20-06-2022   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - દેહ સહિત આ આંખો થી જે કાંઈ જુઓ છો - એને ભૂલી એક બાપ ને યાદ કરો કારણ કે હવે આ બધું ખતમ થવાનું છે

પ્રશ્ન :-
સતયુગ માં રાજ્ય પદની લોટરી વીન કરવાનો (જીતવાનો) પુરુષાર્થ શું છે?

ઉત્તર :-
સતયુગમાં રાજ્ય પદ લેવું છે તો પોતાનાં ઉપર પૂરી નજર રાખો. અંદર કોઈ પણ ભૂત ન રહે. જો કોઈ પણ ભૂત હશે તો લક્ષ્મી ને વરી નહીં શકો. રાજા બનવા માટે પ્રજા પણ બનાવવાની છે. ૨ . અહીં જ રડવાથી મુક્ત બનવાનું છે. કોઈ દેહધારી ની યાદ માં શોક આવ્યો (લાગ્યો), શરીર છૂટ્યું તો પદ ભ્રષ્ટ થઈ જશે તેથી બાપ ની યાદ માં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે.

ગીત :-
આજ નહીં તો કલ..

ઓમ શાંતિ!
શિવબાબા કહે છે ઓમ્ શાંતિ પછી આમનો (બ્રહ્માબાબા નો) આત્મા પણ કહેશે-ઓમ્ શાંતિ. એ છે પરમાત્મા, આ છે પ્રજાપિતા. આમનો આત્મા કહે છે ઓમ્ શાંતિ. બાળકો પણ કહે છે ઓમ્ શાંતિ. પોતાનાં સ્વધર્મ ને જાણવાનો હોય છે ને. મનુષ્ય તો પોતાનાં સ્વધર્મ ને પણ નથી જાણતાં. ઓમ્ શાંતિ અર્થાત્ અહમ્ (હું) આત્મા શાંત સ્વરુપ છું. આત્મા છે મન-બુદ્ધિ સહિત. આ ભૂલીને મન નું નામ લઈ લે છે. જો કહે કે આત્માને શાંતિ કેવી રીતે મળે તો બોલો, વાહ આ પણ પ્રશ્ન છે? આત્મા તો સ્વયં શાંત સ્વરુપ છે, શાંતિધામ માં રહેવા વાળો છે. શાંતિ તો ત્યાં મળશે ને. આત્મા શરીર છોડી ચાલ્યો જશે, ત્યારે શાંતિ માં રહેશે. આ તો આખી દુનિયા છે, જેમાં આત્માઓએ પાર્ટ ભજવવાનો છે. શાંત કેવી રીતે રહેશે. કામ કરવાનું છે. મનુષ્ય શાંતિ માટે કેટલાં ભટકે છે. એમને આ ખબર નથી કે આપણો આત્માઓનો સ્વધર્મ શાંત છે. હવે તમને આત્માનાં ધર્મની ખબર છે. આત્મા બિન્દુ માફક છે. બાપે સમજાવ્યું છે બધાં કહે છે નિરાકાર પરમાત્માય નમઃ. પરમપિતા એમને જ કહેવાય છે. એ તો છે નિરાકાર. એમને શિવ પરમાત્માય નમઃ કહેવાય છે. હમણાં તમારો બુદ્ધિયોગ એ તરફ છે. મનુષ્ય તો બધાં દેહ-અભિમાની છે. એમનો યોગ બાપ તરફ નથી. આપ બાળકો ને દરેક વાત સમજાવાય છે. ગાય પણ છે બ્રહ્મા દેવતાય નમઃ, બ્રહ્માનું નામ લઈને એવું ક્યારેય નહીં કહે-બ્રહ્મા પરમાત્માય નમઃ. એક ને જ પરમાત્મા કહેવાય છે. એ છે રચયિતા. તમે જાણો છો આપણે છીએ શિવબાબા નાં બાળકો. એમણે આપણને બ્રહ્મા દ્વારા ક્રીયેટ કર્યા (રચ્યાં) છે, પોતાનાં બનાવ્યાં છે. બ્રહ્માનાં આત્માને પણ પોતાનો બનાવ્યો છે, વારસો આપવા માટે. બ્રહ્માનાં આત્માને પણ કહે છે મને યાદ કરો. બી.કે. ને પણ કહે છે મામેકમ્ યાદ કરો. દેહ નું અભિમાન છોડી દો. આ જ્ઞાન ની વાતો છે. ૮૪ જન્મ લેતાં-લેતાં હવે આ શરીર જડજડીભૂત થઈ ગયું છે. બિમાર રોગી થઈ ગયું છે. આપ બાળકો કેટલાં નિરોગી હતાં, સતયુગ માં કોઈ પણ રોગ નહોતો. એવર હેલ્દી (સદા સ્વસ્થ) હતાં. ક્યારેય દેવાળું નહોતાં મારતાં. હમણાંથી જ પોતાનો વારસો ૨૧ જન્મો માટે લઈ લો છો, એટલે દેવાળું મારી ન શકો. અહીં તો દેવાળું મારતા જ રહે છે. બાળકો ને સમજાવ્યું-ગાય પણ છે પરમપિતા પરમાત્મા શિવાય નમઃ, બ્રહ્મા ને પરમાત્મા નહીં કહે. એમને પ્રજાપિતા કહેવાય છે. દેવતાઓ સૂક્ષ્મવતન માં છે. આ કોઈને ખબર નથી કે આ પ્રજાપિતા જ પછી જઈને ફરિશ્તા બને છે. સૂક્ષ્મવતનવાસી બને છે અર્થાત્ સૂક્ષ્મ દેહધારી. હવે બાળકોને બાપે સમજાવ્યું છે મામેકમ્ યાદ કરો. તમે પણ નિરાકાર છો, હું પણ નિરાકાર છું. મામેકમ્ યાદ કરવાનું છે અને જે પણ દેહધારી છે એનાંથી બુધ્ધિયોગ હટાવવાનો છે. દેહ સહિત આ આંખો થી જે કાંઈ દેખાય છે બધું ખતમ થવાનું છે. પછી તમારે જવાનું છે-સુખધામ વાયા શાંતિધામ. એ સુખધામ અથવા કૃષ્ણપુરી ની જ તમને ઈચ્છા રહે છે. તો બાપ કહે છે શાંતિધામ, સુખધામ ને યાદ કરો. ભલે સતયુગ માં પણ પવિત્રતા-સુખ-શાંતિ હોય છે, પરતું એને શાંતિધામ ન કહેવાય. કર્મ તો બધાએ કરવાનું છે. રાજાઈ કરવાની છે. સતયુગ માં પણ કર્મ કરે છે પરંતુ તે વિકર્મ નથી બનતાં કારણ કે ત્યાં માયા જ નથી. આ તો સહજ સમજવાની વાત છે. બ્રહ્મા નો દિવસ છે, દિવસ માં ધક્કા નથી ખવાતાં. રાત્રે અંધારા માં ધક્કા ખવાય છે. તો અડધોકલ્પ ભક્તિ, બ્રહ્મા ની રાત. અડધોકલ્પ બ્રહ્મા નો દિવસ. બાબાએ બતાવ્યું - એક સ્થાન પર ૬ માસ દિવસ, ૬ માસ રાત હોય છે. પરંતુ તે વાત કોઈ શાસ્ત્રો માં નથી ગવાતી. આ બ્રહ્મા નો દિવસ, બ્રહ્મા ની રાત શાસ્ત્રો માં ગવાયેલી છે. હવે વિષ્ણુ ની રાત કેમ નથી કહેતાં! ત્યાં તેમને આ જ્ઞાન જ નથી. બ્રાહ્મણો ને ખબર છે-બ્રહ્મા અને બ્રહ્માકુમાર-કુમારીઓ માટે આ બેહદ નાં દિવસ અને રાત છે. શિવબાબા નાં દિવસ અને રાત નહીં કહેશે. બાળકો જાણે છે આપણો અડધોકલ્પ દિવસ પછી અડધોકલ્પ રાત છે. ખેલ પણ એવો છે, પ્રવૃત્તિ માર્ગ વાળા ને સંન્યાસી નથી જાણતાં. તેઓ તો નિવૃત્તિ માર્ગ વાળા છે. તેઓ સ્વર્ગ અને નર્ક ની વાત નથી જાણતાં. તેઓ તો કહે સ્વર્ગ ક્યાંથી આવ્યું કારણ કે શાસ્ત્રોમાં સતયુગ ને પણ નર્ક બનાવી દીધું છે. હમણાં બાપ બહુજ મીઠી-મીઠી વાતો સંભળાવે છે. કહે છે બાળકો હું નિરાકાર જ્ઞાન નો સાગર છું. મારો પાર્ટ જ્ઞાન આપવાનો આ સમયે ઈમર્જ (જાગૃત) થાય છે. બાપ પોતાનો પરિચય આપે છે. ભક્તિમાર્ગ માં મારું જ્ઞાન ઈમર્જ નથી થતું. આ સમયે બધાં રીત-રિવાજ ભક્તિમાર્ગ નાં ચાલે છે. ડ્રામા અનુસાર જે ભક્ત જેવી ભાવના થી પૂજા કરે છે એમને સાક્ષાત્કાર કરાવવા હું નિમિત્ત બનેલો છું. તે સમયે મુજ આત્મા માં જ્ઞાન નો પાર્ટ ઈમર્જ નથી. તે હમણાં ઈમર્જ થયો છે. જેમ તમારી ૮૪ જન્મો ની રીલ ભરેલી છે. મારો પણ જે જે પાર્ટ ડ્રામા માં જ્યારે નોંધાયેલો છે, તે એ જ સમયે ભજવાય છે. એમાં સંશય નથી. જો મારામાં જ્ઞાન ઈમર્જ થાય તો ભક્તિમાર્ગ માં પણ કોઈને સંભળાવું. લક્ષ્મી-નારાયણ ને ત્યાં આ જ્ઞાન છે જ નહીં. ડ્રામા માં નોંધ જ નથી. મનુષ્ય માત્ર ને જો કોઈ કહે કે અમને ફલાણા ગુરુ સદ્દગતિ આપે છે. પરતું ગુરુ લોકો સદ્દગતિ કેવી રીતે આપશે? એમનો પણ તો પાર્ટ છે અને કોઈ કહે છે બરાબર દુનિયા રીપીટ (પુનરાવર્તિત) થતી રહે છે. આ ચક્ર ફરતું રહે છે. એમને પછી ચરખો રાખી દીધો છે. સૃષ્ટિ નું ચક્ર છે. વન્ડર (આશ્ચર્ય) જુઓ, ચરખો ફરાવવા થી પેટપૂજા થાય છે. અહીં આ સૃષ્ટિ ચક્ર ને જાણવાથી ૨૧ જન્મો માટે તમને પ્રારબ્ધ મળે છે. બાબા યથાર્થ રીતે અર્થ સંભળાવે છે. બાકી બધાં અયથાર્થ સંભળાવે છે. તમારી બુદ્ધિ નું તાળુ ખુલેલું છે. ઊંચા માં ઊંચા છે ભગવાન પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે સૂક્ષ્મ-વતનવાસી. પછી સ્થૂળ વતન માં પહેલાં લક્ષ્મી-નારાયણ પછી જગત અંબા, જગત-પિતા છે. તેઓ સંગમ નાં છે. છે તો મનુષ્ય જ. ભુજાઓ વગેરે કાંઈ પણ નથી. બ્રહ્મા ને પણ બે ભૂજા છે. ભક્તિમાર્ગ નાં ચિત્રો માં કેટલી ભુજાઓ આપી દીધી છે. જો કોઈને આઠ ભુજા હોય તો આઠ પગ પણ હોવાં જોઈએ. એવું તો હોતું નથી. રાવણ ને દસ માથા દેખાડે છે. તો પગ પણ ૨૦ આપવા જોઈએ. આ બધી છે ગુડિયો ની રમત. કાંઈ પણ સમજતાં નથી. રામાયણ જ્યારે સંભળાવે છે તો ખૂબ રડે છે. બાપ સમજાવે છે - આ બધો છે ભક્તિ માર્ગ, જ્યાર થી તમે વામ માર્ગ માં ગયાં છો ત્યાર થી કામ ચિતા પર બેસી તમે કાળા બની ગયાં છો. હમણાં એક જન્મ માં જ્ઞાન ચિતા નો હથિયાલો બાંધવાથી (પ્રતિજ્ઞા કરવાથી) ૨૧ જન્મ માટે વારસો મળે છે. ત્યાં આત્મ-અભિમાની રહે છે. એક જૂનું શરીર છોડી બીજું નવું લે છે. રડવા વગેરે ની તો વાત જ નથી રહેતી. અહીં બાળક જનમશે તો વધાઈ દેશે. ધામધૂમ થી મનાવશે. કાલે બાળક મરી ગયો તો યા હુસૈન મચાવી દેશે. દુઃખધામ છે ને. જાણો છો ભારત પર જ આખો ખેલ છે. ભારત અવિનાશી ખંડ છે. એમાં જ સુખ-દુઃખ, નર્ક-સ્વર્ગ નો વારસો હોય છે. હેવનલી ગોડફાધરે જ જરુર હેવન (સ્વર્ગ) સ્થાપન કર્યુ હશે. લાખો વર્ષ ની વાત હોય તો કોઈ ને યાદ પણ કેવી રીતે રહે. કોઈને પણ ખબર નથી-સ્વર્ગ પછી ક્યારે હશે! કહી દે છે કળિયુગ ની આયુ તો હજું ચાલીસ હજાર વર્ષ છે. હવે ચાલીસ હજાર વર્ષ માં કેટલાં જન્મ લેવા પડે! જ્યારે કે ૫ હજાર વર્ષ માં ૮૪ જન્મ છે. હવે આપ બાળકોની સમજ માં આવે છે. તમે પ્રકાશ માં છો. બાકી જેમને જ્ઞાન નથી, તેઓ અજ્ઞાન નિંદર માં સૂતેલાં પડ્યાં છે. અજ્ઞાન અંધારી રાત છે અર્થાત્ સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન નથી. આપણે એક્ટર (પાર્ટધારી) છીએ, આ સૃષ્ટિ ચક્ર નાં ચાર ભાગ છે. આ વાતો ને મનુષ્ય જ જાણશે. હમણાં આપ બાળકો જાણો છો, બાપ નોલેજફુલ (જ્ઞાન-સાગર) છે. એમનામાં જે-જે ખૂબીઓ (વિશેષતાઓ) છે, તે બધી તમને દાન આપે છે. જ્ઞાન નાં સાગર થી તમે વારસો લો છો. બાબા હંમેશા કહે છે દેહધારી ને યાદ નહીં કરો. ભલે હું પણ દેહ દ્વારા સંભળાવું છું. પરતું યાદ તમે મુજ નિરાકાર ને જ કરજો. યાદ કરતા રહેશો તો ધારણા પણ થશે, બુદ્ધિ નું તાળું પણ ખુલશે. ૧૫ મિનિટ અથવા અડધા કલાક થી શરું કરો પછી વધારતાં રહો. અંત નાં સમયે સિવાય એક બાપ નાં કોઈની યાદ ન રહે એટલે સંન્યાસી બધુંજ છોડી દે છે. તપસ્યા માં બેસે છે, જ્યારે શરીર છોડે છે તે સમયે આસપાસ નું વાયુમંડળ પણ શાંત થઈ જાય છે. જેમ કોઈ શહેર માં કોઈ મહાપુરુષે શરીર છોડ્યું છે. તમને તો હવે જ્ઞાન છે. આત્મા અવિનાશી છે, તે લીન થઈ ન શકે. એમનામાં તો આ જ્ઞાન નથી.

બાબા સમજાવે છે આત્મા ક્યારેય વિનાશ થતી નથી. એમાં જે જ્ઞાન છે તે પણ ક્યારેય વિનાશ નથી થતું. ઈમ્પેરીશેબલ (અવિનાશી) ડ્રામા છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. આ ચક્ર ફરતું રહે છે. તમે પછી લક્ષ્મી-નારાયણ બનો છો પછી નંબરવાર બીજા ધર્મ વાળા પણ આવે છે. ગોડ ફાધર ઈઝ વન (પરમપિતા પરમાત્મા એક છે). સતયુગ થી કળિયુગ સુધી વૃદ્ધિ થતી રહે છે, બીજા ઝાડ બની ન શકે. ચક્ર પણ એક જ છે. યાદ પણ એક ને જ કરે છે. ગુરુનાનક ને યાદ કરે છે પરંતુ એમને પછી પોતાનાં સમય પર આવવું પડે. જન્મ-મરણ માં તો બધાએ આવવાનું છે. લોકો સમજે છે - કૃષ્ણ હાજરા-હજૂર છે. કોઈ કોને માને, કોઈ કોને. બાબા સમજાવે છે - બાળકો યુક્તિ થી સમજાવો- ઈશ્વર બધાનાં એક નિરાકાર છે. ગીતા માં છે ભગવાનુવાચ. તો ગીતા છે સર્વ ની મા-બાપ કારણ કે એનાંથી જ બધાંને સદ્દગતિ મળે છે. બાપ સર્વ નાં દુઃખહર્તા, સુખકર્તા છે. ભારત સર્વનું તીર્થ સ્થાન છે. સદ્દગતિ બાપ દ્વારા જ મળે છે. આ એમની જન્મભૂમિ છે, બધાં એમને યાદ કરે છે. પિતા જ આવીને બધાંને રાવણ નાં રાજ્ય થી છોડાવે છે. હમણાં આ રૌરવ નર્ક છે.

હવે બાપ કહે છે હે દેહધારી આત્માઓ હવે પાછા જવાનું છે. ફક્ત મને યાદ કરો. ક્યારેય પણ દેહધારી માં લટક્યાં તો રડવું પડશે. એક ને યાદ કરવાનાં છે, ત્યાં જવાનું છે. તમારું રડવાનું ૨૧ જન્મો માટે બંધ થઈ જાય છે. કોઈ મરે અને તમે રડવા લાગી પડશો પછી રડવા થી મુક્ત તો થશો નહીં. કોઈ ની યાદ માં શોક આવી જાય અને મરી જાય તો દુર્ગતિ થઈ જાય. તમારે યાદ તો શિવબાબા ને કરવાનાં છે ને. હાર્ટ ફેલ પણ થઈ જાય છે. તમારે તો ઉઠતાં-બેસતાં એક બાપ ને યાદ કરવાનાં છે. આ પણ બુદ્ધિ માં બેસાડાય છે કારણ કે આખાં દિવસમાં યાદ નથી કરતાં તો સંગઠન માં બેસડાય છે. બધાંનો સાથે ફોર્સ (શક્તિ) હોય છે. જો બીજા કોઈની યાદ બુદ્ધિ માં રહેશે છે તો ફરી જન્મ લેવો પડશે. કાંઈ પણ થઈ જાય, સ્થેરિયમ (સ્થિર) રહેવાનું છે. દેહ નું ભાન ન રહે. જેટલું બાપ ને યાદ કરો છો તે યાદ રેકોર્ડ માં નોંધાય છે. તમને ખુશી પણ ખૂબ થશે. અમે જલ્દી ચાલ્યાં જઈશું. જઈને તખ્ત પર બેસીશું, બાપ હંમેશા કહે છે બાળકો તમારે ક્યારેય રડવાનું નથી, રડે તો વિધવાઓ છે. તમારે સર્વ ગુણ સંપન્ન અહીં જ બનવાનું છે, જે પછી અવિનાશી થઈ જાય છે. મહેનત જોઈએ. પોતાનાં પર નજર રાખવાની છે, કોઈ પણ ભૂત હશે તો ઊંચ પદ મેળવી નહીં શકો. નારદ ભક્ત હતાં - લક્ષ્મી ને વરવા (પરણવા) ઈચ્છતાં હતાં, પરંતુ ચહેરો જોયો તો વાનર જેવોતમે પુરુષાર્થ કરી રહ્યાં છો લક્ષ્મીને વરવા માટે, જેમનામાં પ ભૂત હશે તે કેવી રીતે વરી શકશે. ખૂબ મહેનત જોઈએ. બહુ જબરજસ્ત લોટરી વીન કરો (જીતો) છો. આપણે રાજા જરુર બનીશું તો પ્રજા પણ હશે. હજારો લાખો વૃદ્ધિ થતી રહેશે. પહેલાં-પહેલાં કોઈ પણ આવે છે તો એમને બાપ નો પરિચય આપો. પતિત-પાવન, પરમપિતા પરમાત્મા સાથે તમારો શું સંબંધ છે? જરુર કહેવું પડે તે પિતા છે. અચ્છા લખો. એક જ પતિત-પાવન, સર્વ ને પાવન બનાવવા વાળા છે. લખાવી લેવાથી પછી કોઈ વિવાદ નહીં કરે. બોલો, તમે અહીંયા સાંભળવા આવ્યાં છો કે સંભળાવવાં? સર્વ નાં સદ્દગતિ દાતા તો એક નિરાકાર છે ને. તે ક્યારેય આકાર સાકાર માં નથી આવતાં. અચ્છા પછી પ્રજાપિતા સાથે શું સંબંધ છે? તે છે સાકારી, એ છે નિરાકારી બાબા. અમે એક બાપ ને યાદ કરીએ છીએ. અમારું મુખ્ય લક્ષ આ છે. એનાંથી અમે રાજાઈ મેળવીશું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ દેહધારી માં પોતાની બુદ્ધિ નથી લટકાવવાની. યાદ નો રેકોર્ડ ઠીક રાખવાનો છે. ક્યારેય પણ રડવાનું નથી.

2. પોતાનાં શાંતિ સ્વધર્મ માં સ્થિત રહેવાનું છે. શાંતિ માટે ભટકવાનું નથી. બધાંને આ ભટકવાથી છોડાવવાનાં છે. શાંતિધામ અને સુખધામ ને યાદ કરવાનાં છે.

વરદાન :-
નિર્માનતા દ્વારા નવ નિર્માણ કરવા વાળા નિરાશા અને અભિમાન થી મુક્ત ભવ

ક્યારેય પણ પુરુષાર્થ માં નિરાશ નહીં થાઓ. કરવું જ છે, થવાનું જ છે, વિજય માળા મારી જ યાદગાર છે, આ સ્મૃતિ થી વિજયી બનો. એક સેકન્ડ કે મિનિટ માટે પણ નિરાશા ને પોતાની અંદર સ્થાન ન આપો. અભિમાન અને નિરાશા - આ બંને મહાબળવાન બનવા નથી દેતાં. અભિમાન વાળા ને અપમાન ની ફિલીંગ (ભાવ) ખૂબ આવે છે, એટલે આ બંને વાતો થી મુક્ત બની નિર્માન બનો તો નવનિર્માણ નું કાર્ય કરતાં રહેશો.

સ્લોગન :-
વિશ્વ સેવા નાં તખ્તનશીન બનો તો રાજ્ય તખ્તનશીન બની જશો.