20-03-2020    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - ખુશી જેવો ખોરાક નથી , તમે ખુશીમાં હરતાં - ફરતાં પગપાળા કરતાં બાપને યાદ કરો તો પાવન બની જશો

પ્રશ્ન :-
કોઈ પણ કર્મ વિકર્મ ન બને એની યુક્તિ શું છે?

ઉત્તર :-
વિકર્મો થી બચવાનું સાધન છે શ્રીમત. બાપની જે પહેલી શ્રીમત છે કે પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો, આ શ્રીમત પર ચાલો તો તમે વિકર્માજીત બની જશો.

ઓમ શાંતિ!
રુહાની બાળકો અહીં પણ બેઠાં છે અને બધાં સેવાકેન્દ્ર પર પણ છે. બધાં બાળકો જાણે છે કે હમણાં રુહાની બાબા આવેલાં છે, એ આપણને આ જૂની છી-છી પતિત દુનિયા થી પાછાં ઘરે લઈ જશે. બાપ આવ્યાં જ છે પાવન બનાવવાં અને આત્માઓ થી જ વાત કરે છે. આત્મા જ કાનો થી સાંભળે છે કારણ કે બાપને પોતાનું શરીર તો છે નહીં એટલે બાપ કહે છે હું શરીરનાં આધાર થી પોતાનો પરિચય આપું છું. હું આ સાધારણ તનમાં આવીને આપ બાળકોને પાવન બનવાની યુક્તિ બતાવું છું. તે પણ દરેક કલ્પ આવીને તમને આ યુક્તિ બતાવું છું. આ રાવણ રાજ્યમાં તમે કેટલાં દુઃખી બની ગયાં છો. રાવણ રાજ્ય, શોક વાટિકા માં તમે છો. કળયુગ ને કહેવાય જ છે દુઃખધામ. સુખધામ છે કૃષ્ણપુરી, સ્વર્ગ. તે તો હમણાં છે નહીં. બાળકો સારી રીતે જાણે છે કે હમણાં બાબા આવેલાં છે આપણને ભણાવવાં માટે.

બાપ કહે છે તમે ઘરમાં પણ સ્કૂલ બનાવી શકો છો. પાવન બનવાનું અને બનાવવાનું છે. તમે પાવન બનશો તો પછી દુનિયા પણ પાવન બનશે. હમણાં તો આ ભ્રષ્ટાચારી પતિત દુનિયા છે. હમણાં છે રાવણની રાજધાની. આ વાતોને જે સારી રીતે સમજે છે તે પછી બીજાઓને પણ સમજાવે છે. બાપ તો ફક્ત કહે છે-બાળકો, પોતાને આત્મા સમજી મુજ બાપને યાદ કરો, બીજાઓને પણ આ રીતે સમજાવો. બાપ આવેલાં છે, કહે છે મને યાદ કરો તો તમે પાવન બની જશો. કોઈ પણ આસુરી કર્મ નહિ કરો. માયા તમને જે છી-છી કર્મ કરાવશે તે કર્મ જરૂર વિકર્મ બનશે. પહેલાં નંબરમાં જે કહે છે ઈશ્વર સર્વવ્યાપી છે, આ પણ માયાએ કહેવડાવ્યું છે. માયા તમારાં થી દરેક વાતમાં વિકર્મ જ કરાવશે. કર્મ-અકર્મ-વિકર્મનું રહસ્ય પણ સમજાવ્યું છે. શ્રીમત પર અડધોકલ્પ તમે સુખ ભોગવો છો, અડધોકલ્પ પછી રાવણ ની મત પર દુઃખ ભોગવો છો. આ રાવણ રાજ્યમાં તમે ભક્તિ જે કરો છો, નીચે જ ઉતરતા આવ્યાં છો. તમે આ વાતોને નહોતાં જાણતાં, બિલકુલ જ પથ્થર બુદ્ધિ હતાં. પથ્થર બુદ્ધિ અને પારસ બુદ્ધિ ગાયન તો છે ને. ભક્તિમાર્ગ માં કહે પણ છે-હેં ઈશ્વર, આમને સારી બુદ્ધિ આપો, તો આ લડાઈ વગેરે બંધ કરી દે. આપ બાળકો જાણો છો બાબા બહુજ સારી બુદ્ધિ હમણાં આપી રહ્યાં છે. બાબા કહે છે - મીઠા બાળકો, તમારી આત્મા જે પતિત બની છે, તેને પાવન બનાવવાની છે, યાદની યાત્રાથી. ભલે હરો ફરો, બાબાની યાદમાં તમે કેટલું પણ પગપાળા કરીને જશો, તમને શરીર પણ ભૂલાઈ જશે. ગવાય છે ને-ખુશી જેવો ખોરાક નહીં. મનુષ્ય ધન કમાવવાં માટે કેટલાં દૂર-દૂર ખુશી થી જાય છે. અહીંયા તમે કેટલાં ધનવાન, સંપત્તિવાન બનો છો. બાપ કહે છે હું કલ્પ-કલ્પ આવીને આપ આત્માઓને પોતાનો પરિચય આપું છું. આ સમયે બધાં પતિત છે, જે બોલાવતાં રહે છે કે પાવન બનાવવાં માટે આવો. આત્મા જ બાપ ને બોલાવે છે. રાવણ રાજ્યમાં, શોકવાટિકા માં બધાં દુઃખી છે. રાવણ રાજ્ય આખી દુનિયામાં છે. આ સમયે છે જ તમોપ્રધાન સૃષ્ટિ. સતોપ્રધાન દેવતાઓનાં ચિત્ર ઉભાં છે. ગાયન પણ તેમનું જ છે. શાંતિધામ, સુખધામ જવાં માટે મનુષ્ય કેટલુ માથું મારે છે. આ થોડી કોઈ જાણે છે-ભગવાન કેવી રીતે આવીને ભક્તિનું ફળ આપણને આપશે. તમે હમણાં સમજો છો આપણને ભગવાન થી ફળ મળી રહ્યું છે. ભક્તિનાં બે ફળ છે-એક મુક્તિ, બીજું જીવનમુક્તિ. આ સમજવાની બહુજ સુક્ષ્મ વાતો છે. જેમણે શરૂથી લઈને ખૂબ ભક્તિ કરી હશે, એ જ્ઞાન સારી રીતે લેશે તો ફળ પણ સારું પામશે. ભક્તિ ઓછી કરી હશે તો જ્ઞાન પણ ઓછું લેશે, ફળ પણ ઓછું પામશે. હિસાબ છે ને. નંબરવાર પદ છે ને. બાપ કહે છે-મારાં બનીને વિકારમાં ગયાં તો મને છોડ્યો. એકદમ નીચે જઈને પડશો. કોઈ તો પડીને પછી ઉભાં થાય છે. કોઈ તો બિલકુલ જ ગટર માં પડી જાય, બુદ્ધિ બિલકુલ સુધરતી જ નથી. કોઈને દિલ અંદર થી ખાય છે, દુઃખ થાય છે-અમે ભગવાન થી પ્રતિજ્ઞા કરી અને પછી એમને દગો આપી દીધો, વિકારમાં પડી ગયાં. બાપનો હાથ છોડ્યો, માયાનાં બની ગયાં. તેઓ પછી વાયુમંડળ જ ખરાબ કરી દે છે, શ્રાપિત થઈ જાય છે. બાપ ની સાથે ધર્મરાજ પણ છે ને. તે સમયે ખબર નથી પડતી કે અમે શું કરીએ છીએ, પાછળ થી પશ્ચાતાપ થાય છે. એવાં ઘણાં હોય છે, કોઈનું ખૂન વગેરે કરે છે તો જેલમાં જવું પડે છે, પછી પશ્ચાતાપ થાય છે - નક્કામા તેમને માર્યા. ગુસ્સામાં આવીને મારે પણ ઘણાં છે. અસંખ્ય સમાચાર, સમાચારપત્રો માં આવે છે. તમે તો સમાચાર વાંચતા જ નથી. દુનિયામાં શું- શું થઈ રહ્યું છે, તમને ખબર નથી પડતી. દિવસ-પ્રતિદિવસ હાલત ખરાબ થતી જાય છે. સીડી નીચે ઉતરવાની જ છે. તમે આ ડ્રામાનાં રહસ્યને જાણો છો. બુદ્ધિમાં આ વાત છે કે આપણે બાબાને યાદ કરીએ. કોઈ પણ એવું છી-છી કર્તવ્ય ન કરીએ જેનાથી રજીસ્ટર ખરાબ થઈ જાય. બાપ કહે છે હું તમારો શિક્ષક છું ને. શિક્ષકની પાસે વિદ્યાર્થીનાં ભણતરનો અને ચાલ-ચલનનો રેકોર્ડ રહે છે ને. કોઈની ચાલ ખૂબ સારી, કોઈની ઓછી, કોઈની બિલકુલ ખરાબ. નંબરવાર હોય છે ને. આ પણ સુપ્રીમ બાપ કેટલું ઊંચું ભણાવે છે. એ પણ દરેક ની ચાલ-ચલન ને જાણે છે. તમે પોતે પણ જાણી શકો છો-અમારામાં આ આદત છે, આનાં કારણે અમે ફેલ (નપાસ) થઈ જઈશું. બાબા દરેક વાત ક્લિયર (સ્પષ્ટ) કરીને સમજાવે છે. પૂરી રીતે ભણતર નહિ ભણે, કોઈને દુઃખ આપશે તો દુઃખી થઈને મરશે. પદ પણ ભ્રષ્ટ થશે. સજાઓ પણ ખૂબ ખાશે.

મીઠા બાળકો, પોતાની અને બીજાઓની તકદીર બનાવવી છે તો રહેમદિલ નાં સંસ્કાર ધારણ કરો. જેમ બાપ રહેમદિલ છે ત્યારે શિક્ષક બનીને તમને ભણાવે છે. કોઈ બાળકો સારી રીતે ભણે અને ભણાવે છે, આમાં રહેમદિલ બનવાનું હોય છે. શિક્ષક રહેમદિલ છે ને. કમાણીનો રસ્તો બતાવે છે કે કેવી રીતે સારી પોઝિશન (પદ) તમે પામી શકો છો. તે ભણતરમાં તો અનેક પ્રકારનાં શિક્ષકો હોય છે. આ તો એક જ શિક્ષક છે. ભણતર પણ એક જ છે મનુષ્ય થી દેવતા બનવાનું. આમાં મુખ્ય છે પવિત્રતાની વાત. પવિત્રતા જ બધાં માંગે છે. બાપ તો રસ્તો બતાવી રહ્યાં છે પરંતુ જેમની તકદીરમાં જ નથી તો તદબીર શું કરી શકે! ઊંચા માર્ક્સ (ટકા) પામવાં જ નથી તો શિક્ષક તદબીર પણ શું કરે! આ બેહદનાં શિક્ષક છે ને. બાપ કહે છે તમને બીજું કોઈ સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંતની હિસ્ટ્રી-જોગ્રોફી સમજાવી ન શકે. તમને દરેક વાત બેહદની સમજાવાય છે. તમારો છે બેહદનો વૈરાગ્ય. આ પણ તમને શીખવાડે છે જ્યારે પતિત દુનિયાનો વિનાશ, પાવન દુનિયાની સ્થાપના થવાની છે. સન્યાસી તો છે નિવૃત્તિ માર્ગવાળા, હકીકતમાં તેમને તો જંગલમાં રહેવાનું છે. પહેલાં-પહેલાં ઋષિ-મુની વગેરે બધાં જંગલમાં રહેતા હતાં, તે સતોપ્રધાન તાકાત હતી, તો મનુષ્યોને ખેંચતા (આકર્ષાવતા) હતાં. ક્યાંક-ક્યાંક કુટીરોમાં પણ તેમનું ભોજન જઈને પહોંચાડતા હતાં. સંન્યાસીઓનાં ક્યારેય મંદિર નથી બનાવતાં. મંદિર હંમેશા દેવતાઓનાં બનાવે છે. તમે કોઈ ભક્તિ નથી કરતાં. તમે યોગમાં રહો છો. તેમનું તો જ્ઞાન છે જ બ્રહ્મતત્વ ને યાદ કરવાનું. બસ બ્રહ્મમાં લિન થઇ જઇયે. પરંતુ સિવાય બાપના ત્યાં તો કોઈ લઈ જઈ નથી શકે. બાપ આવે જ છે સંગમયુગ પર. આવીને દેવી-દેવતા ધર્મની સ્થાપના કરે છે. બાકી બધાંની આત્માઓ પાછી ચાલી જાય છે કારણ કે તમારાં માટે નવી દુનિયા જોઈએ ને. જૂની દુનિયાનું કોઈ પણ રહેવું ન જોઈએ. તમે આખાં વિશ્વનાં માલિક બનો છો. આ તો તમે જાણો છો જ્યારે આપણું રાજ્ય હતું તો આખાં વિશ્વ પર આપણે જ હતાં, બીજો કોઈ ખંડ નહોતો. ત્યાં જમીન તો ખૂબજ રહે છે. અહીંયા જમીન કેટલી છે તો પણ સમુદ્રને સુકાવીને જમીન કરતાં રહે છે કારણ કે મનુષ્ય વધતાં જાય છે. આ જમીન સૂકવવાનું વગેરે વિલાયતવાળા થી શીખ્યાં છે. મુંબઈ પહેલાં શું હતું પછી પણ નહીં રહેશે. બાબા તો અનુભવી છે ને. સમજો અર્થકવેક (ધરતીકંપ) થાય છે કે મુશળધાર વરસાદ થાય છે તો પછી શું કરશે! બહાર તો નીકળી નહીં શકશે. નેચરલ કેલામિટીજ (કુદરતી આપદાઓ) તો ખૂબ આવશે. નહીં તો આટલો વિનાશ કેવી રીતે થશે. સતયુગમાં તો ફક્ત થોડાં ભારતવાસી જ હોય છે. આજે શું છે, કાલે શું હશે. આ બધું આપ બાળકો જ જાણો છો. આ જ્ઞાન બીજું કોઈ આપી ન શકે. બાપ કહે છે તમે પતિત બન્યાં છો એટલે હવે મને બોલાવો છો કે આવી ને પાવન બનાવો તો જરૂર આવશે ત્યારે તો પાવન દુનિયા સ્થાપન થશે ને. આપ બાળકો જાણો છો બાબા આવેલાં છે. યુક્તિ કેટલી સરસ બતાવે છે. ભગવાનુવાચ મનમનાભવ. દેહ સહિત દેહનાં બધાં સબંધો ને તોડી મામેકમ્ યાદ કરો. આમાં જ મહેનત છે. જ્ઞાન તો ખૂબ સહજ છે. નાનું બાળક પણ ઝટ યાદ કરી લેશે. બાકી પોતાને આત્મા સમજી અને બાપ ને યાદ કરે, તે ઇમ્પોસિબલ (અસંભવ) છે. મોટાઓ ની બુદ્ધિમા જ નથી બેસી શકતું, તો નાનાં પછી કેવી રીતે યાદ કરી શકશે? ભલે શિવબાબા-શિવબાબા કહે પણ પરંતુ છે તો બેસમજ ને. આપણે પણ બિંદુ છીએ, બાબા પણ બિંદુ છે, આ સ્મૃતિમાં આવવું મુશ્કિલ લાગે છે. આ જ યથાર્થ રીતે યાદ કરવું છે. મોટી ચીજ તો છે નહિ. બાપ કહે છે યથાર્થ રુપમાં હું બિંદુ છું એટલે હું જે છું, જેવો છું એ સિમરણ કરે-આ મોટી મહેનત છે.

તેઓ તો કહી દે છે પરમાત્મા બ્રહ્મ તત્વ છે અને આપણે કહીએ છે એ એકદમ બિંદુ છે. રાત-દિવસનો ફરક છે ને. બ્રહ્મ તત્વ જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ, એને પરમાત્મા કહી દે છે. બુદ્ધિમાં આ રહેવું જોઈએ-હું આત્મા છું, બાબાનો બાળક છું, આ કાનો થી સાંભળું છું, બાબા આ મુખ થી સંભળાવે છે કે હું પરમ આત્મા છું, પરે થી પરે રહેવાવાળો છું. તમે પણ પરે થી પરે રહો છો પરંતુ જન્મ-મરણમાં આવો છો, હું નથી આવતો. તમે હમણાં પોતાનાં ૮૪ જન્મોને પણ સમજ્યાં છે. બાપનાં પાર્ટ ને પણ સમજ્યો છે. આત્મા કોઈ નાની-મોટી નથી થતી. બાકી આઈરન એજ (કળયુગ) માં આવવાથી મેલી બની જાય છે. આટલી નાનકડી આત્મા માં બધું જ્ઞાન છે. બાપ પણ આટલાં નાના છે ને. પરંતુ એમને પરમ આત્મા કહેવાય છે. એ જ્ઞાનનાં સાગર છે, તમને આવીને સમજાવે છે. આ સમયે તમે જે ભણી રહ્યા છો કલ્પ પહેલાં પણ ભણ્યાં હતાં, જેનાથી તમે દેવતા બન્યા હતાં. તમારા માં સૌથી ખોટી તકદીર તેમની છે જે પતિત બની પોતાની બુદ્ધિને મલિન બનાવી દે છે, કારણ કે તેમના માં ધારણા થઈ નથી શકતી. દિલ અંદર ખાતું રહેશે. બીજાઓને કહી નહિ શકે પવિત્ર બનો. અંદર સમજે છે પાવન બનતાં-બનતાં અમે હાર ખાઈ લીધી, કરેલી કમાણી બધી ચટ થઈ ગઈ. પછી ખૂબ સમય લાગી જાય છે. એક જ ચોટ જોર થી ઘાયલ કરી દે છે, રજીસ્ટર ખરાબ થઈ જાય છે. બાપ કહે છે તમે માયા થી હારી ગયાં, તમારી તકદીર ખોટી છે. માયાજીત જગતજીત બનવાનું છે. જગતજીત મહારાજા-મહારાણીને જ કહેવાય છે. પ્રજાને થોડી કહેશે. હમણાં દૈવી સ્વર્ગની સ્થાપના થઇ રહી છે. પોતાને માટે જે કરશે તે પામશે. જેટલાં પાવન બની બીજાઓને બનાવશે, બહુજ દાન કરવાવાળા ને ફળ પણ તો મળે છે ને. દાન કરવાવાળાનું નામ પણ થાય છે. બીજા જન્મમાં અલ્પકાળ નું સુખ પામે છે. અહીંયા તો ૨૧ જન્મની વાત છે. પાવન દુનિયાનાં માલિક બનવાનું છે. જે પાવન બન્યાં હતા તેજ બનશે. ચાલતાં-ચાલતાં માયા ચમાટ મારી એકદમ પાડી દે છે. માયા પણ ઓછી દુશ્તર નથી. ૮-૧૦ વર્ષ પવિત્ર રહ્યાં, પવિત્રતા પર ઝઘડા થયાં, બીજાઓને પણ પડવા થી બચાવ્યાં અને પછી પોતે નીચે પડ્યાં. તકદીર કહેશું ને. બાપનાં બનીને પછી માયાનાં બની જાય છે તો દુશ્મન થઈ ગયાં ને. ખુદા દોસ્ત ની પણ એક કહાની છે ને. બાપ આવીને બાળકોને પ્રેમ કરે છે, સાક્ષાત્કાર કરાવે છે, વગર કોઈ ભક્તિ કરે પણ સાક્ષાત્કાર થાય છે. તો દોસ્ત બનાવ્યાં ને. કેટલાં સાક્ષાત્કાર થતાં હતાં પછી જાદુ સમજી હંગામા કરવા લાગ્યાં તો બંધ કરી દીધું પછી અંતમાં તમે ખૂબજ સાક્ષાત્કાર કરતા રહેશો. આગળ કેટલી મજા થતી હતી. તે જોતાં-જોતાં પણ કેટલા ગુમ થઈ ગયાં. ભઠ્ઠીથી કોઈ ઇંટો પાકીને નીકળી, કોઈ કાંઈક કાચ્ચી રહી ગઈ. કોઈ તો એકદમ તૂટી ગયાં. કેટલાંક ચાલ્યા ગયાં. હમણાં તે લખપતિ કરોડપતિ બની ગયાં છે. સમજે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએં. હવે સ્વર્ગ અહીંયા કેવી રીતે હોઈ શકે છે. સ્વર્ગ તો હોય છે જ નવી દુનિયામાં. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1) પોતાની ઊંચી તકદીર બનાવવાં માટે રહેમદિલ બની ભણવું અને ભણાવવાનું છે. ક્યારેય પણ કોઈ આદત નાં વશ થઈ પોતાનું રજીસ્ટર ખરાબ નથી કરવાનું.

2) મનુષ્ય થી દેવતા બનવાનાં માટે મુખ્ય છે પવિત્રતા એટલે ક્યારેય પણ પતિત બની પોતાની બુદ્ધિને મલીન નથી કરવાની. એવું કર્મ ન થાય જે દિલ અંદર ખાતું રહે, પશ્ચાતાપ કરવો પડે.

વરદાન :-
શાંતિનાં દૂત બની સર્વને શાંતિનો સંદેશ આપવાવાળા માસ્ટર શાંતિ , શક્તિ દાતા ભવ

આપ બાળકો શાંતિનાં મેસેન્જર શાંતિનાં દૂત છો. ક્યાંય પણ રહેતાં સદા પોતાને શાંતિનાં દૂત સમજીને ચાલો. શાંતિનાં દૂત છીએ, શાંતિનો સંદેશ આપવાવાળા છીએ આનાથી સ્વયં પણ શાંત સ્વરુપ શક્તિશાળી રહેશો અને બીજાઓને પણ શાંતિ આપતાં રહેશો. તેઓ અશાંતિ આપે, તમે શાંતિ આપો. તેઓ આગ લગાવે, તમે પાણી નાખો. આજ આપ શાંતિનાં મેસેન્જર, માસ્ટર શાંતિ, શક્તિ દાતા બાળકો નું કર્તવ્ય છે.

સ્લોગન :-
જેમ અવાજ માં આવવું સહજ લાગે છે એમ અવાજ થી પરે જવું પણ સહજ થાય.