22-02-2021    પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠા બાળકો - હમણાં આ ચઢતી કળા નો સમય છે , ભારત ગરીબ થી સાહૂકાર બને છે , તમે બાપ થી સતયુગી બાદશાહી નો વારસો લઈ લો

પ્રશ્ન :-
બાપ નું કયું ટાઇટલ (શીર્ષક) શ્રીકૃષ્ણ ને ન આપી શકાય?

ઉત્તર :-
બાપ છે ગરીબ-નિવાઝ. શ્રીકૃષ્ણ ને એવું નહીં કહેશે. તે તો ખૂબ ધનવાન છે, એમનાં રાજ્ય માં બધાં સાહૂકાર છે. બાપ જ્યારે આવે છે તો સૌથી ગરીબ ભારત છે. ભારત ને જ સાહૂકાર બનાવે છે. તમે કહો છો અમારું ભારત સ્વર્ગ હતું, હમણા નથી, ફરીથી બનવાનું છે. ગરીબ-નિવાઝ બાબા જ ભારત ને સ્વર્ગ બનાવે છે.

ગીત :-
આખિર વહ દિન આયા આજ

ઓમ શાંતિ!
મીઠા-મીઠા રુહાની બાળકોએ આ ગીત સાંભળ્યું. જેમ આત્મા ગુપ્ત છે અને શરીર પ્રત્યક્ષ છે. આત્મા આ આંખો થી જોવામાં નથી આવતી, ઇનકોગનીટો (ગુપ્ત) છે. છે જરુર પરંતુ આ શરીર થી ઢંકાયેલી છે એટલે કહેવાય છે આત્મા ગુપ્ત છે. આત્મા પોતે કહે છે હું નિરાકાર છું, અહીંયા સાકાર માં આવીને ગુપ્ત બની છું. આત્માઓની નિરાકારી દુનિયા છે. એમાં તો ગુપ્ત ની વાત નથી. પરમપિતા પરમાત્મા પણ ત્યાં રહે છે. એમને કહેવાય છે સુપ્રીમ (સર્વોચ્ચ). ઊંચે થી ઊંચી આત્મા, પરે થી પરે રહેવા વાળા પરમ આત્મા. બાપ કહે છે જેમ તમે ગુપ્ત છો, મારે પણ ગુપ્ત આવવું પડે. હું ગર્ભ જેલ માં નથી આવતો. મારું નામ એક જ શિવ ચાલ્યું આવે છે. હું આ તનમાં આવું છું તો પણ મારું નામ નથી બદલાતું. આમની આત્માનું જે શરીર છે, એનું નામ બદલાય છે. મને તો શિવ જ કહે છે-બધી આત્માઓનો બાપ. તો આપ આત્માઓ આ શરીરમાં ગુપ્ત છો, આ શરીર દ્વારા કર્મ કરો છો. હું પણ ગુપ્ત છું. તો બાળકોને આ જ્ઞાન હમણાં મળી રહ્યું છે કે આત્મા આ શરીર થી ઢંકાયેલી છે. આત્મા છે ગુપ્ત. શરીર છે કોગનીટો (સાકાર). હું પણ અશરીરી. બાપ ઇનકાગનીટો (અશરીરી) આ શરીર દ્વારા સંભળાવે છે. તમે પણ ઇનકાગનીટો છો, શરીર દ્વારા સાંભળો છો. તમે જાણો છો બાબા આવેલાં છે - ભારત ને ફરીથી ગરીબ થી સાહૂકાર બનાવવાં. તમે કહેશો અમારું ભારત. દરેક પોતાનાં રાજ્ય માટે કહેશે - અમારું ગુજરાત, અમારું રાજસ્થાન. અમારું-અમારું કહેવાથી એમાં મોહ રહે છે. અમારું ભારત ગરીબ છે. આ બધાં માને છે પરંતુ એમને આ ખબર નથી કે આપણું ભારત સાહૂકાર ક્યારે હતું, કેવું હતું. આપ બાળકો ને ખૂબ નશો છે. આપણું ભારત તો ખૂબ સાહૂકાર હતું, દુઃખ ની વાત નહોતી. સતયુગ માં બીજો કોઈ ધર્મ નહોતો. એક જ દેવી-દેવતા ધર્મ હતો, આ કોઈને ખબર નથી. આ જે વર્લ્ડ ની હિસ્ટ્રી- જોગ્રોફી છે આ કોઈ નથી જાણતું. હમણાં તમે સારી રીતે સમજો છો, આપણું ભારત ખૂબ સાહૂકાર હતું. હમણાં ખૂબ ગરીબ છે. હવે ફરી બાપ આવ્યાં છે સાહૂકાર બનાવવાં. ભારત સતયુગ માં ખુબ જ સાહૂકાર હતું જ્યારે કે દેવી-દેવતાઓનું રાજ્ય હતું પછી તે રાજ્ય ક્યાં ચાલ્યું ગયું. આ કોઈ નથી જાણતું. ઋષિ-મુની વગેરે પણ કહેતાં હતાં અમે રચતા અને રચના ને નથી જાણતાં. બાપ કહે છે સતયુગ માં પણ દેવી-દેવતાઓને રચતા અને રચના નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન નહોતું. જો એમને પણ જ્ઞાન હોય કે અમે સીડી ઉતરતાં કળયુગ માં ચાલ્યા જઈશું તો બાદશાહી નું સુખ પણ ન રહે, ચિંતા લાગી જાય. હમણાં તમને ચિંતા લાગેલી છે અમે સતોપ્રધાન હતાં ફરી અમે સતોપ્રધાન કેવી રીતે બન્યાં! આપણે આત્માઓ જે નિરાકારી દુનિયા માં રહેતી હતી, ત્યાંથી ફરી કેવી રીતે સુખધામ માં આવી આ પણ જ્ઞાન છે. આપણે હમણાં ચઢતી કળા માં છીએ. આ ૮૪ જન્મોની સીડી છે. ડ્રામા અનુસાર દરેક એક્ટર નંબરવાર પોત-પોતાનાં સમય પર આવીને પાર્ટ ભજવશે. હવે આપ બાળકો જાણો છો ગરીબ-નિવાઝ કોને કહેવાય છે, આ દુનિયા નથી જાણતી. ગીતમાં પણ સાંભળ્યું - છેવટે તે દિવસ આવ્યો આજ, જે દિવસ નો રસ્તો તાકતા હતાં, સૌ ભક્ત. ભગવાન ક્યારે આવીને આપણને ભક્તોને આ ભક્તિમાર્ગ થી છોડાવી સદ્દગતિ માં લઇ જશે - આ હમણા સમજ્યાં છીએ. બાબા ફરીથી આવી ગયાં છે આ શરીર માં. શિવ જયંતી પણ મનાવે છે તો જરુર આવે છે. એવું પણ નહીં કહેશે કે હું કૃષ્ણ નાં તન માં આવું છું. ના. બાપ કહે છે કૃષ્ણની આત્માએ ૮૪ જન્મ લીધાં છે. એમનાં અનેક જન્મોનાં અંતનો આ અંતિમ જન્મ છે. જે પહેલા નંબર માં હતાં તે હવે અંતમાં છે તતત્વમ્. હું તો આવું છું સાધારણ તન માં. તમને આવીને બતાવું છું - તમે કેવી રીતે ૮૪ જન્મ ભોગવ્યાં છે. સરદાર લોકો પણ સમજે છે એકોઅંકાર પરમપિતા પરમાત્મા બાપ છે. એ બરાબર મનુષ્ય થી દેવતા બનાવવા વાળા છે. તો કેમ નહીં અમે પણ દેવતા બનીએ. જે દેવતા બન્યાં હશે તે એકદમ ચટકી પડશે. દેવી-દેવતા ધર્મનાં તો એક પણ પોતાને સમજતાં નથી. બીજા ધર્મોની હિસ્ટ્રી ખૂબ નાની છે. કોઈ ની ૫૦૦ વર્ષ ની, કોઈ ની ૧૨૫૦ વર્ષ ની. તમારી હિસ્ટ્રી છે ૫ હજાર વર્ષ ની. દેવતા ધર્મવાળા જ સ્વર્ગ માં આવશે. બીજા ધર્મવાળા તો આવે જ છે પછી થી. દેવતા ધર્મવાળા પણ બીજા ધર્મો માં બદલી થઇ ગયાં છે ડ્રામાઅનુસાર. પછી પણ આમ બદલી થઇ જશે. ફરી પોત-પોતાના ધર્મમાં પાછાં આવશે.

બાપ સમજાવે છે - બાળકો, તમે તો વિશ્વનાં માલિક હતાં. તમે પણ સમજો છો બાબા સ્વર્ગની સ્થાપના કરવા વાળા છે તો અમે કેમ નહીં સ્વર્ગમાં હોઈશું, બાપ થી અમે વારસો જરુર લઈશું - તો આનાથી સિદ્ધ થાય છે આપણાં ધર્મ નાં છે. જે નહીં હશે તે આવશે જ નહીં. કહેશે પારકા ધર્મ માં કેમ જઈએ. આપ બાળકો જાણો છો સતયુગ નવી દુનિયામાં દેવતાઓ ને બહુજ સુખ હતું, સોનાનાં મહેલ હતાં. સોમનાથ નાં મંદિરમાં કેટલું સોનું હતું. આવો કોઈ બીજો ધર્મ હોતો જ નથી. સોમનાથ મંદિર જેવું આટલું ભારે મંદિર કોઈ હશે નહીં. ખૂબ હીરા-ઝવેરાત હતાં. બુદ્ધ વગેરે ને કોઈ હીરા-ઝવેરાત નાં મહેલ થોડી જ હશે. આપ બાળકોને જે બાપે આટલાં ઊંચ બનાવ્યાં છે એમની તમે કેટલી ઇજ્જત રાખી છે! ઈજ્જત રખાય છે ને. સમજે છે સારા કર્મ કરીને ગયાં છે. હમણાં તમે જાણો છો સૌથી સારા કર્મ પતિત-પાવન બાપ જ કરીને જાય છે. તમારી આત્મા કહે છે સૌથી ઉત્તમ થી ઉત્તમ સેવા બેહદ નાં બાપ આવીને કરે છે. આપણને રંક થી રાવ, બેગર થી પ્રિન્સ (ગરીબ થી રાજકુમાર) બનાવી દે છે. જે ભારત ને સ્વર્ગ બનાવે છે, એમની હમણાં ઈજ્જત કોઈ નથી રાખતું. તમે જાણો છો ઉંચ થી ઉંચ મંદિર ગવાયું છે જેને લૂંટી ગયાં. લક્ષ્મી-નારાયણ નાં મંદિર ને ક્યારેય કોઈએ લૂંટ્યું નથી. સોમનાથ નાં મંદિરને લૂંટ્યું છે. ભક્તિમાર્ગ માં પણ ખૂબ ધનવાન હોય છે. રાજાઓમાં પણ નંબરવાર હોય છે ને. જે ઉંચ પદ વાળા હોય છે તો નાના પદ વાળા એમની ઈજ્જત રાખે છે. દરબાર માં પણ નંબરવાર બેસે છે. બાબા તો અનુભવી છે ને. અહીંયાની દરબાર છે પતિત રાજાઓની. પાવન રાજાઓની દરબાર કેવી હશે. જ્યારે કે એમનાં પાસે આટલું ધન છે તો એમનાં ઘર પણ એટલાં સારા હશે. હમણાં તમે જાણો છો બાપ આપણને ભણાવી રહ્યાં છે, સ્વર્ગની સ્થાપના કરાવી રહ્યાં છે. આપણે મહારાણી-મહારાજા સ્વર્ગનાં બનીએ છીએ પછી આપણે ઉતરતાં-ઉતરતાં ભક્ત બનીશું તો પહેલાં-પહેલાં શિવબાબાનાં પુજારી બનીશું. જેમણે સ્વર્ગનાં માલિક બનાવ્યાં એમની જ પૂજા કરશું. એ આપણને ખૂબ સાહૂકાર બનાવે છે. હમણાં ભારત કેટલું ગરીબ છે, જે જમીન ૫૦૦ રુપિયામાં લીધી હતી એની વેલ્યુ (કિંમત) આજે ૫ હજાર થી પણ અધિક થઈ ગઈ છે. આ બધી છે આર્ટિફિશિયલ (બનાવટી) કિંમત. ત્યાં તો ધરતી નું મૂલ્ય હોતું નથી, જેમને જેટલી જોઈએ લઈ લે. ઢેર ની ઢેર જમીન પડી હશે. મીઠી નદીઓ પર તમારાં મહેલ હશે. મનુષ્ય ખૂબ થોડાં હશે. પ્રકૃતિ દાસી હશે. ફળ-ફૂલ ખૂબ જ સારા મળતા રહે છે. હમણાં તો કેટલી કિંમત કરવી પડે છે તો પણ અન્ન નથી મળતું. મનુષ્ય ખૂબ ભૂખ-તરસ માં મરે છે. તો ગીત સાંભળવાથી તમારા રોમાંચ ઉભા થઈ જવા જોઈએ. બાપને ગરીબ-નિવાઝ કહે છે. ગરીબ-નિવાઝ નો અર્થ સમજ્યાં ને. કોને સાહૂકાર બનાવે છે? જરુર જે આવશે એમને સાહૂકાર બનાવશે ને. આપ બાળકો જાણો છો - આપણને પાવન થી પતિત બનવામાં ૫ હજાર વર્ષ લાગે છે. હમણાં પછી ફટ થી બાબા પતિત થી પાવન બનાવે છે. ઉંચે થી ઉંચા બનાવે છે, એક સેકન્ડમાં જીવન મુક્તિ મળી જાય છે. કહે છે બાબા હું તમારો છું. બાપ કહે બાળકો, તમે વિશ્વનાં માલિક છો. બાળક જન્મ્યો અને વારીસ બન્યો. કેટલી ખુશી થાય છે. બાળકીને જોઈ ચહેરો ઉતરી જાય. અહીંયા તો બધી આત્માઓ બાળકો છે. હમણાં ખબર પડે છે કે આપણે ૫ હજાર વર્ષ પહેલાં સ્વર્ગ નાં માલિક હતાં. બાબાએ એવાં બનાવ્યાં હતાં. શિવજયંતી પણ મનાવે છે પરંતુ આ નથી જાણતાં કે ક્યારે આવ્યાં હતાં. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું, આ પણ કોઈ નથી જાણતું. જયંતી મનાવે છે ફક્ત લિંગ નાં મોટા-મોટા મંદિર બનાવે છે. પરંતુ એ કેવી રીતે આવ્યાં, આવીને શું કર્યું, કાંઈ પણ નથી જાણતાં, આને કહેવાય છે બ્લાઇન્ડ ફેથ, અંધશ્રદ્ધા. તેમને આ ખબર જ નથી કે આપણો ધર્મ કયો છે, ક્યારે સ્થાપન થયો. બીજા ધર્મ વાળાને ખબર છે, બુદ્ધ ક્યારે આવ્યાં, તિથિ તારીખ પણ છે. શિવબાબા ની, લક્ષ્મી-નારાયણ ની કોઈ તિથિ તારીખ નથી. ૫ હજાર વર્ષ ની વાત ને લાખો વર્ષ લખી દીધાં છે. લાખો વર્ષની વાત કોઈને યાદ આવી શકશે? ભારતમાં દેવી-દેવતા ધર્મ ક્યારે હતો, આ સમજતાં નથી. લાખો વર્ષનાં હિસાબ થી તો ભારત ની આબાદી સૌથી મોટી હોવી જોઈએ. ભારતની જમીન પણ સૌથી મોટી હોવી જોઈએ. લાખો વર્ષમાં કેટલાં મનુષ્ય જન્મે, અસંખ્ય મનુષ્ય થઈ જાય. આટલાં તો છે નહીં, વધારે જ ઓછા થઈ ગયાં છે, આ બધી વાતો બાપ બેસી સમજાવે છે. મનુષ્ય સાંભળે છે તો કહે છે આ વાતો તો ક્યારેય સાંભળી નથી, ન કોઈ શાસ્ત્ર માં વાંચી, આ વન્ડરફુલ (અદ્દભુત) વાતો છે.

હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં આખાં ચક્ર નું જ્ઞાન છે. આ અનેક જન્મોનાં અંત નાં અંત માં હવે પતિત આત્મા છે, જે સતોપ્રધાન હતાં સો હવે તમોપ્રધાન છે પછી સતોપ્રધાન બનવાનું છે. આપ આત્માઓને હવે શિક્ષા મળી રહી છે. આત્મા કાનો દ્વારા સાંભળે છે તો શરીર ઝૂલે છે કારણ કે આત્મા સાંભળે છે ને. બરાબર આપણે આત્માઓ ૮૪ જન્મ લઈએ છીએ. ૮૪ જન્મ માં ૮૪ મા-બાપ જરુર મળ્યાં હશે. આ પણ હિસાબ છે ને. બુદ્ધિ માં આવે છે અમે ૮૪ જન્મ લઈએ છીએ પછી ઓછાં જન્મ વાળા પણ હશે. આમ થોડી જ બધાં ૮૪ જન્મ લેશે. બાપ બેસી સમજાવે છે શાસ્ત્રો માં શું-શું લખી દીધું છે. તમારા માટે તો છતાં પણ ૮૪ જન્મ કહે, મારા માટે તો અગણિત, અસંખ્ય જન્મ કહી દે છે. કણ-કણ માં પથ્થર-ભિત્તર માં ઠોકી દીધાં છે. બસ જ્યાં જોવું છું તું જ તું. કૃષ્ણ જ કૃષ્ણ છે. મથુરા, વૃંદાવન માં આવું કહેતા રહે છે. કૃષ્ણ જ સર્વવ્યાપી છે. રાધાપંથી વાળા પછી કહેશે રાધા જ રાધા. તમે પણ રાધા, અમે પણ રાધા.

તો એક બાપ જ બરાબર ગરીબ-નિવાઝ છે. ભારત જે સૌથી સાહૂકાર હતું, હમણાં સૌથી ગરીબ બન્યું છે એટલે મારે ભારત માં જ આવવું પડે. આ બન્યો-બનેલ ડ્રામા છે, આમાં જરા પણ ફરક નથી થઈ શકતો. ડ્રામા જે શૂટ થયો તે હૂબહૂ રિપીટ થશે, આમાં પાઈ નો પણ ફરક થઈ નથી શકતો. ડ્રામાની પણ ખબર હોવી જોઈએ. ડ્રામા એટલે ડ્રામા. તે હોય છે હદનાં ડ્રામા, આ છે બેહદ નો ડ્રામા. આ બેહદનાં ડ્રામા નાં આદિ-મધ્ય-અંત ને કોઈ નથી જાણતું. તો ગરીબ-નિવાઝ નિરાકાર ભગવાન ને જ માનશે, કૃષ્ણ ને નહીં માનશે. કૃષ્ણ તો ધનવાન સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર) બને છે. ભગવાન ને તો પોતાનું શરીર છે નહીં. એ આવીને આપ બાળકોને ધનવાન બનાવે છે, તમને રાજયોગ ની શિક્ષા આપે છે. ભણતર થી બેરિસ્ટર વગેરે બનીને પછી કમાણી કરે છે. બાપ પણ તમને હમણાં ભણાવે છે. તમે ભવિષ્ય માં નર થી નારાયણ બનો છો. તમારો જન્મ તો થશે ને. એવું તો નથી સ્વર્ગ કોઈ સમુદ્ર થી નીકળી આવશે. કૃષ્ણએ પણ જન્મ લીધો ને. કંસપુરી વગેરે તો એ સમયે નહોતી. કૃષ્ણનું કેટલું નામ ગવાય છે. એમના બાપ નું ગાયન જ નથી. એમનાં બાપ ક્યાં છે? જરુર કૃષ્ણ કોઈનાં બાળક હશે ને. કૃષ્ણ જ્યારે જન્મ લે છે ત્યારે થોડા-ઘણાં પતિત પણ હોય છે. જ્યારે તે બિલકુલ ખતમ થઇ જાય છે ત્યારે તે ગાદી પર બેસે છે. પોતાનું રાજ્ય લઈ લે છે, ત્યાર થી જ એમનો સંવત શરું થાય છે. લક્ષ્મી-નારાયણ થી જ સવંત શરું થાય છે. તમે પૂરો હિસાબ લખો છો. આમનું રાજ્ય આટલો સમય, પછી આમનો આટલો સમય, તો મનુષ્ય સમજશે - આ કલ્પની આયુ મોટી હોઈ ન શકે. ૫ હજાર વર્ષનો પૂરો હિસાબ છે. આપ બાળકોની બુદ્ધિ માં આવે છે ને. આપણે કાલે સ્વર્ગનાં માલિક હતાં. બાપે બનાવ્યું હતું ત્યારે તો એમની આપણે શિવ જયંતી મનાવી રહ્યાં છીએ. તમે બધાને જાણો છો. ક્રાઈસ્ટ, ગુરુનાનક વગેરે પછી ક્યારે આવશે, આ તમને જ્ઞાન છે. વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી હૂબહૂ રિપીટ થાય છે. આ ભણતર કેટલું સહજ છે. તમે સ્વર્ગ ને જાણો છો, બરાબર ભારત સ્વર્ગ હતું. ભારત અવિનાશી ખંડ છે. ભારત જેવી મહિમા બીજા કોઈની હોઈ ન શકે. બધાને પતિત થી પાવન બનાવવા વાળા એક જ બાપ છે. અચ્છા!

મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન બુદ્ધિ માં રાખતા બધી ચિંતાઓ છોડી દેવાની છે. એક સતોપ્રધાન બનવાની ચિંતા રાખવાની છે.

2. ગરીબ-નિવાઝ બાબા ભારતને ગરીબ થી સાહૂકાર બનાવવા આવ્યાં છે, એમનાં પૂરે-પૂરા મદદગાર બનવાનું છે. પોતાની નવી દુનિયા ને યાદ કરી સદા ખુશી માં રહેવાનું છે.

વરદાન :-
એક સાથે ત્રણ રુપો થી સેવા કરવા વાળા માસ્ટર ત્રિમૂર્તિ ભવ

જેમ બાપ સદા ત્રણ સ્વરુપો થી સેવા પર ઉપસ્થિત છે બાપ, શિક્ષક અને સદ્દગુરુ, એમ આપ બાળકો પણ દર સેકન્ડ મન, વાણી અને કર્મ ત્રણેય દ્વારા સાથે-સાથે સર્વિસ (સેવા) કરો ત્યારે કહેશે માસ્ટર ત્રિમૂર્તિ. માસ્ટર ત્રિમૂર્તિ બની જે દર સેકન્ડ ત્રણે રુપો થી સેવા પર ઉપસ્થિત રહે છે એ જ વિશ્વ કલ્યાણ કરી શકશે કારણ કે આટલાં મોટા વિશ્વનું કલ્યાણ કરવા માટે જ્યારે એક જ સમય પર ત્રણે રુપ થી સેવા થાય ત્યારે આ સેવાનું કાર્ય સમાપ્ત થાય.

સ્લોગન :-
ઉંચ બ્રાહ્મણ તે છે જે પોતાની શક્તિ થી ખરાબ ને સારા માં બદલી દે.