મા થી પછી વિષ્ણુ કેવી રીતે બને છે, આ સેન્સીબલ (સમજદાર) બાળકો ની બુદ્ધિ માં ઝટ આવી જાય છે. દૈવી સંપ્રદાય તો બને જ છે. એકની વાત નથી. આ વાતો ને આપ બાળકો સમજો છો. દુનિયામાં એક પણ મનુષ્ય નથી સમજતાં. ભલે લક્ષ્મી-નારાયણ કે વિષ્ણુની પૂજા પણ કરે છે પરંતુ એમને આ ખબર નથી કે વિષ્ણુ નાં જ બે રુપ લક્ષ્મી-નારાયણ છે, જે નવી દુનિયામાં રાજ્ય કરે છે. બાકી ૪ ભુજા વાળા કોઈ મનુષ્ય હોતાં નથી. આ સૂક્ષ્મવતન માં લક્ષ્ય-હેતુ દેખાડે છે પ્રવૃત્તિ માર્ગ નું. આ આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી કેવી રીતે ચક્ર લગાવે છે, આ કોઈ નથી જાણતું. બાપને જ નથી જાણતાં તો બાપની રચના ને કેવી રીતે જાણી શકે. બાપ જ રચનાનાં આદિ-મધ્ય-અંત નું નોલેજ બતાવે છે, ઋષિ- મુનિ પણ કહેતા હતાં અમે જાણતાં નથી. બાપને જાણી જાય તો રચનાનાં આદિ-મધ્ય-અંત ને પણ જાણી જાય. બાપ કહે છે હું એક જ વખત આવીને આપ બાળકોને પણ બધું નોલેજ સમજાવું છું પછી આવતો જ નથી. તો રચતા અને રચનાનાં આદિ-મધ્ય-અંત ને જાણે જ કેવી રીતે? બાપ સ્વયં કહે છે - હું સિવાય સંગમયુગનાં ક્યારેય આવતો જ નથી. મને બોલાવે પણ સંગમ પર છે. પાવન સતયુગ ને કહેવાય છે, પતિત કળયુગ ને કહેવાય છે. તો જરુર હું આવીશ પતિત દુનિયાનાં અંત માં ને. કળયુગ નાં અંત માં આવીને પતિત થી પાવન બનાવે છે. સતયુગ આદિમાં પાવન છે, આ તો સહજ વાત છે ને. મનુષ્ય કાંઈ પણ સમજી નથી શકતાં કે પતિત-પાવન બાપ ક્યારે આવશે. હમણાં તો કળયુગ નો અંત કહેશે. જો કહે છે કે કળયુગ માં હજું ૪૦ હજાર વર્ષ પડયાં છે તો હજું કેટલાં પતિત બનશે! કેટલું દુઃખ હશે! સુખ તો હશે જ નહીં. કાંઈ પણ ખબર ન હોવાનાં કારણે બિલકુલ જ ઘોર અંધકાર માં છે. તમે સમજી શકો છો. તો બાળકોએ આપસમાં મળવાનું છે. ચિત્રો પર સારી રીતે સમજાવવાનું હોય છે. આ પણ ડ્રામા અનુસાર ચિત્ર વગેરે બધાં નીકળ્યાં છે. બાળકો સમજે છે જે સમય પસાર થાય છે, હૂબહૂ ડ્રામા ચાલતો રહે છે. બાળકોની અવસ્થા પણ ક્યારેક નીચે, ક્યારેક ઉપર થતી રહેશે. ખૂબ જ સમજવાની વાત છે. ક્યારેક-ક્યારેક ગ્રહચારી આવીને બેસે છે તો એને મટાડવા માટે કેટલાં પ્રયત્ન કરે છે. બાબા ઘડી-ઘડી કહે છે - બાળકો, તમે દેહ-અભિમાન માં આવો છો એટલે ટક્કર થાય છે. આમાં દેહી-અભિમાની બનવું પડે. બાળકો માં દેહ-અભિમાન ખૂબ છે. તમે દેહી-અભિમાની બનો તો બાપ ની યાદ રહેશે અને સર્વિસ માં ઉન્નતિ કરતાં રહેશો. ઉંચ પદ જેમને પામવું છે તે સદૈવ સર્વિસ માં લાગેલાં રહેશે. તકદીરમાં નથી તો પછી તદબીર પણ નહીં થશે. પોતે કહે છે બાબા અમને ધારણા નથી થતી. બુદ્ધિમાં બેસતું નથી, જેમને ધારણા હોય છે તો ખુશી પણ ખૂબ હોય છે. સમજે છે શિવબાબા આવેલાં છે, હવે બાપ કહે છે બાળકો તમે સારી રીતે સમજીને પછી બીજાઓ ને સમજાવો. કોઈ તો સર્વિસ માં જ લાગેલાં રહે છે. પુરુષાર્થ કરતાં રહે છે. આ પણ બાળકો જાણે છે જે સેકન્ડ પસાર થાય છે, તે ડ્રામા માં નોંધ છે પછી એવું જ પુનરાવર્તન થશે. બાળકોને સમજાવાય છે, બાહર ભાષણ વગેરે પર તો અનેક પ્રકારનાં નવાં આવે છે, સાંભળવા માટે. તમે સમજો છો ગીતા વેદ શાસ્ત્ર વગેરે પર કેટલું મનુષ્ય ભાષણ કરે છે, એમને કોઈ આ થોડી ખબર છે કે અહીંયા ઈશ્વર પોતાનાં અને પોતાની રચનાનાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. રચયિતા જ આવીને બધું જ્ઞાન સંભળાવે છે. ત્રિકાળદર્શી બનાવવાં, આ બાપનું જ કામ છે. શાસ્ત્રો માં આ વાતો છે નહીં. આ નવી વાતો છે. બાબા વારંવાર સમજાવે છે ક્યાંય પણ પહેલાં-પહેલાં આ સમજાવો કે ગીતા નાં ભગવાન કોણ છે - શ્રીકૃષ્ણ કે નિરાકાર શિવ? આ વાતો પ્રોજેક્ટર પર તમે સમજાવી નહીં શકશો. પ્રદર્શની માં ચિત્ર સામે રાખ્યાં છે, એનાં પર સમજાવીને તમે પૂછી શકો છો. હવે બતાવો ગીતા નાં ભગવાન કોણ? જ્ઞાનસાગર કોણ છે? કૃષ્ણ તો કહી નહીં શકે. પવિત્રતા, સુખ-શાંતિ નાં સાગર, લિબરેટર (મુક્તિદાતા), ગાઈડ (માર્ગદર્શક) કોણ છે? પહેલાં- પહેલાં તો લખાવવું જોઈએ, ફોર્મ ભરાવવું જોઈએ પછી બધા થી સહી (હસ્તાક્ષર) લેવી જોઈએ.

(ચકલીઓનો અવાજ થયો) જુઓ કેટલું ઝઘડે છે. આ સમયે આખી દુનિયામાં લડાઈ-ઝઘડા જ છે. મનુષ્ય પણ આપસ માં લડતાં રહે છે. મનુષ્યમાં જ સમજવાની બુદ્ધિ છે. ૫ વિકાર પણ મનુષ્યમાં ગવાય છે. જાનવરો ની તો વાત જ નથી. આ છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). વર્લ્ડ મનુષ્યોનાં માટે જ કહેવાય છે. કળયુગ માં છે આસુરી સંપ્રદાય, સતયુગ માં છે દૈવી સંપ્રદાય. હમણાં તમને આ બધાં કોન્ટ્રાસ્ટ (તફાવત) ની ખબર છે. તમે સિઘ્ધ કરી બતાવી શકો છો. સીડી માં પણ ખૂબ સ્પષ્ટ દેખાડેલું છે. નીચે છે પતિત, ઉપર માં છે પાવન. આમાં ખૂબ સ્પષ્ટ છે. સીડી જ મુખ્ય છે - ઉતરતી કળા અને ચઢતી કળા. આ સીડી ખૂબ સારી છે, એમાં એવું શું નાખીએ જે મનુષ્ય બિલકુલ સારી રીતે સમજી જાય કે બરાબર આ પતિત દુનિયા છે, પાવન દુનિયા સ્વર્ગ હતી. અહીંયા બધાં પતિત છે, પાવન એક પણ થઈ ન શકે. રાત-દિવસ આ વિચાર ચાલવો જોઈએ. આત્મ પ્રકાશ બાળક લખે છે - બાબા આ ચિત્ર બનાવીએ. બાબા કહે છે ભલે વિચાર સાગર મંથન કરી કોઈ પણ ચિત્ર બનાવો, પરંતુ સીડી ખૂબ જ સારી બનવી જોઈએ. આનાં પર ખૂબ સમજાવી શકો છો. ૮૪ જન્મ પૂરા કરી પછી પહેલો નંબર જન્મ લીધો છે પછી ઉતરતી કળા થી ચઢતી કળા માં જવું પડે, આમાં દરેક નો વિચાર ચાલવો જોઈએ. નહીં તો સર્વિસ (સેવા) કેવી રીતે કરી શકશો. ચિત્રો પર સમજાવવું ખૂબ સહજ હોય છે. સતયુગનાં પછી સીડી ઉતરવાની હોય છે. આ પણ બાળકો જાણે છે - અમે પાર્ટધારી એક્ટર્સ છે. અહીંયા થી ટ્રાન્સફર થઇ સીધા સતયુગ માં નથી જતાં, પહેલા શાંતિધામ માં જવાનું છે. હાં તમારામાં પણ નંબરવાર છે જે પોતાને પાર્ટધારી સમજે છે આ ડ્રામા માં. દુનિયામાં એવું કોઈ કહી ન શકે કે અમે પાર્ટધારી છીએ. આપણે લખીએ પણ છીએ કે પાર્ટધારી એક્ટર્સ હોવા છતાં પણ ડ્રામાનાં ક્રિયેટર, ડાયરેક્ટર, આદિ-મધ્ય-અંત ને જાણી નથી શકતાં તો તે ફર્સ્ટ ક્લાસ બેસમજ છે. આ તો ભગવાનુવાચ છે. શિવ ભગવાનુવાચ બ્રહ્મા તન દ્વારા. જ્ઞાન સાગર એ નિરાકાર છે, એમને પોતાનું શરીર નથી. ખૂબ સમજવાની યુક્તિઓ છે. આપ બાળકો ને ખૂબ નશો રહેવો જોઈએ, આપણે કોઈ ની ગ્લાનિ થોડી જ કરીએ છીએ. આ તો સાચ્ચી વાત છે ને. જે પણ મોટા-મોટા છે તે બધાનાં ચિત્ર તમે નાખી શકો છો. સીડી કોઈને પણ દેખાડી શકો છો. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ભારતમાં સુખ-શાંતિ ની સ્થાપના કરવા કે ભારત ને સ્વર્ગ બનાવવા માટે આપસ માં સેમીનાર કરવાની છે, શ્રીમત પર ભારતની આવી સેવા કરવાની છે.

2. સર્વિસ (સેવા) માં ઉન્નતિ કરવાં કે સર્વિસ થી ઉંચ પદ પામવા માટે દેહી-અભિમાની રહેવાની મહેનત કરવાની છે. જ્ઞાન નું વિચાર સાગર મંથન કરવાનું છે.

વરદાન :-
પોતાની શ્રેષ્ઠ ધારણાઓ પ્રતિ ત્યાગ માં ભાગ્ય નો અનુભવ કરવા વાળા સાચાં ત્યાગી ભવ

બ્રાહ્મણોની શ્રેષ્ઠ ધારણા છે સંપૂર્ણ પવિત્રતા. આ જ ધારણા માટે ગાયન છે પ્રાણ જાય પરંતુ ધર્મ ન જાય. કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ માં પોતાની આ ધારણા નાં પ્રતિ કાંઈ પણ ત્યાગ કરવો પડે, સહન કરવું પડે, સામનો કરવો પડે, સાહસ રાખવું પડે તો ખુશી-ખુશી થી કરો - આમાં ત્યાગ ને ત્યાગ ન સમજી ભાગ્ય નો અનુભવ કરો ત્યારે કહેશે સાચ્ચા ત્યાગી. એવી ધારણા વાળા જ સાચ્ચા બ્રાહ્મણ કહેવાય છે.

સ્લોગન :-
સર્વ શક્તિઓ ને પોતાનાં ઓર્ડર માં રાખવા વાળા જ માસ્ટર સર્વશક્તિમાન છે.