21-06-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો -
દેવતાઓ થી પણ ઊંચું આ તમારું બ્રાહ્મણ જીવન છે કારણ કે આ સમયે તમે ત્રણેય લોકો અને
ત્રણેય કાળો ને જાણો છો , તમે ઈશ્વરીય સંતાન છો ”
પ્રશ્ન :-
આપ બાળકો હમણાં કયું ઊંચું ચઢાણ ચઢો છો?
ઉત્તર :-
મનુષ્ય થી દેવતા બનવું આ ઊંચું ચઢાણ છે, જેનાં પર તમે ચઢી રહ્યાં છો. કહે પણ છે ચઢે
તો ચાખે પ્રેમ રસ…. આ ખૂબ લાંબુ ચઢાણ છે. પરંતુ વન્ડર (આશ્ચર્ય) છે જે ચઢો એક
સેકન્ડ માં છો, ઉતરવામાં સમય લાગે છે.
પ્રશ્ન :-
પાપ નો ઘડો
ફૂટવાથી જ જયજયકાર થાય છે, એની કઈ નિશાની ભક્તિમાર્ગ માં છે?
ઉત્તર :-
દેખાડે છે ઘડા માંથી સીતા નીકળી…. અર્થાત્ જ્યારે પાપ નો ઘડો ભરાઈને ફૂટ્યો ત્યારે
સીતા અને રાધા નો જન્મ થાય છે.
ગીત:-
ઈસ પાપ કી
દુનિયા સે…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકોએ ગીત સાંભળ્યું ભક્તિમાર્ગ નું. પોકારે છે કે આ પતિત દુનિયા થી પાવન દુનિયામાં
લઈ ચાલો. અશાંતિની દુનિયા થી શાંતિ ની દુનિયામાં લઈ ચાલો. બુદ્ધિ માં બેઠું છે કોઈ
બીજી દુનિયા છે, જ્યાં શાંતિ પણ હતી, સુખ પણ હતું. મહારાજા, મહારાણી,
લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, જેમનાં ચિત્ર પણ અહીંયા છે. મનુષ્ય જે
હિસ્ટ્રી-જોગ્રાફી ભણે છે તે તો જેમકે પા ભાગની દુનિયાની છે. અડધાકલ્પ ની પણ નથી.
સતયુગ ત્રેતા ની તો કોઈને ખબર નથી. આંખ જ બંધ છે. જેમકે કાણા છે. વર્લ્ડ (દુનિયા)
ની હિસ્ટ્રી-જોગ્રાફી કોઈ જાણતું જ નથી. વર્લ્ડ કેટલું મોટું છે. ક્યારે નવું
વર્લ્ડ શરું થયું છે પછી જૂનું થાય છે, પછી જૂનાં થી ક્યારે નવું બને છે, આ આપ બાળકો
હમણાં જાણો છો. બનશે તો જરુર ને. ગોલ્ડન (સતયુગ), સિલ્વર (ત્રેતા), કોપર (દ્વાપર),
આયરન (કળિયુગ) માં આવવાનું જ છે. કળિયુગ નાં પછી સતયુગ ફરી જરુર થશે. સંગમ પર સતયુગ
સ્થાપન કરવા વાળા આવશે. આ સમજાવવાની સારી યુક્તિઓ છે. કળિયુગ ને સતયુગ બનાવવા વાળા
બાપ જ છે. આટલી સહજ વાતો પણ કોઈની બુદ્ધિમાં નથી આવતી કારણ કે બુદ્ધિ ને માયાનું
તાળું લાગેલું છે. પરમપિતા પરમાત્મા ની મહિમા પણ ગાય છે, હે પરમપિતા પરમાત્મા,
બુદ્ધિવાનો ની બુદ્ધિ આપ છો. બુદ્ધિહીન ને આપ બુદ્ધિ આપો. બીજા બધાં આસુરી મત આપવા
વાળા છે, શ્રેષ્ઠ મત આપવા વાળા એક જ બાપ છે. મનુષ્ય ગાય છે પરંતુ સમજતાં કાંઈ પણ નથી.
આપ બાળકોને હમણાં
ત્રણેય લોકોનું જ્ઞાન છે. એવું નથી ફક્ત વર્લ્ડ નું જ્ઞાન છે, વર્લ્ડ થી પણ આગળ તમે
જાણો છો. મૂળવતન, સૂક્ષ્મવતન, સ્થૂળવતન આ ત્રણેય લોકો નું બુદ્ધિ માં જ્ઞાન છે. જે
સારી રીતે ભણે છે એમની બુદ્ધિમાં છે. તમે સ્કૂલ માં ભણો છો, તો ભણતર પૂરી રીતે
બુદ્ધિ માં રહેવું જોઈએ. ત્રણેય કાળો નું જ્ઞાન તમારી બુદ્ધિમાં છે. તમે
ત્રિકાળદર્શી બનો છો. તમને ત્રિલોકીનાથ નહીં કહેશે. ત્રિલોકીનાથ કોઈ બનતાં નથી.
ત્રિકાળદર્શી અક્ષર ઠીક છે. ત્રણેય લોક, ત્રણેય કાળ ને તમે જાણો છો. બરાબર આપણે
મૂળવતન માં રહીએ છીએ. આપણે આત્માઓ ત્યાં નિવાસ કરીએ છીએ. આ જ્ઞાન બીજા કોઈની
બુદ્ધિમાં છે નહીં. આ તમે જાણો છો પરમપિતા પરમાત્મા ત્રિકાળદર્શી છે. આદિ-મધ્ય-અંત
ત્રણેય કાળો ને અને ત્રિલોક ને જાણે છે. લક્ષ્મી-નારાયણ ને વૈકુંઠનાથ કહી શકાય છે
ત્રિલોકીનાથ નહીં. એ હેવન અથવા સ્વર્ગ નાં માલિક છે. બાપને પેરેડાઈઝ (સ્વર્ગ) નાં
માલિક ન કહી શકાય. તો આ પણ સમજવાની વાતો છે. પરમાત્મા જેવાં કોઈ મનુષ્ય નથી હોઈ શકતાં.
કહે પણ છે પરમાત્મા જાની જાનનહાર, નોલેજફુલ (જ્ઞાન-સાગર) છે, પરંતુ અર્થ નથી જાણતાં.
સમજે છે જાની-જાનનહાર છે તો બધાનાં દિલો ને જાણતાં હશે. સર્વવ્યાપી કહી ગ્લાનિ (નિંદા)
કરી દે છે.
હમણાં તમે તો ઈશ્વરીય
વંશાવલી છો પછી દૈવી વંશાવલી બનશો. ઈશ્વર મોટાં કે સતયુગ નાં દેવતાઓ મોટાં? એ
દેવતાઓથી મોટાં સૂક્ષ્મવતન વાસી દેવતાઓ છે. સૂક્ષ્મવતન વાસી બ્રહ્મા મોટાં કહેશું
ને! એ છે જ અવ્યક્ત. એ તો વ્યક્ત છે ને. એ જ્યારે પાવન ફરિશ્તા બને છે ત્યારે મહિમા
છે. બ્રાહ્મણો ને હમણાં અલંકાર આપશે તો તે અસ્ત્ર-શસ્ત્ર શોભશે નહીં એટલે વિષ્ણુ ને
સ્વદર્શન ચક્ર દેખાડે છે. શંખ, ચક્ર, ગદા, પદમ હવે આનો અર્થ પણ તમે સમજી ગયાં છો.
સતયુગ માં લક્ષ્મી-નારાયણ ને તો અસ્ત્ર-શસ્ત્ર આપશે નહીં. આ છે હમણાંની વાત. હકીકત
માં આ જ્ઞાન નાં અસ્ત્ર-શસ્ત્ર છે. સ્થૂળ હથિયારો ની વાત જ નથી. શાસ્ત્રો માં તો
સ્થૂળ હથિયાર વગેરે છે. પાંડવો અને કૌરવોની સેના દેખાડી છે, પરંતુ તેમાં ફીમેલ (સ્ત્રી)
ને નથી દેખાડી. પાંડવસેના માં પુરુષ દેખાડે છે. બાકી શક્તિ સેના ક્યાં ગઈ. આ છે
ગુપ્ત. કોઈને ખબર જ નથી આ શિવ શક્તિઓ ક્યાં ગઈ. એમનું વૃતાંત કાંઈ પણ નથી દેખાડતાં.
શક્તિઓએ કેવી રીતે લડાઈ કરી! સેના દેખાડે તો છે ને. કોઈને પણ સમજમાં નથી આવતું, જેણે
જે કાંઈ બોલ્યું તે લખી દીધું. યથાર્થ રીતે હવે તમે જાણો છો. આપણે બધાં એક્ટર્સ (પાર્ટધારી)
છીએ. દરેક આત્મા ને પોતાનો પાર્ટ મળેલો છે. બાબા જેમને ક્રિયેટર (રચયિતા),
ડાયરેક્ટર (માર્ગદર્શક) મુખ્ય એક્ટર કહેવાય છે એમનાં દ્વારા તમે આખાં ડ્રામા નાં
રહસ્ય ને જાણો છો. આમાં ૪ યુગ છે અથવા ૪ ભાગ છે, જેને એપીક (યુગ) કહે છે. હકીકત માં
છે ૫, પાંચમો આ કલ્યાણકારી યુગ છે. સતયુગ અને ત્રેતા નાં સંગમ ને કલ્યાણકારી નહીં
કહેશું કારણ કે ઉતરવાનું થતું જાય છે. સતોપ્રધાન સતો, રજો, તમો આ છે સીડીઓ. તો સીડી
ઉતરવી જ પડે છે. જ્ઞાન માં તમે એક જ વાર ગેલપ (ઝડપ) કરો છો પછી ઉપર ચઢેલી સીડી ઉતરતાં
જ જાઓ છો. સીડી ઉતરવાનું ખૂબ સહજ થાય છે. ચઢવામાં ખૂબ મુશ્કેલ લાગે છે. તમે કેટલી
મહેનત કરો છો. મનુષ્ય થી દેવતા બનવું ઊંચું ચઢાણ છે ને. કહે છે ને કે ચઢે તો ચાખે
પ્રેમ રસ. જાણો છો હમણાં આપણે ચઢી રહ્યાં છીએ. પછી ઉતરો છો તો એકદમ ચકનાચૂર થઈ જાઓ
છો. કેટલો સમય લાગે છે! આ બહુ લાંબુ ચઢાણ છે. તમે જાણો છો હમણાં આપણે ચઢી રહ્યાં
છીએ પછી ઉતરીશું. સેકન્ડ લાગે છે ચઢવામાં, અંતમાં આવવાવાળા સેકન્ડમાં ચઢી શકે છે.
અબળાઓ, માતાઓ પર કેટલાં અત્યાચાર થાય છે. બાળકીઓ પોકારે છે બાબા નિર્વસ્ત્ર થવાથી
બચાવો. અસંખ્ય બાળકીઓ છે. અબળાઓ પર અત્યાચાર ખૂબ થાય છે, મારે છે તો એમનાં પાપ નો
ઘડો ભરાય છે, જે ભરાઈને ફૂટી જાય છે. દેખાડે છે ને - ઘડા માંથી સીતા નીકળી. હવે તમે
સાચ્ચી-સાચ્ચી સીતાઓ નીકળી રહી છો. રાધા પણ નીકળી તો સીતા પણ નીકળી. રઘુપતિ રાઘવ
રાજા રામ લખવાથી સીતા નું નામ નાખી (લખી) દીધું છે. જગત અંબા, જગત પિતા જ પછી
રાજ-રાજેશ્વર, રાજ-રાજેશ્વરી બને છે. આ જ લક્ષ્મી-નારાયણ હતાં, પછી અંતમાં જુઓ શું
બની જાય છે! સતયુગ માં કોઈ આટલાં ૩૩ કરોડ મનુષ્ય નહોતાં. ત્યાં તો ખુબ થોડા હોય છે.
પછીથી વૃદ્ધિ થતી જાય છે. દૈવી સંપ્રદાય જ પુનર્જન્મ લેતાં-લેતાં પછી આસુરી
સંપ્રદાય બની જાય છે. હવે આસુરી સંપ્રદાય ને ફરી દૈવી સંપ્રદાય બનાવી રહ્યાં છે.
કલ્પ-કલ્પ બનાવે છે. તમારી બુદ્ધિ માં બધું જ્ઞાન આવી ગયું છે. તમે જ ત્રિકાળદર્શી
બનો છો. ત્રણેય લોકોનું પણ જ્ઞાન મળ્યું છે. તમે કહેશો અમે પૂજ્ય વૈકુંઠનાથ હતાં,
હવે પુજારી નર્ક નાં નાથ બન્યાં છીએ. હમ સો નો યથાર્થ અર્થ ન જાણવાનાં કારણે જ આત્મા
સો પરમાત્મા કહી દે છે. કેટલો ફરક કરી દીધો છે. હવે તમને સમજાવ્યું છે, આ વર્લ્ડ ની
હિસ્ટ્રી-જોગ્રાફી છે. તમે આ બેહદ નાં ચક્ર ને પણ જાણી ગયાં છો. ત્રણેય લોકો,
ત્રણેય કાળો ને પણ તમે જાણો છો.
આ ગુપ્ત વાત બાપ ભણાવે
છે. કોઈને ખબર નથી - ગીતા માં કોઈ એવી વાતો થોડી છે. આ જ્ઞાન જેમની પાસે છે તે જ
શિખવાડશે. પછી પોતાનો પાર્ટ એ જ સમયે રીપીટ કરશે. ક્રાઈસ્ટ પોતાનો પાર્ટ પોતાનાં
સમય પર રીપીટ કરશે. તમે જાણો છો આપણે સૂર્યવંશી, ચંદ્રવંશી, વૈશ્ય, શૂદ્રવંશી બનીએ
છીએ. ચક્ર ફરતું રહે છે. ઇસ્લામી, બૌદ્ધી પછી પોતાનો પાર્ટ રીપીટ કરશે. જ્યારે એક
દેવી-દેવતા ધર્મ રહે છે તો બીજાં બધાં ધર્મ રહેતાં નથી. વર્લ્ડ તો એક જ છે. બાપે
ક્રિયેટર (રચયિતા) અને ક્રિયેશન (રચના) નું રહસ્ય સમજાવ્યું છે, દરેક મનુષ્ય હદ નાં
બ્રહ્મા છે. બાળકોને ક્રિયેટ કરે (રચે) છે પછી એમની પાલના કરે છે. ક્રિયેશન ને વારસો
મળે છે રચયિતા બાપ થી. ભાઈ, ભાઈ ને વારસો આપે છે-આ ક્યારેય સાંભળ્યું છે? બાળકો સમજે
છે એક તો છે હદ નાં બાપ, એ તો બધાંને ખબર છે. હદનાં બાપ થી હદ નો વારસો મળે છે.
લૌકિક શિક્ષક ભણાવે છે, ભણાવવા થી કોઈ આખી સૃષ્ટિ નાં માલિક થોડી બને છે, આ બેહદ ની
વાત છે. હદ વાળા બધાં એ બેહદ બાપ ને યાદ કરે છે. એમને કહે જ છે બાબા, શિવબાબા.
ક્રિયેટર ને બાબા કહેશે ને. ફક્ત બાબા હળવું નામ છે એટલે શિવબાબા કહે છે. એ છે જ
નિરાકાર. પૂછાય છે શિવબાબા થી તમારો શું સંબંધ છે? કહે છે ને - શિવબાબા ઝોલી ભરી
દો. બાબાનું નામ શિવ એક્યુરેટ (બરાબર) છે. શંકરનું ચિત્ર અલગ છે. શિવ અને શંકર
બંનેને મિલાવીને શિવ-શંકર કહેવું, આ તો બહુ ભારે ભૂલ છે. ઊંચા માં ઊંચા બાપ ને ભૂલી
ગયાં છે. ચિત્ર ખૂબ સારા છે. બ્રહ્મા દ્વારા હવે સ્થાપના થઈ રહી છે. જ્ઞાન પણ હમણાં
મળશે. તમે હવે બ્રાહ્મણ બનો છો. બ્રાહ્મણ ક્યાંથી આવ્યાં? એમને એડોપ્ટ કરું (દત્તક
લઉ) છું. બ્રહ્મા ને પણ એડોપ્ટ કર્યા છે. બ્રહ્મા થી બ્રાહ્મણ જનમ્યાં. તમે જાણો છો
હવે અમે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ. પ્રજાપિતા અક્ષર જરુર નાખવાનો (લખવાનો)
છે. ફક્ત બ્રહ્મા કહી દેવાથી બ્રહ્મા નામ તો ઘણાઓનું છે. પ્રજાપિતા બ્રહ્મા નામ તો
કોઈનું નહીં હોય. આ તો મનુષ્ય છે ને. રુદ્ર શિવબાબાએ આ જ્ઞાન યજ્ઞ રચ્યો છે. જરુર
બ્રાહ્મણ જોઈએ. તમે જાણો છો બ્રાહ્મણ કેવાં હોય છે! યજ્ઞ બ્રાહ્મણો દ્વારા રચાય છે.
તમે બ્રાહ્મણ છો પછી દેવતા બનવાનું છે. આવવાનું પછી આ સૃષ્ટિ પર છે પછી આ બધાં ક્યાં
જશે? આ રુદ્ર જ્ઞાન યજ્ઞમાં બધું સ્વાહા થઈ જાય છે. જૂની દુનિયાની આહુતી આ રુદ્ર
જ્ઞાન યજ્ઞ માં પડે છે. આ રુદ્ર જ્ઞાન યજ્ઞ થી જ વિનાશ જ્વાળા નીકળે છે. શંકર દ્વારા
વિનાશ ગવાયેલો છે. આસાર પણ બરાબર જુઓ છો. આ હૂબહૂ તે જ સમય છે. ગવાયેલું છે
યુરોપવાસી યાદવ, કૌરવ અને પાંડવ. ભારતવાસી પોતાનાં ધર્મ ને જ ભૂલી ગયાં છે. ચિત્ર
પણ છે પરંતુ કોઈને ખબર નથી. દેવી દેવતાઓનું રાજ્ય હતું પરંતુ એમને આ રાજ્ય કોણે
આપ્યું? દેવી-દેવતા ધર્મની સ્થાપના કેવી રીતે થઈ? આ બિલકુલ નથી જાણતાં. જે ધર્મ
સ્થાપન કરે છે તે જ સમજાવે છે. બીજું કોઈ વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી સમજાવી ન શકે.
ત્રણેય લોકોનું જ્ઞાન કોઈ આપી ન શકે. બધાનાં પાર્ટ ને તમે સમજી ગયાં છો. આ બધાં ફરી
પોતાનાં સમય પર પાર્ટ ભજવવા આવશે. આગળ ચાલીને તમારી મહિમા પણ વધતી જશે. વૃદ્ધિ જલ્દી
થવાની છે. તો કેટલું મોટું મકાન બનાવવું પડશે. ડ્રામા માં પાર્ટ છે. સમજો છો કેટલાં
બાળકો આવશે. વૃદ્ધિ થતી જ રહે છે. આવશે પણ શિક્ષણ લેવાં માટે. બાકી તો એમ જ ફરવા ઘણાં
આવે છે. સમજો કોઈ એજ્યુકેશન મિનિસ્ટર (શિક્ષણમંત્રી) વગેરે આવે છે તો એમને પણ જ્ઞાન
સમજાવવાનું છે. આપણી છે વર્લ્ડની હિસ્ટ્રી-જોગ્રાફી. આખાં કલ્પ નાં ચક્રને કોઈ પણ
નથી જાણતું. તમે હવે જ્ઞાનસાગર દ્વારા માસ્ટર જ્ઞાન-સાગર બન્યાં છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. બેહદ ની
હિસ્ટ્રી-જોગ્રાફી ભણવાની અને ભણાવવાની છે. સર્વ અલંકારો ને ધારણ કરવા માટે પાવન
ફરિશ્તા બનવાનું છે.
2. બુદ્ધિવાનો ની
બુદ્ધિ એક બાપ છે, એમની જ શ્રીમત પર ચાલી બુદ્ધિવાન બનવાનું છે. આ બ્રાહ્મણ જીવન
અમૂલ્ય છે - આ નશામાં રહેવાનું છે.
વરદાન :-
રંગ અને રુપ
ની સાથે - સાથે સંપૂર્ણ પવિત્રતા ની સુગંધ ને ધારણ કરવાવાળા આકર્ષણ મૂર્ત ભવ
બ્રાહ્મણ બનવાથી સૌમાં
રંગ પણ આવી ગયો છે અને રુપ પણ પરિવર્તન થઈ ગયું છે પરંતુ સુગંધ નંબરવાર છે. આકર્ષણ
મૂર્ત બનવા માટે રંગ અને રુપ ની સાથે સંપૂર્ણ પવિત્રતા ની સુગંધ જોઈએ. પવિત્રતા
અર્થાત્ ફક્ત બ્રહ્મચારી નહીં પરંતુ દેહ નાં લગાવ થી પણ ન્યારા. મન બાપ સિવાય બીજાં
કોઈ પણ પ્રકારનાં લગાવ માં ન આવે. તન થી પણ બ્રહ્મચારી, સંબંધ માં પણ બ્રહ્મચારી અને
સંસ્કારો માં પણ બ્રહ્મચારી - એવી સુગંધવાળા રુહાની ગુલાબ જ આકર્ષણમૂર્ત બને છે.
સ્લોગન :-
યથાર્થ સત્ય
ને પારખી લો તો અતીન્દ્રિય સુખનો અનુભવ કરવાનું સહજ થઈ જશે.