20.11.2020 પ્રાતઃમુરલી ઓમ શાંતિ બાપદાદા મધુબન


"મીઠા બાળકો - તમે હમણાં બિલકુલ શડપંથ ( કિનારા ) પર ઉભાં છો, તમારે હવે આ પાર થી તે પાર જવાનું છે, ઘરે જવાની તૈયારી કરવાની છે ”

પ્રશ્ન :-

કઈ એક વાત યાદ રાખો તો અવસ્થા અચળ-અડોલ બની જશે?

ઉત્તર :-

પાસ્ટ ઇજ પાસ્ટ (વીતી ગયું એ વીતી ગયું). વીતી નું ચિંતન નથી કરવાનું, આગળ વધતાં જવાનું છે. સદા એક ની તરફ જોતા રહો તો અવસ્થા અચળ-અડોલ થઈ જશે. તમે હવે કળયુગ ની હદ છોડી દીધી, પછી પાછળ ની તરફ કેમ જુઓ છો? તેમાં બુદ્ધિ જરા પણ ન જાય - આ જ છે સૂક્ષ્મ ભણતર.

ઓમ શાંતિ ! દિવસ બદલાતાં જાય છે, સમય પસાર થતો જાય છે. વિચાર કરો, સતયુગ થી લઈને સમય પસાર થતાં-થતાં હમણાં આવીને કળયુગનાં પણ કિનારા પર ઉભાં છીએ. આ સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ નું ચક્ર પણ જેમ કે મોડલ (નક્શો) છે. તો સૃષ્ટિ તો ખુબ લાંબી-પહોળી છે. તેનાં મોડલ રુપ ને બાળકો એ જાણી લીધું છે. આગળ આ ખબર નહોતી કે હવે કળયુગ પૂરો થાય છે. હવે ખબર પડી છે - તો બાળકોએ પણ બુદ્ધિ થી સતયુગ થી લઈને ચક્ર લગાવી કળયુગના અંતમાં કિનારા પર આવીને રહેવું જોઈએ. સમજવું જોઈએ તે ટીક-ટીક થતી રહે છે, ડ્રામા ફરતો રહે છે. બાકી શું હિસાબ રહ્યો હશે? જરાક એવો રહ્યો હશે. આગળ ખબર નહોતી. હવે બાપે સમજાવ્યું છે - બાકી ખૂણો આવીને રહ્યો છે. આ દુનિયા થી તે દુનિયામાં જવાનો હવે બાકી થોડો સમય છે. આ જ્ઞાન પણ હમણાં મળ્યું છે. આપણે સતયુગ થી લઈને ચક્ર લગાવતા-લગાવતા હવે કળયુગ અંતમાં આવીને પહોંચ્યા છીએ. હવે ફરી પાછું જવાનું છે. આવવાનો અને જવાનો ગેટ (દ્વાર) હોય છે ને. આ પણ એવું છે. બાળકોએ સમજવું જોઈએ - કિનારો બાકી થોડો છે. આ પુરુષોત્તમ સંગમયુગ છે ને. હવે આપણે કિનારા પર છીએ. ખુબ થોડો સમય છે. હવે આ જૂની દુનિયાથી મમત્વ નીકાળવાનું છે. હવે તો નવી દુનિયામાં જવાનું છે. સમજણ તો ખુબ સહજ મળે છે. આ બુદ્ધિ માં રાખવું જોઈએ. ચક્ર બુદ્ધિમાં ફરવું જોઈએ. હવે તમે કળયુગ માં નથી. તમે આ હદ ને છોડી દીધી છે પછી તે તરફ વાળા ને યાદ કેમ કરવાં જોઈએ? જ્યારે કે છોડી દીધી છે, જૂની દુનિયાને. આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ પછી પાછળ જોવાનું પણ કેમ? બુદ્ધિયોગ વિકારી દુનિયાથી કેમ લગાવીએ? આ ખુબ સૂક્ષ્મ વાતો છે. બાબા જાણે છે કોઈ-કોઈ તો રુપિયા થી એક આનો પણ સમજતાં નથી. સાંભળ્યું અને ભૂલી જાય છે. તમારે પાછળની તરફ નથી જોવાનું. બુદ્ધિથી કામ લેવાનું છે ને. આપણે પાર નીકળી ગયાં - પછી પાછળ જોવાનું જ કેમ? પાસ્ટ ઈઝ પાસ્ટ (વીતી ગયું એ વીતી ગયું). બાપ કહે છે કેટલી મહીન વાતો સમજાવે છે. છતાં પણ બાળકોનાં ખભા પાછળ કેમ લટકતાં રહે છે. કળયુગ તરફ લટકેલાં છે. બાપ કહે છે ખભા આ તરફ કરી દો. તે જૂની દુનિયા તમારા કામની ચીજ નથી. બાબા જૂની દુનિયા થી વૈરાગ્ય અપાવે છે, નવી દુનિયા સામે ઉભી છે, જૂની દુનિયા થી વૈરાગ્ય. વિચાર કરો - એવી આપણી અવસ્થા છે? બાપ કહે છે પાસ્ટ ઈઝ પાસ્ટ. વીતી વાત ને ચિતવો નહીં. જૂની દુનિયામાં કોઈ આશ નહીં રાખો. હવે તો એક જ ઉંચ આશ રાખવાની છે - આપણે જઈએ સુખધામ. બુદ્ધિમાં સુખધામ જ યાદ રહેવું જોઈએ. પાછળ કેમ ફરવું જોઈએ. પરંતુ ઘણાંની તો પીઠ પાછળ વળી જાય છે. તમે હમણાં જ પુરુષોત્તમ સંગમયુગ પર. જૂની દુનિયાથી કિનારો કરી લીધો છે. આ સમજવાની વાત છે ને. ક્યાંય થોભવાનું નથી. ક્યાંય જોવાનું નથી. વીતેલાં ને યાદ નથી કરવાનું. બાપ કહે છે આગળ વધતા જાઓ, પાછળ નહીં જુઓ. એક તરફ જ જોતાં રહો ત્યારે જ અચળ સ્થિર, અડોલ અવસ્થા રહી શકશે. તે તરફ જોતાં રહેશો તો જૂની દુનિયાનાં મિત્ર-સંબંધી વગેરે યાદ આવતાં રહેશે. નંબરવાર તો છે ને. આજે જુઓ તો ખુબ સારા ચાલી રહ્યાં છે, કાલે પડ્યા તો દિલ એકદમ હટી જાય છે. એવી ગ્રહચારી બેસી જાય છે જે મુરલી સાંભળવા માટે પણ દિલ નથી થતું. વિચાર કરો - આવું થાય છે ને?

બાપ કહે છે તમે હમણાં સંગમ પર ઉભાં છો તો નજર આગળ રાખવી જોઈએ. આગળ છે નવી દુનિયા, ત્યારે જ ખુશી થશે. હવે બાકી શડપંથ (બહુ જ સમીપ, કિનારા) પર છો. કહે છે ને - હવે તો આમારા દેશનાં ઝાડ જોવામાં આવે છે. અવાજ કરો તો ઝટ તે સાંભળશે. શડપંથ અર્થાત્ બિલકુલ સામે છે. તમે યાદ કરો છો અને દેવતાઓ આવી જાય છે. પહેલાં થોડી આવતા હતાં. સૂક્ષ્મવતન માં સસુરઘર વાળા આવતાં હતાં શું? હવે તો પિયરઘર અને સસુરઘર વાળા જઈને મળે છે. છતાં પણ બાળકો ચાલતાં-ચાલતાં ભૂલી જાય છે. બુદ્ધિયોગ પાછળ હટી જાય છે. બાપ કહે છે તમારા બધાનો આ અંતિમ જન્મ છે. તમારે પાછળ નથી હટવાનું. હવે પાર થવાનું છે. આ તરફ થી તે તરફ જવાનું છે. મોત પણ નજીક આવતું જાય છે. બાકી ફક્ત પગલા ભરવાનાં છે, નાવ કિનારે આવે છે તો તે તરફ પગલા ઉપાડવાં પડે છે ને. આપ બાળકોએ ઉભું રહેવાનું છે કિનારા પર. તમારી બુદ્ધિમાં છે આત્માઓ જાય છે પોતાનાં સ્વીટ હોમ. આ યાદ રહેવાથી પણ ખુશી તમને અચળ-અડોલ બનાવી દે છે. આ જ વિચાર સાગર મંથન કરતા રહેવાનું છે. આ છે બુદ્ધિની વાત. આપણે આત્માઓ જઈ રહી છીએ. હવે નજીક શડપંથ પર છીએ. બાકી થોડો સમય છે. આને જ યાદની યાત્રા કહેવાય છે. આ પણ ભૂલી જાય છે. ચાર્ટ લખવાનું પણ ભૂલી જાય છે. પોતાનાં દિલ પર હાથ રાખી ને જુઓ - બાબા જે કહે છે કે પોતાને એવાં સમજો - આપણે નજીક શડપંથ પર ઉભાં છીએ, એવી અવસ્થા આપણી છે? બુદ્ધિમાં એક બાબા જ યાદ હોય. બાબા યાદની યાત્રા ભિન્ન-ભિન્ન પ્રકાર થી શીખવાડતા રહે છે. આ યાદની યાત્રા માં જ મસ્ત રહેવાનું છે. બસ હવે આપણે જવાનું છે. અહીંયા છે બધાં જુઠ્ઠા સંબંધ. સાચ્ચો સતયુગ નો સંબંધ છે. પોતાને જુઓ આપણે ક્યાં ઉભાં છીએ? સતયુગ થી લઈને બુદ્ધિમાં આ ચક્ર યાદ કરો. તમે સ્વદર્શન ચક્રધારી છો ને. સતયુગ થી લઈને ચક્ર લગાવી આવીને કિનારા પર ઉભાં છો. શડપંથ થયો ને. ઘણાં તો પોતાનો સમય ખુબ વ્યર્થ ગુમાવતાં રહે છે. ૫-૧૦ મિનિટ પણ મુશ્કેલ થી યાદમાં રહેતાં હશે. સ્વદર્શન ચક્રધારી તો આખો દિવસ બનવું જોઈએ. એવું તો છે નહીં. બાબા ભિન્ન-ભિન્ન રીત થી સમજાવે છે. આત્માની જ વાત છે. તમારી બુદ્ધિમાં ચક્ર ફરતું રહે છે. બુદ્ધિમાં આ યાદ કેમ ન રહેવી જોઈએ. હમણાં આપણે કિનારા પર ઉભાં છીએ. આ કિનારો બુદ્ધિમાં કેમ નથી યાદ રહેતો, જ્યારે કે જાણો છો આપણે પુરુષોત્તમ બની રહ્યાં છીએ તો જઈને કિનારા પર ઉભાં રહો. જૂ ની જેમ ચાલતાં જ રહો. કેમ નથી આ પ્રેક્ટિસ (અભ્યાસ) કરતાં? કેમ નથી ચક્ર બુદ્ધિમાં આવતું? આ સ્વદર્શન ચક્ર છે ને. બાબા શરું થી લઇ ને આખું ચક્ર સમજાવતાં રહે છે. તમારી બુદ્ધિ આખું ચક્ર લગાવી, આવીને કિનારા પર ઉભી રહેવી જોઈએ, બીજી કોઇ પણ બહારની વાતાવરણની ઝંઝટ ન રહે. દિવસ-પ્રતિદિવસ આપ બાળકોએ સાઈલેન્સ (શાંતિ) માં જ જવાનું છે. સમય વ્યર્થ નથી ગુમાવવાનો. જૂની દુનિયાના ને છોડી નવાં સંબંધ થી પોતાનો બુદ્ધિનો યોગ લગાવો. યોગ નહીં લગાવશો તો પાપ કેવી રીતે કપાશે? તમે જાણો છો આ દુનિયા જ ખતમ થવાની છે, આનું મોડલ કેટલું નાનું છે. ૫ હજાર વર્ષ ની દુનિયા છે. અજમેર માં સ્વર્ગ નું મોડલ છે પરંતુ કોઈને સ્વર્ગ યાદ આવશે શું? તે શું જાણે સ્વર્ગ થી. સમજે છે સ્વર્ગ તો ૪૦ હજાર વર્ષ પછી આવશે. બાપ આપ બાળકોને બેસી સમજાવે છે આ દુનિયામાં કામકાજ કરતાં બુદ્ધિમાં આ યાદ રાખો કે આ દુનિયા તો ખતમ થવા વાળી છે. હવે જવાનું છે, આપણે અંતમાં ઉભાં છીએ. કદમ-કદમ જૂ માફક ચાલે છે. મંઝિલ કેટલી ઉંચી છે. બાપ તો મંઝિલ ને જાણે છે ને. બાપની સાથે દાદા પણ ભેગાં છે. તે સમજાવે છે તો શું આ ન સમજાવી શકે. આ પણ સાંભળે તો છે ને. શું આ એવું-એવું વિચાર સાગર મંથન નહીં કરતાં હશે? બાપ તમને વિચાર સાગર મંથન કરવાની પોઇન્ટ્સ (વાત) સંભળાવતા રહે છે. એવું નથી કે બાબા ખુબ અંત માં છે. અરે, આ તો પૂછડી લટકેલી છે પછી અંત માં કેવી રીતે હશે. આ બધી ગુહ્ય-ગુહ્ય વાતો ધારણ કરવાની છે. ગફલત છોડી દેવાની છે. બાબાની પાસે ૨-૨ વર્ષ પછી આવે છે. શું આ યાદ રહેતું હશે કે અમે નજીક કિનારા પર ઉભાં છીએ? હવે જવાનું છે. એવી અવસ્થા થઈ જાય તો બાકી શું જોઈએ? બાબા એ આ પણ સમજાવ્યું છે - ડબલ સિરતાજ….. આ ફક્ત નામ છે, બાકી લાઈટ નો તાજ કોઈ ત્યાં હોતો નથી. આ તો પવિત્રતાની નિશાની છે. જે પણ ધર્મ સ્થાપક છે, તેમનાં ચિત્રો માં લાઈટ જરુર દેખાડે છે કારણ કે તે નિર્વિકારી સતોપ્રધાન છે પછી રજો તમો માં આવે છે. આપ બાળકોને નોલેજ મળે છે, તેમાં મસ્ત રહેવું જોઈએ. ભલે તમે છો આ દુનિયામાં પરંતુ બુદ્ધિ નો યોગ ત્યાં લાગ્યો રહે. આમનાથી પણ સંબંધ તો નિભાવવાનો છે, જે આ કુળનાં હશે તે નીકળી આવશે. સૈપલિંગ (કલમ) લાગવાની છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા જે હશે તે જરુર આગળ-પાછળ આવશે. પાછળ થી આવવા વાળા પણ આગળ વાળા થી આગળ જશે. આ અંત સુધી થતું રહેશે. તે જૂનાઓથી આગળ પગલાં વધારશે. આખી પરીક્ષા છે યાદની યાત્રા ની. ભલે મોડે થી આવ્યાં છે યાદની યાત્રા માં લાગી જાય અને બધો ધંધાધોરી છોડી યાદમાં બેસી જાય, ભોજન તો ખાવાનું જ છે. સારી રીતે યાદમાં રહે તો આ ખુશી જેવો ખોરાક નથી. આ જ તાત લાગી રહેશે - હવે આપણે જઈએ છીએ. ૨૧ જન્મોનું રાજ્ય ભાગ્ય મળે છે. લોટરી મળવા વાળા ને ખુશી નો પારો ચઢી જાય છે ને. તમારે ખુબ મહેનત કરવાની છે. આને જ અંતિમ અમૂલ્ય જીવન કહેવાય છે. યાદની યાત્રામાં ખુબ મજા છે. હનુમાન પણ પુરુષાર્થ કરતાં-કરતાં સ્થેરિયમ (સ્થિર) બન્યાં ને. ભંભોર ને આગ લાગી, રાવણ નું રાજ્ય બળી ગયું. આ એક વાર્તા બનાવી દીધી છે. બાપ યથાર્થ વાત બેસી સમજાવે છે. રાવણ રાજ્ય ખલાસ થઈ જશે. સ્થેરિયમ બુદ્ધિ આને કહેવાય છે. બસ હવે શડપંથ છે, આપણે જઈ રહ્યાં છીએ. આ યાદ માં રહેવાનો પુરુષાર્થ કરો ત્યારે ખુશીનો પારો ચઢશે, આયુ પણ યોગબળ થી વધે છે. તમે હમણાં દૈવીગુણ ધારણ કરો છો પછી તે અડધોકલ્પ ચાલે છે. આ એક જન્મમાં તમે એટલો પુરુષાર્થ કરો છો, જે તમે જઈને આ લક્ષ્મી-નારાયણ બનો છો. તો કેટલો પુરુષાર્થ કરવો જોઈએ. આમાં ગફલત કે સમય વ્યર્થ ન કરવો જોઈએ, જે કરશે તે પામશે. બાપ શિક્ષા આપતાં રહે છે. તમે સમજો છો - કલ્પ-કલ્પ આપણે વિશ્વનાં માલિક બનીએ છીએ, આટલાં થોડાક સમય માં કમાલ કરી દે છે. આખી દુનિયાને પરિવર્તન કરી દે છે. બાપનાં માટે કોઈ મોટી વાત નથી. કલ્પ-કલ્પ કરે છે. બાપ સમજાવે છે - ચાલતાં-ફરતાં, ખાતાં-પીતાં પોતાનો બુદ્ધિયોગ બાપ થી લગાવો. આ ગુપ્ત વાત બાપ જ બાળકોને બેસી સમજાવે છે. પોતાની અવસ્થા સારી રીતે જમાવતાં રહો. નહીં તો ઉંચ પદ નહીં પામશો. આપ બાળકો નંબરવાર પુરુષાર્થ અનુસાર મહેનત કરો છો. સમજો છો હમણાં તો આપણે કિનારા પર ઉભાં છીએ. પછી પાછળ આપણે કેમ જોઈએ? આગળ પગલા વધતા રહે છે. આમાં અંતર્મુખતા ખુબ જોઈએ, એટલે કાચબાનું પણ ઉદાહરણ છે. આ ઉદાહરણ વગેરે બધાં તમારા માટે છે. સન્યાસી તો છે જ હઠયોગી, તે તો રાજ્યોગ શીખવાડી ન શકે. તે લોકો સાંભળે છે તો સમજે છે આ લોકો અમારી ઇનસલ્ટ (અપમાન) કરે છે એટલે આ પણ યુક્તિ થી લખવાનું છે. બાપ વગર રાજ્યોગ કોઈ શીખવાડી ન શકે. ઇનડાયરેક્ટ બોલાય છે - તો ખ્યાલ ન ચાલે. યુક્તિ થી ચાલવાનું હોય છે ને, જે સાપ પણ મરે અને લાઠી પણ ન તૂટે. કુટુંબ પરિવાર વગેરે સૌથી પ્રીત રાખો પરંતુ બુદ્ધિ નો યોગ બાપ થી લગાવવાનો છે. તમે જાણો છો આપણે હમણાં એક ની મત પર છીએ. આ છે દેવતા બનવાની મત. આને જ અદ્વેત મત કહેવાય છે. બાળકોએ દેવતા બનવાનું છે. કેટલી વાર તમે બન્યાં છો? અનેક વાર. હમણાં તમે સંગમયુગ પર ઉભાં છો. આ અંતિમ જન્મ છે. હવે તો જવાનું છે. પાછળ શું જોવાનું છે. જોવાં છતાં પણ પોતાની અડોલતા માં તમે ઉભાં રહો. મંઝિલ ને ભૂલવાની નથી. તમે જ મહાવીર છો જે માયા પર જીત પામો છો. હવે તમે સમજો છો - હાર અને જીત નું આ ચક્ર ફરતું રહે છે. કેટલું વન્ડરફુલ જ્ઞાન છે બાબાનું. આ ખબર હતી કે શું, કે પોતાને બિંદુ સમજવાનું છે, આટલાં નાનાં બિંદુમાં આખો પાર્ટ નોંધાયેલો છે જે ચક્ર ફરતું રહે છે. ખુબ વન્ડરફુલ (અદ્દભુત) છે. વન્ડર કહી છોડવું જ પડે છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર :-

  1. પાછળ વળીને નથી જોવાનું. કોઈ પણ વાતમાં થોભી નથી જવાનું. એક બાપની તરફ જોતાં પોતાની અવસ્થા એકસ રાખવાની છે.
  2. બુદ્ધિમાં યાદ રાખવાનું છે કે હવે આપણે કિનારા પર ઉભાં છીએ. ઘરે જવાનું છે, ગફલત છોડી દેવાની છે. પોતાની અવસ્થા જમાવવાની ગુપ્ત મહેનત કરવાની છે.

વરદાન :-

વિહંગ માર્ગની સેવા દ્વારા વિશ્વ પરિવર્તન નાં કાર્ય ને સંપન્ન કરવા વાળા સાચાં સેવાધારી ભવ

વિહંગ માર્ગની સેવા કરવાનાં માટે સંગઠિત રુપ માં "રુપ અને વસંત” આ બંને વાતો નું બેલેન્સ (સંતુલન) જોઈએ. જેમ વસંત રુપમાં એક સમય પર અનેક આત્માઓને સંદેશ આપવાનું કાર્ય કરો છો એમ જ રુપ અર્થાત્ યાદ બળ દ્વારા, શ્રેષ્ઠ સંકલ્પનાં બળ દ્વારા વિહંગ માર્ગની સર્વિસ (સેવા) કરો. આની પણ ઇન્વેન્શન (શોધ) નીકાળો. સાથે-સાથે સંગઠિત રુપમાં દૃઢ સંકલ્પ થી જૂનાં સંસ્કાર, સ્વભાવ કે જૂની ચલન નાં તલ અને જવ યજ્ઞ માં સ્વાહા કરો ત્યારે વિશ્વ પરિવર્તનનું કાર્ય સંપન્ન થશે અથવા યજ્ઞ ની સમાપ્તિ થશે.

સ્લોગન :-

બાળક અને માલિકપણા નાં બેલેન્સ (સંતુલન) થી પ્લાન ને પ્રેક્ટિકલ માં લાવો.