22-11-2019
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠા બાળકો – આ સમયે
નિરાકાર બાપ સાકાર માં આવીને તમારો શ્રુંગાર કરે છે, એકલા નહી ”
પ્રશ્ન :-
આપ બાળકો યાદ
ની યાત્રા માં કેમ બેસો છો?
ઉત્તર :-
૧. કારણ કે તમે જાણો છો આ યાદ ની યાત્રા થી જ આપણને મોટું આયુષ્ય મળે છે, આપણે
નિરોગી બનીએ છીએ. ૨. યાદ કરવાથી આપણા પાપ કપાય છે. આપણે સાચું સોનું બની જઈએ છીએ.
આત્માથી રજો-તમો ની ખાદ નિકળી જાય છે, તે કંચન બની જાય છે. ૩. યાદ થી જ તમે પાવન
દુનિયા નાં માલિક બની જાઓ છો. ૪. તમારો શ્રુંગાર થશે. ૫. તમે બહુજ ધનવાન બની જશો. આ
યાદ જ તમને પદ્માપદમ ભાગ્યશાળી બનાવે છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકોને
રુહાની બાપ સમજાવી રહ્યા છે. અહીં બેસી તમે શું કરો છો? એમ નહીં, ફક્ત શાંતિ માં
બેઠા છો. અર્થ સહિત જ્ઞાનમય અવસ્થામાં બેઠા છો. આપ બાળકોને જ્ઞાન છે - બાપ ને આપણે
કેમ યાદ કરીએ છીએ. બાપ આપણને બહુ જ મોટી આયુ આપે છે. બાપ ને યાદ કરવાથી આપણા પાપ
કપાઈ જશે. આપણે સાચું સોનું સતોપ્રધાન બની જઈશું. તમારો કેટલો શ્રુંગાર થાય છે.
તમારી આયુ મોટી થઇ જશે. આત્મા કંચન થઇ જશે. હવે આત્મા માં ખાદ પડી ગઈ છે. યાદની
યાત્રાથી એ બધી ખાદ જે રજો-તમો ની પડી છે એ બધી નીકળી જશે. એટલો તમને ફાયદો થાય છે.
પછી આયુ મોટી થઇ જશે. તમે સ્વર્ગના નિવાસી બની જશો અને ઘણાં જ ધનવાન બનશો. તમે
પદ્માપદમ ભાગ્યશાળી બની જશો એટલે બાપ કહે છે મનમનાભવ મામેકમ યાદ કરો. કોઈ દેહધારી
માટે નથી કહેતા. બાપને તો શરીર છે નહીં. તમારી આત્મા પણ નિરાકાર હતી. પછી
પુનર્જન્મમાં આવતા-આવતા પથ્થરબુદ્ધિ થી પારસબુદ્ધિ બની ગઈ છે. હવે ફરી કંચન બનવાનું
છે. હવે તમે પવિત્ર બની રહ્યા છો. પાણી નાં સ્નાન તો જન્મ-જન્માંતર કર્યા. સમજ્યા
આપણે આનાથી પાવન બનશું પરંતુ પાવન બનવાને બદલે વધારે જ પતિત બની નુકસાન માં પડ્યા
છો કારણકે આ છે જ જૂઠ્ઠી માયા, જુઠ્ઠું બોલવાના સંસ્કાર છે બધાનાં. બાપ કહે છે હું
તમને પાવન બનાવીને જાઉં છું પછી તમને પતિત કોણ બનાવે? હવે તમે અનુભવ કરો છો ને.
કેટલા ગંગા સ્નાન કરતા આવ્યા પરંતુ પાવન તો બન્યા નહીં. પાવન બનીને તો પાવન દુનિયામાં
જવું પડે. શાંતિધામ અને સુખધામ છે પાવનધામ. આ તો છે જ રાવણ ની દુનિયા, આને દુ:ખધામ
કહેવાય છે. આ તો સહજ સમજવાની વાત છે ને. આમાં કોઈ મુશ્કેલાત જ નથી. ન કોઈને સંભળાવવા
માં મુશ્કેલી છે. જ્યારે કોઈ મળે તો ફક્ત આ બોલો પોતાને આત્મા સમજી બેહદ ના બાપ ને
યાદ કરો. આત્માઓના બાપ છે પરમપિતા પરમાત્મા શિવ. દરેકના શરીરના તો અલગ અલગ બાપ હોય
છે .આત્માઓ ના તો એક જ બાપ છે. કેટલું સારી રીતે સમજાવે છે અને હિન્દીમાં જ સમજાવે
છે. હિન્દી ભાષા જ મુખ્ય છે. તમે પદ્માપદમ ભાગ્યશાળી આ દેવી-દેવતાઓને કહેશો ને. આ
કેટલા ભાગ્યશાળી છે. આ કોઈને પણ ખબર નથી કે આ સ્વર્ગ ના માલિક કેવી રીતે બન્યા. હવે
તમને બાપ સંભળાવી રહ્યા છે. આ સહજ યોગ દ્વારા આ પુરુષોત્તમ સંગમ પર જ આ બનો છો .હવે
છે જૂની દુનિયા અને નવી દુનિયાનું સંગમ. પછી તમે નવી દુનિયાના માલિક બની જશો. હવે
બાપ ફક્ત કહે છે બે અક્ષર અર્થ સહિત યાદ કરો. ગીતામાં છે મનમનાભવ. અક્ષર તો વાંચે
છે પરંતુ અર્થ બિલકુલ નથી જાણતા. બાપ કહે છે મને યાદ કરો કારણ કે હું જ પતિત-પાવન
છું, બીજું કોઈ આવું કહી ન શકે. બાપ જ કહે છે મને યાદ કરવાથી તમે પાવન બની પાવન
દુનિયામાં ચાલ્યા જશો. પહેલા-પહેલા તમે સતોપ્રધાન હતા પછી પુનર્જન્મ લેતાં-લેતાં
તમોપ્રધાન બન્યા છો. હવે ૮૪ જન્મ પછી ફરી તમે નવી દુનિયામાં દેવતા બનો છો.
રચયિતા અને રચના બંનેને તમે જાણી ગયા છો. તો હવે તમે આસ્તિક બની ગયા છો. પહેલા
જન્મ-જન્માંતર તમે નાસ્તિક હતા. આ વાત જે બાપ સંભળાવે છે બીજું કોઈ જાણતું જ નથી.
ક્યાંય પણ જાઓ, કોઈ પણ તમને આ વાતો નહીં સંભળાવશે. હવે બંનેવ બાપ તમારો શ્રુંગાર કરી
રહ્યા છે. પહેલા તો બાપ એકલા હતા. શરીર વગર હતા. ઉપર બેસી તમારો શ્રુંગાર કરી ન શકે.
કહે છે ને બત્ત બાર (૧ અને ૨ મળીને ૧૨ થાય છે) બાકી પ્રેરણા કે શક્તિ વગેરેની વાત
નથી. ઉપર થી પ્રેરણા દ્વારા મળી ન શકે. નિરાકાર જ્યારે સાકાર શરીર નો આધાર લે છે
ત્યારે તમારો શ્રુંગાર કરે છે. સમજે પણ છે બાબા આપણને સુખ ધામ માં લઈ જાય છે.
ડ્રામાનાં પ્લાન (યોજના) અનુસાર બાબા બંધાઈમાન છે, એમને ડ્યુટી મળી ગઈ છે. દર ૫
હજાર વર્ષ પછી આવે છે આપ બાળકોનાં માટે. આ યોગબળથી તમે કેટલા કંચન બનો છો. આત્મા અને
કાયા બંને કંચન બને છે પછી છી-છી બનો છો. હવે તમે સાક્ષાત્કાર કરો છો - આ પુરુષાર્થ
થી અમે એવા શ્રુંગારેલા બનશું. ત્યાં ક્રિમિનલ આંખ હોતી નથી. તો પણ અંગ બધા ઢાંકેલા
હોય છે. અહીં તો જુવો છી-છી વાતો રાવણ રાજ્ય માં શીખે છે. આ લક્ષ્મીનારાયણને જુઓ
ડ્રેસ વગેરે કેટલા સારા છે. અહીં બધા છે દેહ-અભિમાની. એમને દેહ-અભિમાની નહીં કહેશું.
એમની કુદરતી સૌંદર્યતા છે. બાપ તમને એવા કુદરતી સુંદર બનાવે છે. આજકાલ તો સાચા
દાગીના કોઈ પહેરી પણ નથી શકતું. કોઈ પહેરે તો એને પણ લૂંટી જાય. ત્યાં તો એવી કોઈ
વાત નથી. એવા બાપ તમને મળ્યા છે, એમના વગર તો તમે બની ન શકો. ઘણા કહે છે અમે તો
ડાયરેક્ટ શિવબાબા થી લઈએ છે. પરંતુ એ દેશે જ કેવી રીતે. ભલે પ્રયત્ન કરીને જુવો
ડાયરેક્ટ માંગો. જુવો મળે છે! એવું ઘણા કહે છે - અમે તો શિવબાબા થી વારસો લેશું.
બ્રહ્માને પૂછવાની પણ શું દરકાર છે. શિવબાબા પ્રેરણાથી કંઈક દઈ દેશે. સારા-સારા જૂના
બાળકો એમને પણ માયા એવી ચટ પહેરી લે છે. એક ને માને છે, પરંતુ એક શું કરશે. બાપ કહે
છે હું એકલો કેવી રીતે આવું. મુખ વગર વાત કેવી રીતે કરી શકું. મુખનું તો ગાયન છે
ને. ગૌમુખ થી અમૃત લેવા માટે કેટલા ધક્કા ખાય છે. પછી શ્રીનાથ દ્વારા પર જઈને દર્શન
કરે છે. પરંતુ એમના દર્શન કરવાથી શું થશે. એને કહેવાય છે ભૂત પૂજા. એમના માં આત્મા
તો છે નહીં. બાકી પાંચ તત્વોનું પૂતળું બનેલું છે તો એટલે માયાને યાદ કરવાનું થઈ ગયું.
પાંચ તત્વ પ્રકૃતિ છે ને. એમને યાદ કરવાથી શું થશે? પ્રકૃતિનો આધાર તો બધાને છે
પરંતુ ત્યાં છે સતોપ્રધાન પ્રકૃતિ. અહીં છે તમોપ્રધાન પ્રકૃતિ. બાપને સતોપ્રધાન
પ્રકૃતિનો આધાર ક્યારેય નથી લેવો પડતો. અહિયાં તો સતોપ્રધાન પ્રકૃતિ મળી ન શકે. આ
જે પણ સાધુ-સંત છે બાપ કહે છે આ બધાનો ઉદ્ધાર મારે જ કરવો પડે છે. હું નિવૃત્તિ
માર્ગમાં આવતો જ નથી. આ છે જ પ્રવૃત્તિ માર્ગ. બધાને કહું છું પવિત્ર બનો. ત્યાં તો
નામ-રુપ વગેરે બધુ બદલાઈ જાય છે. તો બાપ સમજાવે છે જુઓ આ નાટક કેવું બનાવ્યું છે.
એકના ફીચર્સ ન મળે બીજાથી. એટલા કરોડો છે, બધાનાં ફીચર્સ અલગ. કેટલું પણ કોઈ કંઈ કરે
તો પણ એકના ફીચર્સ બીજાથી મળી ન શકે. આને કહેવાય છે કુદરત, વન્ડર. સ્વર્ગને વન્ડર
કહેવાય છે ને. કેટલું શોભનીય છે. માયાનાં ૭ વન્ડર (અજાયબી), બાપનું એક વન્ડર. એ ૭
વન્ડર્સ ત્રાજવા ની એક તરફ રાખો, આ એક વન્ડરને બીજી તરફ માં રાખો તો પણ આ ભારે થઇ
જશે. એક તરફ જ્ઞાન, એક તરફ ભક્તિ ને રાખો તો જ્ઞાનની તરફ બહુજ ભારે થઇ જશે. હવે તમે
સમજો છો ભક્તિ શિખવાડવા વાળા તો ઘણા છે. જ્ઞાન દેવાવાળા એક જ બાપ છે. તો બાપ બેસી
બાળકોને ભણાવે છે, શ્રુંગાર કરે છે. બાપ કહે છે પવિત્ર બનો તો કહે-નહીં આપણે તો
છી-છી બનશું. ગરુડ પુરાણમાં પણ વિષય વૈતરણી નદી દેખાડે છે ને. વીંછી, ટીંડન, સાપ
વગેરે બધા એકબીજાને કરડતા રહે છે. બાપ કહે છે તમે કેટલા નિધનના બની જાવ છો. આપ
બાળકોને જ બાપ સમજાવે છે. બહારમાં કોઈને એવું સીધું કહો તો બગડી જશે. બહુ યુક્તિથી
સમજાવવાનું હોય છે. ઘણાં બાળકોમાં વાતચીત કરવાની પણ અક્કલ નથી રહેતી. નાના બાળક
એકદમ નિર્દોષ હોય છે એટલે એમને મહાત્મા કહેવાય છે. ક્યાં કૃષ્ણ મહાત્મા, ક્યાં આ
સંન્યાસી નિવૃત્તિ માર્ગ વાળા મહાત્મા કહેવાય છે. એ છે પ્રવૃત્તિ માર્ગ. એ ક્યારેય
ભ્રષ્ટાચારથી પેદા નથી થતા. એમને કહેવાય જ છે શ્રેષ્ઠાચારી. હવે તમે શ્રેષ્ઠાચારી
બની રહ્યા છો. બાળકો જાણે છે અહીંયા બાપદાદા બંને ભેગાં છે. આ જરુર શ્રુંગાર સારો જ
કરશે. બધાની દિલ થશે ને - જેમણે આ બાળકોને આવો શ્રુંગાર કરાવ્યો છે તો અમે કેમ નહી
એમની પાસે જઈએ એટલે તમે અહીં આવો છો રિફ્રેશ થવા. દિલ કશિશ કરે છે, બાપની પાસે આવવા.
જેમને પૂરો નિશ્ચય હોય છે તેઓ તો કહેશે ભલે મારો, ભલે કાંઈ પણ કરો, અમે ક્યારેય સાથ
નહીં છોડશું. કોઈ તો વગર કારણે પણ છોડી દે છે. આ પણ ડ્રામાનો ખેલ બનેલો છે. ફારકતી
કે ડાઇવોર્સ આપી દે છે.
બાપ જાણે છે આ રાવણનાં વંશનાં છે. કલ્પ-કલ્પ આવું થાય છે. કોઈ પછી આવી જાય છે. બાબા
સમજાવે છે હાથ છોડવાથી પદ ઓછું થઈ જાય છે. સમ્મુખ આવે છે, પ્રતિજ્ઞા કરે છે - અમે
આવા બાપને ક્યારેય નહીં છોડીશું. પરંતુ માયા રાવણ પણ ઓછી નથી. ઝટ પોતાની તરફ ખેંચી
લે છે. પછી સમ્મુખ આવે છે તો એમને સમજાવાય છે. બાપ લાકડી થોડી મારશે. બાપ તો છતાં
પણ પ્રેમ થી સમજાવશે, તમને માયા ગ્રાહ ખાઈ જાત, સારું થયું જે બચીને આવી ગયા. ઘાયલ
થશો તો પદ ઓછું થઈ જશે. જે સદેવ એકરસ જ રહેશે એ ક્યારેય હટશે નહીં. ક્યારેય હાથ નહીં
છોડશે. અહીંથી બાપને છોડી મરીને માયા રાવણ નાં બને છે તો તેમને માયા વધારે જોરથી
ખાશે. બાપ કહે છે તમને કેટલો શ્રુંગાર કરું છું. સમજાવાય છે સારા થઈને ચાલો. કોઈને
દુઃખ નહીં આપો. લોહીથી પણ લખીને આપે છે પછી જેવા છે એવા બની જાય છે. માયા બહુ
જબરજસ્ત છે. કાન-નાક થી પકડી ને બહુજ તડપાવે છે. હવે તમને જ્ઞાનનું ત્રીજું નેત્ર
આપે છે તો ક્રિમિનલ દ્રષ્ટિ (કુદ્રષ્ટિ) ક્યારેય ન જવી જોઈએ. વિશ્વનાં માલિક બનવું
છે તો કંઈ મહેનત પણ કરવી પડે ને. હવે તમારી આત્મા અને શરીર બંને તમોપ્રધાન છે. ખાદ
પડી ગઈ છે. આ ખાદને ભસ્મ કરવા માટે બાપ કહે છે મને યાદ કરો. તમે બાપને યાદ નથી કરી
શકતા, શરમ નથી આવતી. યાદ નહીં કરશો તો માયાનાં ભૂત તમને હપ કરી લેશે. તમે કેટલા
છી-છી બની ગયા છો, રાવણ રાજ્યમાં એક પણ એવા નથી જે વિકાર થી પેદા ન થયા હોય. ત્યાં
આ વિકારનું નામ નથી, રાવણ જ નથી. રાવણ રાજ્ય હોય જ છે દ્વાપરમાં. પાવન બનાવવા વાળા
એક જ બાપ છે. બાપ કહે છે બાળકો આ એક જન્મ જ પવિત્ર બનવાનું છે પછી તો વિકારની વાત જ
નથી હોતી. એ છે જ નિર્વિકારી દુનિયા. તમે જાણો છો આ પવિત્ર દેવી-દેવતા હતા પછી ૮૪
જન્મ લેતા-લેતા નીચે આવ્યા છે. હવે છે પતિત ત્યારે પુકારે છે શિવબાબા અમને આ પતિત
દુનિયાથી છોડાવો. હવે જ્યારે બાપ આવ્યા છે ત્યારે તમને સમજ પડી છે કે આ પતિત કામ
છે. પહેલા નહોતા સમજતા કારણ કે તમે રાવણ રાજ્યમાં હતા. હવે બાપ કહે છે સુખધામ જવાનું
છે તો છી-છી બનવાનું છોડો. અડધો કલ્પ તમે છી-છી બન્યા છો માથા પર પાપોનો બહુજ બોજો
છે અને તમે ગાળો પણ બહુજ આપી છે. બાપ ને ગાળો દેવાથી બહુ જ પાપ ચઢી જાય છે, આ પણ
ડ્રામામાં પાર્ટ છે. તમારી આત્માને પણ ૮૪ નો પાર્ટ મળેલો છે, એ ભજવવાનો જ છે. દરેકને
પોતાનો પાર્ટ ભજવવાનો છે. પછી તમે રડો કેમ છો! સતયુગમાં કોઇ રડતું નથી. પછી જ્ઞાનની
દશા પૂરી થાય છે તો એ જ રડવાનું પીટવાનું શરુ થઇ જાય છે. મોહ્જીત ની કથા પણ તમે
સાંભળી છે. આતો એક જૂઠું દ્રષ્ટાંત બનાવ્યું છે. સતયુગમાં કોઈનું અકાળે મૃત્યુ થતું
નથી. મોહજીત બનાવવાવાળા તો એક જ બાપ છે. પરમપિતા પરમાત્મા નાં તમે વારીશ બનો છો, જે
તમને વિશ્વનાં માલિક બનાવે છે. સ્વયંને પૂછો આપણે આત્માઓ એમના વારીસ છીએ? બાકી
શરીરનાં ભણતર માં શું રાખ્યું છે. આજકાલ તો પતિત મનુષ્યની શકલ પણ ન જોવી જોઈએ, ન
બાળકોને દેખાડવી જોઈએ. બુદ્ધિમાં હંમેશા સમજો અમે સંગમયુગ પર છીએ. એક બાપને જ યાદ
કરીએ છીએં બીજા બધાને જોવા છતાં નથી જોતા. અમે નવી દુનિયાને જ જોઈએ છીએ. આપણે દેવતા
બનીએ છીએ, એ નવા સંબંધોને જ જોઈએ છીએ. જૂનાં સંબંધોને જોવા છતાં નથી જોતા. આ બધું
ભસ્મ થવાનું છે. આપણે એકલા આવ્યા હતા પછી એકલા જવાનું છે. બાપ એક જ વાર આવે છે સાથે
લઈ જવા. આને શિવબાબા ની બારાત (જાન) કહેવાય છે. શિવબાબા નાં બાળકો બધાં છે. બાપ
વિશ્વની બાદશાહી આપે છે, મનુષ્ય થી દેવતા બનાવે છે. પહેલા વિષ નીકળતું હતું, હવે
અમૃત નીકળે છે. અચ્છા!
મીઠા-મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ.
રુહાની બાપની રુહાની બાળકોને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ને
સંગમયુગી નિવાસી સમજીને ચાલવાનું છે. જૂનાં સંબંધોને જોવા છતાં પણ નથી જોવાના.
બુદ્ધિ માં રહે આપણે એકલા આવ્યાં હતાં, એકલા જવાનું છે.
2. આત્મા અને શરીર બંને ને કંચન બનાવવા માટે જ્ઞાન નાં ત્રીજા નેત્રથી જોવાનો
અભ્યાસ કરવાનો છે. કુદ્રષ્ટિ ખતમ કરવાની છે. જ્ઞાન અને યોગ થી સ્વયં નો શ્રુંગાર
કરવાનો છે.
વરદાન :-
બાપ ની
છત્રછાયા માં સદા મોજ નો અનુભવ કરવાં અને કરાવવાવાળા આત્મા ભવ :
જ્યાં બાપ ની છત્રછાયા
છે ત્યાં સદા માયાથી સલામત છો. છત્રછાયા ની અંદર માયા આવી નથી સકતી. મહેનત થી સ્વત:
દુર થઈ જશે, મોજ માં રહેશે કારણ કે મહેનત મોજનો અનુભવ કરવાં નથી દેતી. છત્રછાયામાં
રહેવાં વાળી એવી વિશેષ આત્માઓ ઊંચું ભણતર ભણતા પણ મોજ માં રહે છે, કારણ કે તેમને
નિશ્ચય છે અમે કલ્પ-કલ્પ નાં વિજયી છીએ, પાસ થવાના છીએ. સદા મોજ માં રહો અને બીજાઓને
મોજ માં રહેવાનો સંદેશ દેતાં રહો. આ જ સેવા છે.
સ્લોગન :-
ડ્રામા નાં
રાજ (રહસ્ય) ને નથી જાણતા તેઓ નારાજ થાય છે.