21-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - બાપની દુવાઓ લેવી છે તો દરેક કદમ શ્રીમત પર ચાલો , ચાલ - ચલન સારી રાખો

પ્રશ્ન :-
શિવ બાબા નાં દિલ પર કોણ ચઢી શકે છે?

ઉત્તર :-
જેમની ગેરંટી (ખાતરી) બ્રહ્મા બાબા લે કે આ બાળક સર્વિસેબલ (સેવાધારી) છે, એ બધાંને સુખ આપે છે. મન્સા, વાચા, કર્મણા કોઈને દુઃખ નથી આપતાં. એવું જ્યારે આ (બ્રહ્મા બાબા) બોલે, ત્યારે શિવબાબા નાં દિલ પર ચઢી શકે છે.

પ્રશ્ન :-
આ સમયે તમે રુહાની સર્વન્ટ (સેવાધારી) બાબાની સાથે કઈ સેવા કરો છો?

ઉત્તર :-
આખાં વિશ્વને તો શું પરંતુ પ તત્વો ને પણ પાવન બનાવવાની સેવા તમે રુહાની સેવાધારી કરો છો એટલે તમે છો સાચ્ચા-સાચ્ચા સોશિયલ વર્કર (સમાજ સેવક).

ગીત :-
લે લો દુઆએ મા-બાપ કી

ઓમ શાંતિ!
બાળકોએ ગીત સાંભળ્યું. આમ તો લૌકિક મા-બાપની દુવાઓ અનેક લે છે. બાળકો પગે પડે છે મા-બાપ આશીર્વાદ આપે છે. આ ઢંઢેરો લૌકિક મા-બાપ માટે નથી પીટાવાતો. ઢંઢેરો અર્થાત્ જેને ઘણાં સાંભળે. આ તો બેહદનાં બાપ માટે ગવાય છે તુમ માત-પિતા હમ બાલક તેરે. તમારી કૃપા અથવા દુવાથી સુખ ઘનેરા (અથાહ). ભારતમાં જ આ મહિમા ગવાય છે. જરુર ભારત માં જ આ થયું છે ત્યારે તો ગવાય છે. એકદમ બેહદમાં ચાલ્યાં જવું જોઈએ. બુદ્ધિ કહે છે સ્વર્ગ નાં રચયિતા બાપ એક જ છે. સ્વર્ગમાં તો બધાં સુખી છે. ત્યાં દુઃખનું નામ-નિશાન હોઈ ન શકે એટલે ગાય છે કે દુઃખ મે સિમરન સબ કરે સુખ મે કરે ન કોઈ. અડધોકલ્પ દુઃખ છે તો બધાં સિમરણ કરે છે. સતયુગ માં અથાહ સુખ છે, તો ત્યાં સિમરણ નથી કરતાં. મનુષ્ય પથ્થરબુદ્ધિ હોવાનાં કારણે કાંઈ પણ સમજતાં નથી. કળિયુગ માં તો અથાહ દુઃખ છે. કેટલી મારામારી છે. કેટલાં પણ ભણેલા-ગણેલા વિદ્વાન છે, પરંતુ આ ગીતા નો અર્થ બિલકુલ નથી જાણતાં. ગાય છે તમે માતા-પિતા. પરંતુ સમજતાં નથી કે કયા માતા-પિતા ની મહિમા છે. આ તો અનેકોની વાત છે ને. ઈશ્વર નાં સંતાન તો બધાં છે, પરંતુ આ સમયે તો બધાં દુઃખી છે. સુખ ઘનેરા તો કોઈને નથી. કૃપા થી તો સુખ મળવું જોઈએ. અકૃપા થી દુઃખ થાય છે. બાપ તો કૃપાળુ ગવાયેલાં છે. સાધુ સંતો ને પણ કૃપાળુ કહે છે.

હવે આપ બાળકો જાણો છો ભક્તિમાર્ગ માં ગાય છે તમે માતા-પિતા. આ બિલકુલ યથાર્થ છે. પરંતુ કોઈ બુદ્ધિવાન હશે તો પૂછશે કે પરમાત્મા ને તો ગોડ ફાધર કહેવાય છે, એમને પછી મધર કેવી રીતે કહે છે? તો એમની બુદ્ધિ જગત અંબા તરફ જશે. જ્યારે જગત અંબા તરફ બુદ્ધિ જાય છે તો પછી જગત પિતા તરફ પણ બુદ્ધિ જવી જોઈએ. હવે બ્રહ્મા, સરસ્વતી આ કોઈ ભગવાન તો નથી. આ મહિમા એમની હોઈ ન શકે. એમની આગળ પણ માતા-પિતા કહેવું ખોટું છે. મનુષ્ય ગાય તો પરમપિતા પરમાત્મા માટે છે, પરંતુ જાણતાં નથી કે એ માતા-પિતા કેવી રીતે બને છે. હવે આપ બાળકોને કહેવાય છે લઈ લો, લઈ લો દુવાઓ મા-બાપ ની.. અર્થાત્ શ્રીમત પર ચાલો. પોતાની ચાલ-ચલન સારી હોય તો પોતાનાં પર પોતેજ દુવાઓ થઈ જશે. જો ચલન સારી નહીં હશે, કોઈને દુઃખ દેતાં રહેશે, માતા-પિતા ને યાદ નહીં કરશે અથવા બીજાઓને યાદ નહીં કરાવશે તો દુવાઓ મળી નહીં શકે. પછી એટલું સુખ પણ નહીં મેળવી શકે. બાપનાં દિલ પર ચઢી ન શકે. આ બાપનાં (બ્રહ્માનાં) દિલ પર ચઢ્યા તો એટલે શિવબાબા નાં દિલ પર ચઢ્યાં. આ ગાયન છે જ એ માતા-પિતા નું. બુદ્ધિ એ બેહદનાં માતા-પિતા તરફ ચાલી જવી જોઈએ. બ્રહ્મા તરફ પણ કોઈની બુદ્ધિ નથી જતી. ભલે જગત અંબા તરફ કોઈની જાય છે. એમનો પણ મેળો લાગે છે, પરંતુ ઓક્યુપેશન (કર્તવ્ય) ને કોઈ જાણતું જ નથી. તમે જાણો છો અમારી સાચ્ચી-સાચ્ચી માતા કાયદા અનુસાર આ બ્રહ્મા છે. આ પણ સમજવાનું છે. યાદ પણ એવી રીતે કરશો. આ માતા પણ છે તો બ્રહ્મા બાબા પણ છે. લખે છે શિવબાબા કેયર ઓફ બ્રહ્મા. તો માતા પણ થઈ જાય છે તો પિતા પણ થઈ જાય. હવે બાળકોએ આ પિતાનાં દિલ પર ચઢવાનું છે કારણ કે આમનામાં જ શિવબાબા પ્રવેશ થાય (કરે) છે. આ જ્યારે ગેરેન્ટી દે છે કે હા બાબા આ બાળક ખૂબ સારો સેવાધારી છે, બધાંને સુખ આપવા વાળો છે. મન્સા, વાચા, કર્મણા કોઈને દુઃખ નથી આપતો ત્યારે શિવબાબા નાં દિલ પર ચઢી શકે છે. મન્સા-વાચા-કર્મણા થી જે કરો, જે બોલો એનાંથી બધાંને સુખ મળે. દુઃખ કોઈને નથી આપવાનું. દુઃખ આપવાનો વિચાર પહેલાં મન્સા માં આવે છે પછી કર્મણા માં આવવાથી પાપ બને છે. મન્સા તોફાન તો જરુર આવશે પરંતુ કર્મણામાં ક્યારેય નહીં આવો. જો કોઈ રંજ (નારાજ) થાય છે તો બાપ ને આવીને પૂછો - બાબા આ વાત થી અમારાથી આ નારાજ રહે છે, તો બાબા સમજાવશે. કોઈ પણ વાત પહેલાં મન્સા માં આવે છે. વાચા પણ કર્મણા જ થઈ ગઈ. જો બાળકોને મા-બાપ નાં આશીર્વાદ લેવા છે તો શ્રીમત પર ચાલવાનું છે. આ ખૂબ ગુહ્ય વાત છે જે એક ને જ માતા-પિતા કહે છે. આ બ્રહ્મા બાપ પણ છે તો મોટી મા પણ છે. હવે આ બાબા કોને મા કહે? આ માતા (બ્રહ્મા) હવે કોને મા કહે? આ મા ની તો કોઈ મા હોઈ ન શકે. જેમ શિવબાબા નાં કોઈ બાપ નથી, એમ આમને પોતાની કોઈ મા નથી.

મુખ્ય વાત બાળકોને આ સમજાવે છે કે જો મન્સા, વાચા, કર્મણા કોઈને દુઃખ આપશો તો દુઃખ મેળવશો અને પદ ભ્રષ્ટ થઈ જશે. સાચ્ચા સાહેબની આગળ સાચ્ચુ રહેવાનું છે, આમની સાથે પણ સાચ્ચુ રહેવાનું છે. આ દાદા જ સર્ટિફિકેટ આપશે કે બાબા આ બાળક બહુજ સપૂત છે. બાબા મહિમા તો કરે છે. જે સેવાધારી બાળકો છે તન-મન-ધન થી સર્વિસ કરે છે, ક્યારેય પણ કોઈને દુઃખ નથી આપતાં, એ જ બાપદાદા અને મા નાં દિલ પર ચઢે છે. આમના દિલ પર ચઢ્યા એટલે એમનાં તખ્ત પર ચઢ્યાં. હંમેશા સપૂત બાળકોને આ વિચાર રહે છે કે અમે ગાદીનશીન કેવી રીતે બનીએ. આ તાત લાગેલી રહે છે. ગાદી તો નંબરવાર ૮ છે. પછી ૧૦૮ પછી ૧૬૧૦૮ પણ છે, પરંતુ હમણાં આપણે ઊંચ પદ મેળવીએ. એવું તો શોભતું નથી જે બે કળા ઓછી થાય ત્યારે ગાદી પર બેસીએ. સપૂત બાળકો ખૂબ પુરુષાર્થ કરશે કે અમે જો હમણાં લાડલા બાબા થી સૂર્યવંશી નો પૂરેપૂરો વારસો નહીં લીધો તો કલ્પ-કલ્પ નહીં લઈશું. હમણાં જો વિજય માળામાં નહીં પરોવાયા તો કલ્પ-કલ્પ નહીં પરોવાશું. આ કલ્પ-કલ્પ ની રેસ છે. હમણાં જો નુકસાન થયું તો કલ્પ-કલ્પ થતું જ રહેશે. પાક્કા વેપારી એ જે શ્રીમત પર મા બાપને પૂરા ફોલો કરે (અનુસરે), ક્યારેય કોઈને દુઃખ ન આપે. એમાં પણ નંબરવન દુઃખ છે કામ કટારી ચલાવવી.

બાપ કહે છે સારું શ્રીકૃષ્ણ ભગવાનુવાચ સમજો, તો એ પણ નંબરવન છે. એમની વાત પણ માનવી જોઈએ ત્યારે તો સ્વર્ગ નાં માલિક બનશે. સમજે છે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમત થી શિક્ષા આપી છે. સારું એમની મત પર ચાલો. એમણે પણ કહ્યું છે કે કામ મહાશત્રુ છે, ભલા એમને જીતો. આ વિકારો ને જીતશો ત્યારે જ કૃષ્ણપુરી માં આવી શકશો. હવે શ્રીકૃષ્ણની તો વાત નથી. શ્રીકૃષ્ણ તો બાળક હતાં, એ કેવી રીતે મત આપશે. જ્યારે મોટાં થઈને ગાદી પર બેસશે ત્યારે એ મત આપશે. મત આપવા લાયક બનશે ત્યારે તો રાજ્ય ચલાવશે ને. હવે શિવબાબા તો કહે છે મને નિરાકારી દુનિયામાં યાદ કરો. શ્રીકૃષ્ણ પછી કહે છે મને સ્વર્ગ માં યાદ કરો. એ પણ કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર જીત મેળવો. ત્યાં વિષ નહીં મળે, તો વિષ ને છોડી પવિત્ર બનો. આ તો શ્રીકૃષ્ણ નાં બાપ બેસી સમજાવે છે. સારું સમજો મનુષ્યોએ મારું નામ કાઢી બાળકનું નામ નાખી દીધું છે, એ પણ તો સર્વગુણ સંપન્ન છે. એ પણ કહે છે, ગીતામાં લખેલું છે કે કામ મહાશત્રુ છે. એને પણ માને થોડી છે. એનાં પર પણ ચાલે થોડી છે. સમજે છે શ્રીકૃષ્ણ સ્વયં આવે ત્યારે અમે એમની મત પર ચાલીશું ત્યાં સુધી તો ગોથા જ ખાતા રહેશે. સંન્યાસી વગેરે કહી નથી શકતાં કે હું તમને રાજયોગ શીખવાડવા આવ્યો છું. આ તો બાપ સમજાવે છે અને સંગમ ની જ વાત છે. શ્રીકૃષ્ણ છે સતયુગ માં. એમને પણ એવાં લાયક બનાવવા વાળા કોઈ તો હશે ને. તો શિવબાબા સ્વયં કહે છે શ્રીકૃષ્ણ અને એમનાં આખાં ઘરાના (વંશજ) ને હવે હું સ્વર્ગ માં જવાનાં લાયક બનાવી રહ્યો છું. બાબા કેટલી મહેનત કરે છે કે બાળકો સ્વર્ગમાં ચાલી ઊંચ પદ મેળવે. નહીં તો ભણેલા-ગણેલા ની આગળ જઈને ભરી ઉઠાવશે (નોકર-ચાકર બનશે). બાપ પાસે થી તો પૂરો વારસો લેવાનો છે. પોતાને પૂછો અમે એટલાં સપૂત છીએ? સપૂત પણ નંબરવાર હોય છે. ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ. ઉત્તમ તો ક્યારેય છુપાયેલા નથી રહેતાં. એમનાં દિલમાં રહેમ આવશે અમે ભારત ની સેવા કરીએ. સોશિયલ વર્કર્સ પણ નંબરવાર હોય છે - ઉત્તમ, મધ્યમ, કનિષ્ટ. કોઈ તો ખૂબ લુંટે છે, માલ વેંચીને ખાઈ જાય છે. પછી એમને સપૂત સોશિયલ વર્કર કેવી રીતે કહીશું? સોશિયલ વર્કર્સ તો પોતાને ખૂબ કહેવડાવે છે કારણ કે સોસાયટી (સમાજ) ની સેવા કરે છે. સાચ્ચી સેવા તો બાપ જ કરે છે.

તમે કહો છો કે અમે પણ બાબા ની સાથે રુહાની સેવાધારી છીએ. આખી સૃષ્ટિ તો શું તત્વોને પણ પવિત્ર કરીએ છીએ. સંન્યાસી તો આ નથી જાણતાં કે તત્વ પણ આ સમયે તમોપ્રધાન છે, આને પણ સતોપ્રધાન બનાવવાનાં છે. સતોપ્રધાન તત્વો થી તમારું શરીર પણ સતોપ્રધાન બની જશે. બાબા સમજાવે તો ખૂબ છે પરંતુ બાળકો છતાં પણ ભૂલી જાય છે. યાદ એમને રહેશે જે બીજાઓને સંભળાવતાં રહેશે. દાન નહીં કરશે તો ધારણા પણ નહીં થશે. જે સારી સર્વિસ કરે છે, એમનું બાપદાદા પણ નામ પ્રસિધ્ધ કરે છે. આ તો બાળકો પણ જાણે છે કે સર્વિસમાં કોણ-કોણ આગળ છે. જે સર્વિસ પર છે તે દિલ પર ચઢે છે. સદૈવ ફોલો મા-બાપ ને કરવાનાં છે. એમનાં જ તખ્તનશીન બનવાનું છે. જે સર્વિસ પર હશે તે બીજાઓને સુખ આપશે. પોતાનું મોઢું દર્પણ માં જુઓ કે બાબા નો સપૂત બાળક બન્યો છું? પોતે પણ લખી શકો છો કે અમારી સર્વિસ નો આ ચાર્ટ છે. હું આ-આ સર્વિસ કરી રહ્યો છું, આપ જજ (નિર્ણય) કરો. તો બાબાને પણ ખબર પડે. પોતે પણ જજ કરી શકો છો કે હું ઉત્તમ છું, મધ્યમ છું કે કનિષ્ટ છું? બાળકો પણ જાણે છે કોણ મહારથી છે, કોણ ઘોડેસવાર છે. કોઈ પણ છૂપા નથી રહી શકતાં. બાપ ને પોતામેલ મોકલો તો બાબા સાવધાન પણ કરે. વગર પોતામેલ પણ સાવધાની તો મળતી રહે છે. હવે જેટલો વારસો લેવો છે પૂરે-પૂરો લઈ લો. પછી બાપદાદા થી પણ સર્ટિફિકેટ મળશે. આ મોટી મા બેઠી છે, એનાંથી સર્ટિફિકેટ મળી શકે છે. આ વન્ડરફુલ મમ્મી ને કોઈ મમ્મી નથી. જેમ આ બાપ ને કોઈ બાપ નથી. પછી મમ્મા સ્ત્રી માં નંબરવન છે. ડ્રામા માં જગત અંબા ગવાયેલ છે. સર્વિસ પણ ખૂબ કરી છે. જેમ બાબા જાય છે, મમ્મા પણ જતાં હતાં. નાનાં-નાનાં ગામડા માં સર્વિસ કરતાં હતાં. બધામાં આગળ ગયાં. બાબાની સાથે તો મોટાં બાબા છે, એટલે બાળકોને એમની સંભાળ રાખવી પડે છે. સતયુગ માં પ્રજા ખૂબ સુખી હોય છે. પોતાનાં મહેલ, ગાયો, બળદ વગેરે બધુંજ હોય છે.

સારું - બાળકો, ખુશ રહો આબાદ રહો, ન વિસરો ન યાદ રહો કારણ કે યાદ તો શિવબાબા ને કરવાનાં છે. પોતાનાં શરીર ને પણ ભૂલી જવાનું છે તો બીજાઓને કેવી રીતે યાદ કરીએ. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈને પણ નારાજ નથી કરવાનાં. મન્સા-વાચા-કર્મણા બધાંને સુખ આપી બાપની અને પરિવાર ની દુવાઓ લેવાની છે.

2. સપૂત બાળક બની ભારતની રુહાની સેવા કરવાની છે. રહેમદિલ બની રુહાની સોશિયલ વર્કર બનવાનું છે. તન-મન-ધન થી સેવા કરવાની છે. સાચ્ચા સાહેબ ની સાથે સાચ્ચા રહેવાનું છે.

વરદાન :-
બોલ ( વાણી ) પર ડબલ અન્ડરલાઈન કરી ( ખાસ ધ્યાન આપી ) દરેક બોલ ને અણમોલ બનાવવા વાળા મા . સતગુરુ ભવ

આપ બાળકો નાં બોલ એવાં હોય જે સાંભળવા વાળા ચાત્રક હોય કે આ કાંઈક બોલે અને અમે સાંભળીએ - આને કહેવાય છે અણમોલ મહાવાક્ય. મહાવાક્ય વધારે નથી હોતાં. જ્યારે ઈચ્છો ત્યારે બોલતા રહો - એને મહાવાક્ય નહીં કહેવાશે. આપ સતગુરુ નાં બાળકો માસ્ટર સતગુરુ છો એટલે તમારા એક-એક બોલ મહાવાક્ય હોય. જે સમયે જે સ્થાન પર જે બોલ આવશ્યક છે, યુક્તિયુક્ત છે, સ્વયં અને બીજા આત્માઓ ને લાભદાયક છે, તે જ બોલ બોલો. બોલ પર ડબલ અન્ડરલાઈન કરો.

સ્લોગન :-
શુભચિંતક મણિ બની, પોતાની કિરણો થી વિશ્વ ને રોશન કરતાં ચાલો.