22-11-2023
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આપ
બ્રાહ્મણો નું આ નવું ઝાડ છે , એની વૃદ્ધિ પણ કરવાની છે તો સંભાળ પણ કરવાની છે કારણ
કે નવા ઝાડ ને ચકલીઓ ખાઈ જાય છે”
પ્રશ્ન :-
બ્રાહ્મણ ઝાડ માં નીકળેલા પાન કેમ મુરઝાય જાય છે? કારણ અને નિવારણ શું છે?
ઉત્તર :-
બાપ જે જ્ઞાન નાં વન્ડરફુલ રહસ્ય સંભળાવે છે તે ન સમજવાનાં કારણે સંશય ઉત્પન્ન થાય
છે એટલે નવા-નવા પાન મુરઝાય જાય છે પછી ભણતર છોડી દે છે. આમાં સમજાવવા વાળા બાળકો
ખૂબ હોશિયાર જોઈએ. જો કોઈ સંશય ઉઠે છે તો મોટાઓને પૂછવું જોઈએ. જવાબ નથી મળતો તો
બાપ ને પણ પૂછી શકે છે.
ગીત :-
પ્રિતમ આન મિલો…
ઓમ શાંતિ!
ગીત તો બાળકોએ
ઘણી વાર સાંભળ્યા છે, દુઃખ માં ભગવાન ને બધાં બોલાવે છે. તમારી પાસે તો એ બેઠાં છે.
તમને બધાં દુઃખો થી લિબ્રેટ (મુક્ત) કરી રહ્યા છે. તમે જાણો છો બરોબર દુઃખધામ થી
સુખધામ માં લઈ જવા વાળા સુખધામ નાં માલિક બતાવી રહ્યા છે. એ આવેલા છે, તમારી સન્મુખ
બેઠેલા છે અને રાજયોગ શીખવાડી રહ્યા છે. આ કોઈ મનુષ્ય નું કામ નથી. તમે કહેશો
પરમપિતા પરમાત્માએ અમને મનુષ્ય થી દેવતા બનાવવા માટે રાજયોગ શીખવાડ્યો છે. મનુષ્ય,
મનુષ્ય ને દેવતા નથી બનાવી શકતાં. મનુષ્ય સે દેવતા કિયે કરત ન લાગી વાર… આ કોની
મહિમા છે? બાબા ની. બરોબર દેવતાઓ તો સતયુગ માં હોય છે. આ સમયે દેવતાઓ હોતાં જ નથી.
તો જરુર સ્વર્ગની સ્થાપના કરવા વાળા જ મનુષ્ય ને દેવતા બનાવશે. પરમપિતા પરમાત્મા
જેમને શિવ પણ કહે છે, એમને અહીં આવવું પડે પતિતો ને પાવન બનાવવાં. હવે એ આવે કેવી
રીતે? પતિત દુનિયામાં શ્રીકૃષ્ણ નું પણ તન મળી ન શકે. મનુષ્ય તો મુંઝાયેલા છે. હમણાં
આપ બાળકો સન્મુખ સાંભળી રહ્યા છો. તમે આ દુનિયાની હિસ્ટ્રી-જોગ્રોફી ને જાણો છો.
હિસ્ટ્રી સાથે જોગ્રોફી જરુર હોય છે અને હિસ્ટ્રી-જોગ્રોફી હોય છે મનુષ્ય સૃષ્ટિમાં.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ની, સૂક્ષ્મવતન ની ક્યારેય હિસ્ટ્રી-જોગ્રોફી નહીં કહેવાશે. તે
છે સૂક્ષ્મવતન. ત્યાં તો છે મુવી (મૌન). ટોકી (વાચા) તો અહીં છે. હમણાં બાબા આપ
બાળકોને આખી દુનિયાની હિસ્ટ્રી-જોગ્રોફી અને મૂળવતન નાં સમાચાર, જેને ત્રણ લોક
કહેવાય છે બધું સંભળાવે છે. હમણાં આપ બ્રાહ્મણોનું નવું ઝાડ લાગ્યું છે. આને ઝાડ
કહેવાય છે. બીજા જે મઠ-પંથ છે એને ઝાડ નહીં કહેવાશે. ભલે ક્રિશ્ચન લોકો છે તે જાણે
છે કે ક્રિશ્ચન નું ઝાડ અલગ છે પરંતુ એમને એ ખબર નથી કે બધી ડાળ-ડાળીઓ આ મોટા ઝાડ
માંથી નીકળેલી છે. સમજાવવું જોઈએ મનુષ્ય સૃષ્ટિ કેવી રીતે ઉત્પન્ન થશે? માતા-પિતા
પછી બાળક… તે પણ બધાં સાથે તો નહીં નીકળશે. બે થી ચાર, પાંચ પાન હોય છે પછી કોઈને
તો ચકલીઓ પણ ખાઈ જાય છે. અહીં પણ ચકલીઓ ખાઈ જાય છે. આ ખૂબ નાનું ઝાડ છે. ધીરે-ધીરે
વૃદ્ધિ થશે, જેવી રીતે પહેલાં મેળવ્યું છે. તમને બાળકોને હમણાં કેટલું જ્ઞાન છે.
ત્રિકાળદર્શી છો, ત્રણેય કાળો ને જાણવા વાળા છો, ત્રિલોકીનાથ છો. લક્ષ્મી-નારાયણ ને
ત્રિલોકીનાથ, ત્રિકાળદર્શી નહીં કહેવાશે. મનુષ્ય પછી શ્રીકૃષ્ણ ને ત્રિલોકીનાથ કહે
છે. જે સર્વિસ કરશે એમની પ્રજા બનશે. પોતાનાં વારિસ પણ બનાવવાનાં છે, પ્રજા પણ
બનાવવાની છે. તો આ બુદ્ધિમાં હોવું જોઈએ - અમે ત્રિલોકીનાથ છીએ. આ વાતો ખૂબ
વન્ડરફુલ છે. બાળકો પૂરી રીતે સમજાવી નથી શકતાં તો કન્સ્ટ્રક્શન (જોડાવાના) ની બદલે
ડિસ્ટ્રક્શન કરી (તોડી) લે છે. નીકળેલા પાન ને પણ મુરઝાવી દે છે (સંશયબુદ્ધિ બનાવી
દે છે), પછી ભણતરને છોડી દે છે. આપણે કહીશું કલ્પ પહેલાં પણ આવું થયું હતું, વીત્યું
ને વીત્યું જુઓ. હમણાં આપ બાળકો આખી સૃષ્ટિનાં આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છો,
હિસ્ટ્રી અને જોગ્રોફી જાણો છો. બાકી મનુષ્ય વાતો તો ખુબ બનાવે છે ને? શું-શું લખે
છે? કેવી રીતે નાટક બનાવે છે!
ભારતમાં અનેકોને
અવતાર માને છે. ભારતે જ પોતાનો બેડો ગર્ક કર્યો (ડૂબાડ્યો) છે. હમણાં આપ બાળકો ખાસ
ભારત ને, બાકી દુનિયાને સેલવેજ (મુક્ત) કરો છો. આ દુનિયાનું ચક્ર ફરે છે, આપણે ઉપર
હોઈશું તો નર્ક નીચે હશે. જેવી રીતે સૂર્ય ઉતરે છે તો કહેવાશે સમુદ્રની નીચે જાય
છે. પરંતુ જાય થોડી છે? સમજે છે દ્વારિકા વગેરે ડૂબી ગઈ. મનુષ્યોની બુદ્ધિ પણ
વન્ડરફુલ છે ને? હમણાં તમે કેટલાં ઊંચા બનો છો. કેટલી ખુશી હોવી જોઈએ? દુઃખ નાં સમયે
તમને લોટરી મળી રહી છે. દેવતાઓને તો મળેલી છે. અહીં તમને દુઃખ થી પછી અથાહ સુખ મળે
છે. કેટલી ખુશી થાય છે? ભવિષ્ય ૨૧ જન્મો માટે આપણે સ્વર્ગનાં માલિક બનીશું.
મનુષ્ય કહે છે ગીતા
નું જ્ઞાન તો સત્સંગ છે. કેટલાં સત્સંગ સાંઈબાબા વગેરેનાં છે. ખૂબ દુકાનદારી છે. આ
તો એક જ હટ્ટી છે બ્રહ્માકુમારીઓની. જગતઅંબા છે બ્રહ્માનાં મુખ વંશાવલી. સરસ્વતી
બ્રહ્મા ની દીકરી પ્રસિદ્ધ છે. તમે જાણો છો માતા-પિતા દ્વારા આપણને સુખ ઘનેરા (અથાહ)
મળ્યા હતાં. હમણાં એ માતા-પિતા મળેલા છે. ખૂબ સુખ ઘનેરા આપી રહ્યા છે. અચ્છા,
માતા-પિતા ને જન્મ આપવા વાળા કોણ? શિવબાબા. આપણને રત્ન શિવબાબા પાસેથી મળે છે. તમે
થઈ ગયા પૌત્રા. અમે હમણાં બધાં સુખ ઘનેરા એ બેહદનાં બાપ પાસેથી, બ્રહ્મા સરસ્વતી,
માતા-પિતા દ્વારા લઈ રહ્યા છીએ. આપવા વાળા એ છે. કેટલી સહજ વાત છે? પછી સમજાવવાનું
છે અમે આ ભારતને સ્વર્ગ બનાવીએ છીએ. પછી સુખ ઘનેરા જઈને મેળવીશું. આપણે ભારતનાં
સેવક થયાં. તન, મન, ધન થી આપણે સેવા કરીએ છીએ. ગાંધી ને પણ મદદ કરતા હતાં ને? તમે
સમજાવી શકો છો યાદવ, કૌરવ, પાંડવ શું કરતા હતાં? પાંડવો તરફ તો છે પરમપિતા પરમાત્મા.
પાંડવ છે વિનાશકાળે પ્રીત બુદ્ધિ, કૌરવ અને યાદવ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જે
પરમપિતા પરમાત્મા ને માનતા જ નથી, ઠિક્કર-ભિત્તર માં ઠોકી દે છે. તમારી એમના સિવાય
બીજા કોઈની સાથે પ્રીત નથી. તો બહુજ હર્ષિત રહેવું જોઈએ. નખ થી લઈને ચોટલી સુધી ખુશી
રહેવી જોઈએ. બાળકો તો ખૂબ છે ને? તમે માતા-પિતા દ્વારા સાંભળો છો તો તમને ખુશી થાય
છે. આખી સૃષ્ટિમાં આપણા જેવા સૌભાગ્યશાળી કોઈ હોઈ નથી શકતાં! આપણા માં પણ કોઈ
પદમાપદમ ભાગ્યશાળી, કોઈ સૌભાગ્યશાળી, કોઈ ભાગ્યશાળી અને કોઈ દુર્ભાગ્યશાળી પણ છે.
જે આશ્ચર્યવત્ ભાગન્તી થઈ જાય છે એમને કહેવાશે મહાન દુર્ભાગ્યશાળી. કોઈને કોઈ કારણ
થી બાપ ને ફારકતી આપી દે છે. બાપ તો ખૂબ મીઠાં છે. સમજે છે શિક્ષા (સમજણ) આપું તો
ક્યાંક ફારકતી ન આપી દે. સમજાવે છે તમે વિકાર માં જઈને કુળનું નામ બદનામ કરો છો. જો
નામ બદનામ કરશો તો ખૂબ સજાઓ ખાવી પડશે. એને કહેવાશે સદ્દગુરુ નાં નિંદક… એમણે પછી
પોતાનાં લૌકિક ગુરુ માટે સમજી લીધું છે. અબળાઓ ને પુરુષ પણ ડરાવે છે. અમરનાથ બાબા
હમણાં તમને અમરકથા સંભળાવી રહ્યા છે. બાબા કહે છે હું તો શિક્ષક, સર્વન્ટ (સેવક)
છું ને? શિક્ષક નાં પગ ધોઈને પીએ છે શું? બાળકો જે માલિક બનવા વાળા છે, શું હું એમની
પાસે પગ ધોવડાવું? ના. ગવાય પણ છે નિરાકારી, નિરહંકારી. આ પણ (બ્રહ્મા પણ) એમનાં
સંગમાં નિરહંકારી બની ગયા છે.
અબળાઓ પર અત્યાચાર પણ
ગવાયેલું છે. કલ્પ પહેલાં પણ અત્યાચાર થયા હતાં. લોહી ની નદીઓ વહેશે, પાપ નો ઘડો
ભરાશે. હમણાં તમે યોગબળ થી બેહદની બાદશાહી લો છો. તમે જાણો છો આપણે બાપ પાસેથી
અટલ-અખંડ બાદશાહી લઈએ છીએ. આપણે તો સૂર્યવંશી બનીશું. હા, એમાં હિંમત પણ જોઈએ.
પોતાનું મોઢું જોતા રહો - મારામાં કોઈ વિકાર તો નથી? કોઈ પણ વાત ન સમજો તો મોટાઓને
પૂછો, પોતાનો સંશય ખતમ કરો. જો બ્રાહ્મણી સંશય ખતમ નથી કરી શકતી તો પછી બાબા ને પૂછો.
હજી તો આપ બાળકોએ ઘણી વાતો સમજવાની છે. જ્યાં સુધી જીવશો બાબા સમજાવતા રહેશે. કહો,
હમણાં તો અમે ભણી રહ્યા છીએ, બાબા ને અમે પૂછીશું અથવા તો બોલો આ વાતો હજી સુધી
બાબાએ સમજાવી નથી. આગળ જઈને સમજાવશે, પછી પૂછજો. ઘણાં પોઈન્ટ્સ નીકળતા રહે છે. કોઈ
કહેશે લડાઈનું શું થશે? બાબા ત્રિકાળદર્શી છે સમજાવી શકે છે, પરંતુ હમણાં તો બાબાએ
બતાવ્યું નથી. અરજી આપણી, મરજી એમની. પોતાને છોડાવી લેવા જોઈએ.
ગાર્ડન માં બાબાએ
બાળકોને પ્રશ્ન પૂછ્યો કે બાબા છે જ્ઞાન નાં સાગર તો જરુર એ જ્ઞાન ડાન્સ કરતા હશે?
અચ્છા, જ્યારે ભક્તિમાર્ગ માં શિવબાબા બધાની મનોકામનાઓ પૂરી કરવાનો પાર્ટ ભજવે છે
તો એ સમયે એમને આ સંકલ્પ આવશે કે મારે ભારત માં સંગમ પર જઈને બાળકોને આ રાજયોગ
શીખવાડવાનો છે? સ્વર્ગનાં માલિક બનાવવાનાં છે? આ સંકલ્પ ઉઠશે (આવશે) કે જ્યારે
આવવાનો સમય થશે ત્યારે સંકલ્પ ઉઠશે?
વિચારે છે આ સંકલ્પ
નહીં હશે. ભલે એમનામાં જ્ઞાન મર્જ છે પરંતુ ઈમર્જ ત્યારે થાય છે જ્યારે આવવાનો સમય
થાય છે. આમ તો આપણામાં પણ ૮૪ જન્મોનો પાર્ટ મર્જ છે ને? ગવાય પણ છે ભગવાન ને નવી
સૃષ્ટિ રચવાનો સંકલ્પ ઉઠ્યો, તો તે જ્યારે સમય થશે ત્યારે સંકલ્પ ચાલશે. એ પણ ડ્રામા
માં બંધાયમાન છે. આ ખૂબ ગુહ્ય વાતો છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રતિ માત-પિતા બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની
બાળકોને નમસ્તે.
રાત્રિ ક્લાસ ૧૩ . ૧
. ૬૯
બાળકો જ્યારે અહીં
આવીને બેસે છે તો બાપ પૂછે છે બાળકો શિવબાબા ને યાદ કરો છો? પછી વિશ્વની બાદશાહી ને
યાદ કરો છો? બેહદનાં બાપનું નામ શિવ છે. પછી ભાષા નાં કારણે અલગ-અલગ નામ રાખી દે
છે. જેવી રીતે મુંબઈ માં બબુલનાથ કહેવાય છે કારણ કે એ કાંટાઓ ને ફૂલ બનાવે છે.
સતયુગ માં છે ફૂલ, અહીં બધાં છે કાંટા. તો બાપ રુહાની બાળકોને પૂછે છે બેહદનાં બાપની
યાદ માં કેટલો સમય રહો છો? એમનું નામ છે શિવ, કલ્યાણકારી. તમે જેટલાં યાદ કરશો એટલાં
જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે. સતયુગ માં પાપ હોતાં જ નથી. તે છે પુણ્ય આત્માઓની
દુનિયા, આ છે પાપ આત્માઓની દુનિયા. પાપ કરાવવા વાળા છે પાંચ વિકાર. સતયુગ માં રાવણ
હોતો જ નથી. આ છે આખી દુનિયાનો દુશ્મન. આ સમયે આખી દુનિયા પર રાવણનું રાજ્ય છે. બધાં
દુઃખી, તમોપ્રધાન છે ત્યારે કહે છે બાળકો મામેકમ્ યાદ કરો. આ ગીતા નાં શબ્દ છે. બાપ
સ્વયં કહે છે દેહ સહિત સર્વ સંબંધ છોડી મામેકમ્ યાદ કરો. પહેલાં-પહેલાં તમે સુખ નાં
સંબંધ માં હતાં, પછી રાવણનાં બંધન માં આવ્યા છો. ફરી હવે સુખનાં સંબંધ માં આવવાનું
છે. પોતાને આત્મા સમજો અને બાપ ને યાદ કરો - આ શિક્ષા બાપ સંગમયુગ પર જ આપે છે. બાપ
સ્વયં કહે છે હું પરમધામ નો રહેવાસી છું, આ શરીર માં પ્રવેશ કર્યો છે તમને સમજાવવા
માટે. બાપ કહે છે પવિત્ર બન્યા વગર તમે મારી પાસે નથી આવી શકતાં. હવે પાવન કેવી રીતે
બનશો? ફક્ત મને યાદ કરો. ભક્તિમાર્ગ માં પણ ફક્ત મારી પૂજા કરે છે, એને અવ્યભિચારી
પૂજા કહેવાય છે. હમણાં હું પતિત-પાવન છું. તો તમે મને યાદ કરો તો તમારા
જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે. ૬૩ જન્મોનાં પાપ છે. સંન્યાસી ક્યારેય રાજયોગ
શીખવાડી ન શકે, બાપ જ શીખવાડે છે. હકીકત માં આ શાસ્ત્ર, ભક્તિ વગેરે પ્રવૃત્તિ
માર્ગ વાળા માટે છે. સંન્યાસીઓ તો જંગલ માં જઈને બેસે છે અને બ્રહ્મ ને યાદ કરે છે.
હમણાં બાપ કહે છે-સર્વ નો સદ્દગતિ દાતા હું છું એટલે મને યાદ કરો તો તમે આ (લક્ષ્મી-નારાયણ)
બનશો. મુખ્ય લક્ષ સામે છે. જેટલું ભણશો, ભણાવશો એટલું જ ઊંચ પદ દૈવી રાજધાની માં
મેળવશો. અલ્ફ છે એક બાપ. રચનાથી રચના ને વારસો નથી મળતો. આ છે બેહદનાં બાપ તો બેહદ
નો વારસો આપે છે. તમે સ્વર્ગમાં સદ્દગતિ માં હશો. બાકી સર્વ આત્માઓ પાછા ઘરે ચાલ્યા
જશે. મુક્તિ- જીવનમુક્તિ, ગતિ-સદ્દગતિ શબ્દ જ છે શાંતિધામ, સુખધામ નાં. બાપ ની યાદ
વગર ઘરે જઈ નહીં શકે. આત્મા ને પવિત્ર જરુર બનવાનું છે. અહીં બધાં છે નાસ્તિક. બાપ
ને નથી જાણતાં. તમે હવે આસ્તિક બનો છો. ગાયન પણ છે વિનાશકાળે વિપરીત બુદ્ધિ
વિનશ્યંતી. હમણાં વિનાશકાળ છે ને? ચક્ર જરુર ફરવાનું છે. વિનાશ કાળે જેમની પ્રીત
બુદ્ધિ છે તે છે વિજયંતી. બાપ કેટલું સહજ કરી સંભળાવે છે, પરંતુ માયા-રાવણ ભૂલાવી
દે છે. હવે આ જૂની દુનિયાનો અંત છે. તે છે અમરલોક, ત્યાં કાળ હોતો નથી. બાપ ને કહે
છે આવો સાથે અમને બધાને લઈ ચાલો. તો કાળ થયા ને? સતયુગ માં કેટલું નાનું ઝાડ છે!
હમણાં ખૂબ મોટું ઝાડ છે.
બ્રહ્મા અને વિષ્ણુ
નું ઓક્યુપેશન (કર્તવ્ય) શું છે? વિષ્ણુ ને દેવતા કહે છે. બ્રહ્મા ને તો કોઈ ઘરેણા
વગેરે નથી. ત્યાં નથી બ્રહ્મા, નથી વિષ્ણુ, નથી શંકર. પ્રજાપિતા બ્રહ્મા તો અહીં
છે. સૂક્ષ્મ વતન નો ફક્ત સાક્ષાત્કાર થાય છે. સ્થૂળ, સૂક્ષ્મ, મૂળ છે ને?
સૂક્ષ્મવતન માં છે મુવી. આ સમજવાની વાતો છે. આ ગીતા પાઠશાળા છે, જ્યાં તમે રાજયોગ
શીખો છો. શિવબાબા ભણાવે છે તો જરુર શિવબાબા ની યાદ આવશે ને? અચ્છા!
રુહાની બાળકોને રુહાની
બાપદાદા નાં યાદ- પ્યાર અને ગુડનાઈટ. રુહાની બાળકોને રુહાની બાપ નાં નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. દુઃખ નાં
સમયે અપાર સુખો ની જે લોટરી મળી છે, એક બાપ સાથે સાચ્ચી પ્રીત થઈ છે, એનું સ્મરણ કરી
સદા ખુશી માં રહેવાનું છે.
2. બાપ-દાદા સમાન
નિરાકારી અને નિરહંકારી બનવાનું છે. હિંમત રાખી વિકારો પર જીત મેળવવાની છે. યોગબળ
થી બાદશાહી લેવાની છે.
વરદાન :-
કર્મ કરતા
શક્તિશાળી સ્ટેજ પર સ્થિત થઈ રુહાની પર્સનાલિટી નો અનુભવ કરાવવા વાળા કર્મયોગી ભવ
તમે બાળકો ફક્ત
કર્મ-કર્તા નથી પરંતુ યોગયુક્ત થઈને કર્મ કરવા વાળા કર્મયોગી છો. તો તમારા દ્વારા
દરેકને આ અનુભવ થાય કે આ કામ તો હાથે થી કરી રહ્યા છે પરંતુ કામ કરતા પણ પોતાની
શક્તિશાળી સ્ટેજ પર સ્થિત છે. ભલે સાધારણ રીતે ચાલી રહ્યા છો, ઉભાં છો પરંતુ રુહાની
પર્સનાલિટી નો દૂર થી જ અનુભવ થાય. જેવી રીતે દુનિયાવી પર્સનાલિટી આકર્ષિત કરે છે,
એવી રીતે તમારી રુહાની પર્સનાલિટી, પ્યોરિટી ની પર્સનાલિટી, જ્ઞાની તથા યોગી તૂ
આત્મા ની પર્સનાલિટી સ્વત: આકર્ષિત કરશે.
સ્લોગન :-
સાચ્ચી રાહ પર
ચાલવા વાળા તથા બધાને સાચ્ચો રસ્તો બતાવવા વાળા સાચાં-સાચાં લાઈટ હાઉસ છે.