23-01-2023   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


મીઠાં બાળકો - પવિત્રતા વગર ભારત સ્વર્ગ બની ન શકે , તમને શ્રીમત છે ઘર ગૃહસ્થ માં રહેતા પવિત્ર બનો , બંને તરફ તોડ નિભાવો

પ્રશ્ન :-
બીજા સતસંગો કે આશ્રમો થી અહીંયા ની કઈ રસમ બિલકુલ ન્યારી છે?

ઉત્તર :-
એ આશ્રમો માં મનુષ્ય જઈને રહે છે સમજે છે - સંગ સારો છે, ઘર વગેરેનો હંગામો નથી. લક્ષ-હેતુ કંઈ નથી. પરંતુ અહીં તો તમે મરજીવા બનો છો. તમને ઘરબાર નથી છોડવાતું. ઘરમાં રહી તમારે જ્ઞાન અમૃત પીવાનું છે, રુહાની સેવા કરવાની છે. આ રસમ એ સતસંગો માં નથી.

ઓમ શાંતિ!
બાપ બેસી બાળકોને સમજાવે છે કારણ કે બાળકો જાણે છે કે અહીં બાપ જ સમજાવે છે એટલે ઘડી-ઘડી શિવ ભગવાનુવાચ કહેવું પણ સારું નથી લાગતું. તે ગીતા સંભળાવવા વાળા કહે છે - કૃષ્ણ ભગવાનુવાચ. તે તો થઈને ગયાં છે. કહે છે શ્રીકૃષ્ણએ ગીતા સંભળાવી હતી, રાજયોગ શીખવાડ્યો હતો. અહીં તો આપ બાળકો સમજો છો શિવબાબા અમને રાજયોગ શીખવાડી રહ્યાં છે બીજો કોઈ સતસંગ નથી જ્યાં રાજયોગ શીખવાડતા હોય. બાપ કહે છે હું તમને રાજાઓનાં રાજા બનાવું છું. તે તો ફક્ત કહે છે કૃષ્ણ ભગવાનુવાચ મનમનાભવ. ક્યારે કહ્યું હતું? તો કહે છે ૫ હજાર વર્ષ પહેલાં કે કોઈ કહે છે ક્રાઈસ્ટ નાં ૩ હજાર વર્ષ પહેલાં. ૨ હજાર વર્ષ નથી કહેતાં કારણ કે એક હજાર વર્ષ જે વચમાં છે તેમાં ઈસ્લામી, બૌદ્ધિ આવ્યાં. તો ક્રાઈસ્ટ થી ૩ હજાર વર્ષ પહેલાં સતયુગ સિદ્ધ થઈ જાય છે. આપણે કહીએ છીએ - આજ થી ૫ હજાર વર્ષ પહેલાં ગીતા સંભળાવવા વાળા ભગવાન આવ્યાં હતાં અને આવીને દેવી-દેવતા ધર્મસ્થાપન કર્યો હતો. હવે ૫ હજાર વર્ષ બાદ ફરીથી એમને આવવું પડે. આ છે ૫ હજાર વર્ષનું ચક્ર. બાળકો જાણે છે કે આ બાપ, આમના દ્વારા સમજાવી રહ્યાં છે. દુનિયામાં તો અનેક પ્રકાર નાં સતસંગ છે જ્યાં મનુષ્ય જાય છે. કોઈ આશ્રમો માં જઈને રહે પણ છે તો એમને એવું નહીં કહે કે માતા-પિતા પાસે જઈ જન્મ લીધો કે એમનાથી કોઈ વારસો મળે છે, ના. ફક્ત તે સંગ સારો સમજે છે. ત્યાં ઘર વગેરે નો કોઈ પણ હંગામો નથી હોતો. બાકી મુખ્ય ઉદ્દેશ તો કંઈ પણ નથી. અહીં તો તમે કહો છો અમે માતા-પિતાની પાસે આવ્યાં છીએ. આ છે તમારો મરજીવો જન્મ. તે લોકો બાળકોને એડોપ્ટ કરે છે, તો તે જઈને એમનું ઘર વસાવે છે. અહીં તે રસમ નથી કે પિયરઘર, સસુરઘર ને છોડી અહીં આવીને બેસીએ. આ થઈ ન શકે. અહીં તો ગૃહસ્થ માં રહેતા કમળફૂલ સમાન રહેવાનું છે. કુમારી છે કે કોઈપણ છે એમને કહેવાય છે ઘર માં રહો રોજ જ્ઞાન અમૃત પીવા આવો. નોલેજ સમજી પછી બીજાઓને સમજાવો બંને તરફ તોડ નિભાવો. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. અંત સુધી બંને તરફ નિભાવવાનું છે. અંત માં અહીં રહો કે ત્યાં રહો, મોત તો બધાનું આવવાનું છે. કહે છે - રામ ગયો, રાવણ ગયો. તો એવું નહીં કે બધાંને અહીં આવીને રહેવાનું છે. આ તો નીકળે ત્યારે છે જ્યારે વિષ ને માટે એમને સતાવાય છે. કન્યાઓએ પણ રહેવાનું ઘરમાં છે. મિત્ર-સંબંધીઓની સર્વિસ કરવાની છે. સોશિયલ વર્કર તો ઘણાં છે. ગવર્મેન્ટ આટલાં બધાંને તો પોતાની પાસે રાખી ન શકે. તે પોતાનાં ગૃહસ્થ વ્યવહાર માં રહે છે. પછી કોઈને કોઈ સેવા પણ કરે છે. અહીં તમારે રુહાની સેવા કરવાની છે. ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે. હા, જ્યારે વિકાર માટે ખૂબ હેરાન કરે છે તો આવીને ઈશ્વરીય શરણ લો છો. અહીં વિષ નાં કારણે બાળકો માર ખૂબ ખાય છે બીજે ક્યાંય પણ આ વાત નથી. અહીં તો પવિત્ર રહેવું પડે છે. ગવર્મેન્ટ પણ પવિત્રતા ઈચ્છે છે. પરંતુ ગૃહસ્થ વ્યવહાર માં રહેતા પવિત્ર બનાવવાની તાકાત ઈશ્વરમાં જ હોય છે. સમય એવો છે જે ગવર્મેન્ટ પણ ઈચ્છે છે કે બાળકો વધારે પેદા ન થાય કારણ કે ગરીબી ખૂબ છે. તો ઈચ્છે છે ભારતમાં પવિત્રતા હોય, બાળકો ઓછા હોય.

બાપ કહે છે - બાળકો પવિત્ર બનો તો પવિત્ર દુનિયાનાં માલિક બનશો. આ વાત એમની બુદ્ધિમાં નથી. ભારત પવિત્ર હતું, હમણાં અપવિત્ર છે. બધાં આત્માઓ સ્વયં પણ ઇચ્છે છે કે પવિત્ર બનીએ. અહીં દુઃખ ખુબ છે. આપ બાળકો જાણો છો કે પવિત્રતા વગર ભારત સ્વર્ગ બની ન શકે. નર્કમાં છે જ દુઃખ. હવે નર્ક તો બીજી કોઈ વસ્તુ નથી. જેમ ગુરુડ પુરાણ માં દેખાડે છે વૈતરણી નદી છે, જેમાં મનુષ્ય ગોતા ખાય છે. એવી તો કોઈ નદી છે નહીં જ્યાં સજાઓ ખાતા હોય. સજાઓ તો ગર્ભજેલ માં મળે છે. સતયુગ માં તો ગર્ભ જેલ હોતી નથી, જ્યાં સજાઓ મળે. ગર્ભ મહેલ હોય છે. આ સમય આખી દુનિયા જીવતું જાગતું નરક છે. જ્યાં મનુષ્ય દુઃખી, રોગી છે. એકબીજા ને દુઃખ આપતા રહે છે. સ્વર્ગમાં આ કંઈ હોતું નથી. હવે બાપ સમજાવે છે હું તમારો બેહદનો બાપ છું. હું રચયિતા છું, તો જરુર સ્વર્ગ નવી દુનિયા રચીશ. સ્વર્ગ માટે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ રચીશ. કહે છે - તુમ માત-પિતા.કલ્પ-કલ્પ આ રાજયોગ શીખવાડ્યો હતો. બ્રહ્મા દ્વારા બેસી બધાં વેદો શાસ્ત્રો નાં આદિ-મધ્ય-અંત નું રહસ્ય સમજાવે છે. બિલકુલ અભણ ને બેસી ભણાવે છે. તમે કહેતા હતાં ને - હે ભગવાન આવો. પતિત તો ત્યાં જઈ ન શકે. તો પાવન બનાવવા માટે એમને જરુર અહીં આવવું પડે. આપ બાળકોને યાદ અપાવે છે કે કલ્પ પહેલાં પણ તમને રાજ્યોગ શીખવાડ્યો હતો. પુછાય છે કે પહેલાં ક્યારેય આ નોલેજ લીધી હતી? તો કહો છો - હા ૫ હજાર વર્ષ પહેલાં અમે આ જ્ઞાન લીધું હતું. આ વાતો છે નવી. નવો યુગ, નવો ધર્મ ફરીથી સ્થાપન થાય છે. સિવાય ઈશ્વર નાં આ દૈવી ધર્મ કોઈ સ્થાપન કરી ન શકે. બ્રહ્મા વિષ્ણુ શંકર પણ ન કરી શકે કારણ કે તે દેવતાઓ સ્વયં રચના છે. સ્વર્ગ નાં રચયિતા, માતા-પિતા જોઈએ. તમને સુખ ઘનેરા પણ અહીં જોઈએ. બાપ કહે છે રચતા હું છું. તમને પણ બ્રહ્મા દ્વારા મેં રચ્યા છે. હું મનુષ્ય સૃષ્ટિનો બીજ રુપ છું. ભલે કોઈ કેટલાં પણ મોટા સાધુ-સંત વગેરે હોય પરંતુ કોઈના પણ મુખ થી એવું નહીં નીકળશે. આ છે ગીતાનાં શબ્દ. પરંતુ જેમણે કહ્યું છે તે કહી શકે છે. બીજા કોઈ કહી ન શકે. ફક્ત ફરક આ છે કે નિરાકાર નાં બદલે શ્રીકૃષ્ણ ને ભગવાન કહી દે છે. બાપ કહે છે હું મનુષ્ય સૃષ્ટિનો બીજરુપ, પરમધામ માં રહેવાવાળો નિરાકાર પરમાત્મા છું. તમે પણ સમજી શકો છો. સાકાર મનુષ્ય તો પોતાને બીજરુપ કહી ન શકે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર પણ ન કહી શકે. આ તો જાણો છો કે બધાંને રચવા વાળા શિવબાબા છે. હું દૈવી ધર્મની સ્થાપના કરી રહ્યો છું. એવું કહેવાની પણ કોઈનામાં તાકાત નથી. ભલે પોતાને શ્રીકૃષ્ણ કહેવડાવે, બ્રહ્મા કહેવડાવે, શંકર કહેવડાવે. ઘણા પોતાને અવતાર પણ કહેવડાવે છે. પરંતુ છે બધું ખોટું. અહીં આવીને જ્યારે સાંભળશે તો સમજશે બરાબર બાપ તો એક છે, અવતાર પણ એક છે. તે કહે છે હું તમને સાથે લઈ જઈશ. એવું કહેવાની પણ કોઈનાં માં તાકાત નથી. ૫ હજાર વર્ષ પહેલાં પણ ગીતાનાં ભગવાન શિવબાબાએ કહ્યું હતું, જેમણે જ આદિ સનાતન ધર્મની સ્થાપના કરી હતી, એ જ હવે કરી રહ્યાં છે. ગવાયેલું પણ છે મચ્છરો સદૃશ્ય આત્માઓ ગયાં. તો બાપ ગાઈડ બની બધાંને આવી છોડાવે છે. હવે કળિયુગનો અંત છે, એના પછી સતયુગ આવવાનો છે. તો જરુર આવીને પવિત્ર બનાવી પવિત્ર દુનિયામાં લઈ જશે. ગીતામાં કંઈ ન કંઈ શબ્દ છે. સમજે છે આ ધર્મ માટે શાસ્ત્ર તો જોઈએ ને. તો ગીતા શાસ્ત્ર બેસી બનાવ્યું છે. સર્વ શાસ્ત્રમય શિરોમણી નંબરવન માતા, પરંતુ નામ બદલી દીધું છે. બાપ જે આ સમયે એક્ટ કરે છે તે થોડી દ્વાપર માં લાગશે. ગીતા છતાં પણ એ જ નીકળશે. ડ્રામામાં આ જ ગીતા નોંધાયેલી છે. જેમ બાપ ફરીથી મનુષ્ય ને દેવતા બનાવે છે તેમ શાસ્ત્ર પણ પાછળથી કોઈ ફરીથી બેસી લખશે. સતયુગ માં કોઈ શાસ્ત્ર નથી હોતાં. બાપ આખા ચક્રનું રહસ્ય બેસી સમજાવે છે. તમે સમજો છો અમે આ ૮૪ જન્મોનું ચક્ર પૂરું કર્યું. આદિ સનાતન દેવી-દેવતા ધર્મવાળા જ મેક્સિમમ ૮૪ જન્મ લે છે. બાકી મનુષ્યો ની તો પાછળ થી વૃદ્ધિ થાય છે. તે થોડી છે આટલા જન્મ લેશે? બાપ આ બ્રહ્મા મુખ થી બેસી સમજાવે છે. આજે દાદા છે, જેમનું મેં તન લોન લીધું છે તે પણ પોતાના જન્મો ને નહોતા જાણતાં. આ છે વ્યક્ત - પ્રજાપિતા બ્રહ્મા. તે છે અવ્યક્ત. છે તો બંને એક. તમે પણ આ જ્ઞાન થી સૂક્ષ્મવતનવાસી ફરિશ્તા બની રહ્યાં છો. સૂક્ષ્મ વતનવાસીઓને ફરિશ્તા કહે છે કારણ કે હાડકા-માસ નથી. બ્રહ્મા વિષ્ણુ શંકર ને પણ હાડકા-માસ નથી, પછી એમના ચિત્ર કેવી રીતે બનાવે છે. શિવ નું પણ ચિત્ર બનાવે છે. છે તો એ સ્ટાર. એમનું પણ રુપ બનાવે છે. બ્રહ્મા વિષ્ણુ શંકર તો સૂક્ષ્મ છે. જેમ મનુષ્યો નાં બનાવે છે તેમ શંકરનું તો બનાવી ન શકે કારણ કે એમનું હાડકા-માસ નું શરીર તો નથી. આપણે તો સમજાવવા માટે આમ સ્થૂળ બનાવીએ છીએ. પરંતુ તમે પણ જુઓ છો કે તે સૂક્ષ્મ છે. અચ્છા-

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રતિ માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

રાત્રિ ક્લાસ - ૧૩ - ૭ - ૬૮

મનુષ્ય બે વસ્તુને જરુર ઈચ્છે છે. એક છે શાંતિ, બીજું સુખ. વિશ્વમાં શાંતિ કે પોતાનાં માટે શાંતિ. વિશ્વ પર સુખ કે પોતાના માટે સુખની ઈચ્છા હોય છે મનુષ્યો ને. તો પૂછવાનું હોય છે કે હમણાં અશાંતિ છે તો જરુર ક્યારેક શાંતિ થઈ હશે! પરંતુ તે ક્યારે કેવી રીતે થાય છે, અશાંતિ કેમ થઈ, આ કોઈને ખબર જ નથી કારણ કે ઘોર અંધારામાં છે. તમે શાંતિ અને સુખ માટે બધાંને ખૂબ સારો રસ્તો બતાવો છો. તો સાંભળીને એમને ખુશી થાય છે, પરંતુ જ્યારે સાંભળે છે પાવન પણ બનવાનું છે તો ઠંડા પડી જાય છે. આ વિકાર છે બધાનાં દુશ્મન અને પછી બધાં નાં પ્યારા છે. આને છોડવામાં હૃદય વિદીરણ થાય છે. નામ પણ છે વિષ. છતાં પણ છોડતા નથી. તમે કેટલું માથું મારો છો છતાં પણ હાર ખાઈ લે છે. બધી પવિત્રતાની જ વાત છે. આમાં ઘણાં ફેલ થાય છે. કોઈ કન્યા ને જુવે તો આકર્ષણ થાય છે. ક્રોધ કે લોભ કે મોહ નું આકર્ષણ નથી થતું. કામ મહાશત્રુ છે. આનાં પર જીત મેળવવાનું મહાવીરનું કામ છે. દેહ-અભિમાન નાં પછી પહેલાં કામ જ આવે છે. આનાં પર જીત મેળવવાની છે. જે પવિત્ર છે એમની આગળ અપવિત્ર કામી મનુષ્ય નમન કરે છે. કહે છે અમે વિકારી, તમે નિર્વિકારી. એવું નહીં કહે છે કે અમે ક્રોધી લોભી.. બધી વાત વિકાર ની છે. લગ્ન કરે જ છે વિકાર માટે, આ ફુરના રહે છે મા-બાપને. મોટા થાય તો પૈસા પણ આપશે, વિકાર માં પણ જશે. વિકાર માં ન જાય તો ઝઘડા થઈ જાય. આપ બાળકોએ સમજાવવાનું હોય છે આ (દેવતાઓ) સંપૂર્ણ નિર્વિકારી હતાં. તમારી પાસે મુખ્ય ઉદ્દેશ સામે છે. નર થી નારાયણ રાજાઓનાં પણ રાજા બનવાનું છે. ચિત્ર સામે છે. આને સતસંગ ન કહેવાય. આ પાઠશાળા છે. સાચ્ચો સતસંગ સાચાં બાપની સાથે ત્યારે થાય જ્યારે સન્મુખ રાજયોગ શીખવાડે. સત્ય નો સંગ જોઈએ. એ જ ગીતાનું જ્ઞાન આપે છે અર્થાત્ રાજયોગ શીખવાડે છે. બાપ કોઈ ગીતા સંભળાવતા નથી. મનુષ્ય સમજે છે નામ છે ગીતા પાઠશાળા તો જઈને ગીતા સાંભળીએ. એટલી કશિશ થાય છે. આ સાચ્ચી ગીતા પાઠશાળા છે જ્યાં એક સેકન્ડમાં સદ્દગતિ, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ મળે છે. તો પૂછો સાચ્ચી ગીતા પાઠશાળા કેમ લખો છો? ફક્ત ગીતા પાઠશાળા લખવું તો કોમન થઈ જાય છે. સાચ્ચી શબ્દ વાંચવાથી ખેંચ થઈ શકે છે, કદાચ જુઠી પણ છે. તો સાચ્ચી શબ્દ જરુર લખવો પડે. પાવન દુનિયા સતયુગ ને પતિત દુનિયા કળિયુગ ને કહેવાય છે. સતયુગ માં આ પાવન હતાં. કેવી રીતે બન્યાં તે શીખવાડે છે. બાપ બ્રહ્મા દ્વારા ભણાવે છે. નહીં તો ભણાવે કેવી રીતે. આ યાત્રા સમજશે તે જ જેમણે કલ્પ પહેલાં સમજ્યું હશે. ભક્તિમાર્ગ નાં દુબન માં ફસાયેલા છે. ભક્તિ નો ભભકો ઘણો છે. આ તો કંઈ પણ નથી. ફક્ત સ્મૃતિ માં રાખો - હવે પાછા જવાનું છે. પવિત્ર બનીને જવાનું છે. એના માટે યાદ માં રહેવાનું છે. બાપ જે સ્વર્ગનાં માલિક બનાવે છે એમને યાદ ન કરી શકો! મુખ્ય વાત આ છે. બધાં કહે છે આમાં જ મહેનત છે. બાળકો ભાષણ તો સારું કરે છે પરંતુ યોગ માં રહીને સમજાવે તો અસર પણ સારી થાય. યાદ માં તમને તાકાત મળે છે. સતોપ્રધાન બનવાથી સતોપ્રધાન વિશ્વનાં માલિક બનશો. યાદ ને નેષ્ઠા કહેવાશે શું! અમે અડધા કલાક નેષ્ઠા માં બેસીએ, આ ખોટું છે. બાપ ફક્ત કહે છે યાદ માં રહો. સામે બેસી શીખવાડવાની દરકાર નથી. બેહદ બાપ ને ખૂબ પ્રેમ થી યાદ કરવાનાં છે કારણ કે ખૂબ ખજાનો આપે છે. યાદ થી ખુશી નો પારો ચઢવો જોઈએ. અતીન્દ્રિય સુખ ફીલ (અનુભવ) થશે. બાપ કહે છે તમારી આ લાઈફ ખૂબ વેલ્યુબલ (મૂલ્યવાન) છે, આને તંદુરસ્ત રાખવાનું છે. જેટલું જીવશો એટલાં ખજાનો લેશો. ખજાનો પૂરો ત્યારે મળશે જ્યારે આપણે સતોપ્રધાન બની જઈશું. મોરલી માં પણ બળ હશે. તલવાર માં ધાર હોય છે ને. તમારામાં પણ યાદ નું બળ હોય ત્યારે તલવાર ધારદાર થાય. જ્ઞાનમાં એટલું બળ નથી એટલે કોઈને અસર નથી થતી. પછી એમનાં કલ્યાણ માટે બાબાને આવવાનું છે. જ્યારે તમે યાદ માં બળ ભરશો તો પછી વિદ્વાન આચાર્ય વગેરે ને સારું તીર લાગશે એટલે બાબા કહે છે ચાર્ટ રાખો. ઘણાં કહે છે બાબાને ખૂબ યાદ કરીએ છીએ પરંતુ મુખ નથી ખુલતું. તમે યાદ માં રહો તો વિકર્મ વિનાશ થશે. અચ્છા! બાળકો ને ગુડનાઈટ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ઘર માં રહેતા પણ રુહાની સેવા કરવાની છે .પવિત્ર બનવાનું અને બનાવવાનાં છે.

2. આ જીવતા જાગતા નર્ક માં રહેવા છતાં પણ બેહદ નાં બાપ થી સ્વર્ગનો વારસો લેવાનો છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું.

વરદાન :-
પોતાની સર્વ વિશેષતાઓને કાર્યમાં લગાવી એમનો વિસ્તાર કરવા વાળા સિદ્ધિ સ્વરુપ ભવ

જેટલી-જેટલી પોતાની વિશેષતાઓ ને મન્સા સેવા કે વાણી અને કર્મ ની સેવામાં લગાવશો તો એ જ વિશેષતા વિસ્તાર ને મેળવતી જશે. સેવામાં લગાવવું અર્થાત્ એક બીજ થી અનેક ફળ પ્રગટ કરવાં. આ શ્રેષ્ઠ જીવનમાં જે જન્મસિદ્ધ અધિકાર નાં રુપમાં વિશેષતાઓ મળી છે એને ફક્ત બીજ રુપમાં નહીં રાખો, સેવાની ધરણી માં નાખો તો ફળ સ્વરુપ અર્થાત્ સિદ્ધિ સ્વરુપ નો અનુભવ કરશો.

સ્લોગન :-
વિસ્તાર ને ન જોઈ સાર ને જુઓ અને સ્વયમાં સમાવી લો-આ જ તીવ્ર પુરુષાર્થ છે.