22-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  25.11.93    બાપદાદા મધુબન


સહજ સિધ્ધિ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન સ્વરુપ પ્રયોગી આત્મા બનો

 


આજે જ્ઞાન દાતા વરદાતા પોતાનાં જ્ઞાની તૂ આત્મા, યોગી તૂ આત્મા બાળકોને જોઈ રહ્યાં છે. દરેક બાળકો જ્ઞાન સ્વરુપ અને યોગયુક્ત ક્યાં સુધી બન્યાં છે? જ્ઞાન સાંભળવા અને સંભળાવવાનાં નિમિત્ત બન્યાં છે કે જ્ઞાન સ્વરુપ બન્યાં છે? સમય પ્રમાણે યોગ લગાવવા વાળા બન્યાં છે કે સદા યોગી જીવન અર્થાત્ દરેક કર્મમાં યોગયુક્ત, યુક્તિ યુક્ત, સ્વત: કે સદા નાં યોગી બન્યાં છે? કોઈ પણ બ્રાહ્મણ આત્મા ને કોઈ પણ પૂછશે કે જ્ઞાની અને યોગી છો તો શું કહેશો? બધાં જ્ઞાની અને યોગી છો ને? જ્ઞાન સ્વરુપ બનવું અર્થાત્ દરેક સંકલ્પ, બોલ અને કર્મ સમર્થ હોય. વ્યર્થ સમાપ્ત હશે કારણ કે જ્યાં સમર્થ છે ત્યાં વ્યર્થ હોઈ નથી શકતું. જેવી રીતે પ્રકાશ અને અંધારું સાથે-સાથે નથી હોતું. તો જ્ઞાન પ્રકાશ છે, વ્યર્થ અંધકાર છે. વર્તમાન સમયે વ્યર્થ ને સમાપ્ત કરવાનું અટેન્શન (ધ્યાન) રાખવાનું છે. સૌથી મુખ્ય વાત સંકલ્પ રુપી બીજ ને સમર્થ બનાવવાની છે. જો સંકલ્પ રુપી બીજ સમર્થ છે તો વાણી, કર્મ, સંબંધ સહજ જ સમર્થ થઈ જ જાય છે. તો જ્ઞાન સ્વરુપ અર્થાત્ દરેક સમય, દરેક સંકલ્પ, દરેક સેકન્ડ સમર્થ.

યોગી તું આત્મા બધાં બન્યાં છો પરંતુ દરેક સંકલ્પ સ્વત: યોગયુક્ત, યુક્તિયુક્ત હોય, એમાં નંબરવાર છે. કેમ નંબર બન્યાં? જ્યારે વિધાતા પણ એક છે, વિધિ પણ એક છે પછી નંબર કેમ? બાપદાદાએ જોયું યોગી તો બન્યાં છે પરંતુ પ્રયોગી ઓછા બને છે. યોગ કરવા અને કરાવવા બંનેમાં બધાં હોશિયાર છે. એવું કોઈ છે જે કહે કે યોગ કરાવતા નથી આવડતું? જેવી રીતે યોગ કરવા-કરાવવામાં યોગ્ય છો, એવી રીતે જ પ્રયોગ કરવામાં યોગ્ય બનજો અને બનાવજો-આને કહેવાય છે યોગી જીવન અર્થાત્ યોગયુક્ત જીવન. હવે પ્રયોગી જીવન ની આવશ્યક્તા છે. જે યોગ ની પરિભાષા જાણો છો, વર્ણન કરો છો તે બધી વિશેષતાઓ પ્રયોગ માં આવે છે? સૌથી પહેલાં સ્વયં પોતાનામાં આ ચેક કરો કે પોતાનાં સંસ્કાર પરિવર્તન માં ક્યાં સુધી પ્રયોગી બન્યાં છો? કારણ કે તમારા બધાનાં શ્રેષ્ઠ સંસ્કાર જ શ્રેષ્ઠ સંસાર ની રચના ની નીવ (પાયો) છે. જો પાયો મજબૂત છે તો અન્ય બધી વાતો સ્વત: મજબૂત થયેલી જ છે. તો આ જુઓ કે સંસ્કાર સમય પર ક્યાંય દગો તો નથી આપતાં? શ્રેષ્ઠ સંસ્કારને પરિવર્તન કરવા વાળા કેવાં પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પરિસ્થિતિ હોય, યોગ નાં પ્રયોગ કરવા વાળા આત્મા ને શ્રેષ્ઠ થી સાધારણતા માં હલાવી નથી શકતાં. એવું નહીં કે વાત જ એવી હતી, વ્યક્તિ જ એવાં હતાં, વાયુમંડળ એવું હતું તેથી શ્રેષ્ઠ સંસ્કાર ને પરિવર્તન કરી સાધારણ અથવા વ્યર્થ બનાવી દીધાં, તો શું એને પ્રયોગી આત્મા કહેવાશે? જો સમય પર યોગ ની શક્તિઓનો પ્રયોગ નહીં થયો તો એને શું કહેવાશે? તો પહેલાં આ ફાઉન્ડેશન ને જુઓ કે ક્યાં સુધી સમય પર પ્રયોગી બન્યાં છો? જો સ્વ નાં સંસ્કાર પરિવર્તક નથી બન્યાં તો નવાં સંસાર પરિવર્તક કેવી રીતે બનશો?

પ્રયોગી આત્માની પહેલી નિશાની છે સંસ્કાર ની ઉપર સદા પ્રયોગ માં વિજયી. બીજી નિશાની પ્રકૃતિ દ્વારા આવવા વાળી પરિસ્થિતિઓ પર યોગ નાં પ્રયોગ દ્વારા વિજયી. સમય પ્રતિ સમય પ્રકૃતિ ની હલચલ પણ યોગી આત્મા ને પોતાની તરફ આકર્ષિત કરે છે. એવાં સમય પર યોગની વિધિ પ્રયોગ માં આવે છે? ક્યારેય યોગી પુરુષ ને કે પુરુષોત્તમ આત્મા ને પ્રકૃતિ પ્રભાવિત તો નથી કરતી? કારણ કે બ્રાહ્મણ આત્માઓ પુરુષોત્તમ આત્માઓ છો. પ્રકૃતિ પુરુષોત્તમ આત્માઓ ની દાસી છે. માલિક, દાસી નાં પ્રભાવમાં આવી જાય એને શું કહેશો? આજકાલ પુરુષોત્તમ આત્માઓ ને પ્રકૃતિ સાધનો અને સેલવેશન (નિવારણ) નાં રુપ માં પ્રભાવિત કરે છે. સાધન તથા સેલવેશન નાં આધાર પર યોગી જીવન છે. સાધના તથા સેલવેશન ઓછું તો યોગયુક્ત પણ ઓછા-આને કહેવાય છે પ્રભાવિત થવું. યોગી અથવા પ્રયોગી આત્મા ની સાધના આગળ સાધન સ્વતઃ જ સ્વયં આવે છે. સાધના સાધન નો આધાર નહીં હોય પરંતુ સાધના સાધનો ને સ્વતઃ આધાર બનાવશે, આને કહેવાય છે પ્રયોગી આત્મા. તો ચેક કરો - સંસ્કાર પરિવર્તન વિજયી અને પ્રકૃતિનાં પ્રભાવ નાં વિજયી ક્યાં સુધી બન્યાં છો? ત્રીજી નિશાની છે - વિકારો પર વિજયી. યોગી અથવા પ્રયોગી આત્માની આગળ આ પાંચ વિકાર, જે બીજા નાં માટે ઝેરીલા સાપ છે પરંતુ આપ યોગી-પ્રયોગી આત્માઓ માટે એ સાપ ગળા ની માળા બની જાય છે. આપ બ્રાહ્મણો નાં અને બ્રહ્મા બાપ નાં અશરીરી તપસ્વી શંકર સ્વરુપ ની યાદગાર હજું પણ ભક્ત લોકો પૂજતા અને ગાતા રહે છે. બીજી યાદગાર-એ સાપ તમારા અધીન એવાં બની જાય જે તમારી ખુશીમાં નાચવાની સ્ટેજ બની જાય છે. જ્યારે વિજયી બની જાઓ છો તો શું અનુભવ કરો છો? શું સ્થિતિ હોય છે? ખુશીમાં નાચતા રહો છો ને. તો આ સ્થિતિ સ્ટેજ નાં રુપમાં દેખાડી છે. સ્થિતિ ને પણ સ્ટેજ કહેવાય છે. આમ વિકારો પર વિજય હોય - આને કહેવાય છે પ્રયોગી. તો આ ચેક કરો ક્યાં સુધી પ્રયોગી બન્યાં છો? જો યોગ નો સમય પર પ્રયોગ નથી, યોગ ની વિધિ થી સમય પર સિધ્ધિ નથી તો યથાર્થ વિધિ કહેશો? સમય પોતાની તીવ્ર ગતિ સમય પ્રતિ સમય દેખાડી રહ્યો છે. અનેકતા, અધર્મ, તમો પ્રધાનતા દરેક ક્ષેત્રમાં તીવ્ર ગતિથી વધતાં જઈ રહ્યાં છે. એવાં સમય પર તમારા યોગ ની વિધિ ની વૃધ્ધિ અથવા વિધિ ની સિધ્ધિ માં વૃધ્ધિ તીવ્ર ગતિ થી થવી આવશ્યક છે. નંબર આગળ વધવાનો આધાર છે પ્રયોગી બનવાની સહજ વિધિ. તો બાપદાદાએ શું જોયું સમય પર પ્રયોગ કરવામાં તીવ્ર ગતિ ની બદલે સાધારણ ગતિ છે. હવે આને વધારો. તો શું થશે સિધ્ધિ સ્વરુપ અનુભવ કરતા જશો. તમારા જડ ચિત્રો દ્વારા સિધ્ધિ પ્રાપ્ત કરવાનો અનુભવ કરતા રહે છે. ચૈતન્ય માં સિધ્ધિ સ્વરુપ બન્યાં છો ત્યારે આ યાદગાર ચાલ્યું આવી રહ્યું છે. રિધ્ધિ-સિધ્ધિ વાળા નહીં, વિધિ થી સિધ્ધિ. તો સમજ્યાં શું કરવાનું છે? છે બધુંજ પરંતુ સમય પર પ્રયોગ કરવો અને પ્રયોગ સફળ થવો આને કહેવાય છે જ્ઞાન સ્વરુપ આત્મા. આમ જ્ઞાન સ્વરુપ આત્માઓ અતિ સમીપ અને અતિ પ્રિય છે. અચ્છા!

સદા યોગની વિધિ દ્વારા શ્રેષ્ઠ સિધ્ધિ નો અનુભવ કરવા વાળા, સદા સાધારણ સંસ્કાર ને શ્રેષ્ઠ સંસ્કાર માં પરિવર્તન કરવા વાળા, સંસ્કાર પરિવર્તક આત્માઓ ને, સદા પ્રકૃતિ જીત, વિકારો પર જીત પ્રાપ્ત કરવા વાળા વિજયી આત્માઓ ને, સદા પ્રયોગ ની ગતિ ને તીવ્ર અનુભવ કરવા વાળા જ્ઞાન સ્વરુપ, યોગયુક્ત યોગી આત્માઓ ને બાપદાદા નાં યાદ-પ્યાર અને નમસ્તે.

(૨૪ નવેમ્બર નાં બે કુમારીઓનાં સમર્પણ સમારોહ પછી રાત્રે ૧૦ વાગે દાદી ઓલ રાઉન્ડરે પોતાનું જૂનું શરીર છોડી બાપદાદા ની ગોદ લીધી, ૨૫ તારીખે બપોરે એમનાં અંતિમ સંસ્કાર કરાયા, સંધ્યાકાળે મોરલી પછી દાદીઓ સાથે મુલાકાત કરતી વખતે બાપદાદાએ જે મહાવાક્યો ઉચાર્યા તે આ પ્રકારે છે)

ખેલમાં ભિન્ન-ભિન્ન ખેલ જોતા રહો છો. સાક્ષી થઈને ખેલ જોવામાં મજા આવે છે ને. ભલે કોઈ ઉત્સવ હોય, કે કોઈ શરીર છોડે બંને શું લાગે છે? ખેલ માં ખેલ લાગે છે. અને લાગે પણ એવું જ છે ને જેવી રીતે ખેલ થાય છે અને સમય પ્રમાણે સમાપ્ત થઈ જાય છે. એવી જ રીતે જે થયું સહજ સમાપ્ત થયું તો ખેલ જ લાગે છે. દરેક આત્માનો પોત-પોતાનો પાર્ટ છે. સર્વ આત્માઓની શુભ ભાવના, અનેક આત્માઓની શુભ ભાવના પ્રાપ્ત થવી. આ પણ દરેક આત્માનાં ભાગ્યની સિધ્ધિ છે. તો જે પણ થયું, શું જોયું? ખેલ જોયો કે મૃત્યુ જોયું? એક તરફ તે અલૌકિક સ્વયંવર જોયો અને બીજી તરફ ચોલો‌ (શરીર) બદલવાનો ખેલ જોયો. પરંતુ બંને શું લાગ્યાં? ખેલ માં ખેલ. ફરક પડે છે શું? સ્થિતિ માં ફરક પડે છે? અલૌકિક સ્વયંવર જોવામાં અને શરીર બદલતાં જોવામાં ફરક પડ્યો? થોડી લહેર બદલાઈ ગઈ કે નહીં? સાક્ષી થઈને ખેલ જુઓ તો એ પોતાની વિધિ નો અને તે પોતાની વિધિ નો. સહજ નષ્ટો‌મોહા થવું આ લાંબા કાળ નાં યોગ ની વિધિ ની સિધ્ધિ છે. તો નષ્ટોમોહા, સહજ મૃત્યુ નો ખેલ જોયો. આ ખેલનું શું રહસ્ય જોયું? દેહની સ્મૃતિ થી પણ ઉપરામ. ભલે વ્યાધિ દ્વારા, કે વિધિ દ્વારા બીજા કોઈ પણ આકર્ષણ અંત સમયે આકર્ષિત ન કરે. આને કહેવાય છે સહજ શરીર બદલવું. તો શું કરવું છે? નષ્ટોમોહા, સેન્ટર પણ યાદ ન આવે. (ટીચર્સ ને જોતાં) એવું નહીં કોઈ જીજ્ઞાસુ યાદ આવી જાય, કોઈ સેન્ટર ની વસ્તુ યાદ આવી જાય, કાંઈક કિનારે કરેલું યાદ આવી જાય.સૌથી ન્યારા અને બાપ નાં પ્યારા. પહેલે થી જ કિનારા છૂટેલા હોય. કોઈ કિનારા ને સહારો નથી બનાવવાનો. સિવાય મંઝિલ નાં બીજો કોઈ લગાવ ન હોય. અચ્છા!

નિર્મલશાંતા દાદી સાથે મુલાકાત :- સંગઠન સારું લાગે છે? સંગઠનની વિશેષ શોભા હોય. બધાંની નજર કેટલી પ્રેમ થી તમારા બધાંની તરફ જાય છે! જ્યાં સુધી જેટલી સેવા છે એટલી સેવા શરીર દ્વારા થવાની જ છે. કેવી રીતે પણ કરીને શરીર ચાલતું જ રહેશે. શરીરને ચલાવવાનો ઢંગ (રીત) આવડી ગયો છે ને. સારું ચાલી રહ્યું છે કારણ કે બાપની અને બધાંની દુવાઓ છે. ખુશ રહેવાનું છે અને ખુશી વહેંચવાની છે બીજું શું કામ છે. બધાં જોઈ-જોઈ કેટલાં ખુશ થાય છે તો ખુશી વહેંચી રહ્યાં છો ને. ખાય પણ રહ્યાં છો, વહેંચી પણ રહ્યાં છો. તમે બધાં એક-એક દર્શનીય મૂર્ત છો. બધાંની નજર નિમિત્ત આત્માઓ તરફ જાય છે તો દર્શનીય મૂર્ત થઈ ગયાં ને. અચ્છા!

અવ્યક્ત બાપદાદા ની પર્સનલ ( વ્યક્તિગત ) મુલાકાત

૧ ) બ્રાહ્મણ જીવન નો આધાર - યાદ અને સેવા :- ડ્રામા અનુસાર બ્રાહ્મણ જીવનમાં બધાંને સેવાનો ચાન્સ (મોકો) મળેલો છે ને કારણ કે બ્રાહ્મણ જીવન નો આધાર જ છે યાદ અને સેવા. જો યાદ અને સેવા કમજોર છે તો જેવી રીતે શરીરનો આધાર કમજોર થઈ જાય છે તો શરીર દવાઓનાં ધક્કાથી ચાલે છે ને. તો બ્રાહ્મણ જીવનમાં જો યાદ અને સેવા નો આધાર મજબૂત નથી, કમજોર છે, તો તે બ્રાહ્મણ જીવન પણ ક્યારેક તેજ ચાલશે, ક્યારેક ઢીલું ચાલશે, ધક્કા થી ચાલશે. કોઈ સહયોગ મળે, કોઈ સાથ મળે, કોઈ સંજોગ મળે તો ચાલશે, નહીં તો ઢીલા થઈ જશે તેથી યાદ અને સેવાનો વિશેષ આધાર સદા શક્તિશાળી જોઈએ. બંને શક્તિશાળી હોય. સેવા ખૂબજ છે, યાદ કમજોર છે અથવા યાદ બહુજ સારી છે, સેવા કમજોર છે તો પણ તીવ્રગતિ નથી થઈ શકતી. યાદ અને સેવા બંનેમાં તીવ્રગતિ જોઈએ. શક્તિશાળી જોઈએ. તો બંને શક્તિશાળી છે કે ફરક પડી જાય છે? ક્યારેક સેવા વધારે થઈ જાય છે, ક્યારેક યાદ વધારે થઈ જાય? બંને સાથે-સાથે હોય. યાદ અને નિસ્વાર્થ સેવા. સ્વાર્થ ની સેવા નહીં, નિસ્વાર્થ સેવા છે તો માયાજીત બનવું બહુજ સહજ છે. દરેક કર્મ માં, કર્મની સમાપ્તિ ની પહેલાં સદા વિજય દેખાશે, એટલો અટલ નિશ્ચય નો અનુભવ થશે કે વિજય તો થયેલો જ પડ્યો છે. જો બ્રાહ્મણ આત્માઓ નો વિજય નહીં થશે તો કોનો થશે? ક્ષત્રિયોનો થશે શું? બ્રાહ્મણોનો વિજય છે ને. પ્રશ્નાર્થ ચિહ્ન નહીં હોય. કરી તો રહ્યાં છીએ, ચાલી તો રહ્યાં છીએ, જોઈ લઈશું, થઈ જશે, થવું તો જોઈએ.તો આ શબ્દ નહીં આવશે. ખબર નહીં શું થશે, થશે કે નહીં થશે.આ નિશ્ચય નાં બોલ છે? નિશ્ચયબુદ્ધિ વિજયી આ ગાયન છે ને? તો જ્યારે પ્રેક્ટીકલ થયું છે ત્યારે તો ગાયન છે. નિશ્ચયબુદ્ધિની નિશાની છે વિજય નિશ્ચિત. જેવી રીતે કોઈ પણ પ્રકારની કોઈને શક્તિ હોય છે ભલે ધનની હોય, બુદ્ધિ ની હોય, સંબંધ-સંપર્કની હોય તો એને નિશ્ચય રહે છે કે આ શું મોટી વાત છે, આ તો કોઈ વાત જ નથી. તમારી પાસે તો બધી શક્તિઓ છે. ધનની શક્તિ છે કે ધનની શક્તિ કરોડપતિની પાસે છે? સૌથી મોટું ધન છે અવિનાશી ધન, જે સદા સાથે છે. તો ધનની શક્તિ પણ છે, બુદ્ધિ ની શક્તિ પણ છે, પોઝિશન (પદ) ની શક્તિ પણ છે. જે પણ શક્તિઓ ગવાયેલી છે બધી શક્તિઓ તમારામાં છે. છે કે ક્યારેક પ્રાય:લોપ થઈ જાય છે? એને ઈમર્જ રુપમાં અનુભવ કરો. એવું નહીં હા, છું તો સર્વશક્તિમાન નું બાળક પરંતુ અનુભવ નથી થતો. તો બધાં ભરપૂર છો કે થોડા-થોડા ખાલી છો? સમય પર વિધિ દ્વારા સિધ્ધિ પ્રાપ્ત થાય. એવું નહીં સમય પર થાય નહીં અને એમ તો નશો હોય કે બહુ જ શક્તિઓ છે. ક્યારેય પોતાની શક્તિઓને ભૂલતાં નહીં, ઉપયોગ કરતા જાઓ. જો સ્વ પ્રતિ કાર્યમાં લગાવતાં આવડે છે તો બીજાનાં કાર્યમાં પણ લગાવી શકો છો. પાંડવોમાં શક્તિ આવી ગઈ કે ક્યારેક ક્રોધ આવે છે? થોડો-થોડો ક્રોધ આવે છે? કોઈ ક્રોધ કરે તો ક્રોધ આવે છે, કોઈ અપમાન કરે તો ક્રોધ આવે છે? આ તો એવું જ થયું જેવી રીતે દુશ્મન આવે છે તો હાર થાય છે. માતાઓ ને થોડો-થોડો મોહ આવે છે? પાંડવોને પોતાનાં દરેક કલ્પ નાં વિજયપણા ની સદા ખુશી ઈમર્જ (જાગૃત) હોવી જોઈએ. ક્યારેય પણ કોઈ પાંડવો ને યાદ કરશે તો પાંડવ શબ્દ થી વિજય સામે આવશે ને. પાંડવ અર્થાત્ વિજયી. પાંડવો ની કથા નું રહસ્ય જ શું છે? વિજય છે ને. તો દરેક કલ્પ નાં વિજયી. ઈમર્જ રુપમાં નશો રહે. મર્જ (વિસ્મૃત) નહીં. અચ્છા!

૨ ) સર્વ દ્વારા માન પ્રાપ્ત કરવા માટે નિર્માન બનો :- બધાં પોતાને સદા કોટોમાં કોઈ અને કોઈમાં પણ કોઈ શ્રેષ્ઠ આત્મા અનુભવ કરો છો? કે કોટોમાં કોઈ જે ગવાયેલા છે તે બીજા કોઈ છે? કે તમે જ છો? તો કેટલું એક-એક આત્મા નું મહત્વ છે અર્થાત્ દરેક આત્મા મહાન છે. તો જે જેટલાં મહાન હોય છે, મહાનતાની નિશાની જેટલાં મહાન એટલાં નિર્માન કારણકે સદા ભરપૂર આત્મા છે. જેવી રીતે વૃક્ષને માટે કહે છે ને કે જેટલું ભરપૂર હશે એટલું ઝૂંકેલું (નમેલુ) હશે અને નિર્માનતા જ સેવા કરે છે. જેવી રીતે વૃક્ષનું નમવું સેવા કરે છે, જે નમેલા નહીં હોય તે સેવા નહીં કરશે. તો એક તરફ મહાનતા છે બીજી તરફ નિર્માનતા છે. અને જે નિર્માન રહે છે તે સર્વ દ્વારા માન મેળવે છે. સ્વયં નિર્માન બનશો તો બીજા માન આપશે. જે અભિમાનમાં રહે છે એમને કોઈ માન નથી આપતાં. એનાંથી દૂર ભાગશે. તો મહાન અને નિર્માન છે કે નથી એની નિશાની છે નિર્માન બધાંને સુખ આપશે. જ્યાં પણ જશે, જે પણ કરશે તે સુખદાયી હશે. એનાંથી ચેક કરો કે કેટલાં મહાન છો? જે પણ સંબંધ-સંપર્કમાં આવે સુખની અનુભૂતિ કરે. એવું છે કે ક્યારેક દુઃખ પણ મળી જાય છે? નિર્માનતા ઓછી તો સુખ પણ સદા નહીં આપી શકશો. તો સદા સુખ આપો, સુખ લો છો કે ક્યારેક દુઃખ આપો, દુઃખ લો છો? ચલો આપતાં નથી પરંતુ લઈ પણ લો છો? થોડું ફીલ થાય છે તો લઈ લીધું ને. જો કોઈ પણ વાત કોઈની ફીલ થઈ જાય છે તો એને કહેશું દુઃખ લીધું. પરંતુ કોઈ આપે અને તમે નહીં લો, આ તો તમારા ઉપર છે ને. જેની પાસે હશે જ દુઃખ તો શું આપશે? દુઃખ જ આપશે ને. પરતું તમારું કામ છે સુખ લેવું અને સુખ આપવું. એવું નહીં કે કોઈ દુઃખ આપી રહ્યું છે તો કહેશો હું શું કરું? મેં નથી આપ્યું પરંતુ એમણે આપ્યું. પોતાને ચેક કરવાનું છે શું લેવાનું છે, શું નથી લેવાનું. લેવામાં પણ હોશિયારી જોઈએ ને તેથી બ્રાહ્મણ આત્માઓનું ગાયન છે સુખનાં સાગર નાં બાળકો, સુખ સ્વરુપ સુખદેવા છે. તો સુખ સ્વરુપ સુખદેવા આત્માઓ છો. દુઃખની દુનિયા છોડી દીધી, કિનારો કરી લીધો કે હજી સુધી એક પગ દુખધામ માં છે, એક પગ સંગમ પર છે? એવું તો નથી કે થોડી- થોડી ત્યાં બુદ્ધિ રહી ગઈ છે? પગ નથી પરંતુ થોડી આંગળી રહી ગઈ છે? જ્યારે દુ:ખધામ ને છોડીને ચાલ્યાં તો નથી દુઃખ લેવાનું, નથી દુ:ખ આપવાનું. અચ્છા!

વરદાન :-
ઉડતી કળા દ્વારા બાપ સમાન ઓલરાઉન્ડ ( સર્વ કુશળ ) પાર્ટ ભજવવા વાળા ચક્રવર્તી ભવ

જેવી રીતે બાપ ઓલરાઉન્ડ પાર્ટધારી છે, સખા પણ બની શકે તો બાપ પણ બની શકે. એવી રીતે ઉડતી કળા વાળા જે સમયે જે સેવાની આવશ્યકતા હશે એમાં સંપન્ન પાર્ટ ભજવી શકશે. આને જ કહેવાય છે ઓલરાઉન્ડ ઉડતા પંખીઓ. તે એવાં નિર્બધન હશે જે જ્યાં પણ સેવા હશે ત્યાં પહોંચી જશે. દરેક પ્રકારની સેવામાં સફળતા મૂર્ત બનશે. એમને જ કહેવાય છે ચક્રવર્તી, ઓલરાઉન્ડ પાર્ટધારી.

સ્લોગન :-
એક-બીજા ની વિશેષતાઓ ને સ્મૃતિ માં રાખી ફેથફુલ (વિશ્વાસનીય) બનો તો સંગઠન એકમત થઈ જશે.