20-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - એવરહેલ્દી - એવરવેલ્દી બનવા માટે તમે હમણાં ડાયરેક્ટ પોતાનું તન - મન - ધન ઇન્શ્યોર કરો , આ સમયે જ આ બેહદનો ઇન્શ્યોરન્સ થાય છે

પ્રશ્ન :-
પરસ્પર એક-બીજા ને કઈ સ્મૃતિ અપાવતા ઉન્નતિ મેળવવાની છે?

ઉત્તર :-
એક-બીજા ને સ્મૃતિ અપાવો કે હવે નાટક પૂરું થયું, પાછા ઘરે જવાનું છે. અનેકવાર આ પાર્ટ ભજવ્યો, ૮૪ જન્મ પૂરાં કર્યા, હવે શરીર રુપી વસ્ત્ર ઉતારી ઘરે ચાલીશું (જઈશું), આ જ છે આપ રુહાની સોશિયલ વર્કર ની સેવા. તમે રુહાની સોશિયલ વર્કર બધાને આ જ સંદેશ આપતા રહો કે દેહ સહિત દેહનાં સર્વ સંબંધો ભૂલી બાપ અને ઘર ને યાદ કરો.

ગીત :-
છોડ ભી દે આકાશ સિંહાસન

ઓમ શાંતિ!
જ્યાં ગીતા ની પાઠશાળાઓ હોય છે ત્યાં ખાસ કરીને આ ગીત ગાય છે. ગીતા સંભળાવવા વાળા પહેલાં આ શ્લોક ગાય છે. આ જાણતા તો નથી કે કોને બોલાવે છે? આ સમયે ધર્મ ગ્લાનિ છે. પહેલાં છે પ્રાર્થના પછી એ રિસ્પોન્સ કરે છે આવો, ફરીથી આવીને ગીતા જ્ઞાન સંભળાવો કારણ કે પાપ ખૂબ વધી ગયા છે. એ પછી રિસ્પોન્સ કરે છે કે હા, જ્યારે ભારત નાં લોકો પાપ આત્મા દુઃખી બની જાય છે, ધર્મ ગ્લાનિ થઈ પડે છે ત્યારે હું આવું છું. સ્વરુપ બદલવું પડે છે જરુર મનુષ્ય તન માં જ આવશે. રુપ તો સર્વ આત્માઓ બદલે છે. આપ આત્માઓ અસલ નિરાકારી છો પછી અહીં આવીને સાકારી બનો છો. મનુષ્ય કહેવાઓ છો. હમણાં મનુષ્ય પાપાત્મા, પતિત છે તો મારે પણ પોતાનું રુપ રચવું પડે. જેવી રીતે તમે નિરાકાર થી સાકારી બન્યા છો, મારે પણ બનવું પડે. આ પતિત દુનિયામાં તો શ્રીકૃષ્ણ આવી ન શકે. તે તો છે સ્વર્ગનાં માલિક. સમજે છે શ્રીકૃષ્ણએ ગીતા સંભળાવી પરંતુ શ્રીકૃષ્ણ તો પતિત દુનિયા માં હોઈ ન શકે. એમનું નામ, રુપ, દેશ, કાળ, એક્ટ (કર્મ), બધું બિલકુલ અલગ છે. આ બાપ બતાવે છે. શ્રીકૃષ્ણને તો પોતાનાં માતા-પિતા છે, એમણે મા નાં ગર્ભ થી પોતાનું રુપ રચ્યું. હું તો ગર્ભ માં નથી જતો. મને રથ તો જરુર જોઈએ. હું આમના અનેક જન્મોનાં અંત નાં જન્મ માં પ્રવેશ કરું છું. પહેલો નંબર તો છે શ્રીકૃષ્ણ. એમના અનેક જન્મોનાં અંત નો જન્મ થયો ૮૪ મો જન્મ. તો હું એમનામાં જ આવું છું. આ પોતાનાં જન્મો ને નથી જાણતાં. શ્રીકૃષ્ણ તો એવું નથી કહેતાં કે હું પોતાનાં જન્મો ને નથી જાણતો. ભગવાન કહે છે જેમનામાં મેં પ્રવેશ કર્યો છે, તે પોતાનાં જન્મો ને નથી જાણતાં. હું જાણું છું, શ્રીકૃષ્ણ તો રાજધાની નાં માલિક છે. સતયુગ માં છે સૂર્યવંશી રાજ્ય, વિષ્ણુપુરી. વિષ્ણુ કહેવાય છે લક્ષ્મી-નારાયણ ને. ક્યાંય પણ ભાષણ થાય છે તો આ રેકોર્ડ ઠીક છે કારણ કે આ તો ભારતવાસી પોતે ગાય છે. જ્યારે ધર્મ પ્રાય:લોપ થઈ જાય ત્યારે તો ફરીથી ગીતા સંભળાવું. તે જ (દેવી-દેવતા) ધર્મ ફરીથી સ્થાપન કરવાનો છે. એ ધર્મ નાં કોઈ મનુષ્ય જ નથી તો પછી ગીતા નું જ્ઞાન ક્યાંથી નીકળ્યું? બાપ સમજાવે છે - સતયુગ-ત્રેતા માં કોઈ શાસ્ત્ર વગેરે હોતાં નથી. આ બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી, એના દ્વારા મને કોઈ મળી નથી શકતું. મારે તો આવવું પડે છે, આવીને બધાને સદ્દગતિ આપું છું વાયા ગતિ. બધાને પાછા જવું પડે છે. ગતિમાં જઈને પછી સ્વર્ગમાં આવવાનું છે. મુક્તિ માં જઈને પછી જીવનમુક્તિ માં આવવાનું છે. બાપ કહે છે એક સેકન્ડમાં જીવનમુક્તિ મળી શકે છે. ગવાયેલું છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં એક સેકન્ડ માં જીવનમુક્તિ અર્થાત્ દુઃખ રહિત. સંન્યાસી તો જીવનમુક્ત બનાવી ન શકે. તે તો જીવનમુક્તિ ને માનતા જ નથી. આ સંન્યાસીઓનો ધર્મ સતયુગ માં તો હોતો જ નથી. સંન્યાસ ધર્મ તો પછી આવે છે. ઈસ્લામી, બૌદ્ધી વગેરે આ બધાં સતયુગ માં નહીં આવે. હમણાં બીજા બધાં ધર્મ છે બાકી દેવતા ધર્મ નથી. તે બધાં બીજા ધર્મમાં ચાલ્યાં ગયા છે. પોતાનાં ધર્મની ખબર જ નથી. કોઈ પણ પોતાને દેવતા ધર્મનાં માનતા જ નથી. જયહિન્દ કહે છે, ભારતની જય, ભારત ની હાર ક્યારે થાય છે? આ થોડી કોઈ જાણે છે? ભારતની જય ત્યારે થાય છે જ્યારે રાજ્ય-ભાગ્ય મળે છે, જ્યારે જૂની દુનિયાનો વિનાશ થાય છે. હાર કરે છે રાવણ. જય કરે છે રામ. જય ભારત કહેશે. જય હિન્દ નહીં. શબ્દ બદલી દીધો છે. ગીતા નાં શબ્દ સારા-સારા છે.

ઊંચા માં ઊંચા છે ભગવાન, કહે છે મારા કોઈ માતા-પિતા નથી. મારે પોતાનું રુપ પોતે જ બનાવવું પડે છે હું આમનામાં પ્રવેશ કરું છું. શ્રીકૃષ્ણને માતાએ જન્મ આપ્યો. હું તો ક્રિયેટર છું. ડ્રામા અનુસાર આ ભક્તિમાર્ગ માટે બધાં શાસ્ત્ર વગેરે બનેલા છે. આ ગીતા, ભાગવત્ વગેરે બધાં દેવતા ધર્મ પર જ બનાવેલા છે. જ્યારે બાપે દેવી-દેવતા ધર્મની સ્થાપના કરી છે, તે પાસ્ટ (પહેલાં) થઈ ગયું પછી ફ્યુચર થશે. આદિ-મધ્ય-અંત ને, પાસ્ટ પ્રેઝન્ટ અને ફ્યુચર કહે છે. આમાં આદિ-મધ્ય-અંત નો અર્થ અલગ છે. જે પાસ્ટ થઈ ગયું તે જ પછી પ્રેઝન્ટ થાય છે. જે પાસ્ટની કથા સંભળાવે છે તે ફ્યુચર માં રીપીટ થશે. મનુષ્ય આ વાતો ને નથી જાણતાં. જે પાસ્ટ થાય છે, એની કહાણી બાબા પ્રેઝન્ટ માં સંભળાવે છે પછી ફ્યુચર માં રીપીટ થશે. બહુજ સમજવાની વાતો છે, ખૂબ રિફાઇન બુદ્ધિ જોઈએ. ક્યાંય પણ તમને બોલાવે છે તો ભાષણ બાળકોએ કરવાનું છે. સન શોઝ ફાધર. બાળકો બતાવશે અમારા ફાધર કોણ છે? ફાધર તો જરુર જોઈએ, નહીં તો વારસો કેવી રીતે લેશે? તમે તો ખૂબ ઊંચા માં ઊંચા છો પરંતુ આ મોટા વ્યક્તિઓને પણ માન આપવું પડે છે. તમારે બધાને બાપ નો પરિચય આપવાનો છે. બધાં ગોડફાધર ને પોકારે છે, પ્રાર્થના કરે છે - હે ગોડ ફાધર આવો પરંતુ એ છે કોણ? તમારે શિવબાબા ની પણ મહિમા કરવાની છે, શ્રીકૃષ્ણની પણ મહિમા કરવાની છે અને ભારતની પણ મહિમા કરવાની છે. ભારત શિવાલય, હેવન હતું. ૫ હજાર વર્ષ પહેલાં દેવી-દેવતાઓનું રાજ્ય હતું, તે કોણે સ્થાપન કર્યુ? જરુર ઊંચા માં ઊંચા ભગવાને. ઊંચા માં ઊંચા નિરાકાર પરમપિતા પરમાત્મા શિવાય નમઃ થયાં. શિવજયંતી ભારતવાસી મનાવે છે પરંતુ શિવ ક્યારે પધાર્યા હતાં? આ કોઈને ખબર નથી. જરુર હેવન ની પહેલાં સંગમ પર આવ્યા હશે. કહે છે કલ્પ-કલ્પ નાં સંગમયુગે-યુગે આવું છું, દરેક યુગમાં નહીં. જો દરેક યુગ કહો તો પણ ૪ અવતાર હોવા જોઈએ. એમણે તો કેટલાં અવતાર દેખાડ્યા છે? ઊંચા માં ઊંચ એક બાપ છે જે હેવન રચે છે. ભારત જ હેવન હતું, વાઈસલેસ (નિર્વિકારી) હતું પછી તમે આ પ્રશ્ન ઉઠાવી નથી શકતાં કે બાળકો કેવી રીતે જન્મે છે? તે તો જે રીત-રિવાજ હશે તે ચાલશે. તમે કેમ ફિકર કરો છો? પહેલાં તમે બાપ ને તો જાણો. ત્યાં આત્માનું જ્ઞાન રહે છે. આપણે આત્મા એક શરીર છોડી બીજું લઈએ છીએ. રડવાની વાત નથી. ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. ખુશી થી શરીર છોડી દઈએ છીએ. તો બાપે સમજાવ્યું છે હું કેવી રીતે રુપ બદલીને આવું છું? શ્રીકૃષ્ણ માટે નહીં કહેવાશે. તે તો ગર્ભ થી જન્મ લે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર છે સૂક્ષ્મવતન વાસી. પ્રજાપિતા તો જરુર અહીં જોઈએ, આપણે એમનાં સંતાન છીએ. એ નિરાકાર બાપ અવિનાશી છે, આપણે આત્માઓ પણ અવિનાશી છીએ. પરંતુ આપણે પુનર્જન્મ માં જરુર આવવાનું છે. આ ડ્રામા બનેલો છે. કહે છે ફરીથી આવીને ગીતાનું જ્ઞાન સંભળાવો, તો જરુર બધાં ચક્ર માં આવશે, જે થઈને ગયા છે. બાપ પણ થઈને ગયા છે ફરી આવેલા છે. કહે છે ફરીથી આવીને ગીતા સંભળાવું છું. બોલાવે છે પતિત-પાવન આવો તો જરુર પતિત દુનિયા છે. બધાં પતિત છે ત્યારે તો પાપ ધોવા માટે ગંગા સ્નાન કરવા જાય છે. સ્વર્ગમાં આ ભારત જ હતું, ભારત છે ઊંચ અવિનાશી ખંડ બધાનું તીર્થસ્થાન. બધાં મનુષ્ય માત્ર પતિત છે. બધાને જીવનમુક્તિ આપવા વાળા એ બાપ છે. જરુર જે આટલી મોટી સેવા કરે છે, એમની મહિમા ગાવી જોઈએ. અવિનાશી બાપની જન્મભૂમિ છે ભારત. એ જ બધાને પાવન બનાવવા વાળા છે. બાપ પોતાની જન્મભૂમિ ને છોડી બીજે ક્યાંય જઈ ન શકે. તો બાપ સમજાવે છે હું કેવી રીતે રુપ રચું છું?

બધો આધાર ધારણા પર છે. ધારણા પર જ આપ બાળકોનું પદ છે. બધાની મોરલી એક જેવી હોઈ નથી શકતી. ભલે કાઠ ની મોરલી બધાં વગાડે તો પણ એક જેવી નથી વગાડી શકતાં. દરેકનાં એક્ટનો પાર્ટ અલગ છે. આટલાં નાનકડા આત્મા માં કેટલો ભારી પાર્ટ છે. પરમાત્મા પણ કહે છે હું પાર્ટધારી છું. જ્યારે ધર્મ ગ્લાનિ થાય છે ત્યારે હું આવું છું. ભક્તિમાર્ગ માં પણ હું આપું છું. ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે છે તો ઈશ્વર જ એનું ફળ આપે છે. બધાં પોતાને ઇન્શ્યોર કરે છે. જાણે છે કે આનું ફળ બીજા જન્મ માં મળશે. તમે ઇન્શ્યોર કરો છો ૨૧ જન્મ માટે. તે છે હદનો ઇન્શ્યોરન્સ, ઈન્ડાયરેક્ટ અને આ છે બેહદ નો ઇન્શ્યોરન્સ, ડાયરેક્ટ. તમે તન-મન-ધન થી પોતાને ઇન્શ્યોર કરો છો પછી અથાહ ધન મેળવશો. એવરહેલ્દી, વેલ્દી બનશો. તમે ડાયરેક્ટ ઇન્શ્યોર કરી રહ્યા છો. મનુષ્ય ઈશ્વર અર્થ દાન કરે છે, સમજે છે ઈશ્વર આપશે. એ કેવી રીતે અપાવે છે એ થોડી સમજે છે? મનુષ્ય સમજે છે જે કંઈ મળે છે ઈશ્વર આપે છે. ઈશ્વરે બાળક આપ્યું, અચ્છા, આપે છે તો પછી લેશે પણ જરુર. તમારે બધાને મરવાનું જરુર છે. સાથે કંઈ પણ તો નહીં જશે. આ શરીર પણ ખતમ થવાનું છે એટલે હમણાં જે ઇન્શ્યોર કરવાનું છે તે કરો પછી ૨૧ જન્મ ઇન્શ્યોર થઈ જશે. એવું નથી કે ઇન્શ્યોર કરી અને પછી સર્વિસ (સેવા) કંઈ પણ ન કરો, અહીં જ ખાતા રહો. સર્વિસ તો કરવાની છે ને? તમારો ખર્ચો પણ તો ચાલે છે ને? ઇન્શ્યોર કરી અને ખાતા જ રહો તો મળશે કંઈ નહીં. મળે ત્યારે જ્યારે સર્વિસ કરો તો ઊંચ પદ પણ મેળવશો. જેટલી પણ વધારે સર્વિસ કરે છે, એટલું વધારે મળે છે. થોડી સર્વિસ તો થોડું મળશે. ગવર્મેન્ટ નાં સોશિયલ વર્કર પણ નંબરવાર હોય છે. એમનાં મોટા-મોટા હેડ્સ હોય છે. અનેક પ્રકારનાં સોશિયલ વર્કર્સ છે, તે છે શારીરિક, તમારી છે રુહાની સર્વિસ. દરેકને તમે યાત્રી બનાવો છો. આ છે બાપની પાસે જવાની રુહાની યાત્રા. બાપ કહે છે દેહ સહિત દેહ નાં સર્વ સંબંધો ને અને ગુરુ ગોસાઈ વગેરે ને પણ છોડો. મામેકમ્ યાદ કરો. પરમપિતા પરમાત્મા નિરાકાર છે, સાકાર રુપ ધારણ કરી સમજાવે છે. કહે છે હું લોન લઉં છું, પ્રકૃતિ નો આધાર લઉં છું તમે પણ અશરીરી આવ્યા હતાં, હવે પછી બધાને પાછા જવાનું છે. બધાં ધર્મ વાળાઓને કહે છે, મોત સામે છે. યાદવ, કૌરવ ખલાસ થઈ જશે. બાકી પાંડવ પછી આવીને રાજ્ય કરશે. આ ગીતા એપિસોડ રીપીટ થઈ રહ્યો છે. જૂની દુનિયાનો વિનાશ થવાનો છે, ૮૪ જન્મ લેતાં-લેતાં હવે આ જૂનાં થઈ ગયા છે. ૮૪ જન્મ પૂરાં થયા, નાટક પૂરું થયું. હવે પાછા જવાનું છે, શરીર છોડીને ઘરે જાય છે. એક-બીજા ને આ જ સ્મૃતિ અપાવે છે-હવે પાછા જવાનું છે. અનેકવાર આ પાર્ટ ભજવ્યો છે ૮૪ જન્મો નો. આ નાટક અનાદિ બનેલું છે, જે-જે જે ધર્મવાળા છે, એમને પોતાનાં સેક્શન (વિભાગ) માં જવાનું છે. જે દેવી-દેવતા ધર્મ પ્રાય:લોપ થઈ ગયો છે, એમના માટે સેપ્લિંગ લાગી રહી છે. જે ફૂલ હશે તે આવી જશે. સારા-સારા ફૂલ આવે છે પછી માયા નાં તોફાન લાગવાથી પડી જાય છે પછી જ્ઞાન ની સંજીવની બુટ્ટી મળવાથી ઉઠી જાય છે. બાપ પણ કહે છે તમે શાસ્ત્ર વાંચતા આવ્યા છો. બરોબર એમનાં ગુરુ વગેરે પણ હતાં. બાપ કહે છે ગુરુઓ સહિત બધાની સદ્દગતિ કરવા વાળા એક જ છે. એક સેકન્ડમાં મુક્તિ-જીવનમુક્તિ. રાજા-રાણી તો પ્રવૃત્તિમાર્ગ થઈ ગયો. વાઈસલેસ પ્રવૃત્તિ માર્ગ હતો. હમણાં સંપૂર્ણ વિશશ (વિકારી) છે. ત્યાં રાવણ રાજ્ય હોતું નથી. રાવણનું રાજ્ય અડધાકલ્પ થી શરુ થાય છે, ભારતવાસી જ રાવણથી હાર ખાય છે. બાકી બીજા ધર્મ વાળા પોત-પોતાનાં સમય પર સતો, રજો, તમો થી પસાર થાય છે. પહેલાં સુખ પછી દુઃખ માં આવે છે. મુક્તિ પછી જીવનમુક્તિ છે જ. આ સમયે બધાં તમોપ્રધાન જડજડીભૂત છે, દરેક આત્મા એક શરીર છોડી પછી બીજું નવું શરીર લે છે. બાપ કહે છે કે હું જન્મ-મરણ માં નથી આવતો. મારા કોઈ બાપ હોઈ નથી શકતાં. બીજા બધાને તો બાપ છે. શ્રીકૃષ્ણ નો પણ જન્મ મા નાં ગર્ભ થી થાય છે. આ જ બ્રહ્મા જ્યારે રાજ્ય લેશે ત્યારે ગર્ભ થી જન્મ લેશે. એમણે જ ઓલ્ડ (જૂનાં) થી નવા બનવાનું છે. ૮૪ જન્મો નાં ઓલ્ડ છે. મુશ્કેલ કોઈને યથાર્થ બુદ્ધિમાં બેસે છે અને નશો ચઢે છે. આ કસ્તુરી જ્ઞાન છે સુગંધિત. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. રુહાની સોશિયલ વર્કર બની બધાને રુહાની યાત્રા શીખવાડવાની છે. પોતાનાં દેવી-દેવતા ધર્મની સેપ્લિંગ લગાવવાની છે.

2. પોતાની રિફાઇન્ડ (સ્વરછ) બુદ્ધિથી બાપ નો શો કરવાનો છે. પહેલાં સ્વયં માં ધારણા કરી પછી બીજાને સંભળાવવાનું છે.

વરદાન :-
વાચાની સાથે મન્સા દ્વારા શક્તિશાળી સેવા કરવા વાળા સહજ સફળતા મૂર્ત ભવ

જેવી રીતે વાચા ની સેવામાં સદા બિઝી રહેવાનાં અનુભવી થઈ ગયા છો, એવી રીતે દરેક સમયે વાણી ની સાથે-સાથે મન્સા સેવા સ્વત: થવી જોઈએ. મન્સા સેવા અર્થાત્ દરેક સમયે દરેક આત્મા પ્રત્યે સ્વત: શુભ ભાવના અને શુભ કામના નાં શુદ્ધ વાઈબ્રેશન પોતાને અને બીજાને અનુભવ થાય, મન થી દરેક સમયે આત્માઓ પ્રત્યે દુવાઓ નીકળતી રહે. તો મન્સા સેવા કરવાથી વાણી ની એનર્જી જમા થશે અને આ મન્સા ની શક્તિશાળી સેવા સહજ સફળતા મૂર્ત બનાવી દેશે.

સ્લોગન :-
પોતાની દરેક ચલન થી બાપનું નામ બાલા (રોશન) કરવા વાળા જ સાચાં-સાચાં ખુદાઈ ખિદમતગાર છે.