21-11-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - સેકન્ડમાં મુક્તિ અને જીવનમુક્તિ પ્રાપ્ત કરવા માટે મનમનાભવ , મધ્યાજી ભવ . બાપ ને યથાર્થ ઓળખી યાદ કરો અને બધાને બાપ નો પરિચય આપો”

પ્રશ્ન :-
કયા નશા નાં આધાર પર જ તમે બાપ નો શો કરી શકો છો?

ઉત્તર :-
નશો હોય કે અમે હમણાં ભગવાન નાં બાળકો બન્યા છીએ, એ અમને ભણાવી રહ્યા છે. આપણે જ સર્વ મનુષ્ય-માત્ર ને સાચ્ચો રસ્તો બતાવવાનો છે. અમે હમણાં સંગમયુગ પર છીએ. અમારે પોતાની રોયલ ચલન થી બાપનું નામ પ્રસિદ્ધ કરવાનું છે. બાપ અને શ્રીકૃષ્ણની મહિમા બધાને સંભળાવવાની છે.

ગીત :-
આને વાલે કલ કી તુમ તકદીર હો…

ઓમ શાંતિ!
આ ગીત તો ગાયેલું છે સ્વતંત્ર સેનાનીઓએ, બાકી દુનિયાની તકદીર કોને કહેવાય છે, એ ભારતવાસી નથી જાણતાં. આખી દુનિયાનો પ્રશ્ન છે, આખી દુનિયાની તકદીર બદલાવી નર્ક થી સ્વર્ગ બનાવવા વાળા કોઈ મનુષ્ય હોઈ ન શકે. આ મહિમા કોઈ મનુષ્ય ની નથી. જો શ્રીકૃષ્ણ માટે કહીએ તો એમને ગાળો કોઈ આપી ન શકે. મનુષ્ય એ પણ નથી સમજતા કે શ્રીકૃષ્ણએ ચોથ નો ચંદ્ર કેવી રીતે જોયો જે કલંક લાગ્યા? કલંક હકીકત માં નથી શ્રીકૃષ્ણ ને લાગતાં, નથી ગીતા નાં ભગવાન ને લાગતાં. કલંક લાગે છે બ્રહ્માને. શ્રીકૃષ્ણને કલંક લગાવ્યા પણ છે તો ભગાવવા નાં. શિવબાબા ની તો કોઈને પણ ખબર નથી. ઈશ્વર ની પાછળ ભાગ્યા છે જરુર, પરંતુ ઈશ્વર તો ગાળો ખાઈ ન શકે. ન ઈશ્વર ને, ન શ્રીકૃષ્ણ ને ગાળો આપી શકે. બંનેની મહિમા જબરજસ્ત છે. શ્રીકૃષ્ણની પણ મહિમા નંબરવન છે. લક્ષ્મી-નારાયણની એટલી મહિમા નથી કારણ કે તેમણે લગ્ન કરેલા છે. શ્રીકૃષ્ણ તો કુમાર છે એટલે એમની મહિમા વધારે છે, ભલે લક્ષ્મી-નારાયણની મહિમા પણ એવી રીતે જ ગાશે - સોળે કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી… શ્રીકૃષ્ણને તો પછી દ્વાપરમાં દેખાડ્યા છે. સમજે છે આ મહિમા પરંપરા થી ચાલી આવે છે. આ બધી વાતો ને પણ આપ બાળકો જાણો છો. આ તો ઈશ્વરીય નોલેજ છે, ઈશ્વરે જ રામરાજ્ય સ્થાપન કર્યુ છે. રામરાજ્ય ને મનુષ્ય સમજતા નથી. બાપ જ આવીને આ બધાની સમજણ આપે છે. બધો આધાર છે ગીતા પર, ગીતા માં જ ખોટું લખી દીધું છે. કૌરવ અને પાંડવો ની લડાઈ તો લાગી જ નથી. તો અર્જુન ની વાત જ નથી. આ તો બાપ બેસી પાઠશાળા માં ભણાવે છે. પાઠશાળા યુદ્ધના મેદાન માં થોડી હશે? હા, આ માયા રાવણ સાથે યુદ્ધ છે. એનાં પર જીત મેળવવાની છે. માયાજીતે જગતજીત બનવાનું છે. પરંતુ આ વાતો ને જરા પણ સમજી નથી શકતાં. ડ્રામામાં નોંધ જ એવી છે. એમને અંતમાં આવીને સમજવાનું છે. અને આપ બાળકો જ સમજાવી શકો છો. ભીષ્મપિતામહ વગેરેને હિંસક બાણ વગેરે મારવાની વાત જ નથી. શાસ્ત્રોમાં તો ખુબ જ વાતો લખી દીધી છે. માતાઓએ એમની પાસે જઈને સમય લેવો જોઈએ. બોલો, અમે તમારી સાથે આ બાબત માં વાત કરવા ઈચ્છીએ છીએ. આ ગીતા તો ભગવાને ગાઈ છે. ભગવાન ની મહિમા છે. શ્રીકૃષ્ણ તો અલગ છે. અમને તો આ વાત માં સંશય આવે છે. રુદ્ર ભગવાનુવાચ, એમનો આ રુદ્ર જ્ઞાન યજ્ઞ છે. આ નિરાકાર પરમપિતા પરમાત્મા નો જ્ઞાન યજ્ઞ છે. મનુષ્ય પછી કહે છે શ્રીકૃષ્ણ ભગવાનુવાચ. ભગવાન તો હકીકત માં એક ને જ કહે છે, એમની પછી મહિમા લખવી જોઈએ. શ્રીકૃષ્ણની મહિમા આ છે, હવે બંને માં ગીતા નાં ભગવાન કોણ છે? ગીતામાં લખેલું છે સહજ રાજયોગ. બાપ કહે છે કે બેહદ નો સંન્યાસ કરો. દેહ સહિત દેહનાં સર્વ સંબંધ છોડી પોતાને આત્મા સમજો, મનમનાભવ, મધ્યાજી ભવ. બાપ સમજાવે તો ખૂબ સારી રીતે છે. ગીતા માં છે શ્રીમદ્દ ભગવાનુવાચ. શ્રી અર્થાત્ શ્રેષ્ઠ તો પરમપિતા પરમાત્મા શિવ ને જ કહેવાશે. શ્રીકૃષ્ણ તો દૈવી ગુણવાળા મનુષ્ય છે. ગીતાનાં ભગવાન તો શિવ છે. જેમણે રાજયોગ શીખવાડ્યો છે. બરોબર અંત માં બધાં ધર્મ વિનાશ થઈ એક ધર્મ ની સ્થાપના થયેલી છે. સતયુગ માં એક જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. એ શ્રીકૃષ્ણએ નહીં પરંતુ ભગવાને સ્થાપન કર્યો. એમની મહિમા આ છે. એમને ત્વમેવ માતાચ પિતા કહેવાય છે. શ્રીકૃષ્ણને તો નહીં કહેવાશે. તમારે સત્ય બાપ નો પરિચય આપવાનો છે. તમે સમજાવી શકો છો કે ભગવાન જ લિબ્રેટર અને ગાઈડ છે જે બધાને લઈ જાય છે, મચ્છરો સદૃશ્ય બધાને લઈ જવા આ તો શિવ નું જ કામ છે. સુપ્રીમ શબ્દ પણ ખૂબ સારો છે. તો શિવ પરમપિતા પરમાત્માની મહિમા અલગ, શ્રીકૃષ્ણની મહિમા અલગ, બંને સિદ્ધ કરી સમજાવવાની છે. શિવ તો જન્મ-મરણ માં આવવા વાળા નથી. એ પતિત-પાવન છે. શ્રીકૃષ્ણ તો પૂરાં ૮૪ જન્મ લે છે. હવે પરમાત્મા કોને કહેવાય? એ પણ લખવું જોઈએ. બેહદ નાં બાપ ને ન જાણવાના કારણે જ ઓરફન (અનાથ), દુઃખી થયા છે. સતયુગ માં જ્યારે ધણી નાં બની જાય છે તો જરુર સુખી હશે. એવા સ્પષ્ટ શબ્દ હોવા જોઈએ. બાપ કહે છે મને યાદ કરો અને વારસો લો. સેકન્ડમાં જીવનમુક્તિ, હમણાં પણ શિવબાબા એવું કહે છે. મહિમા પૂરી લખવાની છે. શિવાય નમઃ, એમની પાસેથી સ્વર્ગનો વારસો મળે છે. આ સૃષ્ટિ ચક્ર ને સમજવાથી તમે સ્વર્ગવાસી બની જશો. હવે જજ કરો - સાચ્ચુ શું છે? આપ બાળકોએ સંન્યાસીઓનાં આશ્રમ માં જઈને વ્યક્તિગત મળવું જોઈએ. સભા માં તો એમને ખૂબ ઘમંડ રહે છે.

આપ બાળકોની બુદ્ધિમાં આ પણ રહેવું જોઈએ કે મનુષ્યો ને સાચ્ચો રસ્તો કેવી રીતે બતાવીએ? ભગવાનુવાચ - હું આ સાધુઓ વગેરેનો પણ ઉદ્ધાર કરું છું. લિબ્રેટર શબ્દ પણ છે. બેહદનાં બાપ જ કહે છે મારા બનો. ફાધર શોઝ સન પછી સન શોઝ ફાધર. શ્રીકૃષ્ણને તો ફાધર નહીં કહેવાશે. ગોડ ફાધરનાં બધાં બાળકો હોઈ શકે છે. મનુષ્ય માત્ર નાં તો બધાં બાળકો હોઈ ન શકે. તો આપ બાળકોને સમજાવવાનો ખૂબ નશો હોવો જોઈએ. બેહદનાં બાપનાં આપણે બાળકો છીએ, રાજાનાં બાળકો રાજકુમાર ની તમે ચલન તો જુઓ કેટલી રોયલ હોય છે? પરંતુ એ બિચારા પર (શ્રીકૃષ્ણ પર) તો ભારતવાસીઓએ કલંક લગાવી દીધાં છે. કહેશે ભારતવાસી તો તમે પણ છો. બોલો હા, અમે પણ છીએ પરંતુ અમે હમણાં સંગમ પર છીએ. અમે ભગવાન નાં બાળકો બન્યા છીએ અને એમની પાસેથી ભણી રહ્યા છીએ. ભગવાનુવાચ - તમને રાજયોગ શીખવાડું છું. શ્રીકૃષ્ણની વાત હોઈ ન શકે. આગળ ચાલીને સમજતા જશે. રાજા જનકે પણ ઈશારાથી સમજ્યું છે ને? પરમપિતા પરમાત્માને યાદ કર્યા અને ધ્યાન માં ચાલ્યા ગયાં. ધ્યાન માં તો ખૂબ જતા રહે છે. ધ્યાન માં નિરાકારી દુનિયા અને વૈકુંઠ જોશો. આ તો જાણો છો આપણે નિરાકારી દુનિયામાં રહેવાવાળા છીએ. પરમધામ થી અહીં આવીને પાર્ટ ભજવીએ છીએ. વિનાશ પણ સામે છે. સાયન્સ વાળા ચંદ્ર ઉપર જવા માટે માથું મારતા રહે છે - આ છે અતિ સાયન્સ નાં ઘમંડ માં જવું જેનાથી પછી પોતાનો જ વિનાશ કરે છે. બાકી ચંદ્ર વગેરે માં કંઈ નથી. વાતો તો ખૂબ સારી છે ફક્ત સમજાવવાની યુક્તિ જોઈએ. આપણને શિક્ષા આપવા વાળા ઊંચામાં ઊંચા બાપ છે. એ તમારા પણ બાપ છે. એમની મહિમા અલગ છે, શ્રીકૃષ્ણની મહિમા અલગ છે. રુદ્ર અવિનાશી જ્ઞાન યજ્ઞ છે, જેમાં બધી આહુતિ પડવાની છે. પોઈન્ટ્સ ખૂબ સારા છે પરંતુ કદાચ હજી વાર છે.

આ પોઈન્ટ્સ પણ સારા છે - એક છે રુહાની યાત્રા, બીજી છે શારીરિક યાત્રા. બાપ કહે છે મને યાદ કરો તો અંત મતી સો ગતિ થઈ જશે. સ્પ્રીચ્યુઅલ ફાધર વગર બીજા કોઈ શીખવાડી ન શકે. આવાં-આવાં પોઈન્ટ લખવા જોઈએ. મનમનાભવ-મધ્યાજીભવ, આ છે મુક્તિ-જીવનમુક્તિ ની યાત્રા. યાત્રા તો બાપ જ કરાવશે, શ્રીકૃષ્ણ તો કરાવી ન શકે. યાદ કરવાની જ આદત પાડવાની છે. જેટલું યાદ કરશો એટલી ખુશી થશે. પરંતુ માયા યાદ કરવા નથી દેતી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. સર્વિસ તો બધાં કરે છે, પરંતુ ઊંચ અને નીચ સર્વિસ તો છે ને? કોઈ ને બાપ નો પરિચય આપવો ખૂબ સહજ છે. અચ્છા - રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

રાત્રિ ક્લાસ

જેવી રીતે પહાડો પર હવા ખાવા, રિફ્રેશ થવા જાય છે. ઘર અથવા ઓફિસ માં રહેવાથી બુદ્ધિમાં કામ રહે છે. બહાર જવાથી ઓફિસ નાં ખ્યાલ થી ફ્રી થઈ જાય છે. અહીં પણ બાળકો રિફ્રેશ થવા માટે આવે .છે અડધોકલ્પ ભક્તિ કરતા-કરતા થાકી ગયા છે, પુરુષોત્તમ સંગમયુગ પર જ્ઞાન મળે છે. જ્ઞાન અને યોગ થી તમે રિફ્રેશ થઈ જાઓ છો. તમે જાણો છો હવે જૂની દુનિયાનો વિનાશ થાય છે, નવી દુનિયા સ્થાપન થાય છે. પ્રલય તો થતો નથી. તે લોકો સમજે છે દુનિયા એકદમ ખતમ થઈ જાય છે, પરંતુ ના. ચેન્જ થાય છે. આ છે જ નર્ક, જૂની દુનિયા. નવી દુનિયા અને જુની દુનિયા શું હોય છે, એ પણ તમે જાણો છો. તમને વિસ્તાર માં સમજાવાયું છે. તમારી બુદ્ધિમાં વિસ્તાર છે તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. સમજાવવામાં પણ ખૂબ રિફાઈનનેસ જોઈએ. કોઈને એવી રીતે સમજાવો જે ઝટ બુદ્ધિમાં બેસી જાય. ઘણાં બાળકો કાચ્ચા છે જે ચાલતાં-ચાલતાં તૂટી પડે છે. ભગવાનુવાચ પણ છે આશ્ચર્યવત્ સુનન્તી, કથન્તી… અહીં છે માયા સાથે યુદ્ધ. માયા થી મરીને ઈશ્વર નાં બને છે, પછી ઈશ્વર થી મરીને માયા નાં બની જાય છે. એડોપ્ટ થઈ પછી ફારકતિ આપી દે છે. માયા ખૂબ પ્રબળ છે, ઘણાઓને તોફાનમાં લાવે છે. બાળકો પણ સમજે છે - હાર જીત થાય છે. આ ખેલ જ હાર જીત નો છે. પ વિકારો થી હારે છે. હમણાં તમે જીતવાનો પુરુષાર્થ કરો છો. અંતે જીત તમારી છે. જ્યારે બાપ નાં બનો છો તો પાકકું બનવું જોઈએ. તમે જુઓ છો માયા કેટલાં ટેમ્પટેશન (પ્રલોભન) આપે છે! ઘણીવાર ધ્યાન દીદાર માં જવાથી પણ ખેલ ખલાસ થઈ જાય છે. આપ બાળકોની બુદ્ધિમાં છે હવે ૮૪ જન્મનું ચક્ર લગાવીને પૂરું કર્યુ છે. દેવતા, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર બન્યા, હમણાં શુદ્ર થી બ્રાહ્મણ બન્યા છીએ. બ્રાહ્મણ બની પછી દેવતા બની જઈએ છીએ, એ ભૂલવાનું નથી. જો આ પણ ભૂલો છો તો પગ પાછળ હટી જાય છે પછી દુનિયાની વાતો માં બુદ્ધિ લાગી જાય છે. મોરલી વગેરે પણ યાદ નથી રહેતી. યાદ ની યાત્રા પણ મુશ્કેલ લાગે છે. આ પણ વન્ડર છે!

ઘણાં બાળકો ને બેજ લગાવવામાં પણ લજ્જા (શરમ) આવે છે, આ પણ દેહ-અભિમાન છે ને? ગાળો તો ખાવાની જ છે. શ્રીકૃષ્ણએ કેટલી ગાળો ખાધી છે. સૌથી વધારે ગાળો ખાધી છે શિવે. પછી શ્રીકૃષ્ણએ. પછી સૌથી વધારે ગાળો ખાધી છે રામે. નંબરવાર છે. ડિફેમ (બદનામ) કરવાથી ભારતની કેટલી ગ્લાનિ થઈ છે! આપ બાળકોએ આમાં ડરવાનું નથી. અચ્છા - મીઠાં-મીઠાં સિકીલધા બાળકો પ્રતિ યાદ-પ્યાર અને ગુડનાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બુદ્ધિ થી બેહદનો સંન્યાસ કરી રુહાની યાત્રા પર તત્પર રહેવાનું છે. યાદ માં રહેવાની આદત પાડવાની છે.

2. ફાધર શોઝ સન, સન શોઝ ફાધર બધાને બાપ નો સત્ય પરિચય આપવાનો છે. સેકન્ડમાં જીવનમુક્તિ નો રસ્તો બતાવવાનો છે.

વરદાન :-
મન્સા અને વાચા નાં મેળ દ્વારા જાદુ મંત્ર કરવા વાળા નવીનતા અને વિશેષતા સંપન્ન ભવ

મન્સા અને વાચા બંને નું મિલન જાદુમંત્ર નું કામ કરે છે, આમાં સંગઠનની નાની-નાની વાતો એવી સમાપ્ત થઈ જશે જે તમે વિચારશો કે આ તો જાદુ થઈ ગયું. મન્સા શુભભાવના તથા શુભ દુવાઓ આપવામાં બિઝી છો તો મનની હલચલ સમાપ્ત થઈ જશે, પુરુષાર્થ થી ક્યારેય દિલશિકસ્ત નહીં થશો. સંગઠન માં ક્યારેય ગભરાશો નહીં. મન્સા-વાચા ની સમ્મિલિત સેવા થી વિહંગ માર્ગ ની સેવા નો પ્રભાવ જોશો. હવે સેવા માં આ જ નવીનતા અને વિશેષતા થી સંપૂર્ણ બનો તો ૯ લાખ પ્રજા સહજ તૈયાર થઈ જશે.

સ્લોગન :-
બુદ્ધિ યથાર્થ નિર્ણય ત્યારે આપશે જ્યારે પૂરે-પૂરાં વાઇસલેસ (નિર્વિકારી) બનશો.

માતેશ્વરીજી નાં મધુર મહાવાક્ય

“ કળિયુગી અસાર સંસાર થી સતયુગી સાર વાળી દુનિયામાં લઈ જવાનું કોનું કામ છે ?”

આ કળિયુગી સંસાર ને અસાર સંસાર કેમ કહે છે? કારણ કે આ દુનિયામાં કોઈ સાર નથી અર્થાત્ કોઈ પણ વસ્તુમાં તે તાકાત નથી રહી અર્થાત્ સુખ શાંતિ પવિત્રતા નથી, જે આ સૃષ્ટિ પર કોઈ સમયે સુખ-શાંતિ-પવિત્રતા હતી. હમણાં તે તાકાત નથી કારણ કે આ સૃષ્ટિમાં પ ભૂતો ની પ્રવેશતા છે એટલે જ આ સૃષ્ટિને ભય નો સાગર અથવા કર્મબંધન નો સાગર કહે છે એટલે જ મનુષ્ય દુઃખી થઈ પરમાત્મા ને પોકારી રહ્યા છે, પરમાત્મા અમને ભવ સાગર થી પાર કરો એનાથી સિદ્ધ છે કે જરુર કોઈ અભય અર્થાત્ નિર્ભયતા નો પણ સંસાર છે જેમાં જવા ઈચ્છે છે એટલે આ સંસાર ને પાપ નો સાગર કહે છે, જેને પાર કરી પુણ્ય આત્માવાળી દુનિયામાં જ ચાલવા ઈચ્છે છે. તો દુનિયા બે છે, એક સતયુગી સાર વાળી દુનિયા, બીજી છે કળિયુગી અસાર ની દુનિયા. બંને દુનિયા આ સૃષ્ટિ પર હોય છે. અચ્છા - ઓમ્ શાંતિ.