21-02-2021
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ 06.11.87
બાપદાદા મધુબન
નિરંતર સેવાધારી બનવાનું
સાધન ચાર પ્રકાર ની સેવાઓ
આજે વિશ્વ-કલ્યાણકારી,
વિશ્વ-સેવાધારી બાપ પોતાનાં વિશ્વ-સેવાધારી, સહયોગી સર્વ બાળકો ને જોઈ રહ્યાં હતાં
કે દરેક બાળક નિરંતર સહજયોગી ની સાથે-સાથે નિરંતર સેવાધારી ક્યાં સુધી બન્યાં છે?
કારણ કે યાદ અને સેવા-બંનેનું બેલેન્સ (સંતુલન) સદા બ્રાહ્મણ જીવનમાં બાપદાદા અને
સર્વ શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માઓ દ્વારા બ્લેસિંગનાં પાત્ર બનાવે છે. આ સંગમયુગ પર જ
બ્રાહ્મણ જીવન માં પરમાત્મ-આશીર્વાદ અને બ્રાહ્મણ પરિવારનાં આશીર્વાદ પ્રાપ્ત થાય
છે એટલે આ નાનકડા જીવનમાં સર્વ પ્રાપ્તિયો અને સદાકાળની પ્રાપ્તિઓ સહજ પ્રાપ્ત થાય
છે. આ સંગમયુગ ને વિશેષ બ્લેસિંગ-યુગ કહી શકાય છે, એટલે જ આ યુગ ને મહાન્ યુગ કહે
છે. સ્વયં બાપ દરેક શ્રેષ્ઠ કર્મ, દરેક શ્રેષ્ઠ સંકલ્પનાં આધાર પર દરેક બ્રાહ્મણ
બાળકોને દર સમયે દિલ થી આશીર્વાદ આપતાં રહે છે. આ બ્રાહ્મણ જીવન પરમાત્મ-આશીર્વાદ
ની પાલના થી વૃદ્ધિ ને પ્રાપ્ત થવા વાળું જીવન છે. ભોળાનાથ બાપ સર્વ આશીર્વાદની ઝોલી
ખુલ્લા દિલ થી બાળકોને આપી રહ્યાં છે. પરંતુ આ સર્વ આશીર્વાદ લેવા નો આધાર યાદ અને
સેવાનું બેલેન્સ છે. જો નિરંતર યોગી છે તો સાથે-સાથે નિરંતર સેવાધારી પણ છે. સેવાનું
મહત્વ સદા બુદ્ધિ માં રહે છે?
ઘણાં બાળકો સમજે છે - સેવાનો જ્યારે ચાન્સ (તક) મળે છે કે કોઈ સાધન કે સમય જ્યારે
મળે છે ત્યારે જ સેવા કરે છે. પરંતુ બાપદાદા જેવી રીતે યાદ નિરંતર, સહજ અનુભવ કરાવે
છે, તેવી રીતે સેવા પણ નિરંતર અને સહજ થઈ શકે છે. તો આજે બાપદાદા સેવાધારી બાળકોની
સેવા નો ચાર્ટ જોઈ રહ્યાં હતાં. જ્યાં સુધી નિરંતર સેવાધારી નથી બન્યાં ત્યાં સુધી
સદા આશીર્વાદ નાં અનુભવી નથી બની શકતાં. જેવી રીતે સમય પ્રમાણે, સેવાનાં ચાન્સ
પ્રમાણે, પ્રોગ્રામ પ્રમાણે સેવા કરો છો, તે સમયે સેવાનાં ફળસ્વરુપ બાપ નાં, પરિવાર
નાં આશીર્વાદ કે સફળતા પ્રાપ્ત કરો છો પરંતુ સદાકાળ માટે નહીં એટલે ક્યારેક
આશીર્વાદ નાં કારણે સહજ સ્વ કે સેવા માં ઉન્નતી અનુભવ કરો છો અને ક્યારેક મહેનતનાં
બાદ સફળતા અનુભવ કરો છો કારણ કે નિરંતર યાદ અને સેવાનું બેલેન્સ નથી. નિરંતર
સેવાધારી કેવી રીતે બની શકાય, આજે તે સેવાનું મહત્વ સંભળાવી રહ્યાં છે.
આખાં દિવસ માં ભિન્ન-ભિન્ન પ્રકાર થી સેવા કરી શકો છો. આમાં એક છે સ્વ ની સેવા
અર્થાત્ સ્વ ની ઉપર સંપન્ન અને સંપૂર્ણ બનવાનું સદા અટેન્શન (ધ્યાન) રાખવું. તમારા
આ ભણતર નાં જે મુખ્ય સબ્જેક્ટ (વિષય) છે, તે બધામાં પોતાને પાસ વિથ ઓનર બનાવવાનું
છે. આમાં જ્ઞાન-સ્વરુપ, યાદ-સ્વરુપ, ધારણા-સ્વરુપ - બધામાં સંપન્ન બનવાનું છે. આ
સ્વ-સેવા સદા બુદ્ધિ માં રહે. આ સ્વ-સેવા સ્વતઃ જ તમારા સંપૂર્ણ સ્વરુપ દ્વારા સેવા
કરાવતી રહે છે પરંતુ તેની વિધિ છે - અટેન્શન અને ચેકિંગ. સ્વ ની ચેકિંગ કરવાની છે,
બીજાઓની નથી કરવાની. બીજી છે-વિશ્વ સેવા જે ભિન્ન-ભિન્ન સાધનો દ્વારા, ભિન્ન-ભિન્ન
વિધિ થી, વાણી દ્વારા કે સબંધ-સંપર્ક દ્વારા કરો છો. આ તો બધાં સારી રીતે જાણે છે.
ત્રીજી છે-યજ્ઞ સેવા જે તન અને ધન દ્વારા કરી રહ્યાં છો.
ચોથી છે - મન્સા સેવા. પોતાની શુભ ભાવના, શ્રેષ્ઠ કામના, શ્રેષ્ઠ વૃત્તિ, શ્રેષ્ઠ
વાયબ્રેશન દ્વારા કોઈ પણ સ્થાન પર રહેતાં અનેક આત્માઓ ની સેવા કરી શકો છો. આની વિધિ
છે - લાઈટ હાઉસ, માઈટ હાઉસ બનવું. લાઈટ હાઉસ એક જ સ્થાન પર સ્થિત હોવા છતાં દૂર-દૂર
ની સેવા કરે છે. એવી રીતે તમે બધાં એક સ્થાન પર હોવાં છતાં અનેકો ની સેવા અર્થ
નિમિત્ત બની શકો છો. એટલી શક્તિઓનો ખજાનો જમા છે તો સહજ કરી શકો છો. આમાં સ્થૂળ
સાધન કે ચાન્સ કે સમય ની સમસ્યા નથી. ફક્ત લાઈટ-માઈટ સંપન્ન બનાવવાની આવશ્યકતા છે.
સદા મન, બુદ્ધિ વ્યર્થ વિચારવાથી મુક્ત હોવી જોઈએ, ‘મનમનાભવ’ નાં મંત્ર નું સહજ
સ્વરુપ હોવું જોઈએ. આ ચારેય પ્રકારની સેવા શું નિરંતર સેવાધારી નથી બનાવી શકતી?
ચારેય સેવાઓ માંથી દર સમયે કોઈ ને કોઈ સેવા કરતાં રહો તો સહજ નિરંતર સેવાધારી બની
જશો અને નિરંતર સેવાઓ પર ઉપસ્થિત થવાનાં કારણે, સદા બીઝી (વ્યસ્ત) રહેવાનાં કારણે
સહજ માયાજીત બની જશો. ચારેય સેવાઓ માંથી જે સમયે જે સેવા કરી શકો છો તે કરો પરંતુ
સેવા થી એક સેકન્ડ પણ વંચિત નહીં રહો. ૨૪ કલાક સેવાધારી બનવાનું છે. ૮ કલાક નાં યોગી
કે સેવાધારી નહી પરંતુ નિરંતર સેવાધારી. સહજ છે ને? બીજું નહીં તો સ્વ ની સેવા તો
સારી છે. જે સમયે જે ચાન્સ મળે, તે સેવા કરી શકો છો.
ઘણાં બાળકો શરીરનાં કારણે કે સમય ન મળવાનાં કારણે સમજે છે અમે તો સેવા કરી નથી શકતાં.
પરંતુ જો ચારેય સેવાઓ માંથી કોઈ પણ સેવામાં વિધિપૂર્વક બીઝી રહો છો તો સેવાનાં વિષય
માં માર્ક્સ જમા થતાં જાય છે અને આ મળેલા નંબર (અંક) ફાઈનલ રિઝલ્ટ માં જમા થઈ જશે.
જેમાં વાણી દ્વારા સેવા કરવાવાળા નાં માર્ક્સ જમા થાય છે, તેમ યજ્ઞ-સેવા કે સ્વ
સેવાની સેવા કે મન્સા સેવા - આનું પણ એટલું જ મહત્વ છે, આનાં પણ એટલાં નંબર જમા થશે.
દરેક પ્રકારની સેવા નાં નંબર એટલાં જ છે. પરંતુ જે ચારેય પ્રકારની સેવા કરે તેનાં
એટલાં નંબર જમા થાય; જે એક કે બે પ્રકારની સેવા કરે, તેનાં નંબર તે અનુસાર જમા થાય.
છતાં પણ, જો ચાર પ્રકારની ની નથી કરી શકતાં, બે પ્રકારની કરી શકે છે તો પણ નિરંતર
સેવાધારી છે. તો નિરંતર નાં કારણે નંબર વધી જાય છે એટલે બ્રાહ્મણ જીવન અર્થાંત્
નિરંતર સેવાધારી સહજયોગી.
જેમ યાદનું અટેન્શન રાખો છો કે નિરંતર રહે, સદા યાદ ની લિંક જોડાયેલી રહે; તેમ
સેવામાં પણ સદા લિંક જોડાયેલી રહે. જેમ યાદમાં પણ ભિન્ન-ભિન્ન સ્થિતિનો અનુભવ કરો
છો - ક્યારેક બીજરુપ નો, ક્યારેક ફરિશ્તા સ્વરુપ નો, ક્યારેક મનન નો, ક્યારે
રુહરુહાન નો પરંતુ સ્થિતિ ભિન્ન-ભિન્ન હોવાં છતાં પણ યાદનાં વિષય ને નિરંતર યાદમાં
ગણો છો. એવી રીતે આ ભિન્ન-ભિન્ન સેવાનાં રુપ હોય. પરંતુ સેવાનાં વગર જીવન નથી.
શ્વાસો શ્વાસ યાદ અને શ્વાસો શ્વાસ સેવા હોય - આને કહે છે બેલેન્સ. ત્યારે જ દર સમયે
બ્લેસિંગ પ્રાપ્ત થવાનો અનુભવ સદા કરતાં રહેશો અને દિલ થી સદા સ્વતઃ જ આ અવાજ નીકળશે
કે આશીર્વાદ થી પાલન થઈ રહ્યું છે, આશીર્વાદ થી, ઉડતી કળા નાં અનુભવ થી ઉડી રહ્યાં
છીએ. મહેનત થી, યુદ્ધ થી છૂટી જશો. ‘શું’, ‘કેમ’, ‘કેવી રીતે’ - આ પ્રશ્નો થી મુક્ત
થઈ સદા પ્રસન્ન રહેશો. સફળતા સદા જન્મ-સિદ્ધ અધિકાર નાં રુપમાં અનુભવ કરતાં રહેશો.
ખબર નહીં શું થશે. સફળતા થશે કે નહીં થશે, ખબર નહીં અમે આગળ ચાલી શકશું કે નહીં ચાલી
શકશું - આ ખબર નહીં નાં સંકલ્પ પરિવર્તન થાય ત્યારે માસ્ટર ત્રિકાળદર્શી સ્થિતિ નો
અનુભવ કરશો. ‘વિજય થયેલી છે’ - આ નિશ્ચય અને નશો સદા અનુભવ થશે. આજ બ્લેસિંગ ની
નિશાનીઓ છે. સમજ્યાં?
બ્રાહ્મણ જીવનમાં, મહાન્ યુગમાં બાપદાદાનાં અધિકારી બની છતાં પણ મહેનત કરવી પડે, સદા
યુદ્ધ ની સ્થિતિ માં જ જીવન વિતાવો - આ બાળકોનાં મહેનત નું જીવન બાપદાદા થી જોવાતું
નથી એટલે નિરંતર યોગી, નિરંતર સેવાધારી બનો. સમજ્યાં? અચ્છા.
જૂનાં બાળકોની આશા પૂરી થઈ ગઈ ને. પાણી ની સેવા કરવા વાળા સેવાધારી બાળકો ને આફરીન
(શાબાશ) છે જે અનેક બાળકોની આશાઓ ને પૂર્ણ કરવામાં રાત-દિવસ સહયોગી છે. નિંદ્રાજીત
પણ બની ગયાં તો પ્રકૃતિજીત પણ બની ગયાં. તો મધુબન નાં સેવાધારીઓ ને, ભલે પ્લાન
બનાવવા વાળા, ભલે પાણી લાવવા વાળા, ભલે આરામ થી સ્વાગત કરવા વાળા, રહેવાં વાળા,
ભોજન સમય પર તૈયાર કરવા વાળા - જે પણ ભિન્ન-ભિન્ન સેવા નાં નિમિત્ત છે, તે બધાને
થેન્ક્સ (ધન્યવાદ) આપજો. બાપદાદા તો આપી જ રહ્યાં છે. દુનિયા પાણી-પાણી કરીને બુમો
પાડી રહી છે અને બાપનાં બાળકો કેટલું સહજ કાર્ય ચલાવી રહ્યાં છે! બાપદાદા બધાં
સેવાધારી બાળકો ની સેવા જોતાં રહે છે. કેટલાં આરામ થી તમને લોકોને મધુબન નિવાસી
નિમિત્ત બની ચાન્સ અપાવી રહ્યાં છે! તમે પણ સહયોગી બનો છો ને? જેમ તે સહયોગી બને છે
તો તમને તેનું ફળ મળી રહ્યું છે, તેમ તમે બધાં પણ દરેક કાર્ય માં જેવો સમય તે જ
પ્રમાણે ચાલતાં રહેશો તો તમારાં સહયોગ નું ફળ બીજા બ્રાહ્મણો ને પણ મળતું રહેશે.
બાપદાદા હર્ષાય રહ્યાં હતાં - સતયુગ માં દૂધ ની નદીઓ વહેશે પરંતુ સંગમ પર પાણી, ઘી
તો બની ગયું ને. ઘી ની નદી નળ માં આવી રહી છે. પાણી ઘી બની ગયું તો અમૂલ્ય થઈ ગયું
ને. આ જ વિધિ થી અનેકો ને ચાન્સ આપતાં રહેશે. છતાં પણ જુવો, દુનિયામાં અને આપ
બ્રાહ્મણો માં અંતર છે ને. ઘણાં સ્થાનો થી છતાં પણ તમને લોકો ને ખુબ આરામ છે અને
અભ્યાસ પણ થઈ રહ્યો છે એટલે રાઝયુક્ત (રહસ્યયુક્ત) બની દરેક પરિસ્થિતિમાં રાજી
રહેવાનો અભ્યાસ વધારતાં ચાલો. અચ્છા.
સર્વ નિરંતર યોગી, નિરંતર સેવાધારી શ્રેષ્ઠ આત્માઓ ને, સદા ત્રિકાળદર્શી બની સફળતાનાં
અધિકારી ને અનુભવ કરવા વાળા,,સદા પ્રસન્નચિત્ત, સંતુષ્ટ, શ્રેષ્ઠ આત્માઓ ને, દર
સેકન્ડ બ્લેસિંગ નો અનુભવ કરવા વાળા બાળકો ને વિધાતા, વરદાતા બાપદાદા નાં યાદપ્યાર
અને નમસ્તે.
દાદીજી થી :- સંકલ્પ કર્યો અને સર્વ ને શ્રેષ્ઠ સંકલ્પ નું ફળ મળી ગયું. કેટલાં
આશીર્વાદો ની માળાઓ પડે છે! જે નિમિત્ત બને છે તેમનાં પણ, બાપ ની સાથે-સાથે ગુણ તો
ગાએ છે ને એટલે તો બાપની સાથે બાળકોની પણ પૂજા થાય છે, એકલાં બાપની નથી થતી. બધાને
કેટલી ખુશી પ્રાપ્ત થઇ રહી છે! આ જ આશીર્વાદો ની માળાઓ ભક્તિ માં માળાઓનાં અધિકારી
બનાવે છે!
પાર્ટીઓથી
અવ્યક્ત - બાપદાદા ની મુલાકાત
૧) આપ સર્વ શ્રેષ્ઠ આત્માઓ બધાની તરસ બુઝાવવા વાળા છો ને? તે છે સ્થૂળ જળ અને તમારી
પાસે છે- ‘જ્ઞાન અમૃત’. જળ અલ્પકાળ ની તરસ બુઝાવી તૃપ્ત આત્મા બનાવી દે છે. તો સર્વ
આત્માઓ ને અમૃત દ્વારા તૃપ્ત કરવાનાં નિમિત્ત બનેલાં છો ને. આ ઉમંગ સદા રહે છે?
કારણ કે તરસ બુઝાવવી - આ મહાન પુણ્ય છે. તરસ્યાની તરસ બુઝાવવા વાળા ને પુણ્ય આત્મા
કહેવાય છે. તમે પણ મહાન પુણ્ય આત્મા બની બધાની તરસ બુઝાવવા વાળા છો. જેમ તરસ થી
મનુષ્ય તડપે છે, જો પાણી ન મળે તો તરસ થી તડપશે ને! એવી રીતે, જ્ઞાન-અમૃત ન મળવાથી
આત્માઓ દુઃખ અશાંતિ માં તડપી રહી છે. તો તેમને જ્ઞાન અમૃત આપીને તરસ બુઝાવવા વાળી
પુણ્ય આત્માઓ છો. તો પુણ્ય નું ખાતું અનેક જન્મોનાં માટે જમા કરી રહ્યાં છો ને? એક
જન્મમાં જ અનેક જન્મોનું ખાતું, અનેક જન્મો નાં માટે જમા કરી રહ્યાં છો ને? એક
જન્મમાં જ અનેક જન્મો નું ખાતું જમા થાય છે. તો તમે આટલું જમા કરી લીધું છે ને? એટલાં
માલામાલ બની ગયાં છો જે બીજાઓને પણ આપી શકો છો! પોતાનાં માટે પણ જમા કર્યું અને
બીજાઓ ને પણ આપવા વાળા દાતા બન્યાં. તો સદા આ ચેક કરો કે આખાં દિવસ માં પુણ્ય આત્મા
બન્યાં, પુણ્યનું કાર્ય કર્યું કે ફક્ત પોતાનાં માટે જ ખાધું-પીધું મોજ કરી? જમા
કરવા વાળા ને સમજદાર કહેવાય છે, જે કમાય અને ખાય તેને સમજદાર નહીં કહેશું. જેમ ભોજન
ખાવા માટે ફુરસદ કાઢો છો કારણ કે આવશ્યક છે, એવી રીતે આ પુણ્યનું કાર્ય કરવું પણ
આવશ્યક છે. તો સદા જ પુણ્ય આત્મા છો, ક્યારેક-ક્યારેક ની નહીં. ચાન્સ મળે તો કરીએ,
ના. ચાન્સ લેવાનો છે. સમય મળશે ના, સમય નીકાળવાનો છે, ત્યારે જમા કરી શકશો. આ સમયે
જેટલી પણ ભાગ્યની રેખા ખેંચવા ઈચ્છો, એટલી ખેંચી શકો છો કારણ કે બાપ ભાગ્ય-વિધાતા
અને વરદાતા છે. શ્રેષ્ઠ નોલેજ ની કલમ બાપે આપ બાળકોને આપી દીધી છે. આ કલમ થી જેટલી
લાંબી રેખા ખેંચવા ઈચ્છો, ખેંચી શકો છો. અચ્છા.
૨) બધાં રાજઋષિ છો ને? રાજ અર્થાત્ અધિકારી અને ઋષિ અર્થાત્ તપસ્વી. તપસ્યા નું બળ
સહજ પરિવર્તન કરાવવાનો આધાર છે. પરમાત્મ-લગન થી સ્વયં ને અને વિશ્વ ને સદા માટે
નિર્વિઘ્ન બનાવી શકો છો. નિર્વિઘ્ન બનવું અને નિર્વિઘ્ન બનાવવાં - આ જ સેવા કરો છો
ને. અનેક પ્રકારનાં વિધ્નો થી સર્વ આત્માઓ ને મુક્ત કરવા વાળા છો. તો જીવનમુક્તનું
વરદાન બાપ થી લઈને બીજાઓને આપવાવાળા છો ને. નિર્બન્ધન અર્થાત્ જીવનમુક્ત.
૩) હિમ્મતે બાળકો મદદે બાપ. બાળકો ની હિમ્મત પર સદા બાપ ની મદદ પદમગુણા પ્રાપ્ત થાય
છે. બોજ તો બાપનાં ઉપર છે. પરંતુ ટ્રસ્ટી બની સદા બાપની યાદ થી આગળ વધતાં રહો. બાપની
યાદ જ છત્રછાયા છે. પાછળ નો હિસાબ સૂળી છે પરંતુ બાપ ની મદદ થી કાંટો બની જાય છે.
પરિસ્થિતિઓ આવવાની જરુર છે કારણ કે બધું અહીંયા જ ચૂકતું કરવાનું છે. પરંતુ બાપ ની
મદદ કાંટો બનાવી દે છે, મોટી વાતને નાની બનાવી દે છે કારણ કે મોટા બાપ સાથે છે. સદા
નિશ્ચય થી આગળ વધતાં રહો. દરેક કદમ માં ટ્રસ્ટી, ટ્રસ્ટી અર્થાત્ બધું તમારું,
મારા-પણું સમાપ્ત. ગૃહસ્થી અર્થાત્ મારું. તમારું થશે તો મોટી વાત નાની થઈ જશે અને
મારું હશે તો નાની વાતો મોટી થઇ જશે. તમારા-પણું હલકા બનાવે છે અને મારા-પણું ભારે
બનાવે છે. તો જ્યારે પણ ભારે અનુભવ કરો તો ચેક કરો કે ક્યાંય મારા-પણું તો નથી. મારા
ને તારા માં બદલી કરી દો તો એ જ ઘડી હલકા થઇ જશો, બધો બોજ એક સેકન્ડમાં સમાપ્ત થઈ
જશે. અચ્છા.
વરદાન :-
સંતુષ્ટતા ની
વિશેષતા કે શ્રેષ્ઠતા દ્વારા સર્વ નાં ઇષ્ટ બનવા વાળા વરદાની મૂર્ત ભવ
જે સદા સ્વયં થી અને
સર્વ થી સંતુષ્ટ રહે છે એ જ અનેક આત્માઓનાં ઇષ્ટ કે અષ્ટ દેવતા બની શકે છે. સૌથી
મોટામાં મોટો ગુણ કહો, દાન કહો અથવા વિશેષતા કે શ્રેષ્ઠતા કહો - તે સંતુષ્ટતા જ છે.
સંતુષ્ટ આત્મા જ પ્રભુ પ્રિય, લોક પ્રિય અને સ્વયં પ્રિય હોય છે. એવી સંતુષ્ટ આત્મા
જ વરદાની રુપમાં પ્રસિદ્ધ થશે. હવે અંતનાં સમય માં મહાદાની થી પણ વધારે વરદાની રુપ
દ્વારા સેવા થશે.
સ્લોગન :-
વિજયી રત્ન તે
છે જેમના મસ્તક પર સદા વિજય નું તિલક ચમકે છે.
સુચના :-
આજે મહિના નો ત્રીજો
રવિવાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. બધાં ભાઈ-બહેનો સાંજે ૬.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી
વિશેષ યોગ અભ્યાસ માં પોતાનાં પૂર્વજ સ્વરુપ ને ઈમર્જ કરે. અને આખાં વૃક્ષ ને સર્વ
શક્તિઓ ને સકાશ આપવાની સેવા કરે.