22-06-2022
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
સ્વર્ગ નું ફાઉન્ડેશન ( પાયો ) લગાવી રહ્યાં છે , આપ બાળકો મદદગાર બની પોતાનો હિસ્સો
જમા કરી લો , ઈશ્વરીય મત પર ચાલી શ્રેષ્ઠ પ્રાલબ્ધ બનાવો ”
પ્રશ્ન :-
બાપદાદા ને કયાં બાળકોની સદા તલાશ (શોધ) રહે છે?
ઉત્તર :-
જે ખૂબ-ખૂબ મીઠાં શીતળ સ્વભાવ વાળા સેવાધારી બાળકો છે. એવાં બાળકોની બાપ ને તલાશ રહે
છે. સેવાધારી બાળકો જ બાપનું નામ બાલા (પ્રસિધ્ધ) કરશે. જેટલાં બાપનાં મદદગાર બને
છે, આજ્ઞાકારી, વફાદાર છે, એટલાં તે વારસા નાં હકદાર બને છે.
ગીત :-
ઓમ્ નમઃ શિવાય…
ઓમ શાંતિ!
ઓમ્ નો અર્થ
કોણે બતાવ્યો? બાપે. જ્યારે બાબા કહેવાય છે તો એમનું નામ જરુર જોઈએ. સાકાર હોય કે
નિરાકાર હોય, નામ જરુર જોઈએ. બીજાં જે આત્માઓ છે એમનાં પર ક્યારેય નામ નથી પડતું.
આત્મા જ્યારે જીવ આત્મા બને છે ત્યારે શરીર પર નામ પડે છે. બ્રહ્મા દેવતાય નમઃ કહે
છે, વિષ્ણુ ને પણ દેવતા કહે છે કારણ કે આકારી છે તો આકારી શરીરનું નામ પડ્યું. નામ
હંમેશા શરીર પર પડે છે. ફક્ત એક નિરાકાર પરમપિતા પરમાત્મા છે, જેમનું નામ શિવ છે.
એક જ આ આત્મા નું નામ છે, બાકી બધાનું દેહ પર નામ પડે છે. શરીર છોડો તો પછી નામ
બદલાઈ જશે. પરમાત્મા નું એક જ નામ ચાલે છે, ક્યારેય બદલાતું નથી. એનાંથી સિદ્ધ થાય
છે કે એ ક્યારેય જન્મ-મરણ માં નથી આવતાં. જો પોતે જન્મ-મરણ માં આવે તો બીજાઓને
જન્મ-મરણ થી છોડાવી ન શકે. અમરલોક માં ક્યારેય જન્મ-મરણ નથી કહેવાતું. ત્યાં તો બહુ
સહજ રીતે એક શરીર છોડી બીજું લે છે. મરવાનું અહીં છે. સતયુગ માં એવું નથી કહેતાં કે
ફલાણા મરી ગયાં. મરવું શબ્દ દુઃખ નો છે. ત્યાં તો જૂનું શરીર છોડી બીજું કિશોર
અવસ્થા નું શરીર લઈ લે છે. ખુશી મનાવે છે. જૂની દુનિયામાં કેટલાં મનુષ્ય છે, આ બધું
ખતમ થવાનું છે. દેખાડે છે યાદવ અને કૌરવ હતાં, લડાઈ માં તેઓ ખતમ થઈ ગયાં તો શું
પાંડવો ને રંજ (દુઃખ) થયો હશે? ના. પાંડવોનું તો રાજય સ્થાપન થયું. આ સમયે તમે છો
બ્રહ્માવંશી બ્રાહ્મણ, બ્રહ્માકુમાર અને કુમારીઓ. બ્રહ્મા ને આટલાં બાળકો છે તો
જરુર પ્રજાપિતા થયાં. બ્રહ્મા, વિષ્ણુ, શંકર નાં બાપ છે શિવ. એમને જ ભગવાન કહેવાય
છે. આ સમયે તમે જાણો છો કે આપણે ઈશ્વરીય કુળ નાં છીએ. આપણે બાબા સાથે, બાબા નાં ઘરે
નિર્વાણધામ માં જવાનાં છીએ. બાબા આવેલાં છે, એમને સાજન પણ કહેવાય છે. પરતું
એક્યુરેટ (ખરા) સંબંધ માં એ બાપ છે કારણ કે વારસો સજનીઓ ને નથી મળતો. વારસો બાળકો
લે છે તો બાપ કહેવું રાઈટ (સાચ્ચું) છે. બાપ ને ભૂલી જવાથી જ મનુષ્ય નાસ્તિક બને
છે. કૃષ્ણ નું ચરિત્ર ગવાય છે. પરતું કૃષ્ણ નું ચરિત્ર તો કાંઈ છે નહીં. ભાગવત માં
કૃષ્ણ નું ચરિત્ર છે પરંતુ ચરિત્ર હોવું જોઈએ - શિવબાબા નું. એ પણ બાપ, શિક્ષક,
સદ્દગુરુ છે, એમાં ચરિત્ર ની શું વાત છે. કૃષ્ણ નું પણ ચરિત્ર નથી. તે પણ બાળક છે.
જેમ નાનાં બાળકો હોય છે. બાળકો હંમેશા ચંચળ હોય છે, તો બધાંને પ્રિય લાગે છે. કૃષ્ણ
નાં માટે જે દેખાડે છે કે માટલી ફોડી, એવું તો કાંઈ પણ છે નહીં. શિવબાબા નું શું
ચરિત્ર છે? તે તો તમે જુઓ છો કે ભણાવી ને પતિત થી પાવન બનાવે છે. કહે છે ભક્તિમાર્ગ
માં હું તમારી ભાવના પૂરી કરું છું. બાકી અહીં તો હું ભણાવું છું. આ સમયે જે મારા
બાળકો છે, તે જ મને યાદ કરે છે. બીજાં બધાંની યાદ ને ભૂલી એક બાપ ની યાદ માં રહેવાનો
પ્રયત્ન કરે છે. એવું નથી કે હું સર્વવ્યાપી છું. મને જે યાદ કરે છે, હું પણ એમને
યાદ કરું છું. એ પણ યાદ તો બાળકો ને જ કરશે. મુખ્ય વાત તો એક છે. બહાદુર તો કોઈને
ત્યારે કહેશે જ્યારે કોઈ મોટાં વ્યક્તિ ને સમજાવીને દેખાડો. બધો આધાર છે ગીતા પર.
ગીતા નિરાકાર પરમપિતા પરમાત્માની ગવાયેલી છે, નહીં કે મનુષ્યો ની. ભગવાન ને રુદ્ર
પણ કહેવાય છે. કૃષ્ણ ને રુદ્ર નહીં કહેવાય. રુદ્ર જ્ઞાન યજ્ઞ થી જ વિનાશ જ્વાળા
નીકળી છે.
ઘણાં લોકો પરમાત્મા
ને માલિક કહીને યાદ કરે છે. કહે છે એ માલિક નું નામ નથી. સારું, ભલા તે માલિક ક્યાં
છે? શું તે વિશ્વ નાં, આખી સૃષ્ટિ નાં માલિક છે? પરમપિતા પરમાત્મા તો સૃષ્ટિ નાં
માલિક નથી બનતાં, સૃષ્ટિ નાં માલિક તો દેવી-દેવતા બને છે. પરમપિતા પરમાત્મા તો
બ્રહ્માંડ નાં માલિક છે. બ્રહ્મ તત્વ બાપ નું ઘર તો આપણું બાળકોનું પણ ઘર છે.
બ્રહ્માંડ છે બાપ નું ઘર, જ્યાં આત્માઓ ઈંડા જેવાં દેખાય છે. એવું કોઈ છે નહીં. આપણે
આત્માઓ જ્યોતિબિંદુ ત્યાં નિવાસ કરીએ છીએ, પછી બ્રહ્માંડ થી આપણે નીચે ઉતરીએ છીએ
પાર્ટ ભજવવા માટે, એક-બીજા નાં પાછળ આવતાં રહે છે. ઝાડ વૃદ્ધિ પામતું રહે છે. બાબા
છે બીજરુપ, ફાઉન્ડેશન દેવી-દેવતાઓનું કહીએ કે બ્રાહ્મણોનું કહીએ. બ્રાહ્મણ બીજ નાખે
છે. બ્રાહ્મણ જ પછી દેવતા બની રાજ્ય કરે છે. હવે આપણા દ્વારા શિવબાબા ફાઉન્ડેશન
લગાવી રહ્યાં છે. ડીટીઝમ અર્થાત્ સ્વર્ગ નું ફાઉન્ડેશન લાગી રહ્યું છે. જેટલાં જે
મદદગાર બનશે એટલો તે પોતાનો હિસ્સો લેશે. નહીં તો સૂર્યવંશી કેવી રીતે બને! હમણાં
તમે તે ઊંચું પ્રાલબ્ધ બનાવી રહ્યાં છો. દરેક મનુષ્ય પુરુષાર્થ થી પ્રાલબ્ધ બનાવતાં
રહે છે. પ્રાલબ્ધ બનાવવા માટે સારું કામ કરાય છે. દાન-પુણ્ય કરવું, ધર્મશાળા વગેરે
બનાવવી. બધાં ઈશ્વર અર્થ જ કરે છે કારણ કે એનું ફળ આપવા વાળા એ છે. તમે હમણાં
શ્રીમત પર પુરુષાર્થ કરી રહ્યાં છો. બાકી આખી દુનિયા મનુષ્ય મત પર પુરુષાર્થ કરી રહી
છે. તે પણ આસુરી મત છે. ઈશ્વરીય મત પછી છે દૈવી મત, પછી થઈ જાય છે આસુરી મત. હમણાં
આપ બાળકોને ઈશ્વરીય મત મળે છે. બાબા-મમ્મા પણ એમની મત થી શ્રેષ્ઠ બને છે. કોઈ
મનુષ્ય દેવતાઓ જેવાં શ્રેષ્ઠ હોઈ જ નથી શકતાં. દેવતાઓને શ્રેષ્ઠ બનાવવા વાળા કોણ?
અહીં તો કોઈ શ્રેષ્ઠ છે નહીં. શ્રી શ્રી છે જ એક એ જ સૌથી ઊંચા માં ઊંચા બાપ,
શિક્ષક, સદ્દગુરુ છે. એ જ પછી શ્રી લક્ષ્મી-નારાયણ બનાવે છે. ભલે રામ ને પણ કહે છે
શ્રી સીતા, શ્રી રામ. પરંતુ એમનાં પાછળ ઉમેરો થઈ જાય છે ક્ષત્રિય, ચંદ્રવંશી. તે
લક્ષ્મી-નારાયણ તો ૧૬ કળા સંપૂર્ણ સૂર્યવંશી દેવતા કુળ થયાં અને રામ-સીતા ૧૪ કળા
ચંદ્રવંશી. બે કળા ઓછી થઈ છે ને. તે તો થવાનું જ છે જરુર. મનુષ્ય એ નથી જાણતાં કે
સૃષ્ટિ ની ઉતરતી કળા હોય છે. ૧૬ કળા થી ૧૪ કળા થઈ તો ડીગ્રેડ (ઉતરતી કળા) થઈ ને. આ
સમયે તો બિલકુલ ડીગ્રેડ છે. આ છે રાવણ સંપ્રદાય. રાવણ રાજ્ય છે ને. રાવણ મત ને
કહેવાય છે આસુરી મત. બધાં પતિત છે. પાવન કોઈ આ પતિત દુનિયામાં નથી હોઈ શકતું.
ભારતવાસી જે પાવન હતાં તે જ પછી પતિત બને છે પછી એમને જ હું આવીને પાવન બનાવું છું.
પતિત-પાવન કૃષ્ણ નથી ગવાતાં. ન ચરિત્ર ની વાત છે. પતિત-પાવન એક પરમાત્મા ને જ
કહેવાશે. અંતમાં બધાં કહેશે અહો પ્રભુ તમારી ગત મત ન્યારી. તમારી રચના ને કોઈ નથી
જાણતું. તે તો હમણાં તમે જાણી ગયાં છો. આ જ્ઞાન છે બિલકુલ નવું. નવી વસ્તુ જ્યારે
નીકળે છે તો પહેલાં થોડી હોય છે પછી વધતી જાય છે. તમે પણ પહેલાં એક ખૂણામાં પડ્યાં
હતાં. હવે દેશ-દેશાંતર વૃદ્ધિ થતી રહેશે. રાજધાની સ્થાપન જરુર થવાની છે. મૂળ વાત તો
આ સિદ્ધ કરવાની છે કે ગીતાનાં ભગવાન શ્રીકૃષ્ણ નથી. વારસો બાપ આપશે, કૃષ્ણ નહીં.
લક્ષ્મી-નારાયણ પણ પોતાનાં બાળકોને વારસો આપશે. તે પણ અહીનાં પુરુષાર્થ નું
પ્રાલબ્ધ મળે છે. સતયુગ, ત્રેતા માં બેહદ નો વારસો છે. ગોલ્ડન, સિલ્વર જ્યુબલી મનાવે
છે. અહીં તો એક દિવસ મનાવે છે. આપણે તો ૧૨૫૦ વર્ષ ગોલ્ડન જ્યુબલી મનાવીએ છીએ. ખુશીઓ
મનાવીએ છીએ ને. માલામાલ બની જઈએ છીએ. તો આ અંદર માં બહુજ ખુશી રહે છે. એવું નથી કે
ફક્ત બહાર થી જ બત્તીઓ વગેરે પ્રગટાવે છે. સ્વર્ગ માં આપણે બિલકુલ સંપત્તિવાન, ખૂબ
સુખી થઈ જઈએ છીએ. દેવતા ધર્મ જેવો સુખી બીજો કોઈ (ધર્મ) હોતો નથી. પછી સિલ્વર
જ્યુબલી વગેરેને પણ પૂરું સમજતાં નથી. હવે તમે અડધાકલ્પ ની જ્યુબલી મનાવવા માટે બાપ
થી વારસો મેળવી રહ્યાં છો. તો મુખ્ય વાત આ સમજવાની છે કે ગીતા નાં ભગવાન શિવ છે.
એમણે જ રાજયોગ શિખવાડ્યો હતો, તે ફરીથી હમણાં શિખવાડી રહ્યાં છે. શિખવાડે પણ ત્યારે
છે જ્યારે રાજાઈ છે નહીં. પ્રજા નું પ્રજા પર રાજ્ય છે. એકબીજાની ટોપી ઉતારવામાં
વાર નથી કરતાં. આપ બાળકો એમની મત પર ચાલવાથી સુખધામ નાં માલિક બનશો. એવાં ઘણાં છે
જે જ્ઞાન ને પૂરું ધારણ નથી કરતાં, પરતું સેન્ટર (સેવાકેન્દ્ર) પર આવતાં રહે છે.
અંદર દિલ બિત્ત-બિત્ત કરે કે એક બાળક પૈદા કરી દઈએ. માયા નું ટેમ્પટેશન (પ્રભાવ)
હોય છે કે લગ્ન કરી એક બાળકનું સુખ લઈ લઈએ. અરે ગેરંટી (ખાતરી) થોડી છે કે બાળક સુખ
જ આપશે. બે-ચાર વર્ષમાં બાળક મરી જાય તો વધારે જ દુઃખી થઈ પડશે. આજે શાદમાના કરે છે
કાલે ચિતા પર ચઢે તો રડવું-પિટવું પડે છે. આ છે જ દુઃખધામ. જુઓ, ખાવાનું પણ કેવું
ખાય છે! તો બાપ સમજાવે છે કે બાળકો એવી આશાઓ નહીં રાખો. માયા ખૂબ તોફાન માં લઈ આવશે.
ઝટ વિકાર માં પાડી દેશે. પછી આવવામાં પણ શરમ આવશે. બધાં કહેશે કુળ ને કલંકિત કર્યો
છે તો વારસો શું લેશે. બાબા-મમ્મા કહો છો તો બ્રહ્માકુમાર-કુમારીઓ પરસ્પર થઈ ગયાં
ભાઈ-બહેન. પછી જો વિકારોમાં પડ્યાં તો એવાં કુળ કલંકિત વધારે જ સો ગણી ભારે સજા ખાશે
અને પદ પણ ભ્રષ્ટ થશે. કોઈ તો વિકારમાં જાય પછી બતાવતાં નથી તો ખૂબ દંડ નાં ભાગી બને
છે. ધર્મરાજ બાબા તો કોઈને છોડતાં નથી. તે લોકો તો સજા ખાઈ જેલ ભોગવે છે. પરંતુ અહીં
વાળા માટે તો ખૂબ કઠોર સજા છે. એવાં પણ સેન્ટર પર ઘણાં આવે છે. બાપ સમજાવે છે કે એવાં
કામ નહીં કરો. કહો છો કે અમે ઈશ્વરીય સંતાન છીએ અને પછી વિકાર માં જવું, આ તો પોતાનું
સત્યાનાશ કરવું છે. કોઈપણ ભૂલ થાય તો ઝટ બાપ ને બતાવી દો. વિકાર વગર રહી નથી શકતાં
તો અહીંયા નહીં આવો તો સારું છે. નહીં તો વાયુમંડળ ખરાબ થઈ જાય છે. તમારા વચ્ચે કોઈ
બગલો અથવા અશુદ્ધ ખાવા વાળા બેઠાં તો કેટલું ખરાબ લાગે. બાપ કહે છે કે એવાને લઈ આવવા
વાળા પર દોષ આવી જાય છે. દુનિયામાં એવાં સતસંગ તો ઘણાં છે, જઈને ત્યાં ભક્તિ કરો.
ભક્તિ માટે અમે મનાઈ નથી કરતાં. ભગવાન આવે છે પવિત્ર બનાવવા માટે, પવિત્ર વૈકુંઠ નો
વારસો આપવા માટે. બાપ કહે છે કે ફક્ત બાપ અને વારસા ને યાદ કરો. બસ બીજું
ખાવા-પીવાની પરેજી ની યુક્તિઓ પણ બતાવે છે. પરેજી માટે ઘણાં પ્રકારની યુક્તિઓ પણ
રાખી શકો છો. તબિયત ઠીક નથી, ડોકટરે મનાઈ કરી છે. અચ્છા, તમે કહો છો તો અમે ફળ લઈ
લઈએ છીએ. પોતાનો બચાવ કરવા માટે એવું કહેવું કંઈ ખોટું નથી. બાબા મનાઈ નથી કરતાં.
એવાં બાળકોની તલાશ માં બાબા છે, જે બિલકુલ મીઠાં હોય, કોઈ જૂનો સ્વભાવ ન હોવો જોઈએ.
સેવાધારી, વફાદાર, ફરમાનવરદાર હોય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ માયાવી
દુનિયામાં દરેક વાતમાં દુઃખ છે એટલે આ જૂની દુનિયામાં કોઈ પણ આશા નથી રાખવાની. ભલે
માયા નાં તોફાન આવે પરંતુ ક્યારેય પણ કુળ-કલંકિત નથી બનવાનું.
2. ખાવા-પીવાની બહુ
પરેજી રાખવાની છે, પાર્ટી વગેરેમાં જતાં ખૂબ યુક્તિ થી ચાલવાનું છે.
વરદાન :-
ખરાબી માં પણ
ખરાબી ને ન જોઈ સારાઈ નો પાઠ ભણવા વાળા અનુભવી મૂર્ત ભવ
ભલે બધી વાત ખરાબ હોય
પરંતુ એમાં પણ એક-બે સારાઈ જરુર હોય છે. પાઠ ભણાવવાની સારાઈ તો દરેક વાત માં સમાયેલી
છે જ કારણ કે દરેક વાત અનુભવી બનાવવા નિમિત્ત બને છે. ધીરજ નો પાઠ ભણાવી દે છે. બીજો
આવેશ કરી રહ્યો છે અને તમે એ સમયે ધીરજ અથવા સહનશીલતા નો પાઠ ભણી રહ્યાં છો, એટલે
કહે છે જે થઈ રહ્યું છે તે સારું અને જે થવાનું છે તે વધારે સારું. સારાઈ ઉઠાવવાની
ફક્ત બુદ્ધિ જોઈએ. ખરાબી ને ન જોતાં સારાઈ ને ઉઠાવી લો તો નંબરવન બની જશો.
સ્લોગન :-
સદા
પ્રસન્નચિત્ત રહેવું છે તો સાયલેન્સ (શાંતિ) ની શક્તિ થી ખરાબી ને સારાઈ માં
પરિવર્તન કરો.